Raj Mistry's world

Me,my stories and world around….

સારંગપુર સ્મૃતિ

2 Comments

 

“…જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે, તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે………..’ અને જ્યારે આવો સંત-સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે; માટે જેને પરમ પદ કહીએ, મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે………”

———————————————

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત -ગઢડા અંત્ય-૨

સારંગપુર……સાળંગપુર……બોટાદ ના એકાદ ખૂણે આવેલુ ખોબા જેવડું ગામ ….જ્યાં કોઈ રેલ્વે સ્ટેશન નથી…..કે નથી કોઈ મોટું બસ સ્ટેશન……….પણ આજે જાણે કે સમગ્ર બ્રહ્માંડ ના મહિમા ને સંઘરી ને બેઠું છે……..સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ સ્થાન અનેરું છે……અજોડ છે…..કે

 • જ્યાં સ્વયમ શ્રીજી એ અનેક વાર પોતાના પરમ ભક્તરાજ જીવા ખાચર ના દરબાર માં બેસી ને સમગ્ર સારંગપુર પ્રકરણ ના ૧૮ વચનામૃત કહ્યા……….અને ભક્તો ને સારંગપુર મહાતીર્થ સ્થાન નો અદ્ભુત મહિમા કહ્યો……આ ભૂમિ ને નૈમિષારણ્ય ક્ષેત્ર ગણી ભક્ત જનો ને અહી દેહ ત્યાગ કરવા પર અક્ષરધામ પ્રાપ્ત કરાવવા નું વર આપ્યું…..
 • પોતાના રોઝા ઘોડા ને હાલ ના BAPS ના અક્ષર મંદિર ઉભું છે ત્યાં આગળ ફેરવી ને- તે સમયે હરિભક્તો ને વર આપેલો કે અહિયાં વિશાળ મંદિર થશે…….જેને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સાકાર કર્યો……..અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય નું સૌથી ઊંચું મંદિર ( ૧૪૧ ફૂટ ઊંચું..) ..ત્રણ માળ નું……વિશાલ કલાત્મક દરવાજા સાથે બનાવ્યું…….
 • મહામુક્ત અષ્ટાંગ યોગી અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી એ સારંગપુર ના નગરજનો ના કલ્યાણ માટે કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી દેવ ની દિવ્ય મૂર્તિ ની સ્થાપના કરી…….
 • અને આજે…….સ્વયમ શ્રીજી ના અખંડ ધારક ……પ્રગટ અક્ષર બ્રહ્મ ..સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત અહી બિરાજમાન છે……અને સારંગપુર આજે – સાચા અર્થ માં નૈમિષારણ્ય ક્ષેત્ર બન્યું છે…….જ્યાં બ્રહ્મવિદ્યા ની કોલેજ માં બ્રહ્મજ્ઞાન ના દરિયા ઘૂઘવટે છે…….

20151206_074738.jpg

તો- ટૂંકી અને ટચ ..સ્પષ્ટ વાત..ડંકા ની ચોટે………..જ્યાં સત્પુરુષ ત્યાં જ શ્રીજી……અને તે જ તીર્થ…!!!!! તો આવા સત્પુરુષ ની ૯૫ મી જન્મતિથી ના મહોત્સવ ની સેવા માટે હું સારંગપુર નો અઢળક..અવિસ્મરણીય ….લાભ લઇ આવ્યો……!! અને જીવન ની એ પળો ને- મારા ગુરુ ની દયા થી…મારા શ્રીજી ની દયા થી સફળ કરી શક્યો…..! તો જોઈએ આ સુવર્ણ સ્મૃતિ શું કહે છે???

 • સારંગપુર પહોંચવા નો રસ્તો થોડોક તૂટેલો છે……પણ એકવાર સારંગપુર પહોંચો પછી બધું “સહજ” જ લાગે…….! બોટાદ -નજીક નું રેલ્વે સ્ટેશન અને સારંગપુર ની સીધી બસ પણ મળે……છતાં સામાન વધુ હોવાથી હું તો ગાડી લઇ ને જ ગયો….જે પાછળ થી બહુ જ કામ લાગી….
 • હું પહોંચ્યો અને તરત જ સ્વામીશ્રી ના દર્શન થયા…ઠાકોરજી ની આરતી ના દર્શન નો લાભ મળ્યો ..અને હું ધન્ય..ધન્ય થઇ ગયો……

12391958_490617274459783_7183881803525383232_n

 • હજારો સ્વયમ સેવકો -પોતપોતાના ધંધા-નોકરી-પરિવાર-છોડી ને એ ક સત્પુરુષ અને શ્રીજી ને રાજી કરવા આવ્યા હતા…એમની નિષ્ઠા…મહેનત-ઉત્સાહ-લગન અને ભક્તિ  જોઇને લાગ્યું કે- આપણે તો પાશેરામાં પૂણી તો શું…….પૂણી ની એ પૂણી નથી…!!!!
 • મને રસોડા કાર્યાલય માં સેવા મળી ….અને બધા મોટેરા સંતો-ભંડારીઓ- સાથે સીધા સંપર્ક નો મોકો મળ્યો…..અને સમજાયું કે- આમના જેવા કોઈ સાધુ નથી……!!! કેમ??? ભગવાન ની ભક્તિ-તપ-વ્રત-જપ સાથે પોતાના પ્રાણ પ્યારા ગુરુ ને રાજી કરવા સંતો – જે ભીડો વેઠે છે……એની કલ્પના કરવી મુશ્કેલ છે…!! સતત ઉજાગરા…..પરિશ્રમ…..માઈક્રો-મેક્રો પ્લાન્નીંગ……મેન મેનેજમેન્ટ……તમે જો અનુભવો તો એક પળ પણ અહી ટકી ન શકો…! પણ સંતો ની ભક્તિ…..સત્પુરુષ અને શ્રીજી નો રાજીપો- પરિણામે- આરામ વગર પણ અહી- આંતરિક શક્તિ નો ધોધ વહેતો સ્પષ્ટ દેખાય….! ખરેખર……જેને લાગતું હોય કે -જલસા કરવા સાધુ થવું તો સ્વામિનારાયણ ના જ થવું…..તો- એમણે જરૂર સારંગપુર આવી- સંતો ની દિન ચર્યા -જીવન ચર્યા નજીક થી જોઈ લેવી…..!
 • અને હરિભક્તો- કાર્યકરો પણ એટલા જ નિષ્ઠાવાન…….એકદમ ગરીબ આદિવાસી હોય કે કરોડપતિ ઉદ્યોગપતિ…બધા જ નાની મોટી- સેવા માં કોઈ પણ જાત ની શેહ શરમ વગર- ખભે ખભા મિલાવી જોડાયેલા દેખાયા………એ પણ રાત-દિવસ જોયા વગર…….દેહ ની પરવા કર્યા વગર….! બહેનો ની સેવા પણ પુરુષો ની સેવા ને ટક્કર મારે એવી હતી…..!!! ધન્ય ધન્ય ……આવા સત્સંગ સમાજ ને…….આપણા ગુરુ ને……આપણા ઇષ્ટદેવ ને…!
 • બધા સેવા કરતા જાય અને સમય મળે ત્યારે સત્સંગ-કથા વાર્તા નો અઢળક લાભ લેતા જાય…આમ, અમારે તો બેય હાથ માં લાડુ હતો…! બાપા દિવસ માં બે વાર -સર્વસ્વ-પ્રમુખ વાટિકા એ દર્શન આપે…પછી પૂછવું જ શું??? મરો દિવસ- સવારે ૪ વાગે શરુ થાય ….જે રાત્રે ૧૧-૧૨ સુધી ચાલે…….ઉતારો ટેન્ટ માં…..અને સારંગપુર ની કાતિલ ઠંડી……! સવારે ઉઠીએ એટલે એમ જ લાગે કે- આપણે આત્મા છીએ…દેહ નહિ……અને જેવું નળ ની નીચે બેસીએ..અને ઠંડુ પાણી દેહ પર પડે…..એટલે દેહભાન થાય……! પૂજા કરી તરત જવાનું સર્વસ્વ પર……ત્યાંથી શણગાર આરતી નો લાભ લેવાનો…..હરિકૃષ્ણ મહારાજ ના દર્શન કરવાના…અને પછી કથાવાર્તા નો લાભ…! પછી કામ શરુ ..તે આખો દિવસ ચાલુ..! હોસ્ટેલ માં શીખેલી ટેકનીક્સ અહી કામ લાગી…!
 • વરસો જુના સત્સંગીઓ -કાર્યકરો પાસે થી સત્સંગ ની ગહન વાતો જાણવા-શીખવા મળી…..જે હું આ સમૈયા માં ન આવ્યો હોત તો ખબર જ ન પડત…..! નવસારી ના નાનુભાઈ દેસાઈ દ્વારા ઉપવાસ-ધ્યાન દ્વારા જીવ નું બળ વધારવા નું શીખ્યો….કુદરતી શાકભાજી-ફળ પર રહેવાનો મહિમા સમજ્યો…….પ્રયોગ પણ કર્યો……..માત્ર એક વાટકી દહીં પર આખો દિવસ- એવી સ્ફૂર્તિ માં નીકળતો કે ન પૂછો વાત…!!! નાનુભાઈ -દસ દિવસ -સારંગપુર સેવામાં રોકાયા …..૭૦ વર્ષ ની ઉમર- કઠીન પરિશ્રમ વાળી સેવા ….છતાં દસ દિવસ માં એ માત્ર ૪ વાર જ જમ્યા…….અને એમની સ્ફૂર્તિ…મુખ પર  હાસ્ય જુઓ તો સમજાય કે……સ્થિતિ થવી કોને કહેવાય…!! અદ્ભુત અદ્ભુત……!! એમના દ્વારા જ વચનામૃત નો મહિમા સમજ્યો……સત્પુરુષ ના પ્રસંગો સાંભળ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા સમજાયો….! સમજાયું કે- પ્રમુખ સ્વામી સામાન્ય..આપણા જેવા જ દેખાય છે…વર્તે છે……પણ એ કૈંક અલગ જ તત્વ છે……! જે છે…..અક્ષર બ્રહ્મ તત્વ..!
 • સારંગપુર માં જો ન ગમ્યું હોય તો- ધૂળ…….એટલી બધી ધૂળ અહી ઉડે છે કે ન પૂછો વાત….! મારી ગાડી પર ધૂળ ની એક ચાદર પથરાઈ ગઈ હતી……અને એ જ ધૂળ ને લીધે….સંખ્યાબંધ કાર્યકરો-સંતો શરદી-ઉધરસ નો શિકાર બન્યા…..
 • પણ સમૈયા ની તૈયારી ના ઉત્સાહ માં બધું ભુલાઈ ગયું………..ઉત્સાહ હતો- ગુરુ રૂપ હરિ ને રાજી કરવાનો…! પછી બાકી શું રહે…..?? અને જયારે સમૈયો આવ્યો ત્યારે અમારી મહેનત- સફળ થતી દેખાઈ……સાથે સાથે એ પણ સંતોષ થયો કે- સત્પુરુષ રાજી થયા…સંતો રાજી થયા……..અને સર્વે ઉપર શ્રીજી રાજી થયા………..! આપણે દુનિયા ને રાજી કરવા આખી જિંદગી રઝળપાટ કરીએ છીએ…..પણ જેના આધારે આ સમગ્ર બ્રહ્માંડ…..સૃષ્ટિ માત્ર…..ચાલે છે…..એને રાજી કરવા કશું નહિ????

ટૂંકમાં..હું તો આ બધી સેવા-અનુભવ પરથી એટલું સ્પષ્ટ સમજ્યો છું કે- એક ભગવાન ના …સત્પુરુષ ના રાજીપા નો વિચાર જો આપણા મન માં હોય તો…..આ બધી ક્ષુલ્લક ..અર્થહીન…જગતભર ને રાજી કરવા ની ગધ્ધામજુરી જ મટી જાય…! બધું સારું જ થાય……કોઈનું પણ ભૂલ થી એ ખોટું ન થાય……..સેવા સત્સંગ -જીવ નો જ ભાગ થઇ જાય……!

બસ- આ બધી અદ્ભુત સ્મૃતિ માટે…….મારા વ્હાલા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મારા વ્હાલા શ્રીજી ના ચરણો માં કોટી કોટી વંદન……!!! જ્યાં સુધી આ દેહ રહે ત્યાં સુધી બસ- તમારા જ રાજીપા માટે એ ઘસાય…….!

રાજ

 

 

 

 

Advertisements

2 thoughts on “સારંગપુર સ્મૃતિ

 1. awesome description – thank you for this

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s