Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૮/૫/૨૦૧૬

Leave a comment

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

“એકાદશ સ્કંધના બારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે, ‘અષ્ટાંગયોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એણે કરીને હું તેવો વશ થતો નથી, જેવો સત્સંગે કરીને વશ થઉ છું;’ એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતાં સત્સંગ અધિક થયો. તે જેને સર્વ સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષનાં કેવાં લક્ષણ હોય?”

પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં……….. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“જેને ભગવાનના સંતને વિષે જ આત્મબુદ્ધિ છે. ………..જેમ કોઈક રાજા હોય ને તે વાંઝિયો હોય ને પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે ને મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં અને કોઈકના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં; શા માટે જે, એ રાજાને પોતાના દીકરાને વિષે આત્મબુદ્ધિ થઈ ગઈ છે. એવી જેને ભગવાનના ભક્તને વિષે આત્મબુદ્ધિ થાય છે …………તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે…………


વચનામૃતમ-ગઢડા મધ્ય-૫૪

ભગવાન ને  રાજી કરવાનો  ઉપાય….એ  પણ  સહજ  ઉપાય એટલે- ભગવાન ના  ભક્ત નો  મહિમા સમજવો…..એનામાં આત્મબુદ્ધિ રાખવી……એનામાં અભાવ ગુણ ન લેવો….! એટલે  સાચો સત્સંગ થાય શ્રીજી -સહજમાં વશ થાય…..! સત્સંગ સભાની વિશેષતા જ આ છે……જો  એ સમજાય તો જીવ આઘોપાછો ન થાય….જીવન માં  સત્સંગ પ્રધાન થઇ જાય…બાકી બધું ગૌણ થઇ જાય..! ભગતજી મહારાજ ની જેમ -બધા હરિભક્તો બ્રહ્મ ની મૂર્તિઓ જ લાગે……!તો આજની સભા આ -બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ ના આ પ્રિય વચનામૃત પર હતી…..ભગવાન ના ભક્ત ના મહિમા પર હતી….

કાળઝાળ ગરમી વચ્ચે પણ સત્સંગ ની શીતળતા સ્પર્શી ગઈ…….સભામાં હરિભક્તો ની મોટી હાજરી હતી….અને એ  શીતળતા નો સ્ત્રોત..ધ્યેય…સાર- શ્રીજી તો જીવને હમેંશ ની જેમ લોભી રહ્યો હતો…..ચાલો દર્શન કરીએ…..

13119125_1702405863380579_7143907381880532680_n

સભાની શરૂઆત સંતો-યુવકો દ્વારા ” સ્વામીનારાયણ નામ…..ભજમન સ્વામિનારાયણ……” ધુન્ય દ્વારા થઇ…..અને ભક્તિ નો એક માહોલ બંધાઈ ગયો……ત્યારબાદ અતિ કુશળ…કલાકાર ..શિકાગો યુનીવર્સીટી માં પ્રોફેસર -એવા મિત્ર શ્રી યોગી ત્રિવેદી ના મધુર સ્વર માં પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન…” ગુણ સાગર ઘનશ્યામ….સુખસાગર જેનું નામ..” રજુ થયું…….એના ઘૂંટાયેલા સ્વર જેમ જેમ વહેતા ગયા તેમ તેમ…શ્યામ સુંદર ની  એ મનોહર છબી મનોપટલ પર ઉભરતી ગઈ…….! કીર્તન ના શબ્દ-સ્વર કોઈ પણ જીવને ભક્તિ ના મહાસાગર માં ડુબાડી શકે છે ..એ આનું ઉદાહરણ છે….

Ch7wxO0UoAEbt2a

ત્યારબાદ વૈરાગ્યનિધિ સ્વામી દ્વારા ૧૯૮૫ થી ૨૦૦૯ સુધી ના સમયકાળ દરમિયાન પુ.સ્વામીશ્રી ના જીવન ચરિત્ર પ્રસંગો નું વર્ણન થયું…..સાર એક જ હતો- ભગવાન ને સદાયે આગળ રાખવા….અખંડ રાખવા….બધું એમના રાજીપા અર્થે જ કરવું……એમના દાસાનુદાસ થવાનું સુખ જ લેવું….! જે અણસમજુ ..મૂરખ લોકો એમ કહે છે કે- શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા માં વ્યક્તિ પૂજા થાય છે…..ભગવાન ને કોરાણે મૂકી દીધા છે……એ બધા આ સંસ્થા-એના સિધ્ધાંત-ગુણાતીત પુરુષો અને સંતો ને જાણતા જ નથી…..સમજતા જ નથી…! અહી તો જે દાસ થાય એ મોટો…….એક ભગવાન ને કેન્દ્ર માં રાખી ને જ સર્વ કાર્યો થાય…….!

ત્યારબાદ પુ.શ્રીહરિ સ્વામી જેવા વિધવાન સંત દ્વારા ગઢડા મધ્ય-૫૪ -વચનામૃત પર મનોનીય પ્રવચન થયું…..જોઈએ સારાંશ….

  • આ વચનામૃત સમજાય તો બાકી કઈ સમજવાનું બાકી ન રહે……! બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે- જે કલ્યાણ અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા થી થાય…તે કલ્યાણ – ભગવાન ના ભક્ત માં આત્મબુદ્ધિ રાખવા થી થાય…..
  • અધ્યાત્મ માર્ગમાં ભગવાન ની ભક્તિ વગર કશું સિદ્ધ થતું નથી…અને સત્પુરુષ વગર કશું સમજાતું નથી..સિદ્ધ થતું નથી….માટે જ સત્પુરુષ એકડો છે……અને બાકી બધું મીંડા..!
  • સત્પુરુષ નો મહિમા સમજવો…એનો મન-કર્મ-વચને સંગ કરવો એનું નામ જ સત્સંગ…..
  • એક એનામાં ….આત્મબુદ્ધિ થાય તો ભગવાન ના પ્રત્યેક ભક્ત માં સહજ આત્મબુદ્ધિ થાય……
  • આત્મબુદ્ધિ થવી-એની નિશાની એટલે…..
  1. એક ભગવાનમાં…સત્પુરુષમાં…એના ભક્તમાં દ્રઢ પ્રીતિ થવી…….ભગવાન અને મોટા પુરુષ કેમ રાજી થશે -એનો વિચાર હરપળ રહે…એ પ્રમાણે વર્તાય…
  2. ભક્ત માત્ર -માટે ભીડો ખમાય
  3. ભગવાન ના સાચા ભક્ત ની કોઈ ક્રિયામાં અભાવ ન આવે…….એના અભાવગુણ ન લેવાય….વાંચો  અંત્ય-૩૯; મધ્ય-૧૯, અંત્ય-૮….ગઢડા મધ્ય-૫૭ નું વચનામૃત વાંચો…..
  4. સત્પુરુષ ની વાત માં કોઈ સંશય ન થાય……એની અનુવૃતી માં સહજ રહેવાય…..
  5. પોતાને આત્મસત્તા રૂપ….બ્રહ્મરૂપ મનાય……વાંચો વચનામૃત- મધ્ય-૮ અને મધ્ય-૨૧

અદ્ભુત….અદ્ભુત……! પુ.શ્રીહરિ સ્વામી નું ઊંડું જ્ઞાન……રસપ્રદ પ્રસંગો ની ગૂંથણી…….અને સિધ્ધાંત નો ડંકો……સર્વે ને  પ્રભાવિત કરી ગયો…….!! ત્યારબાદ અમુક જાહેરાતો થઇ…

  • ૧૩ મેં-૨૦૧૬- સારંગપુર નૈમિષારણ ક્ષેત્ર માં- બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બાંધેલા ત્રિ મંજિલ -ગગનચુંબી મંદિર નો શતાબ્દી ઉત્સવ છે…..સમય-સાંજે-૭ થી ૧૦ છે….સર્વને ભવ ભર્યું આમંત્રણ છે….
  • ૧૫ મેં-૨૦૧૬ -અમદાવાદ શાહીબાગ મંદિર નો ૫૪ મો પાટોત્સવ છે……સવાર થી જ અભિષેક ઉત્સવ સાથે ના પ્રોગ્રામ છે….
  • ૧૯-૨૦-૨૧ મેં- સમજે- ૮ થી ૧૧- સ્થળ-ગુજરાત કન્વેન્શન સેન્ટર -વક્તા- પુ.બ્રહ્મવિહારી સ્વામી- સ્વામીશ્રી ના જીવનમાં ૯ ગુણ ….પર પ્રવચન છે…..અવશ્ય લાભ લેવો…
  • ૨૬-૨૭-૨૮- મેં- પુ.આદર્શજીવન સ્વામી જેવા અતિ વિધ્વ્વાન- ડબલ પીએચડી -સંત દ્વારા – “પારિવારિક સંબંધો” પર પ્રવચન છે….સ્થળ- પ્રમુખ વાટિકા-શાહીબાગ

ત્યારબાદ પુ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા પ્રસંગોચિત પ્રવચન થયું………પુ.શ્રીહરિ સ્વામી ના વખાણ કરતા સ્વામી એ કહ્યું કે- શ્રીહરિ સ્વામી ને યોગીબાપા કહેતા કે તમે મારા હૃદય માં છો…..! સારંગપુર મંદિર નો ઈતિહાસ અજોડ છે….જે જમાનામાં -આપણા સંતો ના અપમાન થતા…..બંડિયા કહી ને તિરસ્કાર થતો..એક એક પાઈ ના ફાફા હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજે – આવા ગગનચુંબી મંદિરો બાંધ્યા…વિરોધીઓ ના મોઢા બંધ કરી દીધા…..અક્ષર પુરુષોત્તમ મહારાજ નો જય જયકાર કરી દીધો……..! આજે- ડોક્ટર-એન્જીનીયર-સીએ થયેલા અતિ શિક્ષિત યુવાનો -ત્યાગી થઇ જાય છે……..એ દિવ્ય ચમત્કાર જ છે……૧૦૦૦ સંતો થઇ જાશે……અને વધતા જ રહેશે……!!!

સભાને અંતે અમુક ઓડીઓ પ્રકાશન નું વિમોચન થયું…….આવતા રવિવારે પુ.આત્મસ્વરૂપ સ્વામી -રવિસભામાં લાભ આપશે…….એની જાહેરાત થઇ….

તો- શ્રીજી ના  ભક્ત…સત્પુરુષ અને સત્સંગ નો મહિમા સમજતા રહેવું…….એનામાં આત્મબુદ્ધિ રાખવી…તો ભગવાન જરૂર વશ થશે….

 

જય સ્વામિનારાયણ………………….

 

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s