Raj Mistry's world

Me,my stories and world around….


BAPS રવિસભા-01/12/2019

આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિષે જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભગવાનની ભક્તિ એ ચાર વાનાં જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય; અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે….

….અતિશય માહાત્મ્ય સહિત ભક્તિ ભગવાનને વિષે હોય તો એક ભક્તિને વિષે ત્રણે આવી જાય અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ન આવે. માટે, ‘ચાર વાનાંએ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય…….

ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે, “એવી અસાધારણ ભક્તિ શે ઉપાયે કરીને આવે?”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મોટાપુરુષની સેવા થકી આવે છે. તે મોટાપુરુષ પણ ચાર પ્રકારના છે: એક તો દીવા જેવા ને બીજા મશાલ જેવા ને ત્રીજા વીજળી જેવા ને ચોથા વડવાનળ અગ્નિ જેવા
…….

…..એવી રીતે એ ચાર પ્રકારના જે મોટાપુરુષ કહ્યા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટાપુરુષ છે, તેમની સેવા જો પોતપોતાના ધર્મમાં રહીને મન-કર્મ-વચને કરે તો તે જીવના હૃદયમાં માહાત્મ્ય સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અગ્નિ જેવા તો સાધનદશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે અને …..

વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધદશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે…. એમ જાણવું.
———————–
ભગવાન શ્રી સ્વામિનારાયણ- વચનામૃત-વરતાલ-3


…..આજે પહેલી ડિસેમ્બર…..અને આવા વડવાનલ સમાન એકાંતિક સિદ્ધ પુરુષ……બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ની 98 મી જન્મજયંતિ ઉત્સવ ની ભવ્ય ઉજવણી , નવી મુંબઇ ખાતે 4/12 ના રોજ થવાની છે…..એનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે….પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ ત્યાં બિરાજમાન છે…….યોગીબાપા કહેતા કે આવા સમૈયા ધામધૂમ થી કરવા …લાખો માણસ ભેગા થાય….એ સૌના દર્શન થાય…ભીડા ભક્તિ નો લાભ મળે….દેહ ના સ્વભાવ..વિષય ઘસાય…..સત્સંગ કથા વાર્તા ની છોળો ઉછળે…!!!! બસ, આ ઉત્સવ આટલા માટે જ છે….સત્પુરુષ જે આપણ ને પ્રાપ્ત થયા છે…તેનો મહિમા જો જીવ માં 1% એ ઘૂસશે તો ય જીવ નું રૂડું થશે….પછી આખેઆખી પ્રાપ્તિ ની વાત જ શી કરવી??

તો આજની સભા એના પર હતી….સૌપ્રથમ મારા વ્હાલા ના દર્શન…..


સભાની શરૂઆત પૂ. શુભકિર્તન સ્વામી ના બુલંદ સ્વરે ” જય અક્ષરપતિ પુરુષોત્તમ …..જય જય સ્વામી સહજાનંદ…” રજૂ થયું….ત્યારબાદ એમના જ સ્વરે….” આવો રે વ્હાલા…હું તો તમારા મોળીડા પર મોહી…..” પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તન રજૂ થયું…..અદભુત કીર્તન…!! શ્રીજી નું રૂપ..એની મોહકતા….કેવી હશે?? એનો વિચાર કરો…..! ત્યારબાદ એક યુવક ના કંઠે ” થાય છે જય જયકાર….” રજૂ થયું…….! એ પછી, પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ જોશીલું પદ ” મૂર્તિ મનોહર તારી..સુંદરવર શામળિયા….” દાસ છગન રચિત રજૂ થયું…..શ્રીજી ના વિવિધ અંગો ના અતુલ્ય શણગાર….એ પણ … પદ્ય સ્વરૂપે…..પછી બાકી શુ રહે??

ત્યારબાદ તા.22 થી 24 નવેમ્બર ના સ્વામીશ્રી ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો સરસ લાભ મળ્યો…..

https://youtu.be/rrj451dy1Dc

અદભુત વિડીયો…..!!

એ પછી, પૂ. દિવ્ય કિશોર સ્વામી એ પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ ના દિવ્ય ગુણો વિશે રસપ્રદ વિવેચન કર્યું…જોઈએ એનો સાર માત્ર…

 • ગ.પ્ર.67 માં શ્રીજી એ કહ્યું કે મોટા પુરુષ ને આ લોક ને વિશે પ્રીતિ ..વાસના જ નથી…એ તો માત્ર  એક ભગવાન માં જ લિન છે…મહંત સ્વામી મહારાજ માં આ જ દેખાય છે…
 • એક પળ પણ શ્રીજી ના વગર જતી નથી….ભલે નિર્જળા ઉપવાસ હોય કે મોટી ઉમર ને હિસાબે શારીરિક અશક્તિ….પણ શ્રીજી દર્શન વગર એક ક્ષણ ચાલતું નથી…
 • જેવી ભગવાન પ્રત્યે એમની તાલાવેલી છે…એવી જ પોતાના ગુરુ પ્રત્યે પણ છે….બાપા ના દર્શન સતત કરતા રહેતા….પોતાના ગુરુ ની જય પ્રથમ બોલાય…એ જ એમની અંતર ની આજ્ઞા…..પ્રાર્થના…! ગુરુ ના એક બોલે ..જીવન ના રસાસ્વાદ બદલી નાખ્યા….ગુરુ ને ગમે એ જ આપણ ને ગમે- એ જ મહંત સ્વામી ના જીવન ની ગુરુ ભક્તિ…દાસત્વ પણુ…!
 • આપણે પણ ગુરુ ના આ જ અક્ષર ગુણો ને આપણા જીવન માં ઉતારી બ્રહ્મરૂપ થવા નું છે…..

ત્યારબાદ પૂ. શ્રીહરિ સ્વામી જેવા વિદ્વાન અને અનુભવી સંત દ્વારા વચનામૃત અને સ્વામી ની વાતો ને આધારે ભક્તિ રીત વિશે રસપ્રદ પ્રવચન થયું….જોઈએ એનો સારાંશ માત્ર…

 • આપણો સંપ્રદાય શુષ્ક નથી….અહીં ભક્તિ એટલે ભગવાન ની પ્રીતિ એ સહિત…નિયમ ધર્મ સહિત ભક્તિ….! કારણ શરીર…સ્વભાવ ટાળી ને થતી ભક્તિ…

 • શ્રીજી આ નિયમ ધર્મ પોતાની સાથે અક્ષરધામ થી લઈને આવ્યા છે….જ્યાં ધર્મ હોય ત્યાં ભક્તિ હોય….અને જ્યાં ધર્મ ભક્તિ બંને હોય ત્યાં જ ભગવાન હોય…..
 • નવધા ભક્તિ માં પ્રથમ ભક્તિ – શ્રવણ ભક્તિ છે….સ્વામી કહેતા કે આ વાતું થી બ્રહ્મરૂપ થવાશે…..માટે જ કથા વાર્તા નો ઇશક અવશ્ય રાખવો….માત્ર શ્રવણ જ નહીં….એકાગ્રતા..મહિમા થી….જિજ્ઞાસુ થઈ..પ્રીતિએ સહિત શ્રવણ કરવું….જે શ્રવણ કરીએ તેનો નિદીદ્યાસ.. મનન કરવું….એ પ્રમાણે જીવવું.
 • મહિમા એ સહિત ભક્તિ કરવા થી હૃદય માં વૈરાગ્ય સહેજે આવે છે….પતિવ્રતા જેવી દ્રઢતા આવે છે….એક શ્રીજી માં જ દ્રઢ પ્રીતિ થાય….એમના સિવાય બીજો મન ભટકે જ નહીં…ચોંટે જ નહીં…….ભગવાન ના કોઈ ચરિત્ર માં મનુષ્ય ભાવ આવે જ નહીં..બધું દિવ્ય જ લાગે…..વરતાલ-૩ ના..19 માં વચનામૃત માં આ જ વાત કહી છે…
 • મોટા પુરુષ ઓળખાય…એમનો મહિમા સમજાય….દ્રઢ પ્રીતિ થાય…એમના ભક્તો ના દાસના દાસ થઈ ને રહે……હરિભક્તો નો મહિમા સમજે… સર્વે દિવ્ય લાગે….તો ભક્તિ સફળ…
 • આપણ ને આવા મોટા પુરુષ ની પ્રાપ્તિ થઇ છે…બસ હવે તેની પ્રતીતિ કરવા ની છે…..આવી સર્વોપરી ભક્તિ યુકતે થઈ બ્રહ્મરૂપ થવા નું છે….
અદભુત પ્રવચન………!! આવા હરીભક્ત થવાય તેવી શ્રીજી ને પ્રાર્થના……અંતે અમુક જાહેરાત થઈ……


શાહીબાગ મંદિરે, પણ આનું લાઈવ ટેલિકાસ્ટ થશે…..આવતા રવિવારે તેનો પ્રતીક ઉત્સવ, આ જ સભામાં ઉજવાશે…..

બસ, તો મળીએ મુંબઇ માં…….

સદાયે પ્રથમ શ્રી હરિ ને રે……

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

આજકાલ-28/11/2019

……??? શુ કહું?? જીવન માં અમુક પ્રશ્ન એવા હોય છે કે…ઘડીકવાર થાય કે આ પ્રશ્ન ઉભો જ કઇ રીતે થયો? ખરેખર …આવા પ્રશ્ન ની જરૂર હતી??? વગેરે…વગેરે……ચાલ્યા કરે….!આખરે જીવન ની વ્યાખ્યા જ એ છે કે…..જે અનિશ્ચિત છે..તે જીવન છે……! અને પ્રશ્ન ની માયાજાળ પર તો પ્રશ્નોપનિષદ  રચાયું છે…તો આપણે કઈ વાડી ના મૂળા??? 😊

છોડો હરિકથા…..અને ચાલો જોઈએ શુ ચાલે છે આજકાલ???

 • આજે દિવ્ય ભાસ્કર માં આવ્યું છે કે…” ઇન્ડોનેશિયા માં લગ્ન પહેલા 3 મહિના નો કોર્સ ફરજીયાત….ફેલ થાય તો લગ્ન નહીં કરી શકે…” 😊😊 હાહાહા….. મને વિચાર આવે છે કે ભારત માં આવું કર્યું હોય તો?? સાલું..પ્રશ્ન જ એવો છે કે ઊંધા થઈ જવાય…!! લગ્ન પહેલા બધે જ સારી સારી સ્કીમ ચાલતી હોય છે….અને જેમ જેમ લગ્ન માં સમય પસાર થતો જાય તેમ તેમ ચળકાટ ઉતરતો જાય અને બરછટ સપાટી ઉપર આવે અને તમને છોલી નાખે…!! ભારત માં લગ્ન ખાલી બે વ્યક્તિ વચ્ચે નથી થતો…પણ આખું ગામ એમાં ભળેલું હોય છે….આથી પ્રશ્નો એક તરફ થી નહિ પણ અણધારી દિશામાં થી યે આવી શકે….!! એમાં આવા કોર્સ ની શુ હાલત થાય…?? મારો હરિ જાણે….🙄🙄🙄
 • મહારાષ્ટ્ર માં ભવાઈ ની ભાંજઘડ– ખરેખર મહારાષ્ટ્ર ના લોકો ને જોઈ ને દયા પણ આવે છે ‘ને હસવું પણ…..!! બધા પક્ષ પોતપોતાની ચડ્ડી ઓ ધોવા મંડ્યા છે….ને બિચારી જનતા વિચારે છે કે મારા વોટ ની કિંમત શુ?? સૌથી મોટો પક્ષ જેની સાથે ચૂંટણી લડ્યો તે તેની સામે જ આજે ઉભી છે…..ચોથા ક્રમે ધકેલાયેલી પાર્ટી આજે જનતા ના માથે બેસી રહી નાચી રહી છે…..અને જનતા….???? હશે…. ઘણીવાર જનતા પણ પદાર્થ પાઠ ને લાયક જ હોય છે……ઠેબે ચડે તો જ લોકશાહી માં શુ કરવું..ન કરવું સમજાય…!!
 • ખેડુતો ની રામાયણ- સાલું….એક તર્ક શાસ્ત્ર સમજાતું નથી કે…..ઓછો વરસાદ પડે તો યે સરકારે વળતર આપવા નું……ને વધારે વરસાદ પડે તો યે ખેડૂતો ને વળતર આપવા નું…!! અલ્યા…જેમાં તમને નફો ન મળતો હોય તો એવો ધંધો બંધ કરી..બીજું કૈક કરો ને……જનતાના મફત ના પૈસે જલસા કરવા ને બદલે..!! પાછી દાદાગીરી કેવી…….કે અમારી મગફળી ભીની હોય કે સડેલી…….સરકારે તેને નિશ્ચિત ભાવે ખરીદવી જ પડશે…..નહીંતર આંદોલન કરશું…! ઓત્તા રી……કુદરતી આફત આવે કે તમારી અજ્ઞાનતા….પાક નિષ્ફળ જાય તો સરકાર જવાબદાર?? અને જો વળતર ન આપે તો સરકાર સામે દાદાગીરી થી બાંયો ચડાવવા ની??? ખેતી સિવાય ના કયા ધંધા માં આટલા બધા જલસા છે??? જનતા અહીં ટેક્સ ભરી ભરી ને મરી જાય ને…ખેતી નામે વેપલો કરતા ખેડૂતો એક પાઈ પણ ટેક્સ ચૂકવ્યા વગર……મફત નો વીમો….મફત નો લઘુતમ ભાવ….મફત નું વળતર…..ચાઉ થઈ જાય તેવી વગર વ્યાજ ની લૉન……મફત વીજળી…..વગેરે..વગેરે…..મેળવે છતાં ઉણા ને ઉણા….. રોતા ને રોતા…!! ખરેખર …ખેડૂતો ને આવી ટેવો પાડી….. વોટબેંક ની રાજનીતિ કરનાર પીંઢારાઓ ને છડેચોક લટકાવવા જોઈએ….!! ખેતી કરવી કોઈ સેવા નથી…..એ એક ધંધો છે…ધંધામાં નફો પણ હોય અને નુકશાન પણ હોય…..ખેડૂતો એ આ વાત સમજવી જોઈએ….જવાબદારી સ્વીકારવી જોઈએ….અને દેશ ને લૂંટવામાં નહિ…..એના ઘડતર માં યોગદાન આપવું જોઈએ…! ઘણા ખેડૂતો આજે વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી કરી લાખો રૂપિયા કમાય છે….દેશ નું નામ ઊંચું કરે છે……
 • અત્યારે ન્યુઝ ચાલે છે……ડુંગળી ના ભાવ આસમાને….!! ન્યૂઝચેનલ છેલ્લા અડધો કલાક થી આ ફાલતુ મુદ્દા પર ચર્ચાઓ કરી રહી છે…..શુ આટલું હલકું લેવલ છે આપણા મીડિયા નું??? દેશમાં બીજા અનેકો મુદ્દા છે ચર્ચા કરવા…પણ ડુંગળી….!!! ?? હદ થાય છે….એક ડુંગળી ના ભાવ વધારા ને લીધે જે દેશ ની સરકારો ને હલાવવા માં આવતી હોય…તે દેશ..તે દેશ ની જનતા નો…બસ ભગવાન જ મલિક છે….!!! 😢😢😢
 • ઠંડી…..ડિસેમ્બર શરૂ થવા નો છે…ને હજુ પંખા ચાલુ કરવા પડતા હોય તો શું વિચારવું??? મિત્રો કહેતા હતા કે…આ વખતે છેક માર્ચ સુધી ઠંડી પડશે……!! જો એવું થાય તો …કેરીઓ ક્યારે આવશે?? …હાહાહા…….જે હોય તે…..અત્યારે તો હરિ…ઠંડી નું બહાનું કાઢી….સવારે વહેલા ઉઠવા માં ચરિત્ર કરે છે…..!!!

બજાર માં મેથી ની ભાજી સરસ મળતી થઈ ગઈ છે………………તો શું??? શું એટલે…?? યાર…..ગરમાગરમ ગોટા બનાવવા ના….ને મસ્ત મજા ની કેપેચીનો કોફી….!!! મજ્જા ની લાઈફ….!!

કેફ માં રહેવું….કેફ માં રહેવું…..!

રાજ


BAPS રવિસભા- 24/11/2019

“…..બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું ને ત્યાં સુધી થાવો છે. ને એક એક સાધુની કેડ્યે લાખ લાખ માણસ ફરશે ત્યાં સુધી સત્સંગ થાવો છે.…”
————————-
અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૧/૯૦આજની સભા વિશિષ્ટ હતી. 4 થી ડિસેમ્બર, 2019 ના રોજ નવી મુંબઇ માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નો 98 મો જન્મજયંતી મહોત્સવ છે..અને 2021 માં આપણા અમદાવાદ ને આંગણે ભવ્યાતિભવ્ય…. સર્વોપરી…શતાબ્દી ઉત્સવ છે…એના ઉપલક્ષ માં આજની સભા હતી…


તો, સમય પહેલા જ હું સભામાં પહોંચી ગયો, અને જેના માટે આ બધું છે…એ મારા વ્હાલા ના સદાયે સર્વપ્રથમ… મનમોહક દર્શન…..


અદભુત શણગાર…! વિચારો તો ખરા કે પૂજારી સંતો ને આવા અદભુત શણગાર કરતા કેટલો સમય લાગતો હશે?? કેટલા ભાવ થી આ કાર્ય કરતા હશે..!! નવધા ભક્તિ નું ઉત્તમ ઉદાહરણ….!

સભા ની શરૂઆત યુવકો દ્વારા ધૂન પ્રાર્થના થી થઈ…ત્યારબાદ યુવકો દ્વારા ” કથા ગુણિયલ જેની ગુંજે છે જગત માં આજ..કોટી વંદન કરીએ પ્રમુખ સ્વામી મહારાજ…” પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા નું પદ રજૂ થયું…અડસઠ તીરથ જેના ચરણો માં છે…એવા સત્પુરુષ ના મહિમા ગાન માં મોળપ હોય?? ત્યારબાદ યુવક મિત્ર નીરવ વૈદ્ય ના મધુર કંઠે પ.ભ.વલ્લભ દાસ રચિત પ્રસિદ્ધ પદ” પ્રમુખ સ્વામી રે..તમારું નવખંડ માં નામ ઘરેઘર ગવાય છે…” રજૂ થયું. અદભુત પદ…!!

યુવકો દ્વારા ” પ્રમુખ સ્વામી નો જય હો..જય જય હો….” પદ રજૂ થયું.

ત્યારબાદ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ ના તા. 13 થી 15 નવે. ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…

https://youtu.be/Tzxxu0RsDIA

દાસ ના દાસ થાવું- એ જ સત્સંગ નો માર્ગ…..સુખ નો રાજ માર્ગ જે છેક ભગવાન પાસે પહોંચાડે છે….એ જ સ્વામીશ્રી ના અંતર નો રાગ…!

ત્યારબાદ અમેરિકા ના સત્સંગ ની જવાબદારી વહન કરતા પૂ. યજ્ઞ વલ્લભ સ્વામી ના મુખે , અમેરિકા માં આકાર લઇ રહેલા વિશાળ અને ભવ્ય અક્ષરધામ મંદિર વિશે માહિતી મળી….


તેમણે કહ્યું કે- આ બધું સર્જન મોટા પુરુષ અને ભગવાન ના સંકલ્પ થી થાય છે….104 હરિમંદિર અને 6 શિખર બદ્ધ મંદિરો અમેરિકા માં છે….અમેરિકા નું અક્ષરધામ એક વિશ્વ અજાયબી હશે……પ્રમુખ સ્વામી મહારાજ ના વચને, ત્યાંના હરિભક્તોએ વિકટ સંજોગો આવ્યા છતાં પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું…ACH ( automatic clearing house) થી લઈને એડવાન્સ ધર્માદો….પોતાની ટૂંકી આવક થી ઉપર જઈને સેવા….અંગત બચત આપી ને …પોતાની સંપત્તિ વેચીને પણ સેવા કરી છે….!! આ તો હરિ ની રીત છે…એને કોઈ એક દાણો પણ અર્પે તો સામે એ હજાર ગણું પરત આપે છે….માટે જ શ્રીજી એ સ્વયં કહ્યું છે કે ધર્મકાર્ય માટે વિચાર ન કરવો…..સેવા કરી લેવી…!! અદભુત સેવા….!!

વર્ષ 2021- માં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ભવ્ય ઉજવણી- અમદાવાદ માં થવા ની છે……તેના ઉપક્રમે એક સંવાદ રજુ થયો…પૂ.ધર્મજ્ઞ સ્વામી લેખિત આ સંવાદ ” ચાલો ઉજવીએ શતાબ્દી ઉત્સવ” અદભુત હતો…


2021 માં 33 દિવસ નો ભવ્ય ઉત્સવ આપણાં અમદાવાદ ને આંગણે થવાનો છે….અને અમદાવાદી હરિભક્તો તન મન ધન થી આ મહોત્સવ માં સેવા અર્થે જોડાવા થનગની રહ્યા છે……!BAPS નો ..સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય નો ઇતિહાસ સમર્પણ ની જીવંત નિશાની છે…..ભગવાન, મોટા પુરુષ ના રાજીપા અર્થે હરિભક્તો યા હોમ થઈ ગયા છે…..પોતાનું સર્વસ્વ કૃષ્ણાર્પણ કર્યું છે…..અને આ પરંપરા આજે પણ આપણા હરિભક્તો માં દેખાય છે…..આ ઉત્સવ માટે આપણે આવનારા બે વર્ષ આ રીતે જ જીવન નું કૃષ્ણાર્પણ કરવાનું છે….! મોજશોખ…વધારા ના ખર્ચ બંધ કરી…જે બચત થશે એ ભગવદ અર્થે વપરાશે તો સ્વામી શ્રીજી રાજી થાશે….રજાઓ નું યોગ્ય આયોજન…સમય નું આયોજન અત્યાર થી જ કરવા નું છે…..!! સમગ્ર સભા નો ઉત્સાહ અદભુત હતો…..શતાબ્દી મહોત્સવ ના જય કારા થી સમગ્ર સભા ખંડ ગુંજી ઉઠ્યો……!!!!!

આ ઉત્સવ ની તૈયારી અત્યાર થી જ શરૂ થઈ ગઈ છે….તેની વાત કરતા અમુક હરિભક્તો એ કહ્યું કે- અત્યાર થી જ બે માસ ની રજા ઓ મુકવી પડે તો ઘર ખર્ચ માટે, અન્ય ખર્ચ માટે બચત કરવા/રીકરીંગ કરવા નું અત્યાર થી જ શરૂ કર્યું છે….

આ જ મહોત્સવ ના આયોજન ઉપલક્ષ માં પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે……

  • આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે આપણ ને બધું જ આપ્યું છે….સર્વોપરી જ્ઞાન, સિદ્ધાંત, સત્સંગ….સર્વોપરી મંદિરો…સર્વોપરી સાધુઓ આપ્યા છે….અમદાવાદ ના ઘરેઘર બાપા પધાર્યા છે…સ્મૃતિ આપી છે…
  • અખંડ શાંતિ તો એક ભગવાન માં જ છે….બાપા એ આ અમૂલ્ય …અમાપ સુખ આપણને આ સત્સંગ માં આપ્યું છે……એમના માટે જે કાંઈ આપણે કરીએ એ ઓછું જ છે…..
  • આપણે તન મન ધન થી આ દુર્લભ સેવામાં જોડાવા નું છે…..અને સ્વામીશ્રી નો મહિમા બીજા ને કહી આ સેવા ને જીવમાત્ર સુધી પહોંચાડવા ની છે…..બધા ને આ સેવામાં જોડવાના છે….
  • આજથી 80 વરસ પહેલાં મણીભાઈ સલાડ વાળા…ચંપકભાઈ બેંકર…સારીંગ વાળા મનુભાઈ ..વિગેરે હરિભક્તો એ પોતાનું સર્વસ્વ અર્પણ કરી, શાસ્ત્રીજી મહારાજ ની સુવર્ણ તુલા કરી હતી…અને ટીકા કારો ને સેવાનો..સમર્પણ નો મહિમા સમજાવ્યો હતો….એવો જ મોકો આજે આપણ ને પ્રમુખ સ્વામી મહારાજ ના જન્મજયંતી મહોત્સવ રૂપે મળ્યો છે…..એને વધાવી લેવાનો છે….મોકો ચુકતા નહિ…
  • કોઈ મોળી વાત કરવા ની નહિ……બળ રાખી ને સેવા કરવા ની…ભગવાન એમાં ભળશે….. સર્વોપરી સુખ આવશે….બધાએ આમાં જોડાવા નું છે….ખોટા ખર્ચ બંધ કરી, ભગવાન ના માર્ગે ખર્ચ કરવું…..સ્વામી શ્રીજી અચૂક રાજી થશે……સ્વામી ના ઉપકાર ચૂકવી શકાય એમ નથી…..
  • ભવ્ય ઉત્સવ કરવા નો છે…..સ્વામી નો જયજયકાર થાય….સર્વેને સર્વોપરી સુખ આવે ..સર્વનું કલ્યાણ થાય એ માટે આ ઉત્સવમાં જોડાવા નું છે.

ત્યારબાદ અમુક જાહેરાત થઈ…..મુંબઇ જન્મજયંતી મહોત્સવ મર્યાદિત જગ્યામાં ઉજવવા નો છે..માટે અહીંના સર્વ એ આસ્થા ટીવી પર લાઈવ લાભ લેવો…..

ખરેખર, ઊંડાણ થી વિચારીએ તો સમજાય કે સત્સંગ ની…સત્પુરુષ ની આપણા પર કેટલી મોટી કૃપા છે….! જો સત્પુરુષ ન હોત તો આપણ ને આ સત્સંગ નો મહિમા જ ન હોત….જીવ ના કલ્યાણ નો માર્ગ ધૂંધળો હોત…….આપણે ભટકતા જ હોત…! એ તો એમની પરમ કરુણા કે આપણને મોક્ષ નો માર્ગ સહજ મળ્યો………! બિન ગુરુ જ્ઞાન નહીં….બિન ગુરુ નહિ મોક્ષ……!!

એમના માટે આ જીવન પણ ઓછું પડે……

જય સ્વામિનારાયણ

રાજ


BAPS રવિસભા- 17/11/2019

ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી.”
———————
શ્રી સ્વામિનારાયણ ભગવાન- વચનામૃત-ગઢડા પ્રથમ 71


આજે નેનપુર પ્રસાદી ના સ્થાને ( દેવજી ભક્ત વાળું) અમારે સત્સંગ સ્નેહ મિલન હોવાથી સાંજે શાહીબાગ મંદિરે સભામાં મોડો પહોંચ્યો…..આથી આજની સભા આંશિક છૂટી ગઈ….છતાં શ્રીજી ના આજના મનમોહક દર્શન….


( પૂ.સરલચિત સ્વામી એ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના મહિમા પ્રસંગો નું નિરૂપણ કર્યું એ અહીં થી સાંભળી શકાશે….

https://drive.google.com/file/d/18s2f6-Fb_Ir-CnhubNVNErhwgU-zrJ__/view?usp=drivesdk )

મેં સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે સ્વામીશ્રી ના 12-13 નવેમ્બર ના દિવ્ય વિચરણ નો વિડીયો દર્શન ચાલી રહ્યું હતું….

ત્યારબાદ હમણાં જ અન્નકૂટ ઉત્સવ ની ભવ્ય ઉજવણી શહીબાગ મંદિરે થઈ…..તેમાં અદભુત સેવા કરનાર અન્નકૂટ સેવકો એ પોતાના અનુભવો વહેંચ્યા…. જોઈએ એનો સારાંશ…

 • સત્સંગ માં નવા હો કે જુના…જો સત્સંગ જીવ માં દ્રઢ હોય તો સત્પુરૂષ અને ભગવાન ના રાજીપા અર્થે શુ ન થાય???
 • મોટા ભાગ ના મનુષ્ય( ગુણભાવી..મુમુક્ષુ…બિન સત્સંગી) સારા જ છે….અને આપણા સત્પુરુષો નો પ્રભાવ એવો છે…શ્રીજી ની મૂર્તિ એવી છે કે બધા એમાં સહજ જ ખેંચાય….અને સેવામાં પણ સહજ જ જોડાય…..માટે બસ જે પ્રાપ્તિ આપણ ને થઈ છે…એનો ગુલાલ કેમ ન કરીએ!! જીવ માત્ર ને કલ્યાણ નો અધિકાર છે..માટે એ માટે નો માર્ગ જો આપણા થકી એમને મળશે તો પણ એક મોટી સેવા થશે…..
 • આ સેવામાં સર્વ નો સંપર્ક કરવા નો હોવા થી…સેવકો ને સારા નરસા અનુભવ થયા છે…એમના સ્વભાવ ની કસણી થઈ છે….દોષ કપાયા છે…..અને ભગવાન માટે પોતાનો અહમ બાજુ પર મૂકી સેવા કરવા નો ગુણ આવ્યો છે…
 • આપણે સેવા લેવા જતા નથી…પણ એમને સેવા નો મોકો આપવા જઈએ છીએ- આ વાત જીવ માં દૃઢ થાય તો બધો સંકોચ શરમ છૂટે…..


અદભુત સેવા…..!!

ત્યારબાદ પૂ.ઈશ્વર ચરણ સ્વામી એ પણ આ સેવાનો મહિમા કરતા કહ્યું કે….

 • સેવાની આ પરંપરા છેક શ્રીજી મહારાજ ના સમય થી ચાલતી આવે છે……દરેક જીવ ને એક ભગવાન માં જોડવા….એ જ એનો હેતુ અને ધ્યેય….!!
 • જોગીબાપા કહેતા કે ..ખેતરો ખાલી પડ્યા છે….મંડી પડો….! અર્થાત…અસંખ્ય જીવ છે જેમને ભગવાન નો યોગ નથી…માટે એમને એ યોગ કરાવવો એ મોટી સેવા છે…ગુણાતીત પુરુષોએ આ જ કર્યું છે….આપણે પણ એ જ કરવા નું છે….અન્નકૂટ સેવા અને દર્શન જે કરશે તેના સર્વ સંકલ્પ પૂર્ણ થશે….જીવ માં ભગવાન બેસશે…સત્સંગ નો યોગ થશે.
 • આ સેવા થકી આપણા સ્વભાવ દોષ ટળશે…આપણો સત્સંગ દ્રઢ થશે….વધશે…નિશ્ચય..મહિમા સ્પષ્ટ થશે ..દ્રઢ થશે..વધશે…
 • આ સત્સંગ…સત્પુરુષ દુર્લભ છે…સર્વોપરી છે…ચિંતામણી છે….માટે સત્સંગ સિવાય બધું ન્યુન છે..એમ સમજી મહિમા સાથે આ પ્રાપ્તિ બીજા ને પણ કહેવી..

અદભુત પ્રવચન….!!

ત્યારબાદ અન્નકૂટ સેવા માં વિશેષ યોગદાન આપનાર તમામ અન્નકૂટ સેવકો નું જાહેર માં સન્માન થયું….

અદભુત સભા…….!! બસ સર્વ ને આમ જ પ્રેરણા મળતી રહે….સેવા અને સત્સંગ નું સદાયે પ્રાધાન્ય રહે….સત્સંગ જીવ માં દ્રઢ થતો રહે….બીજા ને પણ એના મહિમા ની વાત કરતા રહી એ એ જ સ્વામી શ્રીજીને હૃદય થી પ્રાર્થના…!!

જય સ્વામિનારાયણ

સદાયે પ્રથમ શ્રી હરિ ને રે….

રાજ


1 Comment

ચાલ ને જરાક…….

મારુ કવિ હૃદય જાગી ઉઠ્યું છે…..ચાલો સાથે વહીએ…..

ચાલ ને ભાઈ….કૈક વાત કરી લઈએ,
હાથ ખિસ્સામાં થી બહાર કાઢી, થેંક્યું કરી લઈએ….0


બુમાબુમ શુ કામ નાહક ની કરવી,
ચાલ ને કૈક વિવાદ વચ્ચે થોડોક સંવાદ કરી લઈએ….0


હું કરું ..હું જ કરું….એમ મિથ્યા રટણ છોડી,
ચાલ ને થોડોક નિમિત્ત ભાવ ભજવી લઈએ…..0


જગત પાછળ તો ઘણું ભાગ્યા હો “રાજ”
ચાલ ને જરાક અંતર માંહી હરિ ને શોધી લઈએ…..0

હરિ …”હરિ” ની શોધમાં..

રાજ


2 Comments

BAPS રવિસભા- 10/11/2019

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

“વાસનાની નિવૃત્તિ થયાનો એવો શો જબરો ઉપાય છે જે એક ઉપાયને વિષે સર્વે સાધન આવી જાય?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,“જેને

–શ્રદ્ધા તથા

–હરિ અને હરિજનનાં વચનને વિષે વિશ્વાસ તથા

–ભગવાનને વિષે પ્રીતિ તથા

—ભગવાનના સ્વરૂપનું માહાત્મ્ય

એ ચાર વાનાં જેના હૃદયમાં હોય તેની વાસના નિવૃત્ત થઈ જાય છે……તેમાં પણ જો એક માહાત્મ્ય અતિશય દ્રઢ હોય, તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ એ ત્રણ દૂબળાં હોય તો પણ મહાબળવાન થાય છે….; અને માહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તો પણ અંતે નાશ થઈ જાય છે. જેમ દસ-બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષયરોગ થાય, પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહીં; તેમ જેને માહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થતી થતી નાશ થઈ જાય છે.અને જેના હૃદયમાં માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તો પણ તેના હૃદયમાં સર્વે આવે છે….. અને જો માહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયમાં નથી, તો શમ-દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નહીં જેવા જ છે; કેમ જે, અંતે નાશ પામી જશે. માટે એક માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે…

…..તે માટે …..માહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું મહામોટું અચળ સાધન છે.”

————————

વચનામૃત- સારંગપુર-૫

સર્વને સૌપ્રથમ તો વિક્રમ સંવત ૨૦૭૬ ના નવા વર્ષ ની અઢળક શુભેચ્છાઓ……! કારણ કે મારા માટે નવા વર્ષ ની પ્રથમ સભા આજે હતી…..અને એનો ઉત્સાહ પણ બેવડો હતો…..સત્સંગ સભા માં અનેક મિત્રો ને નવા વર્ષ માં પ્રથમવાર મળવા નો ઉત્સાહ….અને સભામાં જીવ ને સત્સંગ સાથે જોડવા નો ઉત્સાહ…..!આથી જ સમયસર સભામાં પહોંચી ને સૌપ્રથમ મારા વ્હાલા ના અદભુત દર્શન….!

અદભુત દર્શન…..!સભાની શરૂઆત પૂ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના મધુર કંઠે “સ્વામિનારાયણ સ્વામી…..” ધૂન થી થઈ…..બધા એકતાર થઈ ગયા….ત્યારબાદ એમના જ મુખે..પ્રેમાનંદ સ્વામી રચિત પ્રેમ ભર્યું પદ ..” શ્યામલળા ચાલો ધીરા….” રજૂ થયું…! ખરેખર, પ્રેમાનંદ સ્વામી ના એક એક પદ માં શ્રીજી માટે નો તેમનો અનન્ય પ્રેમ….અતુલ્ય સ્નેહ….અમૂલ્ય ભાવ ટપકે છે…..! આજે ભગતજી મહારાજ ની અંતર્ધ્યાન તિથિ છે તેથી સ્વામી ના જ સ્વરે…” માંગો માંગો ભગતજી આજ…જે માંગો તે દઈએ…” રજૂ થયું…..આ પદ માં ભગતજી મહારાજ ના વૃતાંત થી એ સમજવા નું છે કે….મોટા પુરુષ પાસે શુ માંગવા નું છે??? જીવ નું કલ્યાણ મોટું કે દેહ નું ??? ભગતજી એ અનાદિ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી પાસે ત્રણ વર માંગ્યા….એમાં એક વર હતું….મારા જીવ ને સત્સંગી કરો…!! આપણે પણ જીવ માં એ સમજવા નું છે…દ્રઢ કરવા નું છે….સત્સંગ જીવ નો કરવા નો છે…! ત્યારબાદ રણછોડ ભક્ત રચિત અત્યંત બળ ભર્યું કીર્તન…” જે દુઃખ થાય તે થાજો રે…રૂડા સ્વામીને ભજતાં….” રજૂ થયું….! વચનામૃત માં સ્વયં શ્રીજી એ કહ્યું છે કે જે જીવ ને કલ્યાણ નો ખપ છે….એના થી શુ ન થાય?? બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ ના કઠિન સમય માં , કેવળ સ્વામી શ્રીજી ને રાજી કરવા અસંખ્ય હરિભક્તો એ પોતાનું સર્વસ્વ સ્વામી ના ચરણે અર્પી દીધું….અને કલ્યાણ ના અધિકારી થઈ ગયા…!!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ભાઈબીજ ના દિવસે રાજકોટ પધાર્યા તેના ભવ્ય દર્શન નો લાભ સર્વે ને મળ્યો…

ત્યારબાદ પૂ. અધ્યાત્મ પ્રિય સ્વામી દ્વારા ” પ.પૂ.મહંત સ્વામી મહારાજે નૂતન વર્ષે આપેલી અણમોલ ભેટ…” વિષય પર વાત કરતા કહ્યું કે…એક અદભુત પત્ર ની ભેટ સ્વામીશ્રી સર્વ ને આપી છે…

સ્વામીશ્રી એ અનેક વાર…વારંવાર…એક જ વાત સર્વે ને આજ્ઞા રૂપે કરી છે….એ છે સંપ….! સંપ તો ભગવાન નું દૈવત છે….સત્પુરુષ નો આરામ…..સ્વાસ્થ્ય…..રાજીપો છે….સંદેશ છે…! સંપ માટે તો સત્પુરુષ ત્રણ ત્રણ માળ ચડી ને હરિભક્તો પર રાજીપો વરસાવી શકે છે…!!! કોઈ અબોલા તોડી ભેગા થાય તો સત્પુરુષ સ્વયં તેને પગે લાગે છે….!! સંપ થી એ રીઝે છે…અને અક્ષરધામ આપે છે….! તો હવે આપણે વિચારવું કે..સત્પુરુષ ને રાજી કઈ રીતે કરવા??અદભુત પ્રવચન…!

ત્યારબાદ કોઠારી પૂ. આત્મકીર્તિ સ્વામી એ સારંગપુર ૫ ના વચનામૃત પર અદભુત પ્રવચન કર્યું…જોઈએ એનો સારાંશ માત્ર…

 • આપણા માં અઢળક વાસના સ્વભાવો પડ્યા છે…પણ મહારાજ નો નીર્ધાર છે કે મારા ભક્ત માં તલમાત્ર કસર રાખવી નથી….સર્વ ને નિર્વાસનીક કરી પોતાના ધામ માં લઇ જાવા છે. જીવે બસ દાખડો કરવા નો છે…
 • ગ.પ્ર.18, ગ.મ.50, ગ.મ.45 વગેરે વચનામૃત માં આ જ વાત શ્રીજી કહે છે…અને જીવ કેમ સુખીયો થાય..એના માર્ગ વચનામૃત માં બતાવ્યા છે….
 • પ્રગટ સત્પુરુષ ને પોતાનો આત્મા માનવો એ દશમી ભક્તિ છે….એમ યોગી બાપા કહેતા…સત્પુરુષ જ નિર્વાસનીક થવા નો માર્ગ બતાવી શકે…ભગવાન નો યથાર્થ મહિમા કહી શકે……લોકોને લૌકિક પદાર્થો નો મહિમા સમજાય છે, પણ ભગવાન નો મહિમા નથી જણાતો……માટે જ જો આત્યંતિક કલ્યાણ નો ખપ હોય તો સત્પુરુષ થકી શ્રીજી નો સર્વોપરી મહિમા સમજી લેવો…..
 • સત્સંગ માં જેને ભગવાન નો…સંતો હરિભક્તો નો મહિમા જેટલો મોટો જણાય તેટલો તે મોટો…..એમ મહંત સ્વામી મહારાજ કહે છે…..અને એક વાર જો આવો મહિમા સમજાય પછી કશું બાકી ન રહે….
 • સત્પુરુષ નો મહિમા જ્ઞાને સહિત સમજાય પછી એમના માટે શું ન થાય?? અબ્દુલ કલામ સાહેબ પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા સમજ્યા તો લખ્યું કે….હવે મારે કશું કરવા નું બાકી નથી….!!
 • આજે ભગતજી મહારાજ ની અંતર્ધ્યાન તિથિ છે….એમના જીવન થી આપણે એ સમજવા નું છે કે….ભગતજી એ સ્વામી ને ઓળખ્યા…એમનો મહિમા જીવ માં દ્રઢ કર્યો…અને એમના વચને જીવ ને ..દેહ ને સ્વામી ને સમર્પિત કરી, સ્વામી ને રાજી કરી લીધા…..પરિણામે સ્વામી એ એમને બ્રહ્મત્વ બક્ષ્યું…એમના માં અખંડ રહ્યા….

માટે જ મોટા પુરુષ ને રાજી કરી નિર્વાસનીક થઈએ….મહારાજ સ્વામી ને રાજી કરી લઈએ…

ત્યારબાદ આજકાલ ખૂબ જ ગંભીર રીતે ફેલાતા ડેન્ગ્યુ – રોગ વિશે AMC માં સેવા આપતા ડો.મેહુલ આચાર્ય એ….આ રોગ ને ફેલાતો અટકાવવા ખૂબજ અગત્ય ની માહિતી બધા ને આપી….! થોડીક સાવધાની, જ્ઞાન, માહિતી અને સ્વચ્છતા રાખીએ તો ડેન્ગ્યુ ને મહાત કરી શકાય….અંતે અમુક જાહેરાત થઈ….

 • દેવદિવાળી ના રોજ અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં ..સંસ્કારધામ માં…અન્નકૂટ યોજાશે…વધુ જાણકારી માટે જે તે મંદિર નો સંપર્ક કરવો..

આમ આજની સભા….અદભુત જ્ઞાન થી સભર હતી…..જીવ જો સત્પુરુષ ના સંગે મહિમા સભર જ્ઞાન થી યુક્ત થાય તો જરૂર એ બ્રહ્મરૂપ થઈ શકે….શ્રીજી ને ભજવા લાયક થઈ શકે…અને આપણે જો જન્મ મરણ ના ચક્ર માં થી છુંટવું હોય…અખંડ સુખ શાંતિ જોઈતી હોય તો….આમ કર્યા સિવાય છૂટકો જ નથી……

બ્રહ્મ નો આ રાજમાર્ગ આપણી સામે જ છે……એના પર ચાલવું કે ન ચાલવું? એ આપણે નક્કી કરવા નું છે….

સદાયે…..પ્રથમ શ્રીહરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

G ફોર જૂઠ…..

??? …વિચારમાં પડી ગયા ને…!! હારું….આવું કેમનું?? આજે સવારે હરિ વેકેશન નો મહિમા ગાતા ગાતા છાપું વાંચવા નો પ્રયત્ન કરી રહ્યો હતો….સાથે સખો ક્રિશ એની સાથે હતો….

હરિ બોલ્યો….પપ્પા આ શું લખ્યું છે??

હું…” જૂઠ”

હરિ…ક્રિશ ઇંગ્લિશ માં જૂઠ ને કઈ રીતે લખાય?

ક્રિશ….”મને શું ખબર??”

હરિ…”G ફોર જૂઠ…… એમ લખાય…”

હું….” G ન આવે J ફોર જૂઠ આવે…..”

હરિ…..” એમ ન હોય….G ને જી કહેવાય તો જૂઠ નો “જ” આવે તો G ન લખાય??”

,🤔🤔🤔🤔🤔🙄🙄😄😄😄

શુ કહેવું?? મને ભવ્ય ભૂતકાળ ની ચુપકે ચુપકે ફિલ્મ નો ધર્મેન્દ્ર અને ઓમપ્રકાશ નો ડાયલોગ યાદ આવી ગયો…..જુઓ લિંક…હાહાહા..

હહાહાહા….

ખરેખર English is a funny language…..you can walk english…you can talk english….!!

😃😃😃🤓🤓🤓😂😂

રાજ