Raj Mistry's world

Me,my stories and world around….

BAPS વિશિષ્ટ રવિસભા- ૨૮/૦૬/૨૦૧૫

Leave a comment

“….ભગવાનનું જે એક નિમિષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દેઈએ અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળાં કરીએ તો પણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહીં……….”

———————————————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ -સારંગપુર-૧

કોઈ પૂછે કે મનુષ્ય ના જીવન નું લક્ષ શું??? સત્સંગ માં “સમજણ” હોય તે સ્પષ્ટ જવાબ આપે કે…” અક્ષર રૂપ થઇ એક પુરુષોત્તમ ની ભક્તિ કરવી….એમને  પ્રાપ્ત કરવા…” અર્થાત- આપણું સર્વસ્વ- સુખ-શાંતિ બધું જ એક ભગવાન માં રહેલું છે…..એમની પ્રાપ્તિ માં રહેલું છે…..આ બ્રહ્મ સત્ય તમે આજે સમજો કે લાખ વર્ષ પછી સમજો……હજારો શાસ્ત્રો નું પઠન કરી ને સમજો કે લાખો પુસ્તકો -વિદ્વાનો ની સહાય થી સમજો……પણ આ સમજે અને સ્વીકારે જ છૂટકો..!

તો આજની રવિસભા વિશિષ્ટ હતી…….પુરુષોત્તમ ની પ્રાપ્તિ માં અનિવાર્ય એવા બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ ના મહિમા ને સમજવાની..વધાવવા ની…ઉજવવા ની હતી. ડો. અબ્દુલ કલામ સાહેબ ને બધા જાણે છે….આપણા પૂર્વ રાષ્ટ્રપતિ….ભારત રત્ન….દુનિયા ના આગળ પડતા ઋષિ વૈજ્ઞાનિક….કે જેમની પાસે દુનિયાભર ની ૪૮ થી વધુ યુનીવર્સીટી ઓ ની માનદ ડોકટરેટની પદવી છે અને જેમના સ્વપ્ન -ભારત-૨૦૨૦ પ્રમાણે અત્યારે દેશ આગળ વધી રહ્યો છે…………..તેમણે માત્ર ૧૪ વર્ષ ના- પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ સાથે ના સંબંધ ને પુસ્તક સ્વરૂપે વ્યક્ત કર્યો છે………….Transcedence- my experiences with Pramukh swamiji પુસ્તક -તેમના સહાયક ડો.અરુણ તિવારી સાહેબ( જે પોતે અગ્રણી વૈજ્ઞાનિક છે) ની મદદ થી લખ્યું છે……..તેનું જાહેર માં અનાવરણ-  ભાજપ પ્રમુખ અમિત શાહ, કર્નાટક ના ગવર્નર- અને આપણા જુના સત્સંગી- વજુભાઈ વાળા, આપણા ગુજરાત ના ગવર્નર અને જાણીતા શિક્ષણ વિદ ડો.ઓ.પી.કોહલી , ગુજરાત સરકાર ના મંત્રીઓ, જાણીતા જગ વિખ્યાત કાર્ડીઓલોજીસ્ટ ડો.તેજસ પટેલ…જગ વિખ્યાત આર્કિટેક બી.વી દોશી સાહેબ……ગુજરાત ના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ઓ- સંજય લાલભાઈ, સુધીર મેહતા વગેરે ના હસ્તે- ગુજરાત યુનીવર્સીટી કન્વેન્શન હોલ – માં હજારો ભક્તો ની વચ્ચે થયું………….

download

ભીડ એટલી કે- જગ્યા ન મળે…………..અને ઇવેન્ટ નું પ્લાન્નીંગ એવું કે – ભલભલા ની આંખો ખુલ્લી જ રહી જાય…………અને એથી વિશેષ…….અહી થી દુર- સારંગપુર માં રહ્યા છતાં – નાદુરસ્ત સ્વાસ્થ્ય હોવા છતાં આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ની દિવ્યતા એવી કે…….હજારો હરિભક્તો-મુમુક્ષો ના હૃદય ને અખંડ સ્પર્શી રહી હતી………એમની હાજરી અખંડ વર્તાતી હતી………….! અદ્ભુત…અદ્ભુત……!!!

11709822_923050161069726_3180908058034025842_o

તો પ્રોગ્રામ બે અલગ અલગ હોલ માં હતો…………એક માં મહાનુભાવો હતા તો બીજા વિશાલ હોલ માં હજારો હરિભક્તો……અને રવિસભા પણ એ જ રીતે પ્લાન થયેલી હતી. સાંજે ૫ થી ૬-૩૦ સુધી સદગુરુ સંતો હરિભક્તો સાથે હતા અને ત્યારબાદ છેક ૯ વાગ્યા સુધી- પુસ્તક ના વિમોચન માં હતા. તમામ પ્રોગ્રામ નું -મોટા મોટા એલઈડી પડદા પર જીવંત પ્રસારણ થઇ રહ્યું હતું……….આથી સમગ્ર સભા જીવંત હતી……..

સભા ની શરૂઆત- ધુન્ય પ્રાર્થના થી થઇ…..ત્યારબાદ- યુવકો એ “જેના ગુણે રીઝ્યા ગિરધારી”  અને “આજ મેં તો દીઠા રે અલબેલો..આવતા રે લોલ…..”  રજુ થયા……….સભા માં અનેરો ઉત્સાહ હતો. ત્યારબાદ પુ.ડોક્ટર સ્વામી એ પોતાના અદ્ભુત પ્રવચન માં કહ્યું કે…

 • એક ભગવાન માં જે સુખ છે- એ અનંત કોટી બ્રહ્માંડ ના સુખ માં પણ નથી………….માટે આપણો તો એક જ ધ્યેય રાખવો- ભગવાન ને રાજી કરવા છે……….
 • હૃદય શુદ્ધ હશે તો- એમાં ભગવાન જરૂર આવશે…………એ માટે તૈયારી આપણે જ કરવા ની છે…………
 • આ યાત્રા બહાર થી શરૂ થઇ છેક અંદર સુધી પહોંચવા ની છે………………અને “અંતઃકરણ ની યાત્રા” એ જ સાચા સુખ ની…બ્રહ્મ રૂપ થવાની યાત્રા છે…………એ કર્યે જ છૂટકો છે.
 • આધ્યત્મિક ટેકનોલોજી- એ સંત છે…………એમના થકી જ જે કામ કોટી કલ્પે થવાનું હોય તે એક ઘડી માં થાય છે……….માટે સત્પુરુષ ના શરણ માં જ સુખ છે…….એમની આજ્ઞા માં જ શાંતિ છે……….

ત્યારબાદ પુ.મહંત સ્વામી એ પણ એ જ વાત કરતા કહ્યું કે….

 • આ લોક ત્રણ વસ્તુ નો છે……શરીર, મન અને આત્મા…..
 • શરીર નો માલિક મન છે તો આત્મા- એ મન નો…………જો જીવ હોય તો જ બધું કામ થાય…એ જ ન હોય તો કશું ન થાય………
 • તો આપણે કોણ??? આપણે આત્મા છીએ……આ દેહ નથી- એમ સ્વીકાર્યે જ કલ્યાણ છે……….
 • બધા સંતો- શાસ્ત્રો નો એક જ સંદેશ..એ ક જ વાત..” સ્વ” ને ઓળખો…પોતાના સ્વરૂપ ને ઓળખો…….પોતાને આત્મા મનાય તો જ કામ થાય…….
 • આત્મા સ્વરૂપે ન વર્તી એ- તો સત્સંગ માં સુખ ન આવે..સત્સંગ અધુરો રહે……સત્પુરુષ રાજી ન થાય…..અને સત્પુરુષ ની સર્વ કાર્યો-આજ્ઞા ઓ- એ જીવ ને આત્મા તરીકે ઓળખાવા માટે જ છે………..
 • માટે- આ યાત્રા- અંદર ની છે………..અંદર જાઓ…પોતાના સાચા સ્વરૂપ ને ઓળખો…..એમાં જ સુખ છે.

અદ્ભુત…અદ્ભુત…………………અને ત્યારબાદ – સ્વામીશ્રી ના વિચરણ- ડો.કલામ સાહેબ ની સારંગપુર મુલાકાત, અને અમદાવાદ માં સ્વામીશ્રી ની જૂની સ્મૃતિઓ- નું દર્શન થયું……….અને સભા આખી હિલોળે ચડી…!!

ત્યારબાદ ઉપરોક્ત મહાનુભાવો ને હસ્તે- બીજા હોલ માં- પુસ્તક નું વિમોચન- વૈદિક શ્લોક, એનીમેશન વિડીયો, મહાનુભાવો ના સંસ્મરણો, પુ.મહંત સ્વામી, ઈશ્વરચરણ સ્વામી ના આશીર્વચનો નો લાભ મળ્યો……જેમાં..

 • અમિતભાઈ શાહે કહ્યું કે- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજે- આદિ શંકરાચાર્ય ની જેમ શુદ્ધ સાધુતા- દુનિયાભર માં પ્રસરાવી છે………..અને હિંદુઓ જ નહિ પણ સમગ્ર દેશ નું નામ -દુનિયામાં ઊંચું કર્યું છે………
 • વજુભાઈ વાળા એ કહ્યું કે યોગીજી મહારાજ નો સ્નેહ આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ માં જીવંત દેખાય છે…..રોજ સવારે ઉઠું ત્યારે મારા ગુરુ- પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન કરી ને જ પથારી નીચે પગ મુકું છું………..

આ સિવાય- ડો.અરુણ તિવારી અને અન્ય બધા મહાનુભાવો એ પોતાના સંસ્મરણો વ્યક્ત કર્યા……વધુ માહિતી ન્યુઝપેપર્સ અને આપણી વેબ સાઈટ પર થી પણ મળી શકશે….

તો- આજની સભા અદ્ભુત હતી……સત્પુરુષ ને શબ્દ દેહ થકી ઓળખવા ની હતી…………જેની ભાષા અલગ છે……સંપર્ક ટૂંકો છે..છતાં આપણા ગુરુ નો આટલો બધો પ્રભાવ એ જાણી શકતા હોય તો- આપણે તો આપણા ગુરુ ની હરપળ નજીક રહીએ છીએ……………તો એમના મહિમા નું ગાન ક્યારે ગાશું???

મેં પણ આ બુક- સ્પેશિઅલ ડિસ્કાઉન્ટ ભાવે ખરીદી છે…….એનું ગુજરાતી વર્ઝન – “પરાત્પર” આવનારા ત્રણ-ચાર માસ માં આવશે……એની રાહ જોઈશું પણ હાલ તો અંગ્રેજી માં વાંચીએ….!!

ચાલો ………સત્પુરુષ ને ઓળખી લઈએ…..એમના મહિમા ને જાણી લઈએ….એમના મહિમા નું ગાન કરીએ….બ્રહ્માંડ ને ગજવી દઈએ….

જય સ્વામિનારાયણ…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s