Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા -૧૪/૦૬/૨૦૧૫

Leave a comment

પછી શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા જે………………,

“અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી………… માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ. અને તે પક્ષ રાખતાં થકાં આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં. અને ભગવાનના ભક્ત જેવાં દેહ ને દેહનાં સગાંસંબંધીને વહાલાં રાખવાં નહીં. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ, ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી…………”

———————————————-

વચનામૃતમ- ગઢડા અંત્ય-૭

ઉપરોક્ત વચનામૃત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નું અત્યંત પ્રિય…એમના અંગ નું વચનામૃત છે…. જે ” વજ્ર ની ખીલી”  શીર્ષક હેઠળ વચનામૃત માં ઉલ્લેખાયેલું છે…..શ્રીજી મહારાજ ના અંતર ની વાત…..કે સુખ નું સાધન -કલ્યાણ નું સાધન – એ એક ભગવાન અને એના સંત છે…..એમના પ્રત્યે દ્રઢ નિષ્ઠા એ જ કલ્યાણ નો માર્ગ…! જો આ સમજાય તો- સત્સંગ માં અહીતહી ભટકવું ન પડે…..સંશય માં જીવવું ન પડે…..તો આજની સભા આ મુદ્દા ની વાત પર હતી.

સભામાં સમયસર પહોંચી ગયો અને હમેંશ ની જેમ મારા વ્હાલા ના અંત:કારણ પૂર્વક દર્શન કરવામાં આવ્યા…..તમે પણ જોડાઓ…..

11136757_418057335049111_6023733867866217627_n

સભાની શરૂઆત યુવકો ના મુખે જોશ પૂર્વક ગવાતા ‘સ્વામિનારાયણ” મહામંત્ર ની ધુન્ય થી થઇ………”જે હરે સર્વ દુખ..જે હરે સર્વ પાપ…….મહિમા એનો શું ગાઈએ ..જે હરે સર્વ સંતાપ”….  એવો આ મંત્ર નો મહિમા છે અને એના માં જીવ એકતાર થાય તો સર્વ પીડાઓ માં થી મુક્તિ મળે….અરે..! જન્મ મરણ ની આંટી ઓ છૂટે…..! ત્યારબાદ યુવક ના મુખે ” પધારો ને સહજાનંદ જી..”  પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન રજુ થયું. એ પણ એટલું જ પ્રભાવી હતું.

ત્યારબાદ- સ્વામીશ્રી ના સારંગપુર ખાતે ના દિવ્ય વિચરણ નો અદ્ભુત વિડીયો રજુ થયો…….સ્વામીશ્રી ના મુખ પર દેખાતું તેજ- ઉત્સાહ એક પલ પણ વિસરાય એમ નથી…..

ત્યારબાદ પુ.શ્રીહરિ સ્વામી જેવા વિધવાન સંત ને મુખે- ” ગઢડા અંત્ય-૭” ના વચનામૃત પર -અનેક રસપ્રદ ઉદાહરણો અને પ્રસંગો થી ભરપુર – પ્રવચન થયું. જોઈએ એનો સારાંશ….

 • ગઢડા અંત્ય-૭ નું વચનામૃત- પ્રમુખ સ્વામી મહારાજ નું અંગ નું વચનામૃત છે..એ જ રીતે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના અંગ નું વચનામૃત- ગઢડા મધ્ય-૭ અને યોગીબાપા નું ગઢડા પ્રથમ નું -૬૭ અને ૭૬…..
 • મનુષ્ય સામાન્ય રીતે- દ્રવ્ય,સ્ત્રી….વિષયો…કીર્તિ માં સુખ માની બેસે છે પણ સત્ય કૈંક અલગ જ છે……..સાચું સુખ તો એક ભગવાન માં જ છે…..અને એ સત્પુરુષ થકી જ સમજાય…..
 • વચનામૃત ના પાને પાને વર્ણન કર્યું છે કે- ભગવાન સદાયે સત્પુરુષ થકી જ પ્રગટ રહે છે…….ચાર ચાર પેઢી થી વડતાલ ના કોઠારી ગોરધન દાસ ના વિદ્વાન ભત્રીજા – ગીરધરભાઈ ને આ સમજાણું અને એ જ વાત પર સ્વયમ હરિકૃષ્ણ મહારાજે પ્રગટ થઇ મહોર મારી- અને વિજ્ઞાન દસ સ્વામી તરીકે દીક્ષા લઇ પ્રાગજી ભક્ત ને ગુરુ કર્યા અને અક્ષર પુરુષોત્તમ ના જ્ઞાન માટે અસહ્ય ભીડા વેઠ્યા…..અને છપૈયા ખાતે દેહ મૂકી ધામ માં ગયા….
 • સત્પુરુષ હમેંશા સુખદાયી છે કારણ કે એ જીવ નું અજ્ઞાન ટાળે છે અને પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ ની પ્રાપ્તિ કરાવે છે…..
 • સંત વિષે દ્રઢ આત્મ બુદ્ધિ હોય તો જ કલ્યાણ થાય…..અને આત્મબુદ્ધિ નું લક્ષણ છે- સંત માં દ્રઢ પ્રીતિ……એમની આજ્ઞામાં અચલ રહે…..એમના ગમતા માં રહે……
 • જો આપણી આત્મબુદ્ધિ સત્પુરુષ માં હોય તો- આપણો જીવ તેનામાં રહે……તેનામાં અભાવ ગુણ ન આવે…અરે…તેના ભક્તો પર પણ અભાવ ગુણ ન આવે…….અને સત્પુરુષ સાથે રહી ને અસહ્ય ભીડો આવે….સત્પુરુષ પોતે ભીડો કરે- છતાં એનો સાથ ન છૂટે…..
 • જો મોટા પુરુષ ને રાજી કરવા હોય..ભગવાન ને રાજી કરવા હોય ..સત્સંગ માં રહેવું હોય તો- નિયમ ,નિશ્ચય અને પક્ષ દ્રઢ રાખવા……એમાયે- જો પક્ષ અતિ દ્રઢ હોય તો- બીજા બધા સાધનો એમાં આવી ગયા…….ગુન્દાળી ના મેરામણ અને મામૈયા પટગરે જીવ સાટે – સ્વામિનારાયણ સંતો નો પક્ષ રાખ્યો…….ઝીણાભાઈ દરબારે – શ્રીજી ના આશ્રિત ગરીબ હરિભક્ત કમળશી વાંજા ની સેવા કરી તો ઝીણાભાઈ ના અંત સમયે એમની નનામી ખુદ શ્રીજી એ પોતાના ખભે ઉપાડી…..અંતિમ સંસ્કાર પોતાના હાથે કર્યા…..

અસંખ્ય પ્રસંગો અને હરિભક્તો ના મહિમા- સત્પુરુષ ના મહિમા થી ભરપુર આ પ્રવચને- એ જ્ઞાન જીવ માં દ્રઢ કરવું કે- સત્સંગ માં રહેવું હોય..આગળ વધવું હોય……કલ્યાણ કરવું હોય તો- એક ભગવાન અને સત્પુરુષ ને રાજી કર્યા સિવાય કોઈ કાલે છૂટકો જ નથી…..!

ત્યારબાદ- ધોરણ ૧૦ અને ૧૨ માં સારા ટકા થી ઉતીર્ણ થયેલા સત્સંગી વિદ્યાર્થીઓ નું જાહેર માં સન્માન થયું…………..અને ત્યાર બાદ પુ બ્રહ્મવિહારી સ્વામી એ અગત્ય ની જાહેરાતો કરી…..

 • ડો એ.પી.જે અબ્દુલ કલામ સાહેબે-
  Transcendence My Spiritual Experiences with Pramukh Swamiji  (બુક અહી થી ખરીદી શકાય છે…..)
 • download
 • નામનું પુસ્તક લખ્યું છે…..જેમાં એમના ૧૪ વર્ષ ના દિવ્ય અનુભવો- એ પણ પોતાના ગુરુ..સખા..મિત્ર…..માર્ગદર્શક…પ્રમુખ સ્વામી મહારાજ સાથે -પર એક પુસ્તક સ્વરૂપે વર્ણવ્યા છે……..આટલા મોટા વૈજ્ઞાનિક અને એ પણ પૂર્વ રાષ્ટ્રપતિ – પર પ્રમુખ સ્વામી મહારાજે શું જાદુ કર્યો હશે ? એ વિચારવા જેવું છે…….પ્રમુખ સ્વામી ની દિવ્યતા – સત્પુરુષ ના લક્ષણ……એમના દ્વારા શ્રીજી નું પ્રગટ પ્રમાણ- આ અનુભવ પર થી સ્પષ્ટ દેખાય છે……
 • તેનું  લોકાર્પણ કરવા કલામ સાહેબ- સારંગપુર પધારવા ના છે અને આપણી સંસ્થા પણ આ અદ્ભુત ..અદ્ભુત પ્રસંગ ને- એક ઉત્સવ તરીકે અમદાવાદ ખાતે જ ઉજવવા ની છે…..વધુ વિગતો- આવતી રવિસભા માં જાણવા મળશે…..!
 • આવતા રવિવારે- વિશ્વ યોગ દિવસ ઉજવવા નો છે – અને આપણે પણ એમાં ભાગ લેવાનો છે……..સમય- સવારે ૬ થી ૭ – જીએમડીસી ગ્રાઉન્ડ…..અમદાવાદ -૨૧ જુન- અને એ માટે રજીસ્ટ્રેશન- મંદિર માં ચાલુ છે…..અને આવનારા બુધવારે સાંજે- યોગ નિષ્ણાત- યોગ ની તાલીમ પણ એ પહેલા આપશે……! આનંદો..અમદાવાદીઓ…..આનંદો..!

તો આજની સભા- સત્પુરુષ ના મહિમા ની હતી…એમના દ્વારા શ્રીજી ને પામવાની હતી………………..જો આ બ્રહ્મ સત્ય સમજાય તો- સંસાર ના જુઠા સુખ માં થી મુક્તિ મળે- અને આ એક અખંડ સુખ ની પ્રાપ્તિ થાય…….

જાગતા રહેજો…………..

જય સ્વામિનારાયણ………..

રાજ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s