Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા -૧૭/૦૧/૨૦૧૬

1 Comment

“….ભગવાનનું જે એક નિમિષમાત્રનું દર્શન તે ઉપર અનંત કોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાંખી દઈએ………….. અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંત કોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળાં કરીએ તો પણ તેના કોટિમા ભાગની બરોબર પણ થાય નહીં………..”

——————————

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃત-સારંગપુર-૧

સુખ ની વ્યાખ્યા શું? જેની પાસે  ધન-સંપત્તિ વધારે એ સુખી? ઉત્તર- સ્પષ્ટ છે……..ના….! પૈસો તમને સગવડ આપે છે પણ સુખ ની કોઈ ગેરંટી નથી આપતો…..સુખ  એટલે-અધ્યાત્મ કહે છે એમ -અંતર માં અખંડ શાંતિ….સંતોષ..!!! અને  આ સુખ….એક ભગવાન ને અંતર માં રાખવા થી જ મળે છે…….! ઉપરોક્ત વચનામૃત નો એક એક શબ્દ વાંચો…..સમજાઈ  જશે….! માટે જો સદાયે  માટે ..સાચા અર્થમાં   સુખિયા  થવું હોય તો- ધ્યેય  એક હરિ નું રાખવું..! એ  છે તો બધું જ છે…

ગયા રવિવારે શિબિર માં હતો આથી  રવિસભા માં હાજર ન રહી શક્યો આથી આ રવિવાર ની સભા  હું ચૂકવા  માંગતો ન હતો..છતાં હરિ નું સ્વાસ્થ્ય  નરમ-ગરમ હોવાથી  જરાક મોડો સભામાં પહોંચ્યો……શ્રીજી ના દર્શન ન થયા અને સંતો ના મુખે કીર્તન- ” સજની ટાણું  આવ્યું  રે  ભવજળ તરવા નું ” ચાલુ હતું………જીવન માં જે ક્ષણ પ્રથમ મળે-તે ભગવાન ભજવાની જ ક્ષણ છે….એ જ શુભ ઘડી  છે એમ માની મંડી પડવું….સંસાર ની જવાબદારીઓ સાથે સાથે ભજન નો પણ વેગ રાખવો- તો સુખ-દુખ માં સ્થિતપ્રજ્ઞ રહેવાય….!

5464_1657575814530251_3663529134150743112_n

ત્યારબાદ સત્પુરુષ ચરિત્ર – પ.પુ. સ્વામીશ્રી ના જીવન ચરિત્ર ના પ્રેરણાદાયક પ્રસંગો નું વિવેચન પુ.ધર્મતિલક સ્વામી ના મુખે થયા…..૨૦૧૧ ની સાલ ના પ્રસંગો નો સાર એટલો હતો કે….

 • એક ભગવાન જ સર્વ કર્તાહર્તા છે….એમ માની ને નચિંત રહેવું…કર્મ કરતા રહેવું…
 • સહનશક્તિ મોટો ગુણ છે….સહન કરતા શીખવું….
 • સત્પુરુષ નો પ્રભાવ-સાધુતા- જાતી,ધર્મ,ભાષા કે ભણતર થી ઉપર છે…..
 • આપણા ગુણાતીત પુરુષો- પોતાના દેહ ની પણ પરવા કર્યા વગર -પોતાના ભક્તો ના સુખાકારી માટે જીવ્યા છે….
 • પ.પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નો સ્વભાવ એવો કે- નાની નાની વાત માં પણ અત્યંત ચીવટ રાખી ને વર્તે…..એ નિયમ-ધર્મ હોય કે વ્યવહારિક કાર્ય….બધામાં સ્વામીશ્રી નું ધ્યાન સહજ હોય…

ત્યારબાદ- એ જ ગુણો ની પ્રતીતિ કરાવતો વિડીયો દર્શન ( સારંગપુર- ૧૪ જાન્યુઆરી-૨૦૧૬) રજુ થયો……સ્વામીશ્રી ની ૯૫ વર્ષે પણ તાજગી અને આંખો માં ચમક જુઓ તો સમજાય કે ગુણાતીત કોને કહેવાય…!!

જુઓ નીચેની લીંક…..

ત્યારબાદ  સભામાં પૂજ્ય ડોક્ટર સ્વામી જેવા સદગુરુ સંત હાજર હતા એમના હમેંશ ની જેમ- ધારદાર પ્રવચન નો લાભ મળ્યો……એમના પ્રવચન ની શરૂઆત આ પોસ્ટ ની શરૂઆત માં વર્ણવ્યું છે- તે સારંગપુર-૧ ના વચનામૃત થી થઇ…..જોઈએ આ પ્રવચન ના અંશ…

 • લોક ધારણા છે કે – જેટલું ધન વધારે એટલું સુખ વધારે …પણ શ્રીજી સ્વયમ કહે છે અને હજારો વર્ષ નો ઈતિહાસ કહે છે કે- ભગવાન ના અખંડ સુખ ની આગળ- ધન વૈભવ ના સુખ ની કોઈ વિસાત નથી……
 • સત્પુરુષ -આ જ સુખ ના ધણી છે…..ભગતજી મહારાજ અભણ હતા….ગૃહસ્થ હતા….તેમના વારંવાર અપમાન થતા હતા છતાં સુખી હતા અને અતિ વિધવાન એવા શાસ્ત્રીજી મહારાજે એમને ગુરુ કર્યા…..ભગતજી કાજે – શાસ્ત્રીજી મહારાજે – અપમાન-ભીડા વેઠ્યા…પણ એમની સત્પુરુષ પ્રત્યે ની પ્રીતિ ઘટી નહિ……
 • સમગ્ર શાસ્ત્રો નું બ્રહ્મસત્ય એ છે કે- શ્રીજી સાચા બોલા છે…..એમના એક એક શબ્દ બ્રહ્મસત્ય છે….અમૃત વચન છે…..૫૦ થી વધુ વચનામૃત એવા છે કે- જેમાં સત્પુરુષ નો મહિમા શ્રીજી એ વર્ણવ્યો છે…..ગીતા-કુરાન,બાઈબલ બધા ગ્રંથોમાં સત્પુરુષ ના મહિમા નું ગાન છે…..તેના વિષે સંશોધન /વાંચન આપણે કરવું જોઈએ….
 • ભગવાન ના વચનો માં આવી નિષ્ઠા આવે તો- જ આગળ વધાય…..શ્રીજી ક્યાં છે…કેવા છે..એમનું સ્વરૂપ કેવું છે…તેનો મહિમા કેવો છે??? એ જાણવું હોય તો વચનામૃત વાંચવા પડે…..
 • આપણ ને શ્રીજી મળ્યા એ- ચિંતામણી થી વિશેષ સુખ છે…..એ સમજી રાખવું…..
 • પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ એટલે……..હૃદય ની શુદ્ધિ…..એ સત્પુરુષ ના રાજીપા થી જ આવે…ગમે તેટલા તપ-વ્રત-દાન-ધરમ કરો..પણ કરવા નું તો આ જ છે…..સત્પુરુષ નો સમાગમ કરવાનો છે…..
 • સાચો શતાબ્દી ઉત્સવ એટલે- સંપ ની..પરિવાર માં એકતા ની વૃદ્ધિ, નિષ્કામ ધર્મ ની દ્રઢતા, બાળ ઘડતર માં વડીલો ની જાગૃતિ…….બાળકો ના સંસ્કાર માટે- માં-બાપ જવાબદાર અને એનાથી પણ વધુ સંતો જવાબદાર……સંતો- સંસ્કારી-ચારિત્રવાન સમાજ નું ઘડતર કરે…..બાળકો ને નાનપણ થી જ ભગવાન -પૂજા-નિયમ-ધર્મ સમજાય -એવી વ્યવસ્થા કરે તે જરૂરી છે…..

અદ્ભુત….અદ્ભુત…….! ડોક્ટર સ્વામી નો એક એક શબ્દ તલવાર ની ધાર જેવો હતો……..જો સમજાય તો તરી જવાય..!

ત્યારબાદ સભાને અંતે અમુક જાહેરાત થઇ…..

 • સંત વ્યાખ્યાન માળા- ૧૦ અને સ્વામીશ્રી ના ઉપદેશ નું એક પુસ્તક પ્રગટ થયું છે…..
 • ઉતરાયણ ના તહેવાર પર પક્ષી ને કાતિલ દોરી થી બચાવવા બદલ- આપણા મંદિર ના ત્રણ યુવકો નું જાહેર માં સન્માન કરવા માં આવ્યું……

તો- આજની સભા- એ બ્રહ્મ સત્ય પર હતી કે- સાચું અને અખંડ સુખ તો એક શ્રીજી માં જ સમાયેલું છે……..અહી તો આરંભ અને અંત- શ્રીજી જ છે…….જો એ છે તો બધું જ છે…..અને જો એ નથી તો બધું એકડા વગર ના મીંડા જેવું…!!!!!

સમજાય તો સુખ થાય…………

જય સ્વામિનારાયણ…..

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા -૧૭/૦૧/૨૦૧૬

 1. JSN, if possible, kindly record pravachan through mobile and upload. At present i m recording Pravachan but don’t know how to share it.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s