Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા -૧૯/૦૬/૨૦૧૬

1 Comment

“…….પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે, તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી……….. અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે………… અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે, ‘મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું…………..


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-સારંગપુર-૧૦

અત્યારે આપણી સમગ્ર  સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ રોજેરોજ ઉજવી રહી છે……પણ સત્પુરુષનો આટલો બધો મહિમા શા માટે??? તો ઉત્તર -સ્વયમ શ્રીજી ના શબ્દોમાં ઉપર વર્ણવ્યો છે….તેનો એક એક શબ્દ વાંચો…..સત્પુરુષ નો મહિમા આપોઆપ સમજાઈ જશે……! પુ.ડોક્ટર સ્વામી ના શબ્દોમાં  સાચો શતાબ્દી મહોત્સવ એટલે બ્રહ્મવિદ્યા ની સિદ્ધિ…..એ થાય તો બધું જ થાય…..!!

મેઘરાજા ના પગરવ હજુ સંભળાતા નથી….પણ અધ્યાત્મ ના…બ્રહ્મજ્ઞાન ના ડંકા ચારેઓર ગુંજી રહ્યા છે……રવિસભા આજે ખીચોખીચ ભરેલી હતી….અને સર્વ પ્રથમ- જગતના નાથ ના દર્શન…..

13434694_561733470681496_2414947136391980435_n

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય પ્રાર્થના થી થઇ…….સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય સર્વના અંતરમાં શ્રીજી ને પ્રગટ કરતી ગઈ….ત્યારબાદ મિત્ર નીરવ વૈદ્ય દ્વારા “હમરે પિયાજી કી ચાલ દેખો રી…….” રજુ થયું અને લંડન માં પોતાની ” Swaminarayan Hinduism” પુસ્તક ના ડંકા વગાડી ને આવેલા કોલમ્બિયા યુનીવર્સીટી ના વિદ્વાન -તેજસ્વી પ્રોફેસર યોગી ત્રિવેદી દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીત ના સુમેળ સાથેનું પ્રેમાનંદ સ્વામી નું કીર્તન ” દ્વાર પડ્યો તેરે ગુણ ગાઉં..’ રજુ થયું………અદ્ભુત અવાજ…..અદ્ભુત ગાયન……એક એક શબ્દ ..એક એક સૂરમાં થી ભક્તિ રેલાતી હતી……….અદ્ભુત ..અદ્ભુત..!!! સમગ્ર સભા તાળીઓ થી ગુંજી ઉઠી……….! પુ.અક્ષરવત્સલ સ્વામી એ -પ્રોફ.યોગી ત્રિવેદી ના કળા ના- જ્ઞાન ના- એની તાલાવેલીના જે વર્ણન કર્યા તે પરથી લાગ્યું કે – આવા અતિ પ્રભાવશાળી વ્યક્તિઓ -જરૂર પોતાના દેશનું..પોતાના સંપ્રદાયનું..પોતાના ગુરુનું નામ રોશન કરશે….એમાં કોઈ શંકા નથી..!

ClUDECMUkAAmfvH

ત્યારબાદ કોલમ્બિયા યુનીવર્સીટી ના અન્ય એક અધ્યાપક કે જે બ્રહ્માનંદ સ્વામી પર સશોધન કરી રહ્યા છે -એવા પ્રોફ.દલપત રાજપુરોહિત દ્વારા હિન્દીમાં -બ્રહ્માનંદ સ્વામી ના -સુંદરદાસ-કેશવદાસ જેવા અર્વાચીન અધ્યાત્મિક રચનાકારો ના પદ ઉપર સુંદર પ્રવચન થયું…….વિવિધ છંદ જેવા કે- સવૈયા..કુંડલીયા ..અને વિરહ પદ પર આધારિત રચનાઓ નો આસ્વાદ સત્સંગ સભાને મળ્યો…….અમેરિકામાં રહીને – આપણી સંસ્કૃતિ પર આટલી બધી જાણકારી આત્મસાત કરવી  એ કઈ નાની સુની વાત નથી…..એક બાજુ આપણી સ્થિતિ જુઓ…..આપણ ને તો આપણા વારસા નું જ્ઞાન પણ નથી અને મહિમા પણ નથી…!!!! ત્યારબાદ ગ્રીષ્મ ઋતુ માં હરિકૃષ્ણ મહારાજ ને વિવિધ ચંદન વાઘા થી શણગાર્યા હતા …તેનું દર્શન વિડીયો ના માધ્યમ થી થયું…..!

આજે સભામાં શ્રોતાઓ ને – પુ.ડોક્ટર સ્વામી ના આશીર્વચન નો લાભ મળ્યો……સ્વામી- આવનારા બે ત્રણ દિવસ સુધી પ્રાતઃ સભામાં લાભ આપવાના છે……જોઈએ આજના પ્રવચન નો સારાંશ…..

  • પ્રોફ.યોગી ત્રિવેદી અને દલપત રાજપુરોહિત – સત્સંગ ની-સંસ્કૃતિની-  ખુબ મોટી સેવા કરી રહ્યા છે…જે ગર્વની બાબત છે….
  • પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ એટલે કે બ્રહ્મવિદ્યા ની સિદ્ધિ…..અને બ્રહ્મવિદ્યા એટલે બ્રહ્મજ્ઞાન….પરા વિદ્યા…જેનો ઉલ્લેખ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કર્યો છે….
  • તમે ભલે જગતની બધી વિદ્યા ઓ ભણો…..પણ છેવટે તો આ વિદ્યા ભણ્યા સિવાય છૂટકો જ નથી…..આદિ શંકરાચાર્ય પણ આ જ કહે છે…….સ્વામી વિવેકાનંદ પણ આ જ કહેતા….અને ઉપાસના ની દ્રષ્ટિ એ – પ્રમુખ સ્વામી મહારાજ પણ આ બ્રહ્મવિદ્યા ના ધારક છે…સ્ત્રોત છે….
  • બ્રહ્મવિદ્યા ત્રણ પાયા પર ટકેલી છે…..૧) સ્વરૂપ નિષ્ઠા …. ૨) સંઘ નિષ્ઠા….૩) સ્વધર્મ નિષ્ઠા – એમાં જો ભગવાન ની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હોય તો બાકી ની બે નિષ્ઠા ઓ આપોઆપ આવી જાય છે…..
  • ઉપરોક્ત સારંગપુર-૧૦ ના વચનામૃત માં શ્રીજી આવી દ્રઢ સ્વરૂપ નિષ્ઠા ધરાવતા સંત ની વાત કરે છે…….જે આજે પ્રગટ પ્રમાણ છે……….
  • ભગવદ ગીતામાં ૨૦૦ થી વધુ શ્લોકો માં – કૃષ્ણ ભગવાને આવી સ્વરૂપ નિષ્ઠા ની વાતો કરેલી છે….
  • પણ સ્વરૂપ નિષ્ઠા માટે -આપણે જાતે ઝઝૂમવું પડે….શરૂઆત આપણા પોતાના થી કરવી પડે…….પછી આગળ વધાય……..

અદ્ભુત….અદ્ભુત………….ત્યારબાદ સભાને અંતે – ધોરણ-૧૦ અને ૧૨ માં શ્રેષ્ઠ દેખાવ કરી ઉતીર્ણ થયેલા -આપણા પરિવાર ના વિદ્યાર્થીઓ નું જાહેરમાં સન્માન થયું………

તો- આજની સભા અધ્યાત્મ ની આ વિદ્યા…બ્રહ્મવિદ્યા ના મહિમા-સ્થાપન પર હતી….એ વિદ્યા ના ધારક સત્પુરુષ ને સમજવા પર હતી…………

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા -૧૯/૦૬/૨૦૧૬

  1. Very Nice, Thank you Jay Swaminarayan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s