Raj Mistry's world

Me,my stories and world around….


BAPS રવિસભા-08/03/2020

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અમે એક પ્રશ્ન પૂછીએ છીએ.” પછી મુનિ બોલ્યા જે, “પૂછો, મહારાજ!”

પછી શ્રીજીમહારાજે પૂછ્યું જે,

“ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે, તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે. ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થી હોય અને અવતાર ધર્યા વિના જીવનાં કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિષે પણ એટલું અસમર્થપણું આવે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવનાં કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? એ પ્રશ્ન છે.” પછી મોટા મોટા સંત હતા તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજીમહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજીમહારાજે આશંકા કરી તે સર્વેના ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા જે, “હે મહારાજ! એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય.”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે,

…….ભગવાનને વિષે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધિન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઇચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે……. અને તે ભક્ત હોય તે સ્થૂળભાવે યુક્ત છે અને દેહધારી છે, માટે ભગવાન પણ સ્થૂળભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે; અને પોતાની સામર્થીને છપાડીને તે ભક્ત સંગાથે પુત્રભાવે વર્તે છે અથવા સખાભાવે વર્તે છે અથવા મિત્રભાવે વર્તે છે અથવા સગાંસંબંધીને ભાવે વર્તે છે, તેણે કરીને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી……. પછી જેવી એ ભક્તને ઇચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યા નું પ્રયોજન છે …..

…….અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે

——————————

વચનામૃત-કારીયાણી 5

ગઈ 3 રવિસભા ઓ નો લાભ હું સંસાર ની વ્યસ્તતા વચ્ચે ન લઈ શક્યો…..જીવ નો જાણે કે એક ભાગ કોરો પડી ગયો….કારણ કે હવે તો સત્સંગ એ જ જીવ નું પોષણ છે અને જો એનાથી દૂર રહેવાય તો, એની અસર તો દેખાવા ની જ…!! અહીં તો હરપળ હરિ….હરક્ષણ હરિ…જેવું જીવન જીવવા ની ખેવના છે…..પછી બાકી કેમ રહે??

આજે સમયસર સભામાં પહોંચી ગયા અને ફાગણ ને રંગે જાણે કે રંગાયેલો મારો નાથ….એના ધામ..મુકતો ના દર્શન જીવ ને સંતૃપ્ત કરી ગયા….ચાલો તમે પણ તૃપ્ત થાઓ…

સભાની શરૂઆત યુવકો દ્વારા સ્વામિનારાયણ ધૂન અને પ્રાર્થના થી થઈ….એક યુવક મિત્ર દ્વારા બ્રહ્માનંદ સ્વામી રચિત” મારા મંદિરે પધારો માવા રે….” પદ રજૂ થયું…..દરેક જીવ નો ઉમળકો હોય છે કે જીવને અખંડ શાંતિ સુખ મળે…અને એ તો કેવળ શ્રીજી મહારાજ ને જીવ માં સ્થાપવા થી જ મળે…..પણ પ્રશ્ન એ કે શ્રીજી જીવ માં / જીવરૂપી મંદિર માં ક્યારે અખંડ બિરાજે?? ઉત્તર છે…જીવ પંચવિષય થી શુદ્ધ થઈ….નિર્વિકલ્પ થઈ..બ્રહ્મરૂપ થઈ એક શ્રીજી માં જોડાય તો જ આ થાય…!! અદભુત પદ….!

ત્યારબાદ એક યુવક દ્વારા ભક્તરાજ ખોડા ભગત દ્વારા રચિત ” માંગો માંગો ભગતજી આજ….” પદ રજૂ થયું……અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીત સ્વામી એ દેહ ને ચુરા કરી નાખે એવી અતુલ્ય સેવા થી પ્રસન્ન થઈ ભગતજી મહારાજ ને વર માંગવા કહ્યું….એ પ્રસંગ નું પદ્ય સ્વરૂપ અહીં રજૂ થયું….અને ભગતજી એ જે માંગ્યું એ સત્સંગ ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે કોતરાઈ ગયું….” મારો જીવ સત્સંગી થાય…” એ જ વર આપણે પણ માંગવા નું છે….દુનિયા ના સુખ તો આવશે ને જશે…બસ જીવ નું સુખ સદાયે સાથે રહેશે…!! અને એ પછી એક યુવક દ્વારા આવતા બે દિવસ માં આવનાર ફુલદોલ ઉત્સવ ના પ્રતીક રૂપે…પ્રેમાનંદ સ્વામી રચિત….” રંગ કી ધૂમ મચાઈ રંગ ભીને સાવરે….” પદ રજૂ થયું અને ગઢડા ની ગલી ઓ માં સંતો હરિભક્તો પર રંગો ની વર્ષા કરતા એ રંગભીના કેસરિયા વર ની છબી મનો ચક્ષુ સમક્ષ પ્રગટ થઈ ગઈ…..!! ત્યારબાદ એક યુવક દ્વારા વનમાળી દાસ રચિત ” મેડી એ ડંકા વાગે ભગતજી ની…..” એ ચડતા રાગ માં ગવાતું પદ રજૂ થયું….

ત્યારબાદ આવનારા રંગોત્સવ ઉપલક્ષ માં પ્રેમસખી દ્વારા રચિત પ્રેમભીનું પદ ” હોળી આઈ રે…આઈ રે…..” રજૂ થયું….અને ફાગણ રંગ બની ને હૃદય પર છવાઈ ગયો….!! વિચારો કે શ્રીજી ના સમય માં રંગોત્સવ નો શો આનંદ…શી મોજ હશે???

ત્યારબાદ પ્રગટ ચરીત્રામૃત પ્રસંગ કથન હેઠળ પૂ.સરલ ચિત્ત સ્વામી એ પ્રગટ ગુણાતીત પુરુષ મહંત સ્વામી મહારાજ ના પ્રસંગો વર્ણવ્યા……એમણે કહ્યું કે- સત્પુરુષ ના પ્રસંગો ના પાન થકી જીવ નું કલ્યાણ થાય છે…ઠાકોરજીની સેવા ની સ્મૃતિ હોય કે..સદાયે ઠાકોરજી ને આગળ રાખી વર્તવાનું હોય….જન્માષ્ટમી ના નિર્જળા ઉપવાસ હોવા છતાં 71-71 દંડવત કર્યા હોય…કે પોતાના ગુરુ ની જય પ્રથમ બોલવા ની હોય…સ્વામીશ્રી પળેપળ એક સ્વામી શ્રીજી માટે જ જીવ્યા છે……! સૌને ભગવાન ભજવા ની જ વાત કરી છે….! આવા સર્વોપરી ગુરુ આપણ ને મળ્યા છે…એનો કેફ રાખીએ…..!

ત્યારબાદ આણંદ ખાતે 1 માર્ચ ના રોજ સ્વામીશ્રી ની સાકર તુલા થઈ હતી એના દિવ્ય વિડીયો દર્શન નો લાભ મળ્યો…..

અદભુત…..અદભુત…..!!

ત્યારબાદ પૂ.બ્રહ્મ મુનિ સ્વામી ના મુખે વચનામૃત-કારીયાણી 5 પર આધારિત પ્રવચન થયું….જોઈએ એનો સારાંશ માત્ર…..

 • ભગવાન ની કૃપા અપરંપાર છે…..વાતો, દર્શન,મળવું અને પ્રસાદ- આ ચાર પ્રકારે ભગવાન પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે…..બસ ભગવાન ની આ કૃપા ને ઓળખતા આવડવું જોઈએ…શ્રીજી મહારાજ ના વિવિધ ચરિત્ર, શારીરિક લક્ષણો જોઈએ ને પળભર માં અનેકો વિદ્વાનો ત્યાગશ્રમ સ્વીકારી સાધુ બન્યા…..
 • પોતાના ભક્તો ના મનોરથ…સંકલ્પ પુરા કરવા શ્રીજી મહારાજે મનુષ્ય ચરિત્ર કરી સર્વ ને અઢળક સુખ આપ્યું……તેમના જેવા થઈ…એમની વચ્ચે રહી એમના સર્વ મનોરથ પૂર્ણ કર્યા……એ જ રીતે એમના આધ્યાત્મિક અનુગામી ગુણાતીત પુરુષો એ પોતાના ભક્તો ને રાજી કરવા …એમના સંકલ્પ પુરા કરવા….પોતાના દેહ સામે…ભીડા સામે જોયું નથી…..
 • ભગતજી મહારાજનો ભાદરોડ નો પ્રસંગ હોય….કે શાસ્ત્રીજી મહારાજ નો જીવા ભગત પ્રત્યે નો પુણ્યપ્રકોપ હોય…..નિર્ગુણ સ્વામી સાથે ના મીઠા ઝગડા હોય…..યોગીબાપા નો યુવકો પ્રત્યે પ્રેમ હોય…..કે પ્રમુખ સ્વામી ના નાના માં નાના હરિભક્તો ની કાળજી રાખવા ની ટેવ હોય….He has the heart where whole world can live…..એવું એમના વિશે કહેવાતું…..!! અને આજે મહંત સ્વામી મહારાજ નું નિર્માની પણુ જુઓ……અતુલ્ય નિર્માની પણુ….એમની બધી જ ક્રિયા કેવળ અને કેવળ હરિભક્તો ને રાજીપા અર્થે જ …!
 • હવે આપણે સામે- એમને રાજી કરવા ની પાત્રતા કેળવવા ની છે….એમની આજ્ઞા મુજબ શતાબ્દી ની સેવામાં સાંગોપાંગ જોડાઈ જવું…..

સભાને અંતે જાહેરાત થઈ કે…..

 • આવતા મંગળવારે ગઢડા માં વચનામૃત દ્વિશતાબ્દી ઉત્સવ કેવળ ત્યાંના હરિભક્તો માટે જ છે…પણ એ પ્રસંગ નું live webcast આપણી સંસ્થા ની live.baps.org પર થી જોઈ શકીશું…..
 • સંસ્થા ના બીમાર સંતો માટે ધૂન થઈ….

આજની સભા નો એક જ સાર- જો ભગવાન અને એના સંત આપણા સુખ માટે ….આપણા મનોરથ પુરા કરવા …પોતે મનુષ્ય રૂપે , અનેક કષ્ટો વેઠી ને જીવ્યા….તો સામે આપણે શું કરી શકીએ?? બસ, એમની આજ્ઞા માં સારધાર રહેવું……જીવન ના પ્રત્યેક પળ કે ક્રિયામાં એમના રાજીપા નો જ વિચાર કરવો…!!

જીવ ને સત્સંગી કરવો…..એમના સાચા ભક્ત થવું….!!

તૈયાર છો ને??

સદાયે પ્રથમ શ્રીહરિ ને રે……!

જય સ્વામિનારાયણ

રાજ


BAPS રવિસભા- 09/02/2020

“…..વાતું કરવાથી માખીમાંથી સૂર્ય થાય ને સૂર્યમાંથી માખી થાય, જો વાત કરતાં આવડે તો……. ‘વાતન કી વાત બડી કરામત હે.’ ….

…….આ સર્વે સત્સંગ વાતે કરીને કરાવ્યો છે, ને આ સર્વે વાતે કરીને છે બીજું કાંઈ નથી…..”

———————–

અનાદિ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૫/૩૧૬

આજે પૂનમ હતી અને હૃદય ..મન સવાર થી જ શ્રીજી મહારાજ ના દર્શન ની તાલાવેલી એ તત્પર હતા……આથી સમય પહેલા જ સભામાં પહોંચી ગયો અને સૌપ્રથમ મારા વ્હાલા ના અતિ મનમોહક દર્શન…….” ચિતડું ચોરાણું એની શોભામાં….”…

ચાલો….એનો ગુલાલ કરીએ….

આજની સભા માં પ્રખર વક્તા….અતિ વિદ્વાન અને બાપા ના અત્યંત કૃપાપાત્ર એવા સદગુરુ પૂ.વિવેકસાગર સ્વામી નું ” પારિવારિક શાંતિ અભિયાન” પર પ્રવચન હતું….તેની પ્રતિક્ષા સાથે સભા ની શરૂઆત યુવકમિત્રો દ્વારા સ્વામિનારાયણ ધૂન થી થઈ…..ત્યારબાદ એક યુવક દ્વારા ” આજ શ્રીજી મહારાજ ભલે આવિયા રે…..” ભક્તરાજ નારાયણ દાસ દ્વારા રચિત અદભુત કીર્તન રજૂ થયું…..અને મનોચક્ષુ સમક્ષ કેસરભીનો જાણે કે સાક્ષાત પ્રગટ થઈ ગયો…..!

એ પછી એક યુવક દ્વારા ” હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી…….” દેવાનંદ સ્વામી રચિત પદ રજૂ થયું. સાચી વાત….એક હરિ સિવાય બીજું કોઈ હિતકારી છે જ નહીં….!! જીવ આ બ્રહ્મસત્ય જેટલું જલ્દી સમજે ..એટલું જ જલ્દી કલ્યાણ થાય છે….!!! ત્યારબાદ એક યુવક મિત્ર દ્વારા , શાસ્ત્રીય ઢાળ પર આધારિત…” દેખી છબી સાંવરી…” પ્રેમાનંદ સ્વામી રચિત અવધી ભાષાનું પદ રજૂ થયું…….અને મારો સાંવરિયો… હૃદય માં …સર્વ શણગાર સહિત….એક હાથ માં રેશમી રૂમાલ…બીજા હાથમાં ગુલાબ ના પુષ્પ સાથે… હિંડોળે બિરાજી મંદ મંદ હસી રહ્યો હતો…..!!

ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ના 29 જાન્યુઆરી, 2020, ના દિવ્ય વિચરણ નો વિડીયો દર્શનનો અદભુત લાભ મળ્યો…

અદભુત….અદભુત….!!

એ પછી સદ્દગુરુ પૂજ્ય વિવેકસાગર સ્વામીએ ” પારિવારિક શાંતિ અભિયાન” પર પ્રવચન કરતા કહ્યું કે….( જોઈએ સારાંશ માત્ર)

 • ભગવાને સમગ્ર સૃષ્ટિ ની રચના કરી….મનુષ્ય ની રચના કરી..કે જે વિચારી..સમજી ..વર્તી શકે….એને બધું આપ્યું….પણ પરમ શાંતિ, ભગવાને પોતાના ચરણારવિંદમાં રાખી……
 • એલેક્સઝાંડર, નેપોલિયન હોય કે મોટા મોટા મહારાજા હોય કે શાસકો….પણ પરમ શાંતિ એમને ક્યાંય મળી નહોતી….Life is nothing but a painful pleasure….!!
 • માટે જ સાચું સુખ તો ભગવાન ના ચરણ માં છે..કે સાચા સંત ના સમાગમ માં છે…..!! બસ…સાચા સંત ને ઓળખવા ના છે…એમનામાં યથાર્થ જોડાવા નું છે….
 • સાચા સંત ને ઓળખવા માટે ના ત્રણ લક્ષણ…૧) એમના ગુરૂ ને જાણવા..૨) એમના શિષ્ય કોણ..? એ જાણવું…૩) એ જે બોલે તે પ્રમાણે જીવે છે?? એ જાણવું…..!! અને આવા સંત આપણ ને મળ્યા….પ્રમુખ સ્વામી મહારાજ…!! આપણો હાથ દૂધપાક માં પડ્યો છે…..ઘેંસ માં નહિ…!! એનો કેફ રાખવો….
 • પોતાના દેહ ની પરવા કર્યા વગર સ્વામીએ લાખો ના જીવન પરિવર્તન કર્યા….લાખો પરિવારો માં શાંતિ આવી…..લાખો ના અંતરમાં અજવાળા કર્યા…..
 • શ્રીજી એ વચનામૃતમાં કહ્યું છે કે જે આપણ ને મળ્યું છે…એ બીજા ને ન આપીએ તો એ પ્રાપ્તિ શુ કામ ની?? માટે જ આવા પુરુષ ની પ્રાપ્તિ આપણ ને થઈ છે ..તેનો બીજા સાથે ગુલાલ કરવો….બીજા ને કરવી….અને એ જીવ ને બ્રહ્મ ને માર્ગે ચડાવવો તો બ્રહ્માંડ ઉગાર્યા નું પુણ્ય મળે…!! આપણા ગુણાતીત ગુરુઓ એ અપાર કષ્ટો સહન કરી ને પણ આ જ વાત જગત માં કરી છે…..અનંત જીવો ના કલ્યાણ કર્યા છે…..ચાલો…આપણે પણ એ જ કાર્ય ને આગળ ધપાવીએ…..
 • આપણે તો બસ….સ્વામી ના મહિમા ની જ વાત કરી જીવ ને સત્પુરુષ સમક્ષ મોકલવા નો છે….બાકી નું બધું તો એ સંભાળી લેશે….ચાર લીટી ની એક વાત થી …સાંકરી નું આજનું ભવ્ય શીખરબદ્ધ મંદિર રચાયું…..સત્સંગ વિશાળ થયો….!! આપણે માત્ર નિમિત્ત બનવા નું છે……કાર્ય તો મહારાજ સ્વામી કરશે…!!
 • ગભરાવવા નું નહિ…..આત્મવિશ્વાસ રાખવા નો….આવા ગુણાતીત પુરુષ ની પ્રાપ્તિ નો..મહિમાનો કેફ રાખવો……અને વાત કરવી…! સમય કાઢવા નો….આવી તક જીવન માં ફરીથી નહિ મળે…..લ્હાવો લૂંટી લેવો…!!આપણે અમદાવાદ વાળા યજમાન છીએ…..સમયદાન કરવું…..એ જ કરોડો ની સેવા છે…એ જ તન મન ધન ની સેવા છે..!! પાછા પડવું નહિ….મોળી વાત કરવી નહીં..અહીં ફાયદો ફાયદો જ છે….કોઈ ખોટ જ નથી…કોઈ અપમાન કરે તો આપણા ગુણાતીત ગુરુઓ નું જીવન જોઈ લેવું…..નિષ્ફળતા મળે કે સફળતા….ડગવા નું નહિ…!!!…લાભ અચૂક લેવો…
 • આવી સેવા ચાલુ થશે તો બધે જ આપોઆપ પારિવારિક શાંતિ સ્થપાઈ જશે….કારણ કે અહીં પ્રગટ સત્પુરુષ બિરાજે છે…….તે જ સર્વ કાર્ય આપણા માં રહી કાર્ય કરશે…..!! આ દુર્લભ તક છે..કારણ કે બાપા નો શતાબ્દી ઉત્સવ ફરીથી આવશે નહિ…..!! શ્રીજી સ્વામી નો આ જીવ માત્ર ને સત્સંગ કરાવવાનો સંકલ્પ છે……!! આ અભિયાન થી ચારેકોર શાંતિ સ્થપાશે…….

If you can not see this chirbit, listen to it here https://chirb.it/cF7CNp

Check this out on Chirbit

તો….તમે પારિવારિક શાંતિ અભિયાન માં જોડાવા તૈયાર છો ને??? આ સુવર્ણ મોકો ફરીથી નહિ આવે…..લાભ લઇ..જીવન સફળ કરી લેવું…!!

ત્યારબાદ પૂ.ઇશ્વરચરણ સ્વામી એ પણ પોતાના આશીર્વચન માં કહ્યું કે…..આપણો આ સર્વે સત્સંગ…વાતો થી જ થયો છે……આપણા ગુણાતીત પુરુષો એ દિન રાત જોયા વગર અક્ષર પુરુષોત્તમ ની વાતો જ કરી છે……અને જીવો ને સત્સંગ માં જોડી ને કલ્યાણ કર્યું છે….! આફ્રિકા નો વિશાળ સત્સંગ એ આનું એક ઉદાહરણ છે…..માટે જ વાત કરવામાં આપણે પાછા પડવું નહિ….! આપણ ને કોણ મળ્યા છે?? એ તો વિચારો….એનો મહિમા સમજાશે તો આપણો પોતાનો સત્સંગ દ્રઢ થશે……જીવ સત્સંગી થશે…..બીજા ને જીવના કલ્યાણ નો માર્ગ મળશે…! કથાવાર્તા થી જ જીવમાં રૂડા ગુણ આવશે…….કલ્યાણ થશે….તો ચાલો ..અંતર થી આ અભિયાન માં ભળીએ…..સર્વનું રૂડું થશે……પ્રમુખ સ્વામી નો મહિમા જગત માં ફેલાશે…..!!!

તો આજની સભા નો સાર હતો……વાતો…ગુણાતીત વાતો…..ગુરુ ના મહિમા ની વાતો….!! જીવ ને બળિયો કરવો હોય…..બાપા ને રાજી કરવા હોય તો આવો મોકો ફરીથી નહિ આવે…….!!

આખરે પોતાના જીવ ના કલ્યાણ ની વાત છે……..!! કોઈ મોળી વાત નહિ……..બસ મન મૂકી ને આ અભિયાન માં જોડાવા નું છે…….

તૈયાર છો ને…..!!

સર્વસ્વ…એક હરિ કાજે….એના ધારક સત્પુરુષ કાજે….!

જય સ્વામિનારાયણ……

સદાયે પ્રથમ શ્રીહરિ ને રે…….

રાજ


BAPS યજ્ઞપુરુષ પ્રાગટય ઉત્સવ રવિસભા-02/02/2020

“…મારો જન્મ મંદિરો કરવા થયો છે…….અક્ષર પુરુષોત્તમ મહારાજ કાજે શ્વપચ ના ઘરે વેચાવું પડે તો યે ઓછું છે……”
————————
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

આજની સભા વિશિષ્ટ સભા હતી . વસંત પંચમી ના શુભ દિને મહેળાવ ગામે પ્રગટેલા બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે , શાસ્ત્રોક્ત …શ્રીજી નો હૃદયગત…સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ને જગત સમક્ષ મૂર્તિમંત કર્યો અને જીવમાત્ર ના કલ્યાણ ના માર્ગ ને સહજ કર્યો…..આજે દુનિયાના 70 થી વધુ દેશોમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજમાન છે…..અને આ જ સિદ્ધાંત ના ડંકા આજે બ્રહ્માંડ માં ગુંજે છે……!! એમના આ પ્રતીક પ્રાગટય દિન ના દિવસે આપણે સંકલ્પ કરવો જોઈએ કે જે સિદ્ધાંત માટે શાસ્ત્રીજી મહારાજે અપાર કષ્ટો વેઠયા….એ સિદ્ધાંત ને જગત ના ખૂણે ખૂણે પહોંચાડશું…..એના માટે જીવી જશું…!!

તો આજની સભામાં સદાયે પ્રથમ– મનમોહક દર્શન ..મનોહર ના….! એમાંયે શ્રી ઘનશ્યામ મહારાજ ના ફૂલો ના વાઘા ના દર્શન કરો…..અદભુત…અદભુત…!!


સભાની શરૂઆત પૂ. શુભ કીર્તન સ્વામીના બુલંદ સ્વરે ” જય અક્ષરપતિ પુરુષોત્તમ…..” ધૂન થી થઈ….! અદભુત….!
ત્યારબાદ એમના સ્વરે જ ” શાસ્ત્રીજી મહારાજ નો સંગ ..ભાઈ મને ભાગ્યેજ મળ્યો છે…..” રસિક દાસ દ્વારા રચિત કીર્તન રજૂ થયું.
ત્યારબાદ યુવક નીરવ દ્વારા ” ગાથા ગાઓ આજ યજ્ઞપુરુષ ની….શાસ્ત્રીજી મહારાજ ની…”રજૂ થયું…!! આ અમર..અક્ષર ગાથા એવા મહાપુરુષ ની છે કે જેણે એક શ્રીજી સ્વામી ના રાજીપા કાજે …એક સિદ્ધાંત ના પ્રવર્તન ને કાજે પોતાના દેહ ને…સમગ્ર જીવન ને કૃષ્ણાર્પણ કરી દીધું….!!!! આ દેહ થકી ભગવાન કાજે શુ ન થાય??? એનો જીવંત ઉત્તર …એમના જીવન થકી મળે છે…

ત્યારબાદ એક વિડીયો ના માધ્યમ થી સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત …..એનો વેદો અને દર્શનો માં ઉલ્લેખ….સ્વયં શ્રીજી એ પ્રબોધેલું આ દર્શન….એના માટે શાસ્ત્રીજી મહારાજે કરેલો દાખડો રજૂ થયો……શાસ્ત્રીજી મહારાજ ના જીવન ના ચાર વાક્યો હતા…જેના પર વિવિધ સંતો એ ટૂંકા વિવરણ શાસ્ત્રીજી મહારાજ ના જીવનપ્રસંગો દ્વારા આપ્યા…..

એ વાક્યો હતા…
1) આ મુંડાવ્યું છે…તે અક્ષર પુરુષોત્તમ કાજે મુંડાવ્યું છે….( ટૂંકું પ્રવચન- પૂ. ધર્મ તિલક સ્વામી) ( સંવાદ- ગોંડલમાં મધ્ય ખંડ માં અક્ષર પુરુષોત્તમ માં પધરાવ્યા એ પ્રસંગ)

2) અક્ષર પુરુષોત્તમ માટે આપણે શ્વપચ ના ઘેર વેચાવું પડે તો પણ ઓછું છે….( પૂ.સંત-અજ્ઞાત )

3) આપણે તો અક્ષર પુરુષોત્તમ ના બળદિયા છીએ…..( બાળકો દ્વારા નૃત્ય, પૂ.સંત- વિવેક મુનિ સ્વામી)  ( પદ્ય સંવાદ..બોચાસણ છોડ્યા પછી શાસ્ત્રીજી મહારાજ ના સંતો ના જે અપમાન થયા..દુઃખ પડ્યા તેના પર.)

4) અક્ષર પુરુષોત્તમ ની વાત કોઈ મારા માથા પર બેસી ને કરે…તો યે ઓછું છે…( પ્રવચન- પૂ.દિવ્ય કિશોર સ્વામી) ( સંવાદ- પ્રોફ. જેઠાલાલ સ્વામિનારાયણ ના પાત્ર દ્વારા અમદાવાદ ની પારાયણ….)

દરેક વાત પછી પૂ.સંતો દ્વારા પ્રવચન…અને પછી એને લગતો એક સંવાદ / અને વીડિયો પણ રજૂ થયો….


છેલ્લે યુવકો દ્વારા જોશ થી ભરપૂર નૃત્યાંજલી – આજ યજ્ઞપુરુષ ને દ્વાર નોબત વાગે રે લોલ…….રજૂ થઇ….આજે આ સભામાં સદ્દગુરુ પૂ.ત્યાગ વલ્લભ સ્વામી હાજર હતા……સમગ્ર સભાએ તેમનું ઉત્સાહ થી સ્વાગત કર્યું…..

ત્યારબાદ પ.પૂ.ઇશ્વરચરણ સ્વામીએ પણ પોતાના આશીર્વચન માં કહ્યું કે …શાસ્ત્રીજી મહારાજ નું સમગ્ર જીવન અલૌકિક છે…..ઉપરોક્ત ચાર સૂત્રો આપણે આત્મસાત કરવા જોઈએ….ગ.મ.57 ના વચનામૃત માં જેમ શ્રીજી એ કહ્યું કે – આપણ ને જે શક્તિ કે સામર્થ્ય મળ્યું હોય તેનો ઉપયોગ ન થાય તો કેવું?? આપણ ને જે અક્ષર પુરુષોત્તમ નું જ્ઞાન મળ્યું છે..તે સહેજ પણ ડર કે સંકોચ વિના બીજે બધે પ્રસરાવવું જોઈએ……..શાસ્ત્રીજી મહારાજ ને વિરોધીઓ એ જે કષ્ટ આપ્યા હતા ..તેની પુષ્ટિ વલ્લભ વિદ્યાનગર ના સ્થાપક ભાઈલાલ ભાઈ એ કરેલી….પોતે 14 વર્ષ ના હતા અને વડતાલ માં શાસ્ત્રી મહારાજ ની સભામાં દ્વેષી ઓ એ મરચાની ધૂણી કરી સભામાં વિક્ષેપ નો પ્રયત્ન જોયેલો….આ તો સ્વયં શ્રીજી મહારાજ ની સંસ્થા છે….શાસ્ત્રી મહારાજ કહેતા કે આના પાયા પાતાળે છે…કોઈ હલાવી શકશે નહીં……તે તો અજાત શત્રુ હતા….વડતાલ અમદાવાદ..અને અન્ય સ્વામીનારાયણ મંદિરો નો પક્ષ વડતાલ છોડ્યા પછી પણ રાખતા…..એમનું સારું જ કરાવતા….સારંગપુર હનુમાનજી મન્દિર નો કર માફ કરાવેલો…!! કોઈ શત્રુ પ્રત્યે ક્યારેય કોઈ કટુ ભાવ નહિ….કોઈનું યે ઘસાતું ક્યારેય ન બોલે….બસ એમને એક જ રટણ….અક્ષર પુરુષોત્તમ મહારાજ નું પ્રવર્તન…!!!પરિણામ આજે દેખાય છે…..આજે હજારો મંદિરો માં અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજ્યા છે…..આપણે તે સિદ્ધાંત..ઉપાસના નો લાભ લઇ લેવો….!


પરમ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી એ પણ પોતાના આશીર્વચન માં કહ્યું કે — શ્રીજી નો સંકલ્પ કે સો કરોડ મનવાર ભરાય તેટલા જીવો નું કલ્યાણ કરવું છે……તે સંકલ્પ પૂરો કરવા પોતે પોતાની આધ્યાત્મિક ગુણાતીત પરંપરા દ્વારા સદાયે પ્રગટ રહી ….સર્વોપરી કાર્યો કર્યા….શ્રીજી ના સંકલ્પ મુજબ મંદિરો કર્યા….અપાર કષ્ટો વેઠયા….અજાતશત્રુ હતા….આપણા આત્યંતિક કલ્યાણ માટે પોતાનો દેહ…જીવન કૃષ્ણાર્પણ કર્યા…! આપણી પણ ફરજ છે કે…આપણે પણ એમના માટે “પારિવારિક શાંતિ અભિયાન” માં જોડાવા નું…ભવ્ય શતાબ્દી ઉત્સન ઉજવવા નો છે…!!


એ માટે તારીખ 9 અને 16 તારીખે- સવારે જે તે વિસ્તાર ના મંદિર માં તેની તાલીમ સભા યોજાશે( વધુ માહિતી જે તે વિસ્તાર ની સભામાં મળશે)

સાથે સાથે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે- પુસ્તક નો અંગ્રેજી અનુવાદ પૂ.અમૃતવીજય સ્વામી દ્વારા થયો છે…..

Translator- P.Amrutvijay Das swami

તો આજની સભા સત્સંગ માં ઉપાસના ની શુદ્ધિ કરનાર…..જીવમાત્ર ને આત્યંતિક કલ્યાણ નો સહજ માર્ગ બતાવનાર મહાપુરુષ ને વધાવવા ની હતી……જો આપણે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું જીવન…એનો એક એક પ્રસંગ જીવસ્થ કરીએ તો સમજાય કે…..શ્રીજી સ્વયં પોતાના સંત થકી પ્રગટ રહી…કેવા કેવા અદભુત કાર્ય કરે છે….!!!

આપણે પણ શ્રીજી ના આ કાર્ય માં આપણું યોગદાન આપી શકીએ…..એમનું…એમના ગુણાતીત પુરુષો…એમનો સિદ્ધાંત …એમનો મહિમા….જીવમાત્ર સુધી પહોંચાડી ને….!!

આવો સત્સંગ….આવા પુરુષ એમ ને એમ નથી મળતા…અનંત જન્મ ના પુણ્ય ઉદય થાય તો આવી પ્રાપ્તિ થાય……માટે એનો મહિમા સમજી…..તે માટે જીવી જઈએ…!!

સદાયે પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ…


BAPS રવિસભા- 29/12/2019

પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

“શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે, ‘શ્રી નરનારાયણ ઋષિ જે તે બદરિકાશ્રમમાં રહ્યા થકા આ ભરતખંડનાં સર્વે મનુષ્યનાં કલ્યાણને અર્થે અને સુખને અર્થે તપને કરે છે,’ ત્યારે સર્વે મનુષ્ય કલ્યાણના માર્ગને વિષે કેમ નથી પ્રવર્તતાં?”

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

“એનો ઉત્તર તો તે શ્રીમદ્‌ભાગવતના પંચમ સ્કંધને વિષે જ છે જે, ‘એ ભગવાન તપ કરે છે તે તો પોતાના ભક્તને અર્થે કરે છે, પણ અભક્તને અર્થે નથી કરતા.’

કેવી રીતે? તો આ ભરતખંડને વિષે અતિશય દુર્લભ એવું જે મનુષ્ય દેહ તેને જાણીને જે જન ભગવાનના શરણને પામે છે ને ભગવાનની ભક્તિ કરે છે, તે જનના અનુગ્રહને અર્થે તપસ્વીના જેવો છે વેષ જેનો, એવા જે શ્રીનરનારાયણ ભગવાન તે જે તે કૃપાએ કરીને મોટું તપ કરે છે. અને પોતાને વિષે નિરંતર અધિકપણે વર્તતા એવા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઉપશમ, ઐશ્વર્ય આદિક ગુણ તેણે યુક્ત એવું જે તપ તેને કરતા થકા તે ભગવાન જે તે આ જગતનો રાત્રિપ્રલય થાય ત્યાં સુધી બદરિકાશ્રમને વિષે રહ્યા છે. અને ભરતખંડને વિષે રહ્યા જે તે પોતાના ભક્તજન તેમના જે ધર્મ-જ્ઞાનાદિક ગુણ તે જે તે અતિશય અલ્પ હોય તો પણ તે ભગવાનના ગુણે યુક્ત તપને પ્રતાપે કરીને થોડાક કાળમાં જ અતિશય વૃદ્ધિને પામે છે.

અને તે પછી તે ભક્તજનના હૃદયને વિષે ભગવાનની ઇચ્છાએ કરીને જણાતું જે અક્ષરબ્રહ્મમય એવું તેજ તેને વિષે સાક્ષાત્ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું દર્શન થાય છે. એવી રીતે જે પોતાના ભક્ત છે તેમનું તે ભગવાનના તપે કરીને નિર્વિઘ્ન કલ્યાણ થાય છે, પણ જે ભગવાનના ભક્ત નથી તેમનું કલ્યાણ થતું નથી. એવી રીતે એ પ્રશ્નનો ઉત્તર છે.”

——————-

વચનામૃત- સારંગપુર- 16

આજની સભા પણ ગઈ સભા ની જેમ વિશિષ્ટ જ હતી…કેમ?? જુઓ…

ટૂંકમાં દરેક સત્સંગ સભા વિશિષ્ટ જ હોવાની કારણ કે તે જીવમાત્ર નું પોષણ કરનારી છે…સમગ્ર અઠવાડિયા ના સંસાર ના ઢસરડા ઓ ને લીધે જીવ જે સોરાઈ જાય છે…તેને આ સભા થકી નવપલ્લીત પણુ મળે છે…..સત્સંગ ના સંગ રૂપી એક કાંકરી થી માયા ની આ દીવાલ પડી ભાંગે છે અને જીવ ને પોતાનું શુદ્ધ ..સચ્ચિદાનંદ સ્વરૂપ સમજાય છે….એના થી વિશેષ પ્રાપ્તિ શી હોય??

તો, તન મન..જીવ ને રિચાર્જ કરતી આ સભા ની શરૂઆત ….સદાય ની જેમ મારા વ્હાલા ના દર્શન થી….. શોભા એની શી કહું રે…!!

સભા ની શરૂઆત પૂ. શુભ કીર્તન સ્વામી ના પહાડી સ્વરે …સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન થી થઈ…..! અદભુત……અદભુત…! ત્યારબાદ એક યુવક દ્વારા સત્સંગ ની માં મુક્તાનંદ સ્વામી રચિત અદભુત પદ ” મારે ઘેર આવ્યા રે…સુંદરવર શામળિયો…” રજૂ થયું……! મુક્તાનંદ સ્વામી ના આ પદ ને શબ્દે શબ્દે શ્રીહરિ માટે નો અઢળક સ્નેહ છલકાય છે……એવી સ્થિતિ આપણી છે??? ભગવાન માં અખંડ…અતૂટ પ્રીતિ ક્યારે થાય?? ઉત્તર શોધો….! એ પછી પૂ. શુભ કીર્તન સ્વામી ના સ્વરે નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચેલું..” આજ મેં તો દીઠા રે અલબેલો આવતા રે….” પદ રજૂ થયું….! શ્રીજી ની એ મર્માળી છબી નજર સમક્ષ પ્રગટ થઈ ગઈ……..!

એ પછી, પૂ. શુભ કીર્તન સ્વામી ના જ સ્વર માં ” અંતર નિર્મળ થઈ જાય….સંતો ના સંગમાં..” પદ સ્વરાંકિત થયું….સાચા સંત જ જીવ ને પોતાને સંગે શુદ્ધ કરી….બ્રહ્મરૂપ કરે છે….

એ પછી વિડીયો દ્વારા સ્વામીશ્રી ના 20/12 ના મુંબઇ ખાતે ના દિવ્ય વિચરણ નો દર્શન લાભ મળ્યો….

શ્રીજી સ્વામી નો રાજીપો….ભગવાન ની સેવા માં…ભક્તો ના એ માટે દાખડા માં છે….!

2021 માં આવતી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી ઉત્સવ ની તૈયારી અત્યાર થી શરૂ થઈ ગઈ છે….એ તૈયારી નો સ્વાનુભવ બે હરિભક્તો એ રજૂ કર્યા…એક ડોક્ટર એવા હરિભક્તે આવનારા બે વર્ષ સુધી કોઈ પ્રવાસ ન કરી…આરામ ના સમય માં પણ કામ કરી…સઘળી બચત એ ઉત્સવ માટે સેવા માં અર્પણ કરવા નો સંકલ્પ કર્યો…..તો અન્ય હરિભક્તે વાત કરી કે- ઘરના બધા સભ્યો એ પોતાની સઘળી બચત ઉત્સવ માટે આપવી ..નવા ખર્ચ મુલતવી રાખી …સેવા નો નીર્ધાર કર્યો…..! વિચારો…..આપણું આયોજન કેવું છે???

ત્યારબાદ કોઠારી પૂ.આત્મ કીર્તિ સ્વામી એ વચનામૃત- સારંગપુર-૧૬ પર આધારિત પ્રવચન કરતા કહ્યું કે………(જોઈએ સારાંશ માત્ર)

 • અત્યારે મંદી ની બુમો પડે છે પણ આપણા હરિભક્તો એ પોતાના ગજા બહાર ની સેવા આવનારા શતાબ્દી ઉત્સવ માટે કરી છે……બાપા માટે હરિભક્તો એ પોતાનું સર્વસ્વ આગળ ધરી દીધું છે….સર્વને પોતાના ગુરુ અને ઇષ્ટદેવ પ્રત્યે ખૂબ વિશ્વાસ છે.
 • સત્સંગ ના યોગમાં આવવા થી જીવ ની લૌકિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે…જે સંપર્ક માં આવવા થી સમજાય છે….
 • આપણા ઇષ્ટદેવ અને ગુરુ….આપણા સુખાકારી માટે કેટકેટલા તપ કરે છે…કષ્ટ વેઠે છે….એનાથી જીવ ને બળ મળે છે….વિપરીત સંજોગો સામે લડવા ની..ટકી રહેવા ની તાકાત મળે છે….
 • ગ.મ.57 ના વચનામૃત અનુસાર, જે પ્રાપ્તિ આપણ ને થઈ છે….તેનો લાભ અન્ય ને ન મળે તો એ પ્રાપ્તિ શુ કામ ની?? શાસ્ત્રીજી મહારાજે અનેક અપમાનો… હુમલાઓ સહન કરી ને પણ શ્રીજી ના અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નું પ્રવર્તન કરી, મૂળ અજ્ઞાન ટાળ્યું….જીવ ને મોક્ષનો માર્ગ ખોલી આપ્યો….આપણ ને પ્રગટ સત્પુરુષ મળ્યા છે, જેમને રુવાડે રુવાડે સત્સંગ છે…જો એમના માં યથાર્થ જોડાઈ જશું તો આપણી પણ એવી સ્થિતિ થશે….પાંદડે પાંદડે સ્વામિનારાયણ નું ભજન થશે….
 • આ સત્સંગ થકી….માખી પણ સુરજ થઈ શકે, અર્થાત પામર જીવ પણ આત્યંતિક કલ્યાણ ને પામે છે……એટલે જ આ સત્સંગ નો મહિમા આપણે સમજ્યા છીએ …એ બીજા ને સમજાવવું. પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સંપર્ક માં આવેલા સર્વ ને ભગવાન નો મહિમા કહ્યો છે….સર્વ ને ભગવાન માં જોડ્યા છે…..
 • વિપરીત આર્થિક સંજોગો માં પણ સદગુરુ નિર્ગુણ સ્વામી એ આફ્રિકા ના હરિભક્તો ને લગભગ 18 મણ જેટલા અધધ…કહી શકાય એટલા પત્રો લખી …આપણા સિદ્ધાંત નો પ્રચાર પ્રસાર..સ્પષ્ટતા કરેલી…! તો મુંબઇ ના શંકર ભગતે 400 થી વધુ પરિવારો ને સત્સંગ કરાવેલો……
 • આવી સેવા થી આપણો સત્સંગ વધુ દ્રઢ થશે. આવનારા બે વર્ષ યા હોમ કરી આ સેવામાં મંડી પડવાનું છે….પારિવારિક શાંતિ અભિયાન એ આનો જ ભાગ છે……આ સબીજ જ્ઞાન છે..જે જીવ આ સર્વોપરી સત્સંગ ના સંપર્ક માં આવશે..તેનું વહેલું મોડું સત્સંગ થકી કલ્યાણ તો થશે જ ….!

અદભુત…..!!

ત્યારબાદ પૂ. ધર્મજ્ઞ સ્વામી એ પારિવારિક શાંતિ અભિયાન દ્વારા જે અનુભવ તેના પાઇલોટ પ્રોજેકટ થકી થયા…તેનો વિડીયો રજૂ કર્યો…..અદભુત અનુભવ…!! બસ, સ્વામી શ્રીજી ને આગળ રાખી એમાં મંડી પડવા નું છે…….

તૈયાર છો ને?? માર્ચ 2020 માં આની ફૂલ ફ્લેજ કાર્યવાહી થશે……તે માટે અમદાવાદ પૂર્વ પશ્ચિમ વિસ્તાર માટે અલગ અલગ શિબિર થવા ની છે…….તેનું રજીસ્ટ્રેશન કરવા આપના સંપર્ક કાર્યકર આપના ઘરે આવશે……

પૂ.જ્ઞાન વત્સલ સ્વામી ( જગ વિખ્યાત મોટીવેશનલ સ્પીકર ) આમાં લાભ આપશે….

આવતા રવિવારે બ્રહ્મ ઉત્સવ સોલા ભાગવત થવાનો છે….રવિસભા ત્યાં જ છે….

ઝોળી ઉત્સવ…..

તો આજની સભા સેવા તપ થકી સ્વામી શ્રીજી ને રાજી કરી બ્રહ્મરૂપ થવા ની હતી…….

જે ગુરુ એ આપણા માટે પોતાનું સમગ્ર જીવન કૃષ્ણાર્પણ કરી દીધું હોય તેના માટે શું ન થાય???

સદાયે….પ્રથમ શ્રીહરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ


BAPS શ્રી પ્રમુખસ્વામી મહારાજ જન્મજયંતિ પ્રતીક રવિસભા- 08/12/2019

જન્મ શતાબ્દીએ અમે પ્રાણ પાથરીયે…..”

4 થી ડિસેમ્બરે ,નવી મુંબઇ માં અતિ ભવ્યતા થી બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નો 98 મો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો….એનો રંગ…એની કેસર ભીની સુવાસ હજુ મનોહૃદય પર થી ઉતરી નથી….અને આજે પુનઃ રવિસભામાં એ જ મઘમઘાટ…!! સત્પુરુષ ની પ્રાપ્તિ નો કેફ જાણે કે જીવમાં થી ઉતરતો જ નથી…..બસ દેહ ના અંતકાળ સુધી આવું રહે તો જીવ એ અક્ષરબ્રહ્મ પુરુષ ની સ્મૃતિ સંગે પરબ્રહ્મ સુધી પહોંચે…!! આમેય બાપા ની સ્મૃતિ ઓ એટલી અવિસ્મરણીય છે કે ભૂલે ભુલાતી જ નથી…..!!!

તો, આજે મોક્ષદા એકાદશી…અને જેના માટે આ બધું છે…સત્પુરુષ ના દાખડા છે….તેના અદભુત દર્શન…..

સભાની શરૂઆત યુવક મિત્રો દ્વારા ” વંદે શ્રી પુરુષોત્તમ…” શ્લોક અને ત્યારબાદ સ્વામિનારાયણ ધૂન થી થઈ….અદભુત માહોલ…!

એ પછી યુવક મિત્રો દ્વારા જ ” યુગો સુધી આ જગમાં જેના મળતા રહેશે અજવાળા….પ્રમુખ સ્વામી ના ગુણો ના કોઈ કરી શકે ના સરવાળા…” મહિમા પદ રજૂ થયું…જેના એક એક શબ્દ માં છલકતું સત્ય આજે જગ સમક્ષ સ્પષ્ટ દેખાય છે…!..એથી જ પ્રમુખ સ્વામી મહારાજ નો જગ માં આજે જયજયકાર છે….અને રહેશે…!!

એ પછી બાપા ના ગુણો ને દર્શાવતો વિડીયો ” કરુણા કરી ને અમને સ્વીકાર્યા..” રજુ થયો….મલાવ, 1990 માં શંભુ નામના એક નાના બાળક ની ગાંડીઘેલી પ્રાર્થના ને સ્વીકારી બાપા એ એને રાજી કર્યો….વિવિધ ભક્તો ની નાની મોટી માંગણી ઓ ને સ્વામીએ સહેજે સ્વીકારી..કાપડ એ માપ્યું ‘ને ઘી એ તોલ્યું…!!!

 • પૂ. પ્રિય સ્વરૂપ સ્વામી એ કહ્યું આ પ્રસંગો ને આધારે કહ્યું કે …સત્પુરુષ નો હેતુ જ જીવમાત્ર ના કલ્યાણ નો છે….પોતાનું સામર્થ્ય છુપાવી આપણા જેવા થયા…આપણી જેમ વર્ત્યા…! કરુણા એ કરી આપણ ને દોષો સાથે સ્વીકાર્યા…
 • કોઈના રાજીપા માટે એને જાતે ચા મૂકી આપે તો કોઈ વ્યસની ની ટેવ છોડાવવા કલાકો એની સાથે વાતો કરે…..એ જ કરુણા સાગર ની નિશાની છે…..

એ પછી કિશોર મંડળ તરફ થી નૃત્ય રજુ થયું….

ત્યારબાદ ઉદયન પટેલ નામના હરિભક્તે પોતાનો અનુભવ કહેતા કહ્યું કે….તેમને ખૂબ વ્યસન હતું…પણ બાપા ના એક સંકલ્પ થી તેમનું વર્ષો નું વ્યસન સહેજે છૂટી ગયું…!! એમની ગંભીર બીમારી, પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજ ની સ્મૃતિ કરવા નું કહ્યું અને બાપા એ સદેહે હાજર થઈ બીમારી દૂર કરી……અદભુત સ્વરૂપ નિષ્ઠા ની વાત એમણે કરી…..કે આવી પ્રાપ્તિ થવી અઘરી છે…..જે મળ્યું છે એનો મહિમા સમજી લો…!!

એ પછી, પૂ. નિર્મલ ચરિત સ્વામી એ પણ બાપા ના એક સંકલ્પ થી અનેકો ના જીવન પરિવર્તન થઈ ગયા તેનું ઉદાહરણ આપ્યું….અઠંગ વ્યસનીઓ પણ વ્યસન મુક્તિ ના કાર્ય કરતા થઈ ગયા…ગામેગામ પરિવર્તન પામ્યા છે….સુનસર ગામ જે અંગ્રેજો ના વખત થી ખોટી રીતે જાણીતું હતું…તે આજે સત્સંગીઓ થી ઉભરાય છે…

એ જ વાત પર થી બાળકો એ નૃત્ય રજૂ કર્યું…” નમો નમઃ પ્રમુખ સ્વામી ને …” દ્વારા દર્શાવ્યું કે..બાપા એ પોતાના સંપર્ક માં આવનાર સર્વ ના દોષ ટાળી ને નિર્વ્યસની કર્યા…..અમૂલ્ય પરિવર્તન આણ્યું…!

બાપા નું વિચરણ- વિડીયો દ્વારા બાપા ના કઠિન વિચરણ ના દર્શન થયા….ગરીબ બાળક ની ખબર કાઢવા ખાડા ટેકરા પાર કરી સ્વામી હોસ્પિટલ પહોંચ્યા…..તો વાસદ માં 102 ડિગ્રી તાવ સાથે 122 ઘરો માં પધરામણી કરી….! અદભુત…શુ સત્પુરુષ ની કરુણા છે…!

ત્યારબાદ પૂ. અધ્યાત્મ પ્રિય સ્વામી એ બાપા એ આંબલી વળી પોળ માં પ્રમુખ પદ ગ્રહણ કરતી વખતે જે પોતાનો દેહ કૃષ્ણાર્પણ કરવા ની પ્રતિજ્ઞા કરી હતી…તેના આધારે પ્રસંગો કહ્યા…..પગે ગૂમડું હોય કે એનો અસહ્ય દુખાવો……એ વચ્ચે પણ સ્વામી એ સખત પીડા સાથે….કાદવ કીચડ ખૂંદી ને વિચરણ કર્યું છે….હેતુ માત્ર- હરિભક્તો ને રાજી કરવા…! અસંખ્ય સર્જરીઓ હોય કે ગંભીર બીમારીઓ….સ્વામી નું વિચરણ અટક્યું નથી…

…..1977 માં ..આવું 244 દિવસ માં …સવારે 5 વાગ્યા થી લઇ ને રાત્રી ના 12 વાગ્યા સુધી…ખાનપાન..આરામ..દેહ ની પરવા કર્યા વગર વિચરણ કરી…..હજારો કિલોમીટર નું અંતર કાપી…હજારો હરિભક્તો ને રાજી કર્યા છે…..!!

એ જ કઠિન વિચરણ ના ગુણ ને બાળકો એ નૃત્યાંજલી આપી….!!!

ત્યારબાદ બાપા એ સર્વે ભક્તો ને મોક્ષ કલ્યાણ નો કોલ આપ્યો હોય તેના અદભુત વિડીયો દર્શન નો લાભ મળ્યો………બાપા એ અનેક વાર સર્વ ને સંત અને ભગવાન ને રાજી કરી કલ્યાણ પ્રાપ્ત કરવા ની વાત કરી છે……એ ઉપર એક સંતે ( નામ અજ્ઞાત છે) કહ્યું કે….બાપાએ છડેચોક કહ્યું છે કે…ભગવાન ને સંત મળ્યા પછી….શંકા શાની?? સર્વે નું કલ્યાણ પાકું જ છે…! અંતકાળે બાપા અને મહારાજ જીવ ને લેવા પધાર્યા હોય તેવા અનેક ના અનુભવ આજે પણ છે….

અને એ જ મોક્ષદાતા પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા પર બાળકો એ નૃત્યાંજલી આપી….

ત્યારબાદ પ.પૂ. ઈશ્વર ચરણ સ્વામી કે જે બાપા ની ખૂબ જ નિકટ..વર્ષો સુધી રહ્યા છે…તેમણે કહ્યું કે ( સારાંશ માત્ર) ….

 • યોગીબાપા ની સાથે બાપા એમની સેવામાં હતા….એમના પત્રો વાંચવા, હરિકૃષ્ણ મહારાજ ની સેવા પણ તેમણે કરેલી…
 • અસહ્ય કઠિન ભીડા વાળું વિચરણ પણ સ્વામી ને સહેજે ભાર નહોતો…..કારણ કે એક ભગવાન ને જ સર્વ કર્તાહર્તા માનતા…અને એ મુજબ જીવતા…! પૂરેપૂરી અહં શૂન્યતા….”હું કરું છું” એવો ભાવ જ નહીં….માન હોય કે અપમાન…સર્વે માં સ્થિર રહે….સમભાવ વર્તે….
 • આ બ્રહ્માંડ માં આપણા જેવું ભાગ્યશાળી કોઈ નથી…કારણ કે સાક્ષાત ગુણાતીત સંત આપણ ને મળ્યા છે….બસ તેની પ્રતીતિ કરવા ની છે….તેમની સ્મૃતિ અને કેફ રાખવાનો છે….
 • તેમના દર્શન કરી આપણા સંકલ્પ શાંત થઈ જાય….બાપા એ ખૂબ દાખડો કરી શે સત્સંગ ને સર્વોચ્ચ કક્ષા એ પહોંચાડ્યો છે…..દુનિયા આખી હજુ પણ બાપા ની પ્રસંશા કરે છે….
 • બાપા એ સર્વે હરિભક્તો ને અક્ષરધામ નો કોલ આપ્યો છે…એમાં કોઈ શંકા નથી…..મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંત ની ભેટ આપણ ને આપી….આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ…..મહંત સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય નબળું છે….અને સત્સંગ એટલો વિશાલ છે કે પહોંચી ન વળાય…પણ મહંત સ્વામી મહારાજ શક્ય હોય તેટલી સ્મૃતિ આપી…દર્શન આપી સર્વે ને રાજી કરે છે….સર્વે ના સંકલ્પ પૂર્ણ કરે છે…..
 • જે પ્રાપ્તિ થઇ છે…એમાં વિઘ્ન આવવા દેવું નહિ….મનુષ્ય ભાવ લાવવો નહિ…તેમના સર્વ કાર્ય ક્રિયાઓ દિવ્ય છે……જો સમજાય તો આપણે છતે દેહે ન્યાલ થઈ જઈએ…..

અદભુત…..અદભુત….!! બસ આ પ્રાપ્તિ ની પ્રતીતિ કરવા ની છે…જીવસ્થ કરવા ની છે…..

બાળકો એ આ જ ગુણ પર નમો નમઃ નૃત્યાંજલી રજૂ કરી……

પછી, સંતો એ બાપા ને પુષ્પ હારો થી વધાવ્યા…..અને યુવકો એ ” જન્મ શતાબ્દી અવસરિયે …અમે પ્રાણ પાથરીયે…” નૃત્ય રજૂ કર્યું….! અને સાથે સાથે ફટાકડા ઓ દ્વારા પણ ઉત્સવ ને વધાવવા માં આવ્યો…..!! અદભુત…..

સભાને અંતે જાહેરાત થઈ કે…

 • પૂ.આદર્શજીવન સ્વામી રચિત બાપાના જીવન ચરિત્ર આધારિત અંગ્રેજી માં બુક Pramukh swami maharaj -100 inspiring experiences પ્રગટ થયું છે….

બસ, આપણ ને જે ગુણાતીત ગુરુ એ સ્વીકાર્યા છે…..તેમના રાજીપા નો સદાયે વિચાર રાખી ને વર્તીએ તો ….એ રાજી અને શ્રીજી રાજી….અને આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય….!!!

બસ….સત્પુરુષ ને પોતાનો આત્મા માની વર્તવું….એ જ માર્ગ..એ જ ધ્યેય…એ જ મોક્ષ નો માર્ગ….શ્રીજી ને પામવા નો માર્ગ….

સદાયે પ્રથમ શ્રીહરિ ને રે….

જય સ્વામિનારાયણ

રાજ


BAPS રવિસભા- 24/11/2019

“…..બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું ને ત્યાં સુધી થાવો છે. ને એક એક સાધુની કેડ્યે લાખ લાખ માણસ ફરશે ત્યાં સુધી સત્સંગ થાવો છે.…”
————————-
અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી ની અક્ષર વાતો-૧/૯૦આજની સભા વિશિષ્ટ હતી. 4 થી ડિસેમ્બર, 2019 ના રોજ નવી મુંબઇ માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નો 98 મો જન્મજયંતી મહોત્સવ છે..અને 2021 માં આપણા અમદાવાદ ને આંગણે ભવ્યાતિભવ્ય…. સર્વોપરી…શતાબ્દી ઉત્સવ છે…એના ઉપલક્ષ માં આજની સભા હતી…


તો, સમય પહેલા જ હું સભામાં પહોંચી ગયો, અને જેના માટે આ બધું છે…એ મારા વ્હાલા ના સદાયે સર્વપ્રથમ… મનમોહક દર્શન…..


અદભુત શણગાર…! વિચારો તો ખરા કે પૂજારી સંતો ને આવા અદભુત શણગાર કરતા કેટલો સમય લાગતો હશે?? કેટલા ભાવ થી આ કાર્ય કરતા હશે..!! નવધા ભક્તિ નું ઉત્તમ ઉદાહરણ….!

સભા ની શરૂઆત યુવકો દ્વારા ધૂન પ્રાર્થના થી થઈ…ત્યારબાદ યુવકો દ્વારા ” કથા ગુણિયલ જેની ગુંજે છે જગત માં આજ..કોટી વંદન કરીએ પ્રમુખ સ્વામી મહારાજ…” પ્રમુખ સ્વામી મહારાજ ના મહિમા નું પદ રજૂ થયું…અડસઠ તીરથ જેના ચરણો માં છે…એવા સત્પુરુષ ના મહિમા ગાન માં મોળપ હોય?? ત્યારબાદ યુવક મિત્ર નીરવ વૈદ્ય ના મધુર કંઠે પ.ભ.વલ્લભ દાસ રચિત પ્રસિદ્ધ પદ” પ્રમુખ સ્વામી રે..તમારું નવખંડ માં નામ ઘરેઘર ગવાય છે…” રજૂ થયું. અદભુત પદ…!!

યુવકો દ્વારા ” પ્રમુખ સ્વામી નો જય હો..જય જય હો….” પદ રજૂ થયું.

ત્યારબાદ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ ના તા. 13 થી 15 નવે. ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો…

https://youtu.be/Tzxxu0RsDIA

દાસ ના દાસ થાવું- એ જ સત્સંગ નો માર્ગ…..સુખ નો રાજ માર્ગ જે છેક ભગવાન પાસે પહોંચાડે છે….એ જ સ્વામીશ્રી ના અંતર નો રાગ…!

ત્યારબાદ અમેરિકા ના સત્સંગ ની જવાબદારી વહન કરતા પૂ. યજ્ઞ વલ્લભ સ્વામી ના મુખે , અમેરિકા માં આકાર લઇ રહેલા વિશાળ અને ભવ્ય અક્ષરધામ મંદિર વિશે માહિતી મળી….


તેમણે કહ્યું કે- આ બધું સર્જન મોટા પુરુષ અને ભગવાન ના સંકલ્પ થી થાય છે….104 હરિમંદિર અને 6 શિખર બદ્ધ મંદિરો અમેરિકા માં છે….અમેરિકા નું અક્ષરધામ એક વિશ્વ અજાયબી હશે……પ્રમુખ સ્વામી મહારાજ ના વચને, ત્યાંના હરિભક્તોએ વિકટ સંજોગો આવ્યા છતાં પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું…ACH ( automatic clearing house) થી લઈને એડવાન્સ ધર્માદો….પોતાની ટૂંકી આવક થી ઉપર જઈને સેવા….અંગત બચત આપી ને …પોતાની સંપત્તિ વેચીને પણ સેવા કરી છે….!! આ તો હરિ ની રીત છે…એને કોઈ એક દાણો પણ અર્પે તો સામે એ હજાર ગણું પરત આપે છે….માટે જ શ્રીજી એ સ્વયં કહ્યું છે કે ધર્મકાર્ય માટે વિચાર ન કરવો…..સેવા કરી લેવી…!! અદભુત સેવા….!!

વર્ષ 2021- માં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ભવ્ય ઉજવણી- અમદાવાદ માં થવા ની છે……તેના ઉપક્રમે એક સંવાદ રજુ થયો…પૂ.ધર્મજ્ઞ સ્વામી લેખિત આ સંવાદ ” ચાલો ઉજવીએ શતાબ્દી ઉત્સવ” અદભુત હતો…


2021 માં 33 દિવસ નો ભવ્ય ઉત્સવ આપણાં અમદાવાદ ને આંગણે થવાનો છે….અને અમદાવાદી હરિભક્તો તન મન ધન થી આ મહોત્સવ માં સેવા અર્થે જોડાવા થનગની રહ્યા છે……!BAPS નો ..સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય નો ઇતિહાસ સમર્પણ ની જીવંત નિશાની છે…..ભગવાન, મોટા પુરુષ ના રાજીપા અર્થે હરિભક્તો યા હોમ થઈ ગયા છે…..પોતાનું સર્વસ્વ કૃષ્ણાર્પણ કર્યું છે…..અને આ પરંપરા આજે પણ આપણા હરિભક્તો માં દેખાય છે…..આ ઉત્સવ માટે આપણે આવનારા બે વર્ષ આ રીતે જ જીવન નું કૃષ્ણાર્પણ કરવાનું છે….! મોજશોખ…વધારા ના ખર્ચ બંધ કરી…જે બચત થશે એ ભગવદ અર્થે વપરાશે તો સ્વામી શ્રીજી રાજી થાશે….રજાઓ નું યોગ્ય આયોજન…સમય નું આયોજન અત્યાર થી જ કરવા નું છે…..!! સમગ્ર સભા નો ઉત્સાહ અદભુત હતો…..શતાબ્દી મહોત્સવ ના જય કારા થી સમગ્ર સભા ખંડ ગુંજી ઉઠ્યો……!!!!!

આ ઉત્સવ ની તૈયારી અત્યાર થી જ શરૂ થઈ ગઈ છે….તેની વાત કરતા અમુક હરિભક્તો એ કહ્યું કે- અત્યાર થી જ બે માસ ની રજા ઓ મુકવી પડે તો ઘર ખર્ચ માટે, અન્ય ખર્ચ માટે બચત કરવા/રીકરીંગ કરવા નું અત્યાર થી જ શરૂ કર્યું છે….

આ જ મહોત્સવ ના આયોજન ઉપલક્ષ માં પૂ. ઈશ્વર ચરણ સ્વામી એ પોતાના આશીર્વચન માં કહ્યું કે……

  • આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે આપણ ને બધું જ આપ્યું છે….સર્વોપરી જ્ઞાન, સિદ્ધાંત, સત્સંગ….સર્વોપરી મંદિરો…સર્વોપરી સાધુઓ આપ્યા છે….અમદાવાદ ના ઘરેઘર બાપા પધાર્યા છે…સ્મૃતિ આપી છે…
  • અખંડ શાંતિ તો એક ભગવાન માં જ છે….બાપા એ આ અમૂલ્ય …અમાપ સુખ આપણને આ સત્સંગ માં આપ્યું છે……એમના માટે જે કાંઈ આપણે કરીએ એ ઓછું જ છે…..
  • આપણે તન મન ધન થી આ દુર્લભ સેવામાં જોડાવા નું છે…..અને સ્વામીશ્રી નો મહિમા બીજા ને કહી આ સેવા ને જીવમાત્ર સુધી પહોંચાડવા ની છે…..બધા ને આ સેવામાં જોડવાના છે….
  • આજથી 80 વરસ પહેલાં મણીભાઈ સલાડ વાળા…ચંપકભાઈ બેંકર…સારીંગ વાળા મનુભાઈ ..વિગેરે હરિભક્તો એ પોતાનું સર્વસ્વ અર્પણ કરી, શાસ્ત્રીજી મહારાજ ની સુવર્ણ તુલા કરી હતી…અને ટીકા કારો ને સેવાનો..સમર્પણ નો મહિમા સમજાવ્યો હતો….એવો જ મોકો આજે આપણ ને પ્રમુખ સ્વામી મહારાજ ના જન્મજયંતી મહોત્સવ રૂપે મળ્યો છે…..એને વધાવી લેવાનો છે….મોકો ચુકતા નહિ…
  • કોઈ મોળી વાત કરવા ની નહિ……બળ રાખી ને સેવા કરવા ની…ભગવાન એમાં ભળશે….. સર્વોપરી સુખ આવશે….બધાએ આમાં જોડાવા નું છે….ખોટા ખર્ચ બંધ કરી, ભગવાન ના માર્ગે ખર્ચ કરવું…..સ્વામી શ્રીજી અચૂક રાજી થશે……સ્વામી ના ઉપકાર ચૂકવી શકાય એમ નથી…..
  • ભવ્ય ઉત્સવ કરવા નો છે…..સ્વામી નો જયજયકાર થાય….સર્વેને સર્વોપરી સુખ આવે ..સર્વનું કલ્યાણ થાય એ માટે આ ઉત્સવમાં જોડાવા નું છે.

ત્યારબાદ અમુક જાહેરાત થઈ…..મુંબઇ જન્મજયંતી મહોત્સવ મર્યાદિત જગ્યામાં ઉજવવા નો છે..માટે અહીંના સર્વ એ આસ્થા ટીવી પર લાઈવ લાભ લેવો…..

ખરેખર, ઊંડાણ થી વિચારીએ તો સમજાય કે સત્સંગ ની…સત્પુરુષ ની આપણા પર કેટલી મોટી કૃપા છે….! જો સત્પુરુષ ન હોત તો આપણ ને આ સત્સંગ નો મહિમા જ ન હોત….જીવ ના કલ્યાણ નો માર્ગ ધૂંધળો હોત…….આપણે ભટકતા જ હોત…! એ તો એમની પરમ કરુણા કે આપણને મોક્ષ નો માર્ગ સહજ મળ્યો………! બિન ગુરુ જ્ઞાન નહીં….બિન ગુરુ નહિ મોક્ષ……!!

એમના માટે આ જીવન પણ ઓછું પડે……

જય સ્વામિનારાયણ

રાજ


Leave a comment

BAPS રવિસભા-૨૯/૦૯/૨૦૧૯

છેલ્લી બે ત્રણ સભા હું સંસાર ની દોડાદોડ વચ્ચે ચુકી ગયો….એની ખોટ તો ભરપાઈ થાય તેમ નથી કારણ કે એ સમય મારા નાથ..મારા ધણી માટે હતો અને એને ચૂકવો એટલે એની ખોટ એક એક પળ લાખ ની હોય અને એને ચુક્યા ની જે ખોટ થાય…તેટલી છે….!!!! જે હોય તે ..હરિ ઈચ્છા…!

તો આજે સવારે જ નિશ્ચય કર્યો કે સમય પહેલા જ સભા માં પહોંચી જાઉં…..અને મારા નાથ ના આજના પ્રથમ નોરતા ના અદભુત દર્શન કરવા…..!

ચાલો તેનો ગુલાલ કરીએ….હરિ તો વહેંચવા થી વધે છે…..એ જ તો એનો જાદુ છે….

સભા ની શરૂઆત ધૂન અને પ્રાર્થના પુ.સંતો અને યુવકો દ્વારા થઈ…..ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી એ ” વૈષ્ણવ નથી થયો …શીદ ગુમાન માં ઘૂમે”…કીર્તન રજૂ કર્યું અને આજથી 500 વર્ષ પહેલાં નરસૈંયા એ રચેલું ” વૈષ્ણવ જન તો તેને કહીએ…” પદ અંતર સમક્ષ છવાઈ ગયું….આપણે ખરેખર આ પ્રશ્ન આપણી જાત ને પૂછવા નો છે કે આપણે સાચા વૈષ્ણવ….સાચા હરિભક્ત થયા છીએ??? સત્સંગ દેહ નો છે કે જીવ નો?? સત્સંગ માં આવ્યા પછી સ્વભાવ બદલાયા છે??

ત્યાર બાદ એક યુવકે આજના પ્રથમ નોરતા ને અનુરૂપ ” મન મોહન માની તારી મૂર્તિ રે….” બ્રહ્માનંદ સ્વામી રચિત કીર્તન રજુ કર્યુ અને સમગ્ર સભા ગરબા મોડ માં આવી ગઇ…..અને સોનામાં સુગંધ ભળે તેમ પુ. શુભ કીર્તન સ્વામી ના બુલંદ અવાજ માં પછી રાસ ની રમઝટ જામી…..” જુઓ જુઓ ને સાહેલી આજ રસિયો રાસ રમે…..” “તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે…..” “મોહન ફુલ ની માળા…..” “મને પ્યારી લાગે મુરતિ તમારી……” સ્વામી ગુણાતીતાનંદ આજ આવી ને અઢળ ઢળ્યા…..” “વાતલડી….પુછો ને વ્હાલા એક વાતલડી…” “એ શ્રીજી તારી લીલા અતિ ન્યારી….” ……” આ અવનીમાં …..”….અહો..અહો….!!

અદ્ભુત……!! બહાર વરસાદ……અને અંદર આવા જોશીલા પદો થી તરબોળ થતા હરિભકતો….!! માહોલ ખરેખર અદભુત હતો….!!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના આફ્રિકા ખાતે ના ૨૦-૨૨ તારીખ ના દિવ્ય વિચરણ ના વિડીયો દર્શન નો લાભ મળ્યો….

આટલી ઉંમરે…કેવળ હરિભકતો ના સુખાકારી માટે આટઆટલો ભીડા વેઠતા સત્પુરુષ ને માટે આપણા થી શુ ન થાય?? એક એમની આજ્ઞા…અનુવૃતિ માં સારધાર રહીએ એટલે આ જન્મારો સફળ…!!!

હાલમાં જ પુલહાશ્રમ ની યાત્રા…નીલકંઠ યાત્રા નો લાભ લઇ ને પરત ફરેલા સંતો એ પોતાના અનુભવ કહ્યા…..વર્ણવ્યા…! તારીખ ૧૧ થી ૨૭ સપ્ટેમ્બર વચ્ચે અમદાવાદ…ઉત્તર ગુજરાત ના 68 સંતો છપૈયા…પુલહાશ્રમ વગેરે મહાતીર્થ સ્થાનો ની પવિત્ર યાત્રા કરી આવ્યા…..પુ. ભગવત સેતુ સ્વામી, પુ.શ્રીજી ચરણ સ્વામી..પુ.વિવેક જીવન સ્વામી..પુ નિર્મલ ચરિત સ્વામી….એ તમામ પ્રસાદી ના સ્થાન અને એનો મહિમા જણાવ્યો….7 વર્ષ ની વન વિચરણ ની યાત્રા માં નીલકંઠ વરણી મહારાજ લગભગ અઢી વર્ષ નેપાળ માં રહી ને સર્વે સ્થાનો ને તીર્થત્વ બક્ષ્યું છે…! પુ.વિવેકજીવન સ્વામી એ આ તીર્થ યાત્રા દરમ્યાન મળેલ વિવિધ ગુણભાવી, મુમુક્ષુ ઓ…હરિજન સાથે થયેલા અનુભવ વહેંચ્યા….. આપણા સંતો , ગુરુઓ ની સાધુતા નો દિવ્ય અનુભવ એ સૌને થયો….પુ.નિર્મલ ચરિત સ્વામી એ કહ્યુ કે આ કોઈ પ્રવાસ નહોતો…પણ મહિમા સભર તિર્થ યાત્રા હતી….યાત્રા પહેલા જ શ્રીજી મહારાજ…બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના પુલ્હાશ્રમ યાત્રા ની સ્મૃતિ ઓ નું લિસ્ટ બનાવી તે પ્રમાણે સ્થળ સાથે સ્મૃતિ ને સાંકળી મહિમા સહિત યાત્રા કરવા માં આવી…અમુક સંતો બીમાર થઈ ગયા …અમુક સંતો ની અવસ્થા હતી છતાં ત્યાંના ઠંડા..ભેજ વાળા વરસાદી વાતાવરણ ની પરવા કર્યા વગર સૌએ ભક્તિ…મહિમા સાથે યાત્રા નો લાભ લીઘો….સૌએ એકબીજા નો મહિમા પણ જાણ્યો……સંપ સાથે સ્થળોનો મહિમા સમજ્યા…આ એક સંપ યાત્રા…ભક્તિ યાત્રા….મહીમા યાત્રા હતી….

અદ્ભૂત……!! સમગ્ર સભા ને સાક્ષાત પુલ્હાશ્રમ યાત્રા નો …એનો મહિમા…કેવી રીતે યાત્રા કરવી…એનો અનુભવ થયો….

છેલ્લે સર્વે સંતો પૈકી..એમના વતી વડીલ સંતો જે આ યાત્રા નો લાભ લઈ ને આવ્યા હતા તેમનું પુ.ઈશ્વર ચરણ સ્વામી દ્વારા સ્વાગત સન્માન થયું…

ત્યાર બાદ પુ. ઈશ્વર ચરણ સ્વામી એ પોતાના આશીરવચન માં કહ્યું કે આ બધા પ્રસાદી ના સ્થાન ની અચુક યાત્રા કરવી…મહિમા સાથે કરવી…જોગી બાપા એ પણ આ રીતે અનેક કષ્ટો વેઠી ને યાત્રા ઓ કરી છે …આંબલી વાળી પોળ નું અત્યારે નવીની કરણ ચાલી રહ્યું છે…તેની યાત્રા પણ એક નવધા ભક્તિ જ છે….માટે જીવ ભગવાન માં આ સ્થિર રહે….તેમ એમની સ્મૃતિ સાથે…. મહિમા સાથે કરવી…..

સભા ને અંતે હાલ માં જ જાહેર થયેલા સત્સંગ શિક્ષણ પરીક્ષા ના પરિણામ માં અમદાવાદ ના તેજસ્વી તારલા ઓ નું જાહેર માં સન્માન થયું…અમદાવાદ નું 55% રિઝલ્ટ આવ્યું છે….!!

તો આજની સભા જીવન ને સત્સંગ…ભગવદ સ્મૃતિ..મહિમા ની યાત્રા સાથે સફળ બનાવીએ….છેવટે જીવ ની અનંત યાત્રા નું ધ્યેય…ગંતવ્ય….ફળ આ જ છે…! હરિ સાથે જ છે…

જય સ્વામિનારાયણ….. રાજી રહેજો…

રાજ


Leave a comment

BAPS પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ રવિસભા-11/08/2019

गुरुर्ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर,

गुरु साक्षात् परब्रह्म , तत्समैश्री गुरुवे नम:

ગુરુ જ પરબ્રહ્મ નું સ્વરુપ છે, તેં આપણે સાક્ષાત અનુભવ્યું છે…અનુભવી રહ્યાં છીએ ….કારણ કે આપણાં ગુણાતીત ગુરુ ઓ નું જીવન..કાર્ય…પ્રભાવ એવો છે…..સાક્ષાત અક્ષરબ્રહ્મ જ ગુરુ રૂપે મળ્યા હોય પછી પરબ્રહ્મ છેટા ક્યાં છે?? બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી મહારાજ ની સ્મૃતિ માં થયેલી આ સભા આ જ સાર પર હતી……!

તો મેઘરાજા એ અમદાવાદ ની યાચના સાંભળી…છેલ્લાં અઠવાડિયા થી પોતાનુ ભરપૂર સુખ આપી આજે સહેજ પોરો ખાધો છે…અને વાતાવરણ ની સહજ ઠંડક વચ્ચે, આજની સભા પણ હમેંશ ની જેમ ભક્તિ ભાવ થી પરિપૂર્ણ હતી…

તો સૌપ્રથમ મારા નાથ નાં પવિત્રા એકાદશી નાં અદ્ભૂત…સુવર્ણ શણગાર દર્શન….!!👌👌

સભાની શરૂઆત યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ મહામંત્ર ની ધૂન પ્રાર્થના થી થઈ….અદ્ભૂત માહોલ..!!

 • ત્યારબાદ દેવ મિસ્ત્રી દ્રારા હિંડોળા ઉત્સવ ઉપલક્ષ માં પ્રેમાનંદ સ્વામી રચિત એક અદ્ભૂત પદ ” ઝુલો ઝુલો હરિવર હિંડોળે….” રજુ થયુ…..! હરિવર જ્યારે હલક ડોલક થતા મન રૂપી હિંડોળે બેસે છે તયારે તેનાં બધા સંકલ્પ વિરામ પામી એક હરિ માં જ સ્થિર થઈ જાય છે….અને દસ ઇન્દ્રિય અને એક અંતકરણ એમ કુલ ૧૧ ઇન્દ્રિય હરિ માં સ્થિર થાય એટ્લે જ સફળ એકાદશી…!! આમ, સત્સંગ અહી ડગલે ને પગલે થાય છે…..!!
 • ત્યારબાદ, પુ.પ્રેમ વદન સ્વામી નાં મધુર કંઠે, બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી ની દિવ્ય સ્મૃતિ કરાવતું ” શ્રીજી ચરણ માં શીશ નમાવી ..ગાવું સ્વામી તમ ગીત….” રજુ થયુ….અદ્ભૂત કીર્તન…..જયાં સુધી આ ગગન ધરા રહેશે..ત્યાં સુધી પ્રમુખ સ્વામી નું નામ…એમનો મહિમા સદાયે પ્રજ્વલિત રહેશે….ગુણાતીત સદાયે પ્રગટ રહેશે…!!!
 • ત્યારબાદ એક યુવકે ” ધન્ય ધન્ય છો સ્વામી….ધન્ય ધન્ય તુજ અવતાર…” પદ રજુ કર્યું…પ્રમુખ સ્વામી મહારાજ ની ચપળતા…જોશ…કરુણા પુર્ણ આંખો ની ચમક…એ તેજ…અભય વર ની મુદ્રા… મનો ચક્ષુ સમક્ષ પથરાઈ ગઇ….!!
 • એ પછી, એક યુવકે ..” પ્રમુખ સ્વામી ની જીવન ભાવના…સૌનું હિત કરતી…” રજુ કર્યું….બ્રહ્મ સત્ય…!! સ્વામી એ જયાં સુધી પોતાનો દેહ રાખ્યો ત્યાં સુધી, એમની પ્રત્યેક ક્ષણ, જીવ માત્ર નાં કલ્યાણ માટે જ કૃષ્ણાર્પણ રહીં….. જીવ ને કેમ બ્રહ્મપદ આપી પરબ્રહ્મ નું સુખ આપવું….એ જ ભાવના રહી અને આજે એ જ તત્વ…એ જ અક્ષરસુખ ની વર્ષા મહંત સ્વામી મહારાજ દ્રારા પ્રગટ પ્રમાણ દેખાય છે….!
 • ત્યારબાદ યુવક મિત્ર દ્રારા ” કોટી વંદન કરીએ પ્રમુખ સ્વામી મહારાજ” પદ રજુ થયુ….! સ્વામી નો મહિમા ગાઈએ તેટલો ઓછો છે….
 • એ પછી એક યુવકે ” એનું નામ અમર થઈ જશે…ઇતિહાસ માં ગવાશે…” પદ ગાયું…ખરેખર ..ગુણાતીત પુરુષ જ જીવ ને ઉગારનાર નાવ સમાન હોય છે…..અક્ષરબ્રહ્મ નો મહિમા …એનાં કાર્ય સર્વોપરી જ હોય…..એમા કોઈ જ શંકા નથી…!!

અમુક સમય પહેલા સારંગપુર યુવા અધિવેશન યોજાયું હતુ તેમાં પ્રથમ શ્રેણી માં ઉત્તીર્ણ થયેલા મુંબઇ નાં યુવક સાગર કાવા એ એ જ ” વચનામૃત મહિમા” પર આધારિત પ્રવચન નો લાભ આપ્યો…! ખરેખર યુવકો નો સાચો માર્ગ દર્શક એક વચનામૃત જ છે, જેમાં એનાં દરેક પ્રશ્નો નું સમાધાન છે….! અદ્ભૂત પ્રવચન….!! 👍

ગઇકાલે શ્રાવણ સુદ દશમી હતી….પ્રમુખ સ્વામી મહારાજ આ જ તિથિ એ ( ૧૩/૦૮/૨૦૧૬) દેહ ત્યાગ કરી , ધામ ગમન કર્યું હતુ…તેની દિવ્ય સ્મૃતિ નો લાભ આપતાં પુ.બ્રહ્મ વિહારી સ્વામી જેવા તેજસ્વી, વિદ્વાન વક્તા એ સભા ને અદ્ભૂત લાભ આપ્યો….એનો સારાંશ માત્ર આપણે અહી જોશું….

 • ગઈકાલ ની તિથિ વિશે વિચારો કે…સ્વામી નાં ધામ ગમન સમયે તમે ક્યાં હતાં?? સ્મૃતિ ઓ હજુ હટતી જ નથી…..એનું દુખ હજુ છે..યાદો હજુ યે તાજી છે…પણ એનો અર્થ એ નથી કે તમે પ્રગટ માં જોડાયા નથી…ખુદ મહંત સ્વામી એ અટલાદરા માં કહ્યુ હતુ કે…પ્રમુખ સ્વામી મને હજુ એકપલ પણ ભૂલાયા નથી….એ જ ગુણાતીત પરંપરા ની વિશેષતા છે….છેક ગુણાતીતાનંદ સ્વામી થી લઇને આજે મહંત સ્વામી સુધી આ ઇદંમ દેખાય છે…ત્રણેય અવસ્થા માં આ સ્થિતી નો અનુભવ થાય છે..!!
 • ગુણાતીત ની આ સ્થિતી આપણે પણ જીવ માં દૃઢ કરવા ની છે…..આપણાં ગુરુઓ એ પોતાના ગુરુ ને ક્યારેય ગૌણ થવા દીધાં નથી….આપણે એ જ મહિમા સાથે જીવવા નું છે….
 • ગુરુ ની નાની એવી સ્મૃતિ પણ દુખ માં થી ઉગારનારી છે……ગુરુ પૂર્વા પર નું જુએ છે..હમેંશા જીવ નાં સુખ નું વિચારે છે…બાપા ધામ માં ગયા હતાં તેં પહેલાં એ પોતાના અંતિમ સંસ્કાર સ્થળ સુધ્ધાં નું આયોજન કરી ને ગયા હતાં…અરે… શનિવારે ધામ માં ગયા અને એ પછી બે દિવસ ની રજા પણ હતી….જાણે કે પોતાના હરિભક્તો ને અંતિમ દર્શન માં સહેજે તકલીફ ન પડે…!!!!
 • સ્વામી શ્રી ની સ્મૃતિ જ જ્ઞાન છે……છતેં દેહે બાપા એ જે સ્મૃતિ સર્વે ને આપી છે…તેવી જ સ્મૃતિ બાપા એ દેહ છોડ્યા પછી બધા ને આપી છે….લાખો લોકો …છેક પ્રધાન મંત્રી થી લઇને એક સામાન્ય હરિભક્ત સુધી સર્વે એ અંતિમ દર્શન કર્યા તેની સ્મૃતિ હજુ ભુલાતી નથી….!
 • સ્વામી દિવ્ય હતાં છતા આપણી વચ્ચે, આપણાં જેવા થઈ ને ભરપૂર સુખ આપ્યું છે….he was so human….among us..!! આપણે મન ધાર્યું કર્યું છે છતા બાપા એ એને સ્વીકાર્યું છે…..આપણી મરજી ને એમણે સાંભળી છે…..અને તેંવી જ સ્મૃતિ ઓ કયારેય ભુલાતી નથી…..
 • શ્રીજી એ વચનામૃત માં પોતાના લીલા ચરિત્ર સંભાળી રાખવા નું કહ્યુ…..એમ જ સ્વામી નાં ચરિત્ર સ્મૃતિ, મહિમા,અનુભવ અને એની સ્મૃતિઓ સદાયે સંભાળી રાખવી….જો એમ કરશું તો સ્વામી આપણાં થી ક્યાંયે દુર નથી…..આપણી પાસે જ છે…ડો.કલામ સાહેબ ને આ જ અનુભવ થયો હતો…બાપા ક્યાંયે ગયા નથી….

ગુરુજી નહીં ભૂલું તમને…..!! એ જ પ્રમુખ સ્વામી મહારાજે આજે જેનાં માં પ્રગટ છે તેં પ્રગટ ગુરુ હરી મહંત સ્વામી મહારાજ નાં ચરણો માં આ જ પ્રાર્થના….!!

આજ ની સભા બસ આવા જ સતપુરૂશ ની દિવ્ય સ્મૃતિ ઓ ને જીવ માં દૃઢ કરવા માટે હતી…..અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કહેતાં કે શ્રીજી મહારાજ ની સ્મૃતિ જો એક પળ પણ વિસરાય તો તાળવું ફાટી જાય તેવું દુખ થાય…..એવું જ દુખ આપણ ને પણ ગુણાતીત પુરુષ અને શ્રીજી ની વિસ્મૃતિ થી થાય…તેવી સ્થિતી માટે સ્વામી શ્રીજી ને પ્રાર્થના….

સદાયે પ્રથમ શ્રીહરિ ને રે…..

જય સ્વામિનારાયણ…..

રાજ


Leave a comment

BAPS રવિસભા-09/06/2019

સત્સંગ જ એવું તત્વ છે કે જેનાં કારણે ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાયેલા પરમ ભક્તો એ પોતાનુ સર્વસ્વ છોડ્યું….કોઈકે રાજપાટ છોડ્યું તો કોઈકે પોતાના કુટુંબ પરિવાર….કોઈકે પોતાના દેહ નાં સુખ છોડ્યા તો કોઈકે અન્ન વસ્ત્ર સુધ્ધાં છોડ્યા….!! અને જગતેં એમને ગાંડા કહ્યા છતા……..મોક્ષમાર્ગ માં એ જ ઉત્તમ પદ ને પામ્યા…..પ્રગટ ભગવાન ને પામ્યા…!!! અને આજે પણ એવા ભક્તો ની કમી નથી….આજની 46 ડીગ્રી ગરમી માં પણ તૌત્તેર મણ નો “ઉંબરો” ઓળંગી ને હરિભક્તો સભા માં પધાર્યા હતાં……એ શુ ઓછું છે???

તો આવા સર્વોપરી સત્સંગ ની શરૂઆત આપણા સર્વસ્વ …શ્રીજી નાં દર્શન થી…

સભા ની શરૂઆત ધૂન થી થઈ ત્યારબાદ યુવક મિત્ર દ્રારા બ્રહ્માનંદ સ્વામી નું સર્વોપરી પદ….” વ્હાલા તારી મૂર્તિ માં મોહી મોહી રે…..” રજુ થયુ….! જો મોહ કરવો હોય….હૃદય ને ક્યાંય જોડવું હોય તો એક હરિ માં જ જોડાય….! ત્યારબાદ ગુરુ હરી નાં મહિમા નું…પુ.જ્ઞાનેસ્વર સ્વામી રચિત પદ….” પુર્વ નાં પુણ્ય ફ્ળયા….સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા…” …રજુ કર્યું…! વચનામૃત નાં પાને પાને શ્રીજી એ ડંકા ની ચોંટે કહ્યુ છે કે….એ સદાયે પોતાના એકાંતિક સંત દ્રારા પ્રગટ છે….એનાં અંગે અંગ માં પોતે રહ્યાં છે ( ગ.પ્ર.27) …પછી સતપુરૂશ અને ભગવાન માં ભેદ શાનો?? સ્વયં ભગવાન એનાં દ્રારા જ સર્વે ક્રિયા કરે છે…..!! ત્યારબાદ પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી એ …પુ.યોગેન્દ્ર દાસ સ્વામી રચિત અદ્ભૂત પદ…” સ્વામી….આપ રીઝૉ એમ રાજી….” રજુ કર્યું……છેવટે એકાંતિક પુરુષ નો રાજીપો જ જીવ ને પરમ પદ પમાડે છે…..કથીર માં થી કંચન બનાવે છે….માખી માં થી સુરજ કરે છે….!!!

ત્યારબાદ સ્વામીશ્રી નાં સારંગપુર ખાતે નાં 30 મે થી 1 જૂન-2019 સુધી નાં દિવ્ય વિચરણ નો વિડીયો લાભ મળ્યો….અદ્ભૂત બાળ અધિવેશન સ્મૃતિ…!

અદ્ભૂત વિડીયો….!!

અમદાવાદ થી કુલ 280 બાળ બાલિકા અધિવેશન માં ગયા હતાં…એમા થી 194 બાળકો ઇનામ લઇ આવ્યાં…! અદ્ભૂત…અદ્ભૂત…! ત્યારબાદ એ વિજેતા બાળકો એ પોતાનુ જ્ઞાન કૌશલ્ય પુ. ઇશ્વર ચરણ સ્વામી સમક્ષ રજુ કર્યું…..અક્ષર પુરુષોત્તમ દર્શન શ્લોકો થી શરૂઆત થઈ…વાર્તા…મુખ પાઠ….પ્રવચન…..એક પાત્રિય અભિનય…નાટક સંવાદ….કીર્તન…( મંજુકેશાનંદ સ્વામી રચિત ..જોઇ મૂર્તિ તારી રે…દેવ મિસ્ત્રી એ રજુ કર્યું…) ..

અમદાવાદ માં થી કુલ 44 બાલિકા ઓ એ પણ સર્વોપરી દેખાવ કર્યો……એમનું પણ સન્માન થયુ….

છેવટે બાળકો એ લટ્કાળૉ લટકન્તો રે આવે….પર અદ્ભૂત નૃત્ય રજુ કર્યું…..જે સારંગપુર માં વિજેતા જાહેર થયુ હતુ….

ત્યારબાદ પુ. અક્ષર વત્સલ સ્વામી એ જાહેરાત કરતાં કહ્યુ કે….નીલકંઠ યાત્રા એનિમેશન dvd નો 5 મો ભાગ પ્રકાશિત થયો છે…માન સરોવર ..બદરી વન ની તપશ્ચર્યા આમાં વર્ણિત થઈ છે….તો બધા એ મહિમા સહીત અચુક વસાવવો….બીજા ને પણ પ્રેરણા કરવી…..અંતે એનું ટ્રેલર રજુ થયુ…..Nilkanth and swans of Man sarovar….!!

અદ્ભૂત….અદ્ભૂત…..!!! શ્રીજી સર્વોપરી ભગવાન કેમ છે? એનો ઉત્તર અહી છે……! 60 મિનીટ નો આ વિડીયો છે..જે જૂન માસ નાં અંત માં પ્રગટ થાશે….અત્યારે એનું એડવાન્સ બુકિંગ શરુ થયુ છે….

અંતે આશીર્વચન આપતાં પુ. ઇશ્વર ચરણ સ્વામી એ કહ્યુ કે…આપણી બાળ પ્રવૃતિ સર્વોપરી છે….બાળકો નો સર્વાંગી વિકાસ અહી થાય છે….યોગી બાપા એ આની શરૂઆત કરેલી….જેથી અક્ષર પુરુષોત્તમ નું દિવ્ય જ્ઞાન સમગ્ર જગત માં ફેલાય….! એમણે બાળકો યુવાનો ને ધર્મ તરફ વાળ્યા….. પ્રથમ બાળ અધિવેશન મૉંબાસા માં 1954 માં થયેલું…..આપણે અટલાદરા માં 1969 માં થયેલું….ત્યારબાદ ગોંડલ માં પ્રમુખ સ્વામી મહારાજ ની નીશ્રા માં થયુ……આપણાં અનેક સંતો એ સમગ્ર વચનામૃત…સ્વામી ની વાતો મુખ પાઠ કરેલા છે……બાળકો ને આવી પ્રવૃતિ માં જોડવા થી એમનો આંતરિક વિકાસ થાય છે….! બાળકો ને આ માટે તૈયાર કરવા માં, એમનાં માતા પિતા… સંતો..કાર્યકરો નો ખૂબ ફાળો છે….આપણા ગુણાતીત ગુરુઓ નો ખૂબ રાજીપો આ ઉપર છે…એમનાં ખૂબ ખૂબ આશિર્વાદ છે….! બાળકો માટે – આ જ્ઞાન તૈયાર કર્યા પછી ભૂલવું નહીં…..માટે તેનુ સતત ચિંતન મનન કરવું…દર અઠવાડિયે એક વાર તેની પ્રેક્ટિસ કરતા રહેવું….સત્સંગ માં સારી રીતે બાળકો જોડાશે તો તેમનાં ભવિષ્ય ની ચિંતા કરવા ની જરૂર નહીં પડે….સમગ્ર દુનિયા માં એ આગળ જ રહેશે…!!!

અગત્ય ની જાહેરાત….

બીજુ કશુ નહીં…આપણે… આપણાં સંતાનો એ આ જ કરવા નું છે…..જો એમ થાશે તો સતપુરૂશ…શ્રીજી રાજી…રાજી….!!

અસ્તુ…..જય સ્વામિનારાયણ….

સદાયે પ્રથમ શ્રીહરિ ને રે…..!!

રાજ


1 Comment

BAPS રવિસભા- ૨૬/૦૫/૨૦૧૯

સ્વામિનારાયણ હરે…..સ્વામીએ વાત કરી જે…

“….કોઈ કૂવે પડવા જાતો હોય તેને આડાં હજારો માણસ ફરે તો પડવા દે નહિ, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષયમાર્ગથી રક્ષા કરે…….

…… અને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ, એ તો આવડ્યું જોઈએ; તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ એ તો કઠણ નથી; જો આપણે એના થઈ જાઈએ તો તે આપણા થઈ જાય…”

————————–

અક્ષર વાતો-૨/૫૫

સત્સંગ માં પ્રગતિ ની ઉપરોક્ત વાત સાથે બાહ્ય જગતમાં ગ્રીષ્મ નું જોર યથાવત છે……તો સત્સંગ પણ હંમેશની જેમ યથાવત….કેસર ભીનો છે…..! આજની સભા માં એ કેસરિયો રંગ ભક્તિ બની છવાયો હતો….

અને જેનાં રાજીપા અર્થે આ બધુ છે…તેં જગતના નાથ નાં તમે દર્શન જુઓ તો સમજાય કે….એ સાંવરા ગુમાની ની છટા શુ છે…?? સારંગપુર ૧ નાં વચનામૃત માં કહ્યુ છે…તેમ આજના શ્રીજી નાં નીમિષ માત્ર નાં દર્શન માં અનંત બ્રહ્માંડ નું સુખ સમાઈ જાય તેવું હતુ…!!!

સભા ની શરૂઆત વિશિષ્ટ યજમાન…પ્રસિધ્ધ વૈષ્ણવ ગાયક….શાસ્ત્રીય ગાયક એવા પંડિતશ્રી નીરજ ભાઈ પરીખ જેવા વિદ્વાન ગાયક અને યુવક મિત્રો દ્રારા સ્વામિનારાયણ ધૂન થી થયુ…..

ત્યારબાદ પંડિતશ્રી નીરજ ભાઈ પરીખ નાં અત્યંત કર્ણપ્રિય ..ઘૂંટેલા સ્વર માં…શાસ્ત્રીય સુંરાવલી સાથે..કબીર જી નું પદ.” સબસે ઉંચી પ્રેમ સગાઈ…” રજુ થયુ…..!! અદ્ભૂત…..અદ્ભૂત…!! સગાઈ તો એક હરિ ની જ સાચી…..કે જયાં જીવ હરિ નો જ થઈ જાય છે….!!!

ત્યારબાદ એમનાં જ સુરીલા કંઠે , બ્રહ્મ કવિ બ્રહ્માનંદ સ્વામી નું પ્રસિધ્ધ પદ…” રે શિર સાટે નટવર ને ભજીએ…” રજુ થયુ……! ખરેખર માથું તો એક હરિ માટે જ મુકવા જેવું છે….અને જેમણે આ કર્યું છે, તેં જ જીવન ને સાર્થક કરી ગયા છે….! ભક્તિ માર્ગ નું સાધન…સાધ્ય…અને માર્ગ આ જ છે…!

ત્યારબાદ તેમણે બિલવ મંગળ આચાર્ય રચિત પ્રસિધ્ધ સ્તોત્ર…” શ્રી કૃષ્ણ ગોવિંદ દામોદર માધવેતિ…” રજુ કર્યો…..!! સરગમ ની સુંરાવલી માં શ્રીજી ને ગૂંથી ને જે અમૃત તૈયાર થાય છે…..તેનુ બ્રહ્મ સુખ આજે સૌને આ પદ દ્રારા મળ્યું….! હરપળ હરિ….સદાયે…!!

પંડિત શ્રી નીરજ ભાઈ પરીખ નાં પિતાશ્રી પંડિત શ્રી કૃષ્ણકાંત પરીખ, યોગીજી મહારાજ નાં અત્યંત કૃપા પાત્ર હતાં…..અને આ ભક્તિ વારસો આજે પ્રત્યક્ષ દેખાય છે……

ત્યારબાદ શ્રીજી નાં ચંદન નાં વાઘા નાં મનમોહક દર્શન નો વિડીયો લાભ મળ્યો…..

ત્યારબાદ પુ. અક્ષર વત્સલ સ્વામી જેવા પ્રખર વક્તા દ્રારા વચનામૃત અને સ્વામીની વાતો (૨/૫૫) પર આધારિત અદ્ભૂત પ્રવચન નો લાભ મળ્યો….જેનો સારાંશ માત્ર આપણે અહી જોઈશું….

 • કલ્યાણ નો માર્ગ શ્રીજી એ વચનામૃત માં આપ્યો છે…..ગુણાતીત સ્વામીએ પોતાની અક્ષર વાતો માં પણ એ જ કહ્યુ છે…..સ્વભાવ, દોષ…રોજબરોજ નાં સંસાર નાં પ્રશ્નો…મોક્ષ માર્ગ નાં સાધનો ઇત્યાદિ સર્વે ને શ્રીજી એ વચનામૃત માં કહી છે….
 • જીવન માં એકબીજા સાથે અનુકુળ થાતાં આવડે….એકબીજા ને વશ થઈએ…નમીએ તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ જાય…….
 • વ્યક્તિ નાં સ્વભાવ ઓળખી રાખવા….અને તેને સ્વીકારી …અનુકુળ થાવું…એકબીજા નું સન્માન જાળવવું….કોઈનું ઘસાતું ન બોલવું….અવગુણો ન ગાવા….
 • દરેક ને એક હરિભક્ત ની દ્રષ્ટિ એ જુઓ….મહિમા સમજો…..આપણા ગુણાતીત ગુરુઓ એ સમગ્ર જીવન આ જ કર્યું છે….
 • આપણે સામા વાળા નાં થશુ તો… એ આપણાં થઈ જશે……પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ સૌના થઈ ને રહ્યાં છે…માટે જ જીવ માત્ર એમનાં થઈ ને રહ્યાં છે…..ગુણાતીત પુરુષો એ કોઇના અવગુણ જોયા જ નથી….
 • મહંત સ્વામી મહારાજ ને જુઓ…..સદાયે દાસ ભાવે વર્તે છે….સૌના ગુણ જ જુએ છે….સૌનો મહિમા જ ગાય છે…એ ભાવે જ જુએ છે….આપણે પણ એમ જ કરવા નું છે….!!

અદ્ભૂત….અદ્ભૂત….! આ જો જીવન માં થાય તો જરૂર કલ્યાણ થાય….!

( ઉપરોક્ત પ્રવચન નું મોબાઇલ રેકોર્ડિંગ નીચેની લિંક પર ઉપલબ્ધ છે……ગુણવત્તા ઓછીવધું હોઇ શકે છે)

https://drive.google.com/file/d/1-0Rf5NhEy52WQ5WtkIMunSvrNipV5H-n/view?usp=drivesdk

 • 27/5 સારંગપુર બાળ અધિવેશન છે…ઉતારાની…. સ્વામીશ્રી નાં દર્શન ની વ્યવસ્થા થાશે નહીં..
 • રાયસન વિદ્યામંદિર માં હાયર સેકન્ડરી માં એડ્મીસન માટે સંપર્ક કરવો….
 • આવતાં રવિવારે ભવ્ય કીર્તન આરાધના નું આયોજન છે….અચુક લાભ લેવો…

તો, આજની સભા અદ્ભૂત હતી……સંસાર હોય કે મોક્ષ ની વાત……જીવન કઈ રીતે જીવવું…એ આજની સભામાં થી શીખવા મળ્યું…..! એટલું આવડ્શે તો યે બ્રહ્મ માર્ગે આગળ વધાશે…એમા કોઈ શંકા નથી…!

અંતે સુરત માં અકાળે મૃત્યુ પામેલા વિદ્યાર્થી ઓ ની સ્મૃતિ માં સ્વામિનારાયણ ધૂન થઈ…….પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નાં આશ્વાસન…આશીર્વચન વિડીયો સંદેશ નો લાભ મળ્યો….સર્વે નાં સુખ શાંતિ માટે સ્વામીએ પ્રાર્થના કરી… સર્વે નું કલ્યાણ થાય….સર્વે ને શાંતિ મળે એ માટે શ્રીજી સ્વામી ને પ્રાર્થના…!!

સદાયે હરિ ને આગળ રાખો…..એ છે તો બધુ જ છે…એ જ સર્વસ્વ છે….

જય સ્વામિનારાયણ

રાજ