Raj Mistry's world

Me,my stories and world around….

BAPS ગુરુપૂર્ણિમા વિશિષ્ટ રવિસભા -૧૭/૦૭/૨૦૧૬

Leave a comment

સત્પુરુષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.”


ભગવાન શ્રી સ્વામિનારાયણ-વચનામૃત-વરતાલ-૧૧

જયારે જગત નો નાથ ૨૭૨ વચનામૃત માં થી ૫૦ થી વધુ વચનામૃતો માં – સત્પુરુષ નો મહિમા છડેચોક કહેતો હોય……અને સત્પુરુષ ને જ  પરમેશ્વર ના સાક્ષાત દર્શન નું સાધન કહેતો હોય પછી બાકી શું રહ્યું???? અધ્યાત્મ માર્ગમાં સત્પુરુષ સિવાય પ્રગતિ..મુક્તિ  છે જ નહિ……એ એવું તત્વ છે કે  જે શ્રીજી ને સાંગોપાંગ ધારી રહે છે અને પોતાની શરણે આવેલા જીવને – એ પરબ્રહ્મ ની ઓળખાણ …પ્રાપ્તિ કરાવે છે…….આમ, “ગુરુ બીના કૌન બતાવે બાટ……અતિ વિકટ યમઘાટ” એ બ્રહ્મસત્ય છે…..અને એટલા માટે જ ગુરુ ને – બ્રહ્મા..વિષ્ણુ..મહેશ ..અને સાક્ષાત પરબ્રહ્મ નું સ્વરૂપ કહેવાય છે…..અને ગુરુ પૂર્ણિમા – એ જ ગુરુ ને વધાવવા નો ..એમના ચરણો માં સર્વસ્વ અર્પણ કરવાનો ઉત્સવ છે…….! સત્પુરુષ ને આપણે શું આપી શકવાના?? પણ એમની આજ્ઞા સારધાર પાળી…એમને રાજી કરી શકીએ એટલે ઘણું……!

મેઘરાજા ના પાવન પગલા થઇ ગયા છે…અને આવા વરસાદી માહોલ વચ્ચે મંદિર માં હરિભક્તો ની ભીડ ઉમટી હતી……સર્વ પ્રથમ ઠાકોરજી ના દર્શન અને સભામાં સ્થાન ગ્રહણ કર્યું…..

13700010_1051533201551314_7668410503770276898_n

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધુન્ય થી થઇ…….સ્વામિનારાયણ ઉચ્ચારણ…એના સુર થી જગત ની સાથે જોડાયેલો તાર તૂટી…ભગવાનમાં જોડાઈ જાય છે…..! ત્યારબાદ યુવકો દ્વારા જ…” ગુરુદેવ તુમ્હારે ચરણ કમળ મેં…” કીર્તન રજુ થયું…….અને ત્યારબાદ પુ.વિવેક મુની સ્વામી દ્વારા પ્રેમાનંદ સ્વામી રચિત  કીર્તન…”હારે જેને ગુણે રીઝયા ગિરધારી રે…” અને પ્રેમવદન સ્વામી દ્વારા ” ગુરુ પરમેશ્વર રે……” રજુ થયા………….! ગુરુ નો મહિમા જયારે જગત નો નાથ સ્વયમ કહેતો હોય ત્યારે જીવ ને ગુરુ ના મહિમા ની બીજી કઈ સાબિતી જોઈએ???

ત્યારબાદ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ ની અદ્ભુત સ્મૃતિ કરતા પ્રસંગો નો વિડીયો દર્શન થયો………..”ગુરુ ઋણ અદા કેમ કરીએ…..ગુરુ પ્રાણ અમે પાથરીએ…” અદ્ભુત શબ્દો..અને અદ્ભુત ચિત્રપટ….જીવ પર અંકિત થઇ ગયા……..!

ત્યારબાદ ગુરુ પૂર્ણિમા ની પ્રતીક સભા પ્રસંગે- પુ.ઈશ્વર ચરણ સ્વામી એ “ગુરુ મહિમા ” વિષે વક્તવ્ય આપતા કહ્યું કે….

 • આપણે તો સદભાગી છીએ કે આપણ ને ગુણાતીત પૂરુંષ ગુરુ રૂપે સાક્ષાત મળ્યા છે…….કે જેની ઓળખાણ સ્વયમ શ્રીજી એ  અનેક વાર કહી છે……સંપ્રદાય ના ઈતિહાસ માં…ભક્તો ના અનુભવે સ્પષ્ટ વિદિત થયેલી છે…….! એ જ ગુણાતીત પરંપરા માં આજે પ્રમુખ સ્વામી મહારાજ – સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત દ્વારા બ્રહ્મ-પરબ્રહ્મ ની વાતો ને જગત માં -મૂર્તિમંત કરી રહ્યા છે….
 • શ્રીજી એ વરતાલ-૧૧ ના વચનામૃત માં કહ્યું તેમ- સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ કરીએ તો જ પરમેશ્વર નું સાક્ષાત દર્શન થાય…….માટે – શ્રીજી ને અખંડ ધરનાર સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ કરવી…..
 • જો એમ થાય તો બીજું કશું કરવાનું રહે નહિ…….
 • આ તો ગુણાતીત પરમ્પરા છે…જે ચિરંજીવી છે…ચાલુ રહેશે………અને અનંત જીવ ને બ્રહ્મરૂપ કરી પરબ્રહ્મ માં જોડતી રહેશે…..
 • પ્રમુખ સ્વામી મહારાજ જે અનેક મનુષ્યો નું..લૌકિક કલ્યાણ તો કર્યું જ છે…પણ એમનું મુખ્ય કાર્ય જીવમાત્ર ને બ્રહ્મરૂપ કરવાનું છે…….એ સર્વને અંતરમાં પ્રવેશ કરી….જીવ ને બળવત્તર કરી…..સદ્કાર્યોમાં….જોડે છે….! પૂછો આપણી જાત ને……સત્સંગમાં આવતા પહેલા આપણી સ્થિતિ કેવી હતી…અને આજે કેવી છે…?? જે પરિવર્તન આણ્યું છે…એ  જ પ્રમુખ સ્વામી મહારાજ ની દિવ્યતા છે……
 • માટે આવા ગુરુ મળ્યા એટલે…આપણો “હાથ ઘેંસ માં નથી પડ્યો પણ બદામ ના શીરા માં પડ્યો છે” એમ માનવું…………
 • સાચી ગુરુ પૂર્ણિમા એટલે – ગુરુમાં નિર્દોષ બુદ્ધિ…….મનુષ્ય ભાવ ન લાવવો……એમ કરવા થી સત્પુરુષ/ગુરુ આપણા અંતર માં પ્રવેશ કરશે અને જાણ પણું રહેશે…..દોષો થી મુક્તિ રહેશે……

અદ્ભુત……..અદ્ભુત……….ત્યારબાદ પુ.ડોક્ટર સ્વામી કે જે અત્યારે અમદાવાદ ને આંગણે છે તેમણે પણ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું કે…..

 • ગુરુ પૂર્ણિમા ને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે……ભગવાન વેદ વ્યાસ ની જન્મ તિથી -એટલે ગુરુ પૂર્ણિમા ….આદિ ગુરુ તરીકે શાસ્ત્રો માં વર્ણવ્યા છે….
 • આદિ શંકરાચાર્ય અને અનેક ગુરુઓ એ પોતાની દિવ્યતા થી ધર્મ ને ટકાવ્યો……પ્રસરાવ્યો……જ્ઞાન ના મુળિયા મજબુત કર્યા….
 • વેદ વ્યાસે ભાગવત ની રચના કરી કે -જે સમગ્ર વેદ-ઉપનિષદ નો સાર કહેવાય છે…….અને સમગ્ર ભાગવત નો સાર શ્રીજી એ વચનામૃત માં માત્ર ત્રણ શ્લોક માં કહ્યો છે…..વચનામૃત ગઢડા પ્રથમ-૫૪, મધ્ય-૫૪ વગેરે …..માં શ્લોક વર્ણવ્યા છે…! અને આ બધા શ્લોક નું તાત્પર્ય કહેતા કે સાર એક જ છે…..સત્પુરુષ…….!
 • આદિ શંકરાચાર્ય તો કહેતા કે- તમે ભલે વિદ્યા પ્રાપ્ત કરો…ધન પ્રાપ્ત કરો…..સ્વસ્થ દેહ પ્રાપ્ત કરો….પણ જો એક સત્પુરુષ ની પ્રાપ્તિ ન થાય તો બીજી કોઈ પ્રાપ્તિ નો મતલબ નથી…અર્થ નથી……
 • માટે દરેક ક્રિયા માં- એક સત્પુરુષ અને શ્રીજી ને ભેળવવા…તો એ ક્રિયા /કર્મ નિષ્કામ કર્મ થાય……..પ્રગતિ નું કારણ બને…..
 • દુનિયા ના દરેક તત્વજ્ઞાની…મોટા મોટા ગુરુઓ..વિદ્વાનો એ કહ્યું છે કે …તમે સો વરસ પૂજા કરો એના કરતા સત્પુરુષ સાથે એક પલ વિતાવો તો એ વધારે કલ્યાણ કરી છે….ગુણાતીતાનંદ સ્વામી એ  એ જ વાત કરતા કહ્યું કે- જે કાર્ય અન્ય જગ્યા એ કોટી કલ્પે થાય છે તે..અહી એક પળ માં થાય છે……
 • ૫૦ થી વધુ વચનામૃત માં શ્રીજી એ સત્પુરુષ ના મહિમા ની વાત કરી છે…………આમ, મોક્ષ ના દાતા તો એક સત્પુરુષ અને શ્રીજી જ છે…….

અદ્ભુત…….ગહન વાતો….!!!! જીવન માં જો સાચા સત્પુરુષ ઓળખાય….પ્રાપ્ત કરાય…અને એમની આજ્ઞા નું પાલન કરી,એમને રાજી કરી શકાય તો- બીજું કશું જ બાકી ન રહે…………..આપણી આંગળી પકડી ને શ્રીજી ની પ્રાપ્તિ કરાવે…એમાં કોઈ શંકા નથી……!!

સભાને અંતે – અમુક જાહેરાત થઇ…….

 • આપણી સંસ્થા ના નિયમ મુજબ- આ વરસે પણ ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ બોચાસણ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી અને અન્ય સદ્ગુરુ સંતો ની હાજરી માં ઉજવાશે………સારંગપુર માં સ્વામીશ્રી ની નાજુક તબિયત ને કારણે -કોઈ ઉત્સવ નથી…દર્શન  નથી…………
 • આવતી રવિસભા – યુવક મંડળ દ્વારા નવા સભ્યો ના સ્વાગત ની સભા છે……સમય છે..સાંજે- ૫.૧૫ ……

ચાલો સ્વામી-શ્રીજી અને આપણા ગુરુહરિ ને પ્રાર્થના કરીએ કે – એમના માં સદાયે દિવ્યભાવ રહે…..ક્યારેય મનુષ્ય ભાવ ન આવે,…..સદાયે નિર્દોષ બુદ્ધિ રહે………એમની આજ્ઞા માં રહેવાનું બળ મળે……એમને રાજી કરી શકીએ…એવી રીતે જીવન બને….!!!

482151_584448411585317_1773531261_n

તો- જ ગુરુ પૂર્ણિમા સાચી…….

વન્દે શ્રીપુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં
વન્દે પ્રાગજીભક્ત-મેવમનઘં બ્રહ્મસ્વરૂપં મુદા ।
વન્દે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગીરાજં તથા
વન્દે શ્રી પ્રમુખં ગુણાલયગુરું મોક્ષાય ભક્ત્યા સદા

જય સ્વામિનારાયણ……

રાજ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s