Raj Mistry's world

Me,my stories and world around….


1 Comment

BAPS રવિસભા-18/08/2019

બ્રહ્મરૂપ થઈ ને પરબ્રહ્મ ને ભજવા એ જ સત્સંગ…..એ જ આત્યંતિક કલ્યાણ નો માર્ગ…..!!!!

શ્રાવણ માસ ધીરે ધીરે તેનાં અંત તરફ આગળ વધી રહ્યો છે, અને સાથે સાથે ભક્તિ…સત્સંગ પણ તેની સર્વોપરી કક્ષા તરફ ઉર્ધ્વ ગમન કરી રહ્યો છે….મેઘરાજા એ આ વખતે સર્વ ની પ્રાર્થના સાંભળી છે અને જીવ માત્ર ને હૈયા માં ટાઢક થઈ છે….જેની અસર આજકાલ સત્સંગ સભા ઓ માં દેખાય છે…..હરિભક્તો નો ઉત્સાહ સર્વોપરી છે….જેનો રંગ સદાયે ચડતો ને ચડતો રહે તેવી શ્રીજી સ્વામી ને પ્રાર્થના……

સૌપ્રથમ મારા વ્હાલા નાં મનમોહક દર્શન……!! 👌👌

સભા ની શરૂઆત યુવક મિત્રો દ્રારા ધૂન પ્રાર્થના થી થઈ…..

  • ત્યારબાદ એક યુવક દ્રારા ” સ્વામી સહજાનંદ મહારાજ…મારે હૃદયે રહેજો રે…” પદ રજુ કર્યું….જે આપણાં સૌના હૃદય નો જ એક રાગ છે……કે શ્રીજી આપણાં અંતર માં અખંડ રહે….અને એ જ બ્રહ્મરૂપતા નું લક્ષણ…!!!
  • એ પછી પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી એ બ્રહ્માનંદ સ્વામી નું અદ્ભૂત પદ “સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંત નાં…” રજુ કર્યું….ખરેખર, જીવ ને અનંત જન્મો થી વળગેલી માયા માં થી છૂટવા નો એક જ માર્ગ છે…સત્સંગ….!! એનો મહિમા જીવ માં દૃઢ થાય તો બાકી શુ રહે…?? સત્સંગ કરતાં ચાહે ગમે તેટલી વિપત આવે પણ સત્સંગ છૂટવો ન જોઈએ….!
  • એ પછી એક યુવક દ્રારા બ્રહ્માનંદ સ્વામી રચિત હિંડોળા નું પદ ” ઝુલત પ્યારે નવલ કિશોર ઘનશ્યામ….” ગવાયું….આ અદ્ભૂત ચરિત્ર પદ અને સ્ટેજ પર હિંડોળે ઝુલતા શ્રીજી સ્વામી ….વાહ…! અદ્ભૂત નજારો હતો….! આ છબી આઠો જામ અંતર માં રહે ….એટલે સહજ આનંદ હમેંશા રહે….
  • એવું જ એક પ્રેમાનંદ સ્વામી રચિત હિંડોળા નું પદ , એક યુવક દ્રારા ” ઝુલોં હિંડોળે વ્હાલા…નટવર…ધર્મ તણા લાલા..” રજુ કર્યું…! જોશીલું પદ….! …અદ્ભૂત…!

સારંગપુર યુવા અધિવેશન માં મુંબઇ નાં યુવકો દ્રારા બનાવેલી વચનામૃત આધારિત શોર્ટ ફિલ્મ ” સંસ્કાર” રજુ થઈ…..જગત નાં ચમક દમક વાળા વિષયો માં લોભ પામી સંસ્કારી યુવકો પણ ક્યારેક લપસી જાય છે….એ ન થાય એ માટે વચનામૃત, નિત્ય કથા વાર્તા ,સંત સમાગમ જીવન માં અનિવાર્ય છે….કુસંગ થી સદાયે દુર રહેવાય..એ માટે શ્રીજી ને પ્રાર્થના….! પુ. ગુરુ સ્મરણ સ્વામી એ આવી શોર્ટ ફિલ્મ જેવી ફિલ્મ બનાવવા યુવકો યુવતીઓ માટે વિશિષ્ટ વર્ક શોપ “ફોક્સ” અમદાવાદ માં યોજાયો હતો એનાં વિશે વિશેષ માહીતી આપી……તેમાં પ્રસિધ્ધ વિડીયો-ફિલ્મ ડાયરેક્ટર અરવિંદ બબલ પણ પધાર્યા હતાં તેમનુ આજે જાહેર માં સન્માન થયુ….એ સાથે એમનાં સહયોગી નું પણ સન્માન થયુ…. ! અરવિંદ બબલે પોતાના અનુભવ સભામાં વહેંચતા કહ્યુ કે…પોતે સત્સંગ માં આવતાં પહેલા ખૂબ જ સિગારેટ પીતા હતાં….કુટુંબ માં ખૂબ જ પ્રશ્ન હતા… પિતા સાથે બનતું ન હતુ ..અને જીવન માં સફળતા આવી તયારે એમનાં પિતા નો દેહાંત થઈ ચુક્યો હતો…પણ મહંત સ્વામી નાં દર્શન માત્ર થી આ દુખ પળ માં ભુલાઈ ગયું… સિગારેટ છૂટી ગઇ…સર્વ હૃદય નો ભાર છૂટી ગયો…! અદ્ભૂત….!!

ત્યારબાદ પુ. શ્રીહરિ સ્વામી એ પોતાના પ્રવચન માં “સત્સંગ નું સ્વરુપ અને મહિમા” વિશે જે વચન કહ્યા તેનો સારાંશ માત્ર અહીજોઈએ…

  • શ્રીજી નાં સમય માં સદ્ગુરુ પરમ ચૈતન્યાનંદ સ્વામી એ ગોપાળાનંદ સ્વામી નાં વચન થી પોતાનુ માન મૂક્યું…અને બોલ્યા કે…12 વર્ષ સદ્ગુરુ રહ્યો…12 વર્ષ ગુરુ રહ્યો…પણ સત્સંગી તો આજે થયો…..
  • પરમ ભક્તરાજ શિવલાલ શેઠ કે જેની પૂજા માં સાક્ષાત શ્રીજી પધારતા તેને ગઢડા આચાર્ય મહારાજ ની પધરામણી પછી ગુણાતીતાનંદ સ્વામી એ કહ્યુ કે …તારા જીવ સામે જોવું છું તો અડધો સત્સંગ દેખાય છે….
  • બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં લાડુ દાન ગઢવી તરીકે અનેક પ્રકાર નો માન મરતબૉ, ધન સંપત્તિ સેવકો છોડી ને ત્યાગાશ્રમ સ્વીકાર્યો….છતા શ્રીજી એ કહ્યુ કે….તમે ગુણ ભાવી છો….સાચા સત્સંગી તો પરવતભાઈ અને ગોરધન ભાઈ છે….
  • ભગતજી મહારાજે, સ્વામી પાસે માંગ્યું કે….મારો જીવ સત્સંગી થાય…..! આપણે વિચારીએ કે….આપણે શુ માંગી એ છીએ??
  • સત્સંગ ચાર/આઠ/બાર/સોળ આની હોઇ શકે….પંચ વર્તમાન માં દ્રઢતા ને શ્રીજી ચાર આની સત્સંગ કહે છે….આપણી ઇન્દ્રિયો આપણાં કાબુ માં આવે એને આઠ આની સત્સંગ કહેવાય…ઇન્દ્રિયો ને બાહ્ય જગત માં થી ખેંચી….એક ભગવાન માં જોડવા ની છે (ગ.પ્ર.8,18…) ઇન્દ્રિયો નો આહાર શુદ્ધ થાય તો અંતકરણ શુદ્ધ થાય…..અને એ પછી ગ્રંથિ ઓ ઓગળવા ની શરૂઆત થાય…માટે જ સંગ શુદ્ધિ જરુરી છે….
  • આપણો ધ્યેય સ્પષ્ટ જોઈએ….બ્રહ્મ રુપ થવું અને પુરુષોત્તમ ને ભજવા છે….મન,બુદ્ધિ,અહંકાર અને ચિત્ત- અંતઃકરણ નો સત્સંગ એ બાર આની સત્સંગ છે…..! જે પ્રાપ્તિ જીવ ને થઈ છે, તેનો દૃઢ ભાવ અને મનન નીદિ ધ્યાંસ આના માટે જરુરી છે…
  • સોળ આની સત્સંગ એટ્લે કે- અહં મમત્વ…દેહાભિમાન નો ત્યાગ…લોયા-૧૨ નાં વચનામૃત મુજબ બ્રહ્મરૂપ થઈ ને પરબ્રહ્મ ની ઉપાસના કરવી….એ જ સોળ આની સત્સંગ..!ગુણાતીત ને આપણે આપણું સ્વરુપ માની એ…આત્મા માની એ તો આત્મ નિષ્ઠા સહેજે દૃઢ થાય…. એમનાં ગુણ આપણાં માં આવે…બ્રહ્મ રુપ થવાય….
  • એ જ રીતે સત્સંગ નાં ઉપરોક્ત લેવલ ને આધારે ચાર પ્રકાર નાં હરિભક્ત છે- કાચ જેવા, માટી નાં વાસણ જેવા, તાંબા પિત્તળ નાં વાસણ જેવા….અને સોના નાં વાસણ જેવા…!!

જોરદાર પ્રવચન…!! આપણે હવે વિચારવા નું છે કે, આપણો સત્સંગ કયો છે?? ચાર આની કે આઠ આની…બાર આની કે સોળ આની?? એનાં પર થી આપણો સત્સંગ પુર્ણ થાય….સોળ આની થાય…એ માટે ખટકો રાખી મંડી પડવા નું છે…..આજ્ઞા, ઉપાસના માં શુદ્ધ…સાર ધાર રહેવા નું છે….ગુણાતીત ને આપણો આત્મા માની એમને મન કર્મ વચને રાજી કરી લેવા નાં છે……એટલું થાય તો સત્સંગ સફળ…સુફ્ળ…!!

સભા ને અંતે જાહેરાત થઈ કે…

  • 24 ઓગષ્ટ , જન્માષ્ટમી નો મહોત્સવ છે…..શ્રી કૃષ્ણ અને માનવીય સંબંધો પર અદ્ભૂત ઉજવણી થાશે…..રાત્રે 8.30 થી શરૂ થાશે…..આજ્ઞા મુજબ નિર્જળા ઉપવાસ ( ધારણા પારણાં વ્રત વાળા એ પણ કરવા નો છે) કરવા નો છે….
  • બાળકો માટે સ્વાધ્યાય પોથી પ્રગટ થઈ છે….

અદ્ભૂત સભા….!! જો એક એક શબ્દ જીવ માં ઊતરે તો જીવ જરુર બ્રહ્મરૂપ થાય….

સર્વને સાષ્ટાંગ દંડવત સહીત જય સ્વામિનારાયણ….

સદાયે પ્રથમ શ્રીહરિ…..

રાજ