Raj Mistry's world

Me,my stories and world around….

BAPS શ્રી મહંત સ્વામી મહારાજ દર્શન રવિસભા-૧૬/૦૪/૨૦૧૭

Leave a comment

….ગાન કે ધ્યાન તમે શીખો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ -એ ચાર ને હૃદય માં ધારવા એ ગુણ ભારે છે…..આ સાધન સૌથી મોટું છે….ભગવાન ની પ્રસન્નતા નું દ્રઢ મૂળ આ જ છે…..ગાન વિદ્યા જેવા બીજા અનેક ગુણો ધારણ કરે, પણ એકાંતિક ધર્મ ની તોલે એ ન આવે…..એકાંતિક ધર્મ એ મૂળ છે…..


ભગવાન શ્રી સ્વામિનારાયણ- શ્રીહરિ ચરીત્રામૃત સાગર-૪/૪૮/૧૧-૧૨

શ્રીજી મહારાજ નો  સંકલ્પ- સર્વે જીવ ને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવી પોતાના ધામ માં લઇ જવા એ હતો….અને એ જ સંકલ્પ આજે પણ શ્રીજી ના અખંડ ધારક ગુણાતીત પુરુષ ની આજ્ઞા …કાર્ય માં દેખાય છે…..! પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ આજકાલ અમદાવાદ ને આંગણે છે અને સર્વે ને સત્સંગ નું અતુલ્ય સુખ આપી રહ્યા છે. આજ ની સભા એ યુવકો દ્વારા – પોતાના ગુરુ ના ચરણો માં એક અર્ચના સમાન હતી.

ગુરુહરિ નિજ મંદિર માં હોય પછી અમદાવાદી ઓ પાછા પડે??? સભાના બંને હોલ સમય પહેલા જ ભરાઈ ગયા …..સંતો-હરિભક્તો-કાર્યકરો નો થનગનાટ દેખાતો હતો….અમે પણ શ્રીજી ના અદભુત દર્શન નો લાભ લઇ..જ્યાં સ્થાન મળ્યું ત્યાં ગોઠવાઈ ગયા…..

collage_20170417000122501

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા સ્વામિનારાયણ ધુન્ય થી થઇ…….ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન પદ….”સર્વે માન તજી…….સંતન કે મુખ સે..” રજુ થયું……ત્યારબાદ લંડન થી પધારેલ એક કિશોર- રાહુલ દ્વારા વાયોલીન પર બે અદભુત કીર્તન રજુ થયા…..” પધારો ને સહજાનંદજી…….” અને “તું રંગાઈ જાને રંગમાં……” ..વાયોલીન પર અદભુત કાબુ……સહેજ પણ સુર કે લય નો ડગમગાટ નહિ…….! આજે સવારે જ પ્રાત: પૂજામાં મહંત સ્વામી મહારાજે આ કિશોર પર ખુબ રાજીપો જણાવેલો….!

ત્યારબાદ પારાયણ નિમિત્તે યજમાનો દ્વારા પોથી અને સંત વક્તા ના પૂજન ની વિધિ થઇ…..પુ.આત્મ સ્વરૂપ સ્વામી જેવા અતિ વિધવાન અને અનુભવી સંત ના મુખે- સ્વામીશ્રી ના કેન્યા અને સાઉથ આફ્રિકા ના સત્સંગ વિચરણ- ત્યાના હરિભક્તો ની નિષ્ઠા…..સત્સંગ સમજણ અને ઈતિહાસ ની અદભુત માહિતી મળી…..જોઈએ સારાંશ….

  • આફ્રિકા માં ૯૦ વર્ષ જુનો સત્સંગ છે…….લગભગ ૧૦ વર્ષ ના અંતરાલ પછી સત્પુરુષ અહી ની ધરતી પર પધાર્યા છે…છતાં ત્યાં સત્સંગ સદાયે ની જેમ નવપલ્લિત જ છે…….બળવત્તર છે…..કારણ કે- ત્યાના હરિભક્તો ની નિષ્ઠા…સમર્પણ…..સમજણ..!
  • કેન્યા ના મહેશભાઈ હોય કે ભરતભાઈ…કનુભાઈ હોય કે જીતુભાઈ પ્લમ્બર…….સર્વે હરિભક્તો એ સત્સંગ માટે પોતાનું કઈ પણ વિચાર્યા વગર સર્વસ્વ અર્પણ કરી દીધું છે…….પોતાનું નિકટ નું સ્વજન ગુમાવ્યું હોય છતાં – સત્સંગ ની સમજણ ને લીધે સ્થિર રહ્યા છે………
  • ભક્તેશ જેવો ૯ વર્ષ નો બાળક હોય કે જે- સેવામાં એકલા હાથે ૭૫-૭૫ યજમાનો ની સેવા લઇ આવતો હોય કે- ત્યાના હબસી- મોઈસ અને જ્યોર્જ જેવા હરિભક્ત હોય કે- જે ભાષા…ધર્મ ની મર્યાદા ને લાંઘી……પોતાના સમાજ ના લોકો ના હાથે અપમાનો સહન કરી – આપણા સત્સંગ માં સહેજે જોડાઈ ગયા હોય……! આફ્રિકા મંડળ હમેંશ ની જેમ અદભુત છે……..મહંત સ્વામી મહારાજ ખુબ જ પ્રસન્ન થયા…..
  • સાઉથ આફ્રિકા ના બાલ-યુવક મંડળો ની પણ નિષ્ઠા…સંપ અદભુત હતો………વિવિધ કીર્તન…સ્તોત્ર……ની રમઝટ સાથે સત્સંગ પરીક્ષા ના વિવિધ પ્રકરણ નો હાર બનાવી સ્વામી ને પહેરાવ્યો……અને સ્વામી ને અત્યંત રાજી કર્યા….અને “સંપ” ને મધ્યવર્તી વિચાર રાખી ને સંતો-ભક્તો એ કરેલા વિવિધ હાર અને પ્રોગ્રામ ને સ્વામીશ્રી એ વખાણ્યા…..

અદભુત……અદભુત…….! મને હરમાનભાઈ…મગનભાઈ જેવા જુના હરિભક્તો ની યાદ આવી ગઈ..!!!!

ત્યારબાદ- દિલ્હી અક્ષરધામ ખાતે બનેલી અભૂતપૂર્વ ઘટના – કે જેમાં આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી -પોતાની અંગત ઈચ્છા ને આધારે – ભારત ની ભવ્યતા-સાંસ્કૃતિક પ્રદાન ને જગત ને બતાવવા- ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી માલ્કમ ટર્નબુલ ને -દિલ્હી નું અક્ષરધામ બતવવા લઇ આવ્યા…..લગભગ કલાક સુધી ચાલેલા આ દર્શન-નો લાભ બંને એ લીધો…અને તેના સાક્ષી રહેલા પુ.બ્રહ્મવિહારી સ્વામી એ અદભુત વાતો કરી….! ઓસ્ટ્રેલીયા ના પ્રધાનમંત્રી એટલા પ્રભાવિત થયા કે- તેમણે સિડની ના મંદિર ની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે….અને મોદી સાહેબ તો હમેંશ ની જેમ બોલી ઉઠ્યા કે…..ભારત ની આ તો ખાસિયત છે……!!!! મોદી સાહેબે પોતે- આ મંદિર ની..પ્રમુખ સ્વામી મહારાજ ની…સંતો ના મહિમા ની વાતો અઢળક કરી…….પોતે સમગ્ર માહિતી ઓસ્ટ્રેલીયન પ્રધાન મંત્રી ને આપી..! વિડીયો નીચેની લિંક દ્વારા જોઈ શકાશે….

અદભુત…!

ત્યારબાદ જેની ઘડી ઉત્કંઠા થી જોવાતી હતી…તે આવી ગઈ…..! પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ નું આગમન થયું……અને સમગ્ર સભા માં જયજયકાર છવાઈ ગયો…….પુ.ઈશ્વરચરણ સ્વામી અને સંતોએ – ચંદન ચર્ચી…હારતોરા કરી એમનું સ્વાગત કર્યું……..યુવક મંડળ ના વૃંદે સ્વામી ને આવકાર્યા……મોટા ટીવી સ્ક્રીન પર અમદાવાદ ના સર્વ યુવક મંડળો પર સ્વામી એ દ્રષ્ટિ આશિષ વરસાવ્યા……યુવકો ને આશીર્વાદ આપ્યા…આરતી કરી….યુવતી મંડળ દ્વારા બનાવેલા થાળ ને શ્રી હરિકૃષ્ણ મહારાજ ને ધરાવ્યો……છેલ્લે જળ ગ્રહણ કરી ને સર્વે ને રાજી કર્યા…….યુવકો એ વિવિધ સંવાદ દ્વારા દર્શાવ્યું કે- કઈ રીતે ઈન્ટરનેટ અને સોશિયલ સાઈટ્સ ના વળગણ થી શું નુકશાન થાય છે???…એમાં થી શી રીતે છૂટી શકાય છે??….સત્સંગ અને સદવાચન તેમાં કઈ રીતે મદદરૂપ બની શકે છે???

ત્યારબાદ અન્ય એક સંવાદ માં- મનુષ્યભાવ રાખવા થી…અવગુણ જોવા થી કેવા કેવા દોષ આપણ ને નડે છે…અને દિવ્યભાવ રાખવા થી શું શું લાભ થાય છે…….એ સર્વે ની રજૂઆત થઇ……! અને અંતે સર્વે યુવકો એ…..હરિભક્તો એ સત્પુરુષ અને હરિકૃષ્ણ મહારાજ ના ચરણો માં….”મહા બળવંત માયા તમારી…..જેને આવરીયા નર નારી….” રજુ કરી …પોતાના અંતર ના ભાવ પ્રગટ કર્યા……!

છેલ્લે- મહંત સ્વામી મહારાજે -શ્રીહરિ ચરીત્રા મૃત સાગર ગ્રંથ આધારિત -એકાંતિક ધર્મ ની વાત કરતા કહ્યું કે…..ગુણાતીત ગુરુ મળ્યા એટલે બધું મળી ગયું છે…બસ હવે સ્વભાવ ટાળવા ના છે….એની સાથે કુશ્તી કરવા ની છે…….! સ્વભાવ રાતોરાત નહિ છૂટે……પણ પ્રયત્ન કરવા થી એક એક કરી ને છૂટશે………..અને એકાંતિક થવાશે….

સ્વભાવ છૂટશે એટલે – જીવ ને છતે દેહે અક્ષરધામ મળ્યું છે તેની પ્રતીતિ થશે…….કોટી જન્મ તપ કરે તેના કરતા પ્રગટ ની આજ્ઞા માં રહે તે મોટું સુખ છે………પ્રગટ ની એક આજ્ઞા અન્ય આજ્ઞા ઓ કરતા કરોડ ગણી વધારે છે………..માટે તેમાં રહી…એકાંતિક થવું છે..તેવું નિશાન રાખવું…….એક ભગવાન નું ધ્યેય રાખવું..!

અદભુત…અદભુત…! સ્વામીશ્રી થોડાક થાકેલા લાગે છે…પણ એમની વાણી માં બળ અતુલ્ય છે………….

ત્યારબાદ સભાને અંતે જાહેરાત થઇ…..

  • આવતીકાલે- “ગ્રામ્ય સભા” છે…….અમદાવાદ ની આસપાસ ના ૧૦૦ જેટલા ગામ ના હરિભક્તો દ્વારા કાલે અદભુત પ્રોગ્રામ થશે……સમય સાંજે ૬ વાગ્યે…..
  • આવતા શુક્રવારે – મહંત સ્વામી મહારાજ દ્વારા – પ્રખ્યાત ચિત્રકાર શ્રી વાસુદેવ કામત દ્વારા શ્રીજી મહારાજ ના ૪૯ વર્ષ ના આયુ …જીવન ગાથા પર ચિત્રાંકિત ૪૯ – અદભુત….અતુલ્ય…અમુલ્ય ચિત્રો કે જે છેલ્લા ૨૨૦ વર્ષ ના ઈતિહાસ માં કોઈ એ રચ્યા નથી…..તેવા ચિત્રો પ્રકાશિત થવા ના છે……ખુબ મોટી સભા છે કે જેમાં મોટેરા મહેમાનો….અગ્રગણ્ય લોકો આવવા ના છે…………..
  • મહંત સ્વામી મહારાજ દરરોજ  -સવારે ૭ વાગ્યે અને સાંજે ૬ વાગ્યે – સભામાં દર્શન નો લાભ આપશે………….

તો- આજની સભા…..શ્રીજી ના સંકલ્પ ને સમજવાની…ગુણાતીત ના કાર્ય…પ્રગટ પ્રમાણ ને માણવા ની હતી……..જે આ સત્પુરુષ ને ઓળખે છે….સમજે છે…..એમના માં હેતે કરી…તને..મને…જીવે કરી જોડાય છે……તે છતે દેહે અક્ષરધામ નો અધિકારી બને છે…………….એમાં રતીભાર પણ શંકા નથી..!

જય સ્વામિનારાયણ

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s