Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૧૧/૦૯/૨૦૧૬

1 Comment

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે…………… અને તે સંતના વચનને વિષે શ્રદ્ધાવાન થાય, તો એના હૃદયને વિષે સ્વધર્મ, વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ભક્તિ આદિક જે કલ્યાણકારી ગુણ તે સર્વે પ્રકટ થઈ આવે છે અને કામ-ક્રોધાદિક જે વિકાર તે બળી જાય છે……..”


વચનામૃતમ-સારંગપુર-૧૮

ગઈ સભા માં પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની હાજરી રવિસભા માં હતી અને અમારે સેવા નો અમુલ્ય લાભ હતો……આથી એ સભા નો શબ્દ ચિતાર હું ન મૂકી શક્યો……પણ આજ ની સભા એવી જ અદ્ભુત અને દિવ્ય હતી……સત્પુરુષ વિષે દ્રઢ વિશ્વાસ અને નિષ્ઠા હોય તો એમની હાજરી સર્વત્ર અનુભવાતી જ હોય છે……..!! આજે એ અનુભવ નો જાણે કે સાક્ષાત્કાર થયો……….શ્રદ્ધા ..એ પણ સત્પુરુષ માં અને શ્રીજી માં શા માટે અનિવાર્ય છે…એનો મહિમા સમજાયો…..

સભામાં સર્વ પ્રથમ શ્રીજી ના અદ્ભુત દર્શન…

collage_20160911173343405_20160911173439144 (1).jpg

સભામાં ગોઠવાયા ત્યારે મિત્ર નીરવ વૈદ્ય ના સુમધુર કંઠે સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થઇ રહી હતી…અદ્ભુત માહોલ..અને હરિભક્તો નું શિસ્ત બદ્ધ આગમન……! ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામી રચિત ” મનમોહન મનમાની તારી મૂર્તિ રે….” એમના જ કંઠે રજુ થયું………અને કવિ હરીન્દ્ર દવે રચિત એમના  શુદ્ધ હૃદય ભાવ ના પુરાવા સમાન પ્રસિદ્ધ વૈરાગ્ય કીર્તન…..” તારી ઉતરેલી પાઘ મુને આપ મારા સ્વામી ” રજુ થયું અને વૈરાગ્ય ને માર્ગે -જગત ના સર્વ સુખ ન્યોછાવર કરી ચાલી નીકળેલા જુવાનીયા ઓ ના ગર્વીલા ચહેરા…એની ખુમારી …..શ્રીજી -સ્વામી નું તેજ…..મનો-હૃદય પર છવાઈ ગયું……!!! પલભર લાગ્યું કે આપણા ભાગ્ય ક્યારે ફળશે …કે સત્પુરુષ ની એ કેસરી પાઘ નો રંગ જીવ પર ચડશે અને આ જીવન શ્રીજી માટે …સત્પુરુષ માટે ન્યોછાવર થઇ જશે….!! અદ્ભુત……

ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ  બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ના મહિમા નું પદ ( રચયિતા- રસિક દાસ) ” એની જ્યોતિ ઝગમગ થાય…” રજુ થયું…………એ પણ અદ્ભુત હતું…!

ત્યારબાદ પુ.વિવેક્મુની સ્વામી દ્વારા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના ચરિત્ર નું સ્મૃતિ વિષે મનોનીય પ્રવચન થયું….જોઈએ સારાંશ….

  • પ્રમુખ સ્વામી મહારાજ નો જીવન મંત્ર હતો….બીજાના ભલા માં જ આપણું ભલું છે……..અને એનો સકારાત્મક..દિવ્ય પ્રભાવ અનંત જીવ પર પડ્યો…અને એમનામાં જે પરિવર્તન થયું..તે નોંધવા લાયક હતું….!
  • સ્વામીશ્રી એ દેહત્યાગ કર્યો ત્યારે ભક્તો ની જે નિષ્ઠા…જે બાપા પ્રત્યે પ્રેમ હતો..તેના ઉદાહરણો ધીરે ધીરે બહાર આવતા જાય છે……..જે સાંભળી ને અનુભવ થાય છે કે- આટલો પ્રેમ તો કેવળ સાક્ષાત શ્રીજી પ્રત્યે જ થઇ શકે……..અને એ જ દિવ્ય..સર્વોપરી તત્વ આજે પણ પ્રગટ છે….
  • દાખલા તરીકે મુંબઈ ના ચાર યુવક- બાઈક પર- રસ્તામાં માત્ર બે વાર સ્ટોપ કરી સારંગપુર..સ્વામીશ્રી ના દર્શન કાજે પહોંચ્યા હતા……! ૧૦૮ ફ્રી એમ્બ્યુલન્સ સર્વિસ ના સ્ટાફ દ્વારા પોતાના નોકરી ના કલાક પુરા થઇ ગયા બાદ પણ – સારંગપુર ખાતે ખડેપગે રહી……આરામ ની પરવા કર્યા વગર સેવા પૂરી પાડી હતી….
  • સ્વામીશ્રી એ કેવા નિષ્ઠાવાન ભક્તો-કાર્યકરો તૈયાર કર્યા હતા કે- સ્વામી ધામ માં ગયા એના સમાચાર મળ્યા કે સર્વ કાર્ય-જવાબદારી છોડી સારંગપુર સેવા માં હાજર થઇ ગયા હતા……અને સામે- સ્વામીશ્રી એ -દિવ્ય દેહે એમના યોગક્ષેમ નું વહન કર્યું હતું…તેના ઉદાહરણ પણ મળ્યા……!!!!! અદ્ભુત….
  • મીડિયા હોય કે ઇલેક્ટ્રિક ની સેવા કે ટ્રેન ની સેવા…સર્વ વિભાગો દ્વારા સ્વામીશ્રી ના અંતિમ દર્શન માટે જે નિશ્વાર્થ ભાવે સેવા પૂરી પાડવા માં આવી…..તે અવિસ્મરણીય હતી…….! મીડિયા વાળા ઓ ને પણ સત્સંગ થયો…….જે બિન સત્સંગી હતા તેમના સ્વામીશ્રી ના દેહ ના દર્શન માત્ર થી વ્યસન છૂટી ગયા…….જીવન માં સકારાત્મક બદલાવ આવ્યો…….!
  • રાજકોટ ના એક ટ્રાન્સપોર્ટર ..ગુણભાવી ભક્તે પોતાની બધી બસો ને વિના મુલ્યે -દર્શનાર્થી ઓ ને સારંગપુર લાવવા લઇ જવા -સેવા માં જોડી દીધી…….૪૭૦૦ જેટલા ભક્તો ને દર્શન કરાવ્યા………

અદ્ભુત……અદ્ભુત….! સત્પુરુષ ની આ જ આભા હોય છે………! તેમના સમાગમ માં જે જીવ યથાર્થ પણે …કલ્યાણ ના ભાવ સાથે આવે તેનું કલ્યાણ અવશ્ય થાય છે……! બસ શ્રદ્ધા જોઈએ….! એ જ વિષય પર વિદ્વાન સંત વિવેકજીવન સ્વામી દ્વારા ” અધ્યાત્મ માં શ્રદ્ધા નું મહત્વ” વિષય પર વિસ્તૃત ચર્ચા થઇ…….જોઈએ એનો પણ સારાંશ….

  • સારંગપુર-૧૮ ના વચનામૃત માં કહ્યા મુજબ – જો જીવ શ્રધ્ધાવાન હોય અને સત્પુરુષ માં દ્રઢ શ્રદ્ધા થી જોડાય તો- સર્વ કલ્યાણ કારી ગુણ આવે…..એના સર્વ દોષ ટળી જાય………
  • પણ જગત ના પ્રપંચ થી આવૃત આ જીવ – શ્રદ્ધા માં યે કાચો પડે છે…..જેના મુખ્ય ચાર  કારણ છે….૧) પ્રાકૃત બુદ્ધિ- મન માં તર્ક-કુતર્ક થયા કરે…૨) આધુનિક -ફાસ્ટ લાઈફ…..જગત ના વ્યવહાર સાચવવા માં -ભગવાન છૂટી જાય છે…. ૩) વિષયો નું જોર વધ્યું છે……..૪) દેશકાળ નડે છે……..
  • શ્રદ્ધા દ્રઢ કરવા – ધીરજ રાખવી…..સતત સત્સંગ કરવો…….વળગી રહેવું……..સત્પુરુષ ના ચરિત્ર નો અભ્યાસ કરવો….મહિમા સમજવો…દ્રઢ કરવો…….
  • વળી બાળકો ને નાનપણ થી જ નિયમ ધર્મ- માં દ્રઢ કરવા……….સત્સંગ-સત્પુરુષમાં જોડવા……..
  • ઘણીવાર -જે વાત શાસ્ત્ર થી કે..કોઈ રીતે ન દ્રઢ થતી હોય તે- સત્પુરુષ દ્વારા જીવ ને સહજ માં દ્રઢ થઇ જાય……આમ, સત્પુરુષ ના સતત સંપર્ક માં રહેવું……..જ્ઞાન સહીત ભક્તિ કરવી……જ્ઞાન વગર ની ભક્તિ નકામી છે……..જોરા ભગત ની જેમ……! ગુણાતીતાનંદ સ્વામી નો ગુણ હતો પણ એમની વાતોમાં નિષ્ઠા નહોતી આવતી…!
  • ભક્તિ-ઉપાસના-જ્ઞાન-નિયમ ધર્મ સાથે સાંખ્ય ને પણ સિદ્ધ કરીએ…….સાંખ્ય વિના…આત્મા–પરમાત્મા ને સમજ્યા વગર ઉપાસના અધુરી રહે છે…..
  • સત્પુરુષ નો મહિમા જીવન માં દ્રઢ કરવો………સ્વામીશ્રી વિષે એક યુરોપિયન મહિલા એ પોતાના બ્લોગ પર -પોતાના અનુભવ વર્ણવતા લખ્યું છે કે- સ્વામીશ્રી અને શ્રીજી મહારાજ પર દ્રઢ વિશ્વાસ ને લીધે -એમના પિતાજી નું બ્લડ કેન્સર મટી ગયું…….સ્વામીશ્રી માં ભગવાન હોવાનો અનુભવ થયો…..!!

અદ્ભુત…..અદ્ભુત………….આમ, સત્પુરુષ ના ચરિત્ર -પ્રસંગો જીવન માં દ્રઢ કરીએ તોપણ એમના પ્રત્યે દ્રઢ હેત-પ્રીત થાય….શ્રદ્ધા દ્રઢ થાય…..અને આપણા સર્વ દોષ નાશ પામે…

સભાને અંતે અમુક જાહેરાત થઇ……..

  • ૧૩ સપ્ટેમ્બર ના રોજ જળ ઝીલણી એકાદશી છે……….આજ્ઞા મુજબ નિર્જળા ઉપવાસ યથાશક્તિ -અવશ્ય કરવો…….
  • તે દિવસ ની સભા- શાહીબાગ મંદિરે- સવારે શણગાર આરતી પછી તરત જ શરુ થશે…….અવશ્ય લાભ લેવો….
  • જમો ને જમાડું- અન્નકૂટ ઉત્સવ નો કાર્યક્રમ -એનો મહિમા-સેવા જનજન સુધી પહોંચે તેનો પ્રયત્ન કરવો…..
  • બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ – સુરત યોજાવા નો છે…તેમાં ૧૦-૧૫ દિવસ ની સેવા માં લાભ લેવા માંગતા હરિભક્તો એ પોતાનું નામ નજીક ના મંડળ માં અવશ્ય નોંધાવવું……
  • બેપ્સ યોગીજી મહારાજ હોસ્પિટલ માં ૧ સપ્ટેમ્બર થી ૭ ડીસેમ્બર સુધી- બપોર પછી ની ઓપીડી માં ૫૦% ડિસ્કાઉન્ટ ની ઓફર છે….સાથે સાથે મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર-સારવાર  માટે પણ ડિસ્કાઉન્ટ ની ઓફર પેકેજ છે……હોસ્પિટલ નો વધુ માહિતી માટે સંપર્ક કરવો……

સભાને અંતે પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના ૨૭ થી ૩૧ ઓગસ્ટ -ના અમદાવાદ ખાતે ના વિચરણ નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…….

તો આજની સભા- શ્રદ્ધા…દ્રઢ નિષ્ઠા……સત્પુરુષ અને શ્રીજી માં સદાયે રહે……એમના કલ્યાણ કારી ગુણ આપણા માં આવે….આપણા દોષ નો નાશ થાય- એના જ્ઞાન પર હતી…! શ્રીજી ને નિરંતર પ્રાર્થના કે – આપણા જીવ ને બળ મળે……જગત છૂટે……ભગવાન જોડાય……..!

જય સ્વામિનારાયણ…..

સૌનું ભલું હો……..

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા-૧૧/૦૯/૨૦૧૬

  1. Love you too much…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s