Raj Mistry's world

Me,my stories and world around….

BAPS કીર્તન રવિસભા -૧/૫/૨૦૧૬

1 Comment

જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં….૦
મોળીડા ઉપર નવલ કલંગી, શોભે છે અતિ સારી… માવા રે..૦
હેત કરીને હૈડાની ઉપર, માળા મોતીડાંની ધારી… માવા રે..૦
અતિ રે શોભે છે છાતી ઊપડતી, ચાલ જગતથી ન્યારી… માવા રે..૦
બ્રહ્માનંદ કહે આ છબી ઉપર, સર્વસ્વ નાખું વારી… માવા રે..૦


બ્રહ્માનંદ સ્વામી

સંવંત ૧૯૮૫-મહા સુદી છઠ નો શુભ દિવસ……સારંગપુર  મહાતીર્થ સ્થાન માં  અક્ષર પુરુષોત્તમ  મહારાજ નું ગગનચુંબી મંદિર આકાર લઇ રહ્યું હતું……હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ નું સ્થાપન થયું હતું….બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના મુખે “..જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં…” કીર્તન નો બ્રહ્મનાદ રેલાઈ રહ્યો હતો…અને  તત્કાલીન વડતાલ આચાર્ય મહારાજ લક્ષ્મીપ્રસાદ ના સુપુત્ર રાધારમણ પ્રસાદ એકીટસે એ મૂર્તિ નું દર્શન કરી રહ્યા  હતા…..બ્રહ્મ સ્વરૂપ ના  સુર અને  પરબ્રહ્મ ના  દર્શન -નો સંગમ..રાધારમણ પ્રસાદ ને સમાધિ પ્રકરણ માં ખેંચી ગયો…!!! શ્રીજી મહારાજ ના  સમાધિ પ્રકરણ પછી ઘણા સમયબાદ નું એ સમાધિ પ્રકરણ શાસ્ત્રીજી મહારાજ દ્વારા ફરીથી શરુ થયું હતું….એમાં શ્રીજી ની જ કૃપા હતી…..! આ હતો કીર્તન…હરિ ના  દર્શન નો અદ્ભુત સમન્વય..જે સત્પુરુષ દ્વારા ..શ્રીજી ની કૃપા સમાધિ નું નિમિત્ત બન્યું…..!!!! આજે સભામાં એવો જ માહોલ હતો…સારંગપુર વિદ્યામંદિર થી પધારેલા વિદ્યાર્થી મંડળ દ્વારા અદ્ભુત કીર્તન આરાધના નો જે માહોલ ઉભો થયો કે જાણે કે સમગ્ર સભા સમાધિ માં જ ડૂબી ગઈ….! તો ચાલો….એ કીર્તન સભાને  શબ્દ દેહે માણીએ….

અમદાવાદ આજકાલ ૪૩-૪૫ ડીગ્રી ગરમી માં શેકાઈ રહ્યું છે…..અને સાંજ લગભગ ૮ વાગ્યે પડે છે….આવા સમયમાં હૈયે હૈયું દળાય -એટલી ભીડ રવિસભામાં ઉમટે -એ  શ્રીજી નું પ્રગટ પ્રમાણ જ કહેવાય…..!! શ્રીજી ના અદ્ભુત દર્શન કર્યા….

13082577_542379242616919_3562701539582650633_n

સભામાં ગોઠવાયા ત્યરે સારંગપુર વિદ્યામંદિર ના આ નાના પણ રાઈ ના દાણા…..સ્ટેજ પર “શસ્ત્ર” સરંજામ સાથે ગોઠવાયા હતા……ધુન્ય…પ્રાર્થના….ના  બહુ વચની સુરો ચારે તરફ સભાને ગુંજવી રહ્યા હતા……..અને પછી જે અદ્ભુત કીર્તન…..કીર્તન ની વચ્ચે મીઠી મધુરી કોમેન્ટ્રી……ની સરવાણી શરુ થઇ …..તે દર્શનીય હતી….જોઈએ એ કીર્તન આરાધના ની પ્રસ્તુતિ…..સારાંશ…

20160501_184939.jpg

  • મન નો મોરલીયો રટે તારું નામ….મારી ઝુંપડી એ આવો ઘનશ્યામ …..( ગાયક-નીલકંઠ)
  • આ કાયામાં થી હંસલો અચાનક ઉડી જશે….( ગાયક-હાર્દિક)
  • જોઈ મૂરતિ મનોહર તારી, માવા રે મારાં નેણાં લોભાણાં…….( ગાયક-આકાશ)
  • શોભે શોભે રસીક્વર છેલ રે……( ગાયક-ગુંજન)
  • દિખલા દીદાર પ્યારા ..મેહબૂબ હમારા…..( ગાયક- ગુંજન..આકાશ..કોરસ)
  • સંત સમાગમ કીજે…..( શાસ્ત્રીય રાગમાં)
  • ધન્ય ધન્ય હે સ્વામી …….
  • દોહા-છંદ ની રમઝટ ………એટલી અદ્ભુત હતી કે  સભા -બાળકો સાથે ઝૂમી ઉઠી……તાળીઓ ના અસ્ખલિત ગડગડાટ અટકવાનું નામ જ નહોતો લેતો……!!!

સતત દોઢ-પોણા બે કલાક સુધી ચાલેલા આ ભવ્ય..અવિસ્મરણીય કીર્તન આરાધના એ સૌના હૃદય ને તાજા કરી દીધા……..વક્તા એ કહ્યું કે- આ વિદ્યાર્થીઓ માત્ર ગાવામાં જ નહિ…પણ રાજ્ય લેવલે -ભણવામાં પણ નંબર લાવે છે……૧૦૦% રીઝલ્ટ સાથે આવી ભક્તિ…..કીર્તન-સેવા….પછી બાકી શું રહે???? આ બાળકો એ – સારંગપુર મંદિર શતાબ્દી મહોત્સવ( ૧૩ મેં-૨૦૧૬..સાંજે ૭ વાગ્યે…સૌને સહર્ષ આમંત્રણ છે..) પ્રસંગે આવી ૨૫ કીર્તન આરાધના નો સંકલ્પ કર્યો હતો…….અમદાવાદ ની આ આરાધના ૨૩ મિ હતી…….અને છેલ્લી કીર્તન આરાધના સ્વયમ સત્પુરુષ- પ્રમુખ સ્વામી મહારાજ આગળ થવાની છે……….!!!

સભાને અનુચિત પ્રવચન માં  પુ.કોઠારી આત્મકીર્તી સ્વામીએ કહ્યું કે – લક્ષાવધી મનુષ્યો ને સમાધિ થવી એ શ્રીજી નું એક પુરુષોત્તમ હોવાનું લક્ષણ હતું…..અને આજની સભા એવી જ રહી…કે જ્યાં સત્પુરુષ અને શ્રીજી પ્રગટ પ્રમાણ છે……સારંગપુર વિદ્યામંદિર માં વિદ્યાદાન ની સાથે સાથે સંસ્કાર-ઘડતર નું જે કાર્ય થાય છે…એવું તો કદાચ આપણા ઘરે પણ ન થઇ શકે…….!! અંતર ના સંતાપ શમાવવા આવા ઘડતર…સંસ્કાર…વિદ્યા-જ્ઞાન ની જરૂર પડે…અને એ માટે -સત્પુરુષ અને શ્રીજી ને નિરંતર સાથે રાખવા પડે…….!! એટલે વધુ સુખ માટે એમની સાથે વધુ જોડાવવું પડે…..!

અંતે જાહેરાત થઇ કે- મંદિર અને બાળ સંસ્કાર -પર અંગ્રેજીમાં એક પુસ્તક પ્રગટ થયું છે………માં-બાપ અને શિક્ષકોએ જરૂર વસાવવું…..

સાથે સાથે ગ્રીષ્મ પારાયણ ની પણ જાહેરાત થઇ……

This slideshow requires JavaScript.

તો આજની સભા અદ્ભુત હતી…..અવિસ્મરણીય હતી……..સમાધિ ની શરૂઆત કરાવે એવી હતી…..સત્સંગનો સહજ માર્ગ પ્રશસ્ત કરાવે એવી હતી……..!! કોટી કોટી વંદન વિદ્યામંદિર ના તેજસ્વી વિદ્યાર્થીઓ ને કે- જેમના લીધે સત્પુરુષ અને શ્રીજી ના મહિમા..રાજીપા નો માર્ગ સહજ સમજાયો……!

બસ- એક એમના રાજીપા નો જ વિચાર કરવો………જો એ થશે તો બધા જ રાજી થશે..!

જય સ્વામીનારાયણ….

રાજ

One thought on “BAPS કીર્તન રવિસભા -૧/૫/૨૦૧૬

  1. Very Nice Congrlatulation Students of Sarangpur Vidyamandir

    . Jay swaminarayan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s