Raj Mistry's world

Me,my stories and world around….

એક યાત્રા- સત્પુરુષ સાથે………

Leave a comment

સત્પુરુષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.”

—————————————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ- વરતાલ-૧૧

તો, બસ અમારા સદભાગ્ય કે- જે એષણા ઘણા સમય થી હૃદય-મન-જીવ માં વ્યાપી રહી હતી એ અમુક દિવસો પહેલા જ ચરિતાર્થ થઇ …..મારા દીકરા હરિ ને -પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન કરાવવા ની અત્યંત તાલાવેલી હતી પણ સમય મુજબ આપણે ચાલવું પડે છે- એ ન્યાયે અચાનક જ – જ્યાં આ પ્રગટ સત્પુરુષ બિરાજે છે- એ મહાતીર્થ સ્થાન સારંગપુર જવાનો પ્રોગ્રામ બન્યો….સાથે સાથે શ્રીજી ના મહા પ્રસાદી ના સ્થાન ગઢડા જવાનો પણ પ્રોગ્રામ બન્યો….! તો રીના, હરિ અને રીના ના પાપા-મમ્મી સાથે સોમવારે સવારે -અમારી ગાડી- સારંગપુર તરફ નીકળી પડી. હરિ તો ખુબ જ ખુશ હતો કારણ કે- લોંગ ડ્રાઈવ પર જવાનું હોય અને પાપા-મમ્મી બંને સાથે હોય પછી- એના તો બંને હાથ અને મોમાં લાડુ જ હોય ને..!!!

સારંગપુર અમદાવાદ થી લગભગ ૧૫૦ કિલોમીટર દુર છે……બરવાળા -સુધી રસ્તો -હાઈવે છે પણ ત્યાંથી છેક સારંગપુર સુધી રસ્તા નું કામ ચાલે છે….આથી રસ્તો- થોડોક ખરાબ અને જોખમી છે…..સંભાળી ને ચલાવવું પડે…..રસ્તા માં કુંડળ તીર્થ પણ આવે છે,,,,,લાભ લઇ શકાય….અને તમે હમણાં સારંગપુર જુઓ તો લાગે કે વિકાસ તો અહી જ થયો છે…..સારંગપુર હનુમાનજી દેવ ના નવા-વિશાળ ઉતારા બન્યા છે તો- આપણા BAPS સ્વામિનારાયણ મંદિર માં વિસ્તરણ નું..નવા ઉતારા ના મકાનો નું કામ ચાલે છે…………એની વચ્ચે..આપણા મંદિર ના ગગનચુંબી ભવ્ય દરવાજા નું કલરકામ ચાલે છે…..અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બનાવેલું ત્રણ માળ નું ભવ્ય મંદિર……અક્ષર પુરુષોત્તમ મહારાજ નો જયજયકાર ગગન માં ગજવી રહ્યું છે…! અદ્ભુત….

તો કેવો રહ્યો અમારી આ યાત્રા….?? સત્પુરુષ કાજે ની…સત્પુરુષ હમેંશા સાથે છે…એવી યાત્રા કેવી રહી…..ચાલો જોઈએ…!

 • શની રવિ- અહી- પુ.સ્વામીશ્રી ના દર્શને આવનાર હરિભક્તો ની ભીડ ને લીધે -ભારેખમ હોય છે…..શક્ય છે કે ઉતારા માં તકલીફ પડે…..આથી જો ત્યાં રોકાવા ની ઇચ્છા હોય તો- ચાલુ દિવસો માં જ જવું……ઓછી ભીડ- અને ઉતારા સારા મળે…બાપા ના દર્શન નો લાભ મનભરી ને ..શાંતિ થી મળે…..
 • સ્વામીશ્રી કેટલા વાગ્યે દર્શન આપશે -એ નક્કી નથી હોતું..પણ સવારે ૧૨ વાગ્યા સુધી અને સાંજે ૬ થી ૯ વાગ્યા કે મોડા સુધી પણ આવે……પણ સાઈરન વાગે- એટલે બધું કામ પડતું મૂકી- નારાયણ મંડપમ ની પાછળ ચીકુ વાડી માં પહોંચી જવાનું……બાપા બધા ને ભરપુર દર્શન આપે છે…..હરિ ને તો મજા પડી ગઈ….બાપા આવે ત્યાં સુધી ધમાલ-મસ્તી અને બાપા આવ્યા પછી- સ્ટેજ પર ચડી ને એમની સામે ધમાલ-મસ્તી-નાચવા નો લાભ મળ્યો…….! અરે…હરિ સામે જોઇને…બાપા એ બે વાર લટકું એ કર્યું…પણ હરિભાઈ તો કાચ ની સાથે જ ચોંટી ગયા….ન હાલે કે ન ડુલે……! બસ સ્થિર થઇ ને બાપા સમું જોઈ રહ્યા…..! અદ્ભુત લાભ મળ્યો…..
 • આપણા મંદિર માં નવો ગીફ્ટ શોપ- સારંગપુર શતાબ્દી મહોત્સવ -નિમિત્તે ખુલ્યો છે…..બહુ સારા ટી શર્ટસ અને અનેક વિધ વસ્તુ ઓ મળે છે…..સાથે સાથે પ્રેમવતી-નવું મકાન બને ત્યાં સુધી  જુના ઉતારા ( દરવાજા ની બાજુમાં) માં ખુલી છે….તેનો પણ લાભ લઇ શકાય…..અમારા હરિ એ બધા ને લાભ આપ્યો..!
 • આ સાથે ગૌશાળા નો પણ લાભ લેવો……ત્યાં આગળ ભીમકાય પાડા….જોવા જેવા છે…રાષ્ટ્રીય સ્તરે ઇનામ મળ્યા છે…..આ સિવાય- ગીર ગાય, ઘોડા પણ જોવા જેવા છે…….એની જાળવણી અદ્ભુત છે……હરિ તો પાડા જોઈ ને બોલ્યો…” બાપ રે બાપ……આ છું છે???”
 • અને આપણું મંદિર….અદ્ભુત…અદ્ભુત……….! શ્રીજી -સ્વામી અને મુકતો ની અદ્ભુત મૂર્તિઓ……દર્શનીય છે…..જયારે સિલક માં આઠ આના હોય ત્યારે..આવું વિશાળ..ગગન ચુમ્બી મંદિર બાંધવા નું સાહસ તો શાસ્ત્રીજી મહારાજ જેવા દિવ્ય પુરુષ જ કરી શકે..! આ સિવાય યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિર..પ્રસાદી ના ખીજડા નું ઝાડ……અવશ્ય જોવું..દર્શન કરવા…મહિમા સમજવો..!
 • શક્ય હોય તો જુના સંત આશ્રમ માં જવું..અને બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જુના ઓરડામાં જવું…અને થોડીક વાર મન શાંત કરી…માળા ફેરવવી કે માનસી કરવી……તમને અદ્ભુત અનુભવ થશે એ મારી ગેરંટી..!
 • મોર……! સારંગપુરમાં..અને એ પણ બાપા નો નિવાસ છે ત્યાં આગળ એટલા બધા મોર છે કે…ન પૂછો વાત..! બાપા દર્શન આપવા આવવા ના હોય ત્યારે…તો ચારેબાજુ મોર ના ટહુકા થી ગુંજી ઉઠે…! અદ્ભુત અનુભવ..!
 • હનુમાનજી મંદિર- પણ ખુબ જ સરસ છે………ત્યાં આગળ હવેલી અચૂક જોવી…અને ભક્તરાજ જીવા  ખાચર નો દરબાર- મંદિર ની પાછળ છે…તેના પણ દર્શન અવશ્ય કરવા……!
 • યજ્ઞપુરુષ સ્મૃતિ મંદિરે મને પ.ભ.માલા ખાચર મળી ગયા…૧૦૦ વર્ષ થી વધુ ઉમર..પડછંદ શરીર…એમની સાથે ની વાતચીત માં જાણવા મળ્યું કે એમણે શાસ્ત્રીજી મહારાજ ની અનેક વર્ષો સુધી સેવા કરી છે…..એમની ઘોડાગાડી માં શાસ્ત્રીજી મહારાજ અહી થી છેક જુનાગઢ ગયા હતા……અને સારંગપુર મંદિર ના વિકાસ ના એ સાક્ષી છે…….એમણે મને કહ્યું કે આજે પ્રમુખ સ્વામી છે- એ શાસ્ત્રીજી મહારાજ જ છે……તેમને સેવી લેવા…એ તો મોટા પુરુષ છે…!!! અદ્ભુત….અમારો ફેરો સફળ થઇ ગયો…!

20150720_162952 અમે એક દિવસ સારંગપુર રોકાયા અને બીજા દિવસે બપોર પછી- ૬૦-૭૦ કિમી દુર આવેલા ગઢડા દર્શને ગયા…….બોટાદ વચ્ચે રસ્તા માં આવે….મોટું શહેર છે…..સારું છે…..પણ રસ્તો એટલો બધો સારો નથી. ગઢડા મંદિર દ્વાર

 • ગઢડા -આપણું મંદિર ટેકરા પર છે…..અને જુનું મંદિર- ગોપીનાથ દેવ નું મંદિર ગામ માં છે……આપણું મંદિર વિશાળ..આરસપહાણ થી બનાવેલું ..ઘેલા નદી ને કાંઠે છે. મન-હૃદય ની શાંતિ જોઈતી હોય તો અહી અવશ્ય આવવું……
 • અહી- હરિભક્તો ઓછા આવે છે એટલે- ઉતારા ની જાળવણી ખાસ નથી…….મારા મંતવ્ય મુજબ તો- સારંગપુર આવતા તમામ હરિભક્તો એ ગઢડા અચૂક આવવું……..જેથી મંદિર-ઉતારા ની જાળવણી સારી થાય……
 • મંદિર નું કામ ચાલે છે…..માર્બલ ઘસવા નું કામ ચાલે છે…………અને તમે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ની દુરન્દેશી જુઓ તો સમજાય કે- આ મંદિર નું કામ પૂરું થશે ત્યારે કેટલું સુંદર હશે…..! અદ્ભુત કોતરણી…..અદ્ભુત મૂર્તિઓ……અદ્ભુત લેન્ડસ્કેપ …!!
 • અમે ઉતારા લીધા પછી- જુના મંદિરે દર્શન કરવા ગયા……દાદા નો દરબાર,અક્ષર ઓરડી, મંદિર બધા ના મન ભરી ને દર્શન કર્યા……એક વાત ખૂંચી કે- લક્ષ્મીવાડી  અને ત્યાં આગળ ના અતિ પવિત્ર સ્મારકો આજે ધૂળધાણી થઇ રહ્યા છે….કોઈજ કાળજી નથી……….જેના નામ પર સમગ્ર સંપ્રદાય છે..તેમના અતિ પવિત્ર સ્મૃતિ સ્થાનો – કાળજી ને અભાવે…બેદરકારી ને લીધે ધૂળ માં મળી રહ્યા છે……….! જાગો ગોપીનાથજી દેવ ટ્રસ્ટ..જાગો…!

20150721_181848

 • રીના એ -ગઢડા નો દેશી ગોળ…અને તીખો બામ -લીધા……..ગોળ સારો લાગ્યો…! અને હરિ ને હમેંશ ની જેમ દોડાદોડી કરવાનું……અવનવી વસ્તુઓ જોવાનું..!

અને છેલ્લા દિવસે- ગઢડા મંદિર માં પ્રસાદી લઈને- અમદાવાદ આવવા પરત નીકળ્યા…….અટક્યા વગર ૨૧૧ કિમી અંતર કાપ્યું ને જાણે કે  પગ જકડાઈ ગયા….!!! પણ જે ત્રણ ચાર દિવસ નો અદ્ભુત લાભ લીધો……….સત્પુરુષ નો જે અવિસ્મરણીય લાભ અમને મળ્યો……મારા દીકરા હરિ ને મળ્યો…………એ સદાયે યાદ રહેશે……….! સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ- એ જ સાક્ષાત પરમાત્મા ના દર્શન નું કારણ છે…સાધન છે…….એ સ્પષ્ટ જણાય છે………… બસ- હવે જેમ બને એમ જલ્દી થી પાછા સારંગપુર-ગઢડા જવાય………….હરિ ને -બધા ને પુનઃ આવો અદ્ભુત લાભ મળે- એ માટે પ.પુ.સ્વામીશ્રી ને- શ્રીજી ને અંતર થી પ્રાર્થના………..!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s