Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

આજકાલ- ૨૪/૧૧/૨૦૧૭

ઠંડી વધી છે પણ “ગરમી” વધતી જાય છે…….જે આવતી ૧૮ ડીસેમ્બર ના રોજ એની ચરમસીમા એ પહોંચશે……! પણ ત્યાં સુધી ગુજરાત ના લોકો લોહી ઉકાળા માં જ બફાતા રહેવા ના…!

તો શું ચાલે છે આજકાલ??

  • ૧૨/૧૧ -રવિવાર ના રોજ અમારા સત્સંગ મિત્ર બંધુઓ – સપ્તેશ્વર મહાદેવ ના દર્શન-પીકનીક પર જઈ આવ્યા….અમદાવાદ થી લગભગ ૮૬ કિમી દુર- મહુડી -વિજાપુર-જેપુર નજીક સાબરમતી નદી ને કિનારે આ અદ્ભુત મંદિર આવેલું છે……એનો ઈતિહાસ કદાચ ખુબ પુરાણો છે..પણ મને સ્થળ…નદી….માહોલ ખુબ જ ગમ્યો…….સ્વચ્છ નદી…..ખુબ ઊંડું નહિ…ખુબ છીછરું નહિ તેવું પાણી….કપડા બદલવા ની વ્યવસ્થા…જમવા ની વ્યવસ્થા…..ખરેખર સારી હતી. આ જગ્યા એ પિતૃ તર્પણ ની વિધિ પણ થાય છે…..અને મને ન ગમી એ બાબત કે-  તર્પણ ના પૂજાપા ને નદી માં પધરાવવા માટે અલગ આરો-કિનારો-ઘાટ હોવો જોઈએ……બધા સ્નાન કરતા હોય અને નજીક માં જ પૂજાપો પધરાવવા નું…કદાચ અજુગતું લાગે..!!!

Screenshot_2017-11-24-21-27-37-067_com.google.android.apps.maps

  • અમારી જમવાની વ્યવસ્થા ત્યાં આગળ અગાઉ થી જ નક્કી કરી રાખી હતી…..જવાનું બસ માં હતું પણ શ્રીજી ની દયા એ – મંદિર ની બહાર નીકળતા જ બસ “હેલીકોપ્ટર” બની ગઈ…..અમને ડરાવતી હોય તેવા અવાજ સાથે -રિસાઈ ને રોડ સાથે ચોંટી ગઈ….હહાહાહા……!!….પછી તો અમે બધા જીદ પર આવી ગયા…પોતપોતાની ગાડીઓ લઇ આવ્યા અને સંઘ ઉપડ્યો સપ્તેશ્વર…..! ત્યાં આગળ જમવાનું તૈયાર હતું..જમી ને સીધા નદી માં……હરિ ને તો જલસા પડી ગયા……પાણી માં થી બહાર નીકળે એ બીજો…!! હહાહા…….પછી તો બધા ગેમ રમ્યા……છેક ચેક ડેમ સુધી ગયા અને પાણી માં જ- શ્રીજી મહારાજે નદી માં કરેલી વિવિધ ચરિત્ર-ચેષ્ટા ઓ નું મનન-ચિંતન-ગોષ્ઠી કરી……..જનમંગલ ના પાઠ કર્યા…..સ્વામિનારાયણ ધુન્ય સાથે શ્રીજી સ્વામી ને પ્રાર્થના કરી કે- આ પાણી માં જે જે જીવ સ્નાન કરે તેનું રૂડું થાય……!!!! હરિ તો એટલું ન્હાયો કે – ભાઈ ને ટાઢ ચડી ગઈ……પાર્ટી વાઈબ્રેટર મોડ પર આવી ગઈ..છેવટે મારે એને લપેટી લઇ…..શાંત કરવો પડ્યો…!!!
  • બપોર પછી – સપ્તેશ્વર થી ૨૮ કિમી દુર આવેલા હિમતનગર જવામાં આવ્યું……….ત્યાં આગળ રવિસભા નો લાભ લીધો…..પ્રસાદી નો લાભ લઇ રાત્રે પરત આવ્યા……..હિમતનગર નું મંદિર- હૈયું ઠરી જાય તેવું છે…..અને રવિસભા પણ ખીચોખીચ ભરેલી……શાંતિ થી બેસવા માટે બગીચો પણ ખરો….અને નાસ્તા માટે પ્રેમવતી પણ હાજર…! પછી બાકી શું રહે…..!
  • ટૂંકમાં- જીવન માં જ્યાં “જગા” મળે ત્યાં …જીવ ની તૃપ્તિ નો લાભ લઇ લેવો……….જીવનમાં – સત્સંગ ભળેલો હશે તો -બધી પળ ઉત્સવ થઇ જશે…….!
  • ચુંટણી- એની પંચાત અહી કરવી નથી………..બધી રાજરમતો ચાલે છે…સમાજ ના નામે પથરા તરે છે….લોકો રોજ બેવકૂફ બને છે…..વચનો ની લ્હાણી થાય છે……અને વાણી નો વિલાસ તો ચરમસીમા એ છે…..બની બેઠેલા નેતાઓ શું બોલે છે…….કેવું વર્તે છે…..એનું ભાન ક્યાં છે?? વર મરો…કન્યા મરો..પણ ગોર નું તરભાણું ભરો…! જેવું છે……! પાટીદારો પણ જાણે છે કે – અનામત મળવા ની નથી પણ ….એના વણ નોતર્યા ….બની બેઠેલા  બેશરમ મુરતિયા હથેળી માં ચાંદ બતાવી…..ખુલ્લેઆમ ગુંડાગર્દી કરી…….પોતાના ખીસા  …પથારીઓ…ગરમ કરી રહ્યા છે…..!! છોડો વાત……અરે..હા…..તમારે ત્યાં ઠંડી કેવી છે????
  • બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મજયંતિ ૨૭/૧૧ ના રોજ – આ વખતે આણંદ માં છે……મારે તો કદાચ રૂબરૂ જવાનો મેળ નહિ પડે……પણ આસ્થા ચેનલ પર સાંજે લાઈવ ટેલીકાસ્ટ છે…તેનો આનંદ લેવામાં આવશે……! ગુરુ…અને એમનું પ્રત્યક્ષ સ્વરૂપ- ગુરુહરિ મહંત સ્વામી મહારાજ નું સાનિધ્ય હરપળ અનુભવાય છે…………..”બિન ગુરુ જ્ઞાન નહિ…” એનો અનુભવ હરપળ થાય છે……….

IMG-20171106-WA0005

  • હરિ – ને ભણવા નું..સ્કુલ માં જવાનું..હોમવર્ક કરવા નું…અને લખવા નું…ઝેર જેવું લાગે છે…….! હહાહાહા…..ભાઈ ને સવારે ઉઠાડી સ્કુલ માં મોકલવો એટલે અમારા માટે એક તપ જેવું છે…..ભાઈ સ્કુલ માં માંડ માંડ જાય….મૂળ હોય તો ટીચર લખાવે એ લખે..નહીતર સ્વચ્છતા નો આગ્રહ રાખે…!!!! ઘરે આવી ને તો હોમવર્ક નું નામ નહિ…….સામ-દામ-દંડ અપનાવી એ -એટલે કુંવર બેસે…..અને થોડીક શરત સાથે હોમવર્ક પૂરું કરે..ત્યારે આપણ ને હાશ થાય..! ઘણીવાર – હરિ જે ભણે છે..અને જે રીતે શિક્ષકો ભણાવે છે…શિક્ષણ વ્યવસ્થા છે..તે જોઈ ને તો લાગે છે કે- ખરેખર – આ વ્યવસ્થા થી તો “ગધેડા” જ વધવા ના…!! આપણી શિક્ષણ વ્યવસ્થા જ બોગસ છે…..! આટલા નાના બાળકો ને સ્પેલિંગ ગોખાવવા ના…પ્રેક્ટીકલ ને નામે તો મીંડું…!! નકરી ગોખણ પટ્ટી..!!! અને ફી તો- માથા ના વાળ ઊંચા થઇ જાય એટલી……………!!! સરકારે આમાં  સુધારો લાવવા ની જરૂર છે…….નહીતર – આવડત વગર ના – ભણેલા સમાજ માં અનામત માંગતા ફરશે……!!!!!

બસ- આટલું જ…………….

રાજી રહેજો…………

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૧૯/૧૧/૨૦૧૭

એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે………….

( ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત- ગઢડા પ્રથમ-૨૭)

અતિશય જે મોટાપુરુષ હોય તેનો જે ઉપર રાજીપો થાય તેના ગમે તેવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટાપુરુષનો રાજીપો થયો હોય……… તો રાંક હોય તે રાજા થાય અને ગમે તેવાં ભૂંડાં પ્રારબ્ધ હોય તો રૂડાં થાય …………અને ગમે તેવું તેને માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઈ જાય………..


વચનામૃત-ગઢડા પ્રથમ-૫૮

ગઈ રવિસભા હિમતનગર માં હતી આથી એ અહી પ્રગટ ન થઇ શકી ….પણ તન-મન-જીવ ને બળવત્તર કરતી આ સભા …આજનું પુ.અક્ષરવત્સલ સ્વામી નું તેજસ્વી પ્રવચન , એ વાત ને પુનઃ મજબુત કરતી ગઈ કે- આખું અઠવાડિયું લૌકિક કાર્ય ની પાછળ દોડાદોડી માં ગુજાર્યા પછી રવિસભા ના બે કલાક- એ સર્વ માયા ની ધૂળ ને પળ માં ખંખેરી નાખે છે અને પળેપળ એ વાત નું સંજ્ઞાન લેવડાવે છે કે- આપણો જન્મ તો બ્રહ્મ રૂપ થઇ એક પરબ્રહ્મ ને પામવા જ થયો છે…….બાકી બધું તો જવાબદારી માથે પડી છે તો કરવું પડે…..બાકી કરવા નું તો એ જ છે…!

સર્વ પ્રથમ- હમેંશ ની જેમ મારા વ્હાલા ના દર્શન…….

23658611_1689369987767629_3246512554414579745_n

સભાની શરૂઆત – યુવકો દ્વારા ધુન્ય અને પ્રાર્થના થી થઇ……ત્યારબાદ પ્રેમાનંદ સ્વામી રચિત અદ્ભુત કીર્તન નો આસ્વાદ મિત્ર જૈમીન વૈદ્ય ના સુરીલા કંઠે મળ્યો…..” સાથીડા મારો નેહ નીભાવના……..’ અદભુત કીર્તન…!! અદ્ભુત રાગ…..અને એક એક શબ્દ કે- જો એક હરિ સાથે સાચો સ્નેહ બંધાશે તો એ જરૂર એને નિભાવશે…….એની સાથે સ્નેહ બાંધી ને પસ્તાવું નહિ પડે…તેની ગેરંટી..!! ત્યારબાદ પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ .એવા જ મનમોહક રાગ માં …” ઘનશ્યામ પુરણ કામ ભજમન…..” રજુ કર્યું…..અને સમગ્ર સભા તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠી. ….! ત્યારબાદ લંડન અને અમેરિકા થી સારંગપુર સંસ્કૃત વિદ્યાલય માં અભ્યાસ માટે પધારેલા બે યુવક..કુંજ અને સન્ની એ- વાંસળી અને તબલા ના તાલમેલ થી અદ્ભુત રીતે ..સર્વે નું મનપસંદ કીર્તન ” આપ રીઝો એમ રાજી…” કીર્તન instrumental રીતે સંભળાવ્યું……! વિદેશ માં વસતા ભારતીય લોકો પોતાની સંસ્કૃતિ જાળવવા કેટલા સભાન છે……એ અહી જાણવા મળ્યું..!! આપણે ક્યારે જાગશું???

ત્યારબાદ પુ.ધર્મ તિલક સ્વામી એ – ગુણાતીત પુરુષો ની માલિકી ના ગુણ…..નિષ્કામી વર્તન- ને અક્ષરબ્રહ્મ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના જીવન પ્રસંગો ને આધારે સમજાવ્યું…….! કંચન કામિની નો ત્યાગ તો ભલભલા વૈરાગીઓ..દેવો ને પણ કઠણ પડ્યો છે…….પણ ગુણાતીત પુરુષો એ તો શ્રીજી ની આજ્ઞા અનુસાર તેને ત્રણેય અવસ્થામાં આ નિયમ ને સારધાર પાળ્યો છે……બોસ્ટન માં બાપા ના મોતિયાનું ઓપરેશન હોય…કે ગોંડલ માં નાનકડી બાળકી ને પોતાનું ગાતરિયું અડી ગયું છે તેવી શંકા માત્ર હોય……..પણ પોતાનો નિયમ ધર્મ- બાપા એ ડગવા દીધો નથી……..મૂર્ધન્ય સાહિત્યકાર ઈશ્વર પેટલીકર હોય કે- ડો.એચ.એમ.પટેલ હોય…કે કાંતિ ભટ્ટ હોય..સર્વ ને – સ્વામીશ્રી આ બાબત માં કેટલા અડગ છે તેનો અનુભવ સાક્ષાત થયો છે…………મહંત સ્વામી મહારાજ માં પણ એ જ ગુણ આજે પ્રત્યક્ષ દેખાય છે………..!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના મુંબઈ ખાતે ના તારીખ- ૧૧ અને ૧૨ નવેમ્બર – ના વિચરણ દર્શન નો લાભ વિડીયો ના માધ્યમ થી મળ્યો……..બાપા નું નિર્માની પણું- એક એક દ્રશ્ય માં છલકાય છે……..!

ત્યારબાદ પુ.અક્ષર વત્સલ સ્વામી જેવા અતિ વિધવાન….તેજસ્વી…..પ્રખર વક્તા નો ” સત્પુરુષ માં દ્રઢ વિશ્વાસ અને નિષ્ઠા” પર અદ્ભુત પ્રવચન નો લાભ મળ્યો……..અદ્ભુત પ્રસંગો….ઉદાહરણ અને એની અદ્ભુત સીમલેસ ગૂંથણી……………રૂબરૂ સંભાળીએ તો જ સમજાય કે- કથાવાર્તા નો રસ શું હોય છે…!! અહી આપણે કેવળ – તેનો સારાંશ માત્ર જોઈશું…..!

  • આ મનુષ્ય જન્મ એ કેવળ ભગવાન ની કૃપા જ છે…….પણ મનુષ્ય જીવન ની કરુણતા એ છે કે- જીવન ના પ્રશ્નો હટતા જ નથી…..પ્રશ્નો ના પ્રકાર બદલાય છે……પણ પ્રશ્નો તો રહે જ છે……..તેનું કારણ- બાહ્ય અને આંતરિક બંને છે……
  • આંતરિક કારણ – કામ ક્રોધ..મદ લોભ..મત્સર વગેરે છે કે જેના કારણે પ્રશ્નો ઉદ્ભવે છે અને એ પ્રશ્નો ની અસર લાંબી..ઊંડી હોય છે…….માટે જ આવા દોષ ( કામ ક્રોધાદિક) ને જીતવા મુશ્કેલ હોય છે….અને પરિણામે- એનો ઉકેલ પણ એટલો જ મુશ્કેલ હોય છે…..
  • જેમ જેમ પ્રશ્ન….દોષ..મુશ્કેલી બદલાય તેમ તેમ તેના ઉકેલ નો પ્રકાર પણ બદલાય છે……પણ કોઈ એક એવી ચાવી..એક એવો ઉકેલ ખરો કે- જેનાથી આ સર્વ પ્રશ્નો નું સમાધાન થાય??? વચનામૃત માં શ્રીજી આનો ઉત્તર આપે છે…….હા….સર્વે પ્રશ્નો નું સમાધાન એક- સત્પુરુષ છે…….કારણ?? વચનામૃત- ગઢડા પર.૨૭ મુજબ એવા સત્પુરુષ એ સ્વયમ શ્રીજી ના ધારક છે….સર્વ જગત ના આધાર રૂપ છે અને એમના શરણે ગયા થી- જીવ ના ભાગ્ય રૂડા થઇ જાય છે…………..( ગ.પ્ર.૫૮..) ….આ જ વાત- ગઢડા પ્ર.૬૨;૩૭…ગઢડા અંત્ય-૨૬ માં પણ શ્રીજી એ કહેલી છે………………
  • પ્રમુખ સ્વામી મહારાજ ના અનેક પ્રસંગો છે….જેના સાક્ષી..અનુભવી અનેક હરિભક્તો આજે પણ હયાત છે……કે- સ્વામીશ્રી ના વચન માત્ર થી એમના જીવન બદલાઈ ગયા હોય…….મૃત્યુ ની અરે પહોંચેલા હોય અને પાછા ફર્યા હોય……!! પણ સત્પુરુષ બોલે એટલે થઇ જાય એમ ન હોય…સામે નું પાત્ર એ વચન ને કેટલા વિશ્વાસ થી ઝીલે છે….એમના વચન માં કેટલો વિશ્વાસ છે ..એના પર પણ અવલંબે છે…..
  • કારણ કે- જે જીવ સત્પુરુષ ની આજ્ઞા ઝીલે- એ આત્મ સત્તા રૂપ થયા વગર રહે જ નહિ…………આપણે રવિસભામાં નિયમિત આવી એ છીએ- એ પણ એક આજ્ઞા નું પાલન જ છે એમ કહેવાય…….
  • માટે – આર્થિક-સામાજિક કે અધ્યાત્મિક પ્રાપ્તિ હોય….સત્પુરુષ ને મન-કર્મ-વચને રાજી કરનારો – જરૂર સફળ થાય છે……..માટે જ સત્પુરુષ ને તમે માસ્ટર કી કહી શકો…………..
  • સત્પુરુષ અને એમાં રહેલા પ્રગટ પ્રમાણ શ્રીજી મહારાજ- આજે આપણ ને સામે થી મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે…………એમને ઓળખવા..એમના મહિમા ને જીવ માં દ્રઢ કરવો……અને જો એમ થાય તો- આપણ ને જીવન માં કોઈ પ્રશ્ન નડે જ નહિ…………..! એનો પુરાવો એ છે કે- માત્ર એકલા અમેરિકા જેવા પશ્ચિમી દેશ માં જ આજે ૧૭૫ જેટલા અતિ શિક્ષિત યુવકો અને દુનિયાભર ના કુલ ૩૦૦ થી વધુ યુવકો – વૈરાગ્ય ના કાંટાળા પંથે – પ.પુ.મહંત સ્વામી મહારાજ ના રાજીપા અર્થે..ચાલવા તૈયાર છે… સાધુ થવા માટે થનગની રહ્યા છે……..!!! અદ્ભુત…..અદ્ભુત..!! આ તો ગુણાતીત જ કરી શકે…બીજા કોઈનું કામ નહિ…….!!!
  • (ઉપરોક્ત પ્રવચન મોબાઇલ રેકોર્ડિંગ કલીપ નાં માધ્યમ થી સાંભળી શકશો……નીચેની લિંક દ્રારા….

પુ.અક્ષર વત્સલ સ્વામી પ્રવચન

અદ્ભુત…..અદ્ભુત….!!! જીવન માં આ જ તો કરવા નું છે…………..આપણે જીવન માં- ભૌતિક-સામાજિક દ્રષ્ટિ એ ગમે તેટલા આગળ વધીએ પણ મન ની મૂંઝવણ નું સમાધાન તો એક સત્પુરુષ જ કરી શકે…….ગુરુ બિન જ્ઞાન નહિ…….ગુરુ બિન નહિ કલ્યાણ…!!!

સભાને અંતે જાહેરાત થઇ કે- આવતા રવિવારે- બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નો પ્રતિક જન્મોત્સવ – સભામાં ઉજવવા નો છે…..અને સોમવારે આણંદ ખાતે- મૂળ..ભવ્ય પ્રોગ્રામ યોજાશે……સર્વે હરિભક્તો ને- તેનો અમુલ્ય લાભ લેવા વિનંતી છે…..

જીવન માં આટલું સમજાય તો એ- મોટા પુરુષ નો મહિમા જીવ માં દ્રઢ થાય…………અને એજ પુરુષ આપણો આત્મા છે….એમના માં – સ્વયમ પુરુષોત્તમ નારાયણ પ્રગટ પ્રમાણ રહેલા છે..તેની પ્રતીતિ થાય………અને થયેલી આ પ્રાપ્તિ નો ઉત્સવ ઉજવાય..!

સત્સંગ માર્ગ માં જાગતા રહેજો…………….પિયા પાયા તો ફિર ક્યા સોના……!!!

જય સ્વામિનારાયણ………..

રાજ


Leave a comment

આજકાલ-૦૬/૧૧/૨૦૧૭

તો ફરીથી બંદો હાજીર છે આપની સેવામાં -પોતાના અનુભવો નો…સાંપ્રત-સામાજિક-રાજકીય-અંગત અનુભવો નો તમારી સાથે ગુલાલ કરવા…..! ગયું આખું અઠવાડિયું – જાણે કે ફરવામાં જ ગયું…..કારણ કે રીના-હરિ ના દિવાળી વેકેશન નું છેલ્લું અઠવાડિયું હતું…….અને દરેક પુરુષ ને જીવન માં કમસેકમ એકવાર સામનો કરવો પડે છે એ પ્રશ્ન- પોતાની પત્ની તરફ થી…..”….તમે મને કદી એ ફરવા લઇ જાઓ છો??? ..” એનો ઉત્તર શોધવા નો પ્રયાસ કરવામાં આ બધી યાત્રા ઓ ગોઠવાઈ…!!

તો શું ચાલે છે આજકાલ???

  • ગુજરાત ની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે..તેમ તેમ કુતુહલ પિપાસુ ગુજરાતીઓ ની ચળ વધતી જાય છે…..ચોરે ને ચોટે – મોદી આવશે કે કોંગ્રેસ…?? એ જ ચર્ચાઓ છેક રસ્તે રખડતા ભિખારી થી લઈને -વિશ્વ ગુજરાતી બનેલા NRI -ગુજરાતીઓ ના જુબાન પર ઉડતી રહે છે……! તકવાદીઓ- વર્ગ વિગ્રહ વાદીઓ- રાજકીય ઉલ્લુઓ ની જમાતો દેશ ને ખોરંભે ચડાવી – પોતાનો મતલબ સાફ કરવા મંડી છે…..પણ એ આટલા વર્ષો પછી પણ નથી સમજતા કે- ગુજરાતી મહાપ્રજા છે…..વિચારશીલ છે…..આવતીકાલ નું અઢળક વિચારે છે……જે પ્રજા ૧૦ રૂપિયે મળતા બટાકા ને પણ ફેરવી ફેરવી ને ખરીદતી હોય ..તે આવા લલ્લુ ઓ ની વાતો માં આવી જઈને પોતાનો વોટ વેચી મારશે??? ….ભૂલી જાઓ લલ્લુઓ….ઉલ્લુઓ…!!!
  • ગયા અઠવાડિયા માં- સૌપ્રથમ વાર ભાડજ ગામ માં આવેલા – ઇસ્કોન મંદિર ના દર્શને જવામાં આવ્યું……સાયંસ સીટી થી આગળ જઈએ એટલે રીંગ રોડ વટાવી ને આ છેક છેવાડે ( વાડજ થી લગભગ ૧૬ કિમી થાય) પણ વિશાળ જગ્યામાં ( અમદાવાદ ડેન્ટલ કોલેજ ની જોડે) આ મંદિર આવેલું છે…..મેનેજમેન્ટ હમેંશ ની જેમ સારું…..વ્યવસ્થિત…! અમે બપોરે ૧૨ વાગ્યા ની આસપાસ ગયા- રાજભોગ આરતી નો લાભ લીધો……બપોરે અહી ફક્ત ૮૦ રૂપિયા/ડીશ માં ભરપેટ – ઘર જેવું શુદ્ધ વૈષ્ણવ જમવાનું જમાડે છે..સાંજે ફૂલ ડીશ- નાસ્તા પણ મળે છે…..સાથે સાથે સ્વાદિષ્ટ ખીચડી નો પ્રસાદ પણ ખરો જ….! ફેરો ફોગટ ન જાય……પણ રસ્તો થોડોક લાંબો-પથરાળ છે…….છતાં શ્રીજી ના દર્શન -આગળ આ બધું સ્વીકાર્ય છે…
  • ત્યાંથી અમે સીધા ગાંધીનગર ગયા….ગુગલ ની મદદ થી ગાંધીનગર માં ઈ નોક્ષ થીયેટર -સેક્ટર-૧૬ શોધી કાઢ્યું…..હરિ ભાઈ નું ફેવરાઈટ એવું- થોર-રેગ્નારોક – મુવી ૩ ડી – માં જોવામાં આવ્યું……હરિ માટે તો એના જીવન નું પ્રથમ ૩ ડી મુવી હતું આથી ભાઈ- જરાક વધુ ઉત્સાહી હતા…..પણ ચશ્માં પહેરી ને મુવી જોતા કંટાળ્યા…..હલ્ક- થોર -હેલા ની અદ્ભુત ફાઈટીંગ જોઈ રાજી પણ થયા……ચાલુ ફિલ્મ માં- પોપ કોર્ન ની ડીમાંડ કરી……યાર..શું લુંટ ચાલે છે….??? પોપ કોર્ન અને નાની કોક ના- ૧૫૦ રૂપિયા……અને પાણી ની બોટલ ના ૫૦ રૂપિયા….૨ નાના સમોસા ના ૯૦ રૂપિયા…!!! પેટ્રોલ ના ૨ રૂપિયા વધારા માટે સડકો પર ઉતરતી પબ્લિક- આ લુંટ સામે કેમ બોલતી નથી….?? ઉલટા ની ઝ્યાફત ઉડાવે છે……! બોલો ક્યાં છે મોંઘવારી??? ફિલ્મ જોવા જાઓ તો- બે જણા વચ્ચે ૫૦૦ રૂપિયા તો આરામ થી ખર્ચાઈ જ જાય…!!!
  • આ થોર નું નામ કૈંક અજીબ નથી લાગતું…..ચૂંટણી ઓ નાં આ બેન્ડ બાજા બારાત વચ્ચે એક મજાકિયો વિચાર મન માં ઝબકી ગયો….જો થોર ગુજરાત નો હોય અને કાઠીયાવાડ નાં એક નેતા કુંવરજી બાવળીયા નો જ્ઞાતિ બંધુ હોય તો એ કયા નામે ઓળખાય??….સિમ્પલ…..થોર બાવળીયા….!! હાહાહાહાઆ……!
  • ત્યાંથી અમે અમારા મનપસંદ અક્ષરધામ ગયા…….અદ્ભુત લેસર પ્રોજેક્શન શો- લાઈટીંગ શો જોયો અને ધન્ય ધન્ય થઇ ગયા…..ગર્ભ ગૃહ માં નવીન પ્રતિષ્ઠિત – ગુરુ પરંપરા અને અવતારો ની અદ્ભુત મૂર્તિઓ એ મન મોહી લીધું……..!!! અને છેલ્લે પ્રેમવતી નો પ્રેમભર્યો નાસ્તો……………! આજનો ફેરો જાણે કે સફળ થઇ ગયો……હરિ નો ઉત્સાહ તો સમાતો નહોતો…!!!
  • દેવ દિવાળી ના દિવસે- સવારે ૯ વાગ્યે અચાનક જ પ્રોગ્રામ બનાવ્યો કે- ચાલો આજે- વડતાલ- બોચાસણ દર્શને જઈએ……!! રીના એ ફટાફટ તૈયારી કરી લીધી…..પુનઃ ગુગલ ભાઈ ને આગળ કરવામાં આવ્યા……અમદાવાદ ના જંગલી ટ્રાફિક થી માંડ માંડ નીકળી- જેતલપુર પહોંચ્યા…..પૂનમ ની ભીડ વચ્ચે દર્શન પુરા કરી -મહેળાવ જવાનો પ્લાન બનાવ્યો પણ ૧૨ વાગ્યા સુધી માં પહોંચાય એવું લાગ્યું નહ..તેથી ડભાણ જુના મંદિર માં દર્શન કર્યા…ઠાકોરજી ને ત્યાં જ જમાડ્યા…..યજ્ઞ શાળા ના દર્શન કરી ….વડતાલ જવાનું નક્કી કર્યું……વિચાર્યું હતું કે- વડતાલ – ૪ વાગ્યા સુધી સમય પસાર કરી- ઠાકોરજી ના દર્શન કરી- બોચાસણ જશું…પણ ત્યાં એટલી બધી ભીડ કે ન પૂછો વાત…! પૂનમ નો સમૈયો…..મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની ની હાજરી…..ને લીધે- કાર પાર્કિંગ કરવાની જગ્યા પણ માંડ માંડ મળી…..ગોમતી માં પગ ધોયા…બગીચામાં થોડીક વાર બેઠા..મંદિરે જઈ શિખર ના દર્શન કર્યા…થોડીક ખરીદી કરી અને – મહેળાવ જવા ભાગ્યા…….મહેળાવ માત્ર ૧૦-૧૨ કિમી જ દુર છે…….અમારી પ્રાર્થના કદાચ શ્રીજીએ સાંભળી હશે તો- મહેળાવ ના દર્શન ૩ વાગ્યે પણ ચાલુ હતા…….ઠાકોરજી ના અદ્ભુત દર્શન થયા……..મંદિર પણ અદ્ભુત બનાવ્યું છે……….! બસ- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના જન્મ સ્થળ ના દર્શન બાકી રહી ગયા……
  • ત્યાંથી બોચાસણ જવા રવાના થયા…૩૪ કિમી દુર થાય……પણ પેટલાદ નજીક રોડ પર સમારકામ ચાલે છે જેથી આખું પેટલાદ શહેર ક્રોસ કરી ને વિરોલ વાળા રસ્તે બોચાસણ જવું પડે……ગુગલ ભાઈ ખરેખર ખુબ કામ માં આવ્યા…….બોચાસણ પહોંચી- ઠાકોરજી ના દર્શન મન ભરી ને કર્યા….મહંત સ્વામી મહારાજ ત્યાં જ હતા પણ એમના દર્શન ની કોઈ શક્યતા નહોતી- આથી બહાર થી જ દર્શન કરી- અભિષેક કરી- બોરસદ-આણંદ વાળા રસ્તે – ઘરે પરત પધાર્યા….!!

This slideshow requires JavaScript.

  • તો યાત્રા નો નિષ્કર્ષ શું???? ….. ૧) એક દિવસ માં આ બધા પ્રસાદી ના સ્થાન ના દર્શન થઇ શકે છે…….૨૦૦-૨૫૦ કિમી ની દોડાદોડી થાય……જમવા ની કોઈ ચિંતા નહિ……૨) ગુગલ ભાઈ – ખરેખર હવે જીવન નો એક ભાગ બનતા જાય છે…..છતાં પૂછતાં નર સદા સુખી……….આથી અજાણ્યા રસ્તા પર પૂછતાં રહેવું…ક્યાંક અટવાઈ ન જવાય……! ૩) બાળકો સાથે હોય તો ઘરે થી નાસ્તો સાથે રાખવો……શક્ય છે કે- મંદિર નું જમવાનું કદાચ એમને અનુકુળ ન આવે……..અશક્તો માટે આ યાત્રા નથી……

તો- બસ વેકેશન પૂરું…….ઘંટી ના પડ ફરવા નું ચાલુ……..એ જ ઘરેડ માં ચાલો પાછા ગોઠવાઈ જઈએ….અને જો સમય મળે તો- આવી નાનકડી યાત્રા ઓ વછે જીવન ને ગુલાલ કરતા જઈએ…!!! અહી તો ચાલતા રહેવું એ જ જીવન છે………….!

સાધુ તો ચલતા ભલા…..!!!

રાજ


Leave a comment

BAPS રવિસભા- ૦૫/૧૧/૨૦૧૭

“અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્મબુદ્ધિ રાખી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ………………..

….. ભગવાનનો ભક્ત હોય તે તો ભગવાનના ધામને જ પામે પણ વચમાં ક્યાંય તેને ભગવાન રહેવા દે નહીં. અને એ ભક્તજન હોય તેને પણ પોતાનું જે મન છે તેને પરમેશ્વરના ચરણારવિંદને વિષે દ્રઢ કરીને રાખવું……… જેમ વજ્રની પૃથ્વી હોય તેમાં વજ્રની ખીલી ચોડી હોય તે કોઈ રીતે ઊખડે નહીં, તેમ ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને દ્રઢ રાખવું. અને એવી રીતે જે ભગવાનનાં ચરણારવિંદને વિષે પોતાના મનને રાખે તેને મરીને ભગવાનના ધામમાં જવું એમ નથી, એ તો છતી દેહે જ ભગવાનના ધામને પામી રહ્યો છે……..


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃતમ- ગઢડા અંત્ય-૭

છેલ્લા કેટલાક રવિવાર થી રવિસભામાં અલપ-ઝલપ આવવા નું થતું આથી એક યા બીજા કારણે રવિસભા નો ગુલાલ તમારી સાથે ન કરી શક્યો…..દિવાળી આવી અને ગઈ અને ઉત્સવ ની સુવાસ છોડતી ગઈ….પણ જીવ તો એમ જ કહે છે કે- આ ઉત્સવ અને એની સુવાસ તો ત્યારે જ કાયમી રહે કે જ્યારે આ જીવ- એક ભગવાન અને એના ધારક સંત માં વજ્ર ની ખીલી ની જેમ જોડાય…..!

આજની સભામાં પુ.ઈશ્વર ચરણ સ્વામી એ  એજ વાત કરી ……અને જીવ પુનઃ બળવત્તર થઇ ગયો…….રીચાર્જ થઇ ગયો……માયા ની દીવાલ -સત્સંગ ના એક કાંકરા થી ખડી પડી……!!! તો- આજે સભામાં સમયસર પહોંચી ગયા…..સર્વ પ્રથમ શ્રીજી ના દર્શન……

This slideshow requires JavaScript.

સભાની શરૂઆત – હરિભક્તો-યુવકો ના ધુન્ય પ્રાર્થના થી થઇ….ત્યારબાદ એક હરિભક્તે- બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન “…સખી હૈડે હરખ ન માય….” રજુ કર્યું…..ત્યારબાદ એક યુવકે- કૃષ્ણાનંદ સ્વામી રચિત… અમર ના સરદાર હરિ મારા ..નૈન તણા શણગાર” રજુ કર્યું જે અદ્ભુત હતું. એનો રાગ-સુર અદ્ભુત હતો…..પછી પુ.વિવેક મુની સ્વામી એ પ્રેમાનંદ સ્વામી રચિત બે કીર્તન રજુ કર્યા….” મુને સહજાનંદ સ્વામી…..સચ્ચિદાનંદ ..અંતરજામી રે..” અને ..”વારે વારે સહજાનંદ જી ને વારને રે…” ….

ત્યારબાદ પ.પુ.મહંત સ્વામી મહારાજ ના ગાંધીનગર અક્ષરધામ ખાતે ના વિચરણ ના અદ્ભુત વિડીયો દર્શન નો લાભ મળ્યો. અક્ષરધામ ગર્ભ ગૃહમાં ગુણાતીત પરંપરા અને અવતારો ની નવીન આકર્ષક મૂર્તિઓ ની પ્રતિષ્ઠા લાભ પાંચમ ના શુભ દિવસે થઇ…..એની સ્મૃતિ દર્શન આજે થયા…..

પ.પુ.મહંત સ્વામી મહારાજ ના અદ્ભુત આશીર્વચન નો પણ લાભ મળ્યો…….અને અક્ષરધામ નો મહિમા પુનઃ બળવંત થયો……..( એ પછી તો અમે રૂબરૂ નવીન મૂર્તિઓ ના દર્શન કરી આવ્યા …..ખરેખર અદ્ભુત છે….મુખ પર ના ભાવ….બારીક કોતરણી….અતુલ્ય સિંહાસન….દર્શન કરતા સંતૃપ્ત ન થાઓ..તેવા છે..)

ત્યારબાદ ઉપરોક્ત વચનામૃત -ગઢડા અંત્ય-૭ પર પુ.ઈશ્વર ચરણ સ્વામી ના પ્રવચન નો લાભ મળ્યો……જોઈએ સારાંશ….

  • ગઢડા અંત્ય-૨ અને ૭ -ના વચનામૃત યોગીજી મહારાજ ને પ્રિય હતા…..એમાં પણ અંત્ય-૭ માં શ્રીજી એ પોતાના અંતર ની વાત કરી છે…..આપણે આ વચનામૃત વાંચીએ છીએ…..પણ સમજીએ છીએ થોડું અને જયારે વર્તવા નું આવે ત્યારે અટકી જઈએ છીએ…..માટે કરવા નું આ છે…..
  • અહિયાં આત્મબુદ્ધિ ની વાત શ્રીજી એ કરી છે…..યોગીબાપા ની વ્યાખ્યા માં – આત્મ બુદ્ધિ એટલે – ભગવાન અને મોટા પુરુષ ની આજ્ઞા પ્રમાણે ની સેવા…….એમનો રાજીપો એટલે જ આત્મ બુદ્ધિ- અને ભગવાન અને મોટા પુરુષ નો રાજીપો- સંપ,સુહ્ર્દભાવ અને એકતા જેવા ગુણ માં છે…..
  • ભગવાન ના ભક્ત માં – આત્મ બુદ્ધિ મુજબ વર્તાય એટલે – શ્રીજી રાજી થાય…..મોટા પુરુષ અને ભગવાન ને સમજવા માં આપણી બુદ્ધિ ટૂંકી પડે……પણ જો એકવાર એમનામાં આત્મ બુદ્ધિ થાય તો – જીવ એમના માં યથાર્થ જોડાય…..અને એમનો પક્ષ જીવ શિર ને સાટે રાખે…….સહજ પ્રીત થાય…..
  • શ્રીજી ના સમય માં – ઝીણાભાઈ દરબાર હોય કે વરસા ના રાજાભાઈ હોય..તેમણે ભગવાન ના ભક્ત માં – આત્મ બુદ્ધિ રાખી….પોતાનું માન-સન્માન ઓછું કરી……પોતાના સગા સાથે વેર બાંધી ને પણ – ભગવાન ના ભક્ત ની સેવા કરી…….એમના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું…….અને શ્રીજી નો રાજીપો પ્રાપ્ત કર્યો…..
  • પક્ષ હોય તો કદાપી કોઈ નો અભાવ ન આવે…..અને અભાવ ન હોય તો સદાયે પક્ષ રહે……..તો આપણે કરવા નું આ છે…….ભગવાન અને સંત -માં જે સુખ છે એવું સુખ બીજે ક્યાય નથી એમ સમજી એમનામાં દ્રઢ પણે જોડાવા નું છે…..એક એમનામાં જ સુખ છે એમ સમજવા નું છે….
  • યોગીબાપા કહેતા કે- પરમેશ્વર ના ચરણારવિંદ એટલે ગુણાતીત સત્પુરુષ….અને એક એમનામાં જોડાવું એટલે- કે જીવ ને શ્રીજી ના ચરણારવિંદ માં વજ્ર ની જેમ જોડવો…….અને જો એમ થાય તો છતે દેહે જ અક્ષરધામ મળે છે….

અદ્ભુત…..અદ્ભુત….!!!! જીવન માં એટલું સમજાય તો એ – જીવન ધન્ય થઇ જાય………સંપ,સુહાર્દભાવ અને એકતા…….એ ગુણ જ – ભક્ત ને – અન્ય ભક્ત માં – પક્ષ અને આત્મબુદ્ધિ જેવા ગુણ કેળવતા શીખવે છે………

સભાને અંતે- પુ.ઈશ્વર ચરણ સ્વામી એ જાહેરાત કરી કે- અમદાવાદ ના પાયા ના સંનિષ્ઠ હરિભક્ત અંબાલાલ પટેલ ના પુત્ર- માણેકલાલ ( પુ.પ્રિયવ્રત સ્વામી-આફ્રિકા ના પૂર્વાશ્રમ ના પિતાશ્રી) નું બે દિવસ પહેલા અક્ષરધામ ગમન થયું છે……અને સમગ્ર સભાએ સ્વામિનારાયણ ધુન્ય કરી શ્રદ્ધાંજલિ આપી. સભાને અંતે- “જમો ને જમાડું” અન્નકૂટ-૨૦૧૭ માં – વિશેષ સેવા કરનાર કાર્યકર-હરિભક્તો નું જાહેર માં બહુમાન કરવા માં આવ્યું….

ખરેખર………છતે દેહે- અક્ષરધામ નું અખંડ સુખ મેળવવા નો માર્ગ આપણી સમક્ષ છે….મોટા પુરુષ વારેઘડીએ -હોંકારા-પડકારા કરી આપણ ને જણાવે છે….પણ કોણ જાણે કેમ આપણા પ્રયત્ન જ ઓછા પડે છે…….અને એ માટે શ્રીજી-સ્વામી અને ગુરુહરિ ના ચરણો માં પ્રાર્થના કરીએ કે- આપણ ને દરેક હરિભક્ત માં સદાયે આત્મ બુદ્ધિ રહે…….સંપ,સુહૃદભાવ..એકતા અને પક્ષ જેવા સદગુણ સદાયે રહે……..દરેક હરિભક્ત આપણ ને બ્રહ્મ ની મૂર્તિ લાગે….મોટા પુરુષ અને ભગવાન માં જ સુખ છે- એમ મનાય…એમ પ્રમાણે જીવાય……!

જય સ્વામિનારાયણ….

રાજ