Raj Mistry's world

Me,my stories and world around….

મારા પ્રયોગો- ખમણ અને ફૂલકા રોટલી

Leave a comment

તો શ્રીજી ની દયા થી આજકાલ ભરપુર સમય-પોતાની જાત માટે મળી રહ્યો છે……………એ માટે શ્રીજી ને થેન્ક્સ…!!! હર હાલમાં અહી તો ગુલાલ જ છે…………..કાલ કોણે જોઈ છે…??? તો ચાલો..મારા અનુભવો અને એ પર થી તમને મારી “વણમાગી” સલાહો ને ગુલાલ કરીએ….

 • અહી રજુ કરેલા પ્રયોગો…….પત્ની ઘરે ન હોય…….વાસણ સાફસુફ કરવાની શક્તિ હોય……પ્રયોગ નિષ્ફળ જતા બનેલી આડ-પ્રોડક્ટ ને પચાવવા ની શક્તિ- જો હૈયામાં હોય તો જ આગળ વધવું…!

ખમણ

————–

 • તો સર્વપ્રથમ તો ખમણ બનાવવા નું વિચાર્યું…….ખમણ- ઘરેજ બનાવવા હતા..આથી “તુરંત” ફોર્મ્યુલા બજાર માં થી લાવવા નો કોઈ વિચાર જ ન હતો.
 • શાસ્ત્રો મુજબ- ખમણ બે રીતે થઇ શકે…..૧) આથો લાવી ને….. ૨) છાસ ને બદલે-લીંબુના ફૂલ વાપરી ને- “તુરંત” બની શકે…..મેં બીજો ઓપ્શન લીધો..કારણ કે ભૂખ એવી હતી………..રાહ જોઈ શકાય એમ નહોતી……( કાલ કોણે જોઈએ છે??)
 • તો- ચણા નો લોટ અર્થાત બેસન લેવામાં આવ્યું…..પણ ભૂલ એ થઇ કે નવશેકું પાણી વધુ પડી ગયું…..પરિણામે- ખમણ વધી પડ્યા…! તો ધ્યાન રાખવું…..ખીરું રેડી શકાય એવું રાખવું….એમાં- લીંબુ ના ફૂલ+સોડા બાયકાર્બ લેવા…..અને ઓવન અથવા ગેસ સ્ટવ પર બનાવી શકાય……પણ મારો અનુભવ છે કે- ઓવન માં ફાસ્ટ કામ થાય છે( ૧૦ મીન.) ..પણ ખમણ નો સ્વાદ-દેખાવ- ગેસ સ્ટવ પર વધુ સારો હોય ( સમય-૩૦ મીન.)છે…..
 • મારી ભૂલ એ થઇ કે- ખીરું જાડું થયું…..લીંબુ ના ફૂલ ઓછા પડ્યા…..અને છેવટે- ખમણ બન્યા ખરા……પણ એટલી બધી મજા ન આવી…….જો કે ગભરાઈ ન જવું……કારણ??? શીખતા નર સદાયે સુખી…!

ફૂલકા રોટલી

————–

 • આ સામાન્ય રોટલી ની વાત નથી…પણ મહા-મન લલચામણી -ફૂલકા-અર્થાત ફૂલેલા દડા જેવી રોટલી ની વાત છે………( સ્ત્રીઓ તો એમાં માસ્ટર હોય છે……એમાં તો કાન પકડવા પડે)
 • જે પણ કઈ જાદુ છે…તે લોટ બાંધવામાં+ શેકવામાં છે…………
 • લોટ જે પણ બાંધો .. તેનો આકાર+રંગરૂપ બહુ ઢીલા પણ નહિ…..બહુ કડક પણ નહિ – હોવા અત્યંત જરૂરી છે…….નહીતર ફૂલકા ને ભૂલી જજો….
 • કહેવાય છે કે- જેને ફૂલકા રોટલી આવડી- એને ૫૦% રસોઈ આવડી ગઈ……………….!
 • લોટ બાંધ્યા પછી એને ૫-૧૦ મિનીટ માટે મૂકી રાખો………..ત્યારબાદ જ અટામણ ( વધારા નો લોટ-રોટલી ચોંટી ન જાય એ માટે લોટ ના ગુલ્લા ને લગાવવા લેવાનો……તો જ વણાય ને..) નો ઉપયોગ કરી શક્ય હોય એટલી પાતળી રોટલી વણવા ની…!
 • ત્યારબાદ અગત્ય નું કાર્ય આવે છે…..એને શેકવાનું…..! તવા પર એકબાજુ ને સહેજ શેકો…..ત્યારબાદ ઉલટી કરી..બીજી બાજુ ને સહેજ લાલ થાય ત્યાં સુધી શેકો..પછી તેને પલટાવી ગેસ પર રાખી..ગેસ ની જ્યોત ને વધારો……રોટલી આપોઆપ ફૂલશે…….પણ ધ્યાન રાખો કે બળી ન જાય…..! મારી પ્રથમ રોટલી ફૂલાવવા જતા બળી ગઈ………….. 😦
 • તો તૈયાર છે…ફૂલકા રોટલી…..! હા…ઘી લગાવવા નું ભૂલતા નહિ….નહીતર તે ઠંડી થયા પછી ખાવા લાયક નહિ રહે…..

પણ અનુભવ કહે છે કે- practice makes man perfect……. માટે પ્રયત્ન ચાલુ રાખો………..થોડીક રોટલીઓ બળી જાય…..થોડાક ખમણ કાચા રહી જાય…તો ગભરાઈ નહિ જવાનું……………ગીતા કહે છે એમ- ઉત્તમ પુરુષો- પ્રારંભિક નિષ્ફળતા ઓ થી ગભરાઈ ને હાથમાં લીધેલું કાર્ય છોડતા નથી…………….

યાદ રાખો…………..જેટલી સ્ત્રી ની જવાબદારીઓ છે..એટલી જ પુરુષની છે……….જો પુરુષ ને રસોઈ આવડે તો સ્ત્રીઓ નો બોજો ઘટે…..સ્ત્રી ની ગેરહાજરી માં-પુરુષ ભૂખે ન મરે……….છોકરા ભૂખે ન મરે…!  અને ઘર ની રસોઈ..એ પણ શ્રીજી ને થાળ ધરાવ્યા પછી ની રસોઈ…ની મીઠાશ અતુલ્ય હોય છે………..!

શીખતા રહો………..શીખવતા રહો…..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s