Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૨૨/૦૫/૨૦૧૬

Leave a comment

બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને વિષે વૃત્તિ રાખીએ છીએ તે તો સૂધી જોરે કરીને રાખીએ છીએ ત્યારે રહે છે અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળે જ રહે છે તેનું શું કારણ છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભક્ત હોય તેની વૃત્તિ તો ભગવાન વિના બીજે રહે જ નહીં અને તેને તો એ જ ફકર રહે છે જે, ‘મારે જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તે તો ઘણું કઠણ પડશે.’ માટે પરમેશ્વરના ભક્ત હોય તેને તો જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી એ જ કઠણ છે અને જે જગતના જીવ છે તેને પરમેશ્વરમાં વૃત્તિ રાખવી તે ઘણી કઠણ છે. માટે જેને પરમેશ્વરમાં વૃત્તિ ન રહે તે પરમેશ્વરનો ભક્ત નહીં અને તે સત્સંગમાં આવતો હોય તો એ ધીરે ધીરે સંતની વાર્તા સાંભળતાં સાંભળતાં પરમેશ્વરનો ભક્ત થશે.”

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી રીતે ભગવાનમાં વૃત્તિ રાખ્યાનું શું સાધન છે?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનું સાધન તો અંતર્દ્રષ્ટિ છે. તે અંતર્દ્રષ્ટિ શું? તો જેવા પોતાને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે તેની મૂર્તિ સામું જોઈ રહેવું એ અંતર્દ્રષ્ટિ છે. અને તે મૂર્તિ વિના ષટ્ચક્ર દેખાય અથવા ગોલોક, વૈકુંઠાદિક ભગવાનનાં ધામ દેખાય તો પણ તે અંતર્દ્રષ્ટિ નહીં. માટે ભગવાનની મૂર્તિને અંતરમાં ધારીને તે સામું જોઈ રહેવું તેનું નામ અંતર્દ્રષ્ટિ છે. અને તે મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં વૃત્તિ રહે તે સર્વે બાહ્યદ્રષ્ટિ છે.


વચનામૃત-ગઢડા -પ્રથમ-૪૯

ભગવાન માં  જ  જીવ ને જોડવો…..એક એમની સામે  દ્રષ્ટિ હશે તો બધું જ  છે…..બાકી  બધું ફોગટ છે. …અંતર્દ્રષ્ટિ ..Introspection … ની વ્યાખ્યા શ્રીજી અહી અલગ જ રીતે કરે  છે…….પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એની મૂર્તિ સામે જોઈ રહેવું…એક એમનામાં જ વૃતિ રાખવી એ જ અંતર્દ્રષ્ટિ…..બાકી બધું બાહ્ય્દ્રષ્ટિ..! આજની સભા આ નિષ્ઠા પર હતી….સત્સંગ સભા ના આ બે કલાક – અઠવાડિયા ના ૧૬૮ કલાક ની જીવ પર ચડેલી ધૂળ ને ખંખેરી નાખે છે……!!! જીવના રીચાર્જ માટે આનાથી ઉત્તમ સાધન બીજું કોઈ નથી…….

સભામાં પહોંચ્યા ત્યારે સર્વપ્રથમ ઠાકોરજી ના દર્શન…….ચંદન ના વાઘા માં શોભતા હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ મન મોહક હતી…

collage_20160522173242301_20160522173421214.jpg

..ત્યારબાદ સભામાં સ્થાન ગ્રહણ કર્યું અને યુવકો દ્વારા “ભજમન સ્વામિનારાયણ’ ધુન્ય ચાલી રહી હતી…….ત્યારબાદ  યુવકો ના મુખે સદગુરુ દેવાનંદ રચિત કીર્તન…” ભજીલે ભગવાન સાચા સંત ને મળી”….ત્યારબાદ  અખંડાનંદ બ્રહ્મચારી રચિત કીર્તન….” થાય છે જય જય કાર ..સ્વામી નો..” રજુ થયું…….અને પછી શ્રી સારંગપુર મંદિર શતાબ્દી મહોત્સવ નો વિડીયો( ૧૨ મેં-૨૦૧૬) નો રજુ થયો……….

અદ્ભુત…..અદ્ભુત……સ્વામીશ્રી ના મો પર તેજ જુઓ……સારંગપુર ઉત્સવ નો ઉત્સાહ જુઓ….તો સમજાય કે સ્વામીશ્રી ને સારંગપુર તીર્થસ્થાન નો..મંદિર નો મહિમા કેટલો છે…..અને ઉત્સવ મહારતી….મંદિર શણગાર ના અદ્ભુત દર્શન…..અદ્ભુત લાઈટીંગ…….જોઇને લાગે કે મોતીભાઈ ને -બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે  સુવર્ણ જડિત જે  ત્રણ માળ નું અદ્ભુત મંદિર જમીનમાં થી પ્રગટ કરીને બતાવ્યું હતું….એ આજે બધાની નજર સમક્ષ સાક્ષાત ઉભું હતું…..

ત્યારબાદ બેપ્સ યોગીજી મહારાજ હોસ્પીટલમાં ચાલતા આયુર્વેદિક વિભાગ-નિરામય- ના વડા -વૈદ્ય શ્રી મહેન્દ્રભાઈ વ્યાસ દ્વારા ગ્રીષ્મ-વર્ષા ઋતુ માં શું -ધ્યાન રાખવું જોઈએ…કેવો આહાર લેવો જોઈએ….એ પર સ્લાઈડ શો દ્વારા ઉંડાણ પૂર્વક પ્રવચન થયું…….ઘણી રસપ્રદ માહિતી હતી…..સાથે સાથે નિરામય વિભાગમાં કઈ પ્રકાર ની સગવડો…સારવાર પદ્ધતિઓ છે……તેની માહિતી પણ આપવામાં આવી…….નિરામય નો લાભ જરૂર લેવામાં આવશે….અને વર્ષાઋતુ માં એમની સલાહ મુજબ વર્તવાનો પ્રયત્ન કરવામાં આવશે….

This slideshow requires JavaScript.

ત્યારબાદ સંસ્થા ના વિદ્વાન સંત પુ. વિવેક જીવન સ્વામી દ્વારા વચનામૃત- ગઢડા પ્રથમ-૪૯ -અંતર્દ્રષ્ટિ પર રસપ્રદ પ્રવચન થયું…….જોઈએ સારાંશ…..

  • જીવની વૃતિ એક ભગવાનમાં રહે તેને અંતર્દ્રષ્ટિ કહેવાય…..
  • પણ જીવ છે જ એવો કે એને જગતના વિષયો સાચા મનાય છે…..ભગવાન મળે પણ એમાં જોડાઈ શકતો નથી……
  • જ્યાં સુધી જગતમાં આસક્તિ છે ત્યાં સુધી  ભગવાનમાં વૃતિ નહિ જોડાય……
  • જગતના કાર્યો -વ્યવહારો તો ચાલુ જ રહેવાના પણ એ વચ્ચે જીવને એક શ્રીજીમાં જોડવાનો છે…..
  • ગઢડા મધ્ય-૮ પ્રમાણે- જીવને શ્રીજી માં જોડવો એટલે જ્ઞાનયજ્ઞ કરવો……અને આ જ્ઞાનયજ્ઞ એટલે જ અંતર્દ્રષ્ટિ…….એના વગર કલ્યાણ ન થાય…..
  • જીવનમાં – પ્રખ્યાત માર્શલ આર્ટીસ્ટ બ્રુસ લી ના Split second pause ની જેમ જગતના વ્યવહાર માં અમુક પળો પોતાના માટે લઇ લેવી…..પોતાના જીવ વિષે વિચારી…જીવને શ્રીજી માં જોડી  દેવો……
  • આપણા ગુણાતીત પુરુષો એ એ જ કર્યું છે…..અખંડ ભગવાનની મૂર્તિ ને અંતરમાં ધારી છે……દરેક કાર્ય માં ભગવાનને આગળ રાખ્યા છે…દેહ અને આત્મા ને અલગ-અલગ જાણ્યા છે…સમજ્યા છે….અને વર્ત્યા છે….
  • આપણે પણ એ જ કરવાનું છે……જીવને દેહ થી નોખો સમજી…તેને  સત્પુરુષ થકી બ્રહ્મરૂપ કરી એક પુરુષોત્તમ માં જોડવાનો છે……

અદ્ભુત….અદ્ભુત…….જીવને જો આવી અંતર્દ્રષ્ટિ થાય તો- કલ્યાણ હાથ વેંત માં રહે……

સભાને અંતે – તારીખ- ૨૬ થી ૨૮ મેં- પ્રમુખ વાટિકા- શાહીબાગ માં યોજાનાર “પારિવારિક સંબંધો- વક્તા- પુ.આદર્શજીવન સ્વામી…..પારાયણ પર જાહેરાત થઇ…….અચૂક લાભ લેવો……સમય રાત્રે-૮ થી ૧૧ નો છે…..

તો આજની સભા – અંતર્દ્રષ્ટિ ની સભા હતી…જીવ ને ક્યાં જોડવો??? કઈ રીતે જોડવો??? એના પર હતી………તમે ઊંડું વિચારશો તો સમજાશે કે- જગતમાં વિષયો-ભોગ-સુખ પાછળ નો દોડાદોડ એ ફોગટ ના ફેરા જ છે………..સાચું ધ્યેય અને અખંડ સુખ તો એક ભગવાનમાં જ છે………..! ભગવાન સિવાય બીજે ક્યાય જીવ લાગે તો પસ્તાવા નું જ છે……

જય સ્વામિનારાયણ

શુભ રાત્રી…..

રાજ

 

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s