Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-૨૪/૦૬/૨૦૧૮

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિમાં અતિશય હેત કયે પ્રકારે થાય?……….

પછી શ્રીજીમહારાજે તેનો ઉત્તર કરવા માંડ્યો જે, “સ્નેહ તો રૂપે કરીને પણ થાય છે તથા કામે કરીને પણ થાય છે તથા લોભે કરીને પણ થાય છે તથા સ્વાર્થે કરીને પણ થાય છે તથા ગુણે કરીને પણ થાય છે. તેમાં રૂપે કરીને જે સ્નેહ થાય છે તે તો જ્યારે તેના દેહમાં પિત્ત નીસરે અથવા કોઢ નીસરે ત્યારે સ્નેહ થયો હોય તે નાશ પામે છે; તેમ જ લોભ, કામ અને સ્વાર્થે કરીને જે હેત થયું હોય તે પણ અંતે નાશ પામે છે અને જે ગુણે કરીને સ્નેહ થયો હોય તે તો અંતે રહે છે………”

ત્યારે શ્રીજીમહારાજ પ્રત્યે સોમલો ખાચર બોલ્યા જે, “એ તે ગુણ કયા?

….પછી શ્રીજીમહારાજે તેની વિસ્તારે કરીને વાર્તા કરવા માંડી જે………

૧) “વચને કરીને તો કોઈ જીવપ્રાણીમાત્રને દુખવવા નહીં……પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે, ત્યારે તે વચનને તત્કાળ સ્નેહે સહિત માનવું…………

 ૨) …( તપ) ચાંદ્રાયણ વ્રતે કરીને દેહને નિર્બળ કરી નાંખવું; પછી તેને દેખીને તેના દેહની મોટા સંત અથવા પરમેશ્વર ખબર રખાવે તો ભલે, પણ પોતાને જાણે દેહનું જતન કરવું નહીં. તથા દેહે કરીને ભગવાનની અને ભગવાનના ભક્તની ટેલ-ચાકરી કરવી……….

૩) ……………પરમેશ્વરનાં જ્યારે દર્શન કરવાં ત્યારે મને સહિત દ્રષ્ટિને એકાગ્ર રાખીને કરવાં……….પરમેશ્વરનાં દર્શન દ્રષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને એ દર્શન નવીનનાં નવીન રહે છે, અને પરમેશ્વરે જે જે વચન કહ્યાં હોય તે પણ તેને નવીનનાં નવીન રહે છે. ………

………….એવી રીતે જે વર્તે તેને ભગવાનની મૂર્તિમાં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે અને તે ભક્ત ઉપર પરમેશ્વર ને મોટા સાધુને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે……..”


ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત- સારંગપુર-૨

ભગવાન ની અને મોટા પુરુષ ની મરજી જાણી ને જે વર્તે છે….જીવે છે તેના પર ભગવાન નો અઢળક રાજીપો થાય છે અને આ રાજીપો જ સત્સંગ ની ..આ જીવન ની ફલશ્રુતિ છે, જો એ ન થાય તો સત્સંગ માં આવ્યા નો મતલબ શું?? માટે જ એવો સત્સંગ કરવો કે જેથી જીવ નું કલેવર બદલાય….રજકણો બદલાય અને જીવ બ્રહ્મરૂપ થાય. …આ માટે જ રવિ સત્સંગ સભા નો મહિમા વિશેષ છે….એમાં હાજરી- એ સત્પુરુષ નો રાજીપો છે…..

તો આખરે, અમદાવાદ માં મેઘરાજા ની ટૂંકી પણ મધુર પધરામણી થઇ ..અને ઉકળાટ થી થોડોક સમય તો બધા ને શાંતિ અને શીતળતા નો આસ્વાદ મળ્યો….આ આસ્વાદ સાથે અમે સમયસર સભામાં પહોંચી ગયા….સર્વ પ્રથમ પૂર્ણ પુરુષોત્તમ મહારાજ ના પૂર્ણ દર્શન…….

pixlr_20180624171412048

સભાની શરૂઆત યુવકો એ ધુન્ય અને પ્રાર્થના થી કરી….ત્યારબાદ એક યુવકે અતિ કર્ણપ્રિય સ્વર માં- જીવ ને સ્પર્શતું – કૃષ્ણાનંદ સ્વામી રચિત કીર્તન..” અમર ના સરદાર..હરી મારા નૈન તણા શણગાર..” રજુ કર્યું…હૈયું- શ્રીજી સાથે એકતાર થઇ ગયું…!! ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામી રચિત..” ઓરા આવો મારા લેરખડા લહેરી…..” રજુ થયું….! એક વડીલે ગામઠી સુર માં પણ જીવ માં જોશ ભરતું કીર્તન…” હરી હરી પોકારે મારો જીવડો રે……” રજુ કર્યું અને બધામાં એક ઉમંગ ની લહેરખી છવાઈ ગઈ…….પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ ” મીઠા મધુ ને ..મીઠા મેહુલા રે લોલ…..” રજુ કર્યું…!

ત્યારબાદ પુ. ઈશ્વર ચરણ સ્વામી જેવા સદગુરુ સંત દ્વારા સારંગપુર-૨ ના વચનામૃત નું અદ્ભુત વિવરણ થયું…..એમની પાસે દાયકાઓ નો સત્સંગ નો અનુભવ- અને ત્રણ ત્રણ ગુણાતીત પુરુષો ના સંપર્ક માં રહ્યા નો બહોળો ખજાનો છે…..આથી એમના મુખે જુના પ્રસંગો ને સાંભળવા એક અમુલ્ય લ્હાવા થી વિશેષ છે…..જોઈએ તેનો અતિ ટૂંકો સારાંશ…..

  • આ વચનામૃત માં – ભગવાન ની મૂર્તિ માં હેત કેમ થાય અને એ કેમ વધતું ને વધતું જાય…?? તેની ખુબ જ છણાવટ શ્રીજી એ સહજ રીતે કરી છે……
  • જગત માં જેમ દેખાય છે તેમ- સ્વાર્થ થી થતો હેત..પ્રેમ ..સ્નેહ એ ટૂંકા સમય માટે જ હોય છે…પણ ગુણ દ્વારા થતો સ્નેહ એ સદાયે રહે છે..અને એ ગુણ એટલે….૧) વચન- મોટા પુરુષ અને ભગવાન ના વચન માં રહેવું….વચન ને અધ્ધર ઝીલી જીવી જવું……જીવમાત્ર ને સમાસ થાય તેવું બોલવું..મીઠું બોલવું…..૨) તપ નો ઈશક- શ્રીજી ને તપ વિશેષ વ્હાલું હતું…..પોતાના નંદ સંતો ને ૧૧૪ જેવા અતિ કઠીન પ્રકરણ આપી શુધ્ધ કર્યા ..પોતાનો અઢળક રાજીપો વરસાવ્યો……..૩)ભગવાન ના દર્શન માંએકાગ્ર મન …રાખી વર્તીએ તો ભગવાન રાજી થાય…..ફાટેલ દ્રષ્ટિ અર્થાત- મન  ચંચળતા કે જે જીવ ને સત્સંગ માં ભટકાવી નાખે છે….એકાગ્ર થવા દેતી નથી…એ જીવ નું સત્સંગ માંથી પતન કરાવે છે…..
  • માટે જ જો જીવ ને સુખી કરવો હોય -આત્યંતિક કલ્યાણ પામવું હોય તો – જીવ ઉપરોક્ત ત્રણ ગુણ યથાર્થ સ્વીકારે….એ પ્રમાણે જીવે તો – મોટા પુરુષ અને ભગવાન નો તેના પર રાજીપો સદાયે રહે છે….જીવ સત્સંગ માં આગળ વધતો રહે છે…..બ્રહ્મરૂપ થાય છે……
  • કથાવાર્તા નો ઈશક રાખવો….અને એ પછી એના નીદી ધ્યાસ તો અવશ્ય કરવું….એ સિવાય..મનન કર્યા સિવાય જીવ સ્થિર ન થાય…કથા વાર્તા નો જેવો થવો જોઈએ એવો લાભ ન મળે……આમ કરવા થી મોટા પુરુષ નો મહિમા સમજાય છે..તેમના માં દ્રઢ હેત પ્રીત થાય છે…..અને ભગવાન ના સાક્ષાત્કાર નું કારણ બને છે……
  • માટે જ સત્સંગ માં સર્વ નો મહિમા રાખવો…..ભીડો ખમવો…..તો સર્વે દિવ્ય મનાય…..અને મન ના ઘાટ ટલે…..મન એ અમન થાય…….( મન સાથે વેરભાવ બંધાય..અને  મન કહે તેમ જીવ ચલિત ન થાય…) ..આપણે સ્વામી શ્રીજી ને એ જ પ્રાર્થના કરવા ની છે કે – આપણા માં આવા ગુણ આવે….!!!

અદ્ભુત………! જીવન માં આ દ્રઢ થાય તો – જીવ સંસાર હોય કે સત્સંગ- ક્યાય થી પાછો ન પડે……!

ત્યારબાદ- આપણા સત્સંગ માં ચમકતા તારલા એવા- ધોરણ ૧૦ અને ૧૨ ના – તેજસ્વી વિદ્યાર્થી /વિદ્યાર્થીની ઓ નું જાહેર માં ખુબ જ ઉત્સાહ થી સન્માન થયું……એમાં એક પ્રસંગ ખાસ નોંધવા જેવો છે- ધોરણ ૧૨ માં સમગ્ર રાજ્ય માં -પ્રથમ દસ માં આવેલા આપણા એક ભાવનગર ના એક સંનિષ્ઠ કાર્યકર નો સુપુત્ર- અધિષ – કે જેણે વગર ટ્યુશને…..નિત્ય પૂજા- સભા નો ત્યાગ કર્યા વગર ૩૦૦ માં થી ૨૯૬ માર્ક્સ મેળવી- સમગ્ર સત્સંગ સમાજ નું માન વધાર્યું છે…….તેનું ભવ્ય સન્માન થયું..! ટ્યુશન /કલાસીસ પાછળ દોડતા ..ઉંદર દોડ માં સામેલ માતા પિતા માટે – આ ઉદાહરણ એક પ્રેરણા સમાન છે…..

સમગ્ર સભાએ સર્વ તેજસ્વી વિદ્યાર્થીઓ ને વધાવ્યા…….સાથે સાથે આજે – સત્પુરુષ નો અઢળક રાજીપો છે તેવી સત્સંગ શિક્ષણ પરીક્ષા ના પ્રી ટેસ્ટ નું પણ આયોજન શહેર માં થયું હતું….હાજરી ૮૭% ની આસપાસ રહી….સર્વે સંતો ખુબ જ રાજી થયા…અરે…ઘણા સત્સંગ પરીક્ષાર્થી તો એવા હતા કે- જે છેક જામનગર થી..તો કોઈ..પોતાના અત્યંત બીમાર દીકરા ને હોસ્પિટલ માં છોડી…..તો કોઈ પોતાના બે માસ ના દીકરા ને લઇ ને પરીક્ષા આપવા આવ્યા હતા…..! આવા- પરીક્ષાર્થી ઓ ના ખટકા ને લીધે તો આપણો સત્સંગ ઉજળો છે…..નવપલ્લિત છે…!

સભાને અંતે

  • પૂ. ઈશ્વર ચરણ સ્વામી , પૂ.શ્રીજી ચરણ સ્વામી..પૂ. અક્ષરવત્સલ સ્વામી અને અન્ય સંતો- અમેરિકા રોબીન્સ્વીલે અક્ષરધામ ના કામ અર્થે અમેરિકા અને લંડન ના વિચરણ પર જી રહ્યા છે……પુ. સત્સંગી જીવન સ્વામી એ હાર પહેરાવી- ઈશ્વર સ્વામી ને ભાવભીની વિદાય આપી…શુભેછા પાઠવી….
  • એક મોટું સંત મંડળ- આફ્રિકા ખંડ ને સત્સંગ થી રંગવા- આફ્રિકા વિચરણ પ્રવાસે જઈ રહ્યું છે…તેમની  પણ વિદાય- શુભેચ્છા -અભિવાદન થયું…..
  • અમૃત હર્બલ કેર દ્વારા – ઉત્પાદિત વિવિધ નવીન ઉત્પાદનો નું લોકાર્પણ – પૂ.ઈશ્વર ચરણ સ્વામી ના હસ્તે થયું…..

તો- કહેવાનું એટલું જ છે કે- સત્સંગ માં આવ્યા પછી…..આપણું એક જ ધ્યેય હોવું જોઈએ- સત્પુરુષ અને શ્રીજી નો રાજીપો……..! એ કેમ રાજી થાય- એનો વિચાર જીવ માં સદાયે- નિરંતર રહેવો જોઈએ……આખરે- આ બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે…….નિશાન ઊંચું જ હોય………મોળી વાત ન હોય…!

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS પ્રમુખ વરણી દિન વિશિષ્ટ રવિસભા-૧૭/૦૬/૨૦૧૮

…..આપના સમગ્ર આશ્રીતો તન,મન,ધન થી સુખિયા રહે, આ  લોક માં તેમને કોઈ પ્રકાર નું કષ્ટ કે દુખ ન આવે ,અને સુખે થી સ્વામી શ્રીજી નું ભજન કરી અંતે અક્ષરધામ માં નિવાસ કરે તેવો આશીર્વાદ માંગું છું ..વળી ભૂલેચૂકે પણ અક્ષર પુરુષોત્તમ મહારાજ નું નામ લે તેને પણ આપ આપના પ્રૌઢ પ્રતાપ વડે અક્ષરધામ બક્ષિશ આપો…….

હું, આજે આપ ગુરુશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવી , આપની સંસ્થા ને , મારા દેહ ની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી , આપનો કૃત કૃત્ય બનીશ …….


પ્રમુખ સ્વામી મહારાજ ની ગુરુ શ્રી શાસ્ત્રીજી મહારાજ ના ચરણો માં પ્રાર્થના, ૨૧-૫-૧૯૫૦; આંબલીવાળી પોળ, પ્રમુખ તરીકે નિમાયા તે સમયે

અદ્ભુત …ઐતિહાસિક પ્રસંગ….! આજે આ ઘટના ને ૬૮ વર્ષ પૂર્ણ થયા અને ઈતિહાસ ના પટલ પર ૬૮ વર્ષ નો સમગ્ર ચિતાર…પ્રમુખ સ્વામી મહારાજ ના વચનો નું સાતત્ય…..બેપ્સ સંસ્થા નો ગગનચુંબી વિકાસ…અક્ષર પુરુષોત્તમ મહારાજ ના દિગંત માં ડંકા …૧૨૦૦ થી વધુ સર્વોપરી મંદિરો…૧૧૦૦ થી વધુ અતિ વિદ્વાન સાધુ ….લાખો સંપૂર્ણ સમર્પિત કાર્યકર્તાઓ…..અને કરોડો નિષ્ઠાવાન હરિભક્તો- આજે એ વાત નું પ્રત્યક્ષ પ્રમાણ પૂરે છે….! પોતાના ગુરુ ને આપેલું વચન- પોતાના દેહ ની પરવા કર્યા વિના- રાત દિવસ ના દાખડા થી પૂર્ણ કરનાર- આ આદર્શ શિષ્ય ને ” પ્રમુખ પદુ” મળ્યું તેની ઉજવણી ન થાય તો આપણો સત્સંગ લજવાય….! માટે જ આજની સભા અતિ વિશિષ્ટ અને ભવ્ય હતી…. સવારે પુ. સંતો હરિભક્તો એ શાહીબાગ મંદિર થી આંબલી વાળી પોળ સુધી ની પદયાત્રા કરી હતી……અને ઉજવણી ની શરૂઆત અહી થી થઇ….

pixlr_20180617214838226

સમય પહેલા જ સભામાં પહોંચી જવામાં આવ્યું…..સુરજ ની સામે- સમી છાતી એ લડી હરિભક્તો નો દરિયો જાણે કે સભામાં છલકાઈ ઉઠ્યો……સર્વ પ્રથમ શ્રીજી ના અદ્ભુત દર્શન….

pixlr_20180617214504670

સભાની શરૂઆત માં યુવકો એ જોશ ભર્યા સ્વરે સ્વામિનારાયણ મહામંત્ર ની ધુન્ય થી સર્વ ના જીવ ને હરિ માં જોડ્યા ….ત્યારબાદ એક અદ્ભુત પદ ” ચદરિયા ઝીની રે ઝીની….સહજાનંદ રસ ભીની…” ની પ્રસ્તુતિ થઇ જેમાં – પ્રમુખ સ્વામી મહારાજ ને – આંબલી વાળી પોળ માં – પ્રમુખ તરીકે ની ચાદર ઓઢાળી- એ પ્રસંગ ને અદ્ભુત રીતે ગુંથી લેવામાં આવ્યો……! ખરેખર ..અદ્ભુત…..!!!

ત્યારબાદ શરુ થયો- પ્રમુખ વરણી દિન નો વિશિષ્ટ પ્રોગ્રામ- જેમાં સંવાદ, સંતો -હરિભક્તો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ ના – ભીડા, સ્નેહ, નિયમ ધર્મ માં દ્રઢતા જેવા ગુણ પર અદ્ભુત રજૂઆત -પ્રસંગ કથન દ્વારા થઇ…તો સાથે સાથે પ્રમુખ સ્વામી ના મહિમા વિષે નૃત્ય પણ બાળ અને કિશોર મંડળે રજુ કર્યું……જોઈએ સારાંશ…..

  • બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે – પોતાના દેહ ને – ગુરુ ને આપેલા વચન ને પૂરૂ કરવા – કૃષ્ણાર્પણ કરી દીધો હતો અને અસહ્ય ભીડા ને પણ હસતા મુખે વેઠી… રાત દિવસ જોયા વગર- કેવળ અને કેવળ- સ્વામી શ્રીજી ને રાજી કરવા- હરિભક્તો ને રાજી કરવા દોડ્યા જ છે…..પુ. યજ્ઞપ્રિય સ્વામી એ- પ્રમુખ સ્વામી એ એક યુવક ને આપેલા વચન ને પૂર્ણ કરવા- એના ગામે પધારી- અસહ્ય ગરમી- ઉકળાટ વેઠી ને પણ તેને રાજી કર્યો….તો- ડોક્ટર ત્રિવેદી સાહેબે કહ્યું કે- પાટણ અને તેની આસપાસ ના વિસ્તાર માં સ્વામી- કાચા રસ્તાઓ માં- અસહ્ય ગરમી અને તડકામાં – ટ્રેક્ટર ની ટ્રોલી માં ફરી – પધરામણી કરી છે…..અને તેમના પોતાના ઘરે તો- સ્વામીશ્રી ને પગે અસહ્ય દુખાવો હોવા છતાં- બે માળ ની સીડી ચઢી ને- સર્વ ને રાજી કર્યા…..આ ભીડા ને દર્શાવતો એક વિડીયો પણ રજુ થયો…..
  • “નેણ માં સમાય નહી…” એવા સ્વામી ના સ્નેહ ને દર્શાવતો વિડીયો નો લાભ મળ્યો…..પુ. અક્ષરજીવન સ્વામી એ ૧૯૮૮ ના લંડન વિચરણ નો એક પ્રસંગ કહ્યો…..જેમાં એક યુવક ને આજ્ઞા કરી – તેના વિમાન પ્રવાસ ની ટીકીટ કેન્સલ કરાવી અને એ વિમાન અકસ્માત માં થી એને બચાવ્યો…..એનું વર્ણન કરતા કહ્યું કે- સ્વામી બધાની સાથે આત્મીય બની જીવ્યા છે..સર્વ ના હિત નું વિચાર્યું છે…બસ આપણે એમનું વચન સારધાર પાળવા નું છે….! એમણે પોતાનો પ્રસંગ કહેતા કહ્યું કે- સ્વામી એ – તેમને પ્રિય એવું દૂધ બંધ કરાવ્યું …અને અક્ષર જીવન સ્વામી એ એ આજ્ઞા અધ્ધર ઝીલી…પરિણામે એમના હરસ અને પેટ ના અન્ય રોગ મટી ગયા….આમ, સ્વામીશ્રી પૂર્વાપર નું- પોતાના શરણાગત નું હિત જોતા….!
  • અમરેલી ના એક હરિભક્ત કે જેમની સ્થિતિ સાવ સામાન્ય હતી- તેના અભ્યાસ-નોકરી-લગ્ન અને સંતાનો ના ભવિષ્ય નું આયોજન અને ખર્ચ-વ્યવસ્થા પણ સ્વામીશ્રી એ કરી દીધી- એ હરિભક્ત આજે બીએસએનએલ માં ઉચ્ચ અધિકારી છે…..અને આ અતુલ્ય ઉપકાર ને યાદ કરતા સતેજ પર જ ગળગળા થઇ ગયા…….!! અદ્ભુત કૃપા…!!! આમ, સ્વામીશ્રી ની કૃપા વર્ષા ના આવા તો અસંખ્ય ઉદાહરણો છે…..જેનાથી મોટા પુરુષ નો પોતાના શિષ્યો પ્રત્યે કેટલું હેત છે- તેની જાણકારી મળે છે….
  • બાપા- શ્રીજી એ આપેલા નિયમ ધર્મ માં કેવા દ્રઢ હતા….તેનું દર્શન- યુવકો દ્વારા થયેલા સંવાદ થી જાણવા મળ્યું-જેમાં પોતાની આંખ નું નાજુક ઓપરેશન હતું પણ – શ્રીજી એ આપેલા સ્ત્રી મર્યાદા ના નિયમ ધર્મ જળવાય એ માટે સ્વામી એ એ નાજુક સ્થિતિ ને સહન કરી અને છેવટે સગવડ થઇ ત્યારે જ સર્જરી કરાવી…..! એવી જ વાત પુ. ત્યાગ સ્વરૂપ સ્વામી એ – લંડન માં – પોતાના પૂર્વાશ્રમ ના ભાઈ ના લગ્ન માં – બાપા એ કેવી મર્યાદા સાચવી ને લગ્ન માં હાજરી પુરાવી આશીર્વાદ આપ્યા- તેનો અદ્ભુત પ્રસંગ કહ્યો….
  • તો- પુ. વેદ પુરુષ સ્વામી એ- એક હરિભક્તે – સ્વામીશ્રી ના ચરણારવિંદ નો ફોટો લેવાનો પ્રયત્ન કર્યો તો- સ્વામીશ્રી એ જે કડક થઇ નારાજગી દર્શાવી…તે પ્રસંગ નું વર્ણન – અદ્ભુત રીતે કર્યું…..ભગવાન તો એક શ્રીજી અને આપણે તો એના દાસના દાસ – એ વાત સ્વામીશ્રી એ સુસ્પષ્ટ શબ્દો માં સર્વે ને જણાવી દીધી….!
  • અંતે- સ્વામીશ્રી એ રાત દિવસ જોં વગર- પોતાની સંસ્થા અને સિધ્ધાંત ના વિકાસ માટે કરેલા પ્રચંડ પુરુષાર્થ ની ગાથા નું વર્ણન થયું…..

ત્યારબાદ- બાળ અને કિશોર મંડળે- એક નૃત્ય દ્વારા ” પ્રમુખ વરણી દિન આયો આજ…” દ્વારા – આજના મહોત્સવ ને વધાવ્યો…….! અદ્ભુત નૃત્ય….!

IMG_20180617_183815

ત્યરબાદ – સ્વયમ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને અન્ય સંતો દ્વારા- આંબલી વાળી પોળ ની મુલાકાત, સ્વામીશ્રી દ્વારા સર્વે – પ્રસંગ નું વર્ણન- દર્શન કરાવતો જુનો વિડીયો રજુ થયો……

ત્યરબાદ- પ્રમુખ સ્વામી મહારાજ ના આ સદગુણો…સમગ્ર જીવન -વિચરણ-ભીડા ભક્તિ ના સાક્ષી રહેલા – સદ્ગુરુ પુ.ઈશ્વર ચરણ સ્વામી એ- પ્રમુખ સ્વામી મહારાજ ના એ અદ્ભુત મહિમા ની વાતો કરી…..તેમણે કહ્યું કે…

  • પ્રમુખ સ્વામી મહારાજ ને માત્ર ૨૮ વર્ષ ની ઉમરે – સંસ્થા ના પ્રમુખ પદે- બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે નીમ્યા ત્યારે ઘણા ને મન માં શંકા થઇ હતી કે- આ છોકરડો શું કરશે?? પણ શાસ્ત્રીજી મહારાજ તો સિદ્ધ હતા…પૂર્વાપર નું જોતા હતા…અને એમને – પ્રમુખ સ્વામી ની સાધુતા, નિષ્ઠા..આવડત માં અઢળક વિશ્વાસ હતો…..અને આજે – તેનું પરિણામ સ્પષ્ટ દેખાય છે….
  • આપણી સંસ્થા નો દેશ વિદેશ માં વિકાસ- એ સ્વામી બાપા ની અતુલ્ય સાધુતા….પ્રચંડ પુરુષાર્થ ….પોતાના ગુરુ ના વચનો માં દ્રઢ વિશ્વાસ ની જ ગાથા છે…..દેશ પરદેશમાં કરેલા – પહેલી નજરે અશક્ય લગતા ઉત્સવો કે જે ૩૭ દિવસ થી લઈને ૫૯ દિવસ સુધી ના – ભવ્ય સમૈયા હતા…તેના થી એ સમયે- હરિભક્તો ને સ્વામી નું એશ્વર્ય સમજાયું……લોકો આકર્ષાયા…એમની સાધુતા ..નિર્માની પણા…દાસભાવ થી પ્રભાવિત થયા….અને સત્સંગ દેશ પરદેશ માં ચો તરફ પ્રસર્યો……
  • દિલ્હી નું અક્ષરધામ જુઓ……જ્યાં માત્ર ૧-૨ એકર જમીન લેવાના ફાંફા હોય ત્યાં સ્વામીશ્રી એ પોતાના એશ્વર્ય- સાધુતા થી ૧૦૦ એકર જેટલી જમીન દિલ્હી માં મેળવી અને અદ્ભુત અક્ષરધામ રચ્યું…લંડન..અમેરિકા ના ગગનચુંબી અદ્ભુત મંદિરો…..સ્વામીશ્રી નો જ પ્રભાવ છે…….એટલે જ આજે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કહે છે કે- સ્વામીશ્રી એ આપણા માટે કશું બાકી રાખ્યું નથી…..બધું  જ કરી ને ગયા છે….એમની આજ્ઞા મુજબ ચાલશું તો કોઈ રોકી નહિ શકે…!!
  • સાથે સાથે હરિભક્તો ને લાડ લડાવવા માં- એમના સુખાકારી માટે સ્વામી એ અસહ્ય ભીડો વેથી ને…પોતાના દેહ ના ચૂરેચૂરા કરી ને પણ અદ્ભુત દાખડા કર્યા છે…..જેના માટે આપણે એમના ઋણી છીએ અને એમની આજ્ઞા અનુસાર – આપણે આ સત્સંગ – સિધ્ધાંત ને જન જન સુધી પહોંચાડીએ તો આપણી ભક્તિ સફળ થશે…….!

અદ્ભુત…અદ્ભુત…….! “ચૂકવી ન શકાય ઋણ આપનું….હે ગુરુવર…હે પ્રમુખ સ્વામી….” જેવી આપણી હાલત છે…….બસ એમની આજ્ઞા માં સારધાર રહી- આપણા સત્સંગ- શ્રીજી સ્વામી ના સિધ્ધાંત- ને જીવમાત્ર સુધી પહોંચાડીએ – તો સ્વામી રાજી થાય…!

સભાને અંતે- અમદાવાદ મહાનગર ના નવનિયુક્ત મેયર- શ્રીમતી બીજલ બેન પટેલ નું સભામાં સન્માન થયું…..સાથે સાથે મ્યુનીસીપલ સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન અમુલખ ભાઈ ભટ્ટ અને તેમના પિતાશ્રી અને પરમ ભક્ત શ્રી બળવંત રાય ભટ્ટ નું જાહેર માં સન્માન થયું……યોગીબાપા એ અમદાવાદ માં યુવક મંડળ ની શરૂઆત કરેલી અને એ યુવક મંડળ ના પ્રથમ યુવા પ્રમુખ તરીકે બળવંતરાય ભટ્ટ ને નીમેલા- તેની સ્મૃતિ કરી ને સમગ્ર સભા હરખાઈ ઉઠી…!

સભાને અંતે જાહેરાત થઇ કે- આવતા રવિવારે સત્સંગ શિક્ષણ પરીક્ષા નો પ્રી ટેસ્ટ છે….બધાએ ઉત્સાહ થી ભાગ લેવો જેથી મેઈન પરીક્ષા સમયે – આ દાખડો કામ લાગે……ગુરુહરિ નો રાજીપો મળે……

પુ. ઈશ્વરચરણ સ્વામીએ – સતેજ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ ની મૂર્તિ ને – હાર અને ચાદર ઓઢાળી- ઉત્સવ નું સમાપન કર્યું……!

IMG_20180617_185859.jpg

તો- આપણા મોટા ભાગ્ય કે આવા મોટા પુરુષ આપણા ગુરુ તરીકે આપણ ને મળ્યા…આપણી ભૂલો…આપણા દોષ સાથે આપણ ને સ્વીકાર્યા…..અને આપણ ને કલ્યાણ નો માર્ગ સહજ કરી આપ્યો……આપણી આવનારી પેઢી નું પણ કલ્યાણ પાકું કરી આપ્યું……આપણો જન્મ સુધારી દીધો…!!! એના માટે – આપણે કરીએ એટલું ઓછું છે…………બસ શ્રીજી સ્વામી ની જ દયા છે…કે એમનું એ જ સુખ આજે પણ મહંત સ્વામી મહારાજ રૂપે અસ્ખલિત મળતું રહે છે….!

જય સ્વામીનારાયણ……પ્રમુખ સ્વામી મહારાજ ની જયજય કાર……શ્રીજી સ્વામી ની જયજયકાર…!

રાજ


Leave a comment

BAPS રવિસભા-૧૦/૦૬/૨૦૧૮

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય?”

પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો એવો ઉત્તર કર્યો પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા જે, “હે મહારાજ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે, તે અમારી નજરમાં તો એમ આવ્યું છે જે, ચાર પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે……. તે ચાર પ્રકારના હરિભક્તની વિક્તિ – એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો, એ ચાર પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે કૃતાર્થપણું મનાય છે.

હવે એ ચાર પ્રકારના ભક્તનાં લક્ષણ કહીએ છીએ. તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાન ને તેના સાધુ તેના વચનને વિષે અતિશય વિશ્વાસને પામ્યો છે; માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કરીને મૃત્યુનો ભય રાખે નહીં અને એમ જાણે જે, ‘મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું.’ ……અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય, તે એમ માને જે, ‘હું તો બ્રહ્મસ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું;’ માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં…….. અને શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતઃકરણ એ સર્વે થરથર કંપતાં રહે અને બીજા કોઈથી પણ ડરે નહીં,……. માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં…….. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશમાત્ર પણ હોય નહીં……… અને ચોથો જે પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે……… જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહીં ને એક પોતાના પતિને વિષે જ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિષે જ પ્રીતિ રાખે……..

માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશમાત્ર હોય નહીં. અને એ ચાર અંગ માંહેલું એક પ્રધાન હોય ને બીજાં ત્રણ ગૌણ હોય તો પણ જન્મ-મૃત્યુના ભય થકી તરે છે અને ચાર માંહેલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે નહીં.”


વચનામૃતમ- લોયા- ૨

સત્સંગ માં કેવા ભક્ત થવું??? એનો ઉત્તર ઉપરોક્ત વચનામૃત માં થી મળે છે . આજની સભા આ વચનામૃત પર હતી…..ગ્રીષ્મ હજુ ધગધગે છે…કાલ થી શાળા-કોલેજો નું વેકેશન પૂર્ણ થઇ નવા વર્ષ ની શરૂઆત થાય છે અને આ ઉકળાટ વચ્ચે – સત્સંગ સભા જ એક એવું સ્થાન છે જ્યાં જીવ ને સ્થિર થવાનો..શાંત થવાનો મોકો મળે છે. ..તો હરિ ના વેકેશન ની છેલ્લી સભામાં અમે સમયસર પહોંચી ગયા… 🙂

સભાની શરૂઆત માં – શીતળતા ના સ્ત્રોત એવા શ્રીજી ના દર્શન…….

pixlr_20180610171437800

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ધુન્ય પ્રાર્થના થી થઇ….અદ્ભુત કીર્તનો ની રમઝટ ચાલી જેમાં….

  • આવો શ્રીજી સ્વામી આવો…..મારે મંદિરીયે પધારો…..
  • પુ. શુભ કીર્તન સ્વામી દ્વારા સ્વરાંકિત….” મોગરા ના ફૂલ સખી…..”
  • બ્રહ્માનંદ સ્વામી રચિત- ” હો રાજ મારે મંદિરીયે રહો..રહો…..
  • બ્રહ્માનંદ સ્વામી રચિત…” આજ મને સામે મળ્યો છે અલબેલો…..”

રજુ થયા……એકાદશી અને અદ્ભુત કીર્તન ની ઝડી માં- અતિશય ઉકળાટ શમી ગયો અને ઠંડક પ્રસરી ગઈ…..

ત્યારબાદ પુ. દિવ્ય કિશોર સ્વામી દ્વારા – પ્રમુખ સ્વામી મહારાજ ના દિવ્ય- ગુણો પૈકી ” આત્મનિષ્ઠા ” ના ગુણ પર અદ્ભુત પ્રસંગો દ્વારા રસપ્રદ પ્રવચન થયું…..જોઈ એ સારાંશ…

  • સારંગપુર-૧૨ ના વચનામૃત માં શ્રીજી કહે છે કે- સાધુ ના ગુણ અખંડ રહે તે માટે ત્રણ ગુણ સાધુ માં હોવા જોઈએ- આત્મ નિષ્ઠા ….સ્વધર્મ અને ભગવાન ના સ્વરૂપ નો નિશ્ચય……એમાં આત્મનિષ્ઠા એટલે બ્રહ્મરૂપ થવું….જે પ્રમુખ સ્વામી મહારાજ જેવા અક્ષરબ્રહ્મ ગુણાતીત પુરુષ માં હતું…..
  • યોગીબાપા એ આત્મનિષ્ઠા ની વિવિધ વ્યાખ્યાઓ કરી જેમાં- એ કહેતા કે- આત્મનિષ્ઠા એટલે કે “શબ્દ સહન કરવા” અને આ શબ્દ સહન કરવામાં તો- પ્રમુખ સ્વામી મહારાજ ની તોલે કોઈ ન આવે..અઢળક અપમાનો….જાહેર માં અપમાનો છતાં સ્વામીશ્રી લેશ માત્ર ડગ્યા ન હતા…
  • યોગીબાપા બીજી વ્યાખ્યા માં કહે છે કે- આત્મનિષ્ઠા એટલે- સુખ દુખ માં ન લેવાવું……..અને આપણે બધાએ જોયું છે કે- સ્વામી ના એટલા બધા અપમાન થયા છે…દેહ ના દુખ આવ્યા છે…… તો સામે ૫૫ થી વધુ દેશો માં – અકલ્પનીય સન્માન પણ થયા છે…છતાં સુખ દુખ માં સ્વામીશ્રી નો સમભાવ આપણે અનુભવ્યો છે…..
  • યોગીબાપા એ ત્રીજી વ્યાખ્યા કરતા કહ્યું કે- આત્મનિષ્ઠા એટલે- ગુણાતીત માં આપોપુંપણું……અને આપોપું પણું..એટલે સત્પુરુષ ને પોતાનું સ્વરૂપ માનવું……અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા આદર્શ શિષ્ય કોણ બની શકે?? પોતાના ગુરુઓ ના વચન માં જ રમમાણ રહેવું….એમની જ આજ્ઞા માં- સંકલ્પ માં સમગ્ર જીવન ફના કરી દેવું……સદાયે એમના જ રાજીપા અર્થે જીવવું- એ તો પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં સહેજે જ જોવા મળે છે…..

ચાલો આપણે પણ પ્રાર્થના કરીએ કે- આપણા ગુરુ જેવા આત્મ નિષ્ઠા ના ગુણ આપણા માં પણ આવે……!

ત્યારબાદ- પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના ૩-૪ જુન -૨૦૧૮ ના લીંબડી મંદિર ખાતે ના વિચરણ નો દર્શન લાભ વિડીયો ના માધ્યમ થી મળ્યો…….જે નીચેની લીંક દ્વારા જોઈ શકાશે….

ત્યારબાદ- પુ. કોઠારી શ્રી આત્મકીર્તિ સ્વામી દ્વારા લોયા-૨ ના વચનામૃત પર આધારિત – અદ્ભુત પ્રસંગો સાથે – રસપ્રદ પ્રવચન થયું……જોઈએ માત્ર સારાંશ….

  • આ સત્સંગ માં આવ્યા પછી જેનું જેવું ભક્તિ નું અંગ હોય તેવી પ્રાપ્તિ થાય છે……અને કેવી પ્રાપ્તિ થશે – એની વાત આ વચનામૃત માં કરી છે….માટે જ પોતાનું અંગ- ઓળખી રાખવું….અને છતે દેહે કૃતાર્થ થવું હોય તો સારંગપુર-૧૧ માં શ્રીજી કહે છે તેમ- ભગવાન માં દ્રઢ પ્રીતિ થી જોડાવું….
  • મૃત્યુ એ કઠીન સત્ય છે તેનો ભય ટાળવો સહજ નથી પણ આપણા સર્વોપરી સત્સંગ માં છેક શ્રીજી થી લઈને આજ સુધી એવા હરિભક્તો થયા છે કે જેમણે મૃત્યુ ને એક ઉત્સવ ગણ્યો છે…..અને જીવી ગયા છે…..અને આ બધું – એક માત્ર શ્રીજી ની સર્વોપરિતા અને – સદાયે પ્રગટ રહેવા ના કોલ ને લીધે શક્ય બન્યું છે….
  • માટે જ ભક્તિ માં – પોતાનું અંગ ઓળખી રાખવું અને તે મુજબ ભક્તિ કરવી..બીજા નું અંગ જોઈ- લોભાવું નહિ….ચલિત ન થાવું…
  • અહી વિશ્વાસ ની વાત કરી છે…..તે વિશ્વાસ એટલે- સત્પુરુષ અને શ્રીજી માં દ્રઢ વિશ્વાસ..એમના વચનમાં- આજ્ઞામાં દ્રઢ વિશ્વાસ..જો એ હોય તો જ જ્ઞાન કહેવાય…માટે જ સત્પુરુષ જે મળ્યા છે…તેમને મન કર્મ વચને રાજી કરી લેવા…..
  • માત્ર સાધને કરી ને કલ્યાણ ન થાય…..પણ સત્પુરુષ માં દ્રઢ વિશ્વાસ હોય…એમનું વચન સત્ય મનાય…તે પ્રમાણે શુરવીર થઇ વર્તાય…તો મોટા પુરુષ રાજી થાય…..જીવ માં એમના ગુણ આવે અને જીવ પણ એમની સાથે બ્રહ્મરૂપ થઇ…કલ્યાણ ને પામે…..
  • પણ એ સાથે- આપણા પર પણ સત્પુરુષ ને વિશ્વાસ આવે- તે ખુબ અગત્ય નું છે……..સત્પુઋષ ને મનાવું જોઈએ કે- આ ભક્ત મારો છે…..હું કહીશ તેમ વર્તશે- તો જ એમના ગુણ આપણા માં આવે…..અને એ માટે આપણું વર્તન…આપણું કાર્ય વિચાર આપણે સુધારવા પડશે…..એ સિવાય છૂટકો જ નથી……
  • આપણે ત્યાં અનેક હરિભક્ત આવા છે કે- જેમણે પોતાના ગુરુ ના એક વચને- પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું હોય અને પોતાનું વર્તન એવું ઉજળું કર્યું હોય કે- ગુરુ અઢળક રાજી થયા હોય…આપણે પણ – આપણા કોઈ કાર્ય થી- વર્તન થી આપણા ગુરુ ની – શ્રીજી ની લાજ ન જાય…આપણો સત્સંગ ન વગોવાય- એવી રીતે જીવવા નું છે……તો જ સ્વામી- શ્રીજી રાજી થશે…..

સભાને અંતે – અમુક જાહેરાત થઇ……

  • આવતી રવિસભા- એ પ્રમુખ વરણી દિન નો મહોત્સવ – છે..ખુબ ધામધૂમ અને અદ્ભુત પ્રસંગ કથન-દ્વારા તેને ઉજવવા નો છે..બધા અચૂક હાજર રહે……સાથે સાથે તે દિવસે- દરેક હરિભક્તે – આંબલી વાળી પોળ ના એ ઐતિહાસિક પ્રસાદી સ્થાન ને દર્શને જવાનું છે……
  • એ જ દિવસે- પ્રમુખ સ્વામી મહારાજ ની આજ્ઞા અનુસાર- “ઘર ઘર ઘરસભા” અર્થાત- સવારે ૯ થી ૧૨ વચ્ચે – સમગ્ર કુટુંબ પરિવારે ભેગા થઇ ઘરસભા કરવા ની છે…જેની વિશેષ માહિતી – જે તે વિસ્તાર ના કાર્યકર દ્વારા પેમ્ફલેટ વિતરણ માં મળી જશે……..! ઘરસભા ભૂલશો નહિ…..
  • આવતા અઠવાડિયે- સેટેલાઈટ અને હીરાવાડી માં સંત પારાયણ નું આયોજન છે…….વધુ માહિતી તે વિસ્તાર ના સંસ્કારધામ માં થી મળી શકશે…..

અદ્ભુત……..અદ્ભુત……..!!! રવિસભા એ ખાલી સત્સંગ સભા જ નથી પણ- જીવ ના કલ્યાણ ની…શ્રીજી ના એ સંકલ્પ કે- કરોડ મનવાર ભરાય એટલા જીવ નું કલ્યાણ કરવું છે – તે મહા કાર્ય ને પૂરું કરવાનું એક અદ્ભુત સાધન છે…..! આપણે  રવિસભા માં મળતા જ્ઞાન નો જો ખાલી ૧૦ મો ભાગ જ ….જીવન માં યથાર્થ ઉતારીએ તો એ ભવસાગર તરી જઈએ..એટલી તાકાત છે….અને અહી તો- બધું જ્ઞાન આત્મસાત કરવા નું છે…!!!

ચાલો ત્યારે..સૌને જય સ્વામીનારાયણ…………સદાયે…..” પ્રથમ શ્રીહરિ ને રે…….”

રાજ

 


Leave a comment

BAPS રવિસભા-૦૩/૦૬/૨૦૧૮

તે સમે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારનાં શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરી ભગવાન રાજી થાય? તે એવો એક ઉપાય કહો.”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે. અને તે આશરો અતિ દ્રઢ જોઈએ, જેને વિષે કાંઈ પોલ રહે નહીં. તે આશરામાં ત્રણ ભેદ છે. ……

એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોય પણ ડોલે નહીં………..

અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દ્રઢ આશરો થાય છે, તે જેને દ્રઢ પ્રીતિ હોય તે પરમેશ્વરને મૂકીને બીજા પદાર્થમાં જોરાવરી પ્રીતિ કરે તોય પણ થતી નથી; એવી રીતે દ્રઢ પ્રીતિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો કહેવાય છે………

અને ત્રીજો પ્રકાર એ છે જે, જેને બુદ્ધિ વિશાળ હોય તે ભગવાનનું સગુણ-નિર્ગુણપણું તથા અન્વય-વ્યતિરેકપણું તેને સમજતો હોય અને ભગવાનની માયા થકી જે જે સર્ગ થયો છે તેને સમજતો હોય અને ભગવાનના જે પૃથ્વીને વિષે અવતાર થાય છે તેની રીતને સમજતો હોય અને જગતની ઉત્પત્તિકાળે ભગવાન જે પ્રકારે અક્ષરરૂપે વર્તે છે તથા પુરુષપ્રકૃતિરૂપે વર્તે છે….. તથા વિરાટપુરુષરૂપે વર્તે છે……. તથા બ્રહ્માદિક પ્રજાપતિરૂપે વર્તે છે તથા જીવના કલ્યાણને અર્થે નારદ-સનકાદિકરૂપે વર્તે છે એ સર્વ રીતને સમજી જાણે; અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર ને નિર્વિકાર સમજતો હોય…………..

…………….એવી રીતે જેની દ્રષ્ટિ પહોંચતી હોય તેને બુદ્ધિએ કરીને ભગવાનનો દ્રઢ આશરો છે, તે બીજાનો ટાળ્યો ટળે નહીં ને પોતાનો પણ ટાળ્યો ટળે નહીં. અને ભગવાન મનુષ્ય દેહને ગ્રહણ કરીને સમર્થપણે અથવા અસમર્થપણે વર્તતા હોય તો તેને દેખીને તેની બુદ્ધિને વિષે ભ્રાંતિ થાય નહીં………..”


ઇતિ વચનામૃતમ- ગઢડા પ્રથમ-૩૩

છેલ્લા ઘણા સમય થી એક યા બીજા કારણે જીવ સત્સંગ સભા થી દુર હતો અને તેની અસર થોડી તો થોડી પણ જરૂર થઇ…..આથી ઉત્કંઠા હતી કે કયારે રવિસભા આવે અને ક્યારે એનો લાભ મળે…..જગત ની ભ્રાન્તિઓ માં જીવ જે સોરાઇ ગયો હતો તેને શાતા મળે તે માટે રવીસભાનું અમૃત અનિવાર્ય હતું…..આથી આજે સમય પહેલા સભામાં પહોંચી જવામાં આવ્યું.

સર્વપ્રથમ શ્રીહરિ ના- જીવ ને શીતળતા બક્ષતા અદ્ભુત દર્શન નો લાભ લેવામાં આવ્યો……ચાલો તમે પણ લો…..

pixlr_20180603172150606

સભાની શરૂઆત- યુવક મિત્રો દ્વારા સ્વામિનારાયણ ધુન્ય દ્વારા થઇ અને ત્યારબાદ અદ્ભુત કીર્તનો ની રમઝટ શરુ થઇ…સમગ્ર સભા ડોલી ઉઠી…….એ કીર્તન હતા……

  • સ્વામિનારાયણ નામ…વ્હાલું લાગે……નિષ્કુળાનંદ સ્વામી
  • મારે લગની લાગી છે ઘનશ્યામ ની રે…….પ્રેમાનંદ સ્વામી
  • અલબેલાજી મારે ઓરડે રે ….બ્રહ્માનંદ સ્વામી
  • થઇ રહ્યો છે જય જયકાર………અખંડાનંદ સ્વામી

અદ્ભુત કીર્તન……! યુવકો નો કર્ણપ્રિય અવાજ…કીર્તન ના હૃદયસ્પર્શી શબ્દો હજુ મારા મન માં ગુંજે છે……! ત્યારબાદ – પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના ૨૭/૦૫/૨૦૧૮ ના -રાજકોટ ખાતે ના વિચરણ ના અદ્ભુત વિડીયો દર્શન નો લાભ મળ્યો…સાથે સાથે આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાની અને ગુરુહરિ મહંત સ્વામી ની હાજરી માં યોજાયેલા માનવ ઉત્કર્ષ સમારોહ- સભાના દર્શન નો પણ લાભ મળ્યો….જે નીચેની લીંક પર થી જોઈ શકાશે……..

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી જેવા વિધવાન સંત દ્વારા -વચનામૃત ના ગઢડા પ્રથમ ૩૩ પર આધારિત અદ્ભુત પ્રવચન થયું………જોઈએ સારાંશ………

  • ભગવાન ના દ્રઢ આશરા માં બધા જ સાધન આવી જાય છે…….અને આ દ્રઢ આશરો- મૂઢ પણું અર્થાત વિજાપુર ના વજીબા ની જેમ અતિ દ્રઢ શ્રદ્ધા ભાવે ભગવાન માં જોડાઈને; પ્રીતિ એ કરીને- ગોપીઓ ને શ્રીકૃષ્ણ ભગવાન માં પ્રીતિ હતી તેમ; અને સમજણ ભાવે અર્થાત- મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ માં સ્વરૂપ નિષ્ઠા ની સમજણ હતી તેમ- ત્રણ પ્રકારે થાય…..
  • આપણ ને આવો દ્રઢ આશરો થતો નથી કારણ કે આપણો જીવ જગત ના વિષયોમાં બંધાયેલો  છે……અને આપણે કેવા સત્સંગી છીએ -એ વચનામૃત વાંચીએ તો સમજાય……..અને જ્યાં સુધી મનધારી અપેક્ષાઓ રહેશે ત્યાં સુધી સંશય હટશે નહિ……દ્રઢ આશરો થશે નહિ……
  • પરમહંસો ને શ્રીજી એ ૧૦૮ અતિ કઠીન પ્રકરણ માં થી પસાર કર્યા છતાં એ ડગ્યા નહિ……આપણે પણ આવી જ દ્રઢ નિષ્ઠા…આશરો કેળવવા નો છે……..દ્રઢ આશરો ન હોય તે સાચો સત્સંગી કહેવાય જ નહિ…..સાચા ભક્ત ની નિશાની- એ ભગવાન માં દ્રઢ આશરો જ છે……..
  • જીવનમાં alignment ની જરૂર છે…..સ્થિરતા…મનમેળ ની જરૂર છે………એ હશે તો દ્રઢ આશરો કરવામાં મુશ્કેલી નહિ પડે………આજ્ઞા અને ઉપાસના એ બે મુખ્ય alignment છે………ભગવાન અને સંત  સ્વરૂપ યથાર્થ ઓળખાય એ મોટુ alignment છે………..
  • જો આ થશે તો જ ભગવાન માં દ્રઢ આશરો થશે…..જીવ આડે અવળે નહિ જોડાય…….માન અપમાન માં – વિપરીત દેશકાળ માં પણ સ્થિર રહેશે………નિયમ ધર્મ સહેજે પળાશે………યોગીબાપા તો  નિયમ ધર્મ ના દ્રઢ પાલન ને જ -ભગવાન નો આશરો કહેતા…….

અદ્ભુત…..અદ્ભુત….! જો ભગવાન નો આશરો દ્રઢ હશે તો અન્ય સાધનો ની ખોટ વચ્ચે પણ ભગવાનને પ્રાપ્ત કરી શકાશે……….!

અને એ જ વિષય પર પુ. ઈશ્વર ચરણ સ્વામી એ પોતાના ટૂંકા આશીર્વચન માં કહ્યું કે- વચનામૃત એ સાક્ષાત શ્રીજી નું સ્વરૂપ છે…..અને આપણા જીવન ના સઘળા પ્રશ્નો ના ઉત્તર પણ તેમાં થી મળે છે…….દ્રઢ આશરો એટલે કે દ્રઢ નિશ્ચય…….નિયમ ધર્મ ની દ્રઢતા અને સમજણ નો સત્સંગ એટલે કે- સ્વયમ ગુણાતીતાનંદ સ્વામી એ કરેલો સત્સંગ…કારણ કે- એ એક જ હતા કે- જેમણે શ્રીજી ના સ્વરૂપ ને યથાર્થ ઓળખ્યું……એનો મહિમા છડેચોક ગાયો અને જીવમાત્ર સુધી એ સર્વોપરી જ્ઞાન પહોંચાડ્યું….! પ્રગટ સત્પુરુષ નું બળ…..એમના વચન માં દ્રઢ વિશ્વાસ- આપણો આશરો દ્રઢ કરે છે અને સાથે સાથે આપણા સદગ્રંથો નું વાંચન પણ એમાં મદદ કરે છે…….! માટે મન કર્મ વચને સત્પુરુષ ને રાજી કરી લેવા…..એમનો દ્રઢ આશ્રય કરી લેવો……

ખરેખર જીવન માં જો આટલું યે દ્રઢ થાય તો પણ કશું કરવાનું બાકી ન રહે……..

સભાને અંતે- સાબરમતી વિસ્તાર માં પુ.વિવેક્મુની સ્વામી દ્વારા થનારી ગ્રીષ્મ પારાયણ વિષે જાહેરાત થઇ…..વધુ માહિતી માટે- ડી કેબીન માં આવેલા સંસ્કારધામ નો સંપર્ક કરવો…….

તો- આજની સભા- સર્વે કલ્યાણ ના સાધન નું એક જ સાધન એવા- ભગવાન અને મોટા પુરુષ ના દ્રઢ આશરા – પર હતી…….આપણા તો મોટા ભાગ્ય કે- માથે અખંડ ધણી બેઠા છે……..બસ એક એમનો આશરો – કોઈ પણ દેશકાળ માં વિચલિત કે- લોભાયા વગર કરવા નો છે………! એ જે કરશે એ સારા માટે જ હશે….! એમ વિચારી નિર્ભય થાવું…….

જય સ્વામિનારાયણ……………સદાયે…”પ્રથમ શ્રી હરિ ને રે……”

રાજ