Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

મજબૂરી કા નામ મહાત્મામજબૂરી કા નામ મહાત્મા…આપણે રોજબરોજ જીવન માં જોઈએ જ છીએ…….જો કે અહી ગાંધી બાપુ ની વાત નથી…..ગાંધીજી તો એ સમયે દેશ ના હાલહવાલ જોઈને સત્યાગ્રહ ના પંથે મહાત્મા બનેલા…પણ આપણે તો મજબૂરી હોય તો જ મહાત્મા બનીએ છીએ……દિવાળી ગઈ……અને સાથે સાથે ઘણી મોટી જવાબદારી છોડી ને ગઈ……હવે તમને પ્રશ્ન થશે કે એવું તે શું થયું કે -અમે મજબૂર થઈ ગયા…?? અને મનેકમને મહાત્મા નો ઝંડો ઉપડયો…..?? તો………

…..એનો ઉત્તર જાણતા પહેલા આપણે જવું પડશે બે સદી પાછળ……સન 1848 ની આસપાસ ના સમય માં ..સ્થળ હતું યુરોપ…કે જ્યાં ગરીબ સ્કોટીશ ખેડૂતો- અંગ્રેજ જમીનદારો ની જમીન પર ખેતી કરતાં અને બદલામાં ભાડા પેટે – white mail કે સફેદ ભાડું- ચાંદી ના સિક્કા રૂપે અથવા તો black mail કે કાળું ભાડું- ચીજ વસ્તુ સ્વરૂપે ચૂકવતા…….પણ એ અંગ્રેજ જમીનદારો નો ચીજ વસ્તુઓ-ઢોર ઢાંખર માટે નો એટલો બધો મોહ કે – યેનકેન પ્રકારે …બિચારા ગરીબ ખેડૂતો ને જાસા માં લઈ- બમણા ભાડા પેટે Black mail – અર્થાત કાળું ભાડું પડાવતા…….અને પરિણામે શબ્દ આવ્યો – blackmail- કે જેનો આજકાલ વિસ્તૃત અર્થ થાય છે- કોઈ ને મજબૂર કરી ને યેનકેન પ્રકારે લૂંટવો…………..

Blackmail  એ કદાચ મનુષ્યની સમજણ નું વરવું સ્વરૂપ છે……જન્મ થી મરણ સુધી ની ઘટમાળ માં આપણે બધા એક યા બીજી રીતે…..પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે…લાગણીઓ થી લઈને અસ્તિત્વ ની લડાઈ સુધી……આ બ્લેક મેલ ..કે કાળા ભાડા નો શિકાર ……….બનતા રહીએ છીએ……….અને જીવન નું આ પાસું જ આપણનેઅન્ય જીવ સૃષ્ટિ થી અલગ બનાવે છે …..

હવે આવીએ મૂળ પ્રશ્ન પર……કે અમે ક્યાં લૂંટાયા??? કોણે blackmail કર્યા??? તો સાંભળો અમારી મજબૂરી……..અમારી જુબાની……….

અમારી સોસાયટી માં લગભગ 26 બ્લોક છે અને 692 ફ્લેટ્સ…….વચ્ચે મોટું પાર્કિંગ..સિટિંગ એરિયા…..અને ગાર્ડન તથા દરેક બ્લોક ના પોતાના પાર્કિંગ…..ટૂંક માં એક નાના નગર જેટલી વ્યવસ્થા અને તેની સફાઈ માટે સફાઈ કામદારો ની ફોજ……પણ પ્રશ્ન એ થયો કે- પૂરતો પગાર..બોનસ..વારે તહેવારે વધારા ના પૈસા આપવા છતાં – સફાઈ કામદારો ને લગભગ ડબલ પગાર જોઈતો હતો……જે સરાસર ખોટો હતો અને અમારી સોસાયટી એ ના પાડી……તો બધા સફાઈ વાળા એ ગ્રૂપ બનાવી- દિવાળી પહેલા બોનસ અને એડવાન્સ પગાર લઈ – કામ કરવા નું બંધ કરી દીધું…..કચરા ના ઢગ એમનાએમ રહેવા દીધા…..પરિણામ?? કચરો વધતો ચાલ્યો…..અને સમગ્ર સોસાયટી -બ્લોક્સ કચરા થી ઉભરાઇ ગયા……..પછી મજબૂરી એવી કે – એ સફાઈ વાળા ઑ બીજા કોઈ સફાઈ વાળા ને આવવા ન દે…કે કામ ન કરવા દે…..!! આ તો સરાસર blackmail જ કહેવાય…….કચરા ના ઢગ ખડકી ને સોસાયટી ને પોતાની મનધારી વાત મનાવવા માટે મજબૂર કરવું…….એ ક્યાં ની વાત કહેવાય???

પણ અમે પણ મક્કમ હતા…બધાએ નક્કી કર્યું કે- એક દિવસ બધા એ ભેગા થઈ સફાઈ યગ્ન કરવો…..સમય નક્કી  થયો..રૂપરેખા નક્કી થઈ અને કામ થયું….. માત્ર એક કલાક માં તો – દરેક પાર્કિંગ- ચોગાન સ્વચ્છ થઈ ગયા…….!! મજબૂરી કા નામ મહાત્મા….! …..જુઓ ફોટા …..


હવે સાર શું???

  • આપણે સાચા હોઈએ તો કોઈ ની ખોટી માંગણી સામે મક્કમ રહેવું……
  • ઝાઝા હાથ રળિયામણા……..બધા સાથે હોઈશું……સંપ હશે…એકમત હોઈશું તો ગમે તેવું કાર્ય પણ સહજ માં પાર પડશે..અને એટલા માટે જ અમારા ગુરુ મહંત સ્વામિ મહારાજ પણ સંપ નો મહિમા છડેચોક ગાય છે…….! સંપ હશે તો બધુ જ હશે…….
  • મજબૂરી ના નામે મહાત્મા પણ થઈ શકાય પણ ક્યારેક એની મજા પણ વિશેષ હોય છે……તો તેનો લાભ લઈ લેવો……..
  • સોસાયટી મોટી હોય…..સંપન્ન હોય તો – તેના મેનેજમેંટ બાબતે સ્પષ્ટ રહેવું…..જેમ બને તેમ – થોડાક પૈસા બચાવવા જેવા તેવા માણસો ના ભરોસે- સોસાયટી ની સગવડો ન સોંપી દેવાય…..કોઈ સારી એજન્સી ને સિક્યુરિટી અને સફાઈ નો કોન્ટ્રાક્ટ આપી શકાય….

….ટૂંક માં……સંપ હોય..સમજણ હોય …..સમય અને સાધન હોય તો- જલ્સા કરો યાર……મજબૂરી જાય તેલ લેવા….!!!

રાજ