Raj Mistry's world

Me,my stories and world around….

સાત્વિક ફૂડ ફેસ્ટીવલ-૨૦૧૬

Leave a comment

દર વરસે  અમદાવાદ ને આંગણે  આઇઆઇએમ અમદાવાદ ના જગવિખ્યાત  પ્રોફેસર અને પ્રેરક – પ્રોફ.અનીલ ગુપ્તા ના સરાહનીય પ્રયાસો થી- વિસરાતી વાનગીઓ નો મહોત્સવ યોજાય છે……જો કે હવે તો આખું અમદાવાદ  આ  જાણે છે, પણ એનો મહિમા સમજે છે ઓછા…..! હું અને રીના -તો દર વરસે  તેની મુલાકાત લઈએ  જ છીએ……પણ આ વરસે  રીના અને હરિકૃષ્ણ  ન આવી શક્યા અને આપણે  એકલા જ એમાં જઈ આવ્યા……અનુભવ…..એક જ શબ્દમાં કહેવો હોય તો- અદ્ભુત…!!! તો શું અનુભવ થયા??? જોઈએ થોડાક વધુ શબ્દો માં…..

20160111_150241

  • વ્યવસ્થા- આઇઆઇએમ ના નવા કેમ્પસ માં જગ્યા માપની છે…..પાર્કિંગ માં થોડાક સુધારા વધારા થઇ શકે…..અને સ્ટોલ્સ ની ગોઠવણી -જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ- લોકો ની ઝોંક ની સાથે સુધરતો જાય છે…….આ વસ્તુ એવી છે કે- જે સમય ની સાપેક્ષ ચાલે છે…..!
  • ઓર્ગનીક /જૈવિક પદાર્થો- ઘઉં,ચોખા જેવા અનાજ થી માંડી ને ફળફળાદી સુધી…તેલ,સાબુ, તાજા શેરડી ના રસ સુધી- આ શબ્દ દિલોદિમાગ માં ગુંજતો રહે -તેટલું પ્રદર્શન અહી હતું……અદ્ભુત વાત..! ડાંગ-આહવા ના આદિવાસી- મેનેજમેન્ટ ની ભાષામાં વાત કરતા હતા…તે જોઇને તો ઓર આશ્ચર્ય થયું……! પણ આપણી અમદાવાદી પબ્લિક-એનો સ્વભાવ છોડે??? ના છોડે……! ભાવ ફીક્ષ હોય છતાં- ભાવતાલ-નમતું-ઝોખતું તો કરવાનું જ…..! પાછા પોતે ઓર્ગેનિક- વિષય ના નિષ્ણાત હોય એમ- કઈ રીતે શાકભાજી વાવવા…ઓર્ગેનિક કોને કહેવાય…..એમાં શું થઇ શકે??? એ બધા ની મફત સલાહ છડેચોક આપતાં હતા…..જો કે  એમાં હું પણ સામેલ હતો.. 🙂  ઓર્ગેનિક- શબ્દ ની વ્યાખ્યા કરવી પડે…..એનું સર્ટીફીકેશન -કઈ રીતે…કોણ..ક્યારે આપે છે….તેનું કૈંક  ધારાધોરણ નિયત હોવું જોઈએ….તો લોકો ને વિશ્વાસ આવે…..નહીતર- ઓર્ગેનિક ના નામે- બેવડા ભાવે-બધું ખપી જાય………….!!!
  • નવા સંશોધન- માટી ના કુલર, ખેતી ના ઓજાર…..પશુ ના પોદળા માં થી નળાકાર બળતણ બનાવવા નું મશીન, પતરાળા…..અર્ક, અત્તર….માટલા અને માટીકામ ની વસ્તુઓ….વગેરે જોવાની ખુબ મજા પડી…..અભણ અથવા સાવ સામાન્ય ભણેલા લોકો ની આત્મ સૂઝ-આવડત જોઇને – લાગ્યું કે એમણે દંડવત કરવા જોઈએ…..અને વિશેષ દંડવત તો પ્રોફ.અનીલ ગુપ્તા અને એમની ટીમ ને કરવા જોઈએ-કે જેમણે પ્રયત્ન કરી- આ સંશોધનો ને આગળ લાવ્યા….માર્કેટ માં મુકવા લાયક બનાવ્યા…..એક પ્લેટફોર્મ પૂરું પડ્યું…..! અદ્ભુત……………અદ્ભુત………..
  • વિસરાતી વાનગીઓ- કે જેના માટે અમદાવાદ આખું ગાંડું થયું હતું…..જેના માટે આ મેલો-ઉત્સવ હતો…તે હમેંશ ની જેમ અદ્ભુત હતું….! ગુજરાત,ઓરિસ્સા,બંગાળ ની અદ્ભુત વિસરાતી વાનગીઓ થી માંડી ને- આપણી કાઠીયાવાડી, સુરતી જમણ સુધી ફેલાયેલી વાનગી ઓ અદ્ભુત હતી…….પણ આ વખતે- વાંસ નો શીરો ..જોવા ન મળ્યો…..!!! પારસી,સિંધી ફૂડ પણ હતા…..તો રીંગણ નો ઓળો, રોટલો….છાસ અદ્ભુત હતા…..અને છાસ તો એટલી મસ્ત હતી કે- ૧૦ રૂપિયામાં -આખો શિયાળો વસુલ થઇ ગયો…..! મેં ટેસ્ટ કર્યા- પલક-મેથી ના ટીક્કા, ઓરિસ્સા ની એક મીઠી વાનગી….કાળા તલ નું કચરિયું, લાલ ચોખાનું ખીચું….અને એ પણ ઓર્ગેનિક ચોખા..! આદુ,લીંબુ,ફુદીના નો શરબત…..દેશી બોર, એપલ બોર….દેશી આદુ….રાગી ના પાપડ…..ઓર્ગેનિક કેળા ની વેફર્સ……વગેરે..વગેરે…!!! ઘણી બધી વેરાયટી હતી…પણ બંદા ઘરે થી જમી ને ગયેલા…પછી કેટકેટલું પેટમાં નાખે??? મારા માટે સારું હતું કે- જ્યાં જુઓ ત્યાં જૈન/સ્વામિનારાયણ ઓપ્શન હાજર માં હતો……! ધર્મ અને પેટ બંને સચવાયા……થેન્ક્સ શ્રીજી..!

20160111_143133.jpg

તો- ઘણુબધું……હૃદય નો મિજાજ ગરમ થઇ જાય એવું મસાલેદાર …..અવિસ્મરણીય….હતું ..અને  બધા ને સલાહ આપવામાં આવે છે કે- આવતીસાલ-જો તમે હો તો- આ ઉત્સવ નો લાભ અવશ્ય લેવો……. 🙂

સાથે સાથે અમદાવાદી સલાહ…..

  • યાર…ઓર્ગેનિક..ઓર્ગેનિક કરી ને પૈસા ન પડાવો…..કલિયુગ માં પેટ ને અને ખીસા ને આ બધું પચતું નથી….!
  • ખાણીપીણી ના ભાવ થોડાક ઓછા કરો ને યાર……!! શરબત ના ૨૦-૨૫ રૂપિયા પડાવો અને એ પણ  નાનો-ટચુકડો કપ…….!!!!! નો  ચાલે…..!
  • થેલીઓ આપવા નું રાખો…………ખરીદેલી લંકા ક્યાં લઈને ફરવાની????

એ હાલો ત્યારે…..! રાજી રહેજો…….નહીતો…થાય એ કરી લેજો……! 🙂

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s