Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૦૩/૦૧/૨૦૧૬

1 Comment

“..પંચ ઇન્દ્રિયો દ્વારે જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થાશે, અને અંતઃકરણ શુદ્ધ થાશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિષે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે પણ અંતઃકરણ નથી……”

———————————–

ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ-ગઢડા પ્રથમ-૧૮

આજે નવા વર્ષ-૨૦૧૬ ની પ્રથમ રવિસભા હતી…..અને એ પણ તન-મન-જીવ ને સ્વસ્થ અને સ્વચ્છ કરી- જીવ ને સત્પુરુષ સંગ અક્ષર રૂપ કરવા પર હતી……એટલા માટે જ સ્વયમ શ્રીજી ઉપરોક્ત વચનામૃત માં કહે છે એમ- પાંચ ઇન્દ્રિયો નો આહાર શુદ્ધ કરવો અત્યંત જરૂરી છે…અધ્યાત્મ  માર્ગ માં ૧% પણ આઘુપાછું  ન ચાલે….કારણ અહી ૧૦૦% કલ્યાણ ની ગેરંટી  ની વાત છે…..!!

તો આજની સભા હમેંશ ની જેમ વિશેષ હતી….આથી સમયસર પહોંચી ગયો…..તો ચાલો શરૂઆત કરીએ- જગત ના નાથ ના મનોનીય દર્શન થી…

12360440_1652904098330756_7780360901485787831_n

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય અને પ્રાર્થના થી થઇ…..” સહજાનંદ મહારાજ ..અમારે હૈયે રહેજો રે..” અને  ” સજની કોડે આનંદ ” મુક્તાનંદ સ્વામી દ્વારા રચિત કીર્તન રજુ થયું……સમગ્ર સભા એમાં સહજ જ જોડાઈ ગઈ……

ત્યારબાદ ૨૭ ડીસેમ્બર -૨૦૧૫ -ના રોજ -સ્વામીશ્રી ના સારંગપુર તીર્થ ખાતે ના દર્શન લાભ નો વિડીયો રજુ થયો…..અદ્ભુત….અદ્ભુત…!!! નીચેની લીંક દ્વારા તેના દર્શન આપણે કરી શકીશું….

http://www.baps.org/Vicharan/2015/27-December-2015-9197.aspx

ત્યારબાદ- સંસ્થા ના વિદ્વાન અને તેજસ્વી- વક્તા સંત- પુ.અક્ષર વત્સલ સ્વામી દ્વારા નવા વર્ષ ની શરૂઆત ને પગલે- ” Resharpening your Axe” અર્થાત- તન-મન-જીવ રૂપી કુહાડી ની ધાર તેજ કરવી- વિષય પર રસપ્રદ પ્રવચન કર્યું……જોઈએ એના અમુક અંશ….

 • સમય વીતતો જાય છે….તેમ તેમ આપણે આપણા ભવિષ્ય માટે સંઘર્ષ કરતા રહેવું જોઈએ…..કારણ કે સર્વ કર્તાહર્તા ભગવાન છે…પણ કર્મ તો આપણે  જ કરવાના છે…..એમાં કોઈ ઓપ્શન નથી…
 • કોઈ શાયરે કહ્યું છે કે….” દુખ નો દસ્તાવેજ…અને  સુખ નું સોગંધનામુ ..નીચે વળી જોયું તો દસ્તખત પોતાના જ હતા…” એ સર્વ ને લાગુ પડે છે……
 • એટલા માટે જ – અનિશ્ચિતતા સામે ટકી રહેવા- ભવિષ્ય સુદ્રઢ બનાવવા- તન-મન ને સ્વસ્થ-સ્વચ્છ કરતા રહેવું પડે- એ રૂપી કુહાડી ને ધાર કાઢતા રહેવું પડે…..
 • તો કઈ કઈ વસ્તુઓ ની ધાર કાઢતા રહેવા નું છે????
 1. શરીર-  શરીર સ્વસ્થ હશે તો બધા કાર્ય માં મન સહેજે જોડાશે- એનું સુખ આવશે…..એટલા માટે જ સેવા હોય કે સત્સંગ- શરીર સ્વસ્થ જોઈએ અને એટલા માટે જ સ્વયમ શ્રીજી બાળપણ માં મલ્લ ના અખાડા માં જતા…..યોગ શાસ્ત્ર પર વધારે ભાર મુકતા- સંતો ને શીખવતા……આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ સંતો ને એ જ ઉદાહરણ આપે છે…..પણ શરીર કઈ રીતે સાચવવું..??? તેના માટે – ખોરાક- સાત્વિક,શુદ્ધ જોઈએ…..વ્યાયામ- રોજ કસરત કરવી- શરીર ને કસતા રહેવું….અને પુરતી ઊંઘ -એ પણ સ્વસ્થ …એ લેવી….અત્યંત જરૂરી છે….
 2. મન- મન ની ધાર  કાઢવા- સદવાચન-સત્સંગ-અને શાંત-સહજ- કીર્તન નો આધાર લઇ શકાય…
 3. ઇમોશનલ સ્ટેટ- અર્થાત લાગણી ઓ નું વિશ્વ- સ્થિર કરવું જરૂરી છે….જે માટે ઘરસભા કરવી…ઘર-પરિવાર સાથે પુરતો સમય કાઢવો….
 4. સંપ-સુહર્દ ભાવ- મિત્રો સાથે-સમાજ માં- પરિવાર માં- સ્વસ્થ સંબંધો અત્યંત જરૂરી છે……એ માટે પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છેમ- નેટવર્ક સાથે સાથે હાર્ટ વર્ક નો ઉપયોગ કરો…પોતાનો ઈગો- અર્થાત અહં, જીદ-મમત્વ ,પક્ષપાતી પૂર્વગ્રહ યુક્ત વલણ છોડવું પડે…..
 5. અદ્યાત્મિક સ્વાસ્થ્ય- નિરંતર સત્સંગ,કથા વાર્તા, નિત્ય પૂજા કરવા થી અધ્યાત્મિક સ્વાસ્થ્ય વધે છે..મજબુત થાય છે….! અને પોતાના દ્વારા બીજા ને સત્સંગ માં જોડવા થી પણ આપણો સત્સંગ મજબુત થાય છે……શ્રીજી નું- સત્પુરુષ ના રાજીપા નું બળ મળે છે…..

અદ્ભુત….અદ્ભુત…………જો ઉપરોક્ત બધું જીવન માં ઉતરે તો તન-મન-જીવ મજબુત થાય અને બ્રહ્મરૂપ અચૂક થવાય……! હવે જરૂર છે માત્ર- આપણી તૈયારી ની…….આપણા પ્રયત્ન ની..!

ત્યારબાદ- નવા વર્ષ ના આશીર્વચન આપતાં સદગુરુ પુ. ઈશ્વર ચરણ સ્વામી એ પણ એ જ વાત કરી…..કે સત્સંગ  માં સતત રહેવું – નિયમિત રહેવું….અરે..દંડવત અને ચેષ્ટા જેવા સાધનો થી જીવમાં ભક્તિ તો દ્રઢ થાય છે પણ સાથે સાથે શરીર અને મન પણ સ્વસ્થ થાય છે…..બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ- આ જ વાત કરતા…..! નવા વર્ષ- સૌ માટે સારું- શુભ નીવડે- એ આશીર્વાદ આપતાં એમણે કહ્યું કે- સત્પુરુષ અને શ્રીજી ના મહિમા ની વાત સતત કરવી- એનું બળ રાખવું…..સત્સંગમાં સદાયે ગુણ ગ્રાહક દ્રષ્ટી રાખવી……અને હરિભક્તો નો પણ મહિમા સમજતા રહેવું……….તો સર્વે નું કલ્યાણ થશે………

ત્યારબાદ સભા ને અંતે અમુક જાહેરાત થઇ….

 • ભક્ત ચિંતામણી- એ પણ ઓડીઓ એમપી થ્રી સ્વરૂપ માં ૬ ડિસ્ક રૂપે- આપણા સંગીતજ્ઞ સંતો ના સ્વરે – રેકોર્ડેડ સ્વરૂપ માં પ્રગટ થઇ છે…….મેં ખરીદી છે……અને મારો ફીડબેક છે- જરૂર ખરીદવી…….એક અમુલ્ય સંગ્રહ રહેશે…
 • સાથે સાથે- સ્વામીશ્રી ના સારંગપુર ખાતે ના વિચરણ નો- દર્શન લાભ- મેં-૨૦૧૩ થી મેં-૨૦૧૪ -સુધી ની ડીવીડી રૂપે પ્રગટ થયો છે……
 • પરાત્પર- ગુજરાતી સંસ્કરણ- પુસ્તક- અચૂક ખરીદવું…….

તો આજની સભા- તન-મન અને જીવ માં- એક અનેરું બળ ભરવા ની હતી……આપણા માથે તો શ્રીજી અને સત્પુરુષ નો આશરો છે…એમનું બળ છે…..આથી ૮૦% તો આપણે જીતી જ ગયા છીએ…..જે ૨૦% બાકી છે…એ આપણા પ્રયત્નો- આપણા કર્મો જ છે…જે આપણ ને બ્રહ્મરૂપ થતા રોકી રહ્યા છે…..યા…બ્રહ્મરૂપ કરવા દોરી રહ્યા છે…..! એટલે કે- જે કઈ બાકી છે..તે આપણા તરફ થી જ બાકી છે……….

આટલું સમજો તો એ ઘણું છે……….

જય સ્વામિનારાયણ……

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા-૦૩/૦૧/૨૦૧૬

 1. very nice. .jay swaminarayan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s