Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા -૨૪/૦૯/૨૦૧૭

અહો…….આ અક્ષરદેરી તો સ્વામી નું સાક્ષાત સ્થાન……..! એ તો કલ્પવૃક્ષ છે…..જે કઈ શુભ સંકલ્પ કરો એ બધા પુરા કરે તેવી છે…….


બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

જાન્યુઆરી-૨૩ ,૨૦૧૮ ના રોજ આપણા સંપ્રદાય ના મહાતીર્થ સ્થાન……શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા ના પાયા નું સ્થાન…નાભિ કેન્દ્ર……અક્ષર પુરુષોત્તમ ઉપાસના ના મૂર્તિમંત સ્થાન એવા અક્ષરદેરી…ગોંડલ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે…અને આવા મહિમાવંત સ્થાન ની ઉજવણી અર્થે – પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા અને પ્રેરણા થી ૧૦ દિવસ નો ભવ્ય પ્રોગ્રામ – તારીખ- ૨૦ થી ૩૦ જાન્યુઆરી ,૨૦૧૮ માં થઇ રહ્યો છે. કાર્યક્રમ ભવ્ય હોય તો પછી આયોજન માં હજારો સ્વયમ સેવક ની જરૂર પડે…અને એ માટે જ આજની સભા – અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ – સ્વયમ સેવક પ્રેરણા સભા તરીકે હતી……! આપણી સંસ્થા જ સેવા ના ગુણ પર રચાયેલી છે…સ્વયમ શ્રીજી થી લઈને- ગુણાતીત પરંપરા સુધી…સર્વે સંતો-હરિભક્તો સુધી – અહી નિસ્વાર્થ..નિષ્કામ સેવા ના મહિમા પર જ – સમગ્ર તંત્ર સફળ-સુફળ રીતે ચાલી રહ્યું છે…….!

તો- વિશિષ્ટ સભા હતી ..માટે આયોજન પણ વિશિષ્ટ હતું. ઠાકોરજી ના દર્શન બાદ સર્વે સભામાં ગોઠવાઈ ગયા…….

This slideshow requires JavaScript.

સભાની શરૂઆત પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના સુરીલા કંઠે ગવાતા -સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી થઇ…..ત્યારબાદ એમના જ સ્વરે ” એની જ્યોતિ ઝગમગ થાય…યોગી દેરી એ ખેલે…” અને “સ્વામી ગુણાતીત આજ આવી ને અઢળ ઢળ્યા……..” રજુ થયા…….! સાક્ષાત અક્ષરબ્રહ્મ નો મહિમા ગાવો…એટલે કે અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું ગાન કરવું…એના જેવું છે…! અદ્ભુત…!

પછી પુ.પ્રિય સ્વરૂપ સ્વામી જેવા પ્રખર વક્તા સંત દ્વારા ” સત્સંગ નું નાભિ કેન્દ્ર- અક્ષર દેરી” પર મહિમા સભર પ્રવચન થયું. એમણે કહ્યું કે — અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત નું મૂર્તિમંત સ્વરૂપ એટલે અક્ષર દેરી…..અને વચનામૃત ગઢડા મધ્ય-૩ માં શ્રીજી એ કહ્યા મુજબ – એ અક્ષરબ્રહ્મ નું સ્વરૂપ એટલે કે અક્ષર દેરી. ….પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે- એક અક્ષરદેરી માં સર્વે તીર્થો આવી ગયા………! અને આપની સંસ્થા નો ઉદઘોષ એ જ અક્ષરદેરી…! આટલો મહિમા સમજાય તોયે સમજાય કે- અક્ષરદેરી નું માહાત્મ્ય શું છે……..!

ત્યારબાદ અક્ષરદેરી નો મહિમા દર્શન કરાવતો વિડીયો નો લાભ સૌને મળ્યો.

પછી સતસંગ મધ્યસ્થ કાર્યાલય માં થી પુ.યજ્ઞ પ્રિય સ્વામી એ -અક્ષરદેરી અને આવનારા સરધ શતાબ્દી મહોત્સવ ની ઊંડાણ પૂર્વક જાણકારી આપતા જણાવ્યું કે……

  • આ ઉત્સવ – ગુરુહરિ ની આજ્ઞા મુજબ ૧૦ દિવસ નો ભવ્ય કાર્યક્રમ હશે..જેમાં ભવ્ય ગુણાતીત નગર બનશે જેમાં સુરત જન્મોત્સવ ની જેમ વિવિધ – ભવ્ય પ્રદર્શનીઓ હશે જેમાં- સામાજિક-અધ્યાત્મિક સંદેશ સર્વ ને મળી શકે તેનું આયોજન થશે. ..જેનો લાભ લાખો લોકો લેશે.
  • ૨૦ જાન્યુઆરી થી સર્વ કાર્યક્રમ ની શરૂઆત થશે -જેમાં નગર નું ઉદ્ઘાટન..યોગી સ્મૃતિ મંદિર નો મહોત્સવ એમ અઢળક પ્રોગ્રામ થવા ના છે…અને સર્વે આયોજન માં હજારો સ્વયમ સેવકો ની જરૂર પડશે…….
  • આપણે ત્યાં તો સેવા નો ખુબ અનેરો મહિમા છે …એવા અઢળક પ્રસંગો છે કે જેમાં સેવકો એ પોતાનો નફો-નુકસાન-સામાજિક સ્થિતિ જોયા વગર -એક કેવળ મોટા પુરુષ ને રાજી કરવા સેવા માં પોતાની જાત ને હોમી દીધી હોય…!
  • આ વખતે ઓછામાં ઓછા ૧૨ દિવસ ની સેવા છે……..તો સર્વે એ અચૂક લાભ લેવો….આ તક વારેઘડીએ આવતી નથી………
  • સેવા કરવા થી દેહાભિમાન કપાય છે……મોટા પુરુષ રાજી થાય છે……જીવ બ્રહ્મરૂપ થાય છે………અને આ ઉત્સવ – મહંત સ્વામી મહારાજ ની અનુવૃતી મુજબ નો- ૧૦ દિવસ નો ભવ્ય ઉત્સવ આયોજિત કરેલો છે……..

અદ્ભુત…! સત્ય વચન…….પુ.પ્રિય સ્વરૂપ સ્વામી એ કહ્યું તેમ…અક્ષરદેરી ની સ્થાપના સમયે કે- અક્ષર મંદિર ના નિર્માણ સમયે આપણે હાજર નહોતા…….પણ આ ૧૫૦ વર્ષ ની ઉજવણી માં આપણે હાજર છીએ અને આ મોકો ગુમાવવા જેવો નથી. ગમે તેમ કરી…સમય નું યોગ્ય આયોજન કરી…જગત ને થોડુક ગૌણ કરી- આ સેવા નો લાભ અચૂક લઇ લેવો…….એના જ અનુસંધાન માં “સેવા ના વ્રતધારી અમે તો…સેવા ના…” કીર્તન સાથે નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…જેમાં આપણા કાર્યકરો – એમની સેવા ના દર્શન થયા……

ત્યારબાદ કોઠારી પુ.આત્મકીર્તી સ્વામી એ – સેવા ની આ ઉચ્ચ ભાવના ને બળ આપતા કહ્યું કે…..સેવા થી આંતરિક શુદ્ધિ થાય છે……મોટા પુરુષ રાજી થાય છે……..અને ભગવાન ના નામ ની સાથે સાથે – ભગવાન નું કામ પણ થાય છે…જે સાચા અર્થ માં લેખે લાગે છે……..

ત્યારબાદ સભાને અંતે- પુ.ઈશ્વર ચરણ સ્વામી અને પરમ પૂજ્ય મહંત  સ્વામી મહારાજે વિડીયો ના માધ્યમ થી આશીર્વચન આપતા આ જ વાત કરી. અક્ષરદેરી તો કલ્પવૃક્ષ સમાન છે….જે કઈ સાચા મન થી સંકલ્પ કરો એ અહી અચૂક સિદ્ધ થાય છે…….યોગીજી મહારાજ નું પ્રિય સ્થાન……શાસ્ત્રીજી મહારાજ ની અટલ શ્રદ્ધા ના આ સ્થાન ના ૧૫૦ વર્ષ ની ઉજવણી – ભવ્ય રીતે થાય એમાં બધા રાજી છે…..સ્વામી-શ્રીજી રાજી છે……અને આ મોકો- ન ભૂતો..ન ભવિષ્યતિ ..એમ વિચારી જોડાઈ જવાનું છે…….આ મોકો ચૂકવા નો નથી……….! ગમે તેમ કરી- અહી સેવા માં જોડાવા નું છે……..જેમાં સ્વામી-શ્રીજી જરૂર રાજી થશે…!

અદ્ભુત…અદ્ભુત…….! સભાને અંતે સર્વે હરિભક્તો એ – સેવા માટે ના ફોર્મ ભર્યા અને પોતાની સેવા-સમર્પણ ની ભાવના દ્રઢ કરી….!

ખરેખર…………જેમાં આપણું કલ્યાણ છે…….મોટા પુરુષ અને સ્વયમ શ્રીજી ના રાજીપા નું સ્થાન છે…….જેમાં થી જગત ના જીવો નું સહજ માં કલ્યાણ કરે- એવા સિધ્ધાંત નું મૂર્તિમંત પ્રાગટ્ય છે…એવા મહાતીર્થ સ્થાન ને ૧૫૦ વર્ષ પુરા થતા હોય..અને એ ઉજવણી માં આપણ ને સેવા ની તક મળતી હોય તો- ગુમાવવા જેવી નથી જ…! તીર્થ તો કાયમ રહેવા ના…પણ આપણે કાયમ નથી…આ દેહ માં જ્યાં સુધી શક્તિ છે……ત્યાં સુધી સેવા ની આવી તક નો લાભ શક્ય હોય તેટલો લઇ લેવો…! છેવટે આ દેહ પણ કૃષ્ણાર્પણ જ છે ને….!!!!

જય સ્વામિનારાયણ…….

રાજ

Advertisements


Leave a comment

BAPS રવિસભા – ૧૭/૦૯/૨૦૧૭

“….સંપ, સુહ્ર્દભાવ ..અને એકતા વગર બ્રહ્મરૂપ થવાય જ નહિ…….”

પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ

આજ ની સભા – પ્રત્યક્ષ ગુરુ રૂપ હરિ ની પ્રતિક જન્મ જયંતી ની સભા હતી…….માટે એમની રૂચી..એ જ એમનો રાજીપો હતો. આપણે પામર ભક્ત તો એમને શું આપી શકીએ?? ….કદાચ આપી શકીએ તો પણ ત્રેવડ વગર નું….પણ હા…જો એમના રાજીપા નો..એમની રૂચી પ્રમાણે આપણે- સત્સંગ અને જીવન માં – સંપ..સુહ્ર્દભાવ અને એકતા રાખી શકીએ …હરિભક્તો ..સંતો નો પરસ્પર મહિમા સમજી ને વર્તી શકીએ તો- મોટા પુરુષ રાજી થાય…!

આજની સભા – ઉત્સવ સભા હતી અને ધારણા મુજબ જ સમગ્ર સભા હોલ ખીચોખીચ ભરેલો હતો…….સૌપ્રથમ જગત ના નાથ ના દર્શન………

21462692_1454563041248326_3738121026768496242_n

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય કીર્તન થી થઇ…….પુ. શુભ કીર્તન સ્વામી એ સત્પુરુષ જન્મજયંતી ની લાગણી ઓ ને વાચા આપતું કીર્તન રજુ કર્યું….” અભિવાદન…જન્મદિન …” જાણે કે સમગ્ર સભા તરફ થી સ્વામીશ્રી ને માટે હતું. ત્યારબાદ યુવક મિત્રો એ કોરસ માં….” હે વિશ્વમ્ભર….વિશ્વનિયંતા ..સહજાનંદ અવતારી….” રજુ કર્યું……પરબ્રહ્મ ના યથાર્થ સ્વરૂપ ને જાણ્યા વગર..સમજ્યા વગર કલ્યાણ શક્ય જ નથી એ જ આ પધ્ય નો સાર હતો. ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી ની સ્પષ્ટ આજ્ઞા મુજબ – ગુરુભક્તિ ને જ હમેંશા આગળ રાખી ને બે વિડીયો દર્શન નો લાભ મળ્યો…….જેમાં પ્રથમ વિડીયો માં પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય સ્મૃતિ ઓ ના દર્શન નો લાભ મળ્યો તો..બીજા માં મહંત સ્વામી મહારાજે – સદાયે પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા ની જ વાત કરી છે…..એની સ્મૃતિ નો લાભ મળ્યો…..! અદ્ભુત વિડીયો દર્શન…..

ત્યારબાદ પુ.નિર્મળ ચરિત સ્વામી એ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ની પરાભક્તિ ના વિવિધ પ્રસંગો રજુ કર્યા………..જેનાથી સર્વે ને સમજાયું કે ગુણાતીત પુરુષો ને શ્રીજી માટે કેવો ઈશક હોય છે……અને આપણે એમનામાં થી શું શીખવા નું છે???…જોઈ સારાંશ

  • મહંત સ્વામી મહારાજ અનિવાર્ય સંજોગો સિવાય ક્યારેય મંગળા આરતી ના દર્શન ભૂલ્યા નથી….જો એ ન થાય તો એ ઉપવાસ કરી નાખે…એટલી દ્રઢતા એમણે દર્શાવી છે…..
  • નિયમ ધર્મ ની દ્રઢતા એવી કે ગુરુ પદે આવ્યા પછી ૮૩ વર્ષ ની ઉમરે- જન્માષ્ટમી ના નિર્જળા ઉપવાસ ના દિવસે તેમણે એક જ દિવસ માં કુલ ૭૧ દંડવત કરેલા….!!! હવે વિચારો ..આપણું ગજું..આપણો ઈશક કેટલો???
  • દરેક ક્રિયા….દરેક કાર્ય માં એક શ્રીજી ને જ આગળ રાખવા ના…કર્તાહર્તા સમજી કર્મ કરતા રહેવા ના…! ભગવાન સાથે નું અનુસંધાન નિરંતર રહેવું જોઈએ..એવી દ્રઢતા…એવું વર્તન…!

ત્યારબાદ – જન્મજયંતી ની આ સભા માં વિડીયો ના માધ્યમ થી પુ.કોઠારી ભક્તિપ્રિય સ્વામી એ મહંત સ્વામી મહારાજ ના શરૂઆત ના વર્ષો અને સમગ્ર જીવન ની વાત કરતા કહ્યું કે- સ્વામી ની નિષ્ઠા…કાર્ય શૈલી એટલી પ્રબળ અને ઝીણવટ ભરી કે…શ્રીજી ની મૂર્તિ નો શણગાર હોય…હાર બનાવવા ના હોય…..કે ઠાકોરજી ની પૂજા અર્ચના હોય…તેઓ સમગ્ર ક્રિયામાં જાણે કે એકાકાર થઇ જતા…સતત કથા વાર્તા-ભક્તિ નું જ અનુસંધાન…..સ્વામી-શ્રીજી ને કઈ રીતે રાજી કરી શકાય તેનું જ તાન…! ત્યારબાદ – મહંત સ્વામી મહારાજ ના સ્વ મુખે – ગુરુ ભક્તિ અને ગુરુ મહિમા ના અનન્ય પ્રસંગો નો લાભ મળ્યો……

પુ.ડોક્ટર સ્વામી જેવા -સ્વામીશ્રી ના સખા …સ્વામી ને અતિ નિકટ થી નિહાળેલા – એવા સદ્ગુરુ સંતે વિડીયો ના માધ્યમ થી – સ્વામીશ્રી નો મહિમા કહેતા કહ્યું કે- જયારે મહંત સ્વામી ને દીક્ષા લેવાની હતી ત્યારે – એમના ઘર ની આર્થિક સ્થિતિ ડામાડોળ હતી…એમના ભાભી એ યોગીબાપા ને પત્ર લખી વિનંતી કરી કે- અમુક સમય બાદ -વીનું ભગત ને દીક્ષા આપવી જેથી એ સમય દરમ્યાન એ નોકરી કરી- ઘર ને મદદ કરી શકે …પણ યોગીબાપા એ કહ્યું કે……વીનું ભગત તો સંકલ્પ કરશે અને લાખો રૂપિયા ના ઢગલા થશે…!!! અને એ સત્ય સાબિત થયું. મહંત સ્વામી મહારાજ નું સમગ્ર જીવન એ ગુરુ ભક્તિ…દ્રઢ નિયમ ધર્મ..દ્રઢ નિષ્ઠા નું ઉદાહરણ છે.

ત્યારબાદ સમગ્ર સભા ને – મહંત સ્વામી મહારાજ ની ભક્ત વત્સલતા નું દર્શન કરાવતા વિડીયો નો લાભ મળ્યો. એ પછી કોઠારી પુ.આત્મકીર્તિ સ્વામીએ પ્રસંગોચિત ઉદબોધન કરતા કહ્યું કે…..સત્સંગ માં એકબીજા નો મહિમા સમજાય  તો ભેટમભેટા…નહીતર છેટામછેટા ………! મહંત સ્વામી મહારાજ સર્વે નો મહિમા સમજે..નાના માં નાનો સત્સંગી હોય પણ તેનું પણ સાંભળે…..કોઈ દુર થી પ્રાર્થના કરતુ હોય..કહી ન શકતું હોય…..છતાં પણ એના અંતર નું એ સમજી લે…..એના સંકલ્પ પણ પુરા કરે…એવું અનેક પ્રસંગે જોવા મળ્યું છે…..! દરેક હરિભક્ત ને નિર્વાસનિક ..બ્રહ્મ ની મૂર્તિ જ સમજે…..કોઈ નો ય અભાવ ગુણ લેવા નો જ નહિ…..! આમ, આવા સત્પુરુષ માં આપણું જોડાણ જેટલું વધે ..તેટલું જ સતસંગ માં આપનું સુખ..આપણી સમજણ….આપણી ભક્તિ વધશે.

સાથે સાથે પુ.ત્યાગવલ્લભ સ્વામી ની નિશ્રામાં -આપણા ૧૭૬ જેટલા સંતો- ચારધામ ની યાત્રા કરી આવ્યા……તેની પણ વાત કરી…..! ત્યારબાદ વિડીયો ના માધ્યમ થી સ્વામીશ્રી એ – સ્વયમ પોતાની રૂચી- યોગી ગીતા માં વર્ણવેલા યોગીજી મહારાજ ના સિધ્ધાંત પર છે…એની વાત કરી. …સત્પુરુષ ની આજ્ઞા…એમની કસની….એમના ભીડા….એમના રાજીપા માં કઈ રીતે રહેવાય – એના માટે આપણે અંતર ને કેવું શુદ્ધ કરવું પડે……સ્વભાવો મુકવા પડે…..મન ને મારવું પડે….મહિમા સમજવો પડે……તો જ બ્રહ્મ રૂપ થવાય..! સ્વામીશ્રી એને જ બ્રહ્મવિદ્યા કહે છે…..!

ત્યારબાદ અમદાવાદ ના સમગ્ર હરિભક્તો એ સ્વામીશ્રી ના જન્મદિન ને ઉજવવા – એમની રૂચી મુજબ નું એક અભૂતપૂર્વ કાર્ય કર્યું….એકબીજા નો હાથ પકડી- માનવ-ભક્તિ હાર બનાવ્યો……બેપ્સ એક પરિવાર..અમારો પરિવાર સંપીલો પરિવાર એમ કહી- સંપ ના ગુણ ના મહિમા ને- સ્વામીશ્રી ની રૂચી ને ડંકા ની ચોટે ઉજવી…!!! અદ્ભુત..અદ્ભુત…! આમ, પરસ્પર જો મહિમા સમજાય તો બાકી શું રહે???

ત્યારબાદ “જમોને જમાડું” અન્નકૂટ સેવા પ્રોજેક્ટ માં જોડાયેલા સર્વે ને બળ આપતો- અનુભવ પ્રસંગ- પ.ભ. જીતુભાઈ ચૌહાણે કહ્યો….! સર્વે ને આ સેવા નો લાભ મળે- સર્વે ની સેવા થાય……એ માટે એમણે જે દાખડો કર્યો છે…તેની વાત થાય એમ નથી. અત્યાર સુધી માં એમણે ૩૦૦ થી વધુ મુમુક્ષુઓ ને આ સેવા માં જોડ્યા છે..અને આ કાર્ય હજુ આગળ વધારતા રહેવા માટે કટિબદ્ધ છે..તેમ પણ જણાવ્યું..!!! અદ્ભુત અદ્ભુત…!!!

સભાને અંતે અમુક જાહેરાત થઇ….

  • મુંબઈ ના અંગ્રેજી પ્રકાશન Enlighten India એ પોતાના કવર પેજ પર મહંત સ્વામી મહારાજ નો ફોટો પબ્લીશ  કરી કવરેજ પણ કર્યું છે. એમના પ્રકાશક શ્રી કેતન ભાઈ અને એમના સહાયક નું સન્માન પણ જાહેર માં થયું.

21430577_1614248988627498_4354463642089004171_n

  • અમૃત હર્બલ કેર દ્વારા ૯ નવા -ઉત્પાદનો રજુ થયા..તુલસી ના અર્ક થી માંડી ને -મુખવાસ સુધી ના આ પ્રોડક્ટ્સ ને વસાવવા માં આવશે..!
  • નવા વર્ષ ના કેલેન્ડર – જેને રસ હોય તેણે મંદિર નો સંપર્ક કરવો….

છેલ્લે – આરતી અને પુષ્પાંજલિ દ્વારા સભાનું સમાપન થયું….!!!

અદ્ભુત…અદ્ભુત…!! સત્સંગ હોય કે જીવન- જો આપને એકબીજા નો મહિમા…એમના ગુણ…એમની મહત્તા નો વિચાર કરી ને વર્તીએ તો- દુનિયા ની લગભગ સંપૂર્ણ સમસ્યા ઓ નો નિકાલ સહજ થઇ જાય..! પણ કદાચ એ કઠીન છે…….પણ જો આવા સાધુ મળે…એમનો સમાગમ મળે…એમની વાત જીવ માં ઉતરે..અને શ્રીજી ની કૃપા થાય તો અશક્ય પણ શક્ય થઇ જાય…એમાં કોઈ શક નથી…!

……..સર્વે હરિભક્તો ને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ…….

રાજ

 


Leave a comment

BAPS રવિસભા- ૧૦/૦૯/૨૦૧૭

“…..આજ્ઞામાં રહે ને છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે….. ને આજ્ઞા નથી પાળતો તે પાસે છે તો પણ છેટો છે……… તે ગમે તેવો જ્ઞાની હશે, હેતવાળો હશે ને મોટેરો હશે પણ આજ્ઞા લોપે તો સત્સંગમાં ન રહેવાય………. ત્યાં દ્રષ્ટાંત દીધું જે, પતંગ ઉડાડવાથી છેટો ગયો છે પણ દોરી હાથમાં છે તો સમીપમાં જ છે. તેમ આજ્ઞારૂપી દોરી હાથમાં છે તો મહારાજની પાસે જ છે…….”


અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૫/૫૭૧

સત્સંગ હોય કે સંસાર……એમાં શાસ્ત્રો…મોટા પુરુષ કે સ્વયમ ભગવાને બાંધેલી મર્યાદા ઓ…નિયમ ધર્મ ..એમની આજ્ઞા …..એનું ઉલ્લંઘન આપણે કરી એ તો છેવટે દુખ જ આવે…….! આપણ ને ક્ષણિક ભાસ થાય કે- શાસ્ત્રો હોય કે સાધુ …એ તો બોલ્યા કરે…એમને થોડી વાસ્તવિકતા ની ખબર છે….?? પણ આપણે એ નથી જાણતા કે – એ તો પૂર્વાપર નું જાણે છે…….અનુભવે સિદ્ધ જ્ઞાન ધરાવે છે…અને એમની બાંધેલી મર્યાદા ઓ – દેશ-કાળ-ક્રિયા થી ઉપર હોય છે……! નવરાત્રી આવી રહી છે અને સદી ઓ પુરાણી શક્તિ આરાધના આજકાલ “ડિસ્કો-દાંડિયા” માં …પલટાઈ ગઈ છે..જ્યાં પૈસા-ધંધા-વ્યભિચાર-આછકલાઈ-વ્યસન ની છોળો ઉછળે છે…અને યુવાધન એમાં બરબાદ થતું  જાય છે…..!

એ યુવાનો માટે- બધા માટે- આવનારી નવરાત્રી- સાચા અર્થ માં શક્તિ નું પર્વ..ભક્તિ નું પર્વ……નિયમ-ધર્મ નું પર્વ બની રહે…..ધર્મ-નિયમ સચવાઈ ને આ ઉત્સવ ઉજવી શકીએ એ માટે ની આજની સભા હતી….!

અમે આજે અમુક કારણોસર સભામાં મોડા પહોંચ્યા……સૌપ્રથમ શ્રીજી ના દર્શન……

This slideshow requires JavaScript.

સભા આજે નીચે ના નવીનીકરણ પામેલા હોલ માં હતી……આથી હરિભક્તો ની ભીડ વધારે હતી…….સ્થાન ગ્રહણ કર્યું ત્યારે યુવાનો ને મુખે પ્રેમાનંદ સ્વમી રચિત કીર્તન….”ઓરા આવો…જોઉં છોગલું તમારું…” રજુ થયું……

ત્યારબાદ- સમગ્ર સભા ને કેન્દ્ર માં રાખી ને એક સંવાદ પ્રસ્તુત થયો. યુવકો નું એક મંડળ વકીલો નું બન્યું તો એક મંડળ સત્સંગી યુવાઓ નું બન્યું……! કોર્ટ રૂમ માં જજસાહેબ ની સમક્ષ દલીલો- “નવરાત્રી માં યુવાનો  એ જવું કે નહિ” તે પર થયો…….બંને પક્ષે પોતાના દાવા પ્રસ્તુત કર્યા અને સમગ્ર નોરતા નો મહિમા…એની પાછળ ની -શાસ્ત્રો-સંસ્કૃતિ ની ભાવના…ઉજાગર થતી ગઈ….ધર્મ-નિયમ સાથે રાખી ને …સ્ત્રી-પુરુષ ની મર્યાદા નો ખ્યાલ રાખી ને પણ – નોરતા નો ઉત્સવ ઉજવી શકાય…એને સાચા અર્થ માં ભક્તિ પર્વ તરીકે ઉજવી શકાય – એ રજુ થયું…..અને સમગ્ર સભા એ એને વધાવી લીધું……! જુનાગઢ ના નિષ્ઠાવાન પોલીસ અધિકારી રાણા સાહેબ – નો ધર્મ નિયમ સાચવવા નો…ગુરુ વચન–ગુરુઆજ્ઞા ને શિર સાટે ઝીલી લેવાનું ચરિત્ર પણ રજુ થયું…….અને પંચાળા માં શ્રીજી એ રચેલો અદ્ભુત રાસ – પણ યુવકો એ રજુ કર્યો- અને સમગ્ર સભા આનંદિત થઇ ઉઠી…….!!!

21616034_1447510418620255_7108921225761973624_n

સભામાં હાજર- પુ.વિવેકસાગર સ્વામી જેવા અતિ વિદ્વાન અનુભવી સંતે પણ નવરાત્રી- માં નિયમ ધર્મ સાથે ના ભક્તિ પર્વ ની વાત કરતા કહ્યું કે…..

  • આ ઉત્સવ…એના પાછળ ના મહિમા ના આપણે વિરોધી નથી…પણ એના નામ પર આજકાલ જે નાટક થઇ રહ્યા છે…….પાપ થઇ રહ્યા છે તેનો વિરોધ છે……માટે યુવકો એ – આવા કાર્યક્રમ માં જવું નહિ……પણ નવરાત્રી ના ઉત્સવ ને- ભક્તિ પર્વ તરીકે ઉજવવું….
  • નવરાત્રી  પાછળ ની- મહિષાસુર વધ ની કથા……સ્ત્રી શક્તિ- દુર્ગા સ્વરૂપ આપણ ને દુષણો સામે- સંયમ અને ધર્મ ની શક્તિ રાખવા નું સૂચવે છે……નિયમ ધર્મ ની શક્તિ- એનું બળ આપણા માં હશે તો – જીવન માં ગમે તેટલા દુષણ આવશે…..આધી-વ્યાધી-ઉપાધી આવશે પણ જીવ બળવાન બની તેની સામે ટકી રહેહ્શે……
  • આપણા ગુણાતીત પુરુષો એ- આવા ઉત્સવ- સાચા મહિમા સાથે…સાચા ભક્તિ-કર્મ સાથે કઈ રીતે ઉજવાય એ શીખવ્યું છે..અને આપણે એ જ કરવા નું છે……..અહી ભક્તિ કરવા ની છે…યુક્તિ નથી કરવા ની…!!
  • આજ્ઞા માં રહેવાશે તો જ સુખ થશે………

અદ્ભુત…..અદ્ભુત…! છેવટે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે અને પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજે – નવરાત્રી -ભક્તિ પર્વ નિમિત્તે પોતાના આશીર્વચનો ના વિડીયો દર્શન નો લાભ આપ્યો……

સભાને અંતે અમુક જાહેરાત થઇ……

  • આવતી રવિસભા – મહંત સ્વામી મહારાજ ના ૮૫ માં પ્રતિક જન્મોત્સવ ની સભા તરીકે ઉજવાશે…..સાથે સાથે અક્ષરદેરી પ્રેરણા સભા નો લાભ આગામી સભામાં મળશે….
  • અમેરિકન હરિભક્ત- પ્રનીતી પરીખ દ્વારા ભાષાંતર કરેલ પુસ્તક… Hindu Funeral rites – અંત્યેષ્ઠી સંસ્કાર પ્રકાશિત થયું…….
  • “જમો ને જમાડું” સેવા પ્રોજેક્ટ માં સર્વે હરિભક્તો એ ઉત્સાહ થી જોડાઈ જવું…..

તો- સમગ્ર સભાનો સાર એટલો જ કે- આપણે સર્વે એ- આવનરી પેઢીઓ એ – આપણી સંસ્કૃતિ…આપણા ઉત્સવો નો સાચો અર્થ- મહિમા સમજવો જોઈએ……..અને શાસ્ત્રો- મોટા પુરુષ- અને સ્વયમ ભગવાને બાંધેલી મર્યાદાઓ- નિયમ ધર્મ…અને આજ્ઞા ઓ મુજબ જ ઉત્સવ ની ઉજવણી કરવી જોઈએ……! કારણ કે સુખ- આજ્ઞા અને નિયમ ધર્મ માં જ છે…..સ્વછંદી પણે વર્તવા થી આપણું …આપણી સંસ્કૃતિ અને આવનારી પેઢીઓ…સમાજ સર્વે નું પતન નિશ્ચિત છે……

જેટલા વહેલા જાગશું…એટલું જ કલ્યાણ…!!!

જય સ્વામિનારાયણ…..

રાજ

 


Leave a comment

BAPS રવિસભા-૦૩/૦૯/૨૦૧૭

“….આપણે સત્સંગ માં રહેવું હશે તો ઝેર પી ને પણ સંપ રાખવો પડશે…..”


બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ

સંપ, સુહર્દભાવ અને એકતા- યોગીજી મહારાજ ના જીવન સૂત્ર હતા……અને આજે એમના જ શિષ્ય પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના પણ એ જ રાજીપા ના સૂત્ર છે. મહંત સ્વામી મહારાજ તો કહે છે કે – સંપ હશે તો બધું જ થઇ રહેશે……..એના વગર કશું જ નહિ થાય..! અને આજે જે જગ્યા એ એ વિચરણ માં હોય ત્યાં – સંપ,સુહર્દભાવ અને એકતા ના સૂત્ર સર્વે ને જરૂર ગોખાવે છે. છેવટે તો- સત્પુરુષ નો રાજીપો હોય તો જ જીવ બ્રહ્મરૂપ થાય…….અને એ માટે – એમના રાજીપા ના આ સૂત્ર જીવમાં….ઝેર પી ને પણ…..ગમ ખાઈ ને પણ …ખોટ ખાઈ ને પણ દ્રઢ કરવા ના છે……….! એ રાજી તો શ્રીજી રાજી…!! અને એ થશે તો છતે દેહે અક્ષરધામ નું સુખ આહી બેઠા આવશે…એની ગેરંટી..!

ગઈ રવિસભા નો પણ લાભ લઇ ન શકાયો……..આજે સભામાં થોડાક મોડા પહોંચ્યા. શ્રી ગણેશ વિસર્જન ના નામે રોડ પર થતા ધજાગરા…..દુખ દાયક છે..પણ શું થાય?? સભામાં પહોંચ્યા પહેલા શ્રીજી ના મન ભરી ને દર્શન કરવામાં આવ્યા……

21231016_1440321399339157_8210796592232093184_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું એ સમયે પૂજ્ય કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના કંઠે એક કીર્તન પૂરું થઇ રહ્યું હતું. ત્યારબાદ પુ.વિવેક મુની સ્વામી એ ” વ્હાલા અક્ષરધામ ના વાસી ..મારે હૈયે કરજો નિવાસ…” અને યુવક મિત્ર જૈમીન વૈદ્ય દ્વારા સદ્ગુરુ મંજુકેષાનંદ રચિત  ..” મોહે પ્યારી રે નટવર નાથ..મૂર્તિ તારી રે..” રજુ થયું…! અદ્ભુત…….ધારો કે કીર્તન ન હોત તો કદાચ સત્સંગ માં સુર જ ન હોત…એમ હું માનું છું…!

ત્યારબાદ જાહેરાત થઇ કે -આજની સભામાં પુ.બ્રહ્મવિહારી સ્વામી – પ્રવચન નો લાભ આપવા ના હતા પણ આપણા માનનીય રાષ્ટ્રપતિ અત્યારે ગુજરાત ની મુલાકાતે છે અને તેમની સાથે અગત્ય ની મીટીંગ હોવાથી એ આવી ન શક્યા……તેથી સમગ્ર પ્રોગ્રામ બદલાયો. એટલે પુ. અમૃતકીર્તિ સ્વામી કે જેમણે પૂજ્ય ડોક્ટર સ્વામી ના સેવક સંત તરીકે લાંબો સમય સેવા આપી છે તેમના મુખે- બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રેરણા દાયી જીવન પ્રસંગો નું પાન કરવા નો મોકો મળ્યો…….: પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં પ્રાર્થના નો મહિમા..” એ વિષય પર એમણે ખુબ જ રસપ્રદ પ્રસંગો ની વાત કરી….આપણે જોઈએ માત્ર સારાંશ…..

  • બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં કદાચ કોઈ પલ એવી નહિ હોય કે જેમાં પ્રાર્થના નો અંશ ન હોય……સતત બીજા નું ભલું ઇચ્છવું……સંતો-હરિભક્તો-સમાજ-દેશ -જીવ માત્ર ના સુખાકારી માટે પ્રાર્થના કરવી અને કરાવવી એ એમના જીવન નો પાયા નો ભાગ હતો….
  • એ કહેતા કે- ભગવાન જ સર્વ કર્તાહર્તા છે……..એની મરજી હશે તેમ જ થશે…પણ આપણે પ્રાર્થના કરતા રહેવું…….એ શૂળી નો ઘા સોય થી ટાળી ને પણ આપણી રક્ષા કરશે…….એમ સદાયે બળ રાખવું…..પ્રાર્થના ન ફળે તો હિમત ન હારવી…….એ તો શ્રીજી ને આપણું સારું કરવું હશે -તે જ કરશે……
  • આમ, પ્રાર્થના દ્રઢતા થી…પૂર્ણ વિશ્વાસ થી કરવી…….જે કઈ થાય છે..તે એક શ્રીજી જ કરે છે એમ માનવું….એમ માનવા થી દુખ-સુખ ન લાગે અને સ્થિર રહેવાય.

અદ્ભુત……અદ્ભુત..! ગુણાતીત પુરુષ ના જીવન માં થી શીખવા નું આ જ છે. એમના જીવન ની પ્રત્યેક ક્ષણ – એ મોક્ષ દાયક હોય છે……એ અહી સ્પષ્ટ દેખાય છે.

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ -અત્યારે અમેરિકા- રોબીન્સ્વીલે અક્ષરધામ માં વિચરણ-દર્શન-સુખ આપી રહ્યા છે……તેમના એ દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો. જે નીચેની લીંક પર થી આપણે કરી શકશું……

તારીખ ૨૬/૮/૧૭ અને તારીખ ૨૭/૮/૧૭ ના દર્શન અહી થી કરી શકીશું.

ત્યારબાદ પુ. વિવેક મુની સ્વામી એ “સંપ, સુહર્દભાવ અને એકતા..” ના વિષય હેઠળ- વચનામૃત, ગુણાતીત પુરુષો ના જીવન ચરિત્ર ને આધારે -અદ્ભુત પ્રવચન નો લાભ આપ્યો…….આપણે ફક્ત સારાંશ જોઈશું…..

  • અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ પોતાની અક્ષર વાતો (૩/૧૭) માં કહ્યું છે કે…..

“…..ચાર વાતું છે તે તો જીવનું જીવન છે. તે શું? તો એક તો મહારાજની ઉપાસના ને બીજી મહારાજની આજ્ઞા ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું…………, એ ચાર વાતું તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહિ. ………………..”

  • એમાં એ યોગીબાપા કહેતા કે – સુહ્ર્દભાવ કહેતા કે ભગવાન ના ભક્ત સાથે સુહર્દભાવ હોય તો આગળ ના ત્રણ સાધન- આજ્ઞા,ઉપાસના અને મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ- એ સહેજે સિદ્ધ થાય છે….
  • દેહ ના કલ્યાણ ના ચાર સાધન – આહાર,નિંદ્રા,શ્રમ અને ધર્મ જેમ જરૂરી છે તેમ જીવ ના આ ચાર સાધન સિદ્ધ કર્યા વગર -જીવ નું કલ્યાણ થતું નથી.
  • મહંત સ્વામી મહારાજે પણ સંપ,સુહર્દભાવ અને એકતા પર ખુબ જ ભાર મુક્યો છે. માર્ચ-૨૦૧૭ માં થયેલા -એમના આફ્રિકા વિચરણ માં -સ્વામીશ્રી એ -સંપ- સુહ્ર્દભાવ પર પોતાનો અઢળક રાજીપો બતાવ્યો. ..એ કહે છે કે- નાના માં નાના હરિભક્ત સાથે સંપ એટલે જ સાચી આત્મબુદ્ધિ……!!
  • સત્પુરુષ નો -શ્રીજી નો રાજીપો- સમયાંતરે બદલાય છે…..શ્રીજી ના સમય માં -મહારાજ નો રાજીપો- પોતાનું સ્વરૂપ ઓળખાવવા માં હતો…તો શાસ્ત્રીજી મહારાજ ના સમય માં તેમનો રાજીપો- અક્ષર પુરુષોત્તમ મહારાજ નું સ્વરૂપ મૂર્તિમંત કરતા મંદિરો બાંધવા માં હતો…….યોગીજી મહારાજ નો રાજીપો- સંપ,સુહર્દભાવ ..એકતા ને દ્રઢ કરાવવા માં હતો તો..આજે વર્તમાન કાલે – મહંત સ્વામી મહારાજ નો રાજીપો- એ જ યોગીજી મહારાજ ના રાજીપા ને સત્સંગ માં દ્રઢ કરાવવા માં છે………
  • પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે- સંપ, સુહર્દભાવ અને એકતા જો સત્સંગ માં દ્રઢ કરવા હોય તો- આપણે ચાર વાત સિદ્ધ કરવી પડશે…….. ૧) મન ધાર્યું મુકવું…૨ ) ખમવું…૩) ઘસાવું…….૪) અનુકુળ થાવું…..જો આ ચાર ગુણ સિદ્ધ થશે તો- સર્વ હરિભક્તો પ્રત્યે સંપ-સુહ્ર્દભાવ આપોઆપ આવશે…….આત્મ બુદ્ધિ સહેજે દ્રઢ થશે…….અને બ્રહ્મરૂપ થવાશે…..
  • મહંત સ્વામી મહારાજ કહે છે કે- સંતો-હરિભક્તો એ પરસ્પર મહિમા સમજવો…સર્વે અક્ષરમુક્ત છે…..તેમ સમજી વર્તવું……અને જો એમ નહિ થાય તો અક્ષરધામ નહિ જવાય …..
  • માટે જો અક્ષરધામ નું સુખ છતે દેહે લેવું હોય તો- સત્સંગ માં સર્વે નો મહિમા સમજવો જ પડશે…….સંપ…સુહર્દભાવ…એકતા રાખ્યા સિવાય છૂટકો જ નથી….!!!

અદ્ભુત….અદ્ભુત……! અઢળક પ્રસંગો સાથે- સત્સંગ ની પાયા ની વાત – પુ.વિવેક મુની સ્વામી એ કહી…જો એ જીવ માં દ્રઢ થાય તો- જીવન માં કોઈ નો એ અભાવ-અવગુણ ન આવે……દ્રોહ ન થાય……બ્રહ્મરૂપ થવાય અને શ્રીજી નું સુખ છતે દેહે મળે…!

સભાને અંતે અમુક જાહેરાત થઇ……

  • આવતી રવિસભા એ વિશેષ સભા છે- યુવકો દ્વારા વિશેષ પ્રોગ્રામ થશે…..અચૂક લાભ લેવો. અને એના પછી ની રવિસભા – ૧૭/૯ – એ અક્ષર દેરી પ્રેરણા સભા તરીકે યોજાશે.
  • “જમો ને જમાડું” સત્સંગ -સેવા પ્રોજેક્ટ માં સર્વે કાર્યકરો સાથે સાથે હરિભક્તો એ પણ ભાગ લઇ- સત્સંગ ને ….શ્રીજી ની સેવા ને જન જન સુધી પહોંચાડવા ની છે…..
  • અમૃત હર્બલ કેર તરફ થી – એપલ સીડાર વિનેગર લીક્વીડ – પ્રસ્તુત થઇ છે…….

તો આજની સભા નો એક જ સાર……….સત્સંગ નુ બીજું નામ જ સંપ……અને જ્યાં સંપ હોય ત્યાં જ સત્પુરુષ અને શ્રીજી નો રાજીપો હોય……….! કુટુંબ હોય કે સત્સંગ પરિવાર- સંપ રાખ્યે જ કલ્યાણ છે………

જય સ્વામિનારાયણ……………

રાજ


Leave a comment

આજ કાલ- ૦૧/૦૯/૨૦૧૭

રેતી ની જેમ હાથ માં થી  સરકતો સમય એની મસ્તી…એના મિજાજ માં છે. બસ આજકાલ આપણે તો મુકપ્રેક્ષક જ બની રહેવા નું છે…ક્યાંક એને મનભરી ને માણવા નો છે તો કયાંક એને ગ્રહોદશા -કર્મ ગતિ-પામરતા નું નામ આપી પરિભ્રમણ માં પરખવા નો છે…….જે હોય તે..પણ એને જીવવા નો છે……એ સિવાય છૂટકો પણ ક્યાં છે??..!

તો- ચાલો સમય નો ગુલાલ કરીએ……..અને જોઈએ આજકાલ શું ચાલી રહ્યું છે…..??

  • ગયા અઠવાડિયે “અક્ષર દેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ યાત્રા” નો લાભ લઇ આવ્યા……ગોંડલ માં અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ના સમાધિ સ્થાન પર આજે ગગનચુંબી – વિશાળ મંદિર ના દર્શન થાય છે…જેના અતિ ગૌરવશાળી….મહિમા સભર ૧૫૦ વર્ષ પુરા થઇ રહ્યા છે……..જેનો ઈતિહાસ -વધુ માહિતી આ લીંક પર થી મળી શકશે….! અમારી યાત્રા માં સારંગપુર- ગઢડા અને ગોંડલ- લીમડી જેવા તીર્થ સ્થાન ના દર્શન- મહિમા નો લાભ મળ્યો. ગઢડા માં – નવીન પ્રદર્શન ( સમય- દોઢ કલાક ….”ગઢપુર જોતા શ્રીજી મુને સાંભરે રે” એ થીમ છે…)  અદ્ભુત છે…..ઘેલા નદી માં ( આપણા મંદિર ની પાછળની બાજુએ  ધોધ છે…) મનભરી ને સ્નાન કર્યું…..તો ગોંડલ માં – નદી માં જ બનાવેલા અક્ષર ઘાટ માં પણ અદ્ભુત સ્નાન નો મોકો મળ્યો….અક્ષર દેરી માં મહાપૂજા-પ્રદક્ષિણા નો લાભ મળ્યો….. સાથે આપણી સંસ્થા નું મેનેજમેન્ટ તો જુઓ…….અક્ષર યાત્રા માં- અક્ષર મંદિર ના એક એક સ્થાન નો મહિમા- પૂજા ના દર્શન અદભુત માહિતી- સ્થાન મુલાકાત-સભા – સ્મૃતિ ભેટ દ્વારા કરાવ્યા……! કોઈ ભાગમભાગી નહિ…..કોઈ પડાપડી નહિ……..! ભોજન વ્યવસ્થા થી લઈને- ઉતારા વ્યવસ્થા- ગાઈડ ની વ્યવસ્થા અદ્ભુત હતી…..!
  •  યાત્રા પુરી થઇ એટલે મૂળ વતન માં સ્વર્ગસ્થ પિતાશ્રી ની સ્મૃતિ માં – ધરો  આઠમ  માટે ગામડે જવાનું થયું,… અત્યારે તો બારે મેઘ ખાંગા થયા છે……. અને સર્વત્ર વરસાદી માહોલ છે…..પણ શ્રીજી ની દયા થી થોડોક સમય  વાતાવરણ શાંત થયું અને અમારો પ્રસંગ સચવાઈ ગયો…….એ પછી બધા સ્નેહી સ્વજનો એ નજીક ના સુનસર  ગામ નજીક આવેલા ધોધ ની મુલાકાતે જવાનું નક્કી કર્યું।…..ચોમાસા માં જ સક્રિય બનતા આ ધોધ ની મજા  લેવી એટલે કે જાણે  કે અહીં જ સ્વર્ગ નો આનંદ લેવો,..!!! સોળે કળાએ ખીલેલા ધોધ માં બધા ખુબ ન્હાયા।…..અઢળક આનંદ લીધો।………! મન બાગ -બાગ..પાણી-પાણી થઇ ગયું।……ગયા અઠવાડિયા માં અઢળક યાત્રા ઓ નો જે શારીરિક-માનસિક થાક લાગ્યો હતો તે ઓગળી  ગયો…….!!!!

bb72c6ea-2984-407e-8829-52cdc8177e5d

  • હરિ અને મારો હરિકૃષ્ણ તો આજકાલ પૂર્ણ ચંદ્ર ની જેમ ખીલેલા છે…….. 🙂 …..કેમ ન હોય??? હરિભાઈ ને સ્કૂલ માં રજા ઓ પડી હતી…..અને ફરવા ની- નવા-જુના મિત્રો સાથે મસ્તી કરવા નો મોકો મળે…પછી બાકી શું રહે??? એ પણ ધોધ માં ભરપૂર ન્હાયા।…..નીચે આવેલા કુંડ માં ડૂબકીઓ લગાવી।…! અને હવે પુનઃ સ્કુલ માં જવાનું આવ્યું છે અને અમે “ડૂબકીઓ” લગાવતા થઇ ગયા છે…..હહાહાહા…!!!
  • ઘરે ઇલેક્ટ્રિક ગીઝર બગડ્યું છે…….એ તો બગડે…..એમાં શું?? પણ એને રીપેર કરાવવા માં જે અમારે -હજુ સુધી જે દાખડા કરવા પડે છે……તે ઉપર તો હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવે ની ભાષા માં એક પુસ્તક લખી શકાય…! ભગવાન જાણે…….ભારત માં “સર્વિસ” જેવી વાત કંપની ઓ ને ક્યારે સમજાશે???? તે સમજે ન સમજે પણ…….ઠંડા પાણી માં સ્નાન કરવા નો એક અદ્ભુત લ્હાવો છે…..એનો મહિમા બધાએ અવશ્ય સમજવો. ….અને કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ લેતા પહેલા એના સર્વિસ સીસ્ટમ નો અભ્યાસ અચૂક કરવો…..નહીતર ઠંડા પાણી એ ન્હાવા ના દા’ડા આવશે…!!!!!
  • વર્ષો પછી – બહાર સલુન માં દાઢી કરાવવા નું થયું……અને કમજોર યાદદાસ્ત ને વાંકે- મારા ફાટેલા ખિસ્સા ને જે આર્થિક “ફટકો” પડ્યો…એ અનુભવી ને હું છક થઇ ગયો….!!! દાઢી કરાવવા ના ૪૦ રૂપિયા…!!!! હે રામ…..!!! નો ચાલે……!!!! હવે એક વાત તો નક્કી જ છે કે – હું દાઢી કરવા નો સામાન ક્યારેય નહિ ભૂલું…અને ધારો કે ભૂલી જાઉં તો- “બઢતી કા નામ દાઢી…” એમ વિચારી રાજી રહીશ…! એક નિર્દોષ સવાલ……..એમાં GST નો તડકો  લાગે?????

ઉફ…..! તો થોડીક ખટ્ટી-થોડીક મીઠ્ઠી આ જીવન યાત્રા ઓ ને આ ઢળી રહેલી પાંપણો માં તો કદાચ નહિ સમેટી શકાય પણ એને વહેતી રહેવા દઈ…એનો આનંદ જરૂર લઇ શકાશે…! પાણી હોય કે જીવન…જો બંધિયાર બની જાય તો ગંધાઈ ઉઠે….! તેથી જ આપણે તો વહેતા જ રહેવા ના…!!! સમેટાઈ જઉ એ આપણી ફિદ્રત માં નથી…..આપણા મિજાજ માં નથી….!!

અસ્તુ…….

રાજ