Raj Mistry's world

Me,my stories and world around….

BAPS બાળમંડળ રવિસભા -૦૯/૦૮/૨૦૧૫

Leave a comment

“બાળકો તો આપણું ભવિષ્ય છે……જો તેને અત્યાર થી જ ભગવાન માં જોડશો તો કઈ આગળ જોવું નહિ પડે…..બાળકો ને વારસા માં સંસ્કાર આપો ,જો સંસ્કાર હશે તો બધું જ રહેશે અને જો સંસ્કાર નહિ હોય તો બધું જ જતું રહેશે “

———————————

પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ

તો આજની સમગ્ર સભા આપણા ..સૌના…જગત ના ભવિષ્ય ને સમર્પિત હતી. અને જો તમે શિશુ મંડળ….બાળમંડળ ના બાળકો નું સ્ટેજ પર નું સંસ્કાર પ્રદર્શન જુઓ તો તમને ગર્વ થાય ……..એક સત્સંગી તરીકે..એક માતા-પિતા તરીકે…કે સત્પુરુષ આપણા ભવિષ્ય ને કઈ રીતે કેળવી રહ્યા છે……………જો આવનારી પેઢી માં પોતાના સંસ્કૃતિ-સંસ્કાર-નિયમ ધર્મ વિષે ગર્વ હશે તો જ આપણું ભવિષ્ય સુરક્ષિત રહેશે…!

મેઘરાજા ના ટાટા-ગુડબાય પછી હવે સૂર્યદેવે પોતાની અસર દેખાડવા ની શરૂઆત કરી છે………અને આપણે સત્સંગીઓ- તડકો હોય કે છાયો…..ધોધમાર વરસાદ હોય કે કોરો ધાકોર પટ……પણ સત્સંગ સભામાં જવાનું ચુકતા નથી…એ જ શ્રીજી ની..સત્પુરુષ ની દયા છે……..આપણા માં-બાપ ના સંસ્કાર છે………..તો સમય પહેલા સભામાં પહોંચી ગયા અને હિંડોળા માં ઝુલતા મારા વ્હાલા ના મનભરી ને દર્શન કરવામાં આવ્યા…..

11873435_454187384769439_2196260433099103536_n

સભાની શરૂઆત બાળ મંડળી એ- ” સ્વામિનારાયણ નામ મારા વ્હાલા….” ધુન્ય થી કરી……અને ત્યારબાદ કીર્તન ” મેરે અચ્છે ભગવાન ..દે દે એસ વરદાન…” રજુ થયું..અને સમગ્ર સભા -બાળ મંડળ ને નામ થઇ ગઈ..!

ત્યારબાદ સ્વામીશ્રી ના અદ્ભુત દિવ્ય વિચરણ ( સારંગપુર) નો વિડીયો પ્રદર્શિત થયો…………નવધા ભક્તિ કોને કહેવાય??? ઠાકોરજી ની ભક્તિ…મર્યાદા…..સંભાળ…સેવા…કોને કહેવાય…અને એ પણ ૯૪ વર્ષ ની ઉમરે..એવી જ તાજગી..એવા જ રદયના ભાવ થી…!!! અદ્ભુત …અદ્ભુત……..! જીવ ધન્ય થઇ ગયો….!!! અદ્ભુત વિડીયો દર્શન…!!

ત્યારબાદ શરુ થઇ બાળ-રમઝટ………સ્વામી ની વાતો નો મુખપાઠ…..સોમા ભગત ( બોચાસણ માં રહેતા -પડછંદ નિષ્ઠાવાન ભગત કે જેમણે એક દોરી પર લટકતા પથ્થર ને અન્ય દોરડા થી બાંધી ને પડતો અટકાવ્યો….શાસ્ત્રીજી મહારાજ ના કર્તૃત્વ પર દ્રઢ નિષ્ઠા દર્શાવી) નો એક પાત્રીય અભિનય……કીર્તન …હોય કે સંવાંદ ………અદ્ભુત હતા. એમાં એ સંવાદ માં- “મન સાથે ની લડાઈ” થીમ એટલું અસરકારક અને અદ્ભુત હતી કે- સમગ્ર સભાએ તાળીઓ ગડગડાટ થી એને વધાવી લીધી. જો નાનપણ થી જ બાળકો – બાલસભા માં જતા થશે…સંસ્કાર -નિયમ-ધર્મ માં રહેશે તો એમનું ભવિષ્ય સુરક્ષિત રહેશે….માં-બાપ નું ભવિષ્ય સુરક્ષિત રહેશે…..!  ત્યારબાદ એક બાળકે – “વાંદરા અને ટોપી” વાળી વાર્તા જરાક સુધારેલા અંદાજ સાથે કહી…………!

20150809_183637

બાળ મંડળ ના આ તેજસ્વી તારલા એટલે થી ન અટક્યા અને અંતમાં એમણે નૃત્ય રજુ કર્યું…..” એ ગુંજ અમારી આવે છે…” અને અક્ષર પુરુષોત્તમ મહારાજ ની ધજા ઓ ફરકી ઉઠી……………જેના માટે આ બધું છે………એના ચરણો માં આટલા બધા તારા…એ પણ ઝળહળતા…….!

ત્યારબાદ પુ.કોઠારી સ્વામી આત્મકીર્તિ સ્વામી પ્રાસંગિક પ્રવચન માં કહ્યું કે…..

  • આજનો સમય વિકટ છે…અને આપણે ભાગ્યશાળી છીએ કે- આપણા ગુણાતીત ગુરુઓ એ આપણું ભવિષ્ય સુરક્ષિત કરવા આટલી બધી સગવડ આપી છે….શિશુ મંડળો..બાળ મંડળો…….આપ્યા છે……સંતો-કાર્યકરો આપ્યા છે….
  • આપણો સત્સંગ ગર્ભ સંસ્કાર થી શરુ થઇ આજીવન ચાલે છે………….
  • આપણું બાળક બધું જ જુએ છે…આપણે શું કરીએ છીએ….કેવું વર્તીએ છીએ…કેવું બોલીએ છીએ એ બધું જ જુએ છે….એટલે જ જો એને આપણે સંસ્કારી બનાવવો હશે……સત્સંગી બનાવવો હશે તો આપણે પ્રથમ સુધરવું પડશે…..
  • ભૂલ તો નાના-મોટા બધા થી થાય પણ એનું જ્ઞાન થાય..એનો પશ્ચાતાપ થાય તો એ ઘણું છે………..એ પણ સુધારા ની દિશામાં એક કદમ છે………પ્રમુખ સ્વામી મહારાજે નાના-મોટા સર્વે ની બધી ભૂલો માફ કરી છે…પોતે પણ માફી માંગવા માં ક્યારેય શરમાયા નથી…..યોગીબાપા તો કહેતા કે- કોઈ આપણ ને આપણી ભૂલ બતાવે તો રાજી થવું………….
  • આપણા આ મંદિરો,મંડળો,સંતો…..શાસ્ત્રો…બધું જ સત્પુરુષ ના ગુણ આપણા માં આવે એ માટે છે……એ સિવાય બ્રહ્મ રૂપ નહિ થવાય અને અક્ષરધામ નહિ મળે……માટે સત્પુરુષ ના ગુણ માં થી શીખતા રહો……એમનો રાજીપો સમજતા રહો…..

અદ્ભુત…..અદ્ભુત…! આટલું સમજાય તો એ ઘણું છે…..

ત્યારબાદ સભાને અંતે અમુક જાહેરાતો થઇ….

  • આપણા સંનિષ્ઠ સત્સંગી મિહિર પટેલ આ વર્ષે લેવાયેલી UPSC પરીક્ષામાં સારા રેન્ક પર પાસ થયા છે..તેમનું સન્માન થયું અને એમના માર્ગદર્શન ની વ્યવસ્થા મંદિર માં ગોઠવવામાં આવી……! અદ્ભુત….
  • આવતી સાલ ના તિથી કેલેન્ડર્સ ની નવી ડીઝાઈન આવી ગઈ છે…………..રસ ધરાવતા ભક્તો એ મંદિર નો સંપર્ક કરવો
  • ૧૫ ઓગસ્ટ થી શરુ થતા શ્રાવણ માસ માં કથા -અમૃત નો દરિયો અમદાવાદ ને આંગણે પધારવા નો છે…..

20150809_192723

  • મંદિર તરફ થી હમેંશ ની જેમ સારી ક્વોલીટી ના હેલ્મેટ સસ્તા ભાવે ( પુરુષ- ૭૫૫ અને સ્ત્રી-૭૧૦)  મળી રહેશે…બુકિંગ શરુ થઇ ગયું છે………કાર્યકરો નો સંપર્ક ૧૫ ઓગસ્ટ પહેલા કરવો…..
  • ચાતુર્માસ માં આજ્ઞા મુજબ વાંચન માટે- સ્વામીશ્રી ના પ્રસંગો નું પાન કરાવતું પુસ્તક- બ્રહ્મ સંનિધિ-૨૦૧૩ – હવે બુક સ્ટોલ પર ઉપલબ્ધ છે……

અદ્ભુત…અદ્ભુત……………બસ એટલું જીવ માં બાંધવા નું છે..દ્રઢ કરવાનું છે…….કે આપણ ને આ સત્સંગ મળ્યો છે..તે સર્વોપરી છે……બધી જ સમસ્યા ઓ નો ઈલાજ છે……આવનારા સુખદ ભવિષ્ય નું કારણ છે………….ચાલો બાળકો ને ગર્ભ માં જ…વારસામાં જ આ સર્વોપરી સત્સંગ નો લાભ આપીએ……………એમનો જન્મ સફળ કરીએ……આપણો ફેરો સફળ કરીએ………

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s