Raj Mistry's world

Me,my stories and world around….

BAPS ગુણાતીત રવિસભા -૧૬/૧૦/૨૦૧૬

Leave a comment

સ્વામી ગુણાતીતાનંદ આજ, આવીને અઢળ ઢળ્યા;

જેને મળિયા તેનાં સરિયાં કાજ, અંતર તાપ ટળ્યા… ૧

એવા સ્વામી ને શ્રીહરિ દોય, મળી એક નામ થયું;

સ્વામિનારાયણ સુખરૂપ, એવું ભજન લ’યું… ૨

એવા સ્વામિનારાયણ રે, ભજે તેના કષ્ટ હરે;

એને ઇષ્ટ જે જાણે રે, તે તો સકુટુંબ તરે… ૩

એવા ગુણાતીતાનંદ આજ, પ્રગટ ગુરુરૂપ હરિ;

અખંડાનંદજી કહે એમ અંતર પ્રેમ ભરી… ૪


શ્રીજી ના હૃદયગત સિધ્ધાંત –સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત કહે છે…..”અક્ષર રૂપ થઇ ને પુરુષોત્તમ ની ભક્તિ કરવી” અને સ્વયમ શ્રીજી પોતાના વચનામૃત (લોયા-૭) મા કહે છે “ અક્ષર રૂપ થયા વગર પુરુષોત્તમ ની ભક્તિ ન થાય….”…વળી શાસ્ત્રો મા વર્ણવ્યું છે કે અક્ષર એ પુરુષોત્તમ ને રહેવા નું ધામ છે….શ્રીજી જયારે પૃથ્વી પર દેહ ધરે ત્યારે આ ધામ સાથે જ પધારે છે…….  તો પછી પ્રશ્ન એ કે –શ્રીજી અહી પધાર્યા એ સમયે અક્ષર કોણ?? અક્ષર ની ઓળખાણ ..સ્વરૂપ શું??? અક્ષર કઈ રીતે થવાય….??? ….આ બધા પ્રશ્નો ના ઉત્તર આજે સભામાં હતા……કારણ કે આજની સભા એ – શરદ પૂર્ણિમા એ પ્રગટેલા અનાદી મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ના પ્રાગટ્યોત્સવની સભા હતી……..! એક એમનું સ્વરૂપ….મહિમા…વાતો સમજાય….દ્રઢ થાય તો પુરુષોત્તમ ક્યાય છેટે નથી…….

સભામાં સ્થાન ગ્રહણ કર્યું એ પહેલા ઠાકોરજી ના પૂર્ણ ચંદ્ર દર્શન હૃદય ભરી ને કરવામાં આવ્યા……..અદ્ભુત દર્શન….!

14650313_1121393511231949_8219697805085585329_n

સભાની શરૂઆત સંતો-યુવકો દ્વારા ધુન્ય પ્રર્થના થી થઇ…..પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી તરફ થી ..અખંડાનંદ બ્રહ્મચારી રચિત પ્રખ્યાત કીર્તન…” સ્વામી ગુણાતીતાનંદ આજ આવી ને અઢળક ઢળ્યા..” રજુ થયું……..!

ત્યારબાદ બાળમંડળ દ્વારા ઠાકોરજી ની આરતી થઇ……………અને એમના દ્વારા જ –સ્વામી ના નાનપણ ના પ્રસંગો…..ઠાકોરજી ને દૂધ ધરાવ્યા નો પ્રસંગ….બાળપણ થી જ ભક્તિ કરવા નો ખપ….શ્રીજી સાથેની દ્રઢ એકરૂપતા વગેરે રજુ થયા……….અને એ જ પ્રસંગો…..વિડીયો દર્શન – બાળમંડળ નું નૃત્ય પ્રદર્શન “મુળજી ઓ મુળજી” દ્વારા રજુ થયા…….અદ્ભુત રચના હતી…..! ગુણાતીતાનંદ સ્વામી નું જીવન ચરિત્ર એટલું વિશાલ છે કે તેને શબ્દો કે સંવાદ મા બાંધવું મુશ્કેલ છે….છતાં પ્રયત્ન અદ્ભુત હતો.

ત્યરબાદ યુવકમંડળ દ્વારા ઠાકોરજી ની આરતી થઇ………અને પછી પૂ.પ્રેમવદન સ્વામી દ્વારા ગુણાતીત ના મહિમા ની યશગાથા :” સહજાનંદ જી શરણે તમારે રાખો રે…..ગુણાતીતાનંદ ભવ ના બંધન કાપો રે…”  રજુ થયું…..પધ્યની અમુક પંક્તિઓ  મા સ્વામી ના ચરિત્ર અને એ જ પધ્ય નું ગધ્ય સ્વરૂપે વિવિધ વક્તા ઓ દ્વારા ઊંડાણ પૂર્વક વર્ણન – એ રીત ની રજૂઆત સમગ્ર સભા ના અંત સુધી રહી……..જોઈએ સારાંશ………..

  • પંચાળા ના દરબાર ઝીણાભાઈ ને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી ને સૌપ્રથમ વાર તિલક કરી હરીએ એમની ઓળખાણ આપી…..સારંગપુરમાં ફૂલદોલ ઉત્સવ મા રાઠોડ ધાધલ ને ત્યાં સ્વામી ની ઓળખાણ……વગેરે પ્રસંગો નું વર્ણન યુવક પ્રવચનકાર દ્વારા થયું……અને એ પછી ક્રમ મુજબ વડીલો દ્વારા ઠાકોરજી ની આરતી થઈ…….
  • એ પછી ની પંક્તિ મા પૂ.પ્રેમવદન સ્વામી એ જે સ્વામી ચરિત્ર વર્ણવ્યું ..એમાં ગધ્ય ના રંગ પૂરતા પૂ.વૈરાગ્ય નિધિ સ્વામી એ –મુંજો સુરુ અને વાલેરો વરૂ છાત્રસર ના પ્રતાપસિંહ…રામો હાટી જેવા અધમ મનુષ્ય કઈ રીતે….સ્વામી ના દિવ્ય પ્રતાપે મહાન ભક્ત બન્યા …એમનું જીવન પરિવર્તન થયું એની વાત કરી………! અને એ જ દિવ્યતા આજે પણ પ્રગટ ગુણાતીત પુરુષ દ્વારા ચાલુ છે….એ આફ્રિકા ના સુભાષ ભાઈ પટેલ અને અન્ય પ્રસંગો દ્વારા વર્ણવ્યું……
  • છેલ્લી પંક્તિઓ “કડ કડ બોલે કાંટા” ના ગધ્ય નિરૂપણ મા પૂ.ધર્મ તિલક સ્વામી એ કહ્યું કે- સ્વામી એ પોતાનું અક્ષર પણું…..શ્રીજી સાથે ની એકરૂપતા બાળપણ થી જ વિવિધ પ્રસંગો એ દર્શાવી હતી….અને સેવા ..વિચરણ…દર્શન નો ઇશક એવો કે એમના પગ પથ્થર જેવા થઇ ગયા હતા…..કાંટા પણ બટકાઈ જાય એવો ભીડો એમણે વેઠ્યો હતો……અને હરિભક્તો મા એવી નિષ્ઠા જગાવી હતી કે – સ્વામી રઘુવીરજી મહરાજ ને કહેતા કે હરિભક્તો એક આજ્ઞા એ અ ખેંગાર વાવ પોતાના માથા થી ભરી દે….!
  • પૂ. કોઠારી આત્મકીર્તિ સ્વામી એ પણ એ જ વાત કરતા કહ્યું કે……મોટા મોટા સંત હોય…હરિભક્ત હોય કે ખુદ આચાર્ય મહારાજ હોય….સર્વ પોતાના દોષ…ગ્રંથી ટાળવા જુનાગઢ સ્વામી પાસે જતા……આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે તો પોતાની ગ્રંથી ટાળવા સતત ત્રણ માસ સુધી એક તીર્થયાત્રી તરીકે સ્વામી નો સમાગમ કરેલો અને –સ્વામી મૂળ અક્ષર છે એ ગુણ એમને આવેલો….એ જ વાત ની પુષ્ટિ વડતાલ મંદિર ના આદિ કોઠારી ગોવર્ધન ભાઈ એ કરેલી…..! એ જ રીતે દાજીભાઈ નામના પ્રતિષ્ઠિત વ્યક્તિની કામ ગ્રંથી ટાળી હતી……નિર્વાસનિક કર્યા હતા………! આવા તો અનેક પ્રસંગો સ્વામિનારાયણ સંપ્રદાય ના સુવર્ણ ઇતિહાસ મા દર્જ છે………..એ જ દર્શાવે છે કે- આ તો એક અક્ષર જ કરી શકે……

અદ્ભુત…..અદ્ભુત…….સભાને અંતે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના ગુણાતીત પ્રાગટ્યોત્સવ પ્રસંગે આશીર્વચન નો વિડીયો રજુ થયો………એ જ ગુણાતીત ચિરંજીવી પણે આજે પણ પ્રગટ છે…….અને ભવિષ્ય મા પણ સદાયે પ્રગટ રહેશે………

સભાને અંતે અમુક જાહેરાત થઇ……

  • આવતા રવિવારે ભવ્ય બાળ મેળો છે……સ્થળ- બેપ્સ યોગીજી મહારાજ હોસ્પિટલ મેદાન…..સમય- સાંજે ૫ થી ૭……….આનંદો હરિ..આનંદો……!
  • જમો ને જમાડું-અન્નકૂટ સેવા અભિયાન ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે……સર્વ સેવા કરનાર ને પ્રાર્થના કે – અન્નકૂટ ના દર્શન કરવા અચૂક પધારે………..
  • આવતી પરા સભા ઓ ( જે તે વિસ્તાર ની અઠવાડિક સભાઓ) મા – સ્વામિનારાયણ પ્રકાશ નો વિશેષ અંક-(૧૬૦ પેજ નો…..પ્રમુખ ચરિતમ થી ભરપુર) રૂબરૂ સર્વ ગ્રાહક હરિભક્તો ને પ્રાપ્ત થશે…….સાથે સાથે દિવાળી ગ્રીટિંગ કાર્ડ ( કે જેમાં અન્નકૂટ પ્રસાદી કાર્ડ હશે) પ્રાપ્ત થાશે……..
  • સંત વ્યાખ્યાન માળા ના નવા અંક- એમ પી થ્રી રૂપે પ્રગટ થયા છે……સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધ્યાન થયા એ પછી સારંગપુર મા થયેલા ભક્ત ચિંતામણી પારાયણ ની MP3 પણ પ્રગટ થઇ છે…….

અને અંતે આરતી બાદ – સૌને દૂધ પૌંઆ નો મસ્ત મજાનો પ્રસાદ પ્રાપ્ત થયો……અક્ષર ના મહિમા સાથે ની શીતળ પૂર્ણિમા –જીવ અને દેહ બંને ને શાંત ..સંતૃપ્ત કરતી ગઈ….! ગુણાતીત ની આ તો લાક્ષણિકતા છે કે જ્યાં ભક્તિ-અધ્યાત્મિકતા ના ગહન રહસ્ય –જીવન ની રોજબરોજ ની ક્રિયા ઓ સાથે સહજ રીતે વણાઈ જાય છે……જીવન નો એક ભાગ બની જાય છે……..!

જય જય ગુણાતીત…..કે જેને સમજ્યા વગર શ્રીજી ઓળખાતા નથી…………જેને જાણ્યા વગર શ્રીજી પમાતા નથી……કે જેના સંગ વગર અક્ષર થવાતું નથી…..ભવ ના ફેરા ટળતા નથી……!

જય સ્વામિનારાયણ……

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s