Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૧૫/૫/૨૦૧૬

Leave a comment

ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય, ને તેની સેવાને વિષે અતિશય શ્રદ્ધા હોય, ને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય, તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી………………

જ્યારે જીવને અંત સમો આવે છે ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રકટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એવો ભગવાનનો ને ભગવાનના ભક્તનો મહિમા મોટો છે. અને ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે, એને વિષે તો મનુષ્યભાવ લાવવો જ નહીં.…………..

ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન-કર્મ-વચને શુદ્ધભાવે કરીને સેવવા…………..”


ભગવાન શ્રી સ્વામિનારાયણ-ગઢડા મધ્ય-૬૩

ગુણગ્રાહક દ્રષ્ટિ  જ  સત્સંગમાં  આગળ વધવાની ચાવી છે……જો ભગવાનના  ભક્તનો  સહેજ પણ અવગુણ આવ્યો…મનુષ્યભાવ પરઠાયો તો સત્સંગમાં થી  પતન પાકું..! બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ના  અનેક અપમાનો થયા…અતિશય તિરસ્કારો થયા પણ એમના મુખ પર  અખંડ આનંદ અને શાંતિ ના શેરડા જોઈ વડતાલ ના આદિ કોઠારી ગોરધનભાઈ પૂછી બેઠા …કે આટઆટલા અપમાન પછી પણ આટલો આનંદ કેમ રહે છે??? ઉત્તર માં  ભગતજી બોલ્યા….ભગવાનના પ્રત્યેક ભક્ત ને હું બ્રહ્મની મૂર્તિ જ સમજુ છું……..એટલે જ આવો આનંદ રહે છે..!! તો આજની સભા- આવી નિષ્ઠા….આવા મહિમા વંત ગુણાતીત પુરુષો ની ગાથા પર હતી…..

અમદાવાદ શાહીબાગ મંદિર આજે એનો ૫૪મો પાટોત્સવ ઉજવી રહ્યું છે…અને ભક્તોના ઉત્સાહ ને ૪૫ ડીગ્રી ની જલદ ગરમી પણ રોકી ન શકી…..આખો સભા ખંડ હરિભક્તો થી ઉભરાઈ રહ્યો હતો…..અને શ્રીજીના દર્શન તો અદ્ભૂત હતા….

This slideshow requires JavaScript.

સભાની શરૂઆત યુવકો અને સંતો દ્વારા ધુન્ય અને કીર્તન દ્વારા થઇ….”તોરી મોરી પ્રીત ના છૂટે રે….” રચયિતા પ્રેમાનંદ સ્વામી……”આજ મને સામો મળ્યો રે…..” રચિયતા બ્રહ્માનંદ સ્વામી ..અને પુ.વિવેક્મુની સ્વામી દ્વારા સ્વરિત અને બ્રહ્માનંદ સ્વામી રચિત “હરિવર હીરલો રે…” રજુ થયા…….ગરમીમાં -અંતરની શીતળતા નો અનુભવ કરાવતા કીર્તન થી સભા શાંત-સ્થિર  થઇ ગઈ……! અદ્ભુત….

ત્યારબાદ -૧૩ મિ તારીખે -સારંગપુર મંદિર શતાબ્દી ઉત્સવ ના ભવ્ય દર્શન નો લાભ વિડીયો દ્વારા મળ્યો……અદ્ભુત…અદ્ભુત……! આવો ઉત્સવ તો આપણી સંસ્થા જ કરી શકે……સત્પુરુષ ની હાજરી માત્ર થી અશક્ય લાગતા કાર્યો……સહજતા થી પાર પડે છે એનું આ પ્રગટ પ્રમાણ છે……જુઓ વિડીયો લીંક…..

ત્યારબાદ- દિલ્હી અક્ષરધામ ના કોઠારી તરીકે સેવા આપી ચુકેલા -આપણી સંસ્થા ના વરિષ્ઠ સંત- પુ.આત્મસ્વરૂપ સ્વામી ના – અમદાવાદ શાહીબાગ મંદિર ના પાટોત્સવ પ્રસંગે પ્રવચન નો લાભ મળ્યો……પુ. આત્મસ્વરૂપ સ્વામી -આપણી સંસ્થા ના પ્રથમ IIT એન્જીનીયર સાધુ  છે ..૨૦ વર્ષ અમદાવાદ મંદિરમાં સેવા -૧૦ વર્ષ લંડન ના નીસ્ડન મંદિર માં કોઠારી તરીકે સેવા…..૧૦ વર્ષ દિલ્હી અક્ષરધામ ના કોઠારી તરીકે સેવા આપી ને હવે વરિષ્ઠ સંત તરીકે અમદાવાદ મંદિરમાં સેવા આપવાના છે……એમણે પોતાના પ્રવચનમાં કહ્યું કે….

(પૂ. આત્મસ્વરૂપ સ્વામી નું આ મોબાઈલ રેકોર્ડેડ પ્રવચન અહી ક્લિક કરવાથી સાંભળી શકાશે..)

  • ૫૪ વર્ષ પહેલા ગુણાતીતાનંદ સ્વામી ના મૂળ અક્ષર પણા ને મૂર્તિમંત કરવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ મંદિર નું ખાતમુહુર્ત કર્યું અને યોગીબાપા ના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા પામેલું આ પ્રથમ મંદિર છે…..વિશેષ માં સમગ્ર સંસ્થાનું આ પ્રથમ મંદિર છે…જ્યાં મધ્ય ખંડ ની ઠાકોરજી ની મૂર્તિઓ આરસ ની છે…..
  • બેપ્સ નું આંતરરાષ્ટ્રીય વડું મથક છે…..સત્સંગનું મધ્યસ્થ કાર્યાલય અહી છે…….
  • પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહે છે કે -ભગવાનને મંદિર માં બેસાડ્યા પણ હવે હૃદય માં બેસાડવા…..પણ કઈ રીતે……ઉત્તર છે…- હરિભક્તો નો પરસ્પર મહિમા સમજવો….દોશ્ભાવ ટાળવો….નિર્દોષ બુદ્ધિ રાખવી…સત્પુરુષ ની આજ્ઞા માં રહેવું…અને ભગવાન ના સ્વરૂપ નો મહિમા સમજવો….
  • ભક્ત માત્ર ને બ્રહ્મ ની મૂર્તિ સમજવા……
  • અમદાવાદ માં આંબલીવાળી પોલ માં શાસ્ત્રીજી મહારાજ ઉતરતા….ખીસામાં ચાર આના પણ ન હોય અને લાખો ના મંદિરો કરતા……ખેંગારજી ચૌહાણ, ચંપકલાલ બેન્કર..પ્રોફ.જેઠાલાલ સ્વામિનારાયણ…..બાબુભાઈ કોઠારી….રસિકભાઈ વગેરે હરિભક્તો એ પોતાનું સર્વસ્વ શાસ્ત્રીજી મહારાજ ને અર્પણ કરી દીધું અને પરિણામે અમદાવાદ મંદિર સ્થપાયું..સર્વોપરી બન્યું…….! આ હરિભક્તો ના પ્રસંગો ની ગંગા- આત્મસ્વરૂપ સ્વામી ના મુખે એવી રીતે વહેતી હતી કે જાણે બધા એમાં તણાતા જ ગયા…..! અદ્ભુત…..
  • આજે અમદાવાદમાં ૩૭ થી વધુ સંસ્કાર કેન્દ્ર છે…..પ્રવૃતિઓ અઢળક ચાલે છે…..નિષ્ઠાવાન હરિભક્તો ની એક આખી પેઢી તૈયાર થઇ છે……
  • સત્સંગનો મહિમા આ જ છે……સત્સંગમાં આગળ વધવું હોય તો- હઠ,માન..ઈર્ષ્યા છોડવા…..એ છૂટે તો સત્સંગમાં આગળ વધાય…..અને જેમ જેમ આગળ વધીએ તેમ તેમ- નમ્ર થવાય…….પુ.મહંત સ્વામી કહે છે..એમ …આપણા સંપ્રદાયમાં જે દાસ થાય તે જ મોટો…..

અદ્ભુત…..અદ્ભુત………ત્યારબાદ પ.પુ.મહંત સ્વામી એ શ્રીહરીચરીત્રામૃત સાગર માં થી- સત્સંગમાં અભાવ-અવગુણ-હરીભાક્તમાં દિવ્યભાવ પર અદ્ભુત પ્રવચન કર્યું….જોઈએ સારાંશ….

  • અવગુણ ની વાત કદી ન કરવી…..મહિમા ની વાતો જ કરવી….જે મહિમાની વાત કરે છે તેની પાસે ભગવાન રહે છે…
  • નારી-સુવર્ણ નો ત્યાગ કઠીન નથી પણ ભક્તમાં દિવ્યભાવ લાવવો એ અતિ કઠીન છે…..મનુષ્યભાવ લાવે તેનો મોક્ષ નથી..અને આપને બધા મોક્ષ માટે જ આ સત્સંગમાં આવ્યા છીએ…..તો સમજવું શું??? સ્પષ્ટ છે…
  • ભગવાન ના ભક્તમાં ગુણ-અવગુણ આવે ત્યાં સુધી પાકો સત્સંગી કહેવાય જ નહિ…..તો પાકા સત્સંગી કઈ રીતે થવું??? સત્પુરુષ ની કૃપા થાય તો બધું સહજ થાય…..
  • યોગીબાપા કહેતા કે – સર્વમાં નિર્દોષ બુદ્ધિ થાય એ જ સેવા……અને આ ન થાય ત્યાં સુધી સત્પુરુષ ની કૃપા થતી નથી…..
  • શાક લેવા જઈએ ત્યારે બગડેલા..ગંદા શાકભાજી લઈએ છીએ???? તો પછી સત્સંગમાં કેમ ખરાબ ગુણ લેવાય છે??? ખોટ કેમ ખવાય છે??
  • બ્રહ્મવિદ્યા ની વ્યાખ્યા એટલે જ- દરેક માં દિવ્યભાવ……

અદ્ભુત…અદ્ભુત……અદ્ભુત..! પુ.મહંત સ્વામી નો એક એક શબ્દ બ્રહ્મજ્ઞાન નો દ્યોતક હોય છે…..બસ સમજવું પડે…..

ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી એ પુ.આત્મસ્વરૂપ સ્વામી અને પુ.ત્યાગ સ્વરૂપ સ્વામી નો વિશેષ પરિચય આપતા કહ્યું કે….

  • પુ.આત્મ સ્વરૂપ સ્વામી આપણી સંસ્થા ના પ્રથમ IIT એન્જીનીયર સાધુ છે….અતિ વિદ્વાન..પ્રમુખ સ્વામી મહારાજ ના અતિ મહિમા ના અંગ વાળા….આજ્ઞા ને સર્વોપરી ગણી- એમણે ૨૦ વર્ષ અમદાવાદમાં…૧૦ વર્ષ લંડન માં..૧૦ વર્ષ દિલ્હી અક્ષરધામ ના સંચાલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે…..અને હવે અમદાવાદમાં વરિષ્ઠ સંત તરીકે -સેવાઓ આપશે…..
  • એ જ રીતે પુ.ત્યાગ સ્વરૂપ સ્વામી- લંડન ની કાર્ડિફ યુનીવર્સીટી ના ઈલેક્ટ્રોનિક એન્જીનીયર થયેલા છે..અને વિવિધ પ્રોજેક્ટસ માં મહત્વ ની ભૂમિકા ભજવી છે…..તે પણ અમદાવાદ માં સેવા આપશે…
  • સિંગાપોર ખાતે આજે મૂર્તિ પ્રતિષ્ઠા થઇ છે….અને હવે પૂર્વ એશિયા પેસિફિક દેશોમાં પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રેરણા થી અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિમંત થયા……
  • Swaminarayan Hinduism જેવી અદ્ભુત પુસ્તક લખનાર પ્રોફ.રેમન્ડ વિલીઅમ્સ અને પ્રોફ. યોગી ત્રિવેદી ની સાથે એક ચેપ્ટર માં  યોગદાન આપનાર કોલમ્બિયા યુનીવર્સીટી ના નવયુવાન પ્રોફેસર (Indian languages..)  દલપત રાજપુરોહિત  કે જેમણે  બ્રહ્માનંદ  સ્વામી પર  અઢળક રીસર્ચ કર્યું  છે તેમનું પણ  સન્માન પુ.મહંત સ્વામી દ્વારા થયું…..એ મૂળ રાજસ્થાન ના છે…….

આ જાહેરાત થી સમગ્ર સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી……..આટલા અતિ વિદ્વાન..અનુભવી સંતો પુનઃ અમદાવાદ ને આંગણે હોય પછી બાકી શું રહે??? સત્પુરુષ ની આજ્ઞા ને સર્વોપરી માની – એક ક્ષણ માં પોતાને નવા રોલ..નવી જવાબદારી માં – ગોઠવી દેતા આવા મહાન સંતો થી આપણી સંસ્થા દીપી રહી છે…….! અહી તો આજ્ઞા એ જ જીવન……

ત્યરબાદ અમુક જાહેરાતો થઇ……

  • અતિ વિદ્વાન અને પ્રસિદ્ધ વક્તા બ્રહ્મવિહારી સ્વામી દ્વારા – અમદાવાદ એક્ષિબિશન હોલ-મેમનગર ખાતે તા-૧૯ થી ૨૧- સાંજે ૭ થી ૧૦- Lessons of life-from Pramukh swami maharaj’s life….વિષય પર પ્રવચન છે….ચુક્યા વગર લાભ લેવો….
  • ૨૬-૨૮ મેં- પ્રમુખ વાટિકા માં ‘પારિવારિક સંબંધો” પર પુ.આદર્શજીવન સ્વામી ( ડબલ પીએચડી) નું પ્રવચન છે…૨૯ તારીખે-રવિસભા તરીકે ત્યાં જ – એજ સ્વામી ની હાજરીમાં- પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન પર અદ્ભુત- માહિતી પ્રદ કાર્યક્રમ છે…….સમય-સાંજે-૭ થી ૧૦

તો- આજ્ની સભા અદ્ભુત હતી….અવિસ્મરણીય હતી…….હરિભક્તો ના મહિમા..નિષ્ઠા સમજવાની હતી……સત્પુરુષ ની એક આજ્ઞા ને વશ થઇ…પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર ભક્તો સંતો ને કારણે આજે શ્રીજી આ સંસ્થા પર રાજી છે……અને બધા પર રાજી છે…….

ગર્વ છે..કે આપણ ને આવો સર્વોપરી સત્સંગ મળ્યો છે…..સર્વોપરી સત્પુરુષ મળ્યા છે…..શ્રીજી પ્રગટ પ્રમાણ મળ્યા છે…….બસ- હવે ભક્તોમાં દિવ્યભાવ આવે એવિ પ્રાર્થના શ્રીજી ને કરવાની છે….

જય સ્વામિનારાયણ……

રાજ

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s