Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- ૦૫/૦૭/૨૦૧૫

Leave a comment

“……….અને અષ્ટાવરણે યુક્ત એવાં જે કોટિ કોટિ બ્રહ્માંડ તે જે અક્ષરને વિષે અણુની પેઠે જણાય છે, એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કરે, તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો કહીએ………….”

—————————————

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-લોયા-૧૨

સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત કે જે વેદોક્ત છે……હજારો-લાખો વર્ષ થી વેદો દ્વારા પ્રસ્તુત…સ્વયમ પુરુષોત્તમ દ્વારા…..ગુણાતીત પુરુષો દ્વારા ઉદગારેલ સિધ્ધાંત છે…..અને આ સિધ્ધાંત ને આધારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે -કપરા સમય માં પણ પાંચ ગગનચુંબી મંદિરો સ્થાપ્યા..- અક્ષર પુરુષોત્તમ મહારાજ ને મધ્ય ખંડ માં સ્થાપિત કરી એ સિધ્ધાંત ને..શ્રીજી-સ્વામી ના હૃદયગત સિધ્ધાંત ને મૂર્તિમંત કર્યો…….અને પરિણામ??? આજે ૧૫૦૦ થી વધુ મંદિરો…..૯૫૦ થી વધુ અતિ વિદ્વાન સંતો – લાખો નિષ્ઠાવાન હરિભક્તો….દુનિયા ના ખૂણે ખૂણે….પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની નિશ્રામાં – એક સુરે આ સિધ્ધાંત નું ગાન કરી રહ્યા છે……”येनाक्षरम पुरुष वेदं……सत्यम प्रोवाच,,..तामं तत्वतो ब्रह्मविघ्याम.’ !

આજની સભામાં – આ સિધ્ધાંત ને વરેલા -સંસ્થા ના અતિ વિધવાન સંત- વેદો માં ડી.લીટ. અને અક્ષર પુરુષોત્તમ ભાષ્ય ના રચયિતા પુ.ભદ્રેશ સ્વામી- વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ -થાઈલેન્ડ માં – આ સિધ્ધાંત ના- સંસ્થા ના- સત્પુરુષ અને શ્રીજી ના ડંકા વગાડી ને આવ્યા હતા….એમને ત્યાં આગળ અભૂતપૂર્વ સન્માન પ્રાપ્ત થયું……વેદાંત માર્તંડ ની ઉપાધિ મળી…..એમને રચેલા અક્ષર પુરુષોત્તમ ભાષ્ય ના ગ્રંથો બેંગકોક ની પ્રતિષ્ઠિત યુનીવર્સીટી માં સ્થાન પામ્યા……!!! અને દુનિયા આખી માં – સ્વામિનારાયણ સંપ્રદાય નો પોતાનો…”તત્વ વાદ” મળ્યો……જે ” બ્રહ્મ-પરબ્રહ્મ દર્શન” અથવા “સ્વામિનારાયણ દર્શન” તરીકે દુનિયામાં સ્પષ્ટ થયું…..! તો આજની સભા આ સિધ્ધાંત ને…આ વિદ્વાન પુરુષ ને…ગુણાતીત પુરુષો ના મહિમા ને સમર્પિત હતી….

શરૂઆત- શ્રીજી ના અદ્ભુત દર્શન થી…………

11703038_441233176064860_3064997417090149059_n

યુવકો દ્વારા ધુન્ય થી શરૂઆત થઇ……ત્યારબાદ- તેમના દ્વારા જ બે કીર્તન રજુ થયા…..”મન વસિયો રે મારે..મન વસિયો…” અને “વ્હાલા તારી મૂર્તિ અતિ રસરૂપ…..” પ્રેમાનંદ સ્વામી રચિત રજુ થયું……….અને ત્યાર બાદ જેની ઉત્કંઠા થી રાહ જોવાતી હતી- એ પુ.ભદ્રેશ સ્વામી નું પ્રવચન શરુ થયું………પુ.ભદ્રેશ સ્વામી,પુ.અક્ષર વત્સલ સ્વામી અને અન્ય એક સંત તથા ચારેક હરિભક્તો – બેંગકોક- આંતરાષ્ટ્રીય સંસ્કૃત પરિષદ માં- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના વાવટા ફરકાવી ને- ચાર દિવસ ના પ્રવાસે થી પાછા આવ્યા છે……..જોઈએ એનો સારાંશ….

10409357_865175886853714_4740774473844568335_n

  • અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ની પ્રાપ્તિ અજોડ..અતુલ્ય છે……
  • આ સિધ્ધાંત સનાતન એટલે કે નિત્ય છે…વેદોક્ત છે…..કોઈ ખુણીયુ જ્ઞાન નથી……કે શાસ્ત્રીજી મહારાજે પોતે નીપજાવેલું જ્ઞાન નથી…..
  • અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને વરેલી આપણી સંસ્થા……એ સ્વયમ શ્રીજી ના સિધ્ધાંત ને વરેલી સંસ્થા છે…..વચનામૃત ને પાને પાને- આ સિધ્ધાંત છે…………વેદો-ઉપનિષદ, ગીતા, બ્રહ્મ સૂત્ર માં પણ આ સિધ્ધાંત પ્રસરેલો છે…….અને એનો સાર શ્રીજી એ કાઢ્યો- અને વચનામૃત માં સહજ ભાષા માં રેડયો…..
  • ૧૦૮ થી વધુ ઉપનિષદ છે પણ મુખ્ય ૧૦ ઉપનીષદો માં- આ સિધ્ધાંત મૂળ તત્વ તરીકે છે……..પ્રસ્થાન ત્રયી( ઉપનિષદ+ગીતા+બ્રહ્મ સૂત્ર) માં આ વર્ણવેલો છે…………..
  • મૂંડક ઉપનિષદ માં બ્રહ્મ વિદ્યા એટલે- અક્ષર અને પુરુષોત્તમ ને જાણવા ની વિદ્યા ની સ્પષ્ટ વ્યાખ્યા છે….
  • લોયા-૧૨, લોયા-૬ ,ગઢડા મધ્ય-૩, ૧૩, પ્રથમ-૨૮, ૭૧ વગેરે અનેક વચનામૃતો માં અક્ષર બ્રહ્મ તત્વ નો મહિમા -સ્વરૂપ શ્રીજી એ કહ્યું છે…….
  • ગીતા ના અધ્યાય ૧૫ માં- ૧૬ થી ૧૮ શ્લોક માં – અક્ષર અને પુરુષોત્તમ ની વ્યાખ્યા- કૃષ્ણ ભગવાને કરી છે……
  • એ જ રીતે ૧૮ માં અધ્યાય માં -૫૪ માં શ્લોક માં – સ્પષ્ટ કહ્યું છે કે- જે બ્રહ્મ રૂપ થાય છે તેને જ પરબ્રહ્મ ની ભક્તિ નો અધિકાર છે…..
  • તૈતરીય ઉપનિષદ ના ત્રણ ભાગ છે- એમાં મધ્ય નો ભાગ- આનંદ વલ્લી તરીકે ઓળખાય છે…..તેના પ્રથમ શ્લોક માં જ -અક્ષર અને પુરુષોત્તમ ની વ્યાખ્યા છે….
  • ગીતા ની શરૂઆત જ અર્જુન ના વિષાદ ને દુર કરવા માં થી થાય છે….અર્જુન ને ત્રણ દુખ છે….દુખ, માયા અને અશ્રુ……અને ભગવાન – અર્જુન ને મોહ-માયા માં થી મુક્ત કરી પોતાના માં સ્થિર કરવા જે સંદેશ કરે છે- તે જ ગીતા…….આમ, જે મોહ માં થી મુક્ત થઇ- એક ભગવાન માં સ્થિર થાય તે જ સ્થિતપ્રજ્ઞ…તે જ બ્રહ્મ……અને આમ, આખી ગીતા – બ્રહ્મ -પરબ્રહ્મ કહેતા કે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત પર જ છે…..
  • અને આવા જ બ્રહ્મ રૂપ..સ્થિતપ્રજ્ઞ પુરુષ આજે પ્રમુખ સ્વામી મહારાજ છે………….તેમને જાણવા થી જ આપણે પણ બ્રહ્મ રૂપ થઇ શકીએ……ગીતાનો અધ્યાય ૨ -આ જ કહે છે……….અને પરિણામે- પ્રમુખ સ્વામી મહારાજ આજે સવાયું કામ કરી રહ્યા છે……….કરતા રહેશે……
  • આમ, આ સિધ્ધાંત એ જીવવા નો સિધ્ધાંત છે…..મૂર્તિમંત છે…..અને પ્રમુખ સ્વામી રૂપે સ્પષ્ટ જોઈ શકાય છે…………..બ્રહ્મ રૂપે એ સ્વયમ પુરુષોત્તમ ને પ્રગટ પ્રમાણ ધારી રહ્યા છે…………..

અદ્ભુત………અદ્ભુત…..અદ્ભુત…..! અગાધ જ્ઞાન……અદ્ભુત છણાવટ………………!!! પુ.ભદ્રેશ સ્વામી ના ચરણો માં કોટી વંદન……….

નીચેની ઓડીઓ લીંક થી આ પ્રવચન ( મોબાઈલ રેકોર્ડેડ) સાંભળી શકાશે…….

પુ.ભદ્રેશ સ્વામી પ્રવચન- રવિસભા-અમદાવાદ

ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી એ થાઈલેન્ડ યાત્રા ની માહિતી આપી…..

  • થાઈલેન્ડ ની બેંગકોક ની  યુનીવર્સીટી માં સંસ્કૃત નો વિશિષ્ટ વિભાગ છે…..થાઈલેન્ડ ના રાજકુમારી પણ સંસ્કૃત માં ડોકટરેટ ની ડીગ્રી ધરાવે છે……અને પરિણામે- આંતર રાષ્ટ્રીય સંસ્કૃત પરિષદ નું -ચાર દિવસ નું આયોજન અહી થયું કે જેમાં- જુદા જુદા દેશ ના ૬૫૦ થી વધુ નિષ્ણાતો એ ભાગ લીધો……
  • પુ.ભદ્રેશ સ્વામી ને ઉદ્ઘાટન ના દિવસે જ પ્રવચન નો લાભ મળ્યો……એમના ભાષ્ય ના ગ્રંથો ને ઉદ્ઘાટન ના દિવસે જ- રાજકુમારી ને હાથે પરિષદ માં સન્માન મળ્યું…..યુનીવર્સીટી માં સ્થાન મળ્યું……બધા મહાનુભાવો ની પ્રશસ્તિ મળી..સન્માન મળ્યા અને સ્વામિનારાયણ ભગવાન, એમના આ સિધ્ધાંત અને આપણા ગુરુ હરિ ની જય જય કાર થઇ…………..
  • ત્યારબાદ વિડીઓ સ્લાઈદ્ઝ દ્વારા પણ એનું દર્શન સમગ્ર સભા ને થયું ………અદ્ભુત..!
  • ત્યાના આપણા ભારતીય રાજદૂત દ્વારા સંતો ને જે સન્માન મળ્યું તે પણ અદ્ભુત હતા…….ડો.અબ્દુલ કલામ દ્વારા લિખિત બુક – Transcendence નું પણ સન્માન થયું…………..

અને સભા ને અંતે- પુ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા – પુ.ભદ્રેશ સ્વામી નું જાહેર માં સન્માન થયું…’ વેદાંત માર્તંડ ” ની ડીગ્રી ફરીથી એનાયત થઇ……….અને સમગ્ર સભા તાળીઓ ના શોર થી ગુંજી ઉઠી…………..સતત પાંચ મિનીટ થી વધુ સમય સુધી એકધારી તાળીઓ પડતી રહી………

આવતા ૧૧ તારીખે- સાંજે- ગાંધીનગર અક્ષર ધામ – AARSH માં- પુ ભદ્રેશ સ્વામી નું ઊંડાણ પૂર્વક પ્રવચન છે……….જરૂર લાભ લેવો………. આ સિવાય- બે નવી બુક- અંગ્રેજી માં- Impressions( શ્રીજી ચરિત વિહાર પર આધારિત) અને  Hinduism  પ્રગટ થયા…….એ સિવાય બે ડીવીડી- “કફન” અને બાળ વિકાસ પર આધારિત – પ્રગટ થયા એનું અનાવરણ થયું………….

તો આજની સભા- અદ્ભુત હતી…………મુદ્દા ની હતી……..પાયા ની હતી………અવિસ્મરણીય હતી…………..

સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને સમજતા રહેજો…………..જીવતા રહો……….એ સમજ્યા-જાણ્યા-જીવ્યા સિવાય છૂટકો જ નથી……….

गुणातीतो अक्षरम ब्रह्म भगवान् पुरुषोत्तम

जनोजानम नीदं सत्यम मुच्यते भव बंधनात

જય સ્વામિનારાયણ…………..અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય હો…….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s