Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૨૯/૦૧/૨૦૧૭

Leave a comment

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં…………..

ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”


વચનામૃતમ-ગઢડા પ્રથમ-૭૧

વસંતપંચમી ને આડે હવે બે-ત્રણ  દિવસ છે…….અને એ જ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાય ના  અનેક અભૂતપૂર્વ પ્રસંગ કે જે પ્રત્યક્ષ…કે પરોક્ષ રીતે સંપ્રદાય અને સમગ્ર આધ્યત્મિક જગત ની ક્રાંતિ મા કારણ બન્યા………અને એવો જ એક પ્રસંગ વસંત પંચમી ના દિવસે ઉજવાય છે…..- શ્રી બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામી નારાયણ સંસ્થા ના આદ્ય સ્થાપક ….સર્વોપરી અક્ષર પુરુષોતમ સિધ્ધાંત ના પ્રવર્તક – બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નો જન્મ જયંતિ મહોત્સવ…….! આજની સભા એની પ્રતિક ઉત્સવ ની સભા હતી…….સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ને ઉજવવા ની સભા હતી……..!

ઘણી રવિસભા ઓ છૂટી ગઈ…..કાંતો હાજર હતો છતાં એનો “ગુલાલ” તમારી સાથે ન કરી શક્યો………! ગયા અઠવાડિયા મા -BAPS સંસ્થા ના ઉદભવ સ્થાન એવા- પુરુષોત્તમ પુરા લાટ-ના અધ્યાત્મિક પ્રવાસે જઈ આવ્યા….એની પોસ્ટ ફરી કોઈક વાર…….! તો- ચાલો આગળ વધીએ આજની સભામાં……પ્રથમ…..જે સદાયે પ્રથમ છે ..જેના માટે આં બધું છે..તેવા શ્રીજી ના દર્શન……..

16387228_660161867505322_5175475940189948993_n

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય-કીર્તન થી થઇ…..”નમન કરું શીરનામી રે……..જય જય યજ્ઞપુરુષ સુખકારી….” અને ત્યારબાદ પૂ.કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા કીર્તન રજુ થયું….”રહેજો રહેજો રે….તમે સદાયે સાથે રહેજો રે..” ..અને સાચું વિચારી એ તો આં જ કરવા નું છે………શ્રીજી ને સદાયે સાથે ..જીવમાં રાખવા ના છે……….!

ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના દિવ્ય જીવન……એમના શિષ્ય-સંતો મા દ્રઢ નિષ્ઠા નું દર્શન કરાવતા વિડીયો નું દર્શન થયું…..”આજ્ઞા ” ની મહત્તા..દ્રઢતા નું દર્શન કરાવતા પ્રસંગ મા -આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન અને શાસ્ત્રીજી મહારાજ ના અતિ કૃપા પાત્ર શિષ્ય….શ્રી ગુલઝારી લાલ નંદાજી ના જીવન  પ્રસંગ ના દર્શન થયા….નંદાજી ને સ્વામીશ્રી એ આજ્ઞા કરી હતી તે પ્રમાણે રોજ -પૂજા -નિયમ ધર્મ દ્રઢતા થી કરતા હતા……એક પ્રસંગ મા- એમણે વચનામૃત નું પઠન કર્યા સિવાય -અન્ન નો દાણો પણ મોઢા મા ન મુક્યો…..જીનીવા મા અત્યંત બીમાર હોવા છતાં..ડોક્ટર ની સલાહ અનુસાર – બ્રાન્ડી લેવાની સ્પષ્ટ ના પાડી દીધી……….અને ગઢડા મંદિર નિર્માણ સમયે -સ્વામીશ્રી ને આર્થિક મદદ કરવા પોતાની નવીન કાર પણ વેચી દીધી…..!!!

અદભુત…..છતાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે નંદાજી ના એક પ્રશ્ન ના ઉત્તર મા કહ્યું હતું કે..” તમારો સત્સંગ તો એક પાશેરા મા પુણી જેટલો જ છે…..” ..હવે વિચારો….સત્સંગ મા આપણે ક્યાં છીએ????

ત્યરબાદ પૂ.નિર્મલ ચરિત સ્વામી એ “આજ્ઞા” નો મહિમા સમજાવતા કહ્યું કે….

  • ગ.પ્ર.૧૫ ના વચનામૃત મુજબ -સત્પુરુષ ની આજ્ઞા….વચન  મુજબ જ વર્તવા થી એકાંતિક થવાય…..
  • ૮ વર્ષ ની ઉમરે શાસ્ત્રીજી મહારાજે એકાદશી કરી હતી અને એ જ દ્રઢતા ૮૩-વર્ષ ની ઉમરે ટ્રેન મા ગીર્દી ને લીધે કરેલા ઉપવાસ મા જોવા મળે છે…..આમ, શ્રીજી ની આજ્ઞા ને સર્વોપરી ગણી ને જીવ્યા….
  • પરોક્ષ ની કરોડ આજ્ઞા કરતા પ્રત્યક્ષ ની એક આજ્ઞા મા વધુ સુખ રહેલું છે……..અને શાસ્ત્રીજી મહારાજ પોતાના ગુરુ ભગતજી મહારાજ ના વચને અનેક વિઘ્નો-અપમાનો વચ્ચે અડીખમ રહ્યા હતા…….
  • પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ ની એક આજ્ઞા થી પ્રમુખ સ્વામી મહારાજે -હરિભક્તો -સંતો આગળ આજીવન હાથ જોડી ને રાખ્યા હતા……….યોગીબાપા એ દરેક યાત્રા-મુસાફરી દરમિયાન પાણી નું એક ટીપું પણ ગ્રહણ  કર્યું ન હતું…..

ઉપાસના- એ શાસ્ત્રીજી મહારાજ ના જીવન ની બીજી પાંખ હતી……વિડીયો દર્શન દ્વારા -સમગ્ર અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ની સ્પષ્ટતા થઇ…….શાસ્ત્રીજી મહારાજ દ્વારા જે સિધ્ધાંત નું પ્રવર્તન થયું…..જે દાખડા થયા -એ સર્વ વિદિત છે…..તેનું અદભુત દર્શન થયું……ગ.પ્ર.૭૧….ગ.મ.૨૧…..લોયા-૧૨……ગ.મ.૩૧…….જેવા વચનામૃત ના ઉલ્લેખ દ્વારા….સમજાયું કે- અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત – શ્રીજી નો હૃદયગત સિધ્ધાંત હતો…….ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર છે….એ સત્ય સ્વયમ શ્રીજી …નંદ સંતો….શ્રીજી ને મળેલા હરિભક્તો…..અનેક મૂર્તિમંત પુરાવા દ્વારા શાસ્ત્રીજી મહારાજે સિદ્ધ કર્યું હતું…………

અને એ જ વિડીયો દર્શન ને અનુરૂપ વક્તવ્ય પૂ.વિવેક મુની સ્વામી દ્વારા થયું…….! શાસ્ત્રીજી મહારાજ વડતાલ છોડી ને નીકળ્યા એની પાછળ કોઈ વ્યક્તિગત સ્વાર્થ ન હતો……પણ એક સર્વોપરી સિધ્ધાંત હતો………ગુણાતીત એ જ અક્ષર-સહજાનંદ જ એક પરબ્રહ્મ પુરુષોત્તમ- એ સિધ્ધાંત …ગ.મ.૨૧ ની -પ્રત્યક્ષ ગુરુ મા પ્રીતિ ની વાત…..વરતાલ-૧૧ ની એ જ મોક્ષ ની વાત……એ માટે જવાબદાર હતી……..અને એ સિધ્ધાંત ને શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમંત કર્યો……..લોક-ભેખ-વિરોધીઓ ની ટીકા ની પરવા વગર સમગ્ર જગત મા આપણા ગુણાતીત ગુરુઓ એ આં સિધ્ધાંત ગજવ્યો……..અને એ ચાલુ રહેશે…….

ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના આશીર્વચન ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…એમણે એ જ સિધ્ધાંત ની …..શાસ્ત્રીજી મહારાજ ના એ જ દાખડા ની….દ્રઢતા ની વાત કરી….અને સર્વ ભક્તો ને આં સિધ્ધાંત જીવન મા દ્રઢ કરી ….આં જ્ઞાન જગતના ખુણે ખૂણે પહોંચાડવા ની વાત કરી…! છેવટે તો ગ.પ્ર.૭૧ ના વચનામૃત મુજબ એ જ વાત કરવા ની છે….

ત્યારબાદ લોસ એન્જલસ ના મંદિર ના કોઠારી પૂ.સર્વદર્શન સ્વામી ના પ્રવચન નો લાભ મળ્યો…..એમણે વાત કરી કે જેમ અનેક અપમાનો…..વિઘ્નો થી ડગ્યા વગર…૩૩ વર્ષ ની રાહ જોઈ…..ગઢડા મા મંદિર કરવ નો સંકલ્પ – શાસ્ત્રીજી મહારાજે સિદ્ધ કર્યો…….તેમ લોસ એન્જલસ ના મંદિર મા હજારો વિઘ્ન આવ્યા…..શહેર ની સમગ્ર વસ્તી-મંદિર બને એના વિરોધ મા હતી….પણ પ્રમુખ સ્વમી સહેજે ડગ્યા નહોતા…..ઉલટા નું સતત બળ આપતા રહેતા …..સતત ૭ વર્ષ ના પ્રયત્ન પછી…જાણે કે શ્રીજી એ શહેર ના લોકો મા પ્રવેશ કર્યો હોય તેમ…..મંદિર ને મંજૂરી મળી…..તમામ લોકો સમર્થક બન્યા……અને જે વિરોધ કરતા હતા…તેમને મંદિર મા આવ્યા બાદ- ભગવાન ની દિવ્ય હાજરી નો અનુભવ થયો………! આજે દર મહિને લગભગ ૨૫૦૦૦ લોકો -મંદિર મા દર્શને આવે છે…….!!!!

આમ, આતો ભગવાન નું….સત્પુરુષ નું કાર્ય છે…..જો પૂરી શ્રદ્ધા….વિશ્વાસ થી…લગન થી કાર્ય કરવા મા આવે તો -ભગવાન…સત્પુરુષ એ કાર્ય મા ભળે છે……અને એ શુભ સંકલ્પ પરિપૂર્ણ થાય છે….!!!

બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જીવન મા થી આજ્ઞા…ઉપાસના….પક્ષ…..નિયમ-ધર્મ ..જેવા પાયા ના ગુણ -જીવ મા સાર્થક કરવા ના છે………..જો એ થશે તો- ભગવાન અને સત્પુરુષ ક્યાય છેટે નથી…..સદાયે આપણી સાથે જ છે……તેનો અનુભવ થશે…..! એ માટે બળ..બુદ્ધિ…સમજણ…દ્રઢતા મળે -એ માટે પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના ચરણો મા…..શ્રીજી ના ચરણો મા પ્રાર્થના…..!

જય સ્વામિનારાયણ….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s