સ્વામિનારાયણ હરે…..સ્વામીએ વાત કરી જે…
“….કોઈ કૂવે પડવા જાતો હોય તેને આડાં હજારો માણસ ફરે તો પડવા દે નહિ, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષયમાર્ગથી રક્ષા કરે…….
…… અને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડ્યું જોઈએ; તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ એ તો કઠણ નથી; જો આપણે એના થઈ જાઈએ તો તે આપણા થઈ જાય…”
————————–
અક્ષર વાતો-૨/૫૫
સત્સંગ માં પ્રગતિ ની ઉપરોક્ત વાત સાથે બાહ્ય જગતમાં ગ્રીષ્મ નું જોર યથાવત છે……તો સત્સંગ પણ હંમેશની જેમ યથાવત….કેસર ભીનો છે…..! આજની સભા માં એ કેસરિયો રંગ ભક્તિ બની છવાયો હતો….
અને જેનાં રાજીપા અર્થે આ બધુ છે…તેં જગતના નાથ નાં તમે દર્શન જુઓ તો સમજાય કે….એ સાંવરા ગુમાની ની છટા શુ છે…?? સારંગપુર ૧ નાં વચનામૃત માં કહ્યુ છે…તેમ આજના શ્રીજી નાં નીમિષ માત્ર નાં દર્શન માં અનંત બ્રહ્માંડ નું સુખ સમાઈ જાય તેવું હતુ…!!!
સભા ની શરૂઆત વિશિષ્ટ યજમાન…પ્રસિધ્ધ વૈષ્ણવ ગાયક….શાસ્ત્રીય ગાયક એવા પંડિતશ્રી નીરજ ભાઈ પરીખ જેવા વિદ્વાન ગાયક અને યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ ધૂન થી થયુ…..
ત્યારબાદ પંડિતશ્રી નીરજ ભાઈ પરીખ નાં અત્યંત કર્ણપ્રિય ..ઘૂંટેલા સ્વર માં…શાસ્ત્રીય સુંરાવલી સાથે..કબીર જી નું પદ.” સબસે ઉંચી પ્રેમ સગાઈ…” રજુ થયુ…..!! અદ્ભૂત…..અદ્ભૂત…!! સગાઈ તો એક હરિ ની જ સાચી…..કે જયાં જીવ હરિ નો જ થઈ જાય છે….!!!
ત્યારબાદ એમનાં જ સુરીલા કંઠે , બ્રહ્મ કવિ બ્રહ્માનંદ સ્વામી નું પ્રસિધ્ધ પદ…” રે શિર સાટે નટવર ને ભજીએ…” રજુ થયુ……! ખરેખર માથું તો એક હરિ માટે જ મુકવા જેવું છે….અને જેમણે આ કર્યું છે, તેં જ જીવન ને સાર્થક કરી ગયા છે….! ભક્તિ માર્ગ નું સાધન…સાધ્ય…અને માર્ગ આ જ છે…!
ત્યારબાદ તેમણે બિલવ મંગળ આચાર્ય રચિત પ્રસિધ્ધ સ્તોત્ર…” શ્રી કૃષ્ણ ગોવિંદ દામોદર માધવેતિ…” રજુ કર્યો…..!! સરગમ ની સુંરાવલી માં શ્રીજી ને ગૂંથી ને જે અમૃત તૈયાર થાય છે…..તેનુ બ્રહ્મ સુખ આજે સૌને આ પદ દ્રારા મળ્યું….! હરપળ હરિ….સદાયે…!!
પંડિત શ્રી નીરજ ભાઈ પરીખ નાં પિતાશ્રી પંડિત શ્રી કૃષ્ણકાંત પરીખ, યોગીજી મહારાજ નાં અત્યંત કૃપા પાત્ર હતાં…..અને આ ભક્તિ વારસો આજે પ્રત્યક્ષ દેખાય છે……
ત્યારબાદ શ્રીજી નાં ચંદન નાં વાઘા નાં મનમોહક દર્શન નો વિડીયો લાભ મળ્યો…..
ત્યારબાદ પુ. અક્ષર વત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા દ્રારા વચનામૃત અને સ્વામીની વાતો (૨/૫૫) પર આધારિત અદ્ભૂત પ્રવચન નો લાભ મળ્યો….જેનો સારાંશ માત્ર આપણે અહી જોઈશું….
- કલ્યાણ નો માર્ગ શ્રીજી એ વચનામૃત માં આપ્યો છે…..ગુણાતીત સ્વામીએ પોતાની અક્ષર વાતો માં પણ એ જ કહ્યુ છે…..સ્વભાવ, દોષ…રોજબરોજ નાં સંસાર નાં પ્રશ્નો…મોક્ષ માર્ગ નાં સાધનો ઇત્યાદિ સર્વે ને શ્રીજી એ વચનામૃત માં કહી છે….
- જીવન માં એકબીજા સાથે અનુકુળ થાતાં આવડે….એકબીજા ને વશ થઈએ…નમીએ તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય…….
- વ્યક્તિ નાં સ્વભાવ ઓળખી રાખવા….અને તેને સ્વીકારી …અનુકુળ થાવું…એકબીજા નું સન્માન જાળવવું….કોઈનું ઘસાતું ન બોલવું….અવગુણો ન ગાવા….
- દરેક ને એક હરિભક્ત ની દ્રષ્ટિ એ જુઓ….મહિમા સમજો…..આપણા ગુણાતીત ગુરુઓ એ સમગ્ર જીવન આ જ કર્યું છે….
- આપણે સામા વાળા નાં થશુ તો… એ આપણાં થઈ જશે……પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સૌના થઈ ને રહ્યાં છે…માટે જ જીવ માત્ર એમનાં થઈ ને રહ્યાં છે…..ગુણાતીત પુરુષો એ કોઇના અવગુણ જોયા જ નથી….
- મહંત સ્વામી મહારાજ ને જુઓ…..સદાયે દાસ ભાવે વર્તે છે….સૌના ગુણ જ જુએ છે….સૌનો મહિમા જ ગાય છે…એ ભાવે જ જુએ છે….આપણે પણ એમ જ કરવા નું છે….!!
અદ્ભૂત….અદ્ભૂત….! આ જો જીવન માં થાય તો જરૂર કલ્યાણ થાય….!
( ઉપરોક્ત પ્રવચન નું મોબાઇલ રેકોર્ડિંગ નીચેની લિંક પર ઉપલબ્ધ છે……ગુણવત્તા ઓછીવધું હોઇ શકે છે)
https://drive.google.com/file/d/1-0Rf5NhEy52WQ5WtkIMunSvrNipV5H-n/view?usp=drivesdk
- 27/5 સારંગપુર બાળ અધિવેશન છે…ઉતારાની…. સ્વામીશ્રી નાં દર્શન ની વ્યવસ્થા થાશે નહીં..
- રાયસન વિદ્યામંદિર માં હાયર સેકન્ડરી માં એડ્મીસન માટે સંપર્ક કરવો….
- આવતાં રવિવારે ભવ્ય કીર્તન આરાધના નું આયોજન છે….અચુક લાભ લેવો…
તો, આજની સભા અદ્ભૂત હતી……સંસાર હોય કે મોક્ષ ની વાત……જીવન કઈ રીતે જીવવું…એ આજની સભામાં થી શીખવા મળ્યું…..! એટલું આવડ્શે તો યે બ્રહ્મ માર્ગે આગળ વધાશે…એમા કોઈ શંકા નથી…!
અંતે સુરત માં અકાળે મૃત્યુ પામેલા વિદ્યાર્થી ઓ ની સ્મૃતિ માં સ્વામિનારાયણ ધૂન થઈ…….પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નાં આશ્વાસન…આશીર્વચન વિડીયો સંદેશ નો લાભ મળ્યો….સર્વે નાં સુખ શાંતિ માટે સ્વામીએ પ્રાર્થના કરી… સર્વે નું કલ્યાણ થાય….સર્વે ને શાંતિ મળે એ માટે શ્રીજી સ્વામી ને પ્રાર્થના…!!
સદાયે હરિ ને આગળ રાખો…..એ છે તો બધુ જ છે…એ જ સર્વસ્વ છે….
જય સ્વામિનારાયણ
રાજ