Raj Mistry's world

Me,my stories and world around….

સ્ત્રી પુરુષ મર્યાદા અને સ્વામિનારાયણ સંપ્રદાય

3 Comments

સ્વામિનારાયણ સંપ્રદાય માટે ઘણી ભ્રામક માન્યતા ઓ છેક સ્વામિનારાયણ ભગવાન થી માંડીને આજ સુધી – આપણા સમાજ માં પ્રવર્તે છે…..જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાય નો “સ” પણ નથી જાણતા…..જેમણે પોતાના જીવન માં તન-મન થી વ્યભિચાર માં કઈ જ બાકી નથી રાખ્યું..એવા લોકો પણ સ્ત્રી પુરુષ મર્યાદા ની વાત આવે ત્યારે- સ્વામિનારાયણ સંપ્રદાય ને બેધડક કોસે છે…અને શ્વાન ભાષા માં વદે છે કે..

 • ” સ્વામિનારાયણ સંપ્રદાય સ્ત્રી વિરોધી છે….”
 • સ્ત્રી પુરુષો ની મર્યાદા બાંધી..સ્ત્રીઓ ને ઉતરતી ગણી…મંદિર માં થી બહાર કરી…..એમનું અપમાન કર્યું….
 • સાધુઓ- સ્ત્રીઓ નું મુખ જોવામાં- સ્પર્શવા માં -પાપ સમજે છે…….એ સાધુતા નું..સમગ્ર સ્ત્રી જાત નું અપમાન છે……
 • સ્વામિનારાયણ સાધુઓ દંભી છે…કારણ કે મન માં સ્ત્રીઓ ના ખ્યાલ હોય છે અને બહાર બ્રહ્મચર્ય નો દંભ કરે છે…..

વગેરે…વગેરે…………અનેક ભ્રામક વાતો- આજકાલ પણ ચાલી રહી છે……….કહેવાતા અમુક સુધારાવાદીઓ – કહેવાતા બુદ્ધિજીવીઓ- તર્ક શાસ્ત્રીઓ – ભોપાઓ  મનઘડંત-અર્થ વિહીન-અધૂરા જ્ઞાન થી ભરપુર ચટપટી -મન માં ગલીપચી થાય એવી વાતો ફેલાવી ને અબુધ ટોળા ઓ નું મનોરંજન કરે છે……અને પરિણામે સારા સારા લોકો પણ એમની વાતો માં આવી જાય છે…અને સ્વામિનારાયણ સંપ્રદાય ની રીતી-નીતિ-ધર્મ-નિયમ ને સમજ્યા વગર જ એમના થી દુર થવા લાગે છે…..એટલે જ થયું કે- ચાલો થોડુક સંશોધન કરીએ અને જાહેર મુમુક્ષુઓ- જનતા સમક્ષ સત્ય શું છે…એનું નિરૂપણ કરીએ…..પરિણામે આ પોસ્ટ આવી….એ પહેલા સ્પષ્ટ કરી લઉં કે…….

 • સ્વામિનારાયણ ભગવાન આજ થી ૨૦૦ વર્ષ પહેલા આ ધરા ને પાવન કરી ગયા અને તમામ વેદો-ઉપનિષદો-ભાગવત -ગીતા નો સાર કાઢી ને પોતાના ભક્તો માટે- જીવ માત્ર ના કલ્યાણ માટે- શિક્ષાપત્રી ( કે જેમાં- બાઈ-ભાઈ-ગૃહસ્થો-ત્યાગીઓ-આચાર્ય ના નિયમો છે..જે આજે પણ પ્રસ્તુત છે..રહેશે..) અને વચનામૃત ( પોતાના અમૃત વચનો- સ્વામિનારાયણ મત નો રહસ્ય ગ્રંથ..) આપી ગયા………એના આધારે આ પોસ્ટ છે…
 • “સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન-જીવન અને કાર્ય” – લેખક- સાધુ આદર્શજીવન  દાસ- BAPS સ્વામિનારાયણ અક્ષર પીઠ ; “ઓગણીસમી સદી માં ગુજરાત માં સ્વામિનારાયણ સંપ્રદાય નું- સાંસ્કૃતિક પ્રદાન”- કુ.રશ્મી વ્યાસ -HOD-History deptt,virbaai college,Rajkot નામના ગ્રંથો નો પણ ઉપયોગ કરવા માં આવ્યો છે…..

તો શરુ કરીએ……

આજથી ૨૦૦ વર્ષ પહેલા – ગુજરાત માં સ્ત્રીઓ ની સ્થિતિ શું હતી??? તો ઈતિહાસ- તથ્યો સાથે કહે છે કે….

 • એ સમયે લગભગ ૨૦ હજાર થી વધુ બાળકી ઓ ને દર વર્ષે -જન્મતા સાથે જ મારી નાખવા માં આવતી…..દૂધ પીતી કરવા માં આવતી….
 • ભારત ભર માં અને એ પણ માત્ર કલકત્તા આસપાસ તો – દર વરસે ૪૦૦ થી વધુ સ્ત્રીઓ ને સતી કરવામાં આવતી….
 • વિધવા ઓ ને અસ્પૃશ્ય ગણવામાં આવતી..એમનું છડેચોક અપમાન થતું…..શોષણ થતું…..
 • બહુ પત્નીત્વ પ્રથા, બાળ વિવાહ, દેવદાસી પ્રથા, સ્ત્રીઓ ને અભ્યાસ થી દુર રાખવી……વગેરે દુષણો ભરપુર હતા…..
 • કહેવાતા સમાજ ના રક્ષકો – રાજા,દરબારો,સાધુઓ-મહંતો દ્વારા જ સ્ત્રીઓ નું શોષણ થતું…….સ્ત્રી-દાન પ્રથા પ્રચલિત હતી…
 • સ્ત્રીઓ મોક્ષ ને લાયક છે જ નહિ……મોક્ષ કરવો હોય તો પુરુષ નો જન્મ લેવો પડે- એ વાત પ્રચલિત હતી……
 • લગ્નો-હોળી માં ફટાણા કે બીભત્સ ગીતો ગવાતા…સ્ત્રીઓ ને સામે અણછાજતા ઉદ્ગારો-થતા…..મર્યાદા તૂટતી..એમને હલકી ચીતરવા માં આવતી…..

તો સ્વામિનારાયણ ભગવાને – શું કર્યું???? એમણે જે જે કર્યું છે…..એ ઈતિહાસ માં શબ્દે શબ્દ દર્જ છે…..કોઈ કલ્પિત કથા વાર્તા નથી……નજર સમક્ષ છે…….તો જોઈએ…..

 • તેમણે બાળકી ઓ ને દૂધ પીતી કરવાનો રીવાજ અટકાવવા- પોતાના આશ્રિતો ને આજ્ઞા કરી….તેમણે શાસ્ત્રો ને આધારે લોકો ને સમજાવ્યું કે- આ હત્યા છે ..તેનાથી ગોત્ર-સ્ત્રી અને બાળ- એમ ત્રણ હત્યા નું પાપ લાગે છે…તો કાઠીઓ કહે..કે “હે મહારાજ…..અમારે દીકરી પરણાવવા નો ખર્ચ બહુ થાય છે….અમે એટલે જ દૂધ પીતી કરીએ છીએ..” તો શ્રીજી મહારાજ બોલ્યા..” તમારે આ પાપ ન કરવું…..તમારે લગ્ન ખર્ચ નું નાણું જોઈતું હશે તો અમે આખા સત્સંગ માં થી ખર્ચ પુરતું નાણું ભેગું કરી ને પૂરું પાડશું ..પણ કોઈ પ્રકારે બાળ હત્યા કરવી નહિ..” …એટલું જ નહિ પણ એમની દીકરીઓ માટે- યોગ્ય -સંસ્કારી મુરતિયા શોધવા ની જવાબદારી પણ પોતે સ્વીકારી….!! અદ્ભુત…!
 • બંગાળ માં લોર્ડ વિલિયમ બેંટીક અને બ્રહ્મોસમાજ દ્વારા- સતીપ્રથા ની વિરુદ્ધ ચળવળ શરુ થઇ એ પહેલા -શ્રીજી મહારાજે- સતીપ્રથા વિરુદ્ધ કાર્યો શરુ કરી દીધા……વિધવા સ્ત્રીઓ માટે- મર્યાદા ઓ બાંધી- પર પુરુષ ની ખરાબ નજરો થી બચાવી….सेव्यो पतिधिया हरि: એટલે કે વિધવા સ્ત્રીએ  ભગવાન ને પતિ બુદ્ધિ એ સેવવા ….એમ આદર્શ બેસાડ્યો…..અને અલગ- સ્ત્રી મંદિરો કરી- સ્ત્રીઓ ને અધ્યાત્મ માર્ગ બતાવ્યો- દિશા બતાવી….અને જરૂર પડે તો સાંખ્યયોગી તરીકે – પોતાનું શેષ જીવન કાઢી શકે એ માટે વ્યવસ્થા કરી…….અને ક્રાંતિ તો એ વાત થી કરી કે  ..” જે સ્ત્રી વિધવા થાય તેને પુરુષ કરવા ની ઈચ્છા હોય તો કરવો………પણ કલંક થી ડરવું..”.( શ્રીહરિ ચરિત્રા મૃત સાગર-૧૭-૧૪) એમ કહી- આજ્ઞા કરી- સ્ત્રીઓ ને માં પૂર્વક જીવતા શીખવાડ્યું…..
 • આગળ કહ્યું તેમ- સ્ત્રીઓ નું સૌથી વધુ શોષણ – સમાજ ના રક્ષકો જ કરતા,……સાધુઓ-મહંતો સ્ત્રીઓ ના ભોળપણ- સ્ત્રી દાન- અધમ નિયમો-ખોટા ધર્મો નો લાભ લઇ સ્ત્રીઓ ને પોતાનો ભોગ બનાવતા…તેથી જ- શ્રીજી મહારાજે- ત્યાગી ઓ માટે – સ્ત્રી ના દર્શન-સ્પર્શ -બોલાચાલી-માટે ના અતિ દ્રઢ નિયમો બનાવ્યા….તેનું પાલન દ્રઢ પણે કરાવ્યું……..જે આજે પણ થાય છે……સ્ત્રીઓ માટે મંદિરો પણ અલગ બનાવ્યા કે જ્યાં -મંદિર ની બધી વ્યવસ્થા-પૂજા સ્ત્રીઓ જ કરે..ત્યાં પુરુષ નો પ્રવેશ પણ નહિ…..આમ કરી સ્ત્રીઓ ને સુરક્ષા બક્ષી…..મોક્ષ ના અધિકારી બનાવ્યા….ભાગવત-ગીતા ને આધારે સ્ત્રીઓ ને સાત્વિક પૂજા શીખવાડ્યા……એમના અભ્યાસ માટે ની વ્યવસ્થા કરી….( જે સમગ્ર ભારત માં પ્રથમ હતી…ત્યારબાદ ૧૮૪૭ માં મુંબઈ માં કન્યાશાળા શરુ થઇ…૧૮૪૯ માં અમદાવાદ માં..અને ૧૮૫૧ માં પુના માં થઇ..) …..સ્ત્રીઓ માં અક્ષર જ્ઞાન વધ્યું……એમને ભગવાન ની નવધા ભક્તિ હેઠળ – શાસ્ત્રો નું પઠન….અવનવા થાળ કરવા….યોગીઓ પાળે એવા નિષ્કામી ધર્મ દ્રઢ કરવા……એ બધું કર્યું……ઉદાહરણ તરીકે- ગઢડા ના દાદા ખાચર ની બહેનો- જીવુબા,લાડુબા ની આવી દ્રઢતા…દ્રઢ નિયમ ધર્મ….જોઇને- રાજકવિ લાડુદાન ગઢવી…શ્રીરંગ દાસ પોતે ત્યાગાશ્રમ સ્વીકારી- બ્રહ્માનંદ સ્વામી બની ગયા…..!!! ઉદયપુર ના રાની ઝમકુ બા- કુટુંબ ના વિરોધ વચ્ચે રાજ વૈભવ છોડી – શ્રીજી ના આશ્રિત બન્યા…..એકાંતિક ભક્ત થઇ જીવ્યા……તો ધરમપુર-વાંસદા ના રાજમાતા કુશળ કુંવર બા – એ ૫૦૦ ગામો ના રાજ્ય ને બાજુ કરી શેષ જીવન- શ્રીજી ના આશ્રિત તરીકે – દ્રઢ નિયમ ધર્મ થી – યોગીઓ ને છાજે તેવું નિષ્કામી જીવન ગુજાર્યું……અને સમાજ ને બતાવ્યું કે- મોક્ષ માટે સ્ત્રીઓ એ પુરુષ તરીકે પુનઃ અવતાર લેવાની જરૂર છે જ નહિ…..આ જન્મે જ મોક્ષ મળી શકે છે…..
 • પોતાના વિદ્વાન સંતો- મુક્તાનંદ સ્વામી ,પ્રેમાનંદ સ્વામી ને સ્ત્રી ધર્મ નો મહિમા રક્ષતા-વધારતા શાસ્ત્રો રચવાની આજ્ઞા કરી…..પરિણામે- જે ઉત્સવો- જેવા કે હોળી….લગ્નો માં ફટાણા અને બીભત્સ પદો ગવાતા..સ્ત્રીઓ નું અપમાન થાય એવા શબ્દો ગવાતા- ત્યાં આગળ- રાધા વિવાહ અને રુક્મિણી વિવાહ ના પદો ગવાતા શરુ થયા……”સતી ગીતા” ગ્રંથ રચાયો…..જેના પર ફ્રાંસ ની મેલીન્જો ફ્રાન્ઝ્વા એ ડોકટરેટની ની પદવી- પેરીસ યુનીવર્સીટી માં થી મેળવી..!!! હોળી અને અન્ય ઉત્સવો- સભાઓ- માં સ્ત્રી- પુરુષ ની સભાઓ અલગ કરી……આથી સ્ત્રીઓ ને રક્ષણ-સ્વતંત્રતા મળી…..અરે શ્રીજી એ તો શિક્ષાપત્રી માં ગૃહસ્થો ને નિયમ આપતા કહ્યું કે..” ઉત્સવ ના દિવસે અથવા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણ ના મંદિર આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિર ને વિષે સ્ત્રીઓ નો સ્પર્શ ન કરવો…અને સ્ત્રીઓ એ પુરુષ નો સ્પર્શ ન કરવો….અને મંદિર માં થી નીસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું…” ……………….અને એક પ્રસંગ માં એક માર્ગી પંથી સાધુ એ – શ્રીજી ને કહ્યું કે ” સ્વામીનારાયણ ….બાઈ-ભાઈઓ ની સભા નોખી કરી…બ્રહ્મ માં ભેદ પાડી ને તમે ખોટું કર્યું…” ત્યારે શ્રીજી એ અદ્ભુત ઉત્તર આપતાં કહ્યું કે….

” બાવાજી…..! એ તો ભેળું થઇ જાય એવું છે…….આ તો અમે એક સુગાળવા આવ્યા છીએ…..અને અમારી સુગ થી એમને જુદા રાખી શક્યા છીએ…..જ્યાં સુધી અમારી સુગ રહેશે ત્યાં સુધી જુદું રહેશે અને પછી તો એક જ છે…..”

એવા જ પ્રસંગો પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં બન્યા છે…૧૯૮૧ માં પ્રસિદ્ધ લેખક,ટીકાકાર ઈશ્વર પેટલીકરે -સ્વામીશ્રી ને સ્ત્રી -પુરુષ મર્યાદા માં છૂટ રાખી ને સત્સંગ ના પ્રચાર ની વાત કરી તો- સ્વામીશ્રી તરત બોલ્યા…..”ભગવાન ના આપેલા નિયમો ને ભોગે અમારે સત્સંગ વધારવો જ નથી….પ્રચાર કે સમાસ થવો ન થવો -એ તો સ્વામિનારાયણ ભગવાન ના હાથ માં છે પણ નિયમ પાળવા એ સાધુ ના હાથમાં છે…..મોટા માણસો અમને કહે છે કે તમે કડક મર્યાદા ઓ લઈને ફરો છો ..માટે તમારું વધારે નહિ ચાલે……તો કઈ વાંધો નહિ….ચાલશે ત્યાં સુધી ચલાવશું..છેવટે ભગવાન ની ઈચ્છા…..બાકી ખૂણા માં બેસી ને ભગવાન નું ભજન કરીશું..”…….અને આજે જુઓ..સ્ત્રી-પુરુષ ની કહેવાતી જૂની-રૂઢીચુસ્ત મર્યાદા ના નીયમ સાથે ..અને એજ કારણે ….પણ સત્સંગ આજે બ્રહ્માંડ માં ગુંજે છે…..! ઈશ્વર પેટલીકર ક્યા છે???

આમ, “જીવન માં ભગવાન જ એક ધ્યેય છે…અને એમાં અંતરાય કરે એ માયા..” એમ શ્રીજી એ પ્રતિપાદન કરી- સ્ત્રી-પુરુષ ની મર્યાદા નક્કી કરી……ભક્તિ માર્ગ ને શુદ્ધ-સુરક્ષિત કર્યો……

ગર્વિષ્ઠ મહિલા ભવિષ્ય......

ગર્વિષ્ઠ મહિલા ભવિષ્ય……

——————————————-

તો પ્રશ્ન એ છે કે – આટઆટલા – પુરાવા- અને સત્ય પછી પણ- કહેવાતા બુધ્દી જીવીઓ ને પેટ માં ક્યાં દુખે છે???  તો જોઈએ એમના પ્રશ્નો./મનઘડંત માન્યતા ઓ…..અને આપણા ઉત્તરો…..

 • સ્વામિનારાયણ સંપ્રદાય સ્ત્રી વિરોધી છે………

ઉત્તર- વાંચો- ઉપર ના તથ્યો……..પછી નક્કી કરો…….

 • સાધુઓ- સ્ત્રીઓ ની સામે જોતા પણ નથી….એમના સ્પર્શ થી દુર ભાગે છે…..સ્ત્રીઓ ને સંતો આવવા ના હોય ત્યાંથી હડધૂત કરી ને દુર ધકેલવા માં આવે છે…..જો સાધુ થયા હોય તો- મન માં કોઈ વિકાર હોવા જ ન જોઈએ….અને વિકાર હોય તો સાધુ જ ન કહેવાય..વગેરે વગેરે…..

ઉત્તર- ભાઈ- આનો ઉત્તર પણ ઉપરોક્ત છે……સાધુઓ- ત્યાગશ્રમ માં આવતા પહેલા- સંસાર માં રહી ને પોતાની માં-બહેન સાથે રહે છે…વર્તે છે….પણ એકવાર ત્યાગશ્રમ માં આવ્યા પછી- એમના માટે એક જ ધ્યેય છે…ભગવાન ભજવા અને ભજાવવા…એમાં કોઈ પણ પદાર્થ આવે તો તેનો ત્યાગ કરવો…..અને એ પદાર્થ માં- કંચન અને કામિની ( સ્ત્રી) એ મુખ્ય છે…….જો ત્યાગીઓ એનાથી મન-કર્મ-વચને થી દુર રહી- સાચો વૈરાગ્ય મેળવી શકે તો- ત્યાગાશ્રમ સફળ થાય…….! પણ સત્ય એ છે કે- એ બહુ કઠીન છે…..અનાનત જન્મ ની માયા આ જીવ ને વળગી છે -જે છૂટવી કઠીન છે…પણ અશક્ય નથી……શાસ્ત્રો કહે છે છે કે- આ સાધકો- જો સત્પુરુષ ની આજ્ઞા માં દ્રઢ પણે વર્તે…..બધા બાહ્ય પદાર્થો થી મન વાળી ને એક ભગવાન માં સ્થિર કરે તો જરૂર વૈરાગ્ય આવે…… સતત સત્સંગ+સત્પુરુષ ની આજ્ઞા+ નિયમ ધર્મ+તપ-જપ માં દ્રઢતા થી સાધક- વૈરાગ્ય ના આ સ્ટેજ સુધી પહોંચી શકે…….! સ્ત્રીઓ થી દુર રહેવું- એ એક સાધના અને આજ્ઞા નો ભાગ જ છે…..એમાં સ્ત્રીઓ ની સુરક્ષા અને ત્યાગી ઓ ની દ્રઢતા નો જ હેતુ છે…..બાકી શાસ્ત્રો કહે છે કે- મર્કટ એવા મન નો વિશ્વાસ ક્યારેય ન કરવો…….અને આપત્કાલ ન હોય તો સગી બહેન કે વયસ્ક સ્ત્રી સાથે એકાંત માં ન રહેવું…..! એના ઘણા ઉદાહરણો આજે પણ જોવા મળે છે……સાધુઓ દ્વારા સ્ત્રીઓ નું શોષણ….પતન ઠેર ઠેર દેખાય છે…કારણ- નિયમ ભંગ…..આજ્ઞા નો ભંગ……! સ્ત્રીઓ ને સંતો થી દુર રાખવામાં- પુરુષ ભક્તો ક્યારેક અતિરેક કરતા હોય છે…..બાકી સંતો- જોડી માં( બે સંતો જોડી બનાવી ને જ બહાર નીકળે….એવી આજ્ઞા છે)  જાહેર સ્થળો એ- ટ્રેન-બસ-વિમાન માં નીકળે જ છે…જ્યાં સ્ત્રીઓ સાથે આમને સામને આવવા નું થાય છે..જે ટાળી શકાતું નથી…..અને એના પશ્ચાતાપ રૂપે એ સંતો- નિર્જળા ઉપવાસ કરે છે…..

આ સાધના પંથ છે…..એમાં ભક્તો હોય કે સંતો- બધા સાધક છે……અને એમના માં સંપૂર્ણ પણે “ત્યાગ-વૈરાગ્ય” હોય – એવી આદર્શ સ્થિતિ ની આપણી અપેક્ષા ..એ જરા વધુ પડતું છે……પણ ત્યાગ -વૈરાગ્ય ના ઉચ્ચ આદર્શ ને પામવા – આ સાધકો પોતાની ધીકતી નોકરીઓ-ડીગ્રીઓ-કુટુંબ-વૈભવ સુખ છોડી ને આવ્યા છે….અને આવા કાંટાળા માર્ગ પર ચાલ્યા છે એ જ મોટી વાત છે…….તમે એક દિવસ તો એમની જિંદગી જીવો???? તો ખબર પડે…અહી તો બ્રહ્મ રૂપ થવું- એ જ ધ્યેય છે……અને એ થયા વગર પુરુષોત્તમ મળવા ના જ નથી……ભલે ને એ ગૃહસ્થ હોય કે સાધુ…..! જો શ્રીજી ની આપેલી આજ્ઞા- નિયમ માં વર્તશે..સત્પુરુષ ના રાજીપા માં રહેશે…તો જ કલ્યાણ થશે…બાકી પતન સ્પષ્ટ છે……..ઘણા સાધુઓ દરવર્ષે- સાધુ માર્ગ છોડી ને જાય છે….અને એનાથી અનેક ઘણા સાધુ થવા આવે છે……..આમ-  તમારું કલ્યાણ ..તમારા હાથમાં…! અને આ સાધના માર્ગ માં શક્ય છે કે- નિયમ ધર્મ-ભક્તિ માં દ્રઢ ગૃહસ્થ મોક્ષ પામે પણ ત્યાગ્શ્રમ ધરાવતો નબળો “સાધુ” પતન ને પામે……જુઓ આજે ઘણા ઉદાહરણ આપણી સમક્ષ છે…જે સાધુઓ એ નિયમ ભંગ કર્યા..આજ્ઞા નો લોપ કર્યો…..સ્ત્રી-પુરુષ મર્યાદા વિરુદ્ધ કામ કર્યું….પોતાની મર્યાદા લોપી…એ બધા સત્સંગ ની બહાર છે….એમનું પતન થયું…..ભલે ને એ ૪૦-૪૦ વર્ષ પ્રમુખ સ્વામી પાસે રહ્યા હોય..!!! આ તો શ્રીજી નો..શાસ્ત્રો નો..સમાજ નો સ્પષ્ટ નિયમ છે….કે જે ધર્મ-નિયમ માં નથી…એનો વિનાશ ..અપમાન …નક્કી જ છે……! આમ, સાધુ થયા એટલે પૂરું થઇ ગયું એમ નહિ….એ બ્રહ્મ સત્ય આ સંપ્રદાય માં સુસ્પષ્ટ છે…..

 • અને પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે એમ- ગૃહસ્થો માટે – એક નારી સદા  બ્રહ્મચારી ….એમ પોતાની મર્યાદા પ્રમાણે ચાલે તો ગૃહસ્થ ના નિયમ ધર્મ સચવાય અને ત્યાગી માટે તો..”સ્ત્રી ક્યારેય જન્મી જ નથી” એમ અતિ-ભાવ દર્શાવે અને સ્વીકારી ને ત્યાગાશ્રમ માં વર્તે તો- ત્યાગી આગળ વધી શકે…….
 • ભગવાને શાસ્ત્રો આપ્યા…નિયમ આપ્યા……પણ જો આપણે એમના આશ્રિત ભક્ત કે સાધુ થઇ ને એ નિયમ ન પાળી એ વાંક કોનો???? કોઈક સાધુ નિયમ-ધર્મ -મર્યાદા વિરુદ્ધ વર્તન કરે તો…એમાં સંપ્રદાય ખરાબ?? ભગવાન ખરાબ???? એમના નિયમો ખરાબ????
 • હાલ માં- સ્ત્રીઓ નું સ્થાન- સ્વામિનારાયણ સંપ્રદાય માં- ……આમાં મારે કશું નથી કહેવું…….જે માતા ના એક ના એક દીકરા ( લગભગ ૯૦ થી વધુ સંતો BAPS માં- એક સત્પુરુષ ને રાજી કરવા સાધુ થયા છે..એ એમના માં-બાપ ના એક ના એક સંતાન છે..) સાધુ થયા છે……એ માતાઓ ને મળો……પૂછો….અને અનુભવો કે- એમને કેટલો ગર્વ છે??? સ્વામિનારાયણ સંપ્રદાય – ની મહિલા ભક્તો ને મળો……….એમણે પૂછો કે- જો તમારું અહી અપમાન થતું લાગતું હોય તો- આ ભક્તિ માર્ગ છોડી કેમ દેતા નથી???  મારી પોતાની વાત કરું તો- મને સત્સંગ નો યોગ મારી પત્ની થી થયેલો…માતા એ શામળિયો આપ્યો તો પત્ની એ શ્રીજી ને પામવા નો માર્ગ……….અને આજે હું ગર્વ થી આ બંને સ્ત્રીઓ નો અંતઃકરણ પૂર્વક ઋણી છું……….મરો દીકરો અમારી મન ની ઈચ્છા મુજબ ભવિષ્ય માં સાધુતા સ્વીકારશે તો- એ માટે મારી પત્ની જ એના મોક્ષ ની હકદાર હશે..એવું હું ગર્વ થી કહું છું……….આમ, સ્ત્રી- અનેક ભૂમિકાઓ થી- પુરુષ ના મોક્ષ નું કારણ બની- અનન્ય સેવા કરે છે…એ આ સંપ્રદાય થકી સ્પષ્ટ દેખાય છે…………

આમ, ભાઈ….આવા પ્રશ્નો-શંકાઓ-કહેવાતા બુદ્ધિજીવીઓ અસંખ્ય છે……પહેલા પણ હતા…આજે પણ છે…અને રહેશે…………..! પણ શ્રીજી ની બનાવેલી આ વ્યવસ્થા અદ્ભુત છે..અનન્ય છે……કલ્યાણ કારી છે…….અને જે ચાલુ રહશે……અડગ રહેશે…………અને નિયમ ધર્મ ને આધારે- કલ્યાણ ના વાવટા ફરકતા રહેશે………જેમ મુક્તાનંદ સ્વામી મોક્ષ ના જેટલા હકદાર છે..તેટલી જ પેલી જેતલપુર ની ગણિકા સોનબાઈ છે…..સ્ત્રી હોય કે પુરુષ- બધા જ કલ્યાણ ના હકદાર છે..એવું શ્રીજી છડેચોક કહે છે……….

“…દેહ તો પુરુષ અને સ્ત્રીનો બે ય માયિક છે….નાશવંત છે …અને ભજન ને કરનારો જે જીવાત્મા તે પુરુષ પણ નથી ને સ્ત્રી પણ નથી…એ તો સત્તામાંત્ર ચૈતન્ય છે . તે દેહ મૂકી ને ભગવાન ના ધામ માં જાય છે ત્યારે જેવી ભગવાન ની મરજી હોય તેવો આકાર બંધાય છે….” ( વચનામૃત- ગઢડા અંત્ય-૨૨)

અને આમેય- શાસ્ત્રો અને શ્રીજી કહે છે કે- અક્ષરધામ માં તો લિંગ ભેદ જ નથી….બધા મુક્ત જ છે…એક સરખો આકાર છે…..પછી- મોક્ષ માર્ગ માં સ્ત્રી-પુરુષ માં કોણ ઉતરતું અને કોણ ચડિયાતું એ વિવાદ જ કેમ???

બાકી- પંચતંત્ર ની વાર્તા ની જેમ……..અધૂરા જ્ઞાન -અણસમજ ધરાવતા શ્વાન..હાથી ની પાછળ ભસ્યા કરશે…..પણ તેથી હાથી પોતાના ગંતવ્ય માં થી પડી નહિ જાય..! અધૂરું જ્ઞાન..વિનાશ ની નિશાની છે…………..

જય સ્વામિનારાયણ…………….શ્રીજી ના-અને પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ જેવા પ્રગટ અક્ષરબ્રહ્મ ના આશ્રિત હોવા નું ગર્વ છે…….

રાજ

3 thoughts on “સ્ત્રી પુરુષ મર્યાદા અને સ્વામિનારાયણ સંપ્રદાય

 1. “Dungra Doorthi Radiyaamna……………..”Sadu Vidyasagar, Sadhu Vishuddhswarupdas, Sadhu Vivekpriydas ane Sadhu Priydarshandas jeva ghana kem nikli gayaa chhe? aa andarni aadhyaatmik vaat tamone naa sanjai….”Daant Bataavvana Juda ne Chavvana Juda….” Santona dhotiya sukata hoi tyaare jo jo virya na dagha emna BRAHMCHARYni vaat ughdi padse……Bhagwan bhajva jeva chhe,baki biju badhu thik chhe mara bhai….JSN.

  • ભાઈ શ્રી એ લોકો આજે પણ હયાત છે……આ પ્રશ્ન નો ઉત્તર-તમે એમને જ પૂછો..કે સાધુતા ના નિયમો નો એમણે ક્યા ભંગ કર્યો???? મોટા પુરુષ ની નિકટ રહ્યા…આટઆટલા જ્ઞાની હોવા છતાં..પોતે શાસ્ત્રો-કીર્તનો રચ્યા હોવા છતાં..એમની ચૂક ક્યા થઇ..???? આ તો સાધના નો અનંત માર્ગ છે……જે નિયમ ધર્મ પાળશે..સત્પુરુષ-શ્રીજી ની આજ્ઞા પાળશે…..એમને રાજી કરશે…તો એ ગૃહસ્થ હોય કે સાધુ કે….પેલા સગરામ વાઘરી કે જેતલપુર ગણિકા જેવા હલકા કર્યો કરનાર……એનો મોક્ષ નિશ્ચિત છે…..બાકી કહેવાતા બુદ્ધિશાળી ઓ ઠેબા ખાશે..!

  • Ek Be kharab loko ne lidhe badha santo vishe game tem na bolay. Darek sacha santo ma shriji maharaj biraje chhe. Apde koi na par axep na karvo. Badhu bhagvan par chhodi devu. Je je SANTO panch-vartman pade chhe tene koti koti vandan. Apne haribhakto e apdi maryada sachvvi joie. Shriji maharaj ane ena panch- vartaman e yukt santo sarvo pari chhe.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s