Raj Mistry's world

Me,my stories and world around….

અક્ષરપુરુષોત્તમ દર્શન-૪

1 Comment

“પ્રસ્થાન” એટલે સિદ્ધાંત નું પ્રસ્થાપન કરતુ શાસ્ત્ર…..અને ત્રયી એટલે “ત્રણ” ..એમ કોઈ પણ તત્વજ્ઞાન..દર્શન કે વાદ- નું પ્રતિપાદન કરવું હોય તો પ્રસ્થાન ત્રયી કહેતા કે ત્રણ મુખ્ય ગ્રંથ- ઉપનિષદ, ભગવદ ગીતા અને બ્રહ્મસૂત્ર – નો આધાર લેવો અનિવાર્ય છે..ફરજીયાત છે……અને એ ત્રણ માં થી- આજે આપણે કેન્દ્રવર્તી એવો ગ્રંથ- શ્રી ભગવદ ગીતા ને આધારે અક્ષર પુરુષોત્તમ દર્શન નો આસ્વાદ લેવાના છીએ……!

 

જયારે સ્વયમ શ્રીકૃષ્ણ ભગવાન અનુષ્ટુપ છંદ માં વિષાદગ્રસ્ત અર્જુન ( જે આપણા જેવા માયા થી ગ્રસ્ત જીવ નું પ્રતિનિધિત્વ કરે છે) ને મહા યુદ્ધ ( કે જે જગત ની આંધળી દોડાદોડી..કોલાહલ…સંસાર ના પ્રશ્નો) ની વચ્ચે – બ્રહ્મ વિદ્યા ના પાઠ ભણાવે છે…..અને કહે છે…. सर्वधर्मान परित्यज्य ..मामेकं शरणं व्रज……! શરણાગતિ ની વાત …આવી રીતે કોણ કહી શકે??? એક સ્વયમ પરમાત્મા જ આ વાત કરી શકે…..! અને એમના જ મુખે – જયારે બ્રહ્મ- અને પરબ્રહ્મ ના સ્વરૂપ..મહિમા ની વાત થાય ત્યારે બીજો પુરાવો શું જોઈએ??

krishna1_ef573577-6d9d-4d65-acdb-48954e156e5c

ચાલો ટૂંક માં પરિચય મેળવીએ – ભગવદ ગીતા નો…..

—–

ભગવદ ગીતા મહાભારત ના ભીષ્મ પર્વ ના ૨૫ માં અધ્યાય થી લઈને ૧૮ અધ્યાય સુધી લંબાયેલી છે…..આ અઢાર અધ્યાય માં કુલ ૭૦૦ શ્લોક છે…..જેમાં શરૂઆત અંધ અર્થાત અહં-મમત્વ રૂપી અજ્ઞાન ના પ્રતિક એવા ધ્રુતરાષ્ટ્ર અને સંજય ના સંવાદ થી થાય છે. જેમાં ૧ શ્લોક- ધૃતરાષ્ટ્ર દ્વારા….૪૧ શ્લોક સંજય ના મુખે….૮૪ શ્લોક અર્જુન ના મુખે અને ૫૭૪ શ્લોક શ્રીકૃષ્ણ ભગવાન ના મુખે ઉચ્ચારાયેલા છે…..ગીતા એટલી સમૃદ્ધ છે કે- ભલભલા વિષાદ ગ્રસ્ત..ડીપ્રેસન ગ્રસ્ત જીવ ને અજ્ઞાન માંથી છોડાવી- જ્ઞાન તરફ લઇ જઈ શકે….! ગીતા ને એક આગવું ઉપનિષદ તરીકે ગણી….સ્મૃતિ પ્રસ્થાન માં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે…

———–

આવી ગીતા ના ૮ માં અધ્યાય અક્ષરબ્રહ્મ યોગ અને ૧૫ માં અધ્યાય – પુરુષોત્તમ યોગ માં – સમગ્ર અક્ષર પુરુષોત્તમ દર્શન નો સમાવેશ થયો છે….ચાલો જોઈએ…૮ મો અધ્યાય …

અહી શરૂઆત જ અર્જુન ના અદ્ભુત પ્રશ્ન થી થાય છે…..

किं तद् ब्रह्म ( ८/१)

અર્થાત- તે બ્રહ્મ શું છે??….જાણે કે આ પ્રશ્ન માં જ આપણા બધાનો પ્રશ્ન આવી જાય છે…..પણ એ પહેલા જોઈએ કે- આગળ ના અનેક અધ્યાય માં- કૃષ્ણ ભગવાને બ્રહ્મ શબ્દ નો ઉલ્લેખ કર્યો છે…..

एषा ब्राह्मी स्थिति : पार्थ ( २/७२)

અર્થાત- હે પાર્થ…આ જ બ્રાહ્મી સ્થિતિ છે…..

 

तस्मात सर्वगतं ब्रह्म ( ३/१५)

અર્થાત- તે બ્રહ્મ સર્વમાં રહેલું છે……

 

स ब्रह्मयोग युक्तात्मा सुखंक्षय्यं श्रुते ( ५/२१)

અર્થાત- બ્રહ્મ સાથે જોડાયેલો તે મનુષ્ય ..અવિનાશી સુખ ભોગવે છે…..

 

सुखेन ब्रह्मसंस्पर्शंत्यन्तं सुखंश्रुते ( ६/२८)

અર્થાત- બ્રહ્મ દ્વારા અનુભવતા અત્યંત આનંદ ને સુખે થી ભોગવે છે…..

 

ते ब्रह्म तद्रिदु ( ७/२९)

અર્થાત- તેઓ તે બ્રહ્મ ને જાણે છે…..

———————–

અદ્ભુત ઉલ્લેખ…!!!!  હવે જોઈએ આઠમો અધ્યાય…..તે બ્રહ્મ શું છે??? તેવા પાર્થ ના પ્રશ્ન માં શ્રીહરિ કહે છે

 

अक्षरं ब्रह्म ( ८/३)

અર્થાત- અક્ષર એ બ્રહ્મ છે……

આમ અક્ષર એ બ્રહ્મ નું નામ જ છે…..જેને આપણે સાથે મેળવી- અક્ષરબ્રહ્મ પણ કહીએ છીએ…..

 

અક્ષર નો મહિમા સમજાવતા ભગવાન કહે છે…

 

यद् अक्षरं वेदविद:वदन्ति विशन्ति यद् यतयः वीतरागा: I

यद् इच्छन्त: ब्रह्मचर्य चरन्ति तत् ते पदं संग्रहेण प्रवक्ष्ये II (८/११)

 

અર્થાત- વેદો ને જાણનારા વિદ્વાનો પણ જેનું પ્રતિપાદન કરે છે , આસક્તિ વિના ના સંયમીઓ જેમાં પ્રવેશ કરે છે , અને જેને ઇચ્છનારા ઓ બ્રહ્મચર્ય નું પાલન કરે છે ..એવું આ અક્ષર દિવ્ય સ્થાન છે….તે સ્થાન વિષે હું ટૂંક માં કહીશ….

 

अव्यक्तोऽक्षर इत्य्युक्त्स्त्माहु: परमांगतिं

यं प्राप्य न निर्वतन्ते तद्धाम परमं मम ( ८/२१)

અર્થાત- જે અવ્યક્ત ભાવ….અક્ષર સંજ્ઞા ( શબ્દ) થી પ્રસિદ્ધ છે તેને જ પરમ ગતિ કહેવામાં આવે છે …જ્યાં જ્ઞાનીઓ પહોંચ્યા પછી પુનઃ પાછા આવતા નથી ..તે જ મારું પરમ ધામ ( અક્ષરધામ) છે…..

bapa-akshar

 

ટૂંકમાં અક્ષર એ જ બ્રહ્મ છે…..તેને પ્રાપ્ત કરવું એ જ મોક્ષ નું સાધન છે….પરમાત્મા..પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ને પામવા નું એ એક જ સાધન છે…..અને એજ પરબ્રહ્મ નું પરમ ધામ છે…કે જેને પ્રાપ્ત કર્યા પછી પુનઃ જન્મ ધારણ કરવો પડતો નથી…..આત્યંતિક કલ્યાણ થાય છે…..!

 

જય જય અક્ષર પુરુષોત્તમ….જય જય સ્વામિનારાયણ……

One thought on “અક્ષરપુરુષોત્તમ દર્શન-૪

  1. જય સ્વામીનારાયણ આપણ કોલમ નિયમિત વાચું છું ખુબ જ સરસ જાણવાનું મળે છે આપને અમર ખુબ ખુબ અભિનંદન પાઠવું છું આપ ખુબ જ સારું અને ઉચ્ચ કોટી નું જ્ઞાન હળવી શૈલી માં લાખો છો શ્રી જી મહારાજ ના ખુબ આશીર્વાદ છે આપની ઉપર એક એક થી ચડિયાતી કોલમ હોય છે વાંચવાનો નવી કોલમ પોસ્ટ નો ઇન્તઝાર રહે છે જય સ્વામીનારાયણ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s