Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૧૮/૧૨/૨૦૧૬

1 Comment

સંવત ૧૮૮૦ના આસો વદિ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા. પછી સ્નાન કરીને ને શ્વેત વસ્ત્રનું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા અને પોતાનું દેવાર્ચનાદિક જે નિત્યકર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા હવા. તે પ્રતિદિન જેટલા દંડવત્ પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત્ પ્રણામ અધિક કર્યો.

તેને જોઈને શુકમુનિએ પૂછ્યું જે, “હે મહારાજ! આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો?”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “નિત્ય પ્રત્યે તો અમે શ્રીકૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા જે, ‘હે મહારાજ! આ દેહાદિકને વિષે અહં-મમત્વ હોય તેને તમે ટાળજ્યો.’………. અને આજ તો અમને એવો વિચાર થયો જે,

‘ભગવાનના ભક્તનો મને, વચને અને દેહે કરીને જે કાંઈક જાણે-અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી.’………. માટે જાણે-અજાણે મને, વચને, દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય, તેનો દોષ નિવારણ કરાવ્યા સારુ એક પ્રણામ અધિક કર્યો……… અને અમે તો એમ જાણ્યું છે જે, ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને નથી થતું; અને ભગવાનના ભક્તની મને, વચને, દેહે કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું……….. અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષ્યા અને ક્રોધ એ ચારે કરીને થાય છે અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચાર વાનાં ન હોય તેથી થાય છે…….. માટે જેને આ દેહે કરીને પરમ સુખિયા થવું હોય ને દેહ મૂક્યા કેડે પણ પરમ સુખિયા થવું હોય, તેને ભગવાનના ભક્તનો મને, વચને, દેહે કરીને દ્રોહ ન કરવો…….. અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી, ને મને કરીને ને દેહે કરીને તેને દંડવત્ પ્રણામ કરવા, ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો……….. પણ એક વાર દ્રોહ કરીને દંડવત્ પ્રણામ કર્યા ને વળી ફરી દ્રોહ કરીને દંડવત્ પ્રણામ કરવા, એવી રીતે વર્તવું નહીં……… અને આ વાર્તા દાડી સાંભરતી રહે તે સારુ આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્તમાત્ર એવો નિયમ રાખજ્યો જે, ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમ જે દંડવત્ પ્રણામ હોય તે કરવા ને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે-અજાણે મને, વચને, દેહે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારુ એક દંડવત્ પ્રણામ નિત્યે કરવો……… એમ અમારી આજ્ઞા છે તેને સર્વે પાળજ્યો.”


વચનામૃતમ-ગઢડા મધ્ય-૪૦

શ્રીજી ની આ અદભુત વાત……આજની સભામાં ગુણાતીત સત્પુરુષ ના જીવન કથન મા કઈ રીતે વ્યાપ્ત છે…..એની વાત કોઠારી પૂ.આત્મકીર્તિ સ્વામી એ સભામાં કહી…..! ભગવાન ના ભક્ત માત્ર ને બ્રહ્મ ની મૂર્તિ સમજવી ( ગ.મ.૬૩) અને એનામાં અવગુણ જોવા….એનો દ્રોહ કરવો ..અર્થાત કલ્યાણ ના માર્ગ મા થી પતન…..! માટે જ શ્રીજી કહે તેમ કરવું…..એ જેમ વર્તે …સત્પુરુષ જેમ કહે અને વર્તે તેમ….જીવન નો ઢાળ કરવો……! રવિસભા તન-મન-હૃદય-જીવ ને રીચાર્જ કરતુ સાધન છે……..જો આ ન હોત તો જીવ નું શું થાત??? એ વિચર માત્ર થી ચિંતા થાય છે……

તો ધનુર્માસ ની આ પ્રથમ રવિસભા મા સમયસર પહોંચી ગયા…..જ્ઞાન-સરસ્વતી થી શોભિત શ્રીજી ના અદભુત દર્શન મનભરી ને કરવા મા આવ્યા…….

15590231_640845306103645_4815120606902595726_n

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય અને કીર્તન થી થઇ……બ્રહ્માનંદ સ્વામી રચિત- ” મુને વ્હાલું લાગે મુખ તારું…” રજુ થયું…ત્યારબાદ પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા દાસ જીવણ રચિત…” ધન્ય ધન્ય આવા સંત ને રે…..” રજુ થયું…..સંત નો મહિમા…..સત્પુરુષ ના ગુણ …જો જીવ ને સમજાય તો સહજ હેત એમનમાં થાય અને જીવ નું કલ્યાણ થાય……

ત્યારબાદ પૂ.નિર્મલચરિત સ્વામી દ્વારા અદભુત સત્ય પ્રસંગો દ્વારા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ ની સામ્યતા વિષે અદભુત વિવરણ થયું…….સત્પુરુષ નું ઐશ્વર્ય – ચાહે તે કરે……વાતાવરણ ને બદલી શકે…..વરસાદ ને રોકવો…..સામે વાળા ના સંકલ્પ ને અંતર્યામી પણે પકડવો ….ગુરુ એ કોઈ હરિભક્ત ને આપેલું વચન -અંતર્યામી પણે જાણી તેને પૂર્ણ કરવું……..સર્વ લક્ષણો -આ બંને ગુરુ મા સમાન હતા…..છે……અને તેનો અનુભવ બધાને ધીરે ધીરે થઇ રહ્યો છે….બંને ની એક જ રીતી..એક જ પ્રીતિ…..ભગવાન ને ભજવા ..ભજાવવા……..એ સ્પષ્ટ દેખાય છે…..

ત્યારબાદ ૨૬/૧૧/૨૦૧૬ ના રોજ પ.પૂ. મહંત સ્વામી મહારાજ સુરત પધાર્યા એનો વિચરણ વિડીયો રજુ થયો……નીચેની લીંક દ્વારા એના દર્શન થઇ શકશે…..

પ.પૂ.મહંત સ્વામી વિચરણ-૨૬/૧૧/૨૦૧૬

ત્યારબાદ પૂ.આત્મકીર્તિ સ્વામી એ ગઢડા મધ્ય-૪૦ ના વચનામૃત ને આધારે – સત્પુરુષ ના મહિમા નું-અદભુત-રોચક પ્રસંગો દ્વારા વર્ણન કર્યું………..જોઈએ સારાંશ….

  • સત્પુરુષ અને શ્રીજી પોતાના પ્રેરક જીવન ચરિત્ર -વર્તન દ્વારા જીવ ને પ્રેરણા આપે છે કે- કઈ રીતે વર્તવું…..કઈ રીતે બ્રહ્મરૂપ થવું……
  • જીવ માત્ર ને અખંડ સુખ જોઈએ છે પણ તે મળે કઈ રીતે???? ગઢડા અંત્ય-૮ મા શ્રીજી કહે છે એમ- ભક્ત માત્ર મા આત્મબુદ્ધિ થાય…..મિત્રભાવ આવે…હેત થાય તો સહજ જ સુખ આવે……અને એ માટે સત્સંગ યથાર્થ પચવો જોઈએ…..
  • ભગતજી મહારાજ થી લઈને છેક આજે મહંત સ્વામી સુધી- દેખાય છે કે- એમણે ભગવાન ના ભક્ત ની સેવા જ કરી છે………અને એના સુખાકારી ને જ ઈચ્છયું છે……..
  • આ ગુણાતીત નો આગવો ગુણ છે……..પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- અમને આમાં જ અખંડ શાંતિ રહે છે……યોગીજી મહારાજ ના તો હરએક પળ મા ભક્ત માત્ર નો મહિમા દેખાતો………અને એ તો કહેતા કે -ભગવાન ના ભક્ત ની મન કર્મ વચને સેવા કરવા થી યથાર્થ સુખ આવે……
  • બસ- આ મહિમા દ્રઢ થાય એ માટે- જીવે – સત્સંગ મા આવ્યા પછી- માન-લોભ -ક્રોધ-કામ રૂપી દોષ છોડવા ના છે……….એમાં યે માન તો બધા નું મૂળ છે…..એ છોડ્યા સિવાય સત્સંગ થાય જ નહિ…..

તો સમજવાનું આ છે……….આટલું સમજાય તો સત્સંગ મા પ્રગતિ સહજ થઇ જાય…….!

ત્યારબાદ પૂ.પ્રિય સ્વરૂપ સ્વામી અને વક્તા એ અમુક અગત્ય ની જાહેરાત કરી…..

  • પ.પૂ.મહંત સ્વામી મહારાજ -આ વખતે- ઉત્તરાયણ અમદાવાદ મા કરવા ના છે….ઝોળી ઉત્સવ ની ઉજવણી ધામધૂમ થી થવાની છે….આ માટે વિશેષ ગોઠવણી અને આયોજન થયું છે….અને એ માટે જે તે વિસ્તાર ના કાર્યકરો -હરિભક્તો નો સંપર્ક કરશે….
  • પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ નિમિત્તે યોગયજ્ઞ નિયમ માટે જે તે વિસ્તાર ની પરા સભામાં જાહેરાત થાશે…..“જેના ગુણે રીઝ્યા ગિરધારી  “ પુસ્તક વિષે સ્વયમ મહંત સ્વામી મહારાજે આજ્ઞા કરી છે……પુસ્તક ન હોય તો અવશ્ય વસાવવું…..
  • ગાંધીનગર -આર્ષ -AARSH -મા ૨૪/૧૨-શનિવાર ના રોજ – પૂ.આત્મતૃપ્ત સ્વામી અને પૂ.આનંદસ્વરૂપ સ્વામી જેવા પ્રખર વિદ્વાન અને તેજસ્વી વક્તા દ્વારા ” પ.ભ.હર્ષદભાઈ દવે-જીવન કથન” પર અદભુત પ્રવચન છે……સમય છે- સાંજે-૪ થી ૭ -અવશ્ય લાભ લેવો…..

તો આજની સભા -સત્પુરુષ….હરિભક્ત નો મહિમા સમજવા ની હતી…………….જયારે પ્રત્યેક સત્સંગી મા દિવ્યભાવ જણાય -ત્યારે સમજવું કે સત્સંગ ની શરૂઆત થઇ છે……………….ત્યાં સુધી તો બસ ટાઈમ પાસ જ છે……!

જય સ્વામિનારાયણ…..

રાજ

Advertisements

One thought on “BAPS રવિસભા-૧૮/૧૨/૨૦૧૬

  1. Jai Swaminarayan. Adbhut! Amdavad sabha ma j betha hoiye Evo Anubhav thayo. Aap khub saras muddao Sathe Amdavad ni Ravi sabha nu vivaran karo chho. Adbhut seva thay chhe. Maharaj+Swami no aapna upar akhand Raajipo rahe ej emna Shri Charno ma prarthana. Bharuch thi sevàk Ramkrushna na Jai Shri Swaminarayan.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s