Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૧૭/૦૪/૨૦૧૬

1 Comment

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરોએ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે……… અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહીં……….

તે આશરામાં ત્રણ ભેદ છે.

૧) એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં. અને

૨)  બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે, તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે. અને

૩) ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય……….. તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરુષપ્રકૃતિરૂપે વર્તે છે તથા વિરાટપુરુષરૂપે વર્તે છે તથા બ્રહ્માદિક પ્રજાપતિરૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિકરૂપે વર્તે છે એ સર્વ રીતને સમજી જાણે; અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય…….. એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહીં……… ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં………….. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહીં…………”

————————————

વચનામૃતમ-ગઢડા પ્રથમ-૩૩

ભગવાન ને  રાજી  કરવાના  અનેક સાધનો હશે પણ શ્રેષ્ઠ સાધન તો  ભગવાનમાં  દ્રઢ વિશ્વાસ….દ્રઢ નિષ્ઠા….દ્રઢ  આશરો જ છે…જો  એ  હશે તો બીજા સાધનો ન્યૂન હશે તો પણ ચાલશે……!!! તો આજની એકાદશી ની રવિસભા -આ દ્રઢ આશરા ના પ્રતિપાદન…મહિમા ના ગાન માટે હતી…..! આપણ ને તો સત્પુરુષ મહા સમર્થ મળ્યા છે…આશરો દ્રઢ નહિ હોય તો એ હેતે-પ્રીતે-રીતે કરાવી ને પણ કસર ટાળશે……એટલે આપણે તો એ  સત્પુરુષ ને બસ રાજી જ કરવાના છે…..

સભામાં ગોઠવાયા પહેલા મારા વ્હાલા ના મનભરી ને દર્શન કરવા માં આવ્યા……

12985400_1693874294233736_1188693400595693070_n

અને સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે યુવક મિત્રો દ્વારા “સ્વામિનારાયણ નામ મારા વ્હાલા..” ધુન્ય ચાલી રહી હતી….ધુન્ય પૂરી થઇ એટલે કીર્તન ” સુખસાગર હરિવર સંગે…” અને  ” સર્વે માન તજી શામળિયા ..” મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન નો લાભ મળ્યો…….

પુ.વિવેકશીલ સ્વામી એ  “પ્રમુખ સ્વામી મહારાજ ની પરાભક્તિ” પર અનેક રસપ્રદ પ્રસંગો દ્વારા મનોનીય પ્રવચન કર્યું….જોઈએ એનો સારાંશ….

 • જેમ શ્રીજી મહારાજે પોતાના ગુરુ રામાનંદ સ્વામી ને પત્ર માં  લખ્યું હતું કે -મીઠા વગર ની રસોઈ નકામી હોય છે તેમ મનુષ્ય ના જીવનમાં જો ભક્તિ ન હોય..ભગવાન ન હોય તો એ જીવન ક્ષુલ્લક કહેવાય……..
 • પ્રગટ અક્ષર બ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન ને માઈક્રોસ્કોપ થી જુઓ તો સમજાય કે- એમના જીવન ની પ્રત્યેક ક્રિયા…ક્ષણ માં  એક શ્રીજી ને  જ આગળ રાખ્યા છે…….કોઈ સન્માન ની વાત હોય…કોઈ નવી વસ્તુ પ્રસાદી ની કરવાની હોય…..અરે હાર સ્વીકારવા નો હોય…તો પણ શ્રીજી જ સદાયે આગળ જ હોય..!
 • આત્મનિવેદી ભક્તિ નું જીવંત અને સર્વોચ્ચ સ્વરૂપ હોય તો એ છે –  પ્રમુખ સ્વામી મહારાજ……….એમના હરિકૃષ્ણ મહારાજ ને થાક લાગ્યો છે…આરામ ની જરૂર છે……ભૂખ લાગી છે……એનો વિચાર સદાયે એમના અંતર માં રહ્યો છે……….!

અદ્ભુત…..અદ્ભુત…………! આવી ભક્તિ તો ભગવાન ના અખંડ ધારક સંત જ કરી શકે……….! ત્યારબાદ સ્વામીશ્રી  ના સારંગપુર ખાતે ના વિચરણ- ૯-૧૦ એપ્રિલ ,૨૦૧૬ ના દર્શન  વિડીયો ના માધ્યમ થી થયા……જે નીચેની લીંક થી તમે પણ કરી શકો છો…..

 

https://youtu.be/A4ebN5HjiGs

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી જેવા વિદ્વાન સંત દ્વારા ” ગઢડા પ્રથમ-૩૩” વચનામૃત પર રસપ્રદ પ્રવચન થયું……જોઈએ એના અમુક અંશ….

 • વચનામૃત ગઢડા પ્રથમ-૩૩ માં શ્રીજી એ કહ્યું છે તેમ……શ્રીજી નો દ્રઢ આશરો જ  શ્રીજી ને રાજી કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે..સાધન છે….પણ આપણા જીવ ની વૃત્તિઓ સ્થિર નથી…આથી આ -માર્ગ આપણા માટે મુશ્કેલ છે…..
 • Revival….Reform..Contribution ..એ શ્રીજી એ આપેલા અદ્ભુત આશીર્વાદ આપણા પર છે…….Revival એટલે કે  સદગુણો નું પુનર્જીવન…સમાજ ને જીવંત કર્યો………Reform …જીવમાત્ર..સમાજમાત્ર  નું પરિવર્તન…. ..Contribution…સમાજ માં  ઉચ્ચ નૈતિકતા નું સંપાદન….ગુણાતીત સંત દ્વારા કલ્યાણ નો માર્ગ ચાલુ રાખવાનું યોગદાન…….એમના અનેક જીવન પ્રસંગ દ્વારા જાણવા મળે છે…..
 • ગુણાતીત સંત દ્વારા સદાયે પ્રગટ રહેવાનું……એમના દ્વારા કલ્યાણ નો માર્ગ ચાલુ રાખવાનું યોગદાન આજે પણ સ્પષ્ટ દેખાય છે…………
 • અંગ્રેજી માં એક શબ્દ છે…..entropy….સમયકાળ ની સાથે એનર્જી લેવલ માં થતો ઘટાડો- જો અધ્યાત્મિક ભાષા માં જોવામાં આવે તો – શારીરિક…માનસિક બળ માં -સંજોગ-કાળ-વય સાથે થતા ઘટાડા સાથે સરખાવી શકાય……પણ જો એમાં  આદ્યાત્મિક બળ અર્થાત Spiritual energy મજબુત હોય તો શારીરિક અને માનસિક બળ માં થતો ઘટાડો…..અસરકારક નથી રહેતો…….! સદ્ગુરુ સ્વરૂપાનંદ સ્વામી જયારે બીમાર પડ્યા ત્યારે શ્રીજી એ એમના ખબર અંતર પૂછ્યા તો- સ્વામી બોલી ઉઠ્યા…..” ટટ્ટુ ( અર્થાત દેહ)  બીમાર હૈ…અસવાર ( અર્થાત જીવ)  તાજા હૈ…” માટે અંતર નું બળ મજબુત કરો…..
 • જો આશરો દ્રઢ હોય તો મન નિશ્ચિંત રહે…….સ્થિર રહે………..નિર્ભય રહે….
 • પ.પુ.મહંત સ્વામી તો કહે છે કે- જો નિયમ ધર્મ દ્રઢ રહે તો આશરો દ્રઢ થાય…….નિષ્ઠા દ્રઢ થાય…..
 • શ્રીજી નો આશરો દ્રઢ રહે તે પુરતો નથી…..પણ સાથે સાથે શ્રીજી કહે છે એમ……અધ્યાત્મ માં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ પાછા વળી ને અંતર ને તપાસતા રહેવું……..ચકાસતા રહેવું……….કે આપણો આશરો કેટલો દ્રઢ થયો છે……
 • અને જો સત્સંગ માં નિષ્ઠા કે આશરો દ્રઢ ન હોય…..એનો મહિમા દ્રઢ ન હોય……તો જીવ સહેજ કપરો કાળ આવે…..વિપરીત સંજોગ આવે…સહેજ અપમાન થાય તો સત્સંગ ચૂંથાઈ જાય……..માટે સત્સંગમાં પ્રગતિ નો માર્ગ- એ દ્રઢ આશરો જ છે………
 • સત્સંગમાં ખમતા શીખવું……..એ આશરો દ્રઢ બનાવે છે………….
 • શ્રીજી ના સમય માં પણ વજીબા જેવા પરમ ભક્ત હતા તો આજે પણ પ્રમુખ સ્વામી મહારાજ ના સમય માં અનેક ભક્તરાજ આવો જ અનન્ય દ્રઢ આશરો ધરાવે છે….પતિવ્રતા ની ભક્તિ ધરાવે છે……..પોતાનું સર્વસ્વ – સ્વામી ના એક ઈશારે અર્પણ કરવા તૈયાર રહે છે………

અદ્ભુત……અદ્ભુત…………..!!! આવો દ્રઢ આશરો આપણ ને છે????? જો આવી દ્રઢ નિષ્ઠા થાય તો જીવ સ્થિતપ્રજ્ઞ થઇ જાય……..અને એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા સમજે..માને….અને સુખ-દુખ માં સ્થિર રહી શકે………..

સભાને અંતે- અક્ષરધામ વાસી થયેલા ભક્તરાજ માટે સ્વામિનારાયણ ધુન્ય થઇ………….

આપણો તો એક જ નિર્ધાર…………..આપણે તો સત્પુરુષ ના સંગે- શ્રીજી ના સ્વરૂપ ની દ્રઢ નિષ્ઠા કરવી છે……એક એમના જ આશરા ને દ્રઢ કરવો છે…….શ્રીજી રાજી થાય એવા શરણાગત બનવું છે………….!!!

જય સ્વામીનારાયણ…..

રાજ

 

Advertisements

One thought on “BAPS રવિસભા-૧૭/૦૪/૨૦૧૬

 1. thank u for i got the labh of ahmedabad ravisabha

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s