Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા – ૨૯/૦૭/૨૦૧૮

“…યુવકો મારું હૃદય છે……..”- બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ

“..બાળ મંડળ માં મળેલા સંસ્કારધન ને જાળવી રાખવા માટે યુવક સભામાં જવું જરૂરી છે……..જો એ નહિ થાય તો જીવન અવળે પાટે ચડી જશે……”.- પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ


ઝવેરચંદ મેઘાણી પોતાના એક પદ માં કહે છે કે…યૌવન વીંઝે પાંખ……..સત્સંગ માં બાળ મંડળ દ્વારા સંસ્કાર ના પાયા મજબુત કરી ને આગળ વધતા બાળકો જયારે ૯ માં ધોરણ માં પહોંચે છે ત્યારે તેમના સત્સંગ ના પડઘા યુવક મંડળ તરફ ગતિ કરે છે…….અને જો સત્સંગ -અવિરત ગતિ થી આગળ વધે તો આ સંસ્કાર ના પાયા પર યુવક સભા દ્વારા ચરિત્ર ની મજબુત ઈમારત નું ઘડતર થાય છે……અને જીવ દ્રઢ સત્સંગ ને સથવારે સમાજ…અધ્યાત્મ પથ પર પ્રતિષ્ઠિત થઇ અંતે બ્રહ્મરૂપ થાય છે……!

માટે જ- બાળ મંડળ થી શરુ થયેલો આ સર્વોપરી સત્સંગ જીવનભર ચઢતો ને ચઢતો રહે તે માટે બાળક ૧૫ વર્ષ નો થાય ત્યારે તેનું સહજ જીવાંતરણ યુવક મંડળ માં થાય તેની વિશિષ્ટ પ્રેરણા સભા આ હતી…..! આજની સભા હોલ જુઓ તો ઉભા રહેવા ની પણ જગ્યા ન હતી….!!! તો- સર્વ પ્રથમ દિન- હિંડોળા ની શરૂઆત નો…..હિંડોળા માં ઝુલતા મારા ઠાકર ના દર્શન નો……!

pixlr_20180729210528907

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય થી થઇ……..ત્યારબાદ યુવક મિત્ર દ્વારા પરમ ભક્ત મોતીભાઈ  રચિત ” અમે સૌ સ્વામી ના બાળક ..” રજુ થયું…..અને અન્ય એક યુવક દ્વારા ” મારા ગુરુજી નો પરવાનો…….પરવાના ને દુનિયા શું જાણે..” રજુ થયા…! ત્યારબાદ અગાઉ જણાવ્યું તેમ યુવક પ્રેરણા ની આ વિશિષ્ટ સભા હતી…માટે શરૂઆત તે મુજબ જ થઇ…..

૬૦-૬૫ વર્ષ પહેલા યોગીબાપા  એ શરુ કરેલા બાળ મંડળ આજે એક વટવૃક્ષ બની ને સમગ્ર જગત માં પ્રસરી ચુક્યું છે…તેનો મહિમા – કાર્ય ની ઝલક આપતો વિડીયો રજુ થયો……!

ઉચ્ચ સંસ્કાર ના પાઠ ની સાથે સાથે -નિયમ ધર્મ ની દ્રઢતા….સત્સંગ કથા વાર્તા…..કીર્તન  નો ઈશક…..અને સમાજ માં થી વ્યસન ની બદી ની નાબુદી માટે બાળકો નો દાખડો…અજોડ હતો……! ભણવા માં પણ અવ્વલ અને અધ્યાત્મ માં પણ અવ્વલ…..પછી બાકી શું રહે??? પણ જો બાળ મંડળ માં મળેલા આ સંસ્કારો – આગળ યુવક મંડળ માં ન જાય તો??? બાળક અધ વચ્ચે જ સત્સંગ છોડી- યુવક મંડળ માં ન જાય તો ?? શું થાય…એના ઉત્તર- અને ઉકેલ – આગળ ના સંવાદ..” પુર્ણાહુતી કે પ્રારંભ”  માં મળ્યો…..

જય-વિજય ના સંવાદ માં  – સત્સંગ ને આગળ ધપાવી ને પ્રગતિ કરવી કે- સત્સંગ છોડી કુસંગ માં ભળી ને – પતન ના માર્ગે જવું……એ સાર ઉપર અદ્ભુત પ્રદર્શન થયું……! જીવન માં જો શિક્ષણ સાથે સંસ્કાર- સત્સંગ હશે તો- બાળક નો જન્મારો સુધરી જશે…કુસંગ નો ચેપ નહિ લાગે…!

ત્યારબાદ “યુવા પ્રવૃત્તિ – એક વિશિષ્ટ મંચ” પર સાગર પટેલ નામના યુવકે પોતાના અનુભવ રજુ કર્યા…… કહ્યું કે- યુવા પ્રવૃત્તિ સત્સંગ થકી  જીવન માં ધ્યેય ..માર્ગ સ્પષ્ટ થાય..કુસંગ ન લાગે..સેવા સમર્પણ દ્રઢ થાય અને સત્પુરુષ નો રાજીપો મળે……..! ત્યારબાદ હેત પટેલ નામના એક પોતાના અનુભવ રજુ કરતા કહ્યું કે…..બાળમંડળ ના સભ્ય એવા આ યુવક નો સત્સંગ- બાળ મંડળ માં થી છૂટ્યા બાદ છૂટી ગયો..અને પછી જીવન ના અમુલ્ય વર્ષ કુસંગ માં બગડ્યા…પણ યુવા પ્રવૃત્તિ સત્સંગ માં પાછો આવ્યો – પછી એવો સત્સંગ થયો કે આજે – આપણી સંસ્થા ના ૧૦૦૦ થી વધુ સંતો ના નામ મોઢે છે….સભામાં – ગુજરાત ના ૧૫ મોટા શિખરબદ્ધ મંદિર ના કોઠારી સ્વામી ના નામ- અટક્યા વગર બોલી બતાવ્યા…..!! તો નૃજલ શર્મા નામના યુવકે- યુવા પ્રવૃત્તિ નો મહિમા કહેતા કહ્યું કે- સત્સંગ ને જીવન માં દ્રઢ કરવા- બાળ મંડળ માં થી યુવક મંડળ માં જવું અનિવાર્ય છે…….

ત્યારબાદ- બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સ્થાપેલા યુવક મંડળ ની જગ વિખ્યાત પ્રવૃત્તિ ઓ – યુવાનો નું ચારિત્ર્ય ઘડતર….કળા કુશળતા ના વિકાસ…..ધ્યેય -સેવા-પુરુષાર્થ-સંસ્કાર ની સ્પષ્ટતા વિષે વધુ સ્પષ્ટતા કરતા વિડીયો ની રજૂઆત થઇ……!

-યુવક-યુવતી ના મંડળ- એમની પ્રવૃત્તિ ઓ ખરેખર અતુલ્ય છે…….બ્રહ્મવિદ્યા ની આ કોલેજો છે જેમાં- આ યુવક-યુંવતી ઓ નું એવું ઘડતર થાય છે કે- અહી આવ્યા પછી જીવન માં એ ક્યારેય..કોઈ પણ જગ્યા એ પાછા ન પડે…..!!!

ત્યારબાદ- આવા જ દ્રઢ નિષ્ઠ યુવક ની નિષ્ઠા ના દર્શન કરાવતો- એક વિડીયો સંવાદ રજુ થયો……..” જલ ફરે …વાદળ ફરે પણ બેપ્સ યુવક મંડળ નો યુવક નિયમ ધર્મ માં થી ન ફરે…” એ સાર સાર્થક રીતે અહી દેખાયો……! મોટા પુરુષ ને- ભગવાન ને રાજી કરવા નું તાન હોય તો શું ન થાય??? આવા યુવકો- જ આપણું ઝળહળતું ભવિષ્ય છે…..!

ત્યારબાદ કોઠારી પુ.આત્મ કીર્તિ સ્વામી એ આ પ્રેરણા સભા વિષે કહ્યું કે- આજની વિશિષ્ટ સભા નો હેતુ જ એ છે કે- બાળ મંડળ માં થી ૧૦૦ % બાળકો- યુંવક મંડળ માં અચૂક જાય……અને એમ થાય એ માટે માતા પિતા એ જાગૃત થવું પડશે…ખટકો રાખી- પોતાના બાળકો ને પ્રેરણા આપવી પડશે કે- યુવા સભા ના ફાયદા શું છે??? શિક્ષણ સાથે સત્સંગ – શિક્ષણ ને મજબુત કરે છે…જે ભણતા ૬ થી ૮ કલાક લાગે તે- સત્સંગ ના કારણે સ્થિર થયેલી બુદ્ધિ થી ઘણા ઓછા સમય માં ભણી શકાશે…..જેથી બાળક- ભણવા માં આગળ થશે….સંસ્કાર..ચારિત્ર્ય દ્રઢ થશે…..સામાજિક પ્રગતિ થશે…!

સભાને અંતે પુ. ઈશ્વર ચરણ સ્વામી અને ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપતા કહ્યું કે- યોગીબાપા ની આ પ્રવૃત્તિ નો હેતુ- યુવકો ને કુસંગ થી બચાવી- ઉચ્ચ ચારિત્ર્ય નું ઘડતર કરવાનો છે…….બળ મંડળ માં મળેલા સત્સંગ- સંસ્કાર ધન ને સમગ્ર જીવન માં કાયમ રાખવા- જરૂરી છે કે- બાળક યોગ્ય સમયે- યુવક મંડળ માં જતું થાય…..થોડુક અતડું લાગશે પણ બધું થઇ રહેશે…….મોટા પુરુષ નો રાજીપો થશે તો અશક્ય પણ શક્ય થશે…..! યોગીબાપા અને પ્રમુખ સ્વામી મહારાજ નો રાજીપો આમાં છે..!

અદ્ભુત વાત…! છેવટે તો – આ સત્પુરુષ ના રાજીપા ની જ વાત છે કે- બાળપણ માં મળેલા સત્સંગ ના સંસ્કાર સમગ્ર જીવન માં ચડતા ને ચડતા જ રહે…નવપલ્લિત રહે….! માટે- જીવન માં ગમે તે થાય પણ સત્સંગ ન છોડવો……!

અંતે અમુક જાહેરાત થઇ……

 • An ideal child ….. પુસ્તક માનુષી પંડ્યા દ્વારા ટ્રાન્સલેટ થઇ ને પ્રગટ થયું છે જેનું વિમોચન સભામાં ઉપસ્થિત પુ. વિવેકસાગર સ્વામી દ્વારા થયું……
 • Introduction to mandir- પુસ્તક પુ. અમૃત વિજય સ્વામી દ્વારા લેખિત છે તેનું પણ વિમોચન- પુ.વિવેકસાગર સ્વામી દ્વારા થયું….
 • મહંત સ્વામી મહારાજ ની અમૃત વાણી- પ્રમુખ સ્વામી મહારાજ ની અમૃત વાણી ની સીડી/પેન ડ્રાઈવ નું પણ વિમોચન થયું…….

તો- જો આપણું ભવિષ્ય સફળ- સલામત કરવું હોય તો- આપણા બાળકો ને પ્રેરણા આપવી પડશે કે- બાળ મંડળ માં દ્રઢ સંસ્કાર પામી અટકવા નું નથી પણ યુવક મંડળ માં જોડાઈ- એ સંસ્કારો- સત્સંગ ને વધુ દ્રઢ કરવા નો છે…….

જય સ્વામિનારાયણ……

રાજ


Leave a comment

BAPS રવિસભા -૨૨/૦૭/૨૦૧૮

બીજો આવીને કોક બોલે, બાવાજીમાં,

 બીજો આવીને કોક બોલે… ꠶ટેક

સંચો સતજુગનો, ખોખું આ જુગનું, ખોલણહારા ખોલે,

અક્ષર વિના એક વેણ ના ઉચરે, ત્રણ ભુવનને તોલે… ꠶ ૧

અક્ષર હાથ ડાબો ને જમણો, પુરુષોત્તમ એને કોલે,

બેઉ હથેળી વિના તાળી ન બોલશે, મુખ મંદિરિયા ખોલે… ꠶ ૨

કામણગારો આ જુગનો જોગી, ડાક લઈ હાથમાં ડોલે,

માયા મોહના ભાગે ભૂતડાં, જે ચડેલા ઝોલે… ꠶ ૩

‘કાગ’ ને માથે બાવે, કૃપા કરી તે, ત્રણ જ અક્ષર બોલે,

જોગી અમારો જુગ જુગ જીવજો, તાળાં ખોટકેલ ખોલે… ꠶ ૪


કવિ કાગ બાપુ

“જોગીડા ના જાદુ મારા હૈયે રમે..’ ..જોગીબપા જેવા સત્પુરુષ ના સંસ્મરણો અને એ પણ પુ.સોમપ્રકાશ સ્વામી જેવા રસાળ ..વિદ્વાન વક્તા ના સ્વરે વહે ત્યારે- સત્પુરુષ નો મહિમા જીવ માં વસતા કેટલી વાર લાગે….! કવિ દુલા કાગ જેવા અતિ વિદ્વાન..વિચક્ષણ….અધ્યાત્મિક કવિરાજ- યોગીજી મહારાજ ના એક ચરિત્ર ને લીધે પરિવર્તિત થઇ જતા હોય ….યોગીમય થઇ જતા હોય તો બાકી શું રહે?? સત્પુરુષ ને સમજવા – આ જ કરવા નું છે…….

આજની આવી વિશિષ્ટ સભા નો લાભ લેવા સમયસર મંદિરે પહોંચી ગયા….સર્વ પ્રથમ મારા હૈયા ના હાર – હરિકૃષ્ણ મહારાજ ના વિશિષ્ટ દર્શન…..૨૨૫ વર્ષ પહેલા ઈસ્વીસન ૧૭૯૨ ની અષાઢી સુદ દશમ ના -દિને અર્થાત આજની તિથીએ – જીવમાત્ર નું કલ્યાણ કરવા – શ્રીજી એ ગૃહ ત્યાગ કર્યો હતો અને નીલકંઠ વરણી સ્વરૂપે – સતત ૭ વર્ષ ચાલનારી ..અતિ વિકટ….વનવિચરણ….ની શરૂઆત કરી હતી..! એની સ્મૃતિ આજ ના દર્શન માં …

pixlr

સભાની શરૂઆત- યુવકો અને સંતો દ્વારા ધુન્ય-કીર્તન થી થઇ…….” હે હરિ હરિ…પ્રભુ કરુણા કરી……” આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજ રચિત કીર્તન નો લાભ યુવક મિત્ર ના સ્વરે મળ્યો……યારબાદ પુ.શુભ કીર્તન સ્વામી એ , બ્રહ્માનંદ સ્વામી રચિત અને આજના સુવર્ણ પ્રસંગ ને અનુરૂપ કીર્તન…” ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલાં રે” રજુ કર્યું……અને એ મેઘલી રાત્રી એ – ગૃહત્યાગ કરી- ઉછાળા મારતી સરયુ નદી માં – કેવળ જગત ના કલ્યાણ માટે ઝંપલાવતા – નીલકંઠ વરણી ની છબી નજર સમક્ષ છવાઈ ગઈ……!!

ત્યારબાદ- સારંગપુર ખાતે – પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ની દિવ્ય નીશ્રા માં ઉજવાયેલા રથયાત્રા ના વિડીયો ના દર્શન નો લાભ મળ્યો….જે નીચેની લિંક પર થી બધા જોઈ શકશે….

ત્યારબાદ – ભાવનગર અક્ષર મંદિર ના મહંત અને પ્રખર વક્તા – પુ. સોમપ્રકાશ સ્વામી…” સોમ બાપુ” ના મુખે સત્પુરુષ અને સત્સંગ ના મહિમા વિષે- અદ્ભુત હાસ્ય પ્રસંગો……બ્રહ્માનંદ સ્વામી ના જીવન કવન ના પ્રસંગો…..અદ્ભુત રસપ્રદ ઉદાહરણો..દોહા-છંદો અને એ પણ એકદમ હળવા મૂડ માં -ગહન વાત સાંભળી હૃદય ખુશ થઇ ગયું…….આ પ્રવચન નો લાભ રૂબરૂ માં જ મળી શકે…માટે અહી મુદ્દા માત્ર ટપકાવ્યા છે……

IMG_20180722_181928

 • સ્વામીનારાયણ ભગવાને નીલકંઠ વેશે જે અતિ કઠીન વિચરણ – હિમાલય થી લઇ ને સોરઠ સુધી કર્યું હતું..એ અજોડ હતું…..શ્રીજી જેવી સહન શક્તિ બીજે ક્યાય ન મળે..અને એવી જ સહન શક્તિ આજે સત્પુરુષ માં પણ જોવા મળે છે…
 • બ્રહ્માનંદ સ્વામી એ ” અગરી..મગરી..” જેવા અદ્ભુત રેણકી છંદ ના આધારે સંસ્કૃત ના વિદ્વાનો ને પણ પ્રભાવિત કરી દીધા હતા…..અને એમની સાથે ભગવાન હતા ..અને એનું જાણપણું – સ્વામી ને સતત રહેતું …..
 • માટે જ કહેવાય છે કે- સત્સંગ માં સતત જાણપણું રાખે એનો સત્સંગ સુધરે છે….એ માટે- ગુરુ વિના ન ચાલે..હમેંશા ગુરુ ની જોડ રાખવી….જોડ રાખશું તો ગુરુ આપણ ને જગત થી ઉગારશે…..માટે જ ગુરુ વિના કલ્યાણ જ નથી…અને એ ગુરુ દ્વારા જ ભગવાન પ્રગટ રહે છે…..કવિ કાગ ને – જોગીબપા ની ઓળખાણ થઇ ગઈ……અને કાગ બાપુ તરી ગયા……!!..બસ આપણે આમ જ – સત્પુરુષ ને ઓળખવા ના છે…..એમને જોડ માં રાખવા ના છે….

અદ્ભુત…અદ્ભુત..! તાળી ઓ ના ગડગડાટ થી સમગ્ર સભા ગુંજી ઉઠી…..! છેલ્લા ૫ દિવસ થી સોમબાપુ અમદાવાદ ને પોતાની વાણી નો લાભ આપી રહ્યા છે……એનો આ પડઘો હતો….

ત્યારબાદ- આવા જ એક પ્રખર વક્તા અને સાધુતા થી પૂર્ણ એવા સંત- પુ. આચાર્ય સ્વામી ના પ્રવચન નો વારો આવ્યો……..એમનું પ્રવચન પણ રૂબરૂ જ સાંભળવું પડે તો જ મજા આવે….માટે જ અહી મુદ્દા માત્ર નો ઉલ્લેખ કર્યો છે….

 • ૧૯૭૩ માં અમદાવાદ માં દીક્ષા મહોત્સવ વખતે સભા થઇ હતી અને આજની સભા – એ બંને સભા વચ્ચે નો ફર્ક આજે સ્પષ્ટ દેખાય છે…આજની ભરચક સભા એ દિવ્ય સભા છે…અક્ષરધામ ની સભા છે…..
 • સોમબાપુ ની પારાયણ..એના શબ્દો સબીજ છે..જે સાંભળશે- તેને જ્ઞાન ફૂટી નીકળશે…એનું કલ્યાણ થશે….
 • આશરો ..એ પણ સત્પુરુષ અને ભગવાન નો- મોટું કામ કરે છે…..જેમ મચ્છર ગરુડ ની પંખ માં બેસી ને આકાશ ને આંબી જાય છે તેમ- મોટા પુરુષ ના આશરા માં જ આપણું સહેજે કલ્યાણ થઇ જાય છે…
 • આ સત્સંગ દિવ્ય છે…..પણ ઓળખાતો નથી…..ભગવાન બધામાં છે પણ પ્રગટ હોય તેના દ્વારા ઓળખાય….માટે જ સત્પુરુષ નો હાથ પકડી લેવો…..
 • સત્સંગ માં હઠ-માંન – ઈર્ષ્યા છોડવા ના છે…..અને શ્રદ્ધા-ખપ- અને સંત સમાગમ રાખવા ના…….સત્પુરુષ થકી આ બધું શક્ય બને છે….એ આપણા અંતર ની આંખો ખોલી ..બ્રહ્મરૂપ કરી ભગવાન ને મેળવે છે….
 • Akshar is the limit……એમ સમજવું…જ્યાં સુધી આપણે અક્ષર રૂપ નહિ થઇ એ ત્યાં સુધી આ યાત્રા ચાલુ જ રહેવાની……યોગીબાપા ના સંકલ્પ થી સમગ્ર બ્રહ્માંડ માં સત્સંગ થશે…..આખો બ્રહ્માંડ આપણો પરિવાર થશે અને યાદ રાખવું કે- ભગવાન સદાયે આપણી સાથે જ છે..બસ આપણે સંપ- સુહ્ર્દભાવ રાખવા નો છે……સંપ હશે તો બધું જ હશે…..બધાનું સારું થશે…અને સંપ માટે સમજણ રાખવી…સમજણ વિના આ બધું નકામું….સખી સમજણ માં ઘણું સુખ છે- એમ એક પદ માં ગાયું છે….!
 • ૪ વાત જીવ નું જીવન છે- આજ્ઞા..ઉપાસના…..એકાંતિક માં પ્રીતિ અને સુહ્ર્દભાવ……જો આ હશે તો- સત્સંગ નું સર્વોપરી સુખ આવશે……અને આ માટે સત્પુરુષ નો સંગ કરવા નો છે…..સત્પુરુષ ને રાજી કરવા ના છે..એ માટે અભાવ-અવગુણ -કુસંગ થી દુર રહેવાનું…..સત-અસત નો વિવેક રાખવાનો……
 • માટે મહંત સ્વામી મહારાજ કહે છે એમ- જાગો…..અને સમજો કે આ સત્સંગ માં આપણે કેમ આવ્યા છીએ??? બ્રહ્મરૂપ થવાનું છે……માટે જ- સત્પુરુષ સદાયે પ્રગટ રહે છે એમ સમજવાનું…..સમજણ કેળવવા ની…..એનું મનન કરવાનું….દાસાનુદાસ વર્તવા નું…..અને જો એમ થશે તો સત્સંગ નું સાચું સુખ આવશે…..કલ્યાણ થશે…..

અદ્ભુત પ્રવચન……પુ. આચાર્ય સ્વામી ની અસ્ખલિત વાણી નો પ્રવાહ – જીવ ને શિવ કરી દે તેવો છે……બસ સતત જાણપણું આવે – જીવ બ્રહ્મરૂપ થાય – એ ધ્યેય રાખવા નો છે….

સભાને અંતે જાહેરાત થઇ…..

 • આવતા શુક્રવારે – ગુરુ પૂર્ણિમા છે અને એ જ રાત્રે ચંદ્ર ગ્રહણ છે…એ માટે ગ્રહણ ના નિયમ પાળવા ના છે- એ માટે ની માહિતી- જે તે વિસ્તાર ના સંસ્કારધામ/કાર્યકર/મંડળ સંચાલક પાસે થી મળી શકશે….
 • આવતીકાલે દેવ પોઢી એકાદશી છે……આજ્ઞા ની નિર્જળા એકાદશી છે…….ખટકો રાખી એનું પાલન કરવું…..અને આવતીકાલ થી ચાતુર્માસ શરુ થાય છે..એ માટે ના વિશેષ નિયમ – જુલાઈ માસ ના – સ્વામિનારાયણ પ્રકાશ માં પ્રગટ થયા છે……જોઈ લેવા….અને એ પ્રમાણે નિયમ પાળવા….
 • https://www.baps.org/Announcement/2018/Chaturmas-Niyams-13606.aspx
 • બાલમિત્રો માટે ગુજરાતી બાળગીતો ની સીડી પ્રગટ થઇ છે……

બસ આપણો તો એક જ ધ્યેય – બ્રહ્મ રૂપ થવું છે અને પુરુષોત્તમ ને ભજવા છે………..સમગ્ર સત્સંગ નો સાર આ જ છે,…

જાગતા રહેજો………..

જય સ્વામિનારાયણ………..

રાજ


Leave a comment

BAPS રવિસભા-૧૫/૦૭/૨૦૧૮

પછી બ્રહ્માનંદ સ્વામી તથા શુકમુનિ તથા સુરો ખાચર એ ત્રણને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “તમે જેણે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે?”

ત્યારે એ ત્રણે કહ્યું જે, “હે મહારાજ! માનરૂપ દોષ છે; માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કાંઈક મૂંઝવણ થાય.”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે પૂછીએ છીએ જે, ‘દ્યુપતય એવ તે ન યયુરન્તમનન્તતયા’    ( અર્થાત-બ્રહ્માદિ દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી, કેમ કે અપાર છે. વધારે શું કહીએ? તમે પણ તમારા મહિમાના અંતને પામતા નથી. (ભાગવત: ૧૦/૮૭/૪૧).)

…………..એવી રીતે માહાત્મ્યે સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન, ઈર્ષ્યા, ક્રોધ કેમ થાય? ……….અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે…….


વચનામૃતમ- ગઢડા અંત્ય-૨૮

શ્રીજી મહારાજ દ્વારા મોટેરા સંતો અને હરિભક્તો ને પ્રશ્ન કે- તમે સત્સંગ માં થી પડી જાઓ- એવો અવગુણ કયો??? અને એ સંતો અને હરિભક્તો નું પ્રમાણિકતા નું સ્તર કેટલું ઊંચું કે- જાહેર માં પોતાના અવગુણ કહ્યા…….!! કહેવાનું એટલું કે જે જીવ પોતાના અવગુણ જુએ છે , તેની સત્સંગ માં પ્રગતિ થાય છે….માટે જ કમસેકમ પોતાની જાત પ્રત્યે તો પ્રમાણિક રહેવું અને પોતાના ગુણ-અવગુણ ઓળખવા- અને સ્વભાવ ને ટાળવા નો પ્રયત્ન કરવો. પુ.ડોક્ટર સ્વામી આજે સભામાં હાજર હતા અને પોતાના ચિરપરિચિત તેજસ્વી અંદાજ માં – સભા ને પોતાના અવગુણ જોવાનું- અંતર્દ્રષ્ટિ કરવા નું કહ્યું…..

સભા -મેઘરાજા ની પ્રતીક્ષા કરતી જ થઇ…..અમદાવાદ થી મેઘરાજા રિસાઈ ગયા છે અને સર્વે ની પ્રાર્થના છે કે- અહી તેની ધામધૂમ થી પધરામણી થાય….બધા ને શાંતિ મળે….સભાની શરૂઆત – શ્રીજી ના મનમોહક દર્શન થી..આજનો શણગાર અદ્ભુત હતો…..

pixlr_20180715172700835

સભાની શરૂઆત- નવા યુવક મિત્ર દ્વારા  ધૂન અને કીર્તન થી થઈ …..બ્રહ્માનંદ સ્વામી રચિત શરણાગતિ નું પદ ” તુમ પ્રભુ અશરણ …કો શરણ કહાવે…..” અને અન્ય એક યુવકે , મુક્તાનંદ સ્વામી રચિત…” સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા…” રજુ થયું.  પુ.વિવેક્મુની સ્વામી એ ભૂમાનંદ સ્વામી રચિત કીર્તન ” સર્વે સખી જીવન જોવા ચાલો રે….” રજુ કર્યું અને એક અન્ય હરિભક્તે તેના પડછંદ અવાજ માં, બ્રહ્માનંદ સ્વામી રચિત પદ  ” વ્હાલા લાગો છો વિશ્વાધાર રે..સગપણ તમ સાથે ” રજુ કર્યું.

પુ.ગુરુસ્મરણ સ્વામી એ – સારંગપુર- ૧૨ માં શ્રીજી એ જે – એકાંતિક સંત ના ત્રણ અખંડ રહેતા ગુણ- આત્મ નિષ્ઠા, નિશ્ચય અને સ્વધર્મ વર્ણવ્યા છે તે પૈકી – સ્વધર્મ એટલે કે – નિયમ ધર્મ ની દ્રઢતા અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં- પાંચ વર્તમાન ના નિયમ- અને એમાં પણ નિષ્કામ વર્તન અને નીસ્વાદી પણું –  કેટલા અડગ હતા તે અનેક પ્રસંગ અને ઉદાહરણ દ્વારા સમજાવ્યા…..સાથે સાથે મહંત સ્વામી મહારાજ માં પણ ઉપરોક્ત ગુણ – ની દ્રઢતા પ્રસંગો  દ્વારા સમજાવી…..! જન્મ થી જ અતિ કઠીન નિષ્કામ પણું…..૫૦-૫૦ વર્ષ થી ભોજન માં માત્ર બાફેલા શાકભાજી અને એ પણ મરીમસાલા વગર ના જ લેવા ના….! આવું આકરું તપ તો ગુણાતીત નું જ હોઈ શકે……!

ત્યારબાદ- પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના સારંગપુર નૈમિષારણ્ય ખાતે ના તારીખ – ૨૮-૩૦ જુન સુધી ના દિવ્ય વિચરણ નો વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચેની લીંક પર થી જોઈ શકાશે…..

ત્યારબાદ પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી એ તેમના તેજસ્વી અંદાજ માં -હમેંશ ની જેમ અદ્ભુત પ્રવચન કર્યું….સ્વામી એ કહ્યું કે- યોગીજી મહારાજ ની આજ્ઞા કે ૨૫૦૦૦ રૂપિયા નો નફો જતો કરી ને પણ રવિસભા નો લાભ લેવો…….જેમ વિશાળ વડ નું વૃક્ષ પણ એક નાના બીજ માં થી બને છે તેમ- રવિસભા – પરમ કલ્યાણ નું સાધન બની શકે છે. તે માટે- ગઢડા અંત્ય-૨૮ માં કહ્યા મુજબ – પોતાના સ્વભાવ દોષ- અવગુણ ઓળખવા અને ચેતતા રહેવું……કે જેથી સત્સંગ માં થી પડી ન જવાય…..! યુવકો અને બધા માટે મોબાઈલ નું વ્યસન – એ નુકસાન કારક છે……કારણ કે આપણી ચારેય બાજુ કુસંગ છે……જો ધ્યાન નહિ રાખીએ તો સત્સંગ માં થીં પડતા વાર નહિ લાગે……માટે યુવકો જાગો…..વિપરીત પરિસ્થિતિ માં પણ અડગ રહો……આપણા સંતો માં બે તો પાઈલોટ છે…..પુ.આદર્શજીવન સ્વામી જેવા યુવા સંતો- ૧૨ સંતો ની ટીમ સાથે પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન ચરિત્ર રચી રહ્યા છે…..આવા અતિ પડકાર રૂપ કર્યો પણ આપણા યુવકો કરે છે..તેમાં થી પ્રેરણા લેવા ની છે…!

અદ્ભુત પ્રવચન…….! પુ.ડોક્ટર સ્વામી નો એક એક શબ્દ અંતર ના બંધનો ને ખોલી નાખે તેવો હોય છે…..!

સભાને અંતે જાહેરાત થઇ કે……

 • બાળકો માટે અંગ્રેજી માં સુચરીતમ ભાગ-૩ – BAPS youth USA- દ્વારા ટ્રાન્સલેટ થઇ ને બહાર પડ્યો છે…..તેનું વિમોચન પુ.ડોક્ટર સ્વામી દ્વારા થયું…..
 • આજે હરિભક્તો માટે સત્સંગ શિક્ષણ પરીક્ષા યોજાઈ- અમદાવાદ માં ૯૨.૫% હાજરી સાથે સર્વ હરિભક્તો એ ભારે ઉત્સાહ થી પરીક્ષા આપી…..
 • તા-૧૮ થી ૨૧ જુલાઈ- શાહીબાગ મંદિરે- પુ. સોમપ્રકાશ સ્વામી દ્વારા- સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી- પર અદ્ભુત પ્રવચન પારાયણ છે- ૨૧ તારીખે- અદ્ભુત કીર્તન આરાધના છે…..જુઓ નીચેનો ફોટો….

img_20180715_191532.jpg

તો- આજની સભા અદ્ભુત હતી….રવિ સત્સંગ સભાનો મુખ્ય ફાયદો- એટલો જ છે કે સમગ્ર અઠવાડિયા દરમિયાન જીવ પર જે- લોક ના વ્યવહાર ની ધૂળ ચડી હોય તે – રવિસભા થી દુર થાય છે….જીવ શુદ્ધ થાય છે….જીવ બ્રહ્મરૂપ થઇ- જન્મ મરણ ના ચકરડા માં થી છૂટે છે……અને એટલા માટે ૨૫૦૦૦ રૂપિયા નો – શું..લાખ રૂપિયા નો નફો એકવાર જતો કરવો પડે તો એ ઓછું છે…..!!! છેવટે- ગુણાતીત ગુરુઓ- સ્વયમ શ્રીજી મહારાજ ના રાજીપા  આ વાત છે…..અને આ રાજીપા ની બક્ષિશ એટલે- અક્ષરધામ…!

જય સ્વામિનારાયણ….

રાજ


Leave a comment

BAPS રવિસભા-૦૮/૦૭/૨૦૧૮

તે સમે શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત સામું જોઈને ઝાઝી વાર વિચારી રહ્યા …..અને પછી એમ બોલ્યા જે,

“સાંભળો, વાત કરીએ છીએ જે, જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય……… ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે, ‘પ્રથમ(સત્સંગ)ના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી,’ એમ વર્ષોવર્ષનો સરવાળો વિચાર્યા કરવો..…… અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી………..

અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહીં……. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચુકવી દઈએ તો દેતાં કઠણ ન પડે ………..ને વર્ષ-દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે; ………..તેમ નિરંતર વિચાર કરવો.


વચનામૃતમ-ગઢડા પ્રથમ-૩૮

શ્રીજી વચનામૃત માં કહે છે કે – પાછું વળી ને અર્થાત- અંતર્દ્રષ્ટિ કરી ને નિરંતર જોવું કે સત્સંગ ની શરૂઆત માં હું કેવો હતો અને….સત્સંગ થયા બાદ હું કેવો છું?? પરિવર્તન શું થયું…..હજુ કેટલા દોષ-સ્વભાવ મને નડે છે?? એ સર્વે નો નિરંતર વિચાર કરવો…જેથી જીવ અંતર્દ્રષ્ટિ ને આધારે સત્સંગ માં આગળ વધે….! આજની સભાનો સાર એ જ હતો….

મેઘરાજા સંતાકુકડી રમે છે અને એ વચ્ચે હું સમયસર સભામાં પહોંચી ગયો…સર્વપ્રથમ – સદાયે- શ્રીહરિ ના મનમોહક દર્શન નો ગુલાલ……

pixlr_20180708225017145

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય-કીર્તન અને સ્તુતિ થી થઇ……કીર્તન માં – ” ભગવાન સૌથી મોટા છે…..ભગવાન ભજી લેવા…….” અને વનમાળી દાસ રચિત “નમીએ નારાયણ સ્વરૂપ ..સમર્થ સંત હરી….” રજુ થયા…ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ “રહેજો રહેજો રે સદાયે સાથે રહેજો રે……” અને બ્રહ્માનંદ સ્વામી રચિત ” સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાલ મીટે નહિ….” કીર્તન રજુ કર્યું….! ખરેખર સત્સંગ વિના જીવ ના દુખ મટે એમ જ નથી…..!

ત્યારબાદ પ્લાન્નીંગ સેલ માં સેવા આપતા પુ. વિનય ચરિત સ્વામી એ ” પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં ભગવાન નો મહિમાં ” વિષય પર – અદ્ભુત પ્રસંગ સાથે પ્રવચન કર્યું. તેમણે વર્ણવ્યું કે- પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન માં ઠાકોરજી સદાયે આગળ જ રહ્યા છે…એક શ્રીજી જ સર્વ કર્તાહર્તા છે…એક એમનું જ ધાર્યું થાય છે…..એમની મરજી વિના એક તરણું પણ ન તોડી શકાય – એવો દ્રઢ વિશ્વાસ એમના જીવન ની હરએક પલ માં છે. આટલા મોટા- વિશાળ મંદિરો અને એ પણ રેકોર્ડ બ્રેક ટૂંકા સમય માં – એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થયા પણ એ એનો સઘળો યશ પોતાના ગુરુઓ અને ભગવાન સ્વામીનારાયણ ને જ આપતા હતા……..! એક શ્રીજી ના સંકલ્પ બળે જ સત્સંગ ની આટલી પ્રગતિ થઇ છે – એ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન નું સત્ય છે….અને એ આજે મહંત સ્વામી મહારાજ ના જીવન માં દેખાય છે…..! અને એટલા માટે જ પ્રમુખ સ્વામી મહારાજ માન-અપમાન માં પણ સ્થિર રહી શક્યા હતા……કારણ કે શ્રીજી ની મરજી જ એમનું જીવન હતું….!

એ પછી પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના સારંગપુર ખાતે- તારીખ ૧૬-૧૭ જુન ના રોજ દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ સર્વ ને મળ્યો…જેને  નીચેની લીંક પર થી જોઈ શકાશે….

ત્યારબાદ પુ. યજ્ઞપ્રિય સ્વામી એ – ગઢડા પ્રથમ-૩૮ -વણિક ના નામા – ના વચનામૃત ના આધારે – સત્સંગ માં અંતર્દ્રષ્ટિ ના મહત્વ પર અદ્ભુત પ્રવચન કર્યું……..જોઈએ સારાંશ માત્ર…..

 • આપણે કથા વાર્તા સાંભળી એ છીએ -પણ એના શબ્દ યથાર્થ રીતે સમજાય..જીવન માં ઉતરે તો જ એનો અર્થ સરે છે……અને એટલા માટે જ સત્સંગ માં કથા વાર્તા નો મહિમા છે….
 • આ વચનામૃત માં શ્રીજી મહારાજ ઝાઝું વિચારી ને બોલે છે..કેમ?? કદાચ શ્રીજી ને એમ લાગતું હોય કે- સામે બેઠેલા સંતો-હરિભક્તો- એમના વચન ને કેટલું સમજે છે……?? એનો તાગ લેવા ની ઈચ્છા હોય….
 • સત્સંગ માં આવીએ એટલે- સત્સંગ ની દિશાનું જ્ઞાન સ્પષ્ટ હોવું જોઈએ…..ધ્યેય સ્પષ્ટ હોવું જોઈએ……સત્સંગ માં આવ્યા પહેલા અને સત્સંગ થયા પછી- સ્વભાવ-દોષ ટળ્યા છે કે નહિ?? તેનું જ્ઞાન હોવું જરૂરી છે…….અને એ માટે જરૂરી છે..પાછું વળી ને જોવું..અર્થાત- અંતર્દ્રષ્ટિ કરવી…….કે સત્સંગ થયા પછી મારી સ્થિતિ માં શું ફર્ક પડ્યો……
 • અંતર્દ્રષ્ટિ માટે સમજણ હોવી જોઈએ…જો સમજણ અવળી હોય તો- જીવ ભટકી જાય…સત્સંગ માં થી પડી જાય…અને જો સમજણ સવળી હોય તો- જીવ વિવેકબુદ્ધિ ને સહારે સત્સંગ માં પ્રગતિ કરતો રહે…..
 • ગઢડા પ્રતઃમ-૨૦ માં શ્રીજી કહે છે કે- જે જીવ પોતાના દોષ-પોતાના ગુણ જોતો નથી તે મૂરખ છે..નીચ છે…….માટે – અંતર્દ્રષ્ટિ દ્વારા પોતાના ગુણ-અવગુણ જોવા…….બીજા ના ગુણ-અવગુણ જોવા જશું તો રહી જશું…….માટે સત્પુરુષ નો સંગ કરીએ ત્યારે- તેમના ગુણ સામે જ જોવું..અને એ ગુણ આપણા માં કઈ રીતે આવે- તેનો હરપળ વિચાર કરવો……
 • માટે જ આપણા ગુણાતીત ગુરુઓ ના જીવન ચરિત્ર નો વિચાર કરીશું તો એમના ગુણ આપણા માં આવે ..સત્સંગ પાકો થશે……અને સત્સંગ માં આગળ વધાશે…….

અદ્ભુત વાત…….! વણિક વેપારી ની જેમ -“જીવ નું નામું ” લખતા આવડશે….અંતર્દ્રષ્ટિ કરતા આવડશે તો- સત્સંગ માં આપણી- ગતિ-માર્ગ અને ગંતવ્ય ની ખબર પડશે…સત્સંગ નો વિવેક આવશે…..જીવ ગુણગ્રાહક બનશે અને -સત્સંગ માં થી પડી નહિ જાય……!

સભાને અંતે જાહેરાત થઇ કે- આવતા રવિવારે- આપણા ગુરુઓ ની રાજીપા ની વાત- શ્રીજી ના રાજીપા ની વાત- સત્સંગ શિક્ષણ પરીક્ષા છે…….સર્વે એ – ગુરુ ના રાજીપા નો વિચાર કરી- ખટકો રાખી- ભરપુર તૈયારી સાથે પરીક્ષા ને અચૂક આપવા ની છે……આપણા ગુરુ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ કહે છે કે – આ પરીક્ષા એ અક્ષરધામ માં પ્રવેશ ની પરીક્ષા છે……એમ વિચારી ને ચુક્યા વગર પરીક્ષા આપવી..!

તો- બસ- સત્સંગ હોય કે જીવન- સતત પાછા વળી ને અંતર માં દ્રષ્ટિ કરી ને જોવું કે- હું શું કરવા આવ્યો છું…અને શું કરી રહ્યો છું???? જો એ પ્રશ્ન થશે તો ઉત્તર શોધવા માં ઝાઝી મહેનત નહિ પડે……

સત્સંગ એ ૯૦% સમજણ છે તેવું આપણા ગુણાતીત ગુરુઓ કહે છે……માટે- સમજતા રહો……!

જય સ્વામિનારાયણ………

રાજ

 

 


1 Comment

BAPS રવિસભા-૦૧/૦૭/૨૦૧૮

પછી શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

“બ્રહ્મસ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો ત્રણ શરીર ને ત્રણ અવસ્થા તે થકી પર વર્તતા હોય અને ચૌદે ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિષે એકે માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં……. અને જ્યારે એને મોટાપુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટાપુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય……… અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મસ્વરૂપને વિષે સ્થિતિ પણ ન થાય ને આત્માને વિષે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય…………

માટે પરસ્પર વિરોધ આવ્યો, તે વિરોધ ટળે તે ઉપાય કહો.” પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે જે, પૃથ્વીને વિષે જે ભગવાનનો અવતાર તેને મળેલા જે સંત તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય, ત્યારે એ સત્પુરુષને વિષે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં………. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં અને તેનાં વચન પણ સત્ય મનાય……. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે.

માટે સત્પુરુષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.”


વચનામૃતમ- વરતાલ-૧૧

આપણા શાસ્ત્રો કહે છે કે- સત્પુરુષ એ મોક્ષ નું દ્વાર છે…..જેવી જગત માં- સગા વહાલામાં-દેહ માં પ્રીતિ છે તેવી જ પ્રીતિ જો સત્પુરુષ માં થાય તો કલ્યાણ હાથવેંત માં છે…….અને છેવટે સત્સંગ ની ફલશ્રુતિ કહો કે સાર એ આ જ છે. તો આજની સભા – સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ એ કરી ને જોડાવા ની હતી…….

મેઘરાજા તો અમદાવાદ થી રિસાઈ ગયા છે અને જીવમાત્ર તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે…….આવા ધોમધખતા વાતાવરણ વચ્ચે -એક શ્રીજી ને પ્રાર્થના જ કારગર નીવડે એમ છે અને એ માટે સત્સંગ સભા નો આશરો- એ સાક્ષાત સત્પુરુષ અને ભગવાન નો આશરો છે…..કે જ્યાં આપણી પ્રાર્થના અચૂક સાંભળવા માં આવશે તેનો દ્રઢ વિશ્વાસ છે…..અને એ માટે આજની સભામાં સમયસર પહોંચી ગયા……શ્રીજી ના મનભરી ને દર્શન અને અંત:કરણ પૂર્વક પ્રાર્થના કરવામાં આવી……

pixlr_20180701171917569

સભાની શરૂઆત પુ.સંતો અને યુવકો દ્વારા ધુન્ય અને પ્રાર્થના થી થઇ…..પુ.દીવ્યકીશોર સ્વામી એ ” અનુભવી ..ગોવિંદ ગાવે રે…..” રજુ કર્યું તો પુ.શુભકીર્તન સ્વામી એ બ્રહ્માનંદ સ્વામી નું જોશીલું પદ ” તમે મીઠું બોલી ને મન લીધું રે…..મીઠડા બોલાજી…..” એવા જ જોશીલા સ્વર માં રજુ કર્યું……! ત્યારબાદ પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ – બધા ના મન નો- હૃદય નો સંકલ્પ પકડતા હોય તેમ- શ્રીજી -સ્વામી ને પ્રાર્થના કરતા- દાસ રસિક નું અદ્ભુત કીર્તન…” વાદળી ઉતરજે ઘેલા ને તીર ..” રજુ કર્યું….! કદાચ બધાની પ્રાર્થના આ જ હશે કે…..” હે શ્રીજી…હવે તો મનમૂકી ને વરસો….”

ત્યારબાદ પુ.નિર્મળ ચરિત સ્વામીએ ” ગુણાતીત પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ માટે ભગવાન ના સ્વરૂપ નો મહિમા” વિષય પર- પ્રમુખ સ્વામી મહારાજ ના-મહંત સ્વામી મહારાજ ના અદ્ભુત પ્રસંગો દ્વારા -અદ્ભુત વિવરણ કર્યું……જોઈએ સારાંશ…..

 • સારંગપુર-૧૨ ના વચનામૃત માં શ્રીજી કહે છે કે- મોટા પુરુષમાં ત્રણ ગુણ – આત્મનિષ્ઠા , સ્વધર્મ અને ભગવાન ના સ્વરૂપ માં નિશ્ચય” – અખંડ રહે છે ..બાકી ના ગુણ આવે ને જાય…અને એમાં એ ભગવાન ના સ્વરૂપ નો દ્રઢ નિશ્ચય- એ તો અદ્ભુત ગુણ છે…..
 • શ્રીજી સર્વજ્ઞ છે….એ વિચાર જ – એટલે ભગવાન ના સ્વરૂપ નો દ્રઢ નિશ્ચય…….એમ જેતલપુર-૩ માં શ્રીજી કહે છે…..અને એજ સર્વજ્ઞતા -ભગવાન માં છે..એવી જ સર્વજ્ઞતા -સત્પુરુષમાં -પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ માં સ્પષ્ટ દેખાય છે……
 • પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રસંગો માં- સુરત ના વીંછી પરિવાર ના બાળક ના પૂર્વ જન્મ નું વૃતાંત હોય કે ભાવનગર ના રામસંગ બાપુ ના જીવન પરિવર્તન નો પ્રસંગ હોય……બોચાસણ માં બે નીલગીરી વચ્ચે ૨૫ ફૂટ નું અંતર રાખવા ની આજ્ઞા કરી હોય કે…ઈન્દ્રવદનભાઈ ના પ્રારબ્ધ ને બદલ્યું હોય…….સર્વેમાં – પ્રમુખ સ્વામી મહારાજ ની સર્વજ્ઞતા સ્પષ્ટ દેખાય છે……
 • મહંત સ્વામી મહારાજે પણ ૨૦૧૭ માં -પ્રદીપભાઈ નામના ભક્ત નો ફાફડા ખાવાનો સંકલ્પ અંતર્યામી પણે જાણી પૂરો કર્યો તો અમદાવાદ ના નાના બાળક નો સ્વામી ના દર્શન કરવાનો સંકલ્પ પકડી તેને પૂરો કર્યો…….તો હિમતનગર ના ગીરીશભાઈ ના દોહિત્ર “પરમ” ના જન્મ ની..તે જ રાશી આવવી…એ સર્વે ની  સાક્ષી પુરતો પત્ર આજે પણ -મહંત સ્વામી મહારાજ ના ગુણાતીત સ્વરૂપ અને સર્વજ્ઞાતા હોવાનો અનુભવ કરાવે છે…..
 • અને આ સર્વજ્ઞતા નું કારણ- ભગવાન ને અખંડ ધારવા- એ છે……સત્પુરુષ ના અંગે અંગ માં ભગવાન રહ્યા છે…તેથી જ ભગવાન તેમને વશ છે…..જેટલામાં રાજા નું રાજ્ય તેટલા માં જ રાણી નું રાજ્ય- એ ન્યાયે સત્પુરુષ માં પણ ભગવાન ના ગુણ આવે છે….અને એનું કારણ ભગવાન નો મહિમા- એમના સ્વરૂપ નો નિશ્ચય છે….માટે એમ જ જો આપણે મોટા પુરુષ નો મહિમા- એમનું અંતર્યામી પણું – જીવમાં દ્રઢ કરશું તો જ આપણી ઉપાસના..નિયમ ધર્મ-આજ્ઞા દ્રઢ થશે..સત્પુરુષ ના ગુણ આવશે..!

અદ્ભુત……અદ્ભુત…! ત્યારબાદ – સારંગપુર ખાતે ના – પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના વિચરણ- પ્રમુખ વરણી દિન નિમિત્તે સંતો સાથે ની તેમની પ્રશ્નોત્તરી નો અદ્ભુત વિડીયો દર્શન નો લાભ મળ્યો…..જે નીચેની link પર થી જોઈ શકાશે…….

અદભુત પ્રશ્નોત્તરી…! આપણા પ્રશ્ન અને ગુણાતીત  ના ઉત્તર…..પછી બાકી શું રહે??? મહંત સ્વામી મહારાજે એક પ્રશ્ન ના ઉત્તર માં કહ્યું કે- પ્રમુખ સ્વામી મહારાજ અને એમની વચ્ચે નું હેત- એ જાણે અને હું જાણું..” અદ્ભુત….હતો…..હૃદય ને સ્પર્શી ગયો….! ગુણાતીત ની વાત ગુણાતીત જ જાણે……! અચૂક જુઓ…..

ત્યારબાદ પુ. શ્રીહરિ સ્વામી એ- વરતાલ-૧૧ ના આધારે- રસપ્રદ પ્રસંગો ની સાખે- ખુબ સરસ પ્રવચન નો લાભ સર્વ ને આપ્યો….જોઈએ સારાંશ….

 • અનેક વચનામૃત- વરતાલ-૧૯, ગઢડા પ્ર.૨૭, અંત્ય-૨૬, ગ.પ્ર.૩૭ વગેરે વચનામૃત માં શ્રીજી સ્પષ્ટ કહે છે કે- સત્પુરુષ ના અંગે અંગ માં ભગવાન રહ્યા છે …સત્પુરુષ ત્રિગુણાતીત …ત્રણ અવસ્થા થી પર છે…..પ્રમુખ સ્વામી મહારાજ…મહંત સ્વામી મહારાજ ના જીવન માં આ સ્પષ્ટ દેખાય છે…દેહ ની કોઈ પરવા જ નહિ……
 • આવા સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ થાય…..આત્મ બુદ્ધિ થાય તો જીવ નું કલ્યાણ થાય……
 • અને જો આવી દ્રઢ પ્રીતિ થાય તો એની નિશાની શું??? નિશાની એ કે- ભગવાન ની અખંડ સ્મૃતિ રહે…..અને જો એક પલ પણ એ સ્મૃતિ વિસરાય તો તાળવું ફાટી જાય તેવું દુખ થાય…..અને જો આવી દ્રઢ પ્રીતિ કરવી હોય તો- વચનામૃત માં શ્રીજી કહે છે તેમ- લીલા ચરિત્ર સંભાળી રાખવા…જીવમાં જડી રાખવા…….અને એ માટે- સત્સંગ સભા…નિયમિત ઘરસભા અનિવાર્ય છે….
 • દ્રઢ પ્રીતિ નું બીજું લક્ષણ એ કે- જેનામાં દ્રઢ પ્રીતિ હોય તેની આજ્ઞા સહેજ પણ લોપાય નહિ……સત્સંગ..સત્સંગી નો મહિમા જીવમાં દ્રઢ થાય……કોઈ નો સહેજ પણ અભાવ-અવગુણ ન આવે…..સત્પુરુષ આપણો આત્મા મનાય……અને બસ કેવળ એક એના રાજીપા નો વિચાર જ પ્રધાન રહે……
 • યોગીબાપા કહેતા કે- ભગવાન ના ભક્ત માટે ભીડો વેઠવો એટલે જ આત્મ બુદ્ધિ…….આપણા ગુણાતીત ગુરુઓ નું જીવન જુઓ…..કેવળ ભક્તો ના સુખાકારી માટે પોતાનું સમગ્ર જીવન ઘસી નાખ્યું…….દેહ ને કૃષ્ણાર્પણ કરી દીધો…..! આ સત્ય ને ખરેખરું જીવમાં દ્રઢ કરીએ તો- સત્પુરુષ નો યથાર્થ મહિમા સમજાય…….એક એમના માં જ દ્રઢ પ્રીતિ થાય અને જગત માં થી…પાંચ વિષય ના ભોગ-ઉપભોગમાં થી  જીવ છૂટે…..અને જીવ બ્રહ્મરૂપ થાય…..

અદ્ભુત..અદ્ભુત…! અંતે તો આ જ કરવા નું છે…….ભગવાન માં જ જોડાણ યથાર્થ કરવા નું છે…..અને જગત ના ..લૌકિક જોડાણ ને ગૌણ કરવા નું છે……

સભાને અંતે જાહેરાત થઇ કે….

 • અમદાવાદ ના ઘણા હરિભક્ત – મહંત સ્વામી મહારાજ જ્યાં બિરાજમાન હોય ત્યાં -અંગત દર્શન મુલાકાત માટે જતા હોય છે..હવે તેમના માટે- પ્રથમ અમદાવાદ કોઠારી સ્વામી ને મળી – સ્વામીશ્રી ના દર્શન માટે ની આગોતરું આયોજન કરવું પડશે……એ સિવાય અંગત મુલાકાત નહિ થાય….ધ્યાન રાખવું..
 • તારીખ- ૩ થી ૫ જુલાઈ……અને ૧૧ જુલાઈ- રોજ સારંગપુર માં સંતો ની અગત્ય ની શિબિર હોવાથી- મહંત સ્વામી મહારાજ ના સમીપ દર્શન- મુલાકાત સંભવ બનશે નહિ……તેની નોંધ લેવી….
 • અમૃત હર્બલ દ્વારા – પ્રીમીયમ મોઈશ્ચરાઈઝિંગ સોપ લોન્ચ થયા છે……….

તો- હવે જીવ ને ક્યાં જોડવો..અને ક્યાં થી છોડાવવો ..એ આપણા માટે સ્પષ્ટ થઇ ગયું છે…..શ્રીજી નો સાક્ષાત્કાર કરવો હોય તો સત્પુરુષ માં દ્રઢ પ્રીતિ કર્યા સિવાય છૂટકો જ નથી…….એને પોતાનો આત્મા માની ને વર્ત્યા સિવાય બીજો કોઈ આરો જ નથી…….છેવટે- બ્રહ્મ જ કોઈ ને બ્રહ્મ  રૂપ કરી શકે…!

જય સ્વામિનારાયણ…………સદાયે…..સર્વ..”પ્રથમ શ્રીહરિ ને રે…..”

રાજ