Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા -૦૬/૦૯/૨૦૧૫

Leave a comment

પછી આનંદાનંદ સ્વામીએ પૂછ્યું જે, “પૂર્વના સંસ્કાર મલિન હોય તે કેમ ટળે ?”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “અતિશય જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટાપુરુષનો રાજીપો થયો હોય તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય.”

———————————–

વચનામૃતમ- ગઢડા પ્રથમ-૫૮

સમગ્ર વચનામૃત- મોટા પુરુષ ના મહિમા થી ભરાયેલું છે…….સ્વયમ શ્રીજી કહે છે કે- કલ્યાણ તો એક માત્ર મોટા પુરુષ થકી જ થાય..સંત થકી જ થાય……અને આ માત્ર લખાણ નથી પણ સંપ્રદાય ના હજારો સત્સંગી-બિન સત્સંગી -આસ્તિક અને નાસ્તિક -બધા નો સ્વાનુભવ છે…..અને એના પુરાવા -એ વ્યક્તિઓ ના પત્રો માં આજે પણ અકબંધ સચવાયેલા પડ્યા છે……..! સત્પુરુષ નો મહિમા એ કોઈ ચમત્કાર ને લીધે નથી પણ મોક્ષ ની પ્રાપ્તિ ને લીધે છે….જીવ માત્ર ને બ્રહ્મરૂપ કરી- ભગવાન મેળવી આપવા ને લીધે છે….જીવના કલ્યાણ માટે છે….તો આજની સભા…એવા સત્પુરુષ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા અર્થે હતી…

આજે અમારે પાર્કિંગ ની સેવા હતી આથી સભા શરુ થઇ એ પછી અમુક સમય બાદ- સભામાં જવાનો લાભ મળ્યો…..આમ, સેવા અને સત્સંગ નો બેવડો લાભ -આજે મળ્યો…..તો ચાલો શરૂઆત શ્રીજી ના મનમોહક દર્શન થી કરીએ…..

Camera (1)

સભામાં પહોંચ્યો ત્યારે યુવકો દ્વારા ધુન્ય અને પ્રાર્થના પુરા થઇ ગયા  હતા…….શ્રાવણ માસ ની આજ ની પારાયણ ના યજમાનો ના હસ્તે વિધિ પૂજા પણ પૂરી થઇ ગઈ હતી અને પુ.અક્ષર વત્સલ સ્વામી જેવા વિદ્વાન….ખુબ સારા વક્તા સંત દ્વારા “સત્પુરુષ ના મહિમા” પર વક્તવ્ય રજુ થયું……જોઈએ થોડાક મહત્વ ના અંશ……

 • લખ ચોરાસી ના ફેર બાદ આ મહા મોંઘો મનુષ્ય અવતાર મળે છે અને અને એમાં પણ માત્ર અતિ ભાગ્યશાળી ..પુણ્યશાળી જીવો ને જ મનુષ્ય અવતારે સર્વોપરી સત્સંગ ની પ્રાપ્તિ થાય છે…….માટે આજે આપણા ભાગ્ય નો પાર ન કહેવાય……..
 • આપણે જગત ના વ્યવહારો માં એટલા બધા ખુંપી ગયા છીએ કે – આ જગત જ સાચું લાગે છે….આપણા મનુષ્ય અવતાર નું લક્ષ શું??? એ સમજાતું જ નથી…ભુલાઈ જ જાય છે……અને જે સમજ્યા વગર આ જન્મ મરણ ના ચકરડા માં થી મુક્તિ મળવા ની નથી…….માટે જીવન નું લક્ષ- એ મોક્ષ છે- એ બ્રહ્મ સત્ય સદાયે નજર સમક્ષ..હરપળ રહેવું જોઈએ….
 • મોક્ષ ની પ્રાપ્તિ એટલે કે અંધ માણસ ને- આંખે કાળા પાટા બાંધી -અંધારી અમાવાસ્યા ની રાત્રીએ…….અંધારા ઘોર વન માં કાળી બિલાડી ને શોધવા જેવી વાત છે……..એવું શાસ્ત્રો કહે છે……….જે સામાન્ય મનુષ્ય માટે અશક્ય વાત છે….પણ જો કોઈ ભોમિયો મળે અને આપણો હાથ પકડી- એ બિલાડી સુધી આપણ ને લઇ જાય…જંગલ ને પાર કરાવે …તો આપણો ફેરો સફળ થાય……અને આ ભોમિયો એટલે સત્પુરુષ…આપણા ગુરુ…પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ..!
 • આજે હજારો ઉદાહરણ છે….સ્વાનુભવ છે …પુરાવા છે…..કે- જેમાં- ભક્તો એ અનુભવ્યું છે કે- પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવન માં આવનારા વિઘ્નો માં એમની રક્ષા કરી હોય…….અને ગઢડા પ્રથમ-૫૮ માં વર્ણવ્યા છે..એ મોટા પુરુષ નો સાક્ષાત્કાર કર્યો હોય….
 • અને ઉદાહરણો અને એ પણ રસપ્રદ અંદાજ માં – વર્ણવતા અક્ષર વત્સલ સ્વામી એ કહ્યું કે…….પ્રમુખ સ્વામી મહારાજ દિવ્ય પુરુષ છે……ભાગવત માં વર્ણવેલા ૩૦ લક્ષણો યુક્ત સાધુ પુરુષ છે…….અને એમના આશીર્વાદ થી અનેક ના જીવન ના દુખ દુર થયા છે…રોગ-શોક-દુખ-તાપ મટ્યા છે……પણ આ ચમત્કારો ને લીધે એમની મોટ્યપ નથી…એ તો સાક્ષાત અક્ષર બ્રહ્મ છે……જીવ માત્ર ને બ્રહ્મ રૂપ કરવા ની શક્તિ એમના માં છે….છતાં એ મનુષ્ય ભાવે વર્તે છે…….મનુષ્ય ચરિત્ર બતાવે છે…એટલે જગત ભ્રમિત થઇ જાય છે……પણ નિષ્ઠાવાન હરિભક્તો…જ્ઞાની ભક્તો…એમનું સાચું સ્વરૂપ જાણે છે…અને એમનો સમાગમ અંતર થી કરે છે.
 • એક સત્ય હમેંશા સમજવું કે- જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી દુખ છે……અને અધ્યાત્મ અહી જ કામ આવે છે………અધ્યાત્મ મનુષ્ય ને “અંદર” જોવાનું શીખવે છે…જ્યાં સુખ છે…અને જેટલું બહાર જોવાનું શીખીએ- એટલું દુખ વધે છે……કારણ કે બહાર નું જોઈએ- એ દુખ જ છે…….બદલવા નું આપણે જ છે..બીજા ને બદલવા ની કોશિશ કરશો તો નિષ્ફળતા જ મળશે…દુખ આવશે…..
 • એટલે જ સત્પુરુષ રૂપી વહાણ..સુકાની ની જરૂર છે……જે આપણ ની ભીતર સુધી લઇ જાય……અને બદલામાં અપને આ સ્તાપુરુષ ને રાજી કરવાના છે..એમના ગુણ ને ઓળખવાના છે…એને જગત ની સામે ડંકા ની ચોટે ગાવા ના છે……..નિષ્કુળાનંદ સ્વામી પ્રથમ હતા જેમણે- શ્રીજી ને સર્વોપરી ગણી ને ગુણલા ગાયા….ભક્તચિંતામણી વાંચો……
 • ભક્ત ચિંતામણી માં નિષ્કુળાનંદ સ્વામી એકવચન માં “:સંત” ના લક્ષણ કહે છે…તે એક સંત તે બ્રહ્મ સ્વરૂપ સંત……અને એ જ આજે પ્રમુખ સ્વામી મહારાજ….
 • ગાલીબ નો શેર અને ઉર્દુ ના શેર ટાંકી ને સ્વામી એ કહ્યું કે……इंसान सबकुछ बदलता रहा…..पर खुद को नहीं बदल शका…..: ” उमर भर ग़ालिब यही भूल करता रहा , धूल चहेरे पे थी और आयना साफ करता रहा !!! “((मिर्ज़ा ग़ालिब) ..અદ્ભુત……અદ્ભુત…! સાચી વાત..!
 • એટલા માટે જ શરૂઆત પોતાના થી કરવી…..રોજ સત્પુરુષ ના ગુણ વિષે ૫ મિનીટ વાંચવું..વિચારવું…..અને એ ગુણ પોતાની જિંદગી માં ઉતારવા………

અદ્ભુત……અદ્ભુત….વાતો…! જો આ સમજાઈ જાય તો- બીજું કશું બાકી ન રહે……..

સભા ને અંતે અમુક જાહેરાત થઇ…..

 • આવતીકાલ થી સવારે- શાહીબાગ મંદિરે ત્રણ દિવસ માટે- પુ.અક્ષર વત્સલ સ્વામી ને મુખે – પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના ગુણ-મહિમા -વિષે પારાયણ થવાની છે……………સમય- ૮ થી ૧૦..સવારે….
 • આ પારાયણ ગંગા છેક જળ ઝીલની એકાદશી સુધી ચાલશે……….

અને સભા ને અંતે- જન્માષ્ટમી ઉત્સવ પર સ્વામીશ્રી દ્વારા થયેલા ઉત્સવ નો વિડીયો દર્શન નો લાભ સભા ને મળ્યો…….

તો સમજવા નું એટલું જ કે……..બ્રહ્મ રૂપ થવાની યાત્રા- આપણી “અંદર” થી શરુ થવી જોઈએ……અને એમાં સત્પુરુષ ના રાજીપા સિવાય કોઈ કાલે મેળ પડે નહિ…એમ સમજી….સત્પુરુષ થકી બ્રહ્મ રૂપ થઇ જવું……અને એક અલખ ના ધણી…….પુરુષોત્તમ ને પામવા પાત્ર થઇ જવું…!

જય સ્વામિનારાયણ……

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s