Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૨૫/૧૦/૨૦૧૫

Leave a comment

અક્ષરધામના વાસી મારે, હૈયે કરજો વાસ,
કેમ વિસારું સ્વામિનારાયણને, જ્યાં લગી શ્વાસોચ્છ્‍વાસ… 0

શ્વાસોચ્છ્‍વાસે સમરું સ્વામી, જીવનના આધાર,
રોમે રોમે તારા નામનો વાગી રહે રણકાર,
આ અંતરના વાજિંતરમાં એક જ છે અભિલાષ… 0 અક્ષર

ભાવ ધરીને કરું છું ભક્તિ, જોજે હે ભગવાન,
હે ગુણવંતા ગાઈ રહ્યો છું તારા સદા ગુણગાન,
ઉગારજે આ દાવાનળથી એટલી રાખું આશ… 0અક્ષર

————————————————–

આવતીકાલે શરદપૂનમ…..અર્થાત…શ્રીજી ના અખંડ રહેવાના ધામ- અક્ષરધામ- એવા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી નો ૨૩૦ મો પ્રાગટયોત્સવ…….! આપણા શાસ્ત્રો-વચનામૃત કહે છે કે…જ્યાં સુધી અક્ષર ના સ્વરૂપ ની ઓળખાણ-સમજણ નથી પડતી ત્યાં સુધી..એ અક્ષર થી પર એવા પુરુષોત્તમ ના સ્વરૂપ ની ઓળખાણ…સમજણ ક્યાં થી થાય??? માટે…પુરુષોત્તમ સુધી પહોંચવા નો એક જ માર્ગ છે….અક્ષર સાથે એકતા કરી..અક્ષર રૂપ થવું…….અને પુરુષોત્તમ ને યથાર્થ પામવું…! એટલે જ કહેવાય છે કે- અધ્યાત્મ માર્ગ -ગુરુ સિવાય..સત્પુરુષ સિવાય પાર કરવો શક્ય જ નથી…”પોથી પઢે ..પંડિત ભયો ન કોય” જેવી વાત વાત છે….! એટલે જ આજની સમગ્ર સભા…એ ગુણાતીત ગુરુઓ…પ્રગટ અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ- પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ને અર્થે હતી……..જો એ સમજાશે- તો પુરુષોત્તમ નો મહિમા સમજવામાં વિઘ્ન નહિ આવે..!

તો- આજે સમયસર સભામાં પહોંચી ગયા…….સર્વ પ્રથમ મારા વ્હાલા ના દર્શન……જીવ સંતૃપ્ત થાય ત્યાં સુધી…

11222569_477877119067132_2749656369473606478_n

સભામાં ગોઠવાયા બાદ…..શરૂઆત પુ.વિવેક્મુની સ્વામી ના બળવત્તર અવાજ માં ગવાતી કર્ણપ્રિય ધુન્ય” ભજમન સ્વામિનારાયણ” થી થઇ….ત્યારબાદ એમના અને એક અન્ય સંત ના સ્વરે જ બે કીર્તન નો લાભ મળ્યો…” અક્ષરધામ ના વાસી મારે હીયો કરજો વાસ…” અને ” જય સહજાનંદ..જય ઘનશ્યામ….” અદ્ભુત હતા…….! જીવમાં જયારે એક ભગવાન પ્રવેશે છે…ત્યારે આઠોજામ-હરઘડી-અખંડ -સહજ આનંદ ની છોળો ઉછળે છે……! અને એ સુખ ને હરીસુખ કહેવાય………..જે દરેક ના ભાગ્ય માં નથી હોતું……….

ત્યારબાદ- સ્વામીશ્રી ના ૨ ૩ ઓક્ટોબર ના- સારંગપુર દર્શન નો વિડીયો રજુ થયો…….અત્યંત જીર્ણ દેહાવસ્થા..છતાં મુખ પર હરિ નું તેજ……! અદ્ભુત છે…….સત્પુરુષ ની આ જ નિશાની છે…દેહ દેહ નું કામ કરે…અને જીવ જીવનું..!

ત્યારબાદ સંસ્થા ના વિદ્વાન સંત- પુ.વિવેકજીવન સ્વામી દ્વારા “સત્પુરુષ મહિમા” પર અઢળક પ્રસંગો દ્વારા પ્રવચન થયું….જોઈએ એનો સારાંશ….

 • જીવન હોય કે અધ્યાત્મ……એક મધ્યવર્તી વિચાર તેમાં હોય છે..જેના દ્વારા એ ચલિત થાય છે..ચેતનવંતુ થાય છે…..
 • દુનિયાનો ઈતિહાસ જુઓ….ફ્રાંસ હોય કે ઇટાલી….એમની ક્રાંતિઓ-વિકાસ માં- એક મધ્યવર્તી વિચાર હતો…….લોકસત્તા….સત્તામાં જન ભાગીદારી……જયારે ભારત ના વિકાસ માં -ઈતિહાસ માં મધ્યવર્તી વિચાર છે- ભગવાન માં શ્રદ્ધા……એ જ રીતે આપણી સંસ્થા- શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા નો મધ્યવર્તી વિચાર છે- આજ્ઞા અને ઉપાસના…
 • આજ્ઞા અને ઉપાસના- એ અધ્યાત્મ માર્ગ ની બે પાંખો છે……જો એ હોય તો જ જીવનમાં શાંતિ-શ્રદ્ધા,સુખ અને કલ્યાણ આવે…..મોક્ષ થાય….
 • આજકાલ જોઈએ તો જીવન માં અનેક પ્રશ્નો આવે છે….અને આવવાના જ…એની પાછળ મુખ્ય કારણ છે…૧) સ્વભાવ ૨) અપેક્ષાઓ ૩) બાહ્ય પરિબળો ….
 • એમાંથી બહાર આવવું હોય તો – સ્વભાવ છોડવા પડે…..અપેક્ષા-મોહ-આસક્તિઓ મર્યાદિત કરવી પડે…..સ્થિર રહેવું પડે…અને એ માટે- સત્સંગ અને સત્પુરુષ અનિવાર્ય છે……
 • મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એ ૩૦૦ જણા ને બ્રહ્મ વિદ્યા ભણાવેલી………અને ઈતિહાસ કહે છે કે- એ વિદ્યા ભણ્યા બાદ- એ બધાની સ્થિતપ્રજ્ઞ સ્થિતિ થઇ ગયેલી……
 • જેમ સત્પુરુષ માં પ્રીતિ જેમ વધે …એટલું જગત વધુ છૂટે………
 • બ્રહ્મચારી અચિન્ત્યાનંદે સંસ્કૃત માં – શ્રીહરિ લીલાકલ્પતરુ ની રચના કરી…….ચંપાનું પુષ્પ આપી ને ગુણાતીતાનંદ સ્વામી એ આજ્ઞા કરી કે- ભગવાન સુધી પહોંચવા સત્પુરુષ નો આશ્રય જરૂરી છે…એ જ સહાય કરે છે…..અને પરિણામે- ૧૦-૧૫ શ્લોક રોજ રચવાની શક્તિ ધરાવતા બ્રહ્મચારીએ- રોજ ના ૨૦૦-૩૦૦ શ્લોક રચવાની શરૂઆત કરી…..અને આ મહા ગ્રંથ- આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ની આજ્ઞા થી મળ્યો……અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ ના આશીર્વાદ થી મળ્યો….
 • આમ, મોટા પુરુષ ના બળે..અશક્ય લાગતા મોટા કાર્યો સહજ થાય છે…………જરૂર છે તો દ્રઢ નિષ્ઠા-શ્રદ્ધા ની…….
 • જ્યાં સુધી સત્પુરુષ માં આપણી શ્રદ્ધા દ્રઢ થતી નથી..ત્યાં સુધી આપણી પ્રાર્થના સફળ થતી નથી……..બાકી એ તો આપણી સહાય માં જ બેઠા છે…..
 • સત્પુરુષ જ આપણી આંગળી પકડી ને- શ્રીજી નું સાચું સ્વરૂપ ઓળખાવે છે…….એનો મહિમા સમજાવે છે…….જગત ના દુઃખોમાં થી ઉગારે છે………..અને જીવ ને અખંડ સુખ ની લ્હાણી કરે છે………..

અદ્ભુત…અદ્ભુત…………….! જો આટલું જીવન માં દ્રઢ થાય તો- કશું બાકી ન રહે………………ધન્ય ધન્ય અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત..!

સભાના અંત માં અમુક જાહેરાત થઇ…..

 • આવતીકાલે શરદપૂનમ- સાંજે ૮-૩૦ થી ૧૦-૩૦ સભા છે……..અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી મહારાજ નો જન્મજયંતી ઉત્સવ-ધામધૂમ થી ઉજવાશે….
 • આવનારા અન્નકૂટ ઉત્સવ અંગે જાહેરાતો થઇ…………….

તો- આજની સભા અદ્ભુત હતી…………..સત્પુરુષ નો સંગ કરી એમના ગુણો ને-મહિમા ને આત્મસાત કરવાની હતી…………અક્ષર રૂપ થઇ ને પુરુષોત્તમ ને પામવાની હતી……………

જય સ્વામિનારાયણ…

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s