Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૨૦/૦૩/૨૦૧૬

Leave a comment

“….પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ  એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય; તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે….”

—————————————-

ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃતમ-વરતાલ-૧૯

જીવ માટે સૌથી મુશ્કેલ કાર્ય  કયું??? ઉત્તર આપતાં  શાસ્ત્રો  કહે છે કે  -જગતની  ઝંઝટો વચ્ચે સત્પુરુષ અને ભગવાન ની  યથાર્થ  ઓળખાણ થવી એ…!!! વડતાલ ના ચાર ચાર પેઢી ના  કોઠારી ગોરધનભાઈ ના  ભત્રીજા ગીરધરભાઈ એ વરતાલ-૧૯ ના  વચનામૃત પ્રમાણે સત્પુરુષ ને  શોધવા દાખડો-તપશ્ચર્યા કરી અને હરિકૃષ્ણ મહારાજે સ્વયમ પ્રગટ થઇ તે સમયના ગુણાતીત પુરુષ ભગતજી મહારાજ ની ઓળખાણ કરાવી …..અને ગીરધરભાઈ -વિજ્ઞાનદાસ સ્વામી તરીકે ત્યાગાશ્રમ સ્વીકારી એ ગુણાતીત પુરુષ ના ડંકા જગતમાં વગાડતા ગયા…..!!! બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે  સાધારણ ગૃહસ્થ ભગતજી મહારાજ ને ગુરુ તરીકે સ્વીકાર્યા …..અને અક્ષર પુરુષોત્તમ  સિધ્ધાંત ને મૂર્તિમંત કર્યો….આજે હજારો મંદિરો…. એ  સિધ્ધાંત ને , પ્રગટ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ થકી જીવમાત્ર સુધી પ્રસરાવી રહ્યા છે….! “સત્પુરુષ આ પૃથ્વી પરથી જતા જ નથી” એ ગુણાતીત વચન આજે સ્પષ્ટ દેખાય છે….! આજની સભા ભગવાન સ્વામિનારાયણ ના દ્રિતીય અધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની જન્મજયંતી ( ફાગણ સુદ પૂનમ-હોળી) ની પ્રતિક સભા રૂપે હતી…….! તો ચાલો આગળ વધીએ અને શરૂઆત કરીએ- શ્રીજી ના અદ્ભુત દર્શન થી…..

10628153_524561111065399_1635553485123209427_n

સભાની શરૂઆત- પુ.સંતો- અને યુવકો દ્વારા ધુન્ય-પ્રાર્થના થી થઇ……પુ.શુભ કીર્તન સ્વામી, પુ. વિવેક્મુની સ્વામી ,પુ.ધર્મ પ્રકાશ સ્વામી ( માણ વાળા સ્વામી) અને યુવકો એ  રંગ રાખ્યો…..કીર્તનમાં

 • બાજે બાજે રે……કે આવી ગયો ફાગણિયો…..
 • દેરીએ ડંકા વાગ્યા ..ભગતજી ….(રચયિતા-વનમાળી દાસ)

રજુ થયા……અને જાણે કે  બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ની શ્વેત વસ્ત્ર આચ્છાદિત છબી -હરિના રંગે રંગાઈ ગઈ…..અને હરિભક્તોના તન-મન એમાં વહી ગયા………!!!

04_London_Bhagatji_Maharaj_Jayanti_2014f

ત્યારબાદ- ભગતજી મહારાજ જન્મજયંતી મહોત્સવ પ્રસંગે- પુ.હરિચિંતન સ્વામી દ્વારા “ભાદરોડ ની લીલા” પ્રસંગનું રસપ્રદ વિવરણ થયું…..જોઈએ એના અમુક અંશ….

 • મહુવા નજીક ભાદરોડ ગામ છે..ત્યાં આગળ -બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ના ઈશક માં  મરણીયા થયેલા સંતો -વિમુખ થઈને ભગતજી ના દર્શને-રોકાણા અને ભગતજી મહારાજે જે જ્ઞાન..સ્નેહ…પ્રેમ ના ખજાના ખુલ્લા મુક્યા તેનો પ્રસંગ છે……! સંતો કહેતા કે- જો આ પ્રસંગની સ્મૃતિ કોઈ કરે તો તેના કામ-દોષ સર્વે ટળી જાય..!
 • ભગતજી મહારાજ નું સ્વરૂપ સ્વામી વિગ્નાનદાસ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ,જેઠા ભગત,બેચર ભગત સર્વે એ જાણ્યું….સમજ્યું  અને  એવા તો એમનામાં જોડાયા કે- દ્રેષવાળા સાધુઓ એ અપમાન કર્યા…ધોળા પહેરાવ્યા…સંપ્રદાય બહારકર્યા છતાં કોઈની નિષ્ઠા ડગી નહિ……અરે,ખુદ ભગતજી એ ચરિત્ર કરી સર્વે ને કાઢ્યા…..પોતાના થી દુર કર્યા છતાં -આ ભક્તો અટક્યા નહિ….અને છેવટે ભગતજી એ રાજી થઇ- સંતો-ને પોતાના સ્વરૂપની-શ્રીજી ના સ્વરૂપની- ગુણાતીત જ્ઞાન ને અઢળક વાતો કરી….અડધો રોટલો માંડ ખાઈ શકનાર કૃશકાય સાધુઓ ને ત્રણ ત્રણ રોટલા-રીંગણ નું શાક ખવડાવ્યું અને બદલામાં સંતો ને ભગતજી ને ચંદન અર્ચા નો અમુલ્ય લાભ મળ્યો….!!!!!!!  શ્રીકૃષ્ણ ભગવાન ની મહારાસ લીલા માં  જેમ ગોપીઓ -ભગવાનમાં એક થઇ ગઈ..તેમ અહિયાં- ભગતજી મહારાજ ના સ્નેહ માં -ભક્તો-સંતો એક થઇ ગયા…………..!!!
 • આમ ,જીવ એકવાર સત્પુરુષ ને  ઓળખે…એનામાં રહેલા પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ ને ઓળખે એટલે – બીજે ક્યાંય બંધાય જ નહિ……આ જ્ઞાન પોતે સમજે અને અન્યને પણ દ્રઢ કરાવે જેથી અન્યનું પણ કલ્યાણ થાય….

અદ્ભુત…..અદ્ભુત………! પુ.હરીચીન્તન સ્વામી ની સાહજિક અદા….અને રસપ્રદ નિરૂપણ થી સર્વને ભગતજી મહારાજે કરેલ દાખડો -રદયમાં ઉતાર્યો..સમજાયો…..!

ત્યારબાદ- પુ.વિવેક્મુની સ્વામી એ “માંગો માંગો ભગતજી…..” કીર્તન રજુ કર્યું……અને પછી પુ.શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા “ભગતજી મહારાજ ના જીવન ચરિત્ર અને ગુણાતીત પણા” પર માહિતીપ્રદ પ્રવચન રજુ થયું…..જોઈએ એના અમુક અંશ…

 • પ્રાગજી ગોવિંદજી -મહુવાના સામાન્ય ગૃહસ્થ હતા અને સદગુરુ સ્વામી યોગાનંદજી નો યોગ થી સત્સંગમાં પ્રવેશ થયો….અક્ષર મુક્ત ગોપાળાનંદ સ્વામી ની સાથે ૧૩-૧૩ વર્ષ સુધી સેવા કરી અક્ષર ના અમૃત પીધા અને જયારે ગોપાળ સ્વામી ધામ માં ગયા ત્યારે પ્રાગજી ભક્ત ને જુનાગઢ જઈ- ગુણાતીતાનંદ સ્વામી નો યોગ કરવાનું કીધું……! એકવાર ગુણાતીતાનંદ સ્વામી સાથે મન-કર્મ-વચને જોડાયા…સ્વામી ના  મૂળ સ્વરૂપ- અક્ષર સ્વરૂપ ને ઓળખ્યું..સમજ્યા પછી- ભગતજી મહારાજ પાછા પડ્યા નથી……! ગુણાતીત માટે દેહ કુરબાન કરી દીધો…..સતત સાડા ત્રણ વર્ષ સુધી એકધારી -દેહ ના ચુરા કરી દેતી સેવા કરી અને મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ – એક સામાન્ય -દરજી ગૃહસ્થ ને પોતાનું ગુણાતીત જ્ઞાન આપ્યું…બ્રહ્મરૂપ કર્યો…..અખંડ શ્રીજી આપ્યા…….અને આજ્ઞા કરીકે – સ્વામીનું અક્ષર પણા ની છડેચોક વાત કરવી…..!!
 • ભગતજી એ જે -આ વાત કરવામાં જેટલા અપમાનો સહન કર્યા છે તેટલા કદાચ સંપ્રદાય માં કોઈએ નહિ કર્યા હોય……વિમુખ થયા….હડધૂત થયા…માર પડ્યો….લાડવા માં ઝેર આપવામાં આવ્યું…..છતાં ભગતજી ડગ્યા નહિ….કોઈના પ્રત્યે લેશ માત્ર દ્રેષ-અણગમો નહિ…..અખંડ શાંતિ-સુખ એમના ચહેરા પર દેખાતા…..અને પરિણામે એ જ્યાં જાય ત્યાં લોકો-ભક્તો-સંતો-વિદ્વાનો ટોળે વળતા…….અતિ વિદ્વાન એવા શાસ્ત્રીજી મહારાજ એમના શિષ્ય થયા……….અને ભગતજી ની સેવા કરી અતિ રાજી કર્યા અને અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને મૂર્તિમંત કરવાનું બીડું ઝડપ્યું…….!!!
 • ભગતજી ભલે સીધા સાદા ગૃહસ્થ હતા……દરજી હતા પણ અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ને રાજી કર્યા અને બધા યોગ સિદ્ધ થયા …જ્ઞાન ની સરવાણી ઓ ફૂટી……મહા સમર્થ થયા…..બ્રહ્મરૂપ થયા…….! એ કહેતા કે જીવ જયારે સાંગોપાંગ ભગવાનમાં જોડાય ત્યારે ભગવાન એને વશ થઇ જાય છે…..અને એ ભગવાન સ્વામિનારાયણ ને પ્રતાપે એમનું ધાર્યું થાય છે……પીજ ના મોતીલાલ ભાઈ ને તેમના તપ ના ફળ સ્વરૂપ શ્રીજી મહારાજે દર્શન આપી કહ્યું કે ” વર્તમાન કાલે હું પ્રાગજી ભક્ત દ્વારે પ્રગટ છું…..તું તેમને ઉઘાડા કરીને સૌને ખબર કર…..મારી આજ્ઞા છે…”
 • એ જ ભગતજી મહારાજ- શાસ્ત્રીજી મહારાજ ને પોતાનો કોડીલો લાલ કહેતા અને શાસ્ત્રીજી મહારાજે -જે જુનાગઢ માં ભગતજી નું અપમાન થયું હતું ત્યાં જ -આચાર્ય મહારાજ ના જેવું જ..એમની સાથે જ….મહા સન્માન કરાવડાવ્યું…..ગુણાતીત જ્ઞાન ના  ડંકા ચારેકોર વગાડ્યા…..! અને ભગતજી ના ગુણાતીત જ્ઞાન ના અધ્યાત્મિક વારસ બન્યા…….!

અદ્ભુત…..અદ્ભુત……….સત્પુરુષ આ પૃથ્વી પર થી જતા જ નથી….એ ગુણાતીત વિધાન ને – શ્રીજી ના વિધાન ને બ્રહ્મસત્ય સાબિત કર્યું છે………..સાબિતી આપણી નજર સમક્ષ જ છે…..જુઓ પ્રમુખ સ્વામી મહારાજ..!!

ત્યારબાદ- આવી રહેલા ફૂલદોલ મહા ઉત્સવ અંગે અમુક જાહેરાતો થઇ……

 • તારીખ ૩૦/૩ થી સારંગપુર ખાતે સંત શિબિર શરુ થાય છે……આથી ત્યાં આગળ હરિભક્તો માટે ઉતારા બંધ છે….
 • ફૂલદોલ ઉત્સવ- અગાઉ જણાવ્યા મુજબ- કોઈ મોટા ઉત્સવ તરીકે સારંગપુર ખાતે નથી….આથી જે તે વિસ્તાર ના મંદિરોમાં નિયમ મુજબ જ ઉત્સવ ઉજવવાનો છે…..

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ની નિશ્રા માં-ઉજવાયેલા ફૂલદોલ ઉત્સવ ના દર્શન નો અમુલ્ય લાભ વિડીયો માધ્યમ થી મળ્યો…..સાથે સાથે સ્વામીશ્રી ના એ સમય ના આશીર્વચન નો પણ લાભ વિડીયો દર્શન થી મળ્યો…….!!! અદ્ભુત સ્મૃતિ…..દર્શન…….!જોઈએ એક એવો જ આશીર્વચન નો વિડીયો નીચેની લીંક દ્વારા…..

( સૌજન્ય-બેપ્સ ચેનલ્સ -યુટ્યુબ )

તો ચાલો- શ્રીજી ને- સ્વામી ને પ્રાર્થના કરીએ કે- ભગતજી મહારાજ જેવા સેવા,આજ્ઞા પાલન ના ગુણ આપણા માં પણ આવે…………! આ દેહે કરીને- મને કરીને-જીવે કરીને- સ્વામી-શ્રીજી ને રાજી કરી શકીએ એટલે – આ જન્મારો સફળ.!!!!

જય સ્વામિનારાયણ….

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s