Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા -૫/૪/૨૦૧૭

Leave a comment

 

“….પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,

“જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે જે, ‘ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તેમ જ મારે કરવું છે;’ એમ તેના હૈયામાં હિંમત્ય રહે………. અને, ‘આટલું વચન મારાથી મનાશે અને આટલું નહીં મનાય,’ એવું વચન તો ભૂલ્યે પણ ન કહે……….. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે……….. અને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય અને નિત્ય નવી શ્રદ્ધા રાખે. અને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડા ઘાટ-સંકલ્પ થાય અને તે હઠાવ્યા હઠે નહીં, તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે…………… તે ધારતાં ધારતાં દસ વર્ષ થાય અથવા વીસ વર્ષ થાય અથવા પચીસ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં; કેમ જે, શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે, ‘અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ।’ તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે………….. એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ.”’ તે માટે એમ ને એમ ભગવાનને ધારતો રહે. એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ……..”

——————————–

વચનામૃત-ગઢડા પ્રથમ-૧૫

ભગવાન ને હૃદયમાં ધારવા ..એના થી મોટી પ્રાપ્તિ બીજી કોઈ નથી…એવું શાસ્ત્રો કહે છે….ગુણાતીત પુરુષો કહે છે અને સ્વયમ શ્રીજી કહે છે…..પણ ભગવાન ની મૂર્તિ ને અખંડ અંતર માં ધારવી….એ સહજ તો નથી જ….તો કઈ રીતે આ શક્ય બને??? તેનો ઉત્તર આજની રવિસભામાં હતો……! સત્પુરુષ ની આ નિત્ય …સતત ક્રિયા ને સમજી ને તેને આપણે કઈ રીતે આપણા જીવન માં ઉતારી શકીએ એ પર આજની સભા હતી.

હમેંશ ની જેમ સમયસર સભામાં પહોંચી ગયા….સર્વ પ્રથમ શ્રીજી ના અદભુત દર્શન હૃદય માં ..એ મનમોહક મૂર્તિ ને ધારી ને કરવામાં આવ્યા……

collage_20170305172720209.jpg

સભાની શરૂઆત પુ.પ્રેમવદન સ્વામી ના કર્ણપ્રિય સ્વર માં “ સ્વામિનારાયણ ..ભજમન સ્વામિનારાયણ નામ..” ધુન્ય દ્વારા થઇ …અને ત્યારબાદ તદ્દન નવા જ ( પણ પ્રેમાનંદ …મુક્તાનંદ જેવા નંદ સંતો રચિત ) કીર્તન સાંભળવા મળ્યા…..” આવો મારા મીઠડા બોલા રે….” અને “હરિગુણ ગાતા ..દુરીજનીયા નો ધડક મનમાં ન ધારીએ..” ..કીર્તન ના શબ્દો ગહન હતા……..! ભગવાન નો મારગ પકડ્યા પછી પાછું ન વળવા નું હોય…….ભલે ને લાખ વિઘ્ન આવે…

ત્યારબાદ પુ. વૈરાગ્યનિધિ સ્વામી એ બ્રાહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન પ્રસંગ પર આધારિત “ સત્સંગ માં દિવ્યભાવ….નિર્દોષ ભક્તિ અને મહિમા” વિષય પર પ્રવચન કર્યું……! એમણે વિવિધ પ્રસંગો ની વાત કરતા કહ્યું કે…..સત્સંગી માત્ર પર દિવ્યભાવ ..નિર્દોષભાવ….મહિમા સભર દ્રષ્ટિ એ સ્વામીશ્રી નું અંગ હતા…..એમણે સદાયે ભગવાન અને પોતાના ગુરુઓ નો મહિમા લેશ માત્ર પણ ઓછો થવા દીધો નથી….! કોઈ પણ કાર્ય હોય કે સિદ્ધિ હોય…પણ એનો સઘળો યશ એ ભગવાન અને ગુરુ ને જ આપતા….! જીવન ની કોઈ પણ ક્રિયા હોય…….ભગવાન સદાયે આગળ હોય……પોતાને કારણે કોઈ કાર્ય થયું છે…એવું તો સહેજે માનતા જ નહોતા…! ..અને ભગવાન કે મોટા પુરુષ નું કોઈ પણ ચરિત્ર હોય…તે સદાયે દિવ્ય જ હોય…..એમ સમજતા…અને સમજાવતા……! આપણે પણ એ જ કરવા નું છે……આપણે તો માત્ર નિમિત્ત બની- ગુરુ અને ભગવાન ના સંકલ્પ ને પૂર્ણ કરવામાં સાધન રૂપ થવાનું છે…….!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના પુણે મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ – ના વિચરણ-વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચેની લિંક દ્વારા જોઈ શકાશે…..

 

ત્યારબાદ ગઢડા પ્રથમ-૧૫ ના વચનામૃત પર આધારિત પ્રવચન નો લાભ કોઠારી પુ.આત્મ કીર્તિ સ્વામી દ્વારા સભાને મળ્યો……જોઈએ એના અમુક અંશ….

  • આ વચનામૃત…કઈ રીતે આદર્શ ભક્ત બનાય…કઈ રીતે ઉત્તમ ભક્તિ કરાય?? એના ઉત્તરો પ્રસ્તુત કરે છે…..
  • જેના અંતર માં ભગવાન સદાયે બિરાજમાન હોય તે…એક રતીભર પણ ભગવાન ની આજ્ઞા નો લોપ ન કરે…….નિયમ-ધર્મ નો ભંગ ન કરે…..
  • ભગવાન ને હૈયામાં…અંતરમાં…હૃદય માં ધારી ને ભક્તિ કરવા નો ગુણ ગુણાતીત પુરુષો માં જોવામાં મળે છે…..અને એટલે જ મહારાજ – ગુણાતીત પુરુષ ને વશ વર્તે છે….જેનો અનુભવ આપણે બધાએ અનેક પ્રસંગો એ કર્યો છે…..અને એવા જ અનુભવ આજે પ.પુ.મહંત સ્વામી મહારાજ દ્વારા પણ જોવા મળે છે……રીવરફ્રન્ટ ,અમદાવાદ પર યોજાયેલા પ્રસંગ માં ઠંડા વાતાવરણ ના ચમકારા …તેજ હવાઓ મહંત સ્વામી મહારાજ ના સંકલ્પ બળ થી જ ..અસ્ત પામી હતી….પ્રસંગ ને કઈ પણ વિઘ્ન પહોંચાડી શકી ન હતી…..
  • મહંત સ્વામી મહારાજ એક વાત –અનેક વાર કહી ચુક્યા છે કે – જેમ પ્રમુખ સ્વામી મહારાજે – શ્રીજી ને અંતર માં અખંડ ધાર્યા હતા…તેમ જ આપણે પણ શ્રીજી ને હૃદય માં અખંડ ધરવા ના છે……અને જો એમ થશે તો- દરેક માં ભગવાન દેખાશે…..દરેક હરિભક્ત – એક બ્રહ્મ ની મૂર્તિ સમાન લાગશે…..કોઈ નો પણ અભાવ-અવગુણ નહિ….
  • યોગીબાપા તો કહેતા કે- ભગવાન ને હૃદય માં ધારવા..એના થી મોટી સેવા બીજી કોઈ નથી……..પણ શ્રીજી ને હૃદય માં ધારવા કઈ રીતે??? હૃદય ને શુદ્ધ કર્યું છે?? એ નિરંતર પાછું વળી ને જોવું…..
  • સારંગપુર-૧૧ ના વચનામૃત માં શ્રીજી એ જ કહે છે કે……

“જો ખબડદાર થઈને મંડે તો આ ને આ દેહે જ સર્વે કસર મટી જાય. અથવા દેહ પર્યંત કસર ન મટી હોય અને અંત સમે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિષે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિષે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી.”…..

  • સારંગપુર-૨ માં કુશળકુંવર બા નું ઉદાહરણ આપતા શ્રીજી કહે છે કે –જો એકવાર ભગવાન યથાર્થ ઓળખાય પછી એકદ્રષ્ટિએ કરીને મૂર્તિને જોતે જવું અને દ્રષ્ટિ પલટીને અંતરમાં તેવી ને તેવી તે મૂર્તિને ઉતારવી…….તો છતે દેહે ભગવાન ની મૂર્તિ નું સુખ મળે…..
  • હૃદય માં જગત ને ન રાખવું….પણ ભગવાન ને રાખવા……અને જે પુરુષ માં આવી ક્રિયા જોવા મળે તેનો સંગ કરવા થી –એવા જ ગુણ આપણા માં પણ આવે….( વચનામૃત-ગઢડા અંત્ય-૧૪) અને જીવ બ્રહ્મ રૂપ થાય….
  • પણ હૃદય માં ભગવાન ને જયારે અંદર ઉતારવા નું શરુ કરી એ ત્યારે અનંત જન્મ નો ચોંટેલો “વિષય રૂપી…ભૂંડા ઘાટ રૂપી કચરો” ઉખડી ને બહાર આવે છે,…પણ તેનાથી ડગી ન જવું…મંડ્યા રહેવું……આજે નહિ તો કાલે…..કાલે નહિ તો અનંત જન્મે પણ હૃદય માં ભગવાન બિરાજમાન થશે અને જીવ બ્રહ્મ રૂપ થઇ પરબ્રહ્મ ને પામશે…..
  • બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ ની જેમ સર્વ ભક્ત-સંત ને બ્રહ્મ ની મૂર્તિ જ સમજવી…..પ્રમુખ સ્વામી મહારાજ કહેતા એમ-અંતર માં સદાયે સત્પુરુષ ને રાખવા…ભગવાન ને રાખવા…..તો સહેજે ડગમગ થાય નહિ…….અને એકાંતિક ભક્તિ થાય….

અદભુત……અદભુત………….! જાણે કે સર્વ સત્સંગ નો સાર અહી આવી ગયો…! શ્રીજી ને અખંડ અંતર માં ધારવા છે……એ જ ધ્યેય રાખવો…!

ત્યારબાદ સભાને અંતે અમુક જાહેરાતો થઇ….

  • બ્રહ્મસત્ર આવે છે…….સંપર્ક કાર્યકરો તમારે ઘરે આવશે…..અચૂક રજીસ્ટ્રેશન કરાવવું…….આવો મોકો ફરી થી મળશે નહિ….
  • આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ૮ થી ૨૫ –માર્ચ- બેપ્સ યોગીજી મહારાજ હોસ્પિટલ દ્વારા મહિલા ઓ માટે ખાસ રાહત દરે સ્ત્રી રોગ-કેમ્પ નું આયોજન કર્યું છે…..
  • પ.પુ.મહંત સ્વામી મહારાજ- પુનઃ અમદાવાદ ના હરિભક્તો ને લાભ આપવા ૧૪-થી-૧૭-માર્ચ પધારી રહ્યા છે……સવારે એમના દર્શન નો લાભ મળશે……..

તો-આજ ની સભા અદભુત હતી……..એકાંતિક ભક્ત કઈ રીતે થવાય……શ્રીજી ને હૃદય માં કઈ રીતે અખંડ રખાય……બ્રહ્મરૂપ કઈ રીતે થવાય …એના પર હતી……!

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s