શ્રીજીમહારાજ બોલ્યા જે,
“જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ-સનકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો જે, આ દેહ છે તેને વિષે જીવ રહ્યો છે, અને ઇન્દ્રિયો-અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યાં છે અને ઇન્દ્રિયો ને અંતઃકરણ છે તે બાહેર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે….. તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો-અંતઃકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગત્યે જીવ ઇન્દ્રિયો-અંતઃકરણ થકી નોખો છે. અને પંચવિષય છે તે અંતઃકરણ થકી નોખા છે, પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિશે પંચવિષયની એકતા જણાય છે…… અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે, પણ અંતઃકરણમાંથી નથી થતી. જેમ અતિશય તડકો હોય અથવા ટાઢ હોય તેનો પ્રથમ બાહેર ઇન્દ્રિયોને સંબંધ થાય છે, પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને માંહેલી કોરે તેનો પ્રવેશ થાય છે; પણ એની ઉત્પત્તિ માંહેલી કોરેથી નથી, એ તો બાહેરથી ઉત્પન્ન થઈને માંહેલી કોરે પ્રવેશ કરે છે. તેમ પંચવિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઊપજતા નથી, એ તો પ્રથમ ઇન્દ્રિયોને બાહેર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બાહેર ગૂમડું થયું હોય તેને ઓષધ ચોપડે ત્યારે જ કરાર થાય પણ કેવળ વાર્તા સાંભળ્યે કરાર થાય નહીં અને જેમ ક્ષુધા-પિપાસા લાગી હોય તે ખાધે-પીધે જ નિવૃત્તિ થાય પણ અન્ન-જળની વાત કર્યે નિવૃત્તિ ન થાય. તેમ પંચવિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઓષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય.
“તે ઓષધની રીત એમ છે જે, જ્યારે ત્વચાને સ્ત્રીઆદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારે અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે અને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે, પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી. અને જે જે વિષય અંતઃકરણમાંથી સ્ફુરતા હશે તે પણ પૂર્વજન્મને વિષે બાહેરથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે. માટે વિષય ટાળ્યાનું એ જ ઓષધ છે જે, ત્વચાએ કરીને સ્ત્રીઆદિક પદાર્થનો સ્પર્શ તજવો અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું અને જિહ્વાએ કરીને તેની વાત ન કરવી અને કાને કરીને તેની વાત ન સાંભળવી અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો; એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખે તો બાહેરથી વિષયનો પ્રવાહ માંહેલી કોરે પ્રવેશ કરે નહીં. જેમ કૂવામાં પાણીની સેર્ય આવતી હોય પછી તેને ગોદડાંના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય, તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઓષધ જાય ત્યારે જ ટળે, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા. તે આત્મવિચાર એમ કરવો જે, ‘હું આત્મા છું ને મારે વિષે ઇન્દ્રિયો-અંતઃકરણનો સંબંધ જ નથી,’ એમ દ્રઢ વિચાર કરીને અને તે ચૈતન્યને વિષે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મસુખ વતે કરીને પૂર્ણ રહેવું………
જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બાહેરથી પોતામાં સેર્યો આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે, પણ માંહેલી કોરે તે સેર્યના પાણીનો પ્રવેશ કરવા દે નહીં; અને જો ઉલેચાઈને ઠાલો થાય તો સેર્યનું પાણી બાહેરથી માંહી આવે…….
એવી રીતે આત્મસુખે કરીને માંહેલી કોરે પૂર્ણ રહેવું અને બાહેર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો, એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે; પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. માટે આ વિચાર દ્રઢ કરીને રાખજ્યો.”
વચનામૃત – ગઢડા મધ્ય-2
આજની સભાનો સૂર આ જ હતો……..જીવ તો અનંત જન્મો ના પંચવિષય રૂપી માયા થી ગ્રસ્ત છે આથી તેને આ જન્મે ભગવાન નું યથાર્થ સુખ આવતું નથી……પણ જો જીવ પોતાનું સ્વરૂપ ઓળખે..વર્તે…..અને વિષય થી દૂર રહે તો – એ બ્રહમરૂપ થઈ શકે છે અને એ માટે સત્પુરુષ નો સંગ કરવો પડે……અને જીવ ને બળિયો કરવો પડે…! ….
ભક્તિ પર્વ ની આ રવિસભા માં હરિભક્તો પૂરતા પ્રમાણ માં હતા……અને ભક્તિ પર્વ ના કેન્દ્ર …સાર એવા શ્રીજી ના દર્શન ..ચાલો સાથે માણીએ….
સ
ભાની શરૂઆત- પૂ. વિવેકમુની સ્વામિ દ્વારા ધૂન થી થઈ……ત્યારબાદ એક યુવકે મુક્તાનંદ સ્વામી રચિત કીર્તન ” વ્હાલા રૂમજુમ કરતાં કાન મારે ઘેર” રજૂ કર્યું તો પૂ. વિવેકમુની સ્વામી એ પ્રેમાનંદ સ્વામી રચિત ” વંદુ સહજાનંદ રસરૂપ …” રજૂ કર્યું…….ત્યારબાદ વારો આવ્યો પૂ.પ્રેમ વદન સ્વામી નો……જેમણે ભૂમાનંદ સ્વામી રચિત અદ્ભુત કીર્તન…..” સર્વે સખી જીવન જોવા ને ચાલો રે…..” અદ્ભુત અંદાજ માં રજૂ કર્યું….!!
ત્યારબાદ પૂ. ધર્મતિલક સ્વામી એ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન કથન ને આધારે ” સેવા નો મહિમા” વિષય પર અદ્ભુત પ્રસંગો નું વર્ણન કર્યું…..જોઈએ સારાંશ….
- સમગ્ર વચનામૃત માં શ્રીજી મહારાજે સત્પુરુષ ના સંગ નો મહિમા કહ્યો છે…..ગ.મધ્ય 25, મધ્ય-7, મધ્ય-55,મધ્ય-28 ..ગ.અંત્ય-35 વગેરે માં શ્રીજી કહે છે કે- સત્પુરુષ ના સંગ થી મલીન વાસણા…અનંત જન્મો ના પાપ..સર્વે વિકાર ટળે…..અને એની સેવા તો ભગવાન ની સેવા કર્યા તુલ્ય છે …..
- માટે જ ગુણાતીત પુરુષો નું જ આગવું લક્ષણ છે …સેવા……પોતાના ગુરુ ની આજ્ઞા મુજબ પોતાના સર્વસ્વ ને..દેહ સુધ્ધાં ને કૃષ્ણાર્પણ કરી તેમને રાજી કરવા નું તાન…….એ જ ગુણાતીત પણું છે……..પ્રમુખ સ્વામી મહારાજે કેવળ ગુરુ ને રાજી કરવા – ગોંડલ માં -પાણી ની અછત છતાં યોગીજી મહારાજ નો જન્મજયંતી મહોત્સવ કર્યો…….મકરાણા માં પથ્થર ની સેવા કરી……તો આટલાદરા માં ચૂનો ગાળવા ની સેવા કરી………!!! આવા તો અનેક પ્રસંગો છે- જેમાં ગુરુ ને રાજી કરવા ના – ગુણાતીત પુરુષો ના આ દાખડા સુવર્ણ અક્ષરે અંકિત થયેલા છે…….
અદ્ભુત…….આવા ગુણ માં થી જો આપણે કશું નહીં તો કેવળ 10% એ કરી શકીએ તો યે આપણો જન્મારો સફળ થઈ જાય…!!!
ત્યારબાદ સારંગપુર ખાતે તારીખ 26-27 સપ્ટેમ્બર ના સ્વામીશ્રી ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો……..ખરેખર સારંગપુર તીર્થ ની દિવ્યતા અને ગુણાતીત ની પ્રત્યક્ષ હાજરી – નો પ્રભાવ આંખે ઊડી ને વળગે છે………! જે નીચેની લિન્ક પર થી જોઈ શકશે……
- દેહ અને જીવ ભિન્ન છે પણ જીવ અજ્ઞાન ને લીધે મન અને અંતઃકરણ ને પોતાનું સ્વરૂપ માને છે ..અને તેને જ કહેવાય છે false identity…જે ગુણાતીત પુરુષ મળે અને તેનો યથાર્થ સંગ થાય તો જ દૂર થાય….
- વિષયો નું જોર એવું બળવાન છે કે- ભલભલા ઋષિ મુનિ ઑ ..દેવો પણ એમાં લેવાઈ ગયા અને એમાં ખેંચાઇ ને ભ્રષ્ટ થયા…….માટે જ કદાપિ ઇન્દ્રિયો અને મન નો વિશ્વાસ ન કરવો……
- મહંત સ્વામી મહારાજ તો કહે છે કે મન ના ભૂક્કા બોલાવી દેવા….!!!! ઇન્દ્રિયો ને મન માં થી પાછી વાળવી……સાંખ્ય શીખવું…….
- શ્રીજી ના સમય માં માવા ભગત….શિવલાલ શેઠ….ગોરધન ભાઈ……પર્વત ભાઈ આદિક હરિભક્તો એ – ઇન્દ્રિયો ને વિષય માં થી પાછી વાળી- એક જીવ માં સ્થિર કરવાનું..એક ભગવાન માં સ્થિર કરવા નું શીખ્યા હતા……..
- અને આપણો સંપ્રદાય જ નિયમ ધર્મ ..મર્યાદા પર કેન્દ્રિત છે…….મન ઇન્દ્રિય ને વશ કરી તેને મર્યાદા માં ………રાખવાનું અહી જ શીખવા મળે છે………સદાયે પોતાને આત્મા માની…..સત્પુરુષ માં યથાર્થ જોડાણ કરવા નું છે…….એ જ સત્પુરુષ જીવ ને બ્રહમરૂપ કરી દેશે……..માટે જ મોટા પુરુષ પોતે કહે છે કે- બ્રહમરૂપ થવા- મોટા પુરુષ સાથે આપોપું કરતાં શીખવું……!
અદ્ભુત…….અદ્ભુત…….! જેમ કૂવા ના પાણી ને શુધ્ધ કરવા – બહાર ના પાણી ને કૂવામાં આવતા રોકવું પડે અને જે પાણી છે તેને શુધ્ધ કરવું પડે….તેમ આપણે જીવ ને શુધ્ધ કરવા – 10 ઇન્દ્રિય અને એક અંતઃકરણ- સર્વે નો આહાર….શુધ્ધ કરવો પડે…..તો જ બ્રહમરૂપ થવાય..!!!
સભાને અંતે જાહેરાત થઇ…..
- પૂ. અક્ષર જીવન સ્વામી ની કલમે- શ્રીજી ના ભક્ત રત્નો ની યાદી માં નવા પુસ્તક રજૂ થયા છે……
- આપણાં પરમ સંનિષ્ઠ કાર્યકર પ.ભ. કૌશિકભાઈ જોશી કે જેમણે અદ્ભુત PR કાર્ય કરી- વિવિધ ગુજરાતી અને અંગ્રેજી મધ્યમ ના મીડિયા માં જે- આપણાં સિધ્ધાંત…સત્પુરુષ અને સંસ્થા ના મહિમા ની જાણકારી પહોંચાડી..જગત સુધી પહોંચાડી છે ..તે માટે તેમનું જાહેર માં મોટેરા સંતો દ્વારા સન્માન થયું……..
તો આજની સભા- હમેંશ ની જેમ અદ્ભુત હતી……..જીવ ને આ સત્સંગ સભા ની લત લાગે અને કથા વાર્તા દ્વારા સત્પુરુષ ..શાસ્ત્ર ..સિધ્ધાંત..અને શ્રીજી નું સ્વરૂપ..માહાત્મ્ય અતિ દ્રઢ થાય તો બાકી શું રહે??? જીવ અચૂક બ્રહમરૂપ થાય…અને પરબ્રહ્મ નું અખંડ..શાશ્વત સુખ મળે…….!! ભવ ના ફેરા સહજ માં ટળી જાય…!!
અને એ કરવા માટે……..આત્યંતિક મુક્તિ માટે તો આ …………મનુષ્ય અવતાર મળ્યો છે…………!! તેને વિષયો જેવા ક્ષણ ભંગુર…..ક્ષુલ્લક વસ્તુ પાછળ વેડફાય?????
વિચારો…….
વિચારો……..
સદાયે ..” પ્રથમ શ્રીહરિ ને રે…….”
જય સ્વામિનારાયણ
રાજ