Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા-૧/૧૦/૨૦૧૭

Leave a comment

“..સંતો હરિભક્તો અક્ષરધામ નું સ્વરૂપ છે……જો તેનો અભાવ આવે તો અભાવ લેનારો અક્ષરધામ માં જઈ શકતો નથી…..તેની સહાય બધા સંતો કરે….હરિભક્તો કરે તોય તેને ધામ મળતું નથી…..અભાવ નો દોષ બધા દોષ થી અધિક છે…….હરિભક્ત નો અભાવ લેતા જે દોષ લાગે છે તેવો તો કામ,ક્રોધ,લોભ માં પણ દોષ નથી…માટે ભક્ત માં અવગુણ ન પરઠવો ને દોષ દેખાઈ જાય તો તત્કાળ શમાવી દેવો ..જેથી અભાવ નું બીજ હૃદય માં ક્યારેય પ્રગટે નહિ…….

સંતો હરિભક્તો અલૌકિક છે…..તેમનો દૈહિક દોષ દેખી ને અભાવ ન લેવો….અભાવ લે છે તેને તેટલું ફળ ભોગવવું પડે છે….તે તો બ્રહ્મઅગ્નિ જેવા છે….લીલું,સુકું જે તેનો સ્પર્શ કરે તે બળી જાય એવો એમનો સહજ સ્વભાવ છે….તેની રક્ષા ભગવાન પણ કરી શકતા નથી…..સત્સંગ ના પાંચે નિયમ દ્રઢ કરી ને રાખે તેને સંત-હરિભક્ત જાણવા…….


ભગવાન શ્રી સ્વામિનારાયણ…..શ્રીહરિ ચરીત્રામૃત સાગર-૫ અને ૮ સ્કંધ

શ્રીજી ના અદ્ભુત વચનો……આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ને અતિ પ્રિય -રાજીપા ની વાત…….સત્સંગી માટે તો અભાવ-અવગુણ એ ઝેર છે…..જેનામાં એ ઘુસ્યા તેનું પતન નક્કી..! આ જ વાત મહંત સ્વામી મહારાજ – અત્યારે અમેરિકા અને યુરોપ ના વિચરણ માં છે ત્યાં બધા ને વારંવાર કહી રહ્યા છે. તેમની સાથે વિચરણ માં ૧ માસ ગુજારી ને આવેલા પુ. ઈશ્વર ચરણ સ્વામી એ સભામાં આ વાત કરી.

તો આજની સમગ્ર સભા આ વાત પર હતી…..નવરાત્રી નું ભક્તિ પર્વ ગઈકાલે જ પૂરું થયું પણ ભક્તિ અહી નિરંતર -અવિરત ક્રિયા છે….આથી આજની સભામાં – હરિભક્તો નો માનવ મહેરામણ ઉભરાતો હતો……સર્વ પ્રથમ- શ્રીજી ના દર્શન…..એકાદશી ના દર્શન……

This slideshow requires JavaScript.

સભામાં સ્થાન ગ્રહણ કર્યું એ સમયે – યુવક મિત્રો દ્વારા ધુન્ય થઇ રહી હતી…..ત્યારબાદ જૈમીન વૈદ્ય દ્વારા ” મંદિરે પધારો પિયા …શ્યામ સોહાગી..” બ્રહ્માનંદ સ્વામી ની રચના રજુ થયું…….અદ્ભુત કીર્તન..!!! ત્યારબાદ સદ્ગુરુ જગદીશાનંદ રચિત કીર્તન..” અહોનિશ દર્શન દેજો રે……” યુવક મિત્ર દ્વારા જ રજુ થયું. પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના કંઠે ..” હે મનમાની મોહન તારી મૂર્તિ રે…….” રજુ થયું જેના રચયિતા બ્રહ્માનંદ સ્વામી હતા…….

ત્યારબાદ પુ.વિવેક શીલ સ્વામી જેવા પ્રખર વક્તા ને મુખે” પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ની પરા ભક્તિ” પર પ્રસંગો થી ભરપુર – વક્તવ્ય રજુ થયું …જોઈએ સારાંશ….

  • બધા સદગુણો માં ભગવાન ની ભક્તિ શિરમોર છે…અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે તેમ- ભક્તિ વિના બાકી ના સર્વે ગુણ- ક્રિયાઓ-કર્મ વ્યર્થ છે……
  • અને એમાયે આત્મનિવેદી ભક્તિ તો ગુણાતીત પુરુષો ની માલિકી ની ભક્તિ છે…….પ્રમુખ સ્વામી મહારાજ ને જુઓ તો સમજાય કે એમના જીવન ની એક પણ ક્ષણ – ભગવાન – વિનાની ન હતી….
  • દરેક ક્રિયામાં – એક ભગવાન જ આગળ…..એ જ કર્તાહર્તા…….એમનું જ ધાર્યું થાય…એવો દ્રઢ ભાવ……
  • મહંત સ્વામી મહારાજ તો કહે છે કે- એક ભગવાન ને લીધે આપણે છીએ……માટે ભગવાન ને સદાયે આગળ રાખવા……
  • કોઈ ક્રિયામાં અહં પણું નહિ……હું કરું છું- એવો ભાવ જ નહિ……અને એવા આ ગુણાતીત પુરુષ – અક્ષરબ્રહ્મ પુરુષ એ ભગવાન અને ભક્ત ને જોડતો એક સેતુ છે…….તે સદાયે ભગવાન સાથે જોડાયેલા રહે છે….અને શરણે આવેલા જીવ ને – ભગવાન ના માર્ગે લઇ જાય છે…જોડે છે……

અદ્ભુત વાત…! એ પછી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના લંડન મંદિર ખાતે ના ૨૫ સપ્ટેમ્બર -૨૦૧૭ ના વિચરણ નો વિડીયો દર્શન નો લાભ મળ્યો……..જે નીચે ની લીંક દ્વારા જોઈ શકાશે…..

ત્યારબાદ- ગુરુહરિ સાથે ૧ માસ ના અમેરિકા અને યુરોપ ના વિચરણ નો લાભ લઇ પધારેલા પુ.ઈશ્વર ચરણ સ્વામી એ – અમેરિકા અને યુરોપ ના સત્સંગ ની માહિતી આપી અને મહંત સ્વામી મહારાજ ની રાજીપા ની વાત – અભાવ -અવગુણ પર શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથ ને આધારે અદ્ભુત પ્રવચન આપ્યું…..જોઈ સારાંશ….

  • અમેરિકા અને યુરોપ ( યુકે) માં સત્સંગ – સર્વોપરી કક્ષા એ છે…..અમેરિકા માં સંતો-હરિભક્તો ના દાખડા ને આધારે આજે લગભગ ૯૮ મંદિર છે…….જેમાં ૬ તો શિખરબદ્ધ મંદિરો છે…અક્ષરધામ તૈયાર થઇ રહ્યું છે…….એ ન્યુ જર્સી માં જ નાના મોટા ૧૯ મંદિરો છે…….
  • અને સત્સંગ માટે – ત્યાના હરિભક્તો નો ખપ જુઓ તો……મહંત સ્વામી મહારાજ -નવું ચરિત્ર કરી ને ત્યાં આગળ સવારે ૫-૩૦ પૂજા કરે છે……તેના દર્શન માં ભક્તો દુર દુર થી વહેલા વહેલા આવી જાય છે…સ્વયમ સેવકો તો સવારે ૩-૩૦ થી રાત્રે છેક  ૧૧ વાગ્યા સુધી પાર્કિંગ-ડેકોરેશન કે રસોડા ની સેવા જેવી વિવિધ સેવાઓ માં હોંશે હોંશે ઉભા હોય છે….! અદ્ભુત….! વાહ……….
  • પુ.પરમ તત્વ સ્વામી લિખિત ગ્રંથ – An Introduction to Swaminarayan Hindu Theology – કે જે Cambridge University press દ્વારા પ્રગટ થઇ છે…..એનું વિમોચન વિશ્વ વિખ્યાત પ્રોફેસર્સ ની હાજરી માં – મહંત સ્વામી મહારાજ ના હસ્તે- અમેરિકા અને લંડન માં વિમોચન થયું…….અને એના સર્વે નિષ્ણાત દ્વારા એટલા બધા વખાણ થયા કે-શું વાત કરવી..! ભવિષ્ય માં આ ગ્રંથ ઉપર થી ત્યાના વિદ્યાર્થી પીએચડી કરશે……..

ISHT_booklaunch_webbanner20170906_Robbinsville_booklaunch__3_

  • પુ.ભદ્રેશ સ્વામી એ – પ્રસ્થાનત્રયી પર રચિત પોતાના ગ્રંથ ને આધારે – અતિ ગહન કહી શકાય તેવો “વાદ ગ્રંથ” રચ્યો છે……જે સર્વે વિદ્વાનો- અભ્યાસુ-મુમુક્ષુઓ ના સંશય ને દુર કરી જ્ઞાન રેલાવશે…..તેનું પણ વિમોચન મહંત  સ્વામી મહારાજે કર્યું…..જેને હાજર રહેલા વિદ્વાનો એ ખુબ વખાણ્યું…!!! અને અમેરિકા માં ખુબ મોટો પ્રસંગ થયો…ઉત્સવ થયો…..! ચારેબાજુ ડંકા વાગી ગયા………એમ કહી શકીએ….
  • લંડન માં – સાઉથ લંડન માં આપણું નવું મંદિર બન્યું છે……અને ઇસ્ટ લંડન માં પણ નવું મંદિર નું પ્રતિષ્ઠા- કાર્ય મહંત સ્વામી મહારાજ ના આશીર્વાદ થી થશે……….એ પછી મહંત સ્વામી મહારાજ પેરીસ જશે……ત્યાંથી દિલ્હી….અને ત્યાંથી ગાંધીનગર અક્ષરધામ ના ૨૫ વર્ષ પુરા થઇ રહ્યા છે..તેના રજત ઉત્સવ માં અહી પધારશે……

અદ્ભુત…અદ્ભુત………!!! મહંત સ્વામી મહારાજ નો આટલી ઉમરે દાખડો જુઓ તો સમજાય કે- જીવ માત્ર ના કલ્યાણ માટે ગુણાતીત પુરુષો એ પોતાનો દેહ કૃષ્ણાર્પણ જ કરી દીધો છે……ન કોઈ ઊંઘ ની કે આરામ ની ચિંતા……..ન કોઈ આહાર ની ચિંતા……! બસ સત્સંગ ની જ વાત……!!!

ત્યારબાદ પુ.ઈશ્વર ચરણ સ્વામી એ – મહંત સ્વામી મહારાજ ની રાજીપા ની વાત – અભાવ -અવગુણ પર શ્રીહરિચરિત્રામૃતસાગર ગ્રંથ ને આધારે અદ્ભુત પ્રવચન આપ્યું…અને સ્વામી શ્રીજીને પ્રાર્થના કરી કે તમામ હરિભક્તો અને સંતો માં સદાયે અલૌકિક ભાવ રહે………

સભાને અંતે અમુક જાહેરાત થઇ…….

  • આજે સત્સંગ જ્ઞાનામૃતમ પર યુવકો માટે સ્પર્ધા હતી..તેના વિજેતા ઓ નું સન્માન થયું….
  • સત્સંગ શિક્ષણ પરીક્ષા નું પરિણામ પ્રગટ થયું છે…જેના ઉતીર્ણ -તારલા ઓ નું સન્માન થયું…અમદાવાદ નું રીઝલ્ટ ૫૦% ની આસપાસ રહ્યું છે…પણ ૭ ગોલ્ડ મેડાલીસ્ટ અહી થી છે…….
  • નવીન ઓડીઓ કીર્તન સીડી – જોઈ મનોહર મૂર્તિ તારી – પ્રગટ થઇ છે…..અમૃત હર્બલ કેર દ્વારા – દિવાળી ગીફ્ટ પેક રજુ થયા છે…………

તો આજની સભા અદ્ભુત હતી……..સત્સંગ માં કેમ રહેવાય…કેમ પ્રગતિ થાય…….અને સત્સંગ નો શું મહિમા છે….- એ સર્વે પ્રશ્નો નો ઉત્તર અહી મળ્યો…! સાત સમંદર દુર – અમેરિકા અને યુરોપ માં જો આપણા હરિભક્તો આવો સર્વોપરી સત્સંગ કરી શકતા હોય તો- આપણે બધા કેમ નહિ…???

સત્સંગ માં આ જ વિચારવા નું છે……………….

જય સ્વામિનારાયણ………..રાજી રહેજો…!!!

રાજ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s