Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૨૩/૦૪/૨૦૧૭

Leave a comment

“….આપણને તો ભગવાને રાજી થઈને પોતાનું અક્ષરધામ બક્ષિસ આપ્યું છે ……….ને ભગવાન એવા ઉદાર છે જે, જેના ઉપર રાજી થાય છે તેને પોતાનું ધામ બક્ષિસ આપી દિયે છે…………. ને સત્સંગ તો પછવાડેથી દસ હજાર ગણો થાશે પણ આ સાધુ ને આ વાતું નહિ મળે; ને મહારાજ પ્રગટ થયા ત્યારે આ સાધુ દીઠા, નહિ તો આ સાધુ બીજે હોય નહિ…………..”


અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૪/૫૧

વચનામૃત ના પાને પાને ….શ્રીજી એ પોતાનો હૃદયગત સિદ્ધાંત વર્ણવ્યો છે……કુલ ૨૭૩ વચનામૃત માં થી ૧૦૦ થી વધુ વચનામૃતો માં શ્રીજી એ પોતાના એકાંતિક સંત ની વાત ડંકા ની ચોટે કરી છે……એ એકાંતિક સત્પુરુષ એટલે જ ગુણાતીત પુરુષ…..અને એ જ અક્ષરબ્રહ્મ ….ગુણાતીતાનંદ સ્વામી , કે જેમણે ડંકા ની ચોટે કહ્યું કે….” મહારાજ ને પુરુષોત્તમ સમજ્યા સિવાય અક્ષરધામ માં ન જવાય…..”(અક્ષર વાતો-૩/૧૨)..અને એમણે પોતે જ શ્રીજી ના સર્વોપરી સ્વરૂપ ને કોઈ શેહ શરમ વગર જગત માં પ્રસરાવ્યું…..સાથે સાથે પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું….( અક્ષર વાતો-૫/૩૯૯; ૩/૪૧;૩/૩૮;૩/૧૨;૩/૪;૩/૫; ૩/૭૨;૬/૨૫૪;૨/૧૬૯;૨/૧૦૭;૫/૧૯૭)

તો- સાલ-૨૦૧૮ ની વસંતપંચમી એ – સ્વયમ અક્ષર નું સ્થાન- અક્ષરદેરી-ગોંડલ ની સાર્ધ શતાબ્દી ઉત્સવ ઉજવાશે…..અને તેની ઉજવણી ના ભાગ રૂપે અત્યારે જે વિવિધ આયોજનો ચાલે છે….તેનો એક ભાગ છે..બ્રહ્મ્સત્ર…..! અને ઉપરોક્ત અક્ષર વાતો નો સાર આજે આપણા વિધવાન ..ખુબ સારા વક્તા ..સદગુરુ સંત પુ.વિવેકસાગર સ્વામી એ પોતાના પ્રવચન માં કર્યો..!

આજે સવારે જ આપણા ગુરુ હરિ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ અમદાવાદ થી કલકત્તા માટે વિદાય થયા…..અને એમના જ રાજીપા અર્થે…એમની જ અનુવૃતી અનુસાર- રવિસભા માં આજે પણ અઢળક ભીડ હતી…..ઠાકોરજી ના અદભુત મનમોહક દર્શન હૃદય ભરી ને કર્યા….અને હરિકૃષ્ણ મહારાજ તો અત્યાર થી જ ચંદન ના વાઘા માં જે શોભી રહ્યા હતા………તેનું તો વર્ણન થઇ શકે તેમ જ નથી….!

collage_20170423173024300

સભાની શરૂઆત યુવકો- સંતો દ્વારા ધુન્ય..”ભજો સ્વામિનારાયણ નામ રે….” રજુ થયું અને ત્યારબાદ કીર્તન…”શ્રીહરિ જય જ્યકારી…”……રજુ થયું….અને તે પછી પુ.શુભ કીર્તન સ્વામી દ્વારા પ્રેમાનંદ સ્વામી રચિત…” માણકી એ ચડ્યા રે મોહન વનમાળી” રજુ થયું……અને જાણે કે નજર સમક્ષ શ્રીજી અને માણકી ની એ અસવારી નો સમગ્ર સુવર્ણ …ઝળહળતો…હૃદય સ્પર્શી માહોલ ઉભો થઇ ગયો…!

ત્યારબાદ ગુરુહરિ પ.પુ. મહંત સ્વામી મહારાજ ના ૧૮ થી ૨૦ એપ્રિલ -૨૦૧૭ ના અમદાવાદ ખાતે ના વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…….નીચેની લિંક દ્વારા તમે પણ એના દર્શન કરી શકશો…..! મહંત સ્વામી મહારાજ નો ધીર ગંભીર…શાંત…નિર્માની સ્વભાવ ભલભલા નાસ્તિક ના હૃદય ને પણ આસ્તિક બનાવી દે. તેવો છે……! ગુણાતીત ની આ તો લાક્ષણિકતા છે…….જેમ જેમ સમજાય તેમ તેમ અંતર માં એ મૂર્તિ ઉતરતી જાય…!

ત્યારબાદ પુ. વિવેકસાગર સ્વામી જેવા અતિ વિધવાન…..ખુબ સારા વક્તા..અનુભવી સદગુરુ સંતે – અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે- અક્ષરબ્રહ્મ નો મહિમા..અનિવાર્યતા…..વિષે અદભુત….પણ સહજ સમજાય તેવું પ્રવચન કર્યું……સ્વામી ને રૂબરૂ સાંભળવા માં જે સુખ છે તે તો અહી આવે એમ નથી….પણ સારાંશ અહી આપણે જોઈ શકીશું….

  • શ્રીજી એ મુક્તાનંદ આદિક સંતો ની પ્રાર્થના થી પોતાની ઉપાસના સદાયે રહે તે માટે ત્યાગ નો પક્ષ મોળો કરી મંદિરો રચ્યા …..અને વડતાલ માં પોતાની મૂર્તિ પણ દેવ મૂર્તિઓ ભેગી મૂકી…..તો શાસ્ત્રીજી મહારાજે – એ જ શ્રીજી ની શુદ્ધ ઉપાસના અર્થે પાંચ ગગનચુંબી મંદિરો રચ્યા અને અક્ષર પુરુષોત્તમ મહારાજ તરીકે શ્રીજી અને સ્વામી ના યુગલ સ્વરૂપ ને આધારે – શાસ્ત્રો ના સર્વોપરી સિદ્ધાંત ને મૂર્તિમંત કર્યો……જેના ફળ સ્વરૂપે આજે ૧૧૦૦ થી વધુ મંદિરો જગત ના ખૂણે ખૂણે – અક્ષર પુરુષોત્તમ મહારાજ નું નામ…સ્વામિનારાયણ નું નામ પ્રસરાવી રહ્યા છે….
  • મંદિરો અદભુત બન્યા પણ..શુદ્ધ હતા તો શ્રીજી એમાં બિરાજ્યા….તો જીવ નું હૃદય…ચિત્ત જયારે શુદ્ધ બને ત્યારે જ શ્રીજી એમાં બિરાજમાન થાય છે……
  • શાસ્ત્રો કહે છે એમ ધ્રુવે આકરું તપ કરી ભગવાન ને પ્રસન્ન કરી અચળ પદ મેળવ્યું પણ ભગવાન ને અંતર માં બિરાજમાન ન કરી શક્યા…કારણ..ચિત્ત ની શુધ્ધતા નો અભાવ..અજ્ઞાનતા..! લખું ચારણ પણ શ્રીજી મહારાજ ને પ્રસન્ન કરી શકી પણ માંગતા ન આવડ્યું અને પોતાની ભેંસો અને દીકરા નું લૌકિક સુખ માંગી બેથી…કારણ…હૃદય ની અશુદ્ધિ..! માટે હૃદય શુદ્ધ હોય તો – ભગવાન આપોઆપ જ અંતર માં બિરાજમાન થાય…..
  • પણ હૃદય શુદ્ધ કરવું એટલે શું??? ઉત્તર છે….બ્રહ્મરૂપ થવું…..અનેક જન્મ ના દોષ રૂપી આવરણ આ જીવ ને વળગેલા છે…..જે આપોઆપ છૂટતા નથી..એ તો જીવ બ્રાહ્મ સ્વરૂપ સત્પુરુષ નો સમાગમ કરે ત્યારે જ એ દોષ ટલે છે..અને જીવ બ્રહ્મરૂપ થાય છે…..
  • સત્પુરુષ પોતાની શરણે આવેલા જીવ ના માયા- દોષ ના બંધન તોડાવે છે……કસણી કરી જીવ ને શુદ્ધ કરે છે…પણ જીવ ની પાસે આ સમજવા નું જ્ઞાન…..ધીરજ હોવી જોઈએ…….આમાં ઉતાવળ ન ચાલે…..!
  • માટે જ શ્રીજી જયારે આ અવની પર પધાર્યા ત્યારે જીવ ને – પોતાનું સ્વરૂપ ઓળખાવા….જીવ ને શુદ્ધ કરવા અક્ષરધામ ને સાથે લઇ ને આવ્યા………શ્રીજી ની સાથે ૫૦૦ પરમહંસ હતા અને એક એક માં એક એક અવતાર જેટલું સામર્થ્ય હતું…..છતાં ગુણાતીતાનંદ સ્વામી એ – શ્રીજી નું સર્વોપરી પણું..અનેક વિઘ્ન…અનેક અપમાનો છતાં જેવી રીતે છડેચોક પ્રસરાવ્યું…એવું બીજા કોઈએ નથી પ્રસરાવ્યું…….એટલે જ એ સમય માં સોરઠ ના ૪૫૦ થી વધુ ગામો માં શ્રીજી ના હરિમંદિર થયા…..૨૦૦ થી વધુ એવા નિષ્ઠાવાન હરિભક્તો -સંતો તૈયાર થયા કે જેમણે સ્વામી ના આ બ્રહ્મજ્ઞાન ને યથાર્થ ગ્રહણ કર્યું…….અને એટલા માટે જ સ્વામી – મૂળ અક્ષર તરીકે ઓળખાયા…………
  • એ જ ગુણાતીતાનંદ સ્વામી એ ચિરંજીવી રહેવા નું વર આપ્યું…અને જે આજે પણ પોતાની ગુણાતીત પરંપરા ના સંત- મહંત સ્વામી મહારાજ રૂપે વિચરી રહ્યા છે…………
  • માટે જ આવા સંત ની આજ્ઞા…અનુવૃતી માં દ્રઢ પણે રહેવા નું છે…..પંચ વર્તમાન માં દ્રઢ રહેવા નું છે…………સત્સંગ માં દ્રઢ રહેવા નું છે……જેથી સત્પુરુષ માં હેતે જોડાવાય…..જીવ શુદ્ધ થાય અને પરમપદ ને પામે………..
  • યોગીબાપા કહેતા તેમ….આ જીવ ને ચૈતન્ય મંદિર બનાવવા નું છે……જો એમ થશે તો જ શ્રીજી એમાં બિરાજશે…….
  • અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ ની ફલશ્રુતિ આ જ છે કે- અક્ષર સંગાથે અક્ષરરૂપ થવાય……..અને પુરુષોત્તમ ની પ્રાપ્તિ થાય….

ઉપરોક્ત પ્રવચન નીચેની લિંક દ્વારા સાંભળી શકાશે……….

//chirb.it/wp/LBzfs4

Check this out on Chirbit

અદભુત…અદભુત……………! સભા માં આ પ્રવચન પછી ગુંજેલી તાળીઓ નો ગડગડાટ હજુ હૃદય માં પડઘાય છે……………!!! અદભુત જ્ઞાન……સહજ રીતે….!

ત્યારબાદ સભાને અંતે અમુક જાહેરાતો થઇ….

  • ૨૮/૪ થી અખાત્રીજ થી- શ્રીજી ને ચંદન ના વાઘા ધરાવવા નું શરુ થાય છે………..કોઈ પણ હરિભક્ત -મુમુક્ષુ ૩૦૦ રૂપિયા આપી આની સેવા કરી શકે છે…..મંગળા આરતી ૫-૪૫ સવારે થશે…..
  • આવતીકાલ થી સંધ્યા આરતી નો સમય- ૭:૧૫ અને સહાયન આરતી નો સમય ૮:૩૦ નો થશે….
  • આવતા રવિવારે -૩૦/૪ ના રોજ યુવા અધિવેશન છે…………..પુ.બ્રહ્મદર્શન સ્વામી એમાં લાભ આપવા ના છે….અને રવિસભામાં -તથા ૨/૫ સુધી પ્રાત:સભામાં પણ એમની વાણી નો લાભ મળશે…..
  • ૨/૫ ના રોજ અમદાવાદ શાહીબાગ મંદિર નો ૫૫ મો પાટોત્સવ છે….સેવા-દર્શન માટે મંદિર નો સંપર્ક કરવો….

અદભુત……અદભુત……! જો આજની સભા નો એક એક શબ્દ અંતરમાં ઉતરે….એ પ્રમાણે જીવાય તો- જીવ સો ટકા બ્રહ્મરૂપ થાય અને આ લખ ચોરાસી ના ફેર આ ફેરે જ ટળી જાય..! આ કાર્ય મુશ્કેલ છે પણ અશક્ય તો નથી જ…કારણ કે ગુણાતીત ગુરુ સાક્ષાત મળ્યા છે…………બસ એમનામાં મન કર્મ વચને…..જીવે કરી જોડાવા નું છે…!

જય સ્વામિનારાયણ………..

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s