Raj Mistry's world

Me,my stories and world around….

૧૧ પ્રશ્ન……

Leave a comment

“..પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે………..એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે……….“જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે…………હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે.”

————————————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ- ગઢડા પ્રથમ-૨૦

 આજે દુનિયાની વાત નથી કરવી….પોતાની વાત કરવી છે……….વચનામૃત માં જેમ શ્રીજી મહારાજ કહે છે તેમ- “..પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે………..એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે……….“ તો આપણે ક્યાં છીએ??? મુર્ખ છીએ ?? અજ્ઞાની છીએ???  નીચ છીએ??? એ પ્રશ્ન નો ઉત્તર આપણા હાથ માં છે. જીવન માં- સત્સંગ હોય કે લોક વ્યવહાર કે બિઝનેસ મેનેજમેન્ટ ની વાતો……….બધામાં સેલ્ફ એનાલીસીસ ( Self Analysis…introspection) કહેતા કે આત્માવલોકન…..અંતર્દ્રષ્ટિ …અનિવાર્ય છે. જો આપણે પોતાને ન “જાણતા” હોઈએ તો દુનિયા  ને શું જાણવા ના??? તો શરૂઆત હમેંશા પોતાના થી કરવી…..

પ.પુ.મહંત સ્વામી જેવા સિદ્ધ પુરુષ કહે છે કે- આ સત્સંગ માં આવ્યા પછી આપણ ને ૯૦% પ્રાપ્તિ તો એમ ને એમ જ થઇ ગઈ છે…….પણ ભક્તો જેમાં રહી જાય છે તે ૧૦% માં જ રહી જાય છે…….૯૦% પ્રાપ્તિ એટલે કે – જગત આખું ભગવાન ક્યાં છે -એ શોધવા ભટકે છે..અને આપણ ને અહી એ સત્પુરુષ દ્વારા પ્રગટ પ્રમાણ મળ્યા છે…….અને ૧૦% માં રહી જવું એટલે- કે જે મળ્યા છે તેની પ્રતીતિ – પોતાની આળસ…આત્માવલોકન ની ઉણપ ને લીધે થતી નથી……તે..!

અંતર ખોજ ....સત્પુરુષ ને સથવારે....

અંતર ખોજ ….સત્પુરુષ ને સથવારે….

૧૧ પ્રશ્ન- એટલા માટે કે- અમુક દિવસ પહેલા શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે- પુ.બ્રહ્મ દર્શન સ્વામી ( વેદ શાસ્ત્ર માં ડોકટરેટ છે…..) જેવા અતિ વિદ્વાન…..ખુબ સારા ..તેજસ્વી…મેરેથોન વક્તા કે જેમની પાસે વેદો-શાસ્ત્રો -વચનામૃત નું અગાધ જ્ઞાન છે તેમના મુખે “આંતર ખોજ” નામે – કાર્યકરો ની શિબિર માં લાભ લેવા નો અમુલ્ય લાભ મળ્યો……સતત ૬.૩૦ કલાક – સ્વામી- એકધારા વરસતા રહ્યા……અને જીવ ને એવો તે ઢંઢોળ્યો કે…..અંતર ની ખોજ યાત્રા જાણે કે જીવંત થઇ ઉઠી..!!!!!!! અદ્ભુત વાતો…..અદ્ભુત ઉદાહરણો……અદ્ભુત પ્રસંગો થી જાણવા મળ્યું કે આપણે જીવન માં શું કરવાનું છે……શું કરી રહ્યા છીએ….અને કેટલે પહોંચ્યા છીએ??? ..તો વાચકો ની જાણકારી ખાતિર- ૧૧ પ્રશ્નો અહી મુકું છું……..જેનો જવાબ આપવા નો પ્રમાણિક પ્રયાસ કરજો……..વિચારજો……

—————————

પ્રશ્ન-૧- મને કેવા સંત..ભગવાન મળ્યા છે?????  ( પ્રાપ્તિ નો..મહિમા નો સતત વિચાર)

પ્રશ્ન-૨ -એ મને કેવો બનાવવા માંગે છે….??? ( સત્સંગમાં આવ્યા બાદ થતા પરિવર્તન નો વિચાર)

પ્રશ્ન-૩ – એ માટે મેં શું કર્યું છે??? ( એ પરિવર્તન માટે મારો દાખડો..મહેનત)

પ્રશ્ન-૪- એ માટે કરવામાં- મેં શું નથી કર્યું??? ( મારો દાખડો ક્યાં ઓછો પડ્યો?? )

પ્રશ્ન-૫ -એ બધું કર્યા છતાં હું અત્યારે કેવો છું?? ( આત્મ વિશ્લેષણ…..આત્મ અવલોકન)

પ્રશ્ન-૬ – અત્યારે જેવો છું..એના માટે જવાબદાર કોણ?? વાંક કોનો?? ( આત્મ અવલોકન…પરિબળ વિચાર)

પ્રશ્ન-૭- મારી ભૂલ..મારી ખોટ….મારી ચૂક શેમાં છે?? ( આત્મ વિશ્લેષણ)

પ્રશ્ન-૮- મારે ક્યાં સુધી આવા ને આવા રહેવું છે??? ( જીવન માં બદલાવ નો વિચાર )

પ્રશ્ન-૯- હવે સુધરવું છે??? ( બદલાવ માટે..આપણી માનસિક તૈયારી)

પ્રશ્ન-૧૦- ( બદલાવ માટે) જે કરવા નું છે..એમાં થી હું શું શું કરી શકું??? ( આત્મ શક્તિ ..દ્રઢતા નો વિચાર)

પ્રશ્ન-૧૧- જે નક્કી કર્યું હતું- તે કર્યું કે ન કર્યું??? પાછા વળી ને જોયું??? ( સતત આત્મ અવલોકન..અંતર્દ્રષ્ટિ….આત્મખોજ)

————————–

તો- વચનામૃત નો સહારો લો……સગા વ્હાલા-સ્નેહી-મિત્રો-સત્સંગી-સંતો નો સહારો લો…સત્પુરુષ નો વિચાર કરો…..અને આંતર ખોજ ની શરૂઆત કરો……સ્વયમ જગત નો નાથ ,પોતાના અમૃત વચનો ( ગઢડા મધ્ય-૫૫)  માં પોતાના માટે કહે છે કે….“અને અંતરમાં એમ વિચાર રહે છે જે, ‘આપણ તો દેહ થકી પૃથક્ આત્મા છીએ પણ દેહ જેવા નથી.’ અને વળી અંતરમાં એમ વિચાર રહ્યા કરે છે જે, આત્માને વિષે રખે રજોગુણ, તમોગુણ આદિક કોઈક માયાનો ભાગ ભળી જાય નહીં ! તેને ઘડીએ ઘડીએ તપાસતા રહીએ છીએ….” 

એમ- સતત- પાછા વળી ને….અંતર્વૃત્તિ કરી ને……જીવ થી વિચાર કરતા રહેવું……! આખરે -આપણે જગત નું તો analysis તો આપણે બહુ કરીએ છીએ..રોજ કરીએ છીએ…પણ પોતાનો ..પોતાના જીવ નું analysis….scanning…..MRI..X-ray કદીયે કર્યું છે?????  પ.પુ.મહંત સ્વામી ના શબ્દો ને ફરી યાદ કરીએ…..અને જે ૧૦% કસર છે………….પોતાની આળસ ને લીધે – જે પ્રત્યક્ષ ભગવાન ની- સત્પુરુષ ની- એમના મહિમા ની- પોતાની જાત ની- પ્રતીતિ બાકી રહી જાય છે અને જન્મ મરણ છૂટતું નથી…………એને ટાળી લઈએ…..આ જન્મે જ ટાળી લઈએ….! છેવટે સવાલ આ ૧૦% નો જ છે…………..પછી અક્ષરધામ તો પાકું જ છે..!

જાગતા રહેજો…………..આંતરખોજ કરતા રહેજો……………!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s