Raj Mistry's world

Me,my stories and world around….

BAPS રવિસભા- 14/07/2019

Leave a comment

साधवो हृदयं मह्यं साधूनां हृदयं त्वहम्।
मदन्यत्ते न जानन्ति नाहं तेभ्यो मनागपि॥

——————

भागवत -९.४.६८

અર્થાત- એવાં ભક્તો સદાયે મારા હૃદય માં રહે છે…અને હુ એમનાં હૃદય માં રહુ છું…..મારા ભક્તો મારા થી વધું જાણતા નથી….હુ પણ એમને ક્યારેય વિસરતો નથી…..

આવા ભક્તો નું જો લિસ્ટ બને તો આપણાં ગુરુ મહંત સ્વામી મહારાજ સર્વ પ્રથમ આવે કારણ કે એમની પરા ભક્તિ નો જોટો આ જગ માં મળે એમ નથી….

મેઘરાજા અમદાવાદ થી જાણે કે રુઠી ગયા છે…..મિડ જુલાઈ માં ભર ઉનાળા જેવી કાળઝાળ ગરમી ….અસહ્ય છે…..! હશે …હરિ ની જેવી મરજી…..!! આપણે તો એક એની મરજી પ્રમાણે જ જીવવા નું……એ રાખે તેમ હસતે મુખે રહેવા નું….કારણ કે “દાસ નો દુશ્મન હરિ કોઈ દી’ હોય નહીં……”

તો ઘણા સમય બાદ, વિવિધ કારણોસર સભા નો લાભ ન્હોતો મળ્યો….તેનો ભાર ઓછો કરવા સમય પહેલાં સભા માં પહોંચી ગયો….. અને સર્વ પ્રથમ….હા… જીવન માં સદાયે સર્વ પ્રથમ શ્રીજી મહારાજ નાં ધામ અને મુકતો સાથે નાં મનમોહક દર્શન….!!

ગુરુ પૂર્ણિમા ની પ્રતીક સભા એવી આ સભા ની શરૂઆત યુવકો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ….. સમગ્ર સભા એકતાર થઈ ગઇ…… ત્યારબાદ આજની સભા ને અનુરૂપ એક કીર્તન ” ગુરુદેવ નાં ચરણ માં કરી એ કરોડ વંદન….” રજુ થયુ….! આવા સમર્થ…સાક્ષાત અક્ષરબ્રહ્મ ગુરુ હોય તેનાં ચરણ માં તો કરોડો વંદન કરીએ તો યે ઓછાં છે….!!! ત્યારબાદ એક યુવકે ભક્ત રાજ વનમાળીદાસ રચિત પદ” વંદન ગુરુજી….વંદન મહંતજી” રજુ કર્યું…..ગુરુની સેવા માં રહેવા મળે… એમનો રાજીપો મળે… એનાં થી મોટી વાત કઇ હોઇ શકે??? ગુરુ નો રાજીપો જ જીવ નાં મોક્ષ નું કારણ છે….એમ શાસ્ત્રો કહે છે, એ સત્સંગ માં આવ્યાં પછી જીવ થી અનુભવાય છે…..

ત્યારબાદ પુ. શુભ કીર્તન સ્વામી એ એમનાં પહાડી સુર માં ” ગુરુ મળ્યા ગુણ વાળા …જી મુને ..” રજુ કર્યું…ગુરુ નાં પગલે ચાલવા થી જ જીવન માં અખંડ અજવાળું પથરાય છે, તેં કાઈ નાની સૂની વાત નથી…..! અનંત જન્મો થી જીવ માં ઘૂસેલા જગત ને કેવળ ગુરુ કૃપા એ જ દુર કરી શકાય છે….!

ત્યારબાદ આવા સતપુરૂશ નાં મહિમા નું ગાન કરતો એક અદ્ભૂત વિડીયો….” ધીરે ધીરે મહંત સ્વામી….તમારો નેહડો લાગ્યો….” રજુ થયો….! અદ્ભૂત વિડીયો જોઇ હૃદય ભરાઈ ગયુ…..મારા ગુરુ….સાક્ષાત અક્ષર છતા કેવો દિવ્ય દાસ ભાવ….અતુલ્ય નિર્માનીપણું…..એક નાનાં માં નાનો હરિભક્ત હોય કે સાક્ષાત ઠાકોરજી…..સ્વામી સદાયે દાસ ભાવે જ વરત્યાં છે…!!!

એ પછી પુ. અધ્યાત્મ પ્રિય સ્વામી એ સ્વામીશ્રી નાં પરા ભક્તિ નાં ગુણ વિશે વિશેષ માહીતી આપતાં કહ્યુ કે……સ્વામીશ્રી માટે હરિકૃષ્ણ મહારાજ જ સર્વસ્વ…!! એ મૂર્તિ નું અખંડ સુખ હરપળ લે છે….વિમાન માં ઠાકોરજી માટે AC નાં વેંટ ફેરવવા નાં હોય કે….તડકો રોકવા નો હોય….રાજકોટ જન્મ જયંતિ માં ઉદ્ઘાટન ની મીણબત્તી શ્રીજી ને ધરાવવા ની હોય….રોબિન્સ વિલે માં શ્રીજી ને ધરાયા પછી હાર સ્વીકારવા નો હોય……મંદીર માં વિપરીત પરિસ્થિતિ માં પણ દર્શન નો ઈશક…….સર્વે પ્રસંગો માં સ્વામીશ્રી ની પરા ભક્તિ કે જેમાં ” સદાયે પ્રથમ શ્રી હરિ” ભાવ નાં દર્શન થાય છે……! બધુ જ ભગવાન ની મરજી સમજી વર્તવું….બધુ જ ભગવાન અર્થે જ કરવું…..એ જ એમનાં જીવન નો સાર રહ્યો છે…….!

ત્યારબાદ પુ. પ્રેમવદન સ્વામી દ્રારા પ્રેમાનંદ સ્વામી રચિત અદ્ભૂત કીર્તન….” ગુરુ પરમેશ્વર રે….જે સેવે સાચે મને….” રજુ થયુ….! ગુરુ સાક્ષાત પરબ્રહ્મ …નું સ્વરુપ નજરું સમક્ષ છવાઈ ગયુ……સમગ્ર સભા આ મહિમા ગાન માં જોડાઇ ગઇ….!!

ત્યારબાદ પુ. બ્રહ્મ મુનિ સ્વામી દ્રારા ગુરુ મહિમા પર અદ્ભૂત પ્રવચન થયુ….જોઈએ એનો સારાંશ માત્ર..

  • લૌકિક કાર્ય હોય કે પરલોક નું કાર્ય…ગુરુ વગર કશુ જ શકય નથી…..ભણવા જેવી એકમાત્ર વિદ્યા ..બ્રહ્મ વિદ્યા ભણવા ગુરુ અનિવાર્ય છે..
  • વેદ વ્યાસજી એ કહ્યુ કે ધ્યેયો નારાયણો હરિ: …આમ, શાસ્ત્રો પણ કહે છે કે ગુરુ અને ભગવાન વગર જ્ઞાન જ નથી…..ભાગવત કહે છે કે આવા સાચા સંત નાં હૃદય માં હુ એટ્લે કે ભગવાન રહે છે….
  • આવા મોટા પુરુષ નું જીવન પણ શાસ્ત્રો કહે છે એમ સ્વયં શાસ્ત્ર સમાન હોય છે…..
  • આવા ગુરુ મળ્યા તો છે, પણ આપણે એમનાં માટે શુ કરવા નું છે?? જે કરવા નું છે એ- નિર્દોષ બુદ્ધિ, એમની આજ્ઞા માં દૃઢતા, એમની પ્રત્યેક ક્રિયા માં દિવ્ય ભાવ…મન ધાર્યું મુકી ગુરુ મરજી માં વર્તવા નું….બુદ્ધિ નહીં વાપરવા ની…. યુક્તિ પ્રયુક્તિ નહીં કરવા ની….બિન શરતી શરણાગતિ……સંપ,સુંહ્રદ ભાવ,એકતા નો ભાવ…નિયમ ધર્મ માં દ્રઢતા રાખવી…
  • દરેક સતપુરૂશ ની રીત અલગ છે….પણ હેતુ એક જ…જીવ ને શુદ્ધ કરી કલ્યાણ કરવું….
  • બસ….આપણે બધુ જ આવા ગુરુ ને સમર્પિત કરી રાજી કરવા નાં છે…..છેક દાદા ખાચર થી લઇને આજે પણ ઘણા ભક્ત રાજ આવુ જીવન જીવી ગયા છે…..
  • જેટલું આપણુ પાત્ર એમનાં દ્રારા ઘડાશે….એટલું જ વધું બ્રહ્મ નું સુખ આવશે…..

અદ્ભૂત….અદ્ભૂત પ્રવચન…! આમ જ જો ગુરુ નો મહિમા સમજાય અને એમનાં માં યથાર્થ જોડાવાય તો ભયો ભયો……

સભા ને અંતે જાહેરાત થઈ કે – પૂનમ ને દિવસ ચંદ્ર ગ્રહણ છે….16 તારીખે બપોરે 4 વાગ્યે વેંધ બેસશે….રાત્રે 1.30 વાગ્યા થી સવારે 4.30 સુધી આ ગ્રહણ ચાલશે…..તો સંતો ની આજ્ઞા મુજબ આપેલી સુચના ઓ નું પાલન કરવું……

અંતે ગુરુ પૂજન માં મંત્ર પુષ્પાંજલિ નો પ્રોગ્રામ થયો…..

આજની સભા સતપુરૂશ ને ઓળખવા ની… એનો મહિમા સમજવા ની હતી…..જો એ ઓળખાશે તો હરિ ક્યાંય દુર નથી…..

સમજતા રહેજો……સત્સંગ સમજણ જ છે…

જય સ્વામિનારાયણ….. પ્રથમ શ્રી હરી ને …

રાજ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s