Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા -૭/૫/૨૦૧૭

Leave a comment

“અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુર નર મુનિ મહિં નહિ સુખ લેશા.”
એમ કહીને બોલ્યા જે, “એવો અધર્મ સર્ગ શેણે (કેમ) થાય છે, તો જ્યારે એકબીજાનાં મન નોખાં પડે છે……., ત્યારે પ્રવેશ થાય છે….. ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહિ…….”

તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે, “એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને બોલ્યા જે, ‘બળિયામાં બળિયો હોય તે આ તીરના ભાથાને ભાંગી નાખો.’ ત્યારે જે બળિયામાં બળિયો હતો તેથી પણ તીરનો ભાથો ભંગાણો નહિ………. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી (સૌથી નબળો) હતો તેને કહ્યું જે, ‘ભાંગી નાખ.’ ત્યારે તેણે તરત ભાંગી નાંખ્યો…….. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું જે, ‘જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ(સંપ)  રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહિ કરે……….. ને રાજ આબાદ રહેશે.’”

એ દ્રષ્ટાંત દઈને બોલ્યા જે, “આ તમે સર્વે સાધુ, પાળા, બ્રહ્મચારી આમ ને આમ સંપ રાખશો …..તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહિ કરી શકે……… ને આમ નહિ રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે……….” એમ કહીને બોલ્યા જે, “જુઓને, કેટલાકને તો જોડ જ નથી ને કોઈક તો પાકલ ગૂમડાં જેવા, તે કહેવાય તો નહિ…………. માટે દસ મંડળમાં જેમ જેને મળતું આવે તેમ સર્વ રહેજો.”


અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો- ૩/૫૮

સત્સંગ હોય કે સંસાર…..જો સંપ ન હોય…મનમેળ ન હોય તો કોઈ કાર્ય સિદ્ધ થતું નથી…..અને આ બ્રહ્મસત્ય આજે પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજે -પોતાના ઝરોખા દર્શન માં કહ્યું……સભામાં પુ.વિવેકસાગર સ્વામી એ પણ આ જ વાત વિસ્તાર પૂર્વક કરી….સંપ-સુહ્રદ ભાવ અને એકતા જ્યાં હશે ત્યાં સત્પુરુષ અને શ્રીજી નો રાજીપો અવશ્ય હશે જ……અને આપણે એ જ કરવા નું છે…..

અમદાવાદ આજકાલ ૪૪-૪૫ ડીગ્રી ગરમી ના તવા માં શેકાઈ રહ્યું છે પણ હરિભક્તો નો ઉત્સાહ સહેજે મોળો પડ્યો નથી. ગુરુહરિ મહંત સ્વામી મહારાજ નાદુરસ્ત સ્વાસ્થ્ય ને લીધે અમદાવાદ માં આરામ કરી રહ્યા છે અને એમના દર્શન નો અલપઝલપ લાભ જો મળે તો ..એ લેવાનું અમદાવાદીઓ ચુકતા નથી…..અને આજે એ લાબ સર્વ ને અઢળક મળ્યો….! પણ સભા માં સ્થાન ગ્રહણ કર્યું એ પહેલા ઠાકોરજી ના – હૃદય ને શીતળતા બક્ષતા દર્શન કરવામાં આવ્યા…..

collage

સભાની શરૂઆત પુ.આત્મવિજય સ્વામી કે જે રાયસણ ખાતે સેવા આપી રહ્યા છે એમના દ્વારા સ્વામિનારાયણ ધુન્ય દ્વારા થઇ…સાથે સાથે એમના દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત….” ઓરા આવો મારા લેરખડા લહેરી……” રજુ થયું…………

ત્યારબાદ પુ.વિવેકસાગર સ્વામી કે જે આજકાલ અમદાવાદ ને આંગણે -હરિભક્તો ને પોતાની જ્ઞાન વાણી નો અદભુત લાભ આપી રહ્યા છે ..એમણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે જે પોતાના દિવ્ય પ્રવચનો માં જે પાંચ મુદ્દા…— ભગવાન નો નિશ્ચય,  નિયમ ધર્મ….ભગવાન માં અલૌકિક ભાવ….અવગુણ થી બચવું…..અને સંપ,સુહ્ર્દભાવ, એકતા –  નો ઉલ્લેખ કરે છે…એ મુદ્દા ઓ પૈકી સંપ,સુહ્ર્દભાવ અને એકતા પર ઊંડાણ પૂર્વક પ્રવચન કર્યું……જોઈએ સારાંશ….

  • યોગીબાપા વારેઘડીએ કહેતા કે…”સંપ..સુહ્રદ ભાવ અને એકતા રાખ્યા વિના છૂટકો જ નથી……”
  • સમૂહ માં રહેવું એ મનુષ્ય નો સ્વભાવ છે આપણ એ જ સ્વભાવ ને કારણે મતભેદ…મનભેદ થાય છે અને મનુષ્ય એકલો પડી જાય છે….એકલતા માણસ ને મારી નાખે છે…..એટલા માટે જ સંપ રાખવો પડશે…..સમૂહ માં રહેવું પડશે…
  • ગુણાતીત પુરુષો ના જીવન ના અનેક પ્રસંગો છે કે જેમાં “સંપ” નો મહિમા એમણે કહ્યો છે…દર્શાવ્યો છે…….૧૯૭૦ માં લંડન ખાતે – સંતો રસોડામાં જમવા બેઠા….પણ બે પાર્ષદ જગ્યા ન હોવા ને લીધે રહી ગયા…છેવટે બધાએ થોડું થોડું ભીડ-એડજસ્ટ કર્યું..અને એ બંને પાર્ષદ ( પુ.વિવેકસાગર સ્વામી અને પુ.ભગવતપ્રિય સ્વામી) રસોડા માં સમાઈ ગયા……યોગીબાપા ખુબ રાજી થયા….
  • સંપ થી બળ વધે..ઉત્સાહ વધે……અને કોઈ પણ કાર્ય સફળ થાય….પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે – સંપ નહિ હોય તો ઘર ના ગોળા નું પાણી પણ સુકાઈ જશે……આથી પરિવાર…મંડળ સર્વેમાં એકતા..સંપ…સુહ્ર્દભાવ રાખ્યા સિવાય છૂટકો જ નથી…..
  • સંપ એ દૈવી સંપત્તિ છે………એ હશે તો બધું જ હશે……પ્રમુખ સ્વામી મહારાજે એક પત્ર લખ્યો અને લાખો હરિભક્તો એ કોઈ પણ સવાલ-સંશય વગર મહંત સ્વામી મહારાજ ને પોતાના ગુરુ તરીકે સ્વીકારી લીધા……..એ જ દ્યોતક છે….સત્પુરુષ ના પ્રભાવ નો…બેપ્સ માં સંપ ….એકતા નો…..! એના કારણે જ આજે આપણી સંસ્થા ની આટલી પ્રગતિ થઇ છે…..
  • અને સંપ..સુહર્દભાવ…એકતા નો આ ભાવ…એ એક સબળ નેતૃત્વ…સત્પુરુષ ના પ્રભાવ……પ્રમુખ સ્વામી મહારાજ ના એશ્વર્ય થી આવ્યો છે…….એ પુરુષે એક મત રાખ્યો…..પોતાના પ્રભાવ થી સર્વ ને એક સૂત્ર માં બાંધી રાખી ને સંપ ..એકતા ના ભાવ ને મજબુત કર્યો છે…એટલા માટે જ આજે બેપ્સ એક પરિવાર -એમ કહેવાય છે…
  • આપણે આપણા પરિવાર….મંડળ…સત્સંગ માં એકતા..સંપ..સુહર્દભાવ રાખ્યા સિવાય છૂટકો જ નથી……

અદભુત…અદભુત……….! આજે મહંત સ્વામી મહારાજ બહાર ઝરૂખા માં દર્શન આપવા ના હોવા થી સભા વહેલી પૂરી થઇ…..સભાને અંતે જાહેરાત થઇ કે….

  • ૧૩-૧૬ મેં-૨૦૧૭- રાણીપ અને ન્યુ રાણીપ મંડળ દ્વારા – ન્યુ રાણીપ માં સંસ્કૃતિક પ્રોગ્રામ- સંત પારાયણ નું આયોજન થયું છે..જેમાં પુ.શ્રીરંગ સ્વામી લાભ આપવા ના છે……..વધુ માહિતી માટે મંદિર નો સંપર્ક કરવો ( ૧૩ તારીખે – સાંસ્કૃતિક પ્રોગ્રામ..બાકી ના ત્રણ દિવસ સંત પારાયણ…..)
  • હરિભક્ત- સંપર્ક કાર્યકર અધિવેશન ની આંતરિક સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે..તારીખ છે- ૧૪ મેં…..વધુ માહિતી જે તે મંડળ/મંદિર માં થી મળી શકશે….

ત્યારબાદ સર્વે હરિભક્તો- સભાને છોડી- બહાર ઝરૂખા આગળ- ગરમી સહન કરતા કરતા પણ બેસી ગયા…….પ્રતીક્ષા હતી…પોતાના ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના દર્શન ની એક ઝલક પ્રાપ્ત કરવા ની……! હરિભક્તો નો મહેરામણ ભરચક હતો…..સંધ્યા આરતી પૂરી થયા બાદ- પ્રતીક્ષા પૂરી થઇ અને સ્વામીશ્રી ના દર્શન થયા…..એમનું સ્વાસ્થ્ય ખુબ જ નાજુક લાગ્યું….પણ તેજ- હરિભક્તો ને રાજી કરવા ની એષણા એટલી પ્રબળ હતી કે ધ્રુજતા શરીરે પણ એમણે સર્વે ને દર્શન આપ્યા…સંપ-સુહ્ર્દભાવ એકતા પર ખુબ જ ભાર મૂકી – એને મજબુત કરવા ની વાત કરી……!

2017_04_30_022_Ahmedabad

પ્રતિક ચિત્ર

બસ મહારાજ સ્વામી ને પ્રાર્થના કરીએ કે- સ્વામીશ્રી નું સ્વાસ્થ્ય ખુબ સારું રહે….એમના રાજીપા માટે જે પણ કઈ આપણે કરી શકીએ..એ અચૂક કરીએ……

તો- આજની સભા ..સત્પુરુષ ના દર્શને…એમની પરાવાણી ના અમૃતે સફળ થઇ……બસ- એમની આજ્ઞા…એમના રાજીપા ને અનુસરવા નું છે…..

જય સ્વામિનારાયણ…….

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s