Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા -૧૦/૦૭/૨૦૧૬

1 Comment

“પાકા સત્સંગીની ઓળખાણ એ છે કે …………
——સુખદુઃખમાં એક રંગ રહે…………….
—–સત્સંગ વિનાનું ગમે તેવું સુખ હોય તેને નકામું માને.
—–સત્સંગથી વિમુખ કરાવે એવી રિદ્ધિ-સિદ્ધિનો ત્યાગ કરે.
——દેહમાં દુઃખ આવે તોપણ સત્સંગ મોળો ન પડે.
——સત્સંગ થતાં પુત્ર કે ધનનો નાશ થાય કે માતા-પિતા દ્વેષ કરે, ઘર બળી જાય, કુળ-કુટુંબ રૂઠે તોપણ સત્સંગ મોળો ન પડે, પણ સત્સંગમાં વિરોધ કરનારાઓને તૃણ સમાન ગણે.
—–સત્સંગ કરતાં દીર્ઘ રોગ થાય, મૃત્યુ થાય – એમ ગમે તેવું વિઘ્ન આવે તોપણ સત્સંગની દૃઢતા ઘટે નહિ…….

તેવો હરિભક્ત સત્સંગિ-શિરોમણિ અને શૂરવીર છે. તેની વાત સાંભળીને પણ બીજા ભક્તો શૂરવીર બને છે. વિપત્તિમાં પણ પાકો સત્સંગ રાખે તે ભક્ત હરિશ્ચંદ્ર અને પ્રહ્‌લાદની પેઠે વિખ્યાત થાય છે………

સત્સંગને માટે દુઃખ સહે તેને ભગવાન સર્વોપરી સુખ આપે છે.’
—————————————————
ભગવાન શ્રી સ્વામિનારાયણ- મહામુની શ્રી આધારાનંદ સ્વામી રચિત- શ્રીહરિ ચરીત્રામૃત સાગર– (૧૦/૫૪/૧૭-૩૬)

સત્સંગ નો મહિમા …..સત્સંગી હોવું..એ  અમુલ્ય  તક છે. અનેક જન્મો ના પુણ્ય ભેગા થાય ત્યારે જીવને સત્પુરુષ નો ભેટો થાય ..સત્સંગ નો મહિમા સમજાય ….બ્રહ્મરૂપ થાય અને પુરુષોત્તમ ની પ્રાપ્તિ થાય અને આ જન્મ મરણ નો ફેરો ટળે છે…..પરમ પૂજ્ય મહંત સ્વામી જેવા સિદ્ધ પુરુષ અમદાવાદ ને આંગણે હોય પછી સત્સંગ માં બાકી શું રહે??? જીવને બસ આ અમુલ્ય તક નો ઉપયોગ પોતાના કલ્યાણ માટે કરતા આવડવો જોઈએ….

મેઘરાજા ની રોજ ની હાથતાળી વચ્ચે આજે અમે સમયસર મંદિર પહોંચી ગયા……શ્રીજી ના સર્વોપરી દર્શન વિસ્ફારિત નેત્રે કરવામાં આવ્યા….

13606825_569577863230390_3760823227311148278_n

સભામાં ગોઠવાયા ત્યારે સારંગપુર થી આવેલા સાધક દ્વારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય શાસ્ત્રીય રંગ સાથે ચાલુ હતી…..”છબી નૈનન બીચ બસો…..નટવર ધર્મ દુલારે કી……” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન જે ઢબમાં ગવાયું તે અતિ અદ્ભુત હતું…..જાણે કે  એ મોહનવર  ની સોણલી  છબી નેણા ના રસ્તે અંતરમાં ઉતરી ગઈ….!!! ત્યારબાદ પુ.વિવેક મુની સ્વામી ના પહાડી અવાજમાં બ્રહ્માનંદ સ્વામી નું પદ….” એક નિમિશ ના મેલું મારા ઉરથી રે …..” રજુ થયું…….

પછી પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ના ૨૦ જુન થી ૬ જુલાઈ સુધી ના – સારંગપુર ખાતેના વિચરણ નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…અત્યંત નાજુક સ્વાસ્થ્ય પણ ઠાકોરજી ના દર્શન ની તાલાવેલી એવી ને એવી નવીન…તાજી…….જોઇને અનુભવ થયો કે ગુણાતીત ની અદા જ કૈક ઓર હોય છે…આ તત્વ જ કૈક અલગ છે…..દેહની ક્ષણ ભંગુરતા  પણ એમને રોકી શકતી  નથી…….!!!

આવતા સપ્તાહ થી ચાતુર્માસ શરુ થાય છે….( ૧૫ જુલાઈ થી ૧૧ નવેમ્બર સુધી) તેના નિયમ ધર્મ-મહિમા પર પુ.ઈશ્વર ચરણ સ્વામી એ અદ્ભુત પ્રવચન કર્યું……ચાતુર્માસ ના વિશેષ નિયમ  આ લીંક દ્વારા પહોંચી શકાય…..સ્વામીના પ્રવચન નો સારાંશ જોઈએ….

  • શિક્ષાપત્રીમાં  માં શ્રીજી એ ચાતુર્માસ ના મહિમા સાથે એમાં વિશેષ નિયમ પાળવા ની આજ્ઞા કરી છે….
  • બલિરાજા એ પોતાનું સર્વસ્વ ભગવાન ને અર્પણ કર્યું અને ભગવાન ને વશ કર્યા…….આમ, ભગવાન ને વશ કરવા એ કઈ સામાન્ય વાત નથી……..અંત્ય-૭, પ્રથમ -૧૮ વગેરે વચનામૃત માં કહ્યા મુજબ ભગવાન ને વશ કરવા શું કરવું જોઈએ…એ શ્રીજી એ કહ્યું છે……..
  • બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ નો ચાતુર્માસ પ્રત્યે વિશેષ ઝુકાવ હતો…દરેક યુવક ને પોસ્ટકાર્ડ લખતા અને વિશેષ નિયમ- સ્નેહ સાથે આપતા….બળ આપતા….
  • ચાતુર્માસ ના વિશેષ તપ-ઉપવાસ થી માત્ર દેહ ની જ નહિ પણ જીવ ની પણ શુદ્ધિ થાય છે…..જીવ બળિયો થાય છે……..વિશેષ કથાવાર્તા થી ભગવાન ના ચરિત્ર માં પણ દ્રઢતા થાય છે….ભગવાન ની સ્મૃતિ અખંડ રહે છે……અને એ માટે નિરંતર વાંચન ની- શ્રવણ ની ટેવ પાડવી જોઈએ……સત્સંગ પરીક્ષા એ માટે જ છે…કે સ્વામિનારાયણ ભગવાન…..એમના ભક્ત….સંત…નું ચરિત્ર ..એમનો મહિમા શું છે…..એનું જ્ઞાન થાય…..અને પ્રેરણા મળે…..

અદ્ભુત…..અદ્ભુત……….!!!

ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી એ – ચાતુર્માસ ના વિશેષ નિયમ ને વધુ દ્રઢ કરવા……સત્સંગના મહિમા ને શ્રીહરિ ચરીત્રા મૃત સાગર ને આધારે વર્ણવ્યો…..

  • પાકા સત્સંગી ની ઓળખાણ જ એ છે કે સુખ હોય કે દુખ…..તે સદાયે એકરંગ રહે છે……સત્સંગ સિવાય ગમે તેટલું સુખ હોય તે તેને નકામુ માને…….
  • દુખ પડે ને તંત્ર-મંત્ર-દોરા-ધાગા માં પડે જ નહિ……..જીવન માં શ્રીજી ની મરજી થી જે મળે એ જ સુખ માને…….જીવન ૫-૨૫ વર્ષમાં ખતમ થઇ જશે……કશું સાથે નહિ આવે પણ એક સત્સંગમાં નિષ્ઠા પાકી હશે તો એ જ સાથે આવશે……….
  • એક સત્સંગ જ છે…જે જન્મોજન્મ જીવ સાથે રહે છે……..
  • એક ભગવાન સિવાય બીજે ક્યાય વૃતિ જોડાય તો એ પાપ જ છે…દુખ જ છે……..પણ જે ભક્ત નો જીવ ભગવાનમાં જ જોડાયેલો હોય તેને ગમે તેટલુ દુખ આવે પણ એ ડગતો નથી…….શાસ્ત્રીજી મહારાજ ના સમયે આશાભાઈ ની સઘળી સંપત્તિ આગમાં ભસ્મીભૂત થઇ ગઈ…ખાવા-પીવા માટે પણ કશું ન બચ્યું છતાં એમની નિષ્ઠા ભગવાન અને સત્પુરુષમાં થી સહેજે ડગી નહી …ઉલટા નું- એ સમયે શાસ્ત્રીજી મહારાજે એમને આર્થિક સેવા ની વાત કરી- કસોટી કરી તો- તરત જ સેવા કરી…..! અદ્ભુત નિષ્ઠા…અદ્ભુત સમર્પણ ભાવ…..
  • સાચો સત્સંગી તો એણે કહેવાય કે જ્યાં એનું માન-અપમાન થાય છતાં તેના સત્સંગમાં ફેર ન પડે…..નિષ્ઠા દ્રઢ જ રહે……
  • અને ભક્તિ કરતા ભલે વિપત આવે…..અઘરી કસોટી થાય છતાં ધીરજ રાખવી……ભગવાન પર પુરેપુરો વિશ્વાસ રાખવો…..”દાસ ના દુશ્મન હરિ કોઈ દી હોય નહિ……જે કરતા હશે એ સારૂ જ કરતા હશે..” એ ન્યાયે સત્સંગ માં ટકી રહેવું……
  • દાદા ખાચરના ઘરમાં તો ભગવાન પોતે રહેતા હતા…..છતાં દાદા ખાચર ને જગત ના દુખો નો પાર ન હતો……પણ દાદા ની નિષ્ઠા ડગી નથી…..કે લેશ માત્ર પણ શ્રીજીમાં શંકા થઇ નથી…..નિષ્કુળાનંદ સ્વામી ને અંત સમયે દેહમાં ઘણી પીડા હતી છતાં પીડામાં રાહત માટે એમણે શ્રીજી ને પ્રાર્થના કરી નથી……!!!!! આમ, ભગવાન ના સાચા ભક્ત હોય તે શુરવીર હોય….નિષ્ઠાવાન હોય…..પોતાના પર…પોતાના ઇષ્ટદેવ પર દ્રઢ વિશ્વાસ હોય……

અદ્ભુત……અદ્ભુત…….!!! સત્સંગ અને સત્સંગી- એ પણ સાચા થવું……એના થી મોટું કાર્ય બીજું કોઈ નથી………!!! આટલું પણ જીવ ને સમજાય તો એ જીવ ને ભગવાન વશ થઇ જાય….

છેવટે સભાને અંતે અમુક જાહેરાત થઇ…..

  • ચાતુર્માસ ના વિશેષ નિયમો નું દ્રઢતા પૂર્વક પાલન કરવું…..
  • 13626594_1047172671987367_3700690094465553933_n
  • શ્રાવણ માસ માં સંતો ની પધરામણી -ઘરેઘર થવાની છે…….જે માટે ની માહિતી -નિયમ- કાર્યકરો દરેક હરિભક્ત ને આપશે- સમજાવશે…….
  • આજની સત્સંગ પરીક્ષામાં અમદાવાદ માં ૯૧% હાજરી રહી ………૪ જેટલા કેન્દ્રમાં ૧૦૦% હાજરી રહી……
  • આવતા સપ્તાહ થી પુ.ડોક્ટર સ્વામી -અમદાવાદ ને આંગણે હશે …..

તો- બસ- શ્રીજી -સ્વામી અને સત્પુરુષ ને પ્રાર્થના કરતા રહી  એ કે- આપણે સાચા સત્સંગી બની શકીએ…..સુખ આવે કે દુખ- બસ એક રંગ …હરિ રંગ રહીએ…….!!

જય સ્વામિનારાયણ…..

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા -૧૦/૦૭/૨૦૧૬

  1. ravi shaba ma ja vu jaruri 6e karan ke ak week ma bhagwan pachar 2 kalak aapi apnu jivan sudhari jai 6e

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s