Raj Mistry's world

Me,my stories and world around….

BAPS સ્મૃતિ રવિસભા-૨૧/૦૮/૨૦૧૬

3 Comments

“….એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે………, અને એના પગમાં ચાલનારા ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે…………; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે……….માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે………..


ભગવાન શ્રી સ્વામિનારાયણ -વચનામૃત-ગઢડા પ્રથમ-૨૭

“હું તો ચિરંજીવી છું”


અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી

“સત્પુરુષ આ પૃથ્વી પર થી ક્યારેય જતા જ નથી…..સદાયે પ્રગટ રહે છે…..”


બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૩ ઓગસ્ટ,૨૦૧૬, સમય-સાંજ-૬ ; સ્થળ- સર્વસ્વ, સારંગપુર નૈમિષારણ્ય ક્ષેત્ર – આ અવની પર થી પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો દેહ સંકેલ્યો ..તેને આજે બરોબર એક અઠવાડિયું થયું…….અક્ષરબ્રહ્મ એ દેહ બદલ્યો…..જીવમાત્ર ના કલ્યાણ નો માર્ગ ખુલ્લો રહે એ માટે નવા પાત્ર ની..નવા સમર્થ દેહ ની પસંદગી કરી……..અને એ જ ગુણાતીત..ચિરંજીવી…શ્રીજી એ  વર્ણવેલા સમર્થ સંત….સત્પુરુષ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ તરીકે આજે આપણી સમક્ષ પ્રગટ બિરાજી રહ્યા છે….! તો- મહા સમર્થ -અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજે જે અકલ્પનીય કાર્યો..ચરિત્રો….કર્યા તેની સ્મૃતિ ની આ સભા હતી….હરિભક્તો નું લૌકિક શોક -દુખ દુર કરવાની…..ચિરંજીવી ગુણાતીત તત્વ ના મહિમા ને સમજવાની સભા હતી…!

ગયા રવિવારે તો સારંગપુર – સ્વામીશ્રી ના દિવ્ય વિગ્રહ ના દર્શન માં હતા…આથી ધુન્ય-રવિસભા માં હાજર ન રહેવાયું…..પણ આજની સભા મેઘ ભર્યા વાતાવરણ માં પણ કરવામાં આવી…..ઠાકોરજી ના દર્શન મનભરી ને કરવા માં આવ્યા…….

13932743_583304155191094_2773333572547166760_n

સભામાં આજે ખુબ જ ભીડ હતી…..સભાગૃહ છલોછલ ભરેલું હતું…કેટલાક હરિભક્તો ને તો મંદિર ના પ્રાંગણ માં જ સભા નો શ્રવણ લાભ લેવો પડ્યો…..અને કેમ ન હોય??? ગુરુહરિ ની વસમી વિદાય પછી ની આ પ્રથમ શ્રદ્ધાંજલિ -સ્મૃતિ સભા હતી……! સભાની શરૂઆત ધુન્ય-પ્રાર્થના થી થઇ…….પુ.પ્રેમવદન સ્વામી  દ્વારા ” ગુરુજી નહિ ભૂલું તમને…” અને  ” એક જ આશા છે જીવતર ની…..પ્રમુખ સ્વામી માં ખોવાવું…” રજુ  થયા અને પ્રમુખ સ્વામી મહારાજ નો દિવ્ય ચહેરો નજરો સમક્ષ છવાઈ ગયો……!

ત્યારબાદ વિધવાન સંતો ના મુખે – અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય પ્રસંગો ની સ્મૃતિ કરવામાં આવી….જોઈએ વિગતવાર સારાંશ…..

પુ.વિવેક જીવન સ્વામી


  • ૧૯૮૪ માં યુકે માં સ્વામીશ્રી ની પોપ સાથે મુલાકાત થઇ અને સ્વામિનારાયણ સંપ્રદાય ની ઓળખાણ આપવામાં આવી. અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ની સહજ ઓળખાણ આપતા સ્વામીશ્રી  એ વિવેક જીવન સ્વામી દ્વારા પોપ ને વર્ણવ્યું કે જેમ – જીસસ ને ૧૨ શિષ્ય હતા અને એમાં પીટર સર્વ શ્રેષ્ઠ શિષ્ય હતા તેમ ગુણાતીતાનંદ સ્વામી -ભગવાન સ્વામિનારાયણ ના શિરમોર શિષ્ય હતા……
  • એ જ સમયે પોપ ના કડક ધડક કપડા ની વાત નીકળી તો સ્વામી એ સકારાત્મક ઉત્તર આપતા કહ્યું કે- પોપ એમની પ્રણાલિકા પ્રમાણે કપડા પહેરે છે અને આપણે આપણા ઇષ્ટદેવ ની આજ્ઞા મુજબ કપડા પહેરીએ છીએ…તેનો ગર્વ થવો જોઈએ….!
  • લંડન થી આવેલા એક ડોક્ટર ને ભગવાન ને સદાયે આગળ રાખવાનું કહેતા સ્વામી એ કહ્યું કે- ભગવાન ને સદાયે આગળ રાખવાથી બળ,સ્થિરતા અને શાંતિ મળે……..
  • ગુણાતીત પુરુષ સદાયે પ્રગટ રહે છે……બસ એક એમનામાં જોડાવા નું છે…..મહંત સ્વામી મહારાજ માં જોડાવા નું છે…

પુ.અક્ષર વત્સલ સ્વામી


  • સ્વામીશ્રી ના દેહ ત્યાગ થી સર્વે-ભક્ત-બિન ભક્ત અશ્રુભીના હતા……
  • જેમ ભગવાન અને ભક્ત વચ્ચે ના સંબંધ ના ભાગ ન પડે…તેમ બાપા અને સત્સંગ વચ્ચે ના સંબંધ નો ભાગ ન  પડે….
  • બાપા ની અમેરિકા માં બાયપાસ સર્જરી પછી ડોકટરે તેમને પોતાનું રોજિંદુ સત્સંગ કાર્ય કરવા પર બ્રેક લગાવવા ની વાત કરી….પણ માને એ બાપા શાના??? 🙂 સ્વામીશ્રી એ પોતાના દેહ ની મર્યાદા ને અવગણી રોજિંદુ સત્સંગ કાર્ય ચાલુ રાખ્યું…..ઉલટાનું વધાર્યું…! દેહ ના ચૂરેચૂરા ..એ પણ સત્સંગ માટે તો ગુણાતીત જ કરી શકે….!!!
  • એવી તો અનેક ડોકટરી સલાહો ને અવગણી…અઢળક શારીરિક દુખ ને બાજુ કરી……હરિભક્તો ના રાજીપા ખાતિર દેહ ને પતરાળા જેવો કરી નાખ્યો………
  • બાપા સદાયે હસમુખા રહ્યા છે…..દેહાતીત રહ્યા છે…શ્રીજી સાથે એકરૂપ રહી..ભક્તિ કાર્ય માં એકાગ્ર રહ્યા છે……..છતાં શ્રીજી એ કહ્યું છે કે જ્ઞાની ને અનંત લોચન હોય છે ..તેમ ભગવાન માં એકાગ્ર રહ્યા છતાં સત્સંગ ની ઝીણી ઝીણી વાતો પણ એમની નજર થી બહાર રહેતી નથી…..એ અનેક વખત જોવા મળ્યું છે…..
  • અમદાવાદ યુવક-યુવતી મંડળ દ્વારા છેલ્લા ૧૬ વર્ષ થી ઉપવાસ -વારા ( રોજ બે યુવક નિર્જળા ઉપવાસ કરે) , જનમંગલ નામાવલી…માળા નું તપ ચાલતું હતું……તેની વાત કરતા કહ્યું કે- સ્વામીશ્રી એ યુવકો ના રદયમાં કેવી જગ્યા બનાવી હશે….!

અદ્ભુત……અદ્ભુત……..! ત્યારબાદ પુ. વિવેક મુની સ્વામી એ – સ્વામીશ્રી ના વિદાય ને ..વિરહ ને વર્ણવતા ,પુ.અક્ષરજીવન સ્વામી રચિત નવીન કીર્તન…”મૂર્તિ તમારી પ્રમુખ સ્વામી ની ..આવે છે મુજ ને યાદ…” રજુ કર્યું……

પુ.બ્રહ્મવિહારી સ્વામી


  • સ્વામીશ્રી ની વસમી વિદાય થી સઘળા લોકો…અબાલ-વૃદ્ધ સર્વ દુખી છે……..
  • આપણો સંપ્રદાય પ્રેમે ..હેતે જોડાયેલો છે……અને પ્રમુખ સ્વામી એ સર્વ ભક્તો ને – અંગત પ્રેમ આપ્યો છે…..પર્સનલાઇઝડ પ્રેમ આપ્યો છે…તેથી જ એ સર્વ ને પોતીકા લાગ્યા છે…
  • સ્વામીશ્રી ના અગ્નિ સંસ્કાર પછી રાત્રે પ્રધાનમંત્રી મોદી સાહેબ નો ફોન આવ્યો અને ગળગળા અવાજે કહ્યું કે- સ્વામી ની યાદ હૃદય માં થી જતી નથી……તો તમારા ત્યાં શું હાલ હશે??? શોક ની આ ઘડી માં સમગ્ર દેશ તમારી સાથે છે……
  • જગવિખ્યાત કાર્ડિઆક સર્જન ડો.તેજસ પટેલ ને આમ સત્સંગ ઓછો પણ સ્વામી ના સમાચાર મળ્યા એટલે એટલા દુખી થયા કે – એમણે કહ્યું કે -એમનામાં સ્વામી ના દેહ ના દર્શન કરવા ની હિમત નથી….અને સંતો ની વિનંતી પછી આવ્યા તો – દેહ ના દર્શન કરી બોલ્યા કે – ત્રણ ત્રણ દિવસ પછી પણ સ્વામીશ્રી ના દેહ -મુખ પર એટલું બધું તેજ લાગે છે કે જે- કલ્પના..વિજ્ઞાન ના નિયમ બહાર છે…..!!!! નરી દિવ્યતા છે…..
  • પુ.મોરારી બાપુ ને અદ્ભુત અનુભવ થયો કે ત્રણ ત્રણ વર્ષ થી લૌકિક રીતે મૌન…નગણ્ય ક્રિયા કરવા છતાં કોઈ મહાત્મા આટલું વિશાલ કાર્ય કરે….લાખો હરિભક્તો અશ્રુભીના થઇ જાય…દર્શને આવે..!!!
  • આપણો સમજણ નો સત્સંગ છે…..સત્પુરુષ ના ચરિત્ર ની સ્મૃતિ કરવાથી દુખ હણાય છે…દુર થાય છે……
  • ૧૯૮૩ માં સ્વામી શ્રી ને ગંભીર હાર્ટએટેક આવ્યો એ સમયે પુ.બ્રહ્મવિહારી સ્વામી પાર્ષદ માં હતા અને એમણે-અન્ય પાર્ષદો એ બનાવેલા શુભકામના કાર્ડ જોઇને સ્વામીશ્રી એ કહ્યું કે- એક બીજાને યાદ કરીએ એટલે એકબીજા ના રદયમાં રહેવાય…હૃદય થી હૃદય ની વાત થાય….!
  • પૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબે કહ્યું છે તેમ…સ્વામીશ્રી ની સ્મૃતિ કરીએ તેમ -એ અચૂક હાજર થાય છે……એ આજે પણ આપણી વચ્ચે છે…..
  • સત્પુરુષ ની દ્રષ્ટિ નિરાવરણ હોય છે…..તે સઘળું જુએ છે…….જાણે છે…..અને એમના દર્શન થવા એ અનેક વેદ-ઉપનિષદ ..કુંભ મેળા કરતા પણ વધારે પુણ્ય શાળી છે…મોક્ષ દાતા છે….
  • If you love him……live him……!
  • પુ.ચિન્મયાનંદ સ્વામી એ પ્રમુખ સ્વામી મહારાજ ના દર્શન માટે પાછળ દોડતા યુવકો ને કહ્યું કે…..Don’t run behind your Guru……run for Guru…learn from Guru…!
  • બેપ્સ શતાબ્દી ઉત્સવ સમયે એક અખંડ જ્યોત સ્વામીએ પ્રગટાવી ને આજ્ઞા કરી હતી કે આ જ્યોત દ્વિ-શતાબ્દી સુધી અખંડ રાખજો…એ પછી નવી જ્યોત પ્રગટાવજો…!!!! અર્થાત આ સંસ્થા અક્ષર છે…..સત્પુરુષ સદાયે પ્રગટ છે…….જે આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રૂપે બિરાજમાન છે….! એમનામાં મન-કર્મ વચને જોડાવા નું છે…..

ત્યારબાદ વિડીયો દર્શન સ્મૃતિ નો લાભ મળ્યો…..વિવિધ આગેવાન -મોટા લોકો -સામાન્ય હરિભક્તો વગેરે નો સ્વામીશ્રી વિશેનો અનુભવ..પ્રતિભાવ રજુ થયો…….એમાં એક યુવકે વાત કરતા કહ્યું કે- એ પોતે એકવાર સ્વામીશ્રી ના દર્શને ગયો તો સંકલ્પ કર્યો કે..સ્વામીશ્રી માં ભગવાન હોય તો મારો હાથ પકડે…..પણ જયારે દર્શન કર્યા..પુરા કર્યા ..બહાર નીકળ્યો છતાં સ્વામી એ કઈ ન કહ્યું…..પણ અચાનક એને યાદ આવ્યું કે એની કોઈ વસ્તુ- ત્યાં સ્વામીશ્રી પાસે ટેબલ પર જ રહી ગઈ છે…એ પરત લેવા ગયો તો સ્વામીશ્રી એ તરત તેનો હાથ પકડી કહ્યું કે….આવા સંકલ્પ ન કરવા..!!! અને એના શરીર માં થી એક ઝણઝણાટી ભર્યો પ્રવાહ પસાર થઇ ગયો…!!!! અદ્ભુત…! સત્પુરુષ ના પારખા કરવા ની આપણા પામર જીવ ની શું વિસાત????

અને પુ.ઈશ્વર ચરણ સ્વામી એ સભાને અંતે એ જ વાત કરતા કહ્યું કે…….આપણ ને જે મળ્યું છે તે સર્વોપરી છે…….ચિરંજીવી છે…..અને એની સ્મૃતિ જ સુખ આપે છે….! બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે ત્રણ સૂત્ર સદાયે જીવન માં દ્રઢ કરવા……દાસ ના દાસ થવું, સેવક થવું…..સહન કરવું….! સંપ,સુહાર્દભાવ અને એકતા હમેંશા દ્રઢ કરવા……હરિભક્ત નો અવગુણ ક્યારેય ન લેવો……ગુણગ્રાહક બનવું..! આપણું વર્તન એવું ઉચ્ચ રાખવું કે જગત આખું સ્વામિનારાયણ સત્સંગી ને નમે…..! ગુણાતીત પુરુષ ક્યારેય આ પ્રુથ્વી પર થી જતા જ નથી…….સદાયે પ્રગટ રહે છે……માટે જ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ માં જીવ-મન-કર્મ-વચને જોડાઈ જવું…! એકાંતિક કલ્યાણ તો સત્પુરુષ જ કરી શકે…….બીજા કોઈનું કામ નહિ…..!

સભાને અંતે જાહેરાત થઇ કે….

  • ૨૫ મિ ઓગસ્ટ રોજ -જન્માષ્ટમી નો ઉત્સવ ધામધૂમ થી ઉજવાશે  ….
  • ગુજરાત સરકારે – બરોડા માં નવનિર્મિત ..સૌથી લાંબા ફ્લાય ઓવર નું નામ પ્રમુખ સ્વામી મહારાજ પર ર્કાહ્યું છે….આ સિવાય રાજકોટ માં અત્યાધુનિક હોલ…જૂનાગઢમાં નવીન માર્ગ- સર્કલ નું નામ પણ સ્વામીશ્રી ની સ્મૃતિ માં રાખવા માં આવ્યું છે…..
  • મીડિયામાં પણ -અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ તરીકે વર્ણન થયું જે દર્શાવે છે કે – બિન સત્સંગી લોકો પણ સ્વામી શ્રીને અક્ષરબ્રહ્મ તરીકે સમજતા થયા છે…..

અદ્ભુત…..અદ્ભુત….! સત્પુરુષ ના ચરિત્ર…..આજ્ઞા-ઉપદેશ ..ક્રિયાઓ સંભારી રાખવા થી..મનન કરવાથી….એમના સંગે આપણે પણ બ્રહ્મરૂપ થઇ જઈએ…..પરમપદ ને પામીએ….( ભગવાન સ્વામિનારાયણ- વચનામૃત- ગઢડા પ્રથમ-૩, મધ્ય-૩૧, અક્ષર વાતો-૩/૧૨)

બસ એટલું દ્રઢ કરવાનું છે કે – સત્પુરુષ આપણી વચ્ચે સદાયે રહે છે……ગુણાતીત તત્વ ચિરંજીવી છે……માટે મન-કર્મ-વચને-જીવે કરીને એક એમનામાં જોડાવા નું છે………એમનામાં મનુષ્ય ભાવ લાવવા નો નથી ..સદાયે દિવ્યભાવ લાવવા નો છે……!

 

આખરે આપણો મોક્ષ આપણા હાથમાં છે………!!! બાકી સત્પુરુષ તો બધાનું કલ્યાણ કરવા બેઠા છે…

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

3 thoughts on “BAPS સ્મૃતિ રવિસભા-૨૧/૦૮/૨૦૧૬

  1. Jai Swaminarayan…Raj Bhai..
    Aatlu saras post karo chho, mane Dar lage chhe ke gaya loko sabha aava nu bandh kari dese..Kem ke tamari blog to summarize ready j chhe!!!!

    Raji Rehsho…
    Bhagwat Thakar

    • you are right…..mane pan chinta thay chhe….aathi post ma sabha na amuk parts j hoy chhe…..complete narration nahi…….karan ke pratyaksh satsang j sacho…..!! aa to ek chitar matr chhe……moments no shabdchitr chhe……..!

  2. waaooo …thanks its good for those who miss the sabha ….thank you Jai Swaminarayan…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s