Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૭/૬/૨૦૧૫

Leave a comment

‘અષ્ટાંગયોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થઉ છું; એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતાં સત્સંગ અધિક થયો…………..

“જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ છે. જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે ને મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં; શા માટે જે, એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે……………..”

———————————————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ- ગઢડા મધ્ય-૫૪

આજે અમદાવાદ ૪૫ ડીગ્રી -આગ માં શેકાઈ રહ્યું હતું અને જીવમાત્ર ને એક જ આશ છે કે- મેઘરાજા ક્યારે વરસે….!! અને સંસાર ના ચક્રોમાં ફસાયેલા જીવ નો આવો જ હાલ હોય છે ..અને એટલા માટે જ – જીવ ની શાંતિ અને શાતા માટે -શ્રીજી એ પોતાનું સર્વ શ્રેષ્ઠ સાધન કહ્યું..સત્સંગ….! આજની સભા આના પર જ હતી -પુ.બ્રહ્મ દર્શન સ્વામી જેવા અતિ વિધવાન સંત ના મુખે “સત્સંગમાં – વિષ કે અમૃત” વિષય પર સતત સવા કલાક સુધી પ્રવચન થયું……અને સંસાર-જગત ની ધોખ થી ધગેલા આ જીવ ને અપ્રતિમ શાંતિ નો અનુભવ થયો….!

સભામાં સમયસર પહોંચી ગયો અને સૌપ્રથમ મારા વ્હાલા ના દર્શન કર્યા …..તમે પણ જોડાઓ….

11140262_414725048715673_2189403397535721812_n

સભાની શરૂઆત -પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના મધુર કંઠે ગવાતી- સ્વામિનારાયણ મંત્ર ની ધુન્ય થી થઇ. અને ત્યારબાદ એમના જ મુખે સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત પદ ” વંદુ સહજાનંદ ચરણ રજ…” રજુ થયું અને શાસ્ત્રીય રાગ માં ગવાતા આ પદ થી સભા ડોલી ઉઠી.

ત્યારબાદ જેની પ્રતીક્ષા હતી- એ પ્રવચન- પુ.બ્રહ્મ દર્શન સ્વામી જેવા તેજસ્વી- ધારદાર-અતિ વિદ્વાન સંત ના મુખે રજુ થયું…………આગળ જણાવ્યું એમ- વિષય હતો- ” સત્સંગ માં -વિષ અને અમૃત” …………અદ્ભુત વિષય……સમજણ નો વિષય….જોઈએ સારાંશ….

(નોંધ- મોબાઈલ રેકોર્ડેડ પ્રવચન ની લીંક નીચે ઉપલબ્ધ છે……ગુણવત્તા માં તફાવત હોઈ શકે છે)

20150607_175029

 • સમજણ વિનાનો સત્સંગ નકામો છે…….માત્ર તિલક ચાંલ્લો-દન ધરમ-પૂજા -સેવા થી જ સત્સંગ થતો નથી……સત્સંગ કૈંક અલગ જ વાત છે…..જે સત્પુરુષ અને સમજણ થી જ કળાય છે…..
 • વચનામૃત ને પાને પાને- શ્રીજી એ સ્વયમ -સત્સંગ ના મહિમા ની…..સત્પુરુષ ના મહિમા ની વાતો કરી છે…..
 • અને એને જ ઉત્તમ સાધન કહ્યું છે…….પણ એક સહજ ભૂલ- સત્સંગમાં થી તમારું પતન કરાવી શકે છે……
 • સત્સંગ માં લાભ પણ મોટો અને જો ખોટ જાય તો પણ મોટી……..
 • સત્સંગ માં વિષ એટલે- સત્પુરુષ અને શ્રીજી માં મનુષ્ય ભાવ લાવવો…….હરિભક્ત માત્ર નો અવગુણ લેવો……અને અમૃત એટલે- સત્પુરુષ અને શ્રીજી માં- હરિભક્ત માં દિવ્યભાવ…..
 • શ્રીજી એ – આ વિષ -કહેતા કે અવગુણ રૂપી ઝેર- થી થતા નુકશાન અને ગુણ લેવા થી થતા ફાયદા પણ વચનામૃત માં વર્ણવ્યા છે…….
 • અને અવગુણ ને દુર કરવા નો માર્ગ પણ બતાવ્યો છે……………
 • શ્રીહરિ ચરિત્રામૃત સાગર માં શ્રીજી કહે છે કે- જે ભક્ત – અન્ય ભક્ત પ્રત્યે અવગુણ લાવે છે – એ મારું માથું કાપે છે…..!!!!
 • સત્સંગ એક હોસ્પિટલ છે અને સત્સંગી માત્ર- દર્દી ઓ છે……જે પોતાના જીવ ને શુદ્ધ કરવા આહી આવ્યા છે……માટે પોતાનું કલ્યાણ પોતાના જ હાથ માં છે…..એ યાદ રાખવું….
 • ભગતજી મહારાજ અને આપણા ગુણાતીત ગુરુઓ ની જેમ- દરેક જીવમાત્ર ને “બ્રહ્મ સ્વરૂપે” જોવા……બ્રહ્મ ની મૂર્તિ સમજવા…..પણ એ પણ વિવેક સાથે……! યોગીબાપા તો સાક્ષાત બ્રહ્મ ની મૂર્તિ હતા…..અને દરેક હરિભક્ત ને બ્રહ્મ ની મૂર્તિ સમજતા….
 • સત્પુરુષ નો મહિમા સમજાય તો ગમે તેવા દોષ હોય તે નાશ પામે- જીવ બ્રહ્મ રૂપ થઇ જાય……….આપણી સંસ્થા માં- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ અક્ષર બ્રહ્મ છે- એમાં કોઈ સંશય નથી અને સદગુરુ સંતો પણ દિવ્યતા ની મૂર્તિઓ છે……જેમણે પોતાનું સમગ્ર જીવન સત્સંગ માટે ખર્ચી નાખ્યું છે…….

અદ્ભુત………અદ્ભુત…………..આપણે ક્યાં જવાનું છે/???? આપણે શું કરવાનું છે???? એના સર્વ ઉત્તર – સ્વામી ના પ્રવચન માં થી મળી ગયા…..હવે વિચારવાનું આપણે છે કે- સત્સંગ માં આપણે કેમ આવ્યા છીએ??? અભાવ ગુણ નું ઝેર લઇ પતન કરવું છે કે- ગુણ લઇ ને અમૃતત્વ ને મેળવવું છે……??

સભાને અંતે પુ.ઈશ્વર ચરણ સ્વામી એ સમાચાર આપ્યા કે- અમેરિકા સત્સંગ મંડળ ના પાયા ના – નિષ્ઠાવાન હરિભક્ત ડો.કે.સી.પટેલ સાહેબ ધામ માં ગયા છે અને એમણે જે ૧૯૭૦ પછી- અમેરિકા માં સત્સંગ પ્રવૃત્તિ માં જે યોગદાન આપ્યું છે- તે અતુલ્ય છે…..અવિસ્મરણીય છે. એમના પાર્થિવ શરીર ને આજે- રોબીન્સ્વીલે અક્ષરધામ મંદિર થી બપોરે ૧૨ વાગ્યે( અમેરિકન સમય) થી અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવશે…

સભાને અંતે- સત્સંગ પ્રવચન વાંચન  સ્પર્ધા ના વિજેતા ઓ નું જાહેર માં સન્માન કરવામાં આવ્યું.

તો આજની સભા – સત્સંગ ને..એના મહિમા ને…એના દ્વારા જીવ ના કલ્યાણ ને સમજવાની હતી……..! જો એ સમજાશે તો જ સત્સંગ સફળ કહેવાશે…તો જ અક્ષરધામ ની પ્રાપ્તિ થશે……………….જીવ પરમાત્મા ને પામશે..! એ સિવાય કોટી કલ્પે છૂટકો જ નથી….

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s