Raj Mistry's world

Me,my stories and world around….

BAPS ગુરુહરિ જન્મોત્સવ સભા- ૨૪/૯/૨૦૧૬

1 Comment

 

શોભે સૌમ્ય મુખારવિંદ હસતું, નેણે અમી વર્ષતા ,

વાણી છે મહિમાભરી મૃદુ વળી, હૈયે હરિ ધારતા….

યોગીરાજ ..પ્રમુખજી હૃદય થી જેના ગુણે રીઝતા ,

વંદુ સંત મહંત સ્વામી ગુરુ ને કલ્યાણકારી સદા……

ઉપરોક્ત હૃદયસ્પર્શી સ્તુતિ , પુ.કોઠારી ભક્તિપ્રિય સ્વામી એ ૨૦૧૨ માં લખેલી અને પોતાની ગૌમુખી માં સાચવી રાખેલી. પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના સ્વધામ ગમન બાદ, સારંગપુર માં પુ.નારાયણ મુની સ્વામી ને આ સ્તુતિ આપી ને મહિમા વર્ણવ્યો..! અદ્ભુત….સદાયે ધીર ગંભીર…તેજસ્વી પણ સૌમ્ય મુખારવિંદ ધરાવતા પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ નો- ગુરુ પદે આવ્યા પછીનો આજે પ્રથમ જન્મોત્સવ આપણા દરેક મંદિરે..સાદગી અને મહિમા સાથે …પ્રમુખ સ્મૃતિ ના અમૃત સાથે ઉજવવામાં આવ્યો. આજે સવારે જ બોચાસણ ખાતે લગભગ ૩૦ હજાર જેટલા હરિભક્તો ની હાજરી માં ..મહંત સ્વામી મહારાજે પોતાનો જન્મોત્સવ ઉજવ્યો….તો સાંજે શાહીબાગ મંદિરે લગભગ ૧૨-૧૫ હજાર હરિભક્તો ની હાજરી માં આ ઉત્સવ ઉજવાયો……!! સ્વામીશ્રી ની આજ્ઞા મુજબ- સાદગી સાથે –પ્રમુખ સ્વામી મહારાજ ની વિશેષ સ્મૃતિ સાથે આ ઉત્સવ ઉજવવાનો હતો…..અને એ પ્રમાણે જ ઉજવાયો….જોઈએ સારાંશ..

સભાનો સમય ૭-૩૦ સાંજ નો હતો પણ હરિભક્તો ૬ વાગ્યા ના જ સભામાં ગોઠવાઈ ગયા…ઉપર નો- નીચે નો બંને સભા ગૃહ ખીચોખીચ ભરેલા હતા……આથી સભા ૭-૩૦ ને બદલે ૭-૧૫ જ શરુ થઇ ગઈ…..

14390675_1101849806519653_4861298919010455395_n

પુ.શુભકીર્તન સ્વામી ના મજબુત અવાજ માં સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય માં સૌ કોઈ જોડાયા….ત્યારબાદ તેમના જ સ્વરે..” આનંદ વધામણા હો…સ્વામી ને હર્ષે વધાવીએ..’ રજુ થયું….વિવેક્મુની સ્વામી એ “ પ્રમુખ સ્વામી રે તમારું..નવખંડ માં નામ ઘરેઘર ગવાય છે…” રજુ થયું……! અદ્ભુત…..અદ્ભુત…! ત્યારબાદ સભા નું સંચાલન કરતા પ્રવક્તા ભાઈ એ –આપણા ગુણાતીત ગુરુઓ ની એકતા નો પુરાવો આપતા પોતાનો જ અનુભવ કહ્યો. બેંક માં નોકરી કરતા હતા એ સમયે એમની ટ્રાન્સફર નાસિક પાસે-આદિવાસી પછાત વિસ્તાર વિક્રમ ગઢ માં થઇ…ત્યાં જવાની એમની ઈચ્છા હતી નહિ કારણ કે માત્ર બે વર્ષ એમની નિવૃત્તિ માં બાકી હતા…છતાં તેમણે નિર્ણય લેતા પહેલા પુ.મહંત સ્વામી ને એ સમયે પત્ર લખ્યો તો ઉત્તર માં સ્વામીશ્રી એ કહ્યું કે- વિક્રમગઢ જવું….સત્સંગ ફેલાવવો……અને પરિણામ….બે વરસ પછી એ વિક્રમગઢ થી પરત આવ્યા ત્યારે ત્યાં લગભગ ૩૫ જેટલા પરિવાર સત્સંગી થયા…….!! જેવી પ્રમુખ સ્વામી મહારાજ ની સત્સંગ વધારવા ની ખેવના હતી…તેવી ને તેવી જ મહંત સ્વામી મહારાજ માં દેખાય છે..!!! અદ્ભુત એકતા…!

ત્યારબાદ સ્વયમ મહંત સ્વામી મહારાજ ના મુખે- પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય ગુણ ને વર્ણવતો એક વિડીયો રજુ થયો…૧૯૭૪ માં બાપા પ્રથમ વાર આફ્રિકા ગયા અને “લીલા તોરણે” પાછા આવ્યા…અને પછી બાપા એ ગઢડા પ્રથમ-૭૪ ને આધારે જે –ચરિત્ર- ભગવાન ના સર્વ કર્તાહર્તા પણા નું દર્શાવ્યું…..તે અદ્ભુત હતું….તેની વાત મહંત સ્વામી મહારાજે કહી..! ભગવાન ને સર્વ કર્તાહર્તા કહી દેવા અઘરા છે..પણ એ પ્રમાણે માની ને જીવવું-અતિશય કઠીન…..! પ્રમુખ સ્વામી મહારાજે આ કરી દેખાડ્યું…!

ત્યારબાદ પુ.ધર્મતિલક સ્વામી ના મુખે..” પ્રમુખ સ્વામી મહારાજ ની ભગવાન ના સર્વ કર્તાહર્તા ની ભાવના” પર અદ્ભુત ઉદાહરણ( સુરત માં સ્વામી ને પેસમેકર મુકવા નો પ્રસંગ..વગેરે) દ્વારા સમજ્વ્યું કે- સ્વામી ને મન- એક ભગવાન નું ધાર્યું જ થાય છે…..હમેંશા સાક્ષી ભવ..નિમિત્ત ભાવ રાખવો….જે પણ કઈ સારું થાય છે..એ ભગવાન ની મરજી..ગુરુ ની કૃપા..સંકલ્પ થી જ થાય છે..એ ગુણ સદાયે સ્વામીશ્રી ના જીવન માં રહ્યા છે…

પછી પ્રમુખ સ્વામી મહારાજ ની ઉપકાર વર્ષા – દર્શાવતો અદ્ભુત વિડીયો રજુ થયો…….!! અને પછી પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી ના મુખે- સ્વામીશ્રી ના દિવ્ય ગુણ પર – વિડીયો દર્શન નો લાભ મળ્યો…..મહંત સ્વામી એ કહ્યું કે એ જયારે યુવક માં હતા અને અમદાવાદ –આંબલીવાળી પોળ માં બાપા સાથે રોકાયા હતા….બાપા પોતે રસોઈ બનાવે….પોતાના ભાગ ની રોટલી પણ મહંત સ્વામી ને આપી દેતા…પોતે જે વધે એ ખાઈ ને ચલાવતા……..! અદ્ભુત ગુણ…..! પોતાના શિષ્ય નો હાથ પકડી..પોતાના થી આગળ કરે એ જ સદ્ગુરુ..!!…

ત્યારબાદ પુ.દિવ્યકિશોર સ્વામી એ “ પ્રમુખ સ્વામી મહારાજ નું વાત્સલ્ય” પર મનોનીય પ્રવચન આપતા કહ્યું કે….વાત્સલ્ય એ પ્રવચન નો વિષય નથી પણ લાખો ની અનુભૂતિ નો સાક્ષાત્કાર છે. જે બધાએ અનુભવ્યું છે….

  • ગોંડલ માં ,૧૯૮૪ ની સાલ માં સંતો ને –સ્વામીએ કહ્યું કે- તમે બધા ભગવાન માટે પોતાનું ઘરબાર છોડી ને આવ્યા છો..તો અમને મન માં એક વિચાર સદાયે રહે છે..કે તમને કેમ આગળ કરું…!
  • દિલ્હી અક્ષરધામ ની સેવામાં આવેલા ગરીબ હરિભક્તો માટે સંતો ને સુચના આપતા કહ્યું કે- એમની સગવડ..આવવા-જવાનું…આજુબાજુ ના યાત્રાધામ દર્શન નું સાચવવું….એમની સેવા સફળ થવી જોઈએ…
  • તો ઉકાઈ ના આદિવાસી બાળકો માટે શુદ્ધ..તાજા દૂધ ની વ્યવસ્થા સ્વામી એ કરાવી….અરે..એમના ગરમ ધાબળા બાળકો ની કોમલ ત્વચા ને છોલી ન નાખે..એ માટે એને બદલવાનું પણ સ્વામીશ્રી એ સુચન કર્યું…..
  • એટલા માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી- સ્વામીશ્રી ને શ્રદ્ધાંજલિ આપતા બોલી ઉઠ્યા કે મેં મારા પિતા ગુમાવ્યા નો શોક અનુભવાય છે…….!! કેટલું બધું વાત્સલ્ય…..ઝીણવટતા…..!
  • આમ, સત્પુરુષ માં હેત ની અભિવ્યક્તિ ..સ્વરૂપ મુજબ બદલાતી રહે..પણ હેત તો તેનું તે જ રહે…એમ..એ જ હેત- આજે મહંત સ્વામી મહારાજ માં સ્પષ્ટ દેખાય છે…..!

ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાના વિડીયો પ્રવચન માં કહ્યું કે- પ્રમુખ સ્વામી મહારાજે જે ભીડો વેઠ્યો છે..એ કદાચ કોઈ વેઠી શકશે નહિ….! એક પ્રસંગ માં- બામણગામ માં..ઊંચા ટેકરાઓ…તે પણ ખરી ગરમી માં – ખુંદતા અને વિચરણ કરતા સ્વામી ને જોઈ- મહંત સ્વામી ને પ્રશ્ન થયો કે- સ્વામી આટલો બધો ભીડો કેમ વેઠે છે??? અંતર્યામી પણે પ્રમુખ સ્વામી મહારાજે આ પારખી લીધું અને હસતા હસતા બોલ્યા કે- અહી ઘરેઘર આપણા ગુરુ યોગીજી મહારાજે પધરામણી ઓ કરી છે…..બધા ઘર પ્રસાદી ના છે… ! અદ્ભુત….ગુરુ ના મહિમા માટે આટલો બધો ભીડો…!!!!

પછી- એ જ ભીડા ના ગુણ પર- વિડીયો કીર્તન….”ભલું કરવા હમેંશા બીજા નું..” રજુ થયો……અદ્ભુત વિડીયો….!!!!

પુ.યજ્ઞપ્રિય સ્વામી એ “સ્વામી શ્રી એ વેઠેલો દૈહિક..માનસિક ભીડો” વિષય પર સભાને –સ્વામીશ્રી ના વિવિધ પ્રસંગો દ્વારા અદ્ભુત સ્મૃતિ કરાવી…….જોઈએ સારાંશ….

  • બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ને પ્રમુખ વરણી દિન ને દિવસ આપેલું વચન કે- સંસ્થા ના વિકાસ માં મારા દેહ ને પણ ગણીશ નહિ..- એ શબ્દસહ સ્વામી એ નિભાવ્યું છે…..
  • લીમડી-પાસે ખારવા ગામ અને અન્ય નજીક ના પથરાળ ગામો માં – સ્વામીશ્રી એ ટ્રેક્ટર ની ટ્રોલી માં બેસી ને ૪૫ કિમી સુધી નું વિચરણ કર્યું છે…! કેટલો ભયંકર ભીડો…કે જેની કલ્પના માત્ર થી પીચોટી ખસી જાય…શરીર ના સાંધા ઢીલા પડી જાય એવા પથરાળ માર્ગો પર..એ પણ કુદકા મારતી ટ્રેક્ટર ટ્રોલીમાં…!!…..અકલ્પનીય…..ભીડો..!
  • એ જ ગામડા ઓ માં- સ્વામીશ્રી ને પગે ગુમડું થયું હતું…ચાલવામાં મુશ્કેલી હતી..છતાં એક જ દિવસ માં ૬૦-૬૦ પધરામણી ઓ એવી અવસ્થામાં કરેલી…! કોના માટે?? કેવળ હરિભક્તો ને રાજી કરવા…
  • વાસદ માં ૧૦૨ ડીગ્રી તાવ…નિર્જળા ઉપવાસ..વૈશાખ નો બળબળતો તાપ…જેમાં આપણે ઘર ની બહાર પગ મુકવાનું ન વિચારીએ –એવી સ્થિતિ માં સ્વામી એ ૧૧૨ જેટલી પધરામણીઓ કરેલી….! કોઈ દિવસ..પોતાના દેહ ના સુખનું…કે સગવડ નું સ્વામી એ વિચાર્યું નથી……અરે..સામે થી કેવળ ભક્તો ને રાજી કરવા –અગવડ પણ માંગી લીધી છે……..જેવુતેવું ચલાવી લીધું છે…..

અદ્ભુત…અદ્ભુત……! આવા ગુણાતીત ગુરુ..કે જેમાં ભગવાન સાક્ષાત છે…સર્વ સમર્થ છે…છતાં કેવળ અને કેવળ આપણા સુખ માટે આવો અસહ્ય ભીડો વેઠે…….એના માટે શું ન થાય??? આજે પુ.મહંત સ્વામી મહારાજ નો ભીડો…દેહ…વિચરણ….જુઓ…! આપણા ગુણાતીત ગુરુઓ ની સ્થિતિ સમજાશે…!

ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ ના સ્વધામ ગમન બાદ- સારંગપુર ખાતે –ભરી સભામાં પુ.ડોક્ટર સ્વામી અને પુ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા- પ્રમુખ સ્વામી એ પોતાના ઉત્તરાધિકારી તરીકે પરમ પૂજ્ય મહંત સ્વામી ની નિમણુક કરી..એ વિડીયો દર્શન નો લાભ સભા ને મળ્યો…! ગુણાતીત જ ગુણાતીત ની ઓળખાણ કરાવી શકે……..અને એટલે જ મહંત સ્વામી રૂપે જ પ્રમુખ સ્વામી મહારાજ આપણ ને પુન: મળ્યા છે……!

14494818_1101849789852988_623184772986922798_n

ગુણાતીત ની નમ્રતા….બોચાસણ આજે…..

ત્યારબાદ- સભાને અંતે- પ્રમુખ સ્વામી મહારાજ ની દિવ્ય વાણી નો લાભ સભાને મળ્યો…..એક ભગવાન જ સર્વ કર્તાહર્તા છે…એમની મરજી વિના કોઇથી એક સુકું પાંદડું પણ હાલી શકતું નથી……બસ આપણે અહં છોડી- ભગવાન ની શકતી..મહિમા ને જાણવા નો છે..સમજવાનો છે…….! અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ૧૩/૯ ના રોજ મુંબઈ માં આપેલા પ્રવચન ના દર્શન થયા…….એમણે કહ્યું કે- ગુરુ તો સદાયે આગળ જ છે..આગળ જ રહેવાના…..એ જ આપણું કલ્યાણ કરશે…બધું એમના પર છોડી હળવા ફૂલ થઇ જવું…! સત્સંગમાં બીજાના ગુણ જુએ…પોતાના દોષ જુએ..એ જ દાસ….અને જે દાસાનુદાસ થાય તેને જ સત્સંગ નું સુખ આવે……..! આપણે તો એમને ગમે તે જ કરવું..!

અદ્ભુત…..અદ્ભુત….! સભાને અંતે જાહેરાત થઇ….

  • આવતીકાલ ની રવિસભા નથી….
  • પ.પુ.મહંત સ્વામી મહારાજ ના ફોટા…નીત્યપૂજા ની મૂર્તિઓ આવી ગઈ છે…….
  • પુરુષોત્તમ બોલ્યા પ્રીતે- હવે પેનડ્રાઈવ….મેમરી કાર્ડ સ્વરૂપે ઉપલબ્ધ છે………..

પુષ્પાંજલિ બાદ સભામાં હાજર તમામ હરિભક્તો ને નિયમ મુજબ – ગરમાગરમ ખીચડી ના ડબ્બા…છાસ ની બોટલ- પ્રસાદી માં આપવામાં આવી………!

આપણે તો આજની જન્મજયંતી-સ્મૃતિ સભામાં થી એટલું જ શીખવાનું કે……..ગુણાતીત પુરુષ સદાયે પ્રગટ છે…..એમના જે ગુણે સ્વયમ ગિરધારી રીઝે છે..એ જ ગુણ આપણા જીવનમાં આવે…..એ જેમ રાજી થાય એમ જ આપણે જીવીએ…….એ જ આ જીવન ની સફળતા……!  આખરે સત્પુરુષ ..એ જ આપણા મોક્ષદાતા છે………! એમના ચરણો માં આવા અનંત જન્મો અર્પણ કરીએ તો એ ઓછા છે……..

રાજી રહેજો…

જય સ્વામિનારાયણ…….

રાજ

Advertisements

One thought on “BAPS ગુરુહરિ જન્મોત્સવ સભા- ૨૪/૯/૨૦૧૬

  1. Thank you,Jay Swaminarayan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s