Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

છગનભાઇ અને કોરોના- પુરાણ

ચીનકાઓ ના સૃષ્ટિ વિરુદ્ધ ના ખાનપાન ના પ્રયોગો ને લીધે આજે દુનિયા આખી ચિંતામાં છે……રાજા ની  કુંવરી ની જેમ કોરોના ઇન્ફેક્ષન દિવસે ન વધે એટલી રાત્રે વધે છે……અને દુનિયા આખી હાલક ડોલક થવા માંડી છે……શેરબજારો તૂટી પડ્યા….અર્થતંત્રો મંદી માં ડૂબી જવા લાગ્યા…..રાજસત્તા ઓ બદલાવા લાગી….તો ક્યાંક થતાં વિરોધ પ્રદર્શનો ના પાટિયા પણ ઉતરવા લાગ્યા……!!

આપણું અમદાવાદ હજુ કોરોના ની અસર માં નહિવત જેવુ છે…..રોજ સવારે છાપું ખોલો ને પહેલા સમાચાર કોરોના ના કેટલા દર્દી મળ્યા એના સમચાર મળે……હું ઘરની બહાર બેસી ને સવારે ચા પીતા પીતા છાપું વાંચતો હતો તો- સામે થી છગનભાઇ ના ઘરમાં થી ધમપછાડા ના અવાજો આવવા લાગ્યા……મને થયું કે- પાછું છગનભાઇ ને શું થયું?? લાવ જોવું તો ખરો……એમ વિચારી ને છગનભાઇ ને ઘરે જ ગયો…..જોયું તો- છગનભાઇ લેંઘો ઉપર ચડાવી …માથે હાથ મૂકી સોફા પર ઊભા પગે બેઠેલા અને રસોડામાં થી કાકી ના…કાકા ને ધમકાવવા ના અવાજ  આવતા હતા….

મે પુછ્યું……કેમ છગન કાકા ..શું થયું સવાર સવાર માં????

છગન કાકા – અલ્યા ભઈ…મૂક ને પંચાત…! સાલું ક્યાય શાંતિ જ નથી……….પેલા ચીનકા સાલા આખા ગામ ના ઢોર-કુતરા-બલાડા-વંદા-ચામાચીડિયા ખાય….ન પરિણામ આપણે ભોગવવા ના???

મે કહ્યું- પણ થયું શું??? એ તો કહો….

છગન કાકા- ભઈ…..એ ચીનકા ઓ ને લીધે- પેલું કોરોનુ- આખી દુનિયામાં ઘૂસ્યું છે…….તારી કાકી કહે છે કે- એકવાર આ કોરોનુ ઘૂસ્યું તો ખેલ ખલાસ…….!! અને રોજ સવાર સવાર માં મને કે’છે…..કે બજાર માં જાઓ ને મોઢું સંતાડવા માસ્ક લઈ આવો…..!! અ’વ ..ભઈ…..હું તો પચ્ચી દુકાનો ફર્યો….તો હારા લૂંટારા….દસ રૂપિયા ના ફરફરિયા જેવા માસ્ક ના પચ્ચાસ રૂપિયા માંગે છે…….! હું તો પાછો આયો……અને તારી કાકી શ તે માનતી જ નથી………એ કે’છ…..પચાસ થાય તો પચાસ……માસ્ક લઈ આવો અને એ ય પાછા અલગ અલગ કલર ના…..!! બો’લાં……ઓમાય ફેશન…!! હારુ શું કરવું???

હું તો વિચાર માં પડી ગયો……..અને કૈંક બોલું એ પહેલા તો- મારા ઘરમાં થી શ્રીમતી જી ની બૂમ પડી……..! ” હાંભળો શો?? ઘરમાં ટાંટિયો ટકતો જ નથી……….પેલા માસ્ક લઈ આવ્યા???

છગનભાઇ મારી સામે જોઈ ખંધું હસ્યા……અને હું મોઢું નીચું કરી ઘર તરફ ભાગ્યો…..!!!!!

તમારે બૂમ પડી???

🙂

રાજ


Leave a comment

છગનભાઇ અને “વટ” સાવિત્રી વ્રત…

“વાયુ” એ ગુજરાત ને….અને ખાસ તો સદાયે “તરસ્યા” અમદાવાદીઓ ને દગો દીધો….અને હુ પણ એક અમદાવાદી તરીકે વરસાદ નહીં પણ ભેજ થી ભીંજાતો…. નિસાસા નાખતો “વાયુ” ત્યાગ કરવા નીકળ્યો……! ચપ્પલ પગે ટીન્ગાવી બહાર પગ મુક્યો કે સામે નજર પડી……..દેવાળીયા થઈ ગયેલાં પાકિસ્તાન ની જેમ ગરીબડૂ ડાચુ લઈ છગનભાઇ , મોદી ત્રસ્ત કૉંગ્રેસ ની જેમ ઉભા પગે બેઠેલા…..અને કૈક બબડતા હતાં…..

મે સહજ જ પુછ્યું…..કેમ છગન કાકા ….શુ થયુ?? કેમ આમ ઉદાસ બેઠા છો….???

છગનભાઇ મો વાંકુ કરી બોલ્યા … જાવા દો ને રાજભૈ.. ચૉય શાંતિ જ નથી….!!

હુ- પણ બોલો તો ખરાં….શુ થયુ???

છગનભાઈ ઉવાચ….શુ કહું રાજ ભૈ….. એક જમાનો હતો કે બૈરા એમનાં ધણી માટે હુ નતા કરતા…!! ચેટલા ય જાત નાં વ્રત ન વાર કરતાં…… ન’ અવ તો હારો જમાનો ય એવો આયો શ ક….બધાં વંઠી જયાં શ….!!!

હુ…….કેમ થયુ શુ???

છગન ભાઈ……- ભઈ…. મી તારી કાકી નું કહ્યુ ક…આજ વટ સાવિત્રી નું વ્રત શરુ થાય શ….ઇમ આ છાપા વાળા કે’શ……તેં તુ ય કર ન લી…!! અન.. ભઈ… આ હામ્ભળી એ તો જમ ના પાડા ની જયમ ભડકી…..ઝાડુ પસાડી મનઅ વટ મારતી બોલી…..” ચય્મ બધાં વ્રત અમાર જ કરવા નાં…??? ન તમાર કાંઇ નઈ….?? ચય્મ અમે ઠેકોં લઈ રાખ્યો શ…??? જમ તમન કાલ લઈ જતા હોય તો આ જ લઈ જાય….!!! ખબરદાર જો વ્રત નું નામ લીધુ શ તો..!!!”

છગન ભાઈ તો બોલતાં બોલતાં ઢીલા થઈ ગયા……અને જાણે રડતા હોય એમ બોલ્યા….

” જોયું….શેવા દા’ડા આયા શ…..!! તારી કાકી જેવી ડોહી ઓ ઓમ ફરી જાય શ…તો તમારી નવી પેઢી ની તો શી હાલત હશે???”

હુ બોલ્યો- ” કાકા….કાકી ની વાત તો અમુક અંશે સાચી જ છે……આજકાલ સ્ત્રી ઓ દરેક કાર્ય માં પુરુષ જેટલો જ દાખડો કરે છે….નોકરી ધંધો કરે છે…..તો આવા વ્રત કદાચ ન કરે તો વાંધો નહીં…..બળ જબરી ન કરાય …આ તો સમજણ અને પ્રેમ ની ..મહિમા ની વાત છે….”

છગન ભાઈ બોલ્યા……” હુ કનકોંળા નો પ્રેમ…!!! અલ્યા….આખી જીંદગી અમે આ ઉપાધિ ન’ નભાઈ….રોજ એની કચકચ હામ્ભળી ન કાંન બે’રા થઈ જયાં…… તો આપણા માટ આટલું વ્રત ન થાય ભઈ….??? એમાં હું નવઈ કર શ!!! ઇન પૈયણી ન હું લઈ આયો….તેં ચાર મહિના પશી મારો હાહરો..મારી પાહે બેહી દાંત કાઢતા કે….છગનલાલ…..કંકુ ન તમાર હારુ પૈણાઇ તો…મારૂ તો વજન પાંચ કિલો વધ્યું…..!!! હવ બોલા …મારઅ હુ કે’વું એ ડોહા ન….!!!

હુ હસતા હસતા બોલ્યો……કાકા…જે હોય તેં….કાકી તમારી આટલી બધી સેવા તો કરે છે…..પછી બીજુ શુ જોઈએ…???

છગન ભાઈ તો આ સાંભળી બગડ્યા….બોલ્યા….” અલ્યા…તમારા જેવા નવી પેઢી નાં વહુ ઘેલા ઓ ને લીધે જ અમારાં આ દા”ડા આયા શ…..!! તમે તમારી બાયડી આગળ મિદંડી મે થઈ જાઓ શો…..ન અમન સલાહ આલવા નીકળ્યા શૉ…!! આં કઇ વાયુ વાવાઝોડું નથી ક ગાજે પણ વરસે નહીં…..! જોઉં શુ તારી કાકી ન….ચય્મ વ્રત ન કર….? ઈ ન કરઅ …તો હુ કરીશ….પણ ઇન નહીં છોડું…!!

…………

આ સાંભળી મને લાગ્યું કે….મારી સાવિત્રી આ વાતચીત સાંભળી , મારો ખો બોલાવી દે… એનાં કરતાં ચાલો ભાગીએ….!

“વટ” સાવિત્રી ની વટ ભરી….છગન ભાઈ ની તીખી બોલી સાંભળી…..વાયુ વાવાઝોડા નો પીછો કરવા હુ તો ભાગ્યો…..!!

ઓમ શાંતિ…..શાંતિ….

રાજ


Leave a comment

છગનભાઈ નો યક્ષ પ્રશ્ન…..

……યાર તમે આપણા લોકો ની એક ખાસિયત જરૂર માર્ક કરી હશે………આપણા લોકો ને પોતાના કરતાં અન્ય ના પશ્નો મા બહુ રસ…..! ગામ મા કોઈ લડતું હોય તો- પોતાનું સઘળું કામ મૂકી- એ લડાઈ-ઝઘડો જોવા વિના આમંત્રણે પહોંચી જાય……..એવો જ એક સવાલ અમારા  મિત્ર-છગનભાઈ ને  આજકાલ સતાવી રહ્યો છે…….અને એ  મને આજકાલ રોજ પૂછી ને – હેરાન કરી રહ્યા છે……એ સવાલ ને- એ ભાઈ સાથે….કે મારી સાથે…કે આ સમાજ સાથે…કે આ દુનિયા સાથે કઈ લેવા દેવા હોય – એવું મને જણાતું નથી……છતાં…..એક કહેવત પ્રમાણે…”દુઃખ વહેંચવા થી ઘટે છે..” તો ચાલો…મારું ..એનું આ “અદ્રશ્ય દુઃખ…તમારી સાથે “વહેંચી” ને ઘટાડી એ……

છગનભાઈ નો એ એ યક્ષ પ્રશ્ન છે………( નોંધ- આ પ્રશ્ન ની- અમારી સાથે -કે લગતા વળગતા લોકો સાથે કોઈ નાહવા નીચોવવા નો સંબંધ નથી….)

” આ રાહુલ ગાંધી લગ્ન કેમ નથી કરતાં?”

અલ્યા ભાઈ…..આ તો કઈ સવાલ થયો? રાહુલ ભાઈ લગ્ન નથી કરતાં- એમાં મારે તમારે- આજુબાજુ ના પડોશીઓ ને શું લેવા દેવા? એ તો સોનિયા ગાંધી જી નું ટેન્શન…….એ દેશ નું ટેન્શન થોડુ છે? ……તો છગનભાઈ ના ચિંતિત મન ને શાતા આપવા ના શુભ હેતુ થી…..મે એમને મરી રીતે સમજાવવા નો પ્રયત્ન કર્યો…….

મે કહ્યું..” જુઓ છગન ભાઈ…….રાહુલબાબા નું લગ્ન થાતું નથી…કે કરતાં નથી..એ એમનો સવાલ છે……તમને જેટલી ચિંતા છે…એટલી જ કદાચ – એમનાં માતાજી સોનિયા મા ને પણ હશે જ ને……અને આપણે શું કામ લોહી ઉકાળા કરવા ના…? અને ધારો કે તમને ચિંતા થાય તો યે તમે શું કરવા ના હતા…શું ઉખાડી લેવા ના હતા?…….તમારી પસંદ કરેલી છોકરી….રાહુલબાબા ગમાડવા ના હતા ?…..છોડો ને યાર આવી લપ……!  આપણે બીજા કોઈ ધંધા નથી? દેશ મા ભ્રષ્ટાચાર ઘટતો નથી…..મોંઘવારી વધતી જાય છે……એની ચિંતા નથી….ને રાહુલબાબા ના લગ્ન ની ચિંતા છે? એ કેવું?

છગનભાઈ ..થોડીકવાર મારી સામે જોઈ રહ્યા…..કપાળ પર હાથ મૂકી ને મારી સામે..કોઈ વિચિત્ર….અજીબ હાવભાવ સાથે જોઈ રહ્યા…..પછી અચાનક નિસાસો નાખી બોલ્યા…..” તમે નઈ હમજો…રાજભાઈ……..તમે તો મોદી વાળા ને…….મોદી બસ ચુકી ગ્યા એટલે હું રાહુલબાબા એ પણ બસ છોડી દેવા ની?…….તમને તો કોઈનું હારું થાય એ ગમતું જ નથી…….! તમ તમારે જોયા કરો……બિચારો …કુંવારો જીવ….જ્યાં ચ્યાં ફર્યા કર…….ગરીબો ના ઘેર જઈ રોટલા માંગી ન ખાઈ લે……ચે વો એન્ધરા ( સુકાયેલું ઝાડ) જેવો થઇ ગયો શ…….! અન તમ એ વિચારો ક……દેશ નું ભવિષ્ય હું થાશે…….? ચ્યાં હુધી  મમ્મી ન પુશી પુશી ન ચલાવશે?……..અન ભાઈ…..આ દેશ નું હું થાશે??????………….જો રાહુલબાબા લગન નહી કર….તો છોકરાં ચ્યાં થી આવશે?…..અને છોકરાં નહી હોય તો ભવિષ્ય મા કોન્ગ્રેસીયા ઓ વતી આ દેશ કુણ હમ્ભાળશે??????….અલ્યા ભલા માણહ….કમસેકમ ……દેશ નું તો વિશારો……….! બિચારા ન પૈયણાવો……….ચ્યોક સોકરો ઠેકાણે પડે….ન આ બધા લવારા બંધ થાય……!

હું તો વિચાર મા પડી ગયો……..! છગનભાઈ ને શું જવાબ આપવો……? આટલી કઠિનાઈ તો કદાચ ધર્મરાજ યુધિષ્ઠિર ને નહી પડી હોય…….! ….હું કઈ પણ બોલ્યા વગર….છગનભાઈ ને એ જ ચિંતાતુર ચહેરા સાથે છોડી ને ઘર તરફ ચાલ્યો…………

ઘરે પહોંચ્યો…….ને ટીવી પર જોયું તો – રાહુલ બાબા -પત્રકાર પરિષદ ને સંબોધી રહ્યા હતા…અને ગુનેગાર નેતાઓ ને બચાવતા …પોતાની જ સરકાર ના….એમેન્ડમેન્ટ ને ફાડી નાખવા ની વાત કરતાં હતા……..! નાટક જોવાની મજા આવી……પણ …રાહુલબાબા ના ચહેરા ના હાવભાવ જોઈને તરત જ મને છગનભાઈ નો પ્રશ્ન યાદ આવ્યો…….અને થોડુંક વિચાર્યું કે…..રાહુલબાબા નો આ કંટાળો….માનસિક સ્થિતિ કદાચ એમનાં કુંવારા હોવા ને કારણે તો નહી હોય ને?…………

..અને એ વિચાર મન મા હાવી થઇ જાય એ પહેલા…..રીના ની બુમ પડી……..હરિ ને સંભાળો………! ……..અને પુનઃ હું મૂળ અવસ્થા મા આવી ગયો……..અને હાશ થઇ કે…….રાહુલબાબા ને યાદ કરવા…એમની ચિંતા કરવી…… એના કરતાં હરિ ને સંભાળવો સહેલો છે……….! અને કદાચ એ જ બધા માટે સારું છે…..

 


Leave a comment

છગનભાઈ ની દશા અને દિશા…….

રોજ ની જેમ આજે સાંજે હું ઘરે આવી રહ્યો હતો અને આજે રોજ કરતાં કદાચ વધારે થાક લાગ્યો હતો. પગ ને જાણે કે જરા વધારે ભારે વજનીયા ( આમ તો વજનીયા બાંધેલા જ છે…..) બંધાઈ ગયા હોય એમ ખેંચી ખેંચી ને…પગ માંડી રહ્યો હતો……..આમે ય આપણે શું કરી શકવા ના હતા??? આજકાલ માથું પણ ભારે અને પગ પણ “ભારે” થઇ ગયા છે…..કંઇક હલકું થયું છે તો એ છે- મારું….તમારું…..બધા નું ખીસું…….!

હું નિસાસા નાખતો- ઘરમાં પ્રવેશતો હતો અને અચાનક મારી નજર – બાજુના ઘર મા – આમ આદમી ના પ્રતિક એવા – છગનભાઈ પર પડી……જોયું તો – કોઈ મરી ગયું હોય એમ માથે ઘૂમટો નાખી – ઉભા પગે ઓટલા પર ચુપચાપ બેઠેલા અને અંદર ટીવી પર ગુજરાતી ચેનલ મોટા અવાજે ચાલુ…….! મને નવાઈ લાગી પછી એમનું દુઃખ કદાચ મારા થી મોટું હોય એમ સમજી એમની પાસે ગયો…….હાથ પકડી  ને હલાવ્યા….પણ એ કંઇ જ બોલ્યા વગર નિસ્તેજ આંખો થી જમીન સામે જોઈ રહ્યા……..

મે કહ્યું…..” છગનભાઈ……શું થયું……??? ભાઈ કંઇ બોલો તો ખરા?????

છગનભાઈ( રડમસ પણ ગુસ્સાયેલ સ્વરે…) – ” હું બોલું લ્યા???? હારા ચોરો….લબાડો…..પિંઢારાઓ…………….દેશ નું નખ્ખોદ વાળી નાખ્યું શે……….!

હું બોલ્યો- ” પણ થયું શું? એ તો બોલો????”

છગનભાઈ ઉવાચ- ” એના બાપા નું કપાળ બોલું લ્યા……..?? હમણાં તારી કાકી ન હું – ટીવી મા સમાચાર જોતા’તા…..એમાં પેલી કોઈ બુન આઈ……અન બોલી…..હેડો દેશ ની દશા ન દિશા …બેય બદલીએ……..” ના…. ના ….જોયા ઓય તો દેશ ની દિશા ‘ન દશા બદલવા વાળા………પે’લા પોતાની દશા બદલાં………દેશ ની તો ઘોર ખોદી નાખી શ……! પેલાં મનમોહન ભઈ પુતળા જેવા ..કદી ય એમનાં હસતા ભાળ્યા શ???..દહ વરહ પહેલા ગાદી એ બેઠા ત્યાર હું બોલ્યા તા???? દેશ ન આગળ લઇ જાસુ……….અલ્યા રાજ્ભાઈ……મુ’ન યાદ સ ક – એ વખતે પેટ્રોલ નો ભાવ મારો બેટો- ૩૩ રૂપિયા હતો અને ન આ’જ ૭૦ રૂપિયા થ્યો સ…….! અને ભઈ…..જ્યાં જુઓ ત્યાં કૌભાંડ જ કૌંભાંડ……..કલમાડી….કન્મુઝી..( કનીમોઝી) …રાજો…..કોલસા…..ન હું બાકી રહ્યું ભઈ……????? હારા …દેશ ન ગળી જહી……..ન પા’શા …..અમારી દશા સુધારવા નેક્લ્યા શ……!

હું બોલ્યો- ” છગનભાઈ શું કરીએ??? ચાલ્યા કરે…..એમાં એટલા બધું ટેન્શન નહી લેવા નું……ભાઈ….! ઘંટી નું પૈડું આમ ફરે કે તેમ – પિસાવા નું તો આપણે જ છે……જુઓ ને- આટલી બધી મોંઘવારી વધી….પેટ્રોલ ડીઝલ….અને હવે તો ગેસ ના ભાવ પણ વધ્યા…..પણ આપણો પગાર ક્યાં વધે છે???? ”

છગનભાઈ ઉવાચ- ” ચ્યમ …હું કરીએ એટલે??? બસ …અમાર જ ઘંટી મા બેહી રે’વા નું???? મારા હા’રા ચોરો – બધું લુંટી જ્યાં…..અન ..અ જેલ મા થી સુ ટી એ જ્યાં……ન આપર જ મરવા નું????? અન ન નવાઈ ની વાત તો હાંભળો……દેશ ન પૈસા મા ઉઠાળ્યો…એ ભઈ ..રાષ્ટ્રપતિ થઇ જ્યાં શ…….! આપરા ભગતભઈ નો સુરીયો દોડ્યો ‘તો….પેલું ઘર નું ઘર લેવા……..મફત નું….તે ભઈ ડેલી એ થપ્પો મારી પાશા આયા…..ખબર પડી ક આ’ તો હથેળી મા થૂંકી ને સુરજ બતાવવા ની વા’ત શ…..! અન..અ એથી એ મોટો મજાક હોમભ્ડ્યો????

હું બોલ્યો- “કયો???”

છગનભાઈ ઉવાચ- ” પેલાં કોમ્પ્યુટર ના ડબલા નો……એ….ન …હું કે’વાય શ??? હમમમ…..લેપટોપ ભઈ……! અલ્યા બધા ન મફત આલ્વા ન શ……..! ના….ના…..હું પુશું શું…..એ ડબલા ના પૈસા ચ્યાં થી આવવા ના….??? પેલાં ટેલીફોન ના – ન -પેલાં કોલસા ની ખાણોમાંથી જ ન……લે વાણિયા …તારા ન જ તારા……..! મારા હારા ….ગુજરાતી ઓ ન ગાંડા હમજ શ???? ભઈ…એમ કાંય લોકો પટ એમ નથી………એ તો બધા કાગડા ન જાણ શ……..! મે તો તરી કાકી ન કીધું જ શ…….ક આવા ચોરો વોટ માંગવા આવ તો- હારા ઓ ન પકડી પકડી ન – દેશ ના પૈસા પાછા માંગજો…….છોડતા નઈ……..!  હારા ન પોતાની દિશા ખબર નથી…….ખાડા મા જાંય શ ક કુવા મા…..જાણતા નથી ન મ’ ન……ના …..ના…..મ’ન – છગન ભઈ ન દિશા બતાવવા નિકળ્યા શ……! પેલાં…..અમારા પૈસા પાશા આલા……પછી આગળ વાત કરો…….!

હું તો સાંભળી જ રહ્યો……..છગનભાઈ નો આક્રોશ કદાચ એકલા નો ન હતો- એ બધા નો હતો. છેલ્લા ૧૦ વર્ષ થી દેશ ને શું મળ્યું છે??? મોંઘવારી અને કૌભાંડો સિવાય કશું જ નથી મળ્યું……અને એમાં ય આપણા માધ્યમ વર્ગ ની સ્થિતિ તો એવી છે કે – પેટ્રોલ ભલે ૭૦ નું થાય પણ ૫૦ નું પુરાવી ને એમ જ સંતોષ માણવા નો કે- આજ થી પાંચ  વર્ષ પહેલા પણ ૫૦ નું પુરાવતા હતા અને આજે પણ એટલા નું જ પુરાવી એ છીએ……..! છગનભાઈ ની વાત- કે પ્રજા ની દશા અને દિશા સુધારતા પહેલા રાજકીય પક્ષો એ પોતાની દશા અને દિશા સુધારવા ની જરૂર છે…….દેશ – હવે કદાચ વધુ સમય આ બધું સહન નહી કરે……અને એમને બળજબરી પૂર્વક સુધારાય – એ પહેલા જાતે જ સુધરી જાય તો ફાયદો એમને જ છે…..

બાકી- છગનભાઈ સાથે આપણા બધા ની લાગણી ઓ જોડાયેલી છે……..અને સત્ય – એ હમેંશા સત્ય જ રહે છે. આપણા મહાજાતિ-ગુજરાતીઓ એ દુનિયા ને દિશા બતાવી છે…..અને પોતે જ પોતાની દશા સુધારી છે….દેશ-દુનિયા ની દશા સુધરી છે…… અમને કોઈ ની સલાહ ની કે દિશા ની જરૂર નથી. થપ્પડો બહુ ખાધી પણ એટલી તાકાત પણ છે કે – આંગળી ના એક ઈશારે બ્રહ્માંડ ને હલાવી દઈએ……..

થોડામાં ઘણું સમજો ભાઈ……

રાજ

 


1 Comment

છગનભાઈ ત્રિભેટે……

ભગવાન ,અમુક વ્યક્તિઓ ને ,ખબર નથી પણ એટલા માટે જ જન્મ આપે છે કે એ હેરાન થાય….! તો અમારા પડોશી છગનભાઈ પણ એમાં ના એક છે…..એમણે ઘણીવાર ભ્રમ થાય છે કે એ UNO ના પ્રમુખ છે અને સમગ્ર દુનિયામાં થતાં પ્રશ્નો નો જવાબ એમણે જ શોધવા નો છે…..! તો આ છે ” ભ્રમ અપના અપના…” ! મૂળ વાત પર આવીએ……

તો આજકાલ અમદાવાદ થી વરસાદ રૂઠી ગયો છે અને અત્યારે વાતાવરણ પત્ની જેવું  લાગે છે…….લાગે કે હમણાં વરસાદ પડશે…..પણ છેવટે તન-મન ને કોરા રાખીને મેઘરાજા નફ્ફટ થઇ ચાલ્યા જાય…! આવા જ વાતાવરણ માં હું , જરા બહાર ટહેલવા નીકળ્યો અને અનાયાસે જ મારી નજર છગનભાઈ ના ઘરમાં પડી….ખુરશી પર પગ ઉંચા કરીને બેઠેલા છગનભાઈ…હાથમાં રીમોટ પકડીને ,જાણે કે ટીવી પર પોતાનો કંટાળો કાઢી રહ્યા હતા….! ચા પીવા નો સમય હતો અને હું એ જ છુપી આશા થી છગનભાઈ ના ઘરમાં ઘૂસ્યો….મને જોઈને એ મારા પર ભર બપોરે જાણે કે ” વરસી” પડ્યા……!

છગનભાઈ- બસ તમ તમારે ઘર બારણે ફર્યા જ કરો…..દેશ નું ….સામાન્ય માણસ નું જે થાવું એ થાય…..!

મે પૂછ્યું– પણ થયું શું..બાપુ?…કેમ અકળાયા છો?……

છગનભાઈ– એના બાપ નું કપાળ…! જરા ટીવી ની સમાચાર ની ચેનલો જુઓ…..જ્યાં જુઓ ત્યાં ભડકા જ ભડકા….! પેટ્રોલ ૭૦ રૂપિયે….ગેસ ૪૫૦ રૂપિયે ….કેરોસીન ૪૦ રૂપિયે……..ડીઝલ ૪૫ રૂપિયે………શાકભાજી…દાળ ચોખા…..અલ્યા એ તો છોડો ……..વાળ કપાવવા પૈસા જુઓ..તો ખબર પડે કે શું થઇ રહ્યું છે???? માણસ સાલો – ઘંટી ના બે પડ વચ્ચે પીસાતો સડેલા ઘઉં ના દાણા જેવો થઇ ગયો છે…..! ઘેર બૈરું લોઈ પીએ…..બહાર જઈએ એટલે લોકો -મોંઘવારીના સેલ્સમેન બની આજુબાજુ ભમરાય……..આત્મહત્યા કરવાને લાયક નથી રહ્યા બધા….! અને પેલો બિચારો પામર જીવ- કઠપુતળી મનમોહન કહે છે કે ” હું નબળો નથી….” અલ્યા શું કહેવું????? પેલા નાલાયક….દિગ્વિજય કે બકવાસી સિબ્બલ ને તો કંટ્રોલ કરી શકતા નથી……..અને મેડમ ના ઈશારે નાચે છે……પેલો અન્ના હજારે તો બિચારો ભૂખ્યો મરી જાશે પણ સાલા કોન્ગ્રેસીયા કશું કરવા ના નથી……!

છગનભાઈ એટલું બધું એક શ્વાસે બોલી ગયા કે મને શરુ શરૂમાં તો સમજવામાં તકલીફ પડી…..! અને પછી થોડીવાર ખામોશ થઇ ગયો અને બોલ્યો….

હું- છગનભાઈ , તમારી વાત સાચી છે પણ એમાં સામાન્ય માણસ કે અન્ના હજારે શું કરે?…..સાલા રાજકારણીઓ એવા જાડી ચામડી ના છે કે – ગમે તેટલા ગોદા મારો…એમણે કઈ થવાનું નથી…..ઉપવાસ કરવા થી કઈ વળવા નું નથી…..બાબા રામદેવે -ઉપવાસ ના શસ્ત્ર ની ધાર ને જરા બુઠી કરી નાખી છે……કોંગ્રેસ સરકાર ફાવી ગઈ છે…..બાબા હવે પોતાની પોતડી બચાવવા પડ્યા છે તો……..આમાં તો લોકો જાગે તો  કઈ થાય……!

છગનભાઈ– તો કરવાનું શું?……બસ ઘરે બેઠા મંજીરા વગાડવાના….! પેટ્રોલ ના ૭૦ રૂપિયા….ગેસના ૪૫૦ રૂપિયા……ક્યાંથી કાઢવાના???? આ બાજુ નોકરી માં પગાર તો એટલો વધતો નથી અને મોંઘવારી મો ફાડી ને ઉભી જ હોય છે…….સરકાર બોલે છે – આંતરરાષ્ટ્રીય બજારમાં જ આવું છે…..તો ભાઈ…એ પોતે કેમ ખર્ચા નથી ઘટાડતા….??? પેલું કાળું નાણું પડ્યું છે ..એ પાછું લાવો ને???? ૨-જી સ્પેક્ટ્રમ ના નુકશાન ને પેલા રાજા -કનીમોઝી પાસે થી વસૂલો ને….કોણ રોકે છે???? આતો સાલું – ભ્રષ્ટાચાર ની સામે બોલો એટલે તમે સરકાર વિરોધી……! ચૂંટણી આવવા દો પછી….સોનિયામા ને ..એમના ચમચાઓ ને બતાવીશું કે શું થાય છે???????

હું- અલ્યા ભાઈ…..શાંત થાઓ…..! આમ બુમો પાડવા થી કઈ થવાનું નથી…..! લોકોએ જાતે જ જાગવું પડશે….ખોટું દેખાય એટલે તરત જ કાયદા પ્રમાણે કાર્યવાહી કરવાની……RTI નો ઉપયોગ કરવાનો……! લોકપાલ બનવા દો ..પછી જુઓ શું થાય છે?????

છગનભાઈ( માથા પર હાથ મૂકી ને…) – લોકપાલ????? અલ્યા રાજકારણીઓ અને કાન્ધીયાઓ એમાં પણ છીંડા મુકશે….અને છટકી ને ભાગી જાશે……! લુલો કાયદો બનશે……જુઓ ને એ લોકપાલ નહી પણ “જોક્પાલ” બની જાશે……! એ ભગવાન….! તું ક્યાં છે????

…………….  છગનભાઈ ને સ્થિતિ જોઈને લાગ્યું કે – એ હવે ત્રિભેટે ઉભા છે…..ક્યાં જવું ખબર નથી પડતી……સાચી વાત છે- આ સવાલ છે તમારો…..મારો….આપણા બધાનો……! ક્યાં જવું?…..ભ્રષ્ટ માણસો અને ભ્રષ્ટ સિસ્ટમ કેવી રીતે બદલાશે?……ખબર નથી……કદાચ લાગે છે કે હવે દેશ ને એક બીજા ગાંધી ની જરૂર છે……પણે એવો ગાંધી કે જે ગોળીઓ થી ન મરે…….!

કદાચ….ભ્રષ્ટાચાર વિરોધી આપણું એક નાનું પગલું – કોઈ મોટી સફર ની શરૂઆત હોય….!

ચાલો પગલું તો ભરીએ………! અન્ના ની સાથે…..દેશ ની સાથે…કે કોઈપણ એ હમસફર ની સાથે કે જે દેશ માટે લડે છે…….!

રાજ


Leave a comment

છગનભાઈ અને મોંઘવારી…

આજે સવારે હું , ગેલેરી માં બેઠો બેઠો છાપાં ના પાનાં , પલટતો હતો…ને અચાનક મારી નજર સામે ગઈ…જોયું તો છગનભાઈ, ખુરશીમાં મરશીયું મો કરી ને બેઠા હતા. મને આશ્ચર્ય થયું….હું એમની પાસે જઈને બેઠો…પણ છગનભાઈ હજુ પણ એમ જ બેઠા હતા. મારા આવવા નો અણસાર એમને ન આવ્યો હોય એમ લાગ્યું…..મે એમને જોર થી ઢંઢોળ્યા…..તો એ જાણે સમાધિમાં થી જાગ્રત થઇ પડ્યા હોય..એમ મારી સામે જોઈ રહ્યા….

મે પૂછ્યું- શું થયું મહારાજ…??? કેમ આમ મો ફુલાવી ને બેઠા છો….?..કોઈનું મરણ તો નથી થયું ને????

છગનભાઈ- રાજ્ભાઈ….અલ્યા હું મરવા પડ્યો છું…..!! સાલું હવે જીવવામાં બાકી જ શું રહ્યું છે??? બધા મારવા જ પાછળ પડ્યા છે…

હું- પણ થયું શું?….એ તો કહો?

છગનભાઈ- અરે શું કહું??? સવારે સવારે હું વાળ કપાવવા ગયો તો મારો બેટો મગનીયો( વાળંદ) ..મને ખુરશીમાં બેસતા પહેલા કહે….છગનકાકા …આજ થી વાળ કાપવાના ૫૦ રૂપિયા થાશે…?? અલ્યા….હું તો હબક ખાઈ ગયો….મે એને પૂછ્યું ..કેમ?….તો કહે…..પેટ્રોલ ના ભાવ વધ્યા…એટલે વાળ કાપવાના ભાવ પણ વધશે….! સાલું…..હું તો કોરા માથે ઘેર આવ્યો…..શું કરવું…??? વાળ અને પેટ્રોલ….સાલું ક્યાં સાંધા મળે છે?????

હું- છગનભાઈ….શું કરીએ ….એક વર્ષ પહેલા પેટ્રોલ ૩૫ રૂપિયે લીટર હતું…અને આજે ૬૮ રૂપિયે…..! હવે…ટ્રાન્સપોર્ટ મોંઘુ થયું…આથી બધા શાકભાજી કે જીવન જરૂરિયાત ની બધી ચીજો પણ મોંઘી થવાની જ ને….! પછી , વાળંદ પણ પોતાનો ચાર્જ વધારવાનો જ ને…..એને પણ ઘર ચલાવવા નું છે…

છગનભાઈ-…અલ્યા પણ મોંઘવારી , આપણ ને જ ચ્યમ નડે શે???? પેલા કલમાડી- રાજાઓ-કનીમોઝીઓ…..ને ચ્યમ નથી નડતી??? સાલાઓ આખી દુનિયાનો માલ ખાઈ ને બેઠા છે….પણ બસ એસી કોર્ટો માં જલસા પાણી..કરી ટાઈમ પાસ થાય છે…..પેલો સાલો કસાબ..હજુ જેલમાં જલસા કરે છે…..આતો હારું થયું કે , પેલો ઓસામા કસાબ જોડે મુંબઈ ના આવ્યો…નહીતર સાલા નો ખર્ચો આવનારા સો વર્ષ સુધી આપણે જ ભોગવવો પડત…..!! જલસા એ કરે ને ચૂકવવાનું આપણે????

હું- તો છગનભાઈ..શું કરાય???આપણી પાસે બીજો કોઈ ઓપ્શન છે????

છગનભાઈ( શિવાજી ની મુદ્રામાં આવી ગયા….જોર થી પગ પર હાથ પછાડ્યો….)- ઠાર મારો સાલાઓ ને…..!! કૌભાંડીઓ- ચોરો- રાજકારણીઓ- ટેક્ષચોરો ને પકડો….કડકમાં કડક સજા કરો….સાલાઓ ની સંપત્તિ જપ્ત કરો…..કપડાં એ કાઢી લો…!! અને.. સાલા…નેતાઓના…….પેલા સ્વીસ બેન્કોમાં દેશ ના લોકોના લુંટેલા પૈસા પડ્યા છે…એ પાછા લઇ આવો…..લોકોને વહેંચી દો…..જુઓ પછી હું થાય છે…….!

હું તો સ્તબ્ધ થઇ ગયો…….અને વાતાવરણ ગરમ થાય એ પહેલા….છટકવા નો રસ્તો શોધવા લાગ્યો….એટલામાં , છગનભાઈ ના ઘરમાં થી એમની પત્ની ની બુમ પડી…..ક્યાં છો?….કેમ બુમો પાડો છો????? અને છગનભાઈ..પાછા પૃથ્વી પર આવી ગયા હોય એમ….ઢીલા પડી ગયા….અને ” સાલું કંઇ થવાનું નથી……બધા સાલા બૈરા ના ગુલામ છે…..કોઈ કશું કરતુ નથી……..” એમ બબડતા બબડતા….ઘરમાં ઘુસી ગયા…!

હું વિચારમાં પડી ગયો……કહેવું પડે આપણા લોકોનું…! પુણ્યપ્રકોપ માત્ર વિચારો પુરતો જ રાખે છે…..એમની નજર સામે ભ્રષ્ટાચાર થાય છે છતાં , આંખ આડા કાન કરી…જયલલિતા જેવી ને ફરીથી ચૂંટે છે….( એક ચોર ગયો ને બીજો આવ્યો…..)….!

હશે….હશે…..! ગુજરાતમાં કમ સે કમ – મુખ્યમંત્રી તો સારો છે…..કારણ કે લોકો સમજદાર છે…..એ સાચું શું?…ખોટું શું?…સમજે છે…જાણે છે….! કાશ…દેશ ના બધા લોકો આવું સમજતા હોત..!

છગનભાઈ અને મોંઘવારી ની વાતે- મારી સવાર સુધારી દીધી..! એ લટકામાં..!

તો જાગો….જાગવાનો સમય છે….

રાજ


Leave a comment

અયોધ્યા ચુકાદો અને છગનભાઈ..!!

આજ સવાર થી જ અમારી સામે રહેતા છગનભાઈ ,ટેન્શન મા લગતા હતા…ઘરમાં આમતેમ આંટા મારતા મારતા કંઇ ને કઈ બબડતા હતા…મને આશ્ચર્ય થયું,એટલે હું ઉઠીને એમની પાસે ગયો. મને જોઈ, એ ઊંઘમાં થી ઉઠ્યા હોય એમ , જરા ધીરે થી જોઈ રહ્યા અને બોલ્યા….” બોલો…મિત્ર..તમેં તો મજામાં છો ને…? અરે ખોટું તમને પૂછ્યું…તમે તો સ્વામિનારાયણ વાળા , તમને રામ ની ક્યાં પડી હોય?”

હું કશું બોલ્યા વગર ઉભો રહ્યો…

આથી, તે બોલ્યા..” બોલો બોલો તમે કેમ ચુપ છો….??”

મેં કહ્યું.” ભાઈ, અમે સ્વામિનારાયણ સંપ્રદાય વાળા, એનો મતલબ એ નથી કે રામ-કૃષ્ણ ને ભૂલી ગયા કે એમની પૂજા ન કરતા હોઈએ….સમજ્યા..!!”

છગનભાઈ બોલ્યા..” જો એવું હોય તો, આજે પેલો અયોધ્યા -બાબરી નો ફેસલો આવવા નો છે અને તમને કઈ થતું નથી…??”

હું બોલ્યો..” એમાં,થવાનું શું હોય…મારું માનવું એવું છે કે , ભગવાન અગત્ય ના છે…મંદિર અગત્ય નું છે ..પણ એ મસ્જિદ ની જગ્યા એ જ બનાવવું જરૂરી નથી જ..”

છગનભાઈ બોલ્યા..” યાર…તમને શું ખબર પડે?..એ જગ્યા એ જ ભગવાન રામ નો જન્મ થયો હતો…અને “મંદિર વહી બનાયેંગે”…!!”

હું બોલ્યો..” છગનભાઈ….જરા શાંત પડો…ભગવાન રામ ,તે જ જગ્યા એ જ જન્મ્યા હતા ,તેનો પુરાવો શું?…અને ધારો કે ભગવાન  ત્યાં જ, જન્મ્યા હતા, તો તેથી શું ફેર પડે?…ભગવાન ની ભક્તિ, અનરાધાર છે..એ શ્રદ્ધા ની વાત છે…અને મારો રામ , એનું મંદિર,સરયું ને તટે ,વિશાળ અને સારી જગ્યા એ બને એમાં એ વધારે ખુશ થાશે….”

છગનભાઈ બોલ્યા..” રાજભાઈ..તમારા જેવા હિન્દુઓ ને કારણે જ ,આજે ભારત હિન્દુરાષ્ટ્ર નથી બન્યું….’

હું બોલ્યો..’ છગનભાઈ…હિંદુ હોવાનું મને ગર્વ છે..અભિમાન છે…અને મારું માનવું છે, કે મારું રાષ્ટ્ર એ હિંદુ રાષ્ટ્ર જ રહ્યું છે…અને રહેશે….મારો  ધર્મ જ એટલો અડગ,મજબુત છે કે , લોકો લાખ કોશિશ કરે પણ , એ કાયમ રહેશે જ…..માત્ર ડાયલોગ બોલવાથી હિંદુ નથી થવાતું…..સમજ્યા….!!!

છગનભાઈ જરા નરમ પડ્યા…” જે હોય તે….પણ સાલું, અયોધ્યા-બાબરીનો ચુકાદો શું આવશે?”

મેં કહ્યું…” ટેન્શન ન લો છગનભાઈ, રામ ની મરજી જ ચાલશે…..એમની મરજી ત્યાં મંદિર માટે હશે તો ત્યાં જ મંદિર બનશે, નહીતર મુસલમાનો ને એમની મસ્જિદ ,એમને મુબારક….!! હવે તો લોકો પણ કંટાળ્યા છે…છેલ્લા પચાસ વર્ષ થી ચાલતો વિવાદ,હજારો ને ભરખી ગયો છે….પણ કઈ ચુકાદો કે સમાધાન નથી થયું…..અલ્લા કે રામ આના થી ખુશ ન જ હોય…..” મંદિર -મસ્જિદ નો મુદ્દો રાજકીય વધારે છે….અને જો બંનેબાજુ ના  લોકો ઈચ્છે તો , સારામાં સારું મંદિર અને સારામાં સારી મસ્જિદ ,યોગ્ય જગ્યા એ જનભાગીદારી થી બની શકે……પણ રામનું કોણ સાંભળે છે..???

છગનભાઈ બોલ્યા..” સાચી વાત છે, પણ મંદિર તો બનવું જ જોઈએ….”

મેં કહ્યું..” મંદિર તો બનશે જ પણ…ભગવાન રામ ની પસંદગી ની જગ્યા એ જ બનશે….અને એ જગ્યા , વિવાદ ની કટુતા થી દુર હશે….શાંતિ થી ભરપુર હશે….!! એ સમય આવી ગયો છે….

છગનભાઈ બોલ્યા…” તો સાચું…!! મારો રામ જ કરશે….અને જે એ કરશે એ સારું જ થાશે…..એની મરજી મુજબ જ થાશે….રામ….રામ…..!!! પણ રાજભાઈ…..લોકોને ખુશ કરવા બોલવું તો પડશે ને…..” મંદિર વહી બનાયેંગે…!!!!!!”

હું ઉભો થઇ ગયો….અને બબડતો..બબડતો..ચાલ્યો….” હે રામ….રામ…..તારા નામે પથરા પણ તરી જાય છે….પણ આ પથ્થરો નું શું?.!!!”

જય શ્રી રામ…

રાજ


Leave a comment

આઝાદી….આઝાદી…

તો લોકો ની એક રજા બગડી!!! છગનભાઈ…જેવા સામાન્ય માણસો, નોકરિયાત માણસો ની આ સામાન્ય ફરિયાદ છે….આમ તો આજકાલ થોપી બેસાડેલી અને ગળે પડેલી મોંઘવારી માં પીસાતા સામાન્ય લોકો વધારે સામાન્ય…ન્યુનતમ થઇ ગયા છે….મોંઘવારી શું છે એ ગઈકાલે જ મને ખબર પડી …રીનાએ મને બજારમાં કંકોળા લેવા મોકલ્યો. જે મફતના ભાવે ગામડાઓ માં મળે છે એનો ભાવ મને જયારે શાકવાળી એ કહ્યો ત્યારે હું તો વિચાર માં પડી ગયો….” કંકોળા ૧૫ રૂપિયા ના ૨૫૦ ગ્રામ…!!!”…લોકો આવી મુશ્કેલીઓ માં થી મુક્ત થાય તો દેશ ની આઝાદી વિષે વિચારવા નો સમય મળે ને…

તો દેશ આઝાદ થયો ,૬૩ વર્ષ વીત્યા ,પણ આપણે ખરેખર આઝાદ થયા છીએ….??? યક્ષ પ્રશ્ન છે…કદાચ આપણ ને હમેંશ ની જેમ “બંધન” કોઠે પડી ગયું છે…આપણે છૂટવા માંગતા જ નથી…તો આઝાદી જોઈએ પણ શાના થી..?? મેં વિચાર્યું છે..આ કદાચ તમે પણ વિચાર્યું હશે…

  • સમાજ ને સુધારવા ના ક્રાંતિકારી  “વિચારો” થી
  • મન ની વાતો ” ખુલ્લેઆમ ” દર્શાવવા થી….અને વધુ પડતા ઈમોશનલ થવા થી…
  • અમદાવાદ ને – ભૂવા, ગાયો,રબારીઓ,અનિયંત્રિત ટ્રાફિક થી, અશિસ્ત થી, લાંચિયા કોર્પોરેટરો અને ઈજનેરો થી..
  • ભારત ને- ભ્રષ્ટ રાજકારણીઓ- અમલદારો  થી, છુપા ગદ્દારો થી,મોંઘવારી અને ફુગાવા થી,જાત-નાત-ધર્મ -સંપ્રદાય વાદ થી..
  • ભગવાન ને- દંભી ભક્તો-સંતો થી,સદાયે રોતા રહેતા અને વિણ-કર્મે માત્ર ફળ ની આશા રાખતા સગવડિયા ભક્તો થી….
  • ટીવી દર્શકો – ને રોવા ધોવા ની કંટાળાજનક સીરીઅલો થી,ખોટા “રીઅલ” શો થી, કંટાળાજનક અને અર્થહીન ટીવી ડીબેટ શો થી….

….લીસ્ટ અનંત છે અને કદાચ આઝાદી ની વ્યાખ્યા બદલાતી જાય છે….પણ એટલું સત્ય યાદ રાખો કે…આઝાદી ક્યારેય સસ્તી નથી હોતી..!!!! ઘણા સંઘર્ષો પછી દેશ આઝાદ થયો હતો પણ સામાન્ય નાગરિકો કદાચ હજુ પણ પરાધીન છે….છતાં આઝાદી ની આશ કાયમ છે..

દેશ માટે…મારા-તમારા દેશ માટે…માતૃભુમી માટે…वंदे मातरम…….

રાજ


Leave a comment

છગનભાઈ અને વર્લ્ડ રેકોર્ડ…

આજ ની સવાર ખુશનુમા હતી, કારણ કે ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો હતો. આથી, પથારીમાં થી જરા મોડો ઉઠ્યો,નિત્ય વિધિ પતાઈ, અને ગેલેરી મા બેઠો બેઠો છાપું વાંચતો હતો….અચાનક, સામે છગનભાઈ ના ઘરમાં થી, ધબાધબ ની અવાજો આવવા માંડી..હું ચમકી ગયો, અને થયું કે ચાલો જોઈએ, શું થઇ રહ્યું છે…!! હું તો દોડતો છગનભાઈ ના ઘરે પહોંચ્યો, ત્યારે ત્યાં તો જોવા જેવો માહોલ હતો…છગનભાઈ, એ કમરે એક ટૂંકું કપડું વીંટાળેલું, હાથમાં સાવરણો, અને જાણે કે યુધ્ધે ચડ્યા હોય એવા ઝનુન થી, ચારે દિશામાં સાવરણો ફેરવી રહ્યા હતા..!!!

હું તો છક થઇ ગયો, અને જેમતેમ કરી, છગનભાઈ ને પકડ્યા, અને પૂછ્યું…

” ભલા માણસ…..આ શું કરો છો…?

એ હાંફતા,હાંફતા બોલ્યા…” દેખાતું નથી, હું વર્લ્ડ રેકોર્ડ બનાવું છું….”

મેં પૂછ્યું..” વર્લ્ડ રેકોર્ડ?….પણ શાનો??’

એ બોલ્યા…” એ રાજભાઈ…તમને નહિ હમજાય…!!નીચે જુઓ….કેટલી “લાશો” પડી છે….!! હું તો “માખીઓ” મારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવું છું…..”

હું બોલ્યો…” અલ્યા..માખીઓ મારવાનો…વર્લ્ડ રેકોર્ડ…!! એ વો તે કઈ રેકોર્ડ હોય…???”

છગનભાઈ..જુસ્સા થી બોલ્યા..” બાપુ…કીધું તું ને..તમને નહિ હમજાય….છાપાં વાંચો છો કે નહિ..?? આજના છાપામાં આવ્યું છે કે તાઇવાન ના હુઆંગ નામના ભાઈ એ એક માસમાં , ૪૦ લાખ મચ્છર મારવાનો ગીનીઝ વર્લ્ડ રેકર્ડ કર્યાં નો દાવો કર્યો છે….જો એ મચ્છરો માંરતો હોય તો, આપણે માખીઓ…બરોબર ને!! માખીઓ ક્યાં અહીં ખૂટે એવી છે…??

હું બોલ્યો…” એ તો બરોબર..પણ માખીઓ મારવા નો વર્લ્ડ રેકોર્ડ…કઈ સમજ ન પડી…!!

છગનભાઈ…” એમાં એવું છે કે…..

  • એક તો અમદાવાદ મ્યુનિસિપાલિટી એ ની દયા થી ચારે બાજુ, ખાડા જ ખાડા છે, એટલે ગંદકી તો રહેવા ની જ…અને જ્યાં ગંદકી ત્યાં માખી…બરાબર..! !! અને માખીઓ જ્યાં હાથ નાખો ત્યાં મળે….અર્થાત..”સસ્તું ભાડું ને સિધ્ધપુર ની યાત્રા…” નગરપાલિકા ના ઈજનેરો ખાડા ખોદીને કમાય…અને આપણે માંખી ઓ મારીને!!!
  • અને આપણે ટાઈમ ની ક્યાં કમી છે….!! સરકારી નોકરી કરેલી…એટલે સમય તો ક્યાં કાઢવો એ જ મુશ્કેલી…!! નવરા બેસીએ , એના કરતાં માંખો મારવી સારી…!! એ તો , રાજભાઈ, સારું છે કે સરકારી કર્મચારીઓ એ સમાચાર નઈ વાંચ્યા હોય…નકર…આપણો તો નંબર જ ના આવે…હમજ્યા….!!!!
  • અને માંખો મારવા થી , કદાચ સરકારના ધ્યાનમાં આવી એ તો, કદાચ, છાપે ચડીએ….ઇનામ મળે…અને ગીનીઝ બુક વાળા, ને કઈ લખવા મળે….ભારતનું નામ રોશન થાય…એ લટકામાં…!!!!અને તારી માસીને, પણ માંખો થી શાંતિ ને….મોંઘવારીના જમાના માં ખાવાનું થોડું ને ,એમાં થી… સાલી માંખો જ અડધું ખાવાનું ખાઈ જાય છે…..!!

હું તો વિચારમાં પડી ગયો….!! સાલું, વાત તો સાચી છે….!!! એક પંથ દો કાજ….તો છગનભાઈ જ શીખવાડે…..!!! હું તો વિચારતો ચાલ્યો….અને છગનભાઈ…પાછા “માંખી” મારવાના ધંધે લાગ્યા…..બિચારી માંખીઓ અને ચાતુર્માસ……હરિ…હરિ….!!!

તમને શું લાગે છે….છગનભાઈ નો વર્લ્ડ રેકોર્ડ બનશે???? બને કે ન બને પણ માંખીઓ જરૂર મરશે…..!!!!

રાજ


3 Comments

સોહરાબુદ્દીન અને છગનભાઈ…..

આજે સવારે હું બાલ્કનીમાં બેઠો ચા પી રહ્યો હતો, એવામાં છગનભાઈ, હાથમાં છાપું પકડી, હસતા હસતા ,ખુશ થતા મારી પાસે આવ્યા……અને બોલ્યા…

” જોયું ને રાજ ભાઈ ….શું સમાચાર આવ્યા છે…સાલા બધા પાપીઓ હવે ફાંસીને માંચડે ચઢવાના….!!!”

મે પૂછ્યું .” કેમ એવું તે શું થયું?? શું આવ્યું છે છાપામાં??”

છગનભાઈ બોલ્યા…” અરે તમને ખબર નથી..?? સોહરાબુદ્દીન નામના નિર્દોષ આદમીને , પોલીસ વાળા એ ખોટા ગોળીબારમાં મારી નાખ્યો…એનું ભૂત ફરીથી ઉભું થયું છે અને બધા ગુનેગારો પકડાયા છે ..અને રેલો છેક રાજકારણીઓ સુધી પહોંચ્યો છે….”

મે કહ્યું..” અરે છગનભાઈ….તમે સોહરાબુદ્દીન વિષે શું જાણો છો..???”

એ બોલ્યા..” એમાં જાણવા નું શું…આટલા  બધા લોકો, નેતાઓ એના મારવા પાછળ બુમો પાડે છે ..તો નક્કી એ કોઈ મહાન માણસ તો  હશે જ ને ….અને મહાન નહિ હોય તો નિર્દોષ તો હશે જ…””

હું બોલ્યો…” છગનભાઈ, તમે તો સાવ ભોળા…!!! છાપાં ઓ કહે છે કે સોહરાબુદ્દીન તો એક નામીચો ગુંડો હતો અને એના પર તો વીસ થી વધારે ખુન,ચોરી,ધાક-ધમકી ના કેસ ચાલતા હતા..”

છગનભાઈ નિસાસા નાખતા બોલ્યા…” ના હોય!!! અરે આટલો મોટો ગુંડો હોય અને પોલીસ એને ગોળી મારે , એમાં આટલી બધી બબાલ શા માટે….ઉલટાનું તો પોલીસ ને એવોર્ડ આપવો જોઈએ ને…”

હું બોલ્યો…” અરે એ તો કઠિનાઈ છે ને…..આપણો કાયદો કહે છે કે “ભલે ને ૧૦ ગુન્હેગાર છૂટી જાય પણ એક નિર્દોષ ને સજા ન થવી જોઈએ….ગમે તેટલો મોટો આતંકવાદી હોય…અજમલ કસાબ હોય કે અફ્ઝલ ગુરુ……કાયદા ની રાહે જ સજા થાય…”

છગનભાઈ બોલ્યા….” એટલે આપણો કાયદો સાબિત કરે તો જ ગુનેગાર , ગુનેગાર કહેવાય એમ જ ને!!!! તો કસાબ અને ગુરુ ભાઈ , સુખે થી જલસા કરે એ પોસાય પણ…કાયદા પ્રમાણે જ એમને ગુનેગાર સાબિત કરવાના….પછી એક કોર્ટ થી બીજી કોર્ટ…તારીખ પર તારીખ…પાછું રાજકારણીઓ સજા માં સુધારા વધારા કરે…અને વર્ષો વિતતા જાય…લોકો ભૂલતા જાય….આરોપીઓ જલસા થી જીવે…સરકારી ખર્ચે….”

હું બોલ્યો…” જે હોય તે…કાયદા પ્રમાણે જ ચાલવાનું….”

છગનભાઈ બોલ્યા…નિસાસા સાથે..” તો તો વાત સાચી કે “કાયદો ગધેડો છે….” શું થવા બેઠું છે આ દેશ નું….??? હું તો માનતો હતો કે CBI ગુનેગારો ને પકડે છે , પણ પેલો સાલો ઇટાલિયન ક્વાત્રોચી આરામ થી ભાગી ગયો….અને હવે ઘરના લોકો ને કૂટવા બેઠા છે…પોલીસવાળા ને તો મરો જ ને…..!!!! ગુનેગારો ને ના પકડો તો યે મરો….પકડો તો યે મરો…અને ગુજરાત પોલીસ તો બિચારી ફસાઈ જ છે ને…..બધા મોદીની પાછળ પડ્યા છે…!!!!

હું બોલ્યો…” છગનભાઈ….એટલે તો કહેવાય છે ને કે”” જે દેખાય એ હોય નહિ ને જે હોય એ દેખાય નહિ…””

છગનભાઈ બોલ્યા…” રાજભાઈ…કોઇક વિસા એજન્ટ નું સરનામું આપો ને…???”

મે પૂછ્યું ..”કેમ?”

છગનભાઈ રોતા ચહેરે…” હવે તો આ દેશ,કાયદા પર થી દિલ ઉઠી ગયું છે…સાલું અહીં રહેવું જ નથી…અહીં રહી એ તો આ બધું જોવાનું…અને જીવ બાળવાનો ને…જેમ બને એમ આહી થી જતા રહી એ એટલે દુખ તો ન થાય…..ચાલો ત્યારે..” એમણે છાપા ને જોસ થી પછાડ્યું…અને ચાલ્યા….

છગનભાઈ આમ બોલી નિરાશ વદને ચાલ્યા…અને પાછળ મુક્તા  ગયા અનેક સવાલો….!!!

સવાલો??…..સવાલો???….સવાલો?????

છે કોઈ જવાબ….?????

રાજ.