Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

આજકાલ -૩૦/૦૮/૨૦૧૮

મારી છેલ્લી પોસ્ટ ૧૯ ઓગસ્ટ ના રોજ હતી અને આજે ૩૦ ઓગસ્ટ છે……..અર્થાત ૧૧ દિવસ ના લાંબા અંતરાલ બાદ નવી પોસ્ટ આવી છે…..કારણ?? કાઈ નહિ…..બસ આળસ……!!! સાચી વાત છે….આજકાલ વાતાવરણ જ કૈક એવું છે કે- વરસાદ રોજ અંધારે છે અને પડતો નથી……એની આવી આળસ ને સાથ આપવા હું પણ આળસુ થઇ ગયો છું……થોડીક અવળવાણી……

“….અબ કરે સો આજ કરે……આજ કરે સો કલ……..;

ઇતની જલ્દી અભી  ક્યા હૈ પ્યારે…જબ જીના હૈ બરસો……”

હાહાહા………!! જે હોય તે પણ બીલ ગેટ્સ ના નામે ફરતો એક મેસેજ એવું કહે છે કે- બીલ ગેટ્સ ને આળસુ માણસો વધુ પસંદ છે કારણ કે- એ કોઈ પણ કામ ..અલગ રીતે…ઓછી મહેનતે…ઓછા સમય માં કઈ રીતે થઇ શકે ??..એની નવી રીતો શોધી કાઢે છે….!! 🙂 ….જે હોય તે…પણ આળસ સારી નથી જ એ બધાનો અનુભવ છે……હું હવે ધ્યાન માં રાખીશ કે- આળસ નામના શત્રુ ના જાસા માં આવ્યા વગર – કૈંક નવું….મનગમતું -અહી બ્લોગ  પર ટીંગાડતો રહીશ…..! તો શું ચાલે છે  આજકાલ..??

  • ૨૦ મી તારીખે- આ દેહ નો જન્મદિન ગયો……હજુ કેટલા બાકી?? ખબર હોત તો અહી થોડા બેઠા હોત?? જે હોય તે- પણ એવું જીવવું કે- આપણે સ્થૂળ દેહે ન હોઈએ ત્યારે આજુબાજુ વાળા ને આપણી ખોટ સાલવી જોઈએ……( સારી રીતે કે નરસી રીતે….એ પ્રશ્ન પણ થવો જોઈએ…) ….આજ તારીખે- તેજાબી લેખક ચંદ્રકાંત બક્ષી અને આપણું નાક કપાવે એવા પપ્પુ ગાંધી ના પિતાશ્રી રાજીવરત્ન ગાંધી નો પણ જન્મ દિવસ હતો…..પણ- કોઈ એ મારી સરખામણી- આમની સાથે કરવી નહિ…કેમ?? એ પણ ન પૂછવું…!
  • તો- જન્મદિવસે શું કર્યું?? સોમવારે જન્મ દિવસ હતો..આથી ઉજવણી રવિવારે જ – કરવામાં આવી……અર્ધાંગીની ને સમય મળે- એમ જ ઉજવણી થાય ને…!! હરિ તો આખા ગામ માં – સામે થી કહી આવ્યો કે- મારા પપ્પા નો જન્મ દિવસ છે…અને ચોકલેટ વિતરણ નો વ્યાપ વધારી દીધો…! હાહાહા…..
  • સ્વીમીંગ- છેવટે ૨૫૦ મીટર તરવા ની આકરી પરીક્ષા મેં પાસ કરી દીધી…આથી કહી શકાય કે- હું તરી શકું છું..પણ ક્યાં?? એ પ્રશ્ન છે…….કોચ દ્વારા સલાહ આપવામાં આવી છે કે- ભલે પરીક્ષા પાસ કરી- પણ પાણી જોઈ કુદી ન પડવું…..!! કેમ…? તમને લાગે છે કે તમને તરતા આવડે છે…પણ પાણી ને થોડી ખબર છે કે- તમને તરતા આવડે છે??? હાહાહા……જે હોય તે- પરીક્ષા પાસ કરી -પણ અમદાવાદ મહાનગર પાલિકા ના અણઘડ નિયમ તો જુઓ……શીખાઉ માટે- આખા વર્ષ નો ( માર્ચ થી એપ્રિલ જ ગણાય…) ચાર્જ-૧૮૦૦ રૂપિયા…અને ૬ માસ માટે ( માર્ચ થી સપ્ટે.-) ૧૧૦૦ રૂપિયા……અને ઓકટોબર થી માર્ચ ના – ૭૦૦ રૂપિયા…….! મેં અધ-ઓગસ્ટ માં પરીક્ષા પાસ કરી આથી…..જો મારે પૈસા ભરવા હોય તો- એક જ વિકલ્પ બચે- ઓક્ટોબર થી માર્ચ વાળો……અને એ માટે મારે એક મહિનો- તરવા નો લાભ લીધા વગર બેસી રહેવું પડે……અને ઓક્ટોબર માં ફરીથી પરીક્ષા આપી- પૈસા ભરવા ના….!!! પરીક્ષા ફરીથી આપવા ની…..એ પણ કોઈ પણ જાત ની પ્રેક્ટીસ વગર…….હવે વિચારો- કેવું અઘરું છે…….! આના કરતા- મહિના ના ફીક્ષ ચાર્જ માં તરવા ના દે??? અમદાવાદ ના વહીવટ કારો માં ક્યારે બુદ્ધિ આવશે???
  • રક્ષાબંધન- સમય અત્યારે એવો ચાલે છે કે- કોઈ ની પાસે -પોતાના પરિવાર-રીત રીવાજો માટે જાણે કે સમય જ નથી……ઘરમાં હું સૌથી નાનો……મોટી બે બહેનો-પછી મારો મોટો ભાઈ..અને હું છેલ્લો….! સમય અને સંજોગો ને લીધે -ભાઈ અને બહેન ન આવી શક્ય….માત્ર સૌથી મોટી બહેન આવી- એ પણ ખુબ મોડી……પણ એનો લાભ- આશીર્વાદ મળ્યા- એ જ મોટી વાત…..! લાગે છે- કે- રક્ષા બંધન – હવે પહેલા જેવી નહિ રહે……ઓનલાઈન રાખડી ઓ મળી જશે…..અને ઓનલાઈન સબંધો ચમકી ઉઠશે…….! જેવી હરી ઈચ્છા……..! સમય સાથે ચાલુ- એ જ સમય ની માંગ છે………..
  • શ્રાવણ માસ- દર વર્ષ ની જેમ એકટાણા – નિર્વિઘ્ન ચાલે છે…..શરૂઆત માં નક્કી કર્યું હતું કે- એકટાણું કરવું……અને બીજા સમય માં – માત્ર ફળ પર જ રહેવું……શરૂઆત તો સારી રહી પણ પછી- દેહ ભાવ વધ્યો……અને મનેકમને – વેફર્સ કે ચેવડો લેવો પડ્યો……..! જે હોય તે- પણ આજ્ઞા મુજબ થોડું ઘણું યે વર્તાય છે તેનો આનંદ છે…બાકી આ દેહ ..આ મન તો વાંદરા ને પણ શરમાવે તેવું છે…….! જે પણ કૈક ઇન્દ્રિયો પર નિયંત્રણ થાય છે તે કેવળ અને કેવળ- શ્રીજી અને સત્પુરુષ ની જ દયા છે…- હજુ શ્રાવણ ને પૂરો થવામાં ૧૦ દિવસ બાકી છે………અને હિમત ભરપુર છે……
  • સત્પુરુષ- શાસ્ત્રો જેને અક્ષરબ્રહ્મ……બ્રહ્મ…..અક્ષર…..ભગવાન ને રહેવાનું ધામ કહે છે…તે સ્વયમ મનુષ્ય દેહે- મહંત સ્વામી મહારાજ રૂપે – અમદાવાદ ને આંગણે- ૨ જી સપ્ટેમ્બર ના રોજ પધારી રહ્યું છે……અમારી સેવા છે……અને સમગ્ર અમદાવાદ ને સમીપ દર્શન નો લાભ મળવા નો છે…….પછી સુખ માં બાકી શું રહે?? આ વખતે સતત ૨૦ દિવસ સુધી – ધાર્યા કરતા વધુ સુખ મળવા નું છે………જોઈએ- હરિ ઈચ્છા શું છે??

તો- બસ….બીજું શું?? સમય ની સાથે ડગ ભરતા રહો……..થાક લાગે તો થોડોક પોરો ખાઈ લો..પણ પાછા વળવા ની વાત ન કરો……..સતત આગળ વધવું- એ જ જીવન…!

જય સ્વામિનારાયણ…………

રાજ


Leave a comment

BAPS રવિસભા-૧૯/૦૮/૨૦૧૮

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “પ્રશ્ન-ઉત્તર કરો.”

ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

“હે મહારાજ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ (પ્રશ્નો) આવે છે………., તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે………..?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ જે,

૧) પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા તેનું જે નિરંતર અનુસંધાન (આત્મનિષ્ઠા)

૨) તથા માયિક એવાં જે પદાર્થમાત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન(સાંખ્ય નિષ્ઠા)

૩) તથા ભગવાનના માહાત્મ્યજ્ઞાનનું જે અનુસંધાન ( સ્વરૂપ નિષ્ઠા) 

………એ ત્રણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી.


વચનામૃતમ- ગઢડા મધ્ય-૬૦

શ્રાવણ માસ ચાલે છે અને તપ-જપ ની સાથે સાથે મેઘરાજા નું પણ ધમાકેદાર આગમન થઇ ગયું છે……બસ , શ્રીજી આમ જ વરસતા રહે …તેવી તેમના પાવન ચરણો માં પ્રાર્થના…!! આજની સભામાં – સંસાર ના દલદલ માં પણ જલકમલવત …અર્થાત ગીતા કહે છે તેમ સ્થિતપ્રજ્ઞ ..કઈ રીતે રહેવાય ?? તેના ઉત્તર પર – સ્વયમ શ્રીજી ના અમૃત વચનો પર અદ્ભુત વિવરણ થયું……..

સભામાં સમયસર પહોંચી ગયા…….સર્વ પ્રથમ હિંડોળે ઝુલતા મારા નાથ ના અદ્ભુત દર્શન……

સભાની શરૂઆત- સારંગપુર થી પધારેલા સંત ના મુખે થઇ…..શાંત સ્વરે વહેતો સ્વર….શબ્દ ની ગંગા….જીવ ને સ્પર્શી ગઈ……ત્યારબાદ હિંડોળા ઉત્સવ ને રંગ આપતા એક પદ ” હિંડોળો ઘનશ્યામ હરી નો અતિ રૂપાળો લાગે રે……” એક યુવક ના મુખે રજુ થયું….ત્યારબાદ પુ. સંત ના મુખે , મુક્તાનંદ સ્વામી રચિત ..” મારે ઘેર આવ્યા રે …સુંદરવર શામળિયો……” રજુ થયું……..અને પછી બ્રહ્માનંદ સ્વામી રચિત અદ્ભુત કીર્તન ” હરિવર હીરલો રે…….” એક યુવક દ્વારા એક અલગ જ અંદાજ માં રજુ થયું…….!

ત્યારબાદ- પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ અટલાદરા ખાતે ના તારીખ- ૧૧-૧૨ ઓગસ્ટ ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો……જેના નીચેની લીંક દ્વારા દર્શન થઇ શકશે…….

ત્યારબાદ પુ.વિવેકજીવન સ્વામી દ્વારા ગઢડા મધ્ય-૬૦ પર આધારિત પ્રવચન નો અદ્ભુત લાભ- અનેક પ્રસંગો- ઉદાહરણો દ્વારા મળ્યો……સ્વામી એ કહ્યું કે- મનુષ્ય નું જીવન જ અજીબ છે..સંસાર માં સુખ દુખ આવે જ છે……પણ જયારે ભક્તિ કરતા દુખ આવે ત્યારે જીવ ડગી જાય છે……અને પ્રશ્ન થાય છે કે- આટઆટલી ભક્તિ છતાં -મારા માથે દુખ કેમ??? દાદા ખાચર જેવા પરમ ભક્ત કે જેના ઘરે સ્વયમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રહેતા હતા છતાં – વારસાઈ ના કેસ માટે ૧૭-૧૭ વર્ષ – શ્રીજી ના પ્રત્યક્ષ આશીર્વાદ છતાં – ધક્કા ખાવા પડ્યા…….! બીજો કોઈ હોય તો- તે તૂટી જાય….પણ આ તો દાદા ખાચર હતા….! માટે જ આવા પ્રશ્ન ન થાય તે માટે- ગઢડા મધ્ય-૬૦ માં શ્રીજી એ કહ્યું છે તેમ- સાંખ્ય સિદ્ધ કરવા નું છે…આત્મ નિષ્ઠા દ્રઢ કરવા ની છે અને – ભગવાન ના સ્વરૂપ…મહિમા ને જીવ્સ્થ કરવા નો છે…….! જો- આ ત્રણેય વાત સિદ્ધ થશે તો- કોઈ દુખ…પ્રશ્ન કે વિક્ષેપ – આપણ ને ડગાવી નહિ શકે……..અને બ્રહ્મરૂપ સહેજે થવાશે…..!!!

પુ.સ્વામી એ અઢળક ઉદાહરણ આપ્યા પણ – મેં અહિયાં ફક્ત સાર માત્ર નો ઉલ્લેખ કર્યો છે….!

ત્યારબાદ- પુ.અક્ષરવત્સલ સ્વામી એ – બેપ્સ અમૃત હર્બલ કેર દ્વારા- હરિભક્ત માત્ર ની જરૂરીયાત પૂરી કરવા- ભોજન ના મસાલા ઓ ( ડુંગળી-લસણ-હિંગ વગર ના શુદ્ધ-સાત્વિક) ના લોન્ચિંગ ની વાત કરી……! ખરેખર જેની જરૂરીયાત વર્ષો થી અનુભવાતી હતી…..બજાર ના મસાલાઓ માં હિંગ ની ભેળસેળ થી શુધ્ધતા પર શંકા રહેતી હતી…..તેની ખોટ આજે પૂરી થઇ…! સ્વામી એ – સ્લાઈડ શો થી દર્શાવ્યું કે- બજાર માં મળતા મસાલાઓ- મરચું/હળદર/કે અન્ય ગરમ મસાલા ઓ માં શી રીતે- શાની ભેળસેળ થાય છે……અને આપણા નવીન મસાલા કઈ રીતે અલગ છે…..! ટૂંકમાં- પ્રત્યેક હરિભક્ત માટે અનિવાર્ય એવા – મસાલા હવે હાજર છે……વસાવવા માં આવશે…..

IMG_20180819_185241

ત્યારબાદ- પુ. બ્રહ્મવિહારી સ્વામી એ- સિંગાપોર થી પધારેલી આર્કિટેક ટીમ – RSP કે જે આપણા અબુધાબી માં નિર્માણ પામી રહેલા મંદિર નિર્માણ સાથે સંકળાયેલી છે- તેની ઓળખ આપી….મહિમા કહ્યો અને તેમનું અને મંદિર નિર્માણ ની અબુ ધાબી ની ટીમ નું પુ.ઈશ્વર ચરણ સ્વામી ના હસ્તે સન્માન થયું…..! આપના મંદિરો અને સંતો થી આ જગવિખ્યાત આર્કિટેક ફર્મ એવી તો પ્રભાવિત થઇ કે- પોતાની ફી ના ૧૦% મંદિર નિર્માણ માં  કરવાની છે…..એ એના એમડી- કે જે એક ચાઇનીઝ વ્યક્તિ છે તેણે પોતાની સેલેરી  ૧૦% મંદિર નિર્માણ માં દાન કરવાનો સંકલ્પ કર્યો …!!! અદ્ભુત…અદ્ભુત….!!! આ ટીમ આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ના દર્શન-મુલાકાત માટે અટલાદરા પહોંચી હતી અને મહંત સ્વામી મહારાજે – અબુધાબી મંદિરનિર્માણ નો મહિમા કહ્યો…..અને એવું મંદિર રચવાની વાત   કરી કે જે- હજારો વર્ષ સુધી અકબંધ રહે…….!! ખરેખર મોટા પુરુષ ના સંકલ્પો એટલા બળિયા હોય છે કે- જે અશક્ય ને પણ શક્ય બનાવે છે…..

IMG_20180819_192442

પુ.પ્રિય સ્વરૂપ સ્વામી એ જાહેરાત કરી કે- ૨ જી સપ્ટેમ્બર સાંજે- સત્પુરુષ ના પાવન પગલા અમદાવાદ ના આંગણે થવા ના છે અને એમના દર્શન-સમીપ દર્શન- સેવા- વિવિધ દિન-ઉત્સવ -કથા વાર્તા નો લાભ છેક ૨૩ સપ્ટેમ્બર સુધી અમદાવાદી ઓ ને મળવા નો છે……..! આનંદો..અમદાવાદીઓ..આનંદો…….!!

IMG_20180819_193048IMG_20180819_192805

તો- આજની સત્સંગ સભાની ફલશ્રુતિ એ જ કે- જીવન માં ભગવાન નો- મોટા પુરુષ નો આશરો દ્રઢ રાખવો……..એમના મળ્યા પછી આપણું પ્રારબ્ધ- એ એમની મરજી….એમ વિચારી ને જીવી જવું..પણ એ માટે -સર્વ ઇન્દ્રિયો ને અંતર્મુખી કરવી પડશે…આપણે દેહ નથી પણ આત્મા છીએ -એ સત્ય ને દ્રઢ કરવું પડશે…..અને આ જગત…..આજુબાજુ ના સુખ સાધનો…..દેહ ના સગા….સબંધી સર્વે નાશવંત છે…….રાખ ના ઢગલા છે…તેમ સમજવું પડશે..દ્રઢ કરવું પડશે…..! પ્રથમ દ્રષ્ટિ એ આ અઘરું લાગે છે….પણ એક વાર અક્ષરબ્રહ્મ પુરુષ સાથે દ્રઢ પ્રીતિ થશે…..એટલે બધું સહજ થઇ જશે…! બસ……..- ડ્રાઈવર ની સીટ- સત્પુરુષ અને શ્રીજી ને સોંપી..નચિંત થઇ જાઓ…!!!!

કર્મ કરવા- એ જ આપણું કર્તવ્ય………!!! કર્મયોગ જ આપણું જીવન………બાકી બધું એનું..!!

જય સ્વામિનારાયણ………..સમજણ માં જ સુખ છે…..

રાજ


Leave a comment

આજકાલ-૧૮/૦૮/૨૦૧૮

શ્રાવણ માસ પુરજોશ માં ચાલી રહ્યો છે અને તન મન હૃદય ….શ્રાવણી માં બુન્દેબુન્દ ભીંજાઈ ને રેલાઈ રહ્યા છે…….આંખો ની પલખો સહેજ ખૂણામાં થી ભીની થઇ કુદરત ની સાથે સહજ જ ટપકી રહી છે……..કવિ કાલીદાસ નું મેઘદુતમ જાણે કે કાળા ડીબાંગ વાદળો ના પુરાવા લઈને આવ્યું હોય તેમ દિલોદિમાગ પર થી ભીની યાદો સાથે ગુજરી રહ્યું છે………..યાદો આટલી ઘનઘોર કેમ હોય છે……વર્ષાઋત માં જ આટલી ગાઢી કેમ હોય છે…….એ પ્રશ્નો ના ઉત્તર કદાચ ….અત્યારે જ મળી શકે તેમ છે……!!!

જે હોય તે…..વર્ષાઋતુ માં આ જીવ દેહ ના…ઉમરના  બંધનો ને તોડી..બાળપણ ની એ ભીની આંગળી પકડી ને બસ મનમૂકી ને પલળવા ઈચ્છે છે …….!! અને આ બાળપણ તો સદાયે જીવંત રહેવું જ જોઈએ કારણ કે ઉમર એ દેહ નો તકાજો છે…….જીવ નો નહિ…….એ તો સદાયે નવપલ્લિત…..ચેતનવંતો……અજરામર…..અક્ષર છે….!!!

boy-playing-in-rain

Pic- thanks Google…. 🙂

તો ચાલો આ દેહ ના સાક્ષી ભાવે…..એની સાથે આજકાલ શું ઘટી રહ્યું છે….તે જોઈએ….

  • ગયા બે રવિવાર થી સત્સંગ સભા માં નથી જવાયું…….ભર વર્ષા માં પણ જીવ નો એક ખૂણો હજુ કોરો લાગે છે…….પણ શ્રાવણ માં પુ.સંતો ની પધરામણી..એમની સાથે અલપઝલપ વિચરણ નો લાભ…….એની કમી મહદઅંશે જરૂર હળવી કરે છે……તે માટે શ્રીજી – હરપળ જીવ ન્યોછાવર….!!!
  • છેલ્લે હું ક્યારે બીમાર થયો હતો?? એ યાદ નથી……કારણ કે -ચોમાસા માં હું ક્યારેય છત્રી કે રેઇન કોટ લઈને…મેઘરાજા નું અપમાન કરવામાં માનતો નથી……અને આ વખતે પણ આઈસ્ક્રીમ-છાસ- ના પ્રતાપે થોડોક કફ-શરદી થયા છે પણ તરવા સિવાય- બીજી બધી રોજીંદી ક્રિયાઓ ચાલુ જ છે…….
  • શ્રાવણ માસ માં- શ્રીજી ના રાજીપા- સત્પુરુષ ની આજ્ઞા મુજબ ઉપવાસ- એકટાણા ચાલે છે…છેલ્લા બે ત્રંણ વરસ થી શ્રીજી કૃપા એ કોઈ મોટું વિઘ્ન નથી નડ્યું……અને જીવ- દેહ ને આરામ મળે એવું થઇ શક્યું છે……છતાં મન માં – વિવિધ પકવાનો જોઈ- મન ડગે છે……પણ જીવ – મન સાથે લડી ને હરપળ- શ્રીજી- સત્પુરુષ ની આજ્ઞા નો સાથ લઇ જીતી જાય છે…..! એક ભગવાન અને ગુરુ માટે શું ન થાય??? બસ જીવ માં દ્રઢતા જોઈએ…….બાકી મારા જેવા કાઠી દરબાર જેવા વ્યક્તિ કે- જેને દીવસ માં પાંચ પાંચ વાર શિરામણ જોઈતું હોય…તેના માટે આ શક્ય છે??? હાહાહા…….આ તો બસ એની જ કૃપા છે……એના જ સાધન..અને એ જ સાધ્ય…..મારે તો બસ ચાલવા નું છે…!
  • વાજપેયી જી ગયા…એક અધ્યાય પૂરો થયો અને અહી ભક્તો-અભક્તો નું મીડિયા યુદ્ધ શરુ થઇ ગયું……….ગમે તે હોય પણ એક વાત તો છે કે- મોદી..વાજપેયી…..ભાજપ નો જેટલો વિરોધ થશે તેટલી જ એમની લોક પ્રિયતા વધશે…….૨૦૧૯ – એ મોદી માટે…દેશ માટે જ હશે…તેમાં કોઈ શંકા નથી….! મોદી ની દેશ માટે નિષ્ઠા….કાર્ય કરવા ની ધગશ……પર તો એના હાર્ડકોર વિરોધી ઓ પણ સવાલ ઉઠાવી શકતા નથી……..અને મોદી જેટલી ઊંચાઈ નો નેતા આજે સમગ્ર ભારત ના કોઈ પક્ષ માં છે જ નહિ…તો પછી..આવનારા ૧૦ વર્ષ મોદી ના નામે કરી- દેશ ને જગદગુરુ બનાવવા માં પ્રશ્ન ક્યાં છે??? રાહુલ બાબા એ પોતાના પરિવાર ની ઈજ્જત નો વિચાર કરી- બીજે ક્યાંક હાથ અજમાવવો જોઈએ…….૫૦ તો થયા…..ઘર માંડી ને મેક્ષિકો માં સેટ થઇ જવું જોઈએ…!! શું કહો છો???
  • અમારા હરિકૃષ્ણ મહારાજ નો જીવ ભણવા માં ચોંટતો નથી…….એના માતૃશ્રી સ્વયમ શિક્ષક…….પિતાશ્રી એ ભણવા માં ઝંડા ગાડેલા…….પણ કહેવાય છે કે દીવા નીચે જ અંધારું તેમ..અમારો હીરો- ભણવા માં છેલ્લે અને તોફાન માં ..બોલવામાં પહેલા ક્રમે આવે છે……! હવે શું કરવું??? જે હોય તે…પણ એના લક્ષણો પર થી તો લાગે છે કે- એ જીવન માં  કૈક તો કરશે જ…….! હાહાહા………આમેય- જયારે જીવ ના કલ્યાણ ની વાત હોય ત્યારે દુનિયા નું ભણતર ઓછું કામ માં લાગે છે…….! સ્વાતંત્ર્ય દિન ના દિવસે સોસાયટી માં ચિત્રકળા ની સ્પર્ધામાં – ભાગ લઇ ને આવ્યા…અને જગત જીતી ને આવ્યા હોય તેટલો ઉમળકો બતાવ્યો…….પૂછ્યું તો કહે- હું પહેલો આવ્યો…….!!! હાહાહા…….સ્પર્ધક પણ હું…અને જજ પણ હું…!! છે ને મજ્જા ની લાઈફ…!

તો…બસ…..જીવન ને જીવતા રહો………વરસાદ પડે તો ઘરમાં સંતાઈ જવા ને બદલે……બહાર નીકળી…બે હાથ પહોળા કરી..એને વધાવો…….કારણ કે જીવન છે….કલ હો ન હો….!!!! મારા ગુરુ મહંત સ્વામી મહારાજ કહે છે તેમ…આ તો અબજો ના મુલ્ય નો વરસાદ છે……..સોનું છે…….જીવન છે……..શ્રીજી ના આશીર્વાદ છે………..દેહ સમર્થ હોય તો તેને પલકો માં ઝીલી લ્યો….!!!!

અને બાળપણ ની યાદો ની આંગળી પકડી..યાદ કરતા રહો…..” વોહ કાગઝ કી કસ્તી…વોહ બારીસ કા પાણી……”…….અને બસ ચાલતા રહો……….!!

રાજ