Raj Mistry's world

Me,my stories and world around….


Leave a comment

BAPS રવિસભા-02/06/2019

શાસ્ત્રો…..સંતો…સતપુરૂશ અને સ્વયં શ્રીજી કહે છે કે અંતર માં અખંડ શાંતિ જોઈતી હોય તો…. જીવનની પ્રત્યેક ક્રિયામાં….પ્રત્યેક પળ માં એક હરિ ને….એનાં અખંડ સ્મરણ ને….સત્સંગ ને પ્રાધાન્ય આપવું….! અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ નું સમગ્ર જીવન આનું જીવંત ઉદાહરણ હતુ…..હરપળ હરિ…! બીજુ કશુંયે નહીં…..અને એટ્લે જ એમને આઠૉ જામ સહજ આનંદ ની છોળો ઉછળતી…!! આજે વિશિષ્ટ યોગી જન્મોત્સવ કીર્તન સભા માં , ગરમી થી ત્રસ્ત હરિભક્તો ને આનો જ સહજ આનંદ નો અનુભવ થયો…..!પુ. રાહુલ સ્વામી જેવા સર્વોપરી સંગીતજ્ઞ …તેજ તર્રાર સંત અને એમની ટીમ દ્રારા કૈક અલગ જ કીર્તન સભા એ અદ્ભૂત માહોલ ઉભો કર્યો…..!!

સર્વપ્રથમ જગત નાં ધણી નાં મનમોહક દર્શન……મનભર કરી લો…..એનાં જેવું સુખ ક્યાંયે નથી…..

સભા ની શરૂઆત શરણાઈ નાં માદક સૂરો વચ્ચે સ્વામિનારાયણ નામ ની સર્વોપરી ધૂન ” રે લગની લાગી મુને સ્વામિનારાયણ નામ ની…..” થી થઈ….

03 જૂન, 1892 નાં રોજ ધારી ગામ માં પ્રગટ થયેલા બ્રહ્મ સ્વરુપ યોગી બાપા નું જીવન….એ સમગ્ર સત્સંગ નાં ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાયેલું, સહજ આનંદ નું કવન છે…..આજે 127 વર્ષ બાદ પણ એ જ કેસર ભીની સુગંધ આજે પણ અનુભવાય છે….

ત્યારબાદ વયો વૃદ્ધ સંત પુ. યોગેશ્વર સ્વામી, કે જેમણે માત્ર 9 વર્ષ ની ઉંમરે યોગી બાપા ને પોતાનુ જીવન સમર્પિત કરેલું,અંગત સેવક તરીકે છેક સુધી સેવા કરેલી… તેમણે યોગી બાપા નો મહિમા વ્યકત કરતી પ્રાર્થના…” યોગી બાપા …અમારી તમે રક્ષા કરો…” રજુ કરી…! અદ્ભૂત….અદ્ભૂત…!!

ત્યારબાદ પુ.યોગીજી મહારાજ દ્રારા અંતિમ દીક્ષિત (પાર્ષદ દીક્ષા) સંત….પુ. અક્ષર પુરુષ સ્વામી( બ્રહ્મ સ્વરુપ પ્રમુખ સ્વામી દ્રારા ભાગવતી દીક્ષા પામેલા પ્રથમ સંત) દ્રારા….” આંખ થી યોગી બાપા ને મે જોયા…હૈયા મારા હળવા થયાં હો જી…”…રજુ થયુ…! ખરેખર જોગીડા નો જાદુ જ એવો હતો કે…જોનારા ઝડપાઇ જતા….!!!

અને એજ જાદુ ને ચરિતાર્થ કરતું એક અદ્ભૂત કીર્તન…વલ્લભ દાસ રચિત ” જોગીડા નો જાદુ મારા હૃદયે રમે….” પુ. કૃષ્ણ સ્વરુપ સ્વામી દ્રારા રજુ થયુ….! એ જ જાદુ ના સાક્ષી આજે સમગ્ર સંત સમાજ…. સત્સંગ અને સમગ્ર દુનિયા છે….!

એ પછી, પ્રખર વક્તા …વિદ્વાન એવા સંત પુ. અક્ષર વત્સલ સ્વામી એ …વલ્લભ દાસ રચિત….”હૈયું મારૂ યોગી ને જોઇ હરખાણુ…” રજુ કર્યું…..! જગત નું ભાન ભૂલી જવાય એવું જોગી નું દર્શન હતુ……..!

ત્યારબાદ, પુ.ઋષિ કેશ સ્વામી એ , શ્રીજી મહારાજ નાં ગઢડા ખાતે નાં લીલા ચરિત્ર નાં….દેહ સ્વરુપ….સ્વભાવ….ચીહન… ચિંતામણી નાં સુક્ષ્મ દર્શન સ્મૃતિ નું અદ્ભૂત પદ્ય સ્વરુપ- રાઘવ દાસ સલોકા રજુ કર્યું……! મૂળ તો યોગી બાપા ને ખૂબ પ્રિય અને પોતે તેને મહિમા સહીત ગાતા…..

( જે નીચેની લિંક પર થી જોઇ શકશો…અદ્ભૂત સ્મૃતિ…)

ખૂબ જ રસપ્રદ….વચ્ચે “હરે….હરે” નાં ઉદગાર…. અદ્ભૂત…અદ્ભૂત…!!

ત્યારબાદ સમગ્ર સભા એ એક સુર માં…. યોગી બાપા નું અષ્ટક….કે દરરોજ આરતી પછી બોલાય છે…” વાણી અમૃત થકી….” ગાયું….અને એ પછી યોગી બાપા નો એક જૂનો વિડીયો નાં દર્શન થયાં….! એ સદાયે ડોલતી રહેતી મૂર્તિ નાં દર્શન….એટ્લે સાક્ષાત અક્ષર નાં દર્શન…!!!( સભા માં બતાવેલ વિડીયો તો નથી મળ્યો…પણ એનાં જેવો જ અદ્ભૂત સ્મૃતિ વિડીયો અહી જોઈએ….)

ત્યારબાદ એક યુવકે…” વાણી માં વાંસળી વાગી…યોગી તારી વાણી માં વાંસળી વાગી…” રજુ કર્યું…! એ અક્ષર પુરુષોત્તમ ની વાંસળી નાં સુર હજુ પણ દુનિયા નાં ખૂણે ખૂણા માં ગુંજી રહી છે….ગુંજતા રહેશે…!

ત્યારબાદ બ્રહ્મ સ્વરુપ યોગીજી મહારાજ નાં જીવન નો સંદેશ…કે જેમને પુ. અક્ષર જીવન સ્વામી એ શબ્દ દેહ આપ્યો છે….તેને પુ. પ્રેમ વદન સ્વામી એ સ્વરબધ્ધ કર્યું….જેનાં શબ્દો હતાં….” ભગવાન સૌનું ભલું કરો….ભગવાન ભજી લેવા…” …જેનાં પર સમગ્ર સત્સંગ ટકેલો છે…..અને આપણે એ શબ્દો ને જીવન માં દૃઢ કરવા નાં છે…યોગી બાપા જેવા થાવા નું છે…જેમ બ્રહ્મ સંગાથે બ્રહ્મ….એમ જ…!! અદ્ભૂત માહોલ……સમગ્ર સભા તાળીઓ નાં ગડગડાટ થી ગુંજી ઉઠી….!!

ત્યારબાદ પુ. શુભ કીર્તન સ્વામી નાં પહાડી અવાજ માં…” યોગી આવો તેં રંગ મને શીદ લગાડ્યો….” રજુ થયુ……અદ્ભૂત…..મિનિટો સુધી સમગ્ર સભા એ કીર્તન માં… યોગી બાપા નાં મહિમા માં તરબોળ થતી રહી…ભીંજાતી રહી……!! બોલો જય બોલો….યૉગી રાજ ની જય બોલો…..!!!

ત્યારબાદ સદગુરુ સંત પુ. ઇશ્વર ચરણ સ્વામી એ સમગ્ર સભા પર પોતાના રાજીપા ને….યોગી બાપા નાં મહિમા નાં પદ રૂપે રજુ કર્યું…..એમનાં મુખે કીર્તન એ આશિર્વાદ થી કમ નથી….એમણે ગાયું કે…” સ્વામી શ્રીજી ને પળ ન વિસારુ રે…યોગી શરણ મે લીધુ તમારુ રે….” ! અદ્ભૂત કીર્તન…..! ઘણા એ કદાચ પ્રથમ વાર જ પુ. ઇશ્વર ચરણ સ્વામી ને ગાતા સાંભળ્યા …જોયા હશે….!

ત્યારબાદ વિડીયો નાં માધ્યમ થી યોગીજી મહારાજ નાં વિવિધ દર્શન નો લાભ સૌને મળ્યો….!!

1961 માં, ગઢડા માં , સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય માં સૌ પ્રથમ વાર સુશિક્ષિત 51 સંતોને , જોગી સ્વામી એ દીક્ષા આપેલી…..એમા નાં એક માત્ર સદગુરુ સંત, પુ. ઇશ્વર ચરણ સ્વામી કે જેમણે ચાર ચાર ગુણાતીત ગુરુઓ ને સેવ્યા છે…એમનાં મુખે જોગી બાપા નાં મહિમા સાંભળવા નો મોકો મળ્યો….જોઈએ સારાંશ…

 • પુ. અક્ષર પુરુષ સ્વામી, યુવક તરીકે, યોગી બાપા આફ્રિકા પધારેલા, તયારે તબલા વગાડતા….અને યોગી બાપા ની દ્રષ્ટિ પડી ગઇ…અને એ સાધુ થયા…
 • બાપા બહુ નિર્માની…. સરળ..ખૂબ જ ગમ્મત કરતા કરતા સત્સંગ ની અઘરી વાતો સૌને સમજાવી દેતા…..કાગળ નાં પેક માં દૂધ જોઇ, બાપા એ કરેલી ગમ્મત નો પ્રસંગ સ્વામી એ કહ્યો..
 • સૌ બાળકો..યુવકો ને સાધુ થાવા નું પૂછતાં…!! આફ્રિકા માં સ્વામી એ ખૂબ વિચરણ કરેલું…16 થી 18 કિશોરો ને સાધુ કરેલા….કિશોરો ને કોઈ જ્ઞાન નહીં…પણ કેવળ સ્વામી નાં વચને બધા ત્યાગી થયેલા….આમ, બાપા નાં જીવન માં હરપળ હરી….એટ્લે 24 કલાક એક ભગવાન ભજવા ની જ વાત…!
 • જોગી બાપા કહેતાં કે અમે ભીંત માં માથું નથી અફળવતા…. જીવ ને જોઇ ને સાધુ કરીએ છીએ…

અદ્ભૂત સ્મૃતિ….!!

સભામાં આજે ભારત સરકાર નાં નવનિર્મિત મોદી સરકાર નાં મંત્રી શ્રી મનસુખ ભાઈ માંડવીયા હાજર હતાં….એમની સાદગી ને લીધે એ દેશ માં પ્રસિધ્ધ છે….એમણે કહ્યુ કે….પ્રમુખ સ્વામી મહારાજે સમાજ ને ધર્મ સાથે જોડ્યો…….BAPS એ સમગ્ર જગત માં ભારતની સંસ્કૃતિ ને જીવંત રાખી છે…..

અદ્ભૂત સભા…..!

જોગી સ્વામી નું જીવન જો આપણ ને સમજાય….એમનાં ગુણ આપણાં જીવ માં પણ આવે તો બાકી શુ રહૈ???

બસ શ્રીજી સ્વામી ને એ જ નિરંતર પ્રાર્થના કે , આપણે મન કર્મ વચન અને જીવ થી એક ભગવાન અને આવા ગુણાતીત સંત માં જોડાઇ શકીએ….!!

જય સ્વામિનારાયણ….સદાયે પ્રથમ શ્રીહરિ ને રે…!

રાજ


Leave a comment

BAPS વિશિષ્ટ રવિ બાળસભા-09/09/2018

કાર્યકરો નો પ્રશ્ન- મહંત સ્વામિ મહારાજ ને- સત્સંગ માં આટલી સેવા કરીએ છીએ છતાં સ્વભાવ ઘટવા ને બદલે વધે કેમ છે??

મહંત સ્વામિ મહારાજ- તમને સેવા કરવા ની રીત આવડતી નથી………

કાર્યકરો- ” તો બાપા…સેવા કરવા ની સાચી રીત કઈ???”

મહંત સ્વામિ મહારાજ- ….”…..સેવા કરતી વખતે કાર્યકરો એ 6 વાતો સિધ્ધ કરવા ની છે………….જો એ થશે તો સ્વભાવ માત્ર ટળી જશે……”

 1. પોતાના ગુરુ પર દ્રઢ વિશ્વાસ ..પરમ વિશ્વાસ……એ જ મોક્ષ કરશે એવી દ્રઢ પ્રતીતિ
 2. સેવા માં ધીરજ
 3. વફાદારી થી સેવા….નિષ્ઠા માં સ્પષ્ટતા..દ્રઢતા સાથે સેવા
 4. માથે બરફ ની પાટ રાખી સેવા કરવી….
 5. સેવામાં દાસાનુદાસ…….
 6. સંપ રાખી સેવા કરવી…..

સત્પુરુષ અમદાવાદ ને આંગણે સત્સંગ નો ઉત્સવ કરી …પોતાના દિવ્ય સાનિધ્ય નું અસિમ સુખ આપી રહ્યા છે……અને હરિભક્તો પણ પાછા પડે તેમ નથી……સભાનો સમય સાંજે 5 વાગ્યા નો હતો છતાં -હરિભક્તો થી ઉપર નું સભા ગૃહ બપોર ના 3 વાગ્યા થી જ ઉભરાઇ રહ્યું હતું…….!!! અનાદિ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામિ ના શબ્દો માં – ચમક નો પહાડ આવ્યો છે……જીવમાત્ર સહજ જ ખેંચાઇ રહ્યા છે……નાસ્તિક આસ્તિક બની રહ્યા છે અને મુમુક્ષુ સત્સંગી……! આ તો બાહ્ય થી અંતર તરફ ની અનંત યાત્રા ની શરૂઆત છે……સત્પુરુષ આપણ ને ક્યારે બ્રહમરૂપ કરી દેશે….એની ખબરે ય નહીં પડે……….બસ જીવ થી એની સાથે જોડાવા નું છે…..એ કહે તેમ કરવા નું છે…..! આજની વિશિષ્ટ સભા- એ બાળ સભા ના ઉત્સવ ની સભા હતી………..બન્ને સભાગૃહ ભરચક હતા અને હું નીચેના સભાખંડ માં હતો…..

જોઈએ શું થયું આજની સભામાં ?? એ પણ સંક્ષિપ્તમાં ……

સર્વ પ્રથમ શ્રાવણ માસ ના અંતિમ દિવસ ના – ઠાકોરજી ના અદ્ભુત દર્શન…..

img_20180909_162617_hdr291016890.jpg

img_20180909_162707_hdr849228927.jpg

સભાની શરૂઆત- યુવક મિત્રો દ્વારા ધૂન, કીર્તન થી થઈ…….કીર્તન અદ્ભુત હતા…… …..ત્યારબાદ પૂ. આત્મ સ્વરૂપ સ્વામિ જેવા તેજસ્વી….ધારદાર વક્તા દ્વારા – મહંત સ્વામી મહારાજ ના આફ્રિકા વિચરણ દરમિયાન થયેલા વિવિધ અનુભવો….સંપ નો મહિમા- પર અદ્ભુત પ્રવચન થયું…….આત્મસ્વરૂપ સ્વામી ની યાદ શક્તિ….પ્રસંગો કહેવા ની લઢણ એવી અદ્ભુત છે કે- તમે ઇચ્છો કે- કલાકો સુધી એ ચાલતું જ રહે…….!!! જોઈએ સારાંશ…..

 • samp- સંપ નું ફૂલ ફોર્મ શું થાય તો- પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ની ભાષા માં – …….S- એટ્લે સહન કરવું…….A- એટ્લે અનુકૂળ થવું……M-લેએટ્લે મનધાર્યું મૂકવું અને P- એટ્લે પ્રાપ્તિ નો મહિમા સમજવો
 • સત્પુરુષ કહે તેમ કરવું એટ્લે જ સત્સંગ….એટ્લે જ સુખ…..એના વચન કદી મિથ્યા હોય જ નહીં…..
 • આફ્રિકા મંડળ ના સંપ…સુહર્દભાવ જોઈને મહંત સ્વામિ મહારાજ એટલા રાજી થયા કે- પોતાના અઢળક આશીર્વાદ એ મંડળ પર વરસાવ્યા…..અને સમગ્ર વિચરણ દરમિયાન પોતાના સારા સ્વાસ્થ્ય નો સમગ્ર જશ એને આપ્યો……!
 • સત્સંગ માં સ્વભાવ ટાળવા હોય તો- મહંત સ્વામિ મહારાજે કહેલી – ઉપરોક્ત 6 વાતો ને જીવન માં દ્રઢ કરવી પડશે……સંપ રાખવો પડશે…….
 • માટે જ હરપળ એ જ વિચાર કરવો કે- મોટા પુરુષ નો રાજીપો શામાં છે…….?? અને એ પ્રમાણે જ વર્તવું…..

ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામિ મહારાજ સભા માં પધાર્યા……..સર્વપ્રથમ નીચેની સભામાં પધાર્યા અને અમને સૌને – એમના દર્શન નો અદ્ભુત લાભ..સુખ મળ્યું….એક એક હરિભક્ત ના જાણે કે દર્શન કરતાં હોય તેમ સ્વામિ સૌના ઉપર અઢળક વરસ્યા….!!! આવું સુખ તો – કદાચ ઉપર ના સભા મંડપ માં બેઠેલા હરિભક્તો ને પણ નહીં મળતું હોય…!!!

સ્વામીશ્રી ત્યારબાદ ઉપર ના સભાગૃહ માં લાભ આપવા પધાર્યા…….હરિકૃષ્ણ મહારાજ ની આરતી ઉતારી અને પોતાનું સ્થાન ગ્રહણ કર્યું…..અને બાલમંડળ દ્વારા – અદ્ભુત સંવાદ – ” વનરાજ” ની રજૂઆત થઈ……..બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા ની બોધકથા પર આધારિત આ સંવાદ માં- એક એવા સિંહ બાળ ની કથા હતી કે જે પોતાના પિતા થી વિખૂટું પડી એક ભરવાડ ના હાથ માં આવી ગયું અને ભરવાડે તેનો ઉછેર બકરીઑ વચ્ચે કર્યો અને એ સિંહબાળ- લીંડીયો – બકરીઓ સાથે પોતાને બકરી સમજવા લાગ્યો…પણ પોતાના પિતા વનરાજ દ્વારા – એને પોતાના સાચા સ્વરૂપ નું જ્ઞાન થયું અને- વનરાજ તરીકે જીવી ગયો……! એટલું અદ્ભુત પ્રસ્તુતિ કે- લગભગ 50 બાળકો – બાળ કાર્યકરો -સંતો ની મહિનાઓ ની મહેનત – એક દ્ર્શ્યપટલ પર ધસમસતા પ્રવાહ ની જેમ- સમગ્ર સભાને- પોતાના સંવાદ….ગીત..નૃત્ય ..વેશભૂષા …સંદેશ દવારા પ્રભાવિત કરી ગઈ……!!!

સમગ્ર સંવાદ નો એક જ સંદેશ હતો કે- જીવ પોતાના મૂળ સ્વરૂપ- સચ્ચિદાનંદ સ્વરૂપ- અક્ષર રૂપ આત્મા રૂપ તરીકે ઓળખે …દેહભાવ ટળે તો જ કલ્યાણ થાય…..અને એ માટે વનરાજ જેવા સત્પુરુષ -મહંત સ્વામિ મહારાજ જોઈએ – જે દેહભાવ માં ફસાયેલા જીવ ને પોતાના સાચું સ્વરૂપ નું જ્ઞાન કરાવે…….!!!

મહંત સ્વામિ મહારાજે પોતાના આશીર્વચન માં એ જ કહ્યું……..અને સમગ્ર સભા ને જાણે કે કલ્યાણ ની ચાવી મળી ગઈ…….માટે જ જેને કલ્યાણ જોઈતું હોય તેણે – સત્પુરુષ નો મન ..કર્મ..વચને સંગ કરી લેવો……જીવ ને એમનામાં જોડી દેવો…!!!!

તો- આજની સમગ્ર સભાની ફળશ્રુતિ આ જ હતી…………સત્પુરુષ ની જે પ્રાપ્તિ થઈ ચ્હે તેનો મહિમા સમજવા નો છે……..પોતાને અક્ષર રૂપ સમજી……એ ગુણાતીત પુરુષ માં જોડાઈ જવાનું છે……..!

……….શુભ રાત્રિ……………સર્વ ને સાષ્ટાંગ દંડવત સહિત જય સ્વામિનારાયણ ……….

રાજ


Leave a comment

BAPS રવિસભા-૧૮/૦૩/૨૦૧૮

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

જ્ઞાની છે તે તો બ્રહ્મસ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી……… અને બીજા જે ત્રણ પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી; તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે, તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી……….. તે સારુ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે……….. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિષે મોટી ખોટ છે; અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિષે દ્રઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દીનવચન બોલાય નહીં તો એ પણ એને વિષે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે…..

જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહીં, તો એ પુરુષના હૃદયને વિષે પ્રકટ પ્રમાણ એવા જે શ્રીકૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે……

ભગવાનના ભક્તનું માહાત્મ્ય જાણીને પોતે દેહે કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા-ચાકરી કરે, અને જો હૈયામાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય. અને અતિશય પ્રેમલક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય અને જો તે ભક્તિનું ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે……..


વચનામૃતમ- ગઢડા પ્રથમ-૫૬

યોગીબાપા કહેતા કે- જીવન માં ગમે તેટલા આગળ વધીએ..ભણીએ ગણીએ…પણ છેવટે તો નિર્માની જ થાવું…..! કારણ કે માન હોય તે સત્સંગ માં ટકી શકે નહિ…..માટે જો સત્સંગ જીવ નો કરવો હોય તો માન ને કોરાણે મુક્યા સિવાય છૂટકો જ નથી…..!!!! આજ ની સભા પુ.ઈશ્વરચરણ સ્વામી જેવા સદ્ગુરુ સંત ના મુખે આ વચનામૃત ના રહસ્ય ને જીવાર્થ કરવા ની હતી….

છેલ્લા ઘણા સમય થી રવિસભામાં – યેનકેન કારણે ન જવાયું..મનમાં વસવસો રહ્યા કરતો હતો જે આજે દુર થયો…સભામાં સમયસર પહોંચી ગયો અને સર્વ પ્રથમ મારા વ્હાલા ના અદ્ભુત દર્શન…….

This slideshow requires JavaScript.

સભાની શરૂઆત યુવકો દ્વારા ધુન્ય પ્રાર્થના થી થઇ…..અને ત્યારબાદ યુવકો દ્વારા ..પુ.શુભ કીર્તન સ્વામી દ્વારા ખુબ જ જોશીલા ..ભાવ ભર્યા કીર્તન નો લાભ મળ્યો……

 • હે હરિ હરિ..પ્રભુ કરુણા કરી…..
 • મંદિરે પધારો પિયા ..શ્યામ સોહાગી…….રચયિતા- બ્રહ્માનંદ સ્વામી
 • શોભે શોભે રસિકવર છેલ રે……રચયિતા- કૃષ્ણાનંદ સ્વામી
 • તારો ચટક રંગીલો છેલડો અલબેલા રે…….રચયિતા- બ્રહ્માનંદ સ્વામી

અદ્ભુત..અદ્ભુત…!!! સમગ્ર સભા નો માહોલ કીર્તન મય થઇ ગયો…..! હૃદયના તાર..એક શ્રીજી ના રૂપ માં..મહિમા માં..ભક્તિમાં એકતાર થઇ ગયા….! ભગવાન નું નામ જ એવું સુખકારી..શાંતિ પ્રદ છે……..એની પ્રતીતિ સર્વ ને થઇ…!

ત્યારબાદ પુ.ભગવતસેતુ સ્વામી દ્વારા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના પંચવર્તમાન પૈકી- “નિસ્નેહ” પર વિસ્તૃત પ્રસંગો દ્વારા વિવેચન થયું…..જોઈએ સારાંશ….

 • શ્રીજી એ ત્યાગી માત્ર ને પંચવર્તમાન માં દ્રઢ પણે વર્તવા ની આજ્ઞા કરી ..એમાં નિસ્નેહ એટલે કે- પોતાના દેહ ..દેહ ના સગાવ્હાલા અને દેહ ના જન્મસ્થાન..એની સાથે સંકળાયેલી વસ્તુ નો પરિત્યાગ કરવાની વિશેષ આજ્ઞા કરી..જેને પ્રમુખ સ્વામી મહારાજે દેહ પર્યંત નિભાવી….
 • સમૈયા માં પોતાના પૂર્વાશ્રમ ના માતા દિવાળી બા ના ઉતારા  ની વાત હોય કે પૂર્વાશ્રમ ના ભત્રીજા ના વ્યવસાય ની વાત હોય…સ્વામીશ્રી એ કોઈ ભક્ત ના દ્વારા લવાયેલા મુદ્દા ઓ પ્રત્યે ક્યારેય ધ્યાન આપ્યું નથી…કદાપી કોઈ વાત ઉખેડી નથી કે..ક્યારેય કોઈને કોઈ દેખરેખ ની વાત કરી નથી….!! દેહ ના સગા પ્રત્યે આટલો બધો તિરસ્કાર…..કદાચ એમનામાં જ દેખાય..!
 • પોતાના દેહ ને તો તેમણે હરિભક્તો અને સંસ્થા ના વિકાસ માટે કૃષ્ણાર્પણ કરી રાખ્યો હતો……પોતાના દેહ ની ગમે તેવી પીડા હોય…..દુખાવો હોય..મોતિયો પાકી ગયો હોય…બાયપાસ કરાવવા ની હોય કે સખત તાવ હોય…પોતાના દેહ નો વિચાર કર્યો જ નથી..! પોતે સદાયે આત્મા રૂપ જ વર્ત્યા છે….
 • પોતાના જન્મસ્થાન ચાણસદ ની વાત નીકળે એટલે સ્વામીશ્રી તેને ટાળી જ દે…ચાણસદ માં પારાયણ થઇ ત્યારે હરિભક્તો -સંતો એ કમસેકમ આરતી માં આવી લાભ આપવા વિનતી કરી તો એ સ્વામીશ્રી એ ઘસી ને નાં પાડી દીધી….કારણ?? શ્રીજી ની આજ્ઞા…! ચાણસદ ના વિકાસ ની વાત હોય કે એમના જન્મસ્થાન ને વિકસાવવા ની…સ્વામીશ્રી ની નીરસતા કાયમ રહી હતી…!

આમ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ નું સમગ્ર જીવન- શ્રીજી ની આજ્ઞા મુજબ જ જીવાયું હતું..એમાં રતીભાર પણ ફર્ક નહોતો..એની પ્રતીતિ આજે પણ બધા ને થાય છે…!

ત્યારબાદ પ્રગટ અક્ષરબ્રહ્મ મહંત સ્વામી મહારાજ ના ઓસ્ટ્રેલિયા ખાતે ના દિવ્ય વિચરણ નો લાભ -વિડીયો ના માધ્યમ થી સમગ્ર સભા ને મળ્યો……જે નીચેની લીંક પરથી જોઈ શકાશે…..

ત્યારબાદ પુ.ઈશ્વરચરણ સ્વામી જેવા વિધવાન…સદ્ગુરુ સંત ના મુખે ગઢડા પ્રથમ-૫૬ ના વચનામૃત આધારિત પ્રવચન નો લાભ મળ્યો……જોઈએ સારાંશ….

 • ભગવદ ગીતામાં ભગવાને ચાર પ્રકાર ના ભક્ત ની વાત કરી છે…..અને એ ભક્તો પૈકી ભગવાન ને જ્ઞાની ભક્ત સૌથી વધારે પ્રિય છે…….કારણ કે જ્ઞાની ભક્ત આત્મા રૂપે- બ્રહ્મરૂપે વર્તે છે અને તેને એક ભગવાન સિવાય બીજી કોઈ જ કામના નથી……
 • આપણે કથાવાર્તા સાંભળીએ છીએ…એમાં છેલ્લે તો આ જ કરવા નું છે…..જગત ની કામનાઓ છોડી ને એક ભગવાન ની જ કામના કરવા ની છે…..
 • પણ એમાં વિઘ્ન રૂપ એ દેહાભિમાન રૂપી રાજા છે..જે અનેક જન્મો થી આપણ ને વળગ્યો છે ..અને એ દુર કરવા બ્રહ્મરૂપ થવાનું છે..અને બ્રહ્મરૂપ થવા- આપણ ને જે પ્રાપ્તિ થઇ છે ( સત્પુરુષ..સત્સંગ..શ્રીજી) એનો મહિમા સહીત નિશ્ચય કરવા નો છે…..અને એના માટે સતત જાણપણું ..અંતર્દ્રષ્ટિ રાખવા ની છે…….કે આપણે શું કરવા આવ્યા છીએ અને શું કરીએ છીએ???
 • પ્રાપ્તિ નો મહિમા સમજાય તો- સ્વભાવ નમ્ર બને…..દીનતા આવે……અહંકાર …માન નો ભાવ ઘટે…..! શ્રીજી નો નમ્ર સ્વભાવ એના અંનત ઉદાહરણ છે……..છતાં ઘણા એ સમય ના સત્સંગીઓ શ્રીજી ને સમજી ન શક્યા…એમનો દ્રોહ કરી બેઠા…..!
 • સત્સંગ માં રહ્યા થકા પણ સુક્ષ્મ અહંકાર હોય તો પણ જીવ સત્સંગ માં થી પડી જાય એનો વિકાસ અટકી જાય…! માટે જ સત્સંગ માં પ્રગતિ ન થવા નું કારણ માન છે…….એ મોટા સદગુણ હોય તો પણ તેમને શૂન્ય કરી નાખે…….અંતર માં શ્રીજી ની મૂર્તિ દેખાતી હોય તો તે મૂર્તિ ને કરડી મુદ્રા કરી નાખે………અને જો માન ન હોય તો ભક્ત ને ભગવાન ની એ મૂર્તિ ના પ્રસન્ન મુદ્રા માં દર્શન થાય……
 • માટે યોગી બાપા કહેતા તેમ- જીવન માં ગમે તેટલી પ્રગતિ કરો પણ નિર્માની થાવું….!!!

અદ્ભુત…! સત્સંગ હોય કે સંસાર- અહંકાર..માન……જીવ ને કેટલું નુકસાન પહોંચાડે છે…તે જાણવા મળ્યું…..! બસ “માન તજી સંતન કે મુખ સે………” પ્રમાણે- હરી રસ ના અમૃત ગ્રહણ કરી – બ્રહ્મરૂપ થઇ જવું છે…….

સભાને અંતે અમુક જાહેરાતો થઇ…..

 • ગાંધીનગર અક્ષરધામ ખાતે આર્ષ ( AARSH) પ્રવચન માળા અંતર્ગત- તા-૨૪/૩ ના રોજ- “પાણી અને વીજળી ની બચત” વિષય પર આપણી સંસ્થા વિધવાન એન્જીનીયર સંતો – પુ. નિર્મળ મુની સ્વામી અને પુ.શ્વેતપ્રકાશ સ્વામી દ્વારા રસપ્રદ પ્રવચન થશે…સમય અને વધુ માહિતી માટે અક્ષરધામ નો સંપર્ક કરવો…સર્વ ને આમંત્રણ છે….
 • તારીખ- ૧/૪ ના રોજ પશ્ચિમ અમદાવાદ માટે” ગૃહશાંતિ નો રાજમાર્ગ” પર એકદિવસીય શિબિર – પુ.આત્મતૃપ્ત સ્વામી જેવા અતિ વિદ્વાન અને પ્રખર વક્તા સંત દ્વારા થશે…પાસ મેળવવા- જે તે વિસ્તાર ના સંપર્ક કાર્યકરો નો સંપર્ક કરવો…….જેમ બને તેમ વહેલા પાસ મેળવી લેવા..અને ખટકો રાખી શિબિર માં હાજર રહેવું..જેથી મંદિર ને આયોજન માટે ખબર પડે….

SAVE_20180225_214217

 • આવતા રવિવારે- ૨૫/૪ ના રોજ ચૈત્ર સુદ નોમ- અર્થાત- શ્રીહરિ જયંતી- રામ નવમી નો ઉત્સવ છે ..માટે રવિસભા કહેતા કે- હરી જયંતી ની સભા નો સમય રાત્રે ૮ થી ૧૦-૩૦ નો છે…… સર્વે એ અચૂક લાભ લેવો..પુ.અક્ષરવત્સલ સ્વામી પ્રવચન નો લાભ આપશે…..જે તે વિસ્તાર ના સંસ્કાર ધામ માં પણ સભા નો લાભ મળશે….

અદ્ભુત…અદ્ભુત…! આજની સભા ખરેખર બ્રહ્મરૂપ કેમ થવાય….એના રહસ્ય ને ઉજાગર કરતી સભા હતી…બસ જ્ઞાન નો માર્ગ તો- આ સભામાં થી મળ્યો…પણ એને અનુસરવું..એ આપણા હાથ માં છે……! છેવટે બ્રહ્મરૂપ આપણે થવાનું છે…..લખ ચોરાસી માં થી આપણે છૂટવા નું છે…….!!!

“પ્રથમ શ્રીહરિ ને રે…” સાથે શુભ રાત્રી……..સર્વ ને સસ્નેહ જય સ્વામિનારાયણ…..

રાજ

 


Leave a comment

BAPS યોગીજયંતિ રવિસભા-૧૦/૦૫/૨૦૧૫

સ્વામીની સેનામાં આવજો રે, તમે આવજો રે,એના યોગીજી શૂરા સરદાર……..;
ભરતીમાં નામ નોંધાવજો રે, તમે આવજો રે,એના યોગીજી શૂરા સરદાર… ૦
ધારી ધીરજની ઢાલ વા’લે, ત્યાગ તણી તલવાર,કાળ ને માયા થરથર કંપે, ભક્તિ ભાલાથી અપાર,
કેસરિયાં કરવાને આવજો રે,એના યોગીજી શૂરા સરદાર… ૦ સ્વામીની
કંસ સરીખો ક્રોધને માર્યો, રાવણ સરીખો રાગ,માન ઇર્ષ્યાનું કીધું કચુંબર, લગાડી લોભને આગ,
થઈને મરજીવા તમે આવજો રે,એના યોગીજી શૂરા સરદાર… ૦સ્વામીની 

——————————————————————-

23 મી મેં -૧૮૯૨ અર્થાત વિક્રમ સંવંત -૧૯૪૮ ની વૈશાખ વદ બારસ ના દિવસે- બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ નો જન્મ – ધારી ગામ માં થયો…..યોગીજી મહારાજ ની જન્મજયંતી ની પ્રતિક સભા- આજે હતી….એ પણ કીર્તન આરાધના ના અદ્ભુત માધ્યમ થી……! સ્નેહ ની મૂર્તિ સમાન -યોગીજી મહારાજ એક એવા ગુણાતીત પુરુષ હતા કે જેમના સંકલ્પો ને બળે-પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ -આજે બ્રહ્માંડ માં -અક્ષર પુરુષોત્તમ સિધ્ધાંત ના ડંકા ગુંજાવી રહ્યા છે…….અને ગુંજવતા રહેશે….! તો આજ ની સભા- કીર્તન આરાધના આ ગુણાતીત પુરુષ ને સમર્પિત હતી..એના મહિમા ને સમર્પિત હતી….

સૂરજદેવ ના પરછમ આજકાલ આકરા તપી રહ્યા છે…..પણ સત્સંગ માં ક્યાંય ઓટ વર્તાતી નથી……હરીદયા એ આજે સમયસર સભામાં પહોંચી ગયા…..અને જોયું તો હરિભક્તો મોટી સંખ્યા માં પધાર્યા હતા…..સૌપ્રથમ મારા વ્હાલા ના દર્શન……હમેંશ ની જેમ…

10985919_397769600411218_9048550998636564071_n

સભામાં સ્થાન ગ્રહણ કર્યું ત્યારે કીર્તન આરાધના માટે સંતો- પુ. પ્રેમ વદન સ્વામી, પુ.શુભ કીર્તન સ્વામી, પુ.કૃષ્ણ સ્વરૂપ સ્વામી, પુ.વિવેક્મુની સ્વામી અને પુ.દિવ્ય કિશોર સ્વામી- યુવકો-બાળ મંડળ સાથે મંચસ્થ હતા અને “સ્વામિનારાયણ” મહામંત્ર ની ધુન્ય થી સભા ગુંજી રહી હતી…..ત્યારબાદ શરુ થયા- અસ્ખલિત કીર્તનો…..બાળ મંડળ, યુવક મંડળ..સંતો દ્વારા અને વચ્ચે વચ્ચે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન પ્રસંગો દ્વારા -એમના મહિમા નું વર્ણન સંતો દ્વારા ( પુ.વિવેકશીલ સ્વામી…પુ.પ્રિય સ્વરૂપ સ્વામી વગેરે) ..અને વિડીયો-ઓડિયો સ્લાઈદ્ઝ દ્વારા થયું…..ચાલો જોઈએ….કીર્તન શબ્દો -ગાયક માહિતી….

 • યોગીબાપા તમે મારી રક્ષા કરો- બાળમંડળ
 • ખોળો બાપા નો અમે ખુંદતા રે લોલ….- બાળ મંડળ
 • યોગીબાપા ના પ્રેમ માં પાગલ જે થઇ ગયા…- યુવક મંડળ
 • ધન્ય જેને મળીયો યોગીજી નો સંગ….- યુવક મંડળ…
 • સ્વામી ની સેના માં આવજો રે…જેના યોગીજી શુરા સરદાર- પુ.દિવ્ય કિશોર સ્વામી
 • જોગીડા ના જાદુ..અમારે હૃદયે રમે- પુ.પ્રેમ વદન સ્વામી
 • તારી વાણી માં વાંસળી વાગી- પુ. કૃષ્ણ સ્વરૂપ સ્વામી
 • ભગવાન સૌનું ભલું કરો…..- પુ.પ્રેમ વદન સ્વામી
 • યોગી પ્રગટ વિચરે સત્સંગ માં રે..જોગી ને જોયા નારાયણ સ્વરૂપ માં રે- પુ.શુભ કીર્તન સ્વામી

એ સિવાય વચ્ચે વચ્ચે ઓડિયો-વિડીયો દ્વારા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ના મહિમા નું ગાન થયું….

 • હાંજી ભલા સાધુ- યોગીજી મહારાજ નું પ્રિય કીર્તન- એમના અવાજ માં જ રજુ થયું….
 • હે ગોંડલ ના યોગી સ્વામી- દ્વારા એમની દિનચર્યા ના અદ્ભુત દર્શન થયા….
 • પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા યોગીજી મહારાજ નો મહિમા રજુ થયો….( ગોંડલ માં અમૃત મહોત્સવ નો સમૈયો ઉજવાયો તેનો)
 • અને યોગીબાપા દ્વારા- પ્રમુખ સ્વામી મહારાજ નો મહિમા- એમના ૪૮ માં જન્મ જયંતી ઉત્સવ સમયે કરેલો- તેના વિડીયો નો લાભ મળ્યો….

અને આ બધા બાદ – જેમણે યોગીબાપા ને નજીક થી નિહાળ્યા છે- એમની સેવા કરી છે તેવા પુ.ઈશ્વરચરણ સ્વામી એ – બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ના જીવન વિષે વાત કરતા કહ્યું કે….( જોઈએ સારાંશ)

 • સત્પુરુષ ની આજ્ઞા અને વચન માં જ મોટું સુખ છે…..એમ દ્રઢ પણે સમજવું….
 • સત્સંગ-સત્પુરુષ માં  માં નિર્દોષ બુદ્ધિ અને દિવ્ય ભાવ હોય તો- જ સત્સંગ માં કેસર કેરી જેવું મીઠું મધ સુખ આવે..
 • સત્સંગમાં ટકવું  હોય તો- સંપ- સુહાર્દ ભાવ- રાખ્યા સિવાય છૂટકો નથી….
 • નાના માં નાના હરિભક્ત નો અભાવ ન લેવો……બધા ને બ્રહ્મ ની મૂર્તિ માની એ તો જ દેહાભિમાન છૂટે….બ્રહ્મ રૂપ થવાય…

ત્યારબાદ સભા ને અંતે અમુક જાહેરાતો થઇ…..

 • આવનારી રવિસભા- પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ ના જીવન પ્રસંગો-મહિમા સભર હશે…..તેનો અવશ્ય લાભ લેવો…..જેમાં પુ.બ્રહ્મ વિહારી સ્વામી- પ.પુ. સ્વામીશ્રી ના પ્રેમાળ વ્યક્તિત્વ નો અદ્ભુત પરિચય કરાવશે….
 • આજથી તા-૧૫ મેં સુધી- યોગી પર્વ ઉજવાશે- આથી દરેક હરિભક્તો એ સંકલ્પ કરવા નો કે- કોઈ ભક્ત નો અભાવ ગુણ નહિ લે…બધા પ્રત્યે સંપ-સુહર્દ ભાવ- એકતા થી વર્તશે…..
 • પુ.બ્રહ્મ દર્શન સ્વામી રચિત- બ્રહ્મ વિદ્યા જ્ઞાન – ને આપણા સંનિષ્ઠ બાઈ હરિભક્તો એ અંગ્રેજી માં ટ્રાન્સલેશન કરી- પુસ્તક પ્રગટ કર્યું છે…….સાથે સાથે પુ.વિવેક જીવન સ્વામી એ- હિંદુ ધર્મ ના – રીત રીવાજો- પર પણ અંગ્રેજી માં પુસ્તક લખ્યું છે…..- એ બંને નું ઉદ્ઘાટન થયું….

તો- આજની રવિસભા- એ યોગીપર્વ ની સભા હતી……બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ ના અતુલ્ય સ્નેહ માં તરબોળ થઈને- બ્રહ્મ વિદ્યા ને પામવા ની સભા હતી……

જય સ્વામિનારાયણ……..

રાજ


Leave a comment

નિમિત્ત માત્ર…….

આજે સવારે એક મેગેઝીન ના પાના ફેરવતો હતો અને અચાનક નજર પડી એક ઝેન વાર્તા પર..( ઝેન સાધુ દ્વારા કહેવાયેલ  – ચીન ના મહાયાન બૌદ્ધ ધર્મ ના સાધુ) ….ઝેન સાધુ ની આ વાર્તા ઓ ટૂંકી પણ ચોટદાર હોય છે……જોઈએ..એ વાર્તા…

———————-

એકવાર એક ઝેન સાધુ ની ઝુંપડી માં આગ લાગી……આથી આજુબાજુ ના લોકો માં ભાગમભાગી થઇ ગઈ….પણ ઝેન સાધુ શાંતિ થી દુર બેઠો પોતાના ધ્યાન માં વ્યસ્ત હતો..અને આ બાજુ એની ઝુંપડી અને સામાન ભડભડ સળગે…..! એક વ્યક્તિ થી આ જોયું ન જવાયું આથી એ પેલા ઝેન સાધુ પાસે ગયો અને ગુસ્સા થી બોલ્યો….

“સાધુરામ…ખબર નથી પડતી …પેલી ઝુંપડી બળે છે અને તમે અહી પરમ શાંતિ થી ધ્યાન ધરો છો??? સમજણ જેવું છે કે નહિ??

સાધુ શાંતિ થી બોલ્યો…..” મેરે કો ક્યા???”

આ જવાબ સાંભળી- પેલા ભાઈ વધારે બગડ્યા……જોર થી બોલ્યા…

” અલ્યા બાવા….એ ઝુંપડી તારી છે……..સામાન તારો છે…..અને પાછો કહે છે ..મેરે કો ક્યા???”

પુનઃ અઢળક શાંતિ થી સહેજ હસતા હસતા સાધુ બોલ્યો…” તો તેરે કો ક્યા???? “”

——————————-

અદ્ભુત અદ્ભુત……..! હવે વિચારો કે આપણે એ સાધુ ની જગ્યા એ હોઈ એ શું થાય????

 • પોતાનું ઘર બળતું હોય તો આપણે ખુદ જ બેબાકળા થઇ ભાગમભાગી કરીએ……લોકો ને મદદ માટે બોલાવી લઈએ….
 • અરે આપણું શું….બીજા અન્ય નું ઘર સળગતું હોય તો પણ આપણો જીવ બળી ઉઠે…..

હવે અંતે વિચારવા નું શું??

 • લૌકિક દ્રષ્ટિ એ વિચારી એ તો પેલો સાધુ મુર્ખ જ લાગે…પણ જો ગહન તત્વજ્ઞાન થી વિચારી તો સમજાય કે…આ જગત માં આપણું છે જ શું???? જેના માટે આપણે આટલી બધી દોડાદોડ કરીએ છીએ….ઉથલપાથલ કરીએ છીએ….એ બધું અહી જ રહી જવાનું છે……અને આપણો દેહ રાખ થઇ જવાનો છે…..! યાદ કરો ગીતા નો વિચાર- જેને આજે આપણું માની એ છીએ- એ ગઈકાલે બીજાનું હતું અને આવતીકાલે એ બીજા કોઈનું હશે……! વિચારો……વિચારો…….સો પ્રતિશત સાચી વાત…!
 • અઢળક પૈસા- સંપત્તિ- રૂપાળી નાર…..સગવડો આપે છે…….સુખ ની કોઈ ગેરંટી નથી……અંતર ની શાંતિ ની કોઈ ગેરંટી નથી…..અમારા ગુરુ પ.પુ.પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે- એક અખંડ સુખ તો એકમાત્ર ભગવાન માં છે …….અને એક એમનું જ ધાર્યું થાય છે…..એજ સર્વ ના કર્તાહર્તા છે…આપણે તો બસ નિમિત્ત માત્ર છીએ…બસ નિમિત્ત ભાવે કર્મ કરવાના છે…ફળ એક હરિના……એ સમજવું એ જ કલ્યાણ..!
 • વધુ ઊંડું વિચારી એ તો સમજાય કે- આપણે – જે આપણું માનીએ છીએ- એના આપણે ટ્રસ્ટી માત્ર છીએ……આપણો દેહ આપણો નથી તો બીજાની શું વાત કરવી….?? એમ સમજાય તો આ સાંખ્ય -હૃદય માં ઉતરે છે…..અને સર્વ ક્રિયાઓ- સર્વ સુખો-દુખો માં આપણી જાત ને નિમિત્ત માત્ર મનાય છે…..અને સમજાય છે કે આપણે તો એક માધ્યમ માત્ર છીએ…..જે કાર્ય માટે જગત માં આવ્યા છીએ…..મનુષ્ય અવતાર મળ્યો છે..એ વિષયો -સગવડો ભોગવવા નથી મળ્યો….પણ “પોતાને” ઓળખી ને..એક શ્રીજી ને પામવા માટે છે…!

તો- વાર્તા ટૂંકી પણ ફલશ્રુતિ લાંબી….! જીવન કૈંક આવું જ છે…..નાની નાની વાતો અને રાતો…પણ એના રહસ્યો મોટા મોટા…!

નિમિત્ત માત્ર છીએ- એવું જ સમજાય એટલે – સુખ-દુખ-રોગ-શોક-દોડધામ બંધ થઇ જાય અને એક ધ્યેય નિશ્ચિત થાય છે…સ્થિતપ્રજ્ઞ….અક્ષર રૂપ થવાય છે.

સાથે રહેજો..

રાજ


Leave a comment

યોગીજી મહારાજ ની બોધકથાઓ-૧૩

ક્યારેક લાગે છે કે- આ જીવન જ એક બોધકથા જેવું છે……ડગલે ને પગલે- કૈંક ને કૈંક નવું શીખવાડતું રહે છે……સમજુ છે..આત્મજ્ઞાની છે…. એ- આમાં થી શીખે છે…..અને કહેવાતા “બુદ્ધિશાળી” ઠોકર ખાતા જ રહી જાય છે. આમ-તમારું કલ્યાણ તમારા હાથ માં……!  બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા પણ આ જ વાત કહેતા……સત્પુરુષ ની આજ્ઞા ને જે વશ રહે-તેને આત્મ જ્ઞાન થાય..પોતાના દોષ-ગુણ દેખાય અને સુધરી જાય…! તો- જીવન ના આવા અમુલ્ય પદાર્થ પાઠ શીખવા…. ચાલો યોગીબાપા જેવા ગુણાતીત પુરુષ ની  બ્રહ્મ વિદ્યા ની કોલેજ માં….!  એક નવી બોધકથા સાથે..હળવા અંદાજ માં- ગહન વાત….!

1544326_616420075117999_5497220588114804278_n

દેખ લિયા….

————————————————

એક નાનું સુ ગામ…..બધાયે ધર્મ ના લોકો- હળીમળી ને રહે અને સુખે થી જીવન ગુજારે. એક દિવસ ગામ માં ચાર સાધુ આવ્યા……સાધુ ઓ સિદ્ધ હતા અને ગામલોકો ને એક માસ સુધી દિવ્ય કથા વાર્તા નો લાભ આપી રાજી કર્યા. કથા સાંભળવા હિંદુઓ તો આવે જ પણ સાથે સાથે અમુક મુસલમાન વૃદ્ધ પણ આવે…..એમાં એક મિયાભાઈ ને આ કથાવાર્તા અને સાધુ ઓ માં ખુબ જ રસ પડ્યો…..એક દિવસ પણ ન ચુકે….! હવે કથાવાર્તા પૂરી થઇ એટલે- સાધુઓ એ – શ્રોતાઓ ને નિયમ લેવાનું કહ્યું……એટલે બધાએ યથાશક્તિ નિયમ લીધા. અને એમાં- વારો આવ્યો- આ મિયાભાઈ નો……! હવે સાધુઓ એ- મિયાભાઈ ને પણ નિયમ લેવાનું કહ્યું…..પણ મિયાભાઈ બોલ્યા…” નિયમ તો ન લેવાય…તમે ઉગતી ( દિશા) પૂજો ને અમે આથમણી….! નો મેળ પડે….! પણ સાધુ ઓ છોડે એવા નહોતા…એ તો પાછળ જ પડ્યા…….”ના…નિયમ તો લેવો જ પડે…….! તમને ગમે એ લ્યો…..” આમ, પાછળ પડ્યા એટલે- છેવટે કંટાળી ને મિયાભાઈ બોલ્યા…..” હારું…..ધ્યો નિયમ…….! સાધુ બોલ્યા…..” તમારા ગામ માં છગન ભગત કુંભાર છે…….નિયમ લ્યો કે- રોજ એના દર્શન કરી ને જ જમશો……”

મિયાભાઈ બોલ્યા…..” ઓહો…એમાં શું..! લ્યો લીધો નિયમ….!” અને પછી તો સાધુઓ એ એના હાથમાં જળ પાણી આપ્યા…..અને વિદાય થયા….! પછી તો મિયાભાઈ નો નિયમ જ થઇ ગયો…રોજ સવાર પડે-ને પેલા કુંભાર ભગત ને ઘેર પહોંચી જાય- એના દર્શન કરે ને પછી જ જમે…..આમ કરતા કરતા દોઢ-બે માસ વીતી ગયા..બધું સમુસુતરું ચાલ્યું…એક દિવસ- મિયાજી દર્શન કરવા ગયા અને ભગત ને ઘેર ખંભાતી તાળું……! મીયાજી તો ગભરાઈ ગયા…..ગયા દિવસ નો સાંજ નો ઉપવાસ હતો અને આજે આ ભગત ગાયબ…..વળી પાછો માથે નિયમ….! હવે નિયમ તો પાડવો જ પડે..! એટલે આજુબાજુ વાળા ને ભગત વિષે પૂછ્યું તો ખબર પડી કે- ભગત તો માટી ખોદવા ટેકરે ગયા છે. મિયા તો ભાગ્યા અને દોડતા દોડતા ટેકરે પહોંચ્યા…..! હવે બન્યું એવું કે- ભગત ને ટેકરે માટી કાઢતા કાઢતા – સોના ના સિક્કા ભરેલો ચરુ મળ્યો……ભગત તો રાજી થઇ ગયા….પણ ચરુ એટલો ભારે કે- ગધેડા ની પીઠ પર ચડે જ નહિ…..હવે કેમનું કરવું? કોઈ જોઈ જાય તો ય લફડું…..! આમ, ભગત ચિંતા માં હતા અને એટલા માં મિયા જી ત્યાં ટપકી પડ્યા….ભગત ને લાગ્યું કે જરૂર- આ મિયાજી એ -આ ચરુ જોઈ લીધો છે…પણ વાસ્તવ માં- મિયાજી એ એને જોયો જ નહોતો…! આથી ભગત ને ચિંતા પેઠી કે- જો મિયાજી ને ભાગ નહિ આપું તો- એ રાજા  ને કહી- બધો ખજાનો પડાવી લેશે….આથી ભાગ પાડી ને- સુખે થી જીવવું..!

એટલામાં મિયાજી- દોડતા દોડતા આવી- ભગત ના પગ માં પડી ને દર્શન કરવા લાગ્યા….આથી ભગતે પૂછ્યું…” દેખ લિયા???” ( એટલે કે ખજાનો જોઈ લીધો?) આથી મીયાજી બોલ્યા….” દેખ લિયા…સબકુછ દેખ લિયા…….અબ શાંતિ હુઈ…” આથી ભગત ગભરાયા -બોલ્યા…મિયાજી- આધા આપકા…! કિસીકો બોલના મત…..! મિયાજી કહે- ઠીક હૈ-  અબ ચૈન આયા..પર એ આધા ક્યાં? ! ભગત તો – મિયાજી ને પકડી- દેગડી પાસે લઇ ગયો…..અને બોલ્યો- રાત્રે આવજો- અડધો અડધો વહેંચી લઈશું….! મિયાજી ને બધું સમજાઈ ગયું અને જાણે કે બગાસું ખાતા પતાસું મળ્યું…..! રાત્રે કુંભાર ને ત્યાં પહોંચી ગયા અને પોતાનો અડધો ભાગ લઇ લીધો…….! અને વિચાર્યું કે- પેલા સાધુ ની વાત માની ને કેવડો લાભ થયો….જો બધું કહેલું માનું તો કલ્યાણ જ થઇ જાય…અને એમ વિચારી- એ મિયાજી ભક્ત બન્યા…!

—————————————-

સાર-

 • તમે વિજ્ઞાન ભણેલા હો…..ખુબ વિધવાન હો…..ગરીબ હો કે તવંગર……પણ એક બ્રહ્મસત્ય કાયમ છે- સત્પુરુષ ની આજ્ઞામાં રહેવા થી ફાયદો જ થાય છે….એ તરત દેખાય કે ન દેખાય…પણ અંત તો સુખદ જ હોય છે. આ સત્ય નો સ્વયમ  ઈતિહાસ સાક્ષી છે……જો તમે સ્વામિનારાયણ સંપ્રદાય ના સાચા સત્સંગી હો…તો તમારી જાત ને જ પૂછો..!
 • જીવન એક સિધ્ધાંત-નિયમ…ધર્મ -મર્યાદા સાથે બંધાયેલું હોવું જ જોઈએ…..અહિયાં ધર્મ- એટલે અંધ શ્રદ્ધા નહિ…..જીવન માં જો શિસ્તબધ્ધતા ન હોય- નિયમ ન હોય- તો તેને વિખરાતા વાર નથી લાગતી……
 • જીવન માં- નિયમ-ધર્મ-સિદ્ધાંતો માટે ખટકો રાખવો જરૂરી છે…..”અભી બોલા અભી ફોક” એવું નહિ……

તો- બસ- જીવન ને સહજ પ્રસંગો થી સમજતા રહો…..અને સહજ+આનંદ ને પામતા રહો……

રાજ


Leave a comment

યોગીજી મહારાજ ની બોધ કથાઓ- ૧૨

સાધુ જ્ઞાનજીવન દાસ એટલે કે બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા- જાણે કે મસ્ત બ્રહ્મ નું પ્રગટ સ્વરૂપ હતા……સદાયે ડોલતો ચહેરો…..અસ્ખલિત સ્મિત અને “બોલો ગુરુ………!” ની અહાલેક સાથે કથા વાર્તા નો અતુલ્ય ઇશક…….! જાણે કે સત્સંગ નો દરિયો….! જેણે જેણે યોગીબાપા ના દર્શન કર્યા છે એ જાણતા જ હશે કે- સત્સંગ ની ગહનતા નું સીધું સાદું સ્વરૂપ એટલે કે યોગીબાપા…..!

યોગીજી મહારાજ ની એક દુર્લભ તસ્વીર

યોગીજી મહારાજ ની એક દુર્લભ તસ્વીર

એમની રસાળ શૈલી માં અધ્યાત્મ ની ગહેરાઈ ને માપીએ……..એમની બોધકથાઓ દ્વારા……..

————————————————————————-

કાન પર સરોદો ( અર્થાત સરોદ….તંબુરા જેવું એક દેશી વાદ્ય)

એક ગામ હતું, સુખી-સાધન સંપન્ન અને સેવાભાવી……! એક દિવસ એક સાધુરામ ભિક્ષા માંગવા ગામ માં પધાર્યા……..સાથે સરોદો વગાડે અને રૂડા ભજનીયા ગાય એટલે ગામ લોકો એમને છૂટ થી ભિક્ષા આપે……આ રોજ ની ઘટના. પણ એક દિવસે એ ભિક્ષા માંગવા નીકળ્યા અને સરોદા ના તાલે ભજનીયા ગાવા ની શરૂઆત કરી તો તરત જ એક કુતરું એમની પાછળ પડી ગયું……..જેવા એ સરોદો વગાડવા નું ચાલુ કરે કે તરત જ  એ કુતરું ભસવા નું ચાલુ કરી દે………..સરોદો બંધ એટલે કુતરું પણ બંધ…..! થોડોક સમય તો સાધુ એ કુતરા ને ગણકાર્યું નહિ……પણ આ તો રોજ નું થઇ ગયું……..જેવો સરોદો વગાડે કે તરત જ કુતરું ભસવા નું ચાલુ કરી દે…..અને સરોદા ની મજા બગાડી નાખે……આથી ભજન -ભિક્ષા બધું બંધ થવા લાગ્યું……અને સાધુરામ તો બગડ્યા…..! વિચાર્યું કે આ કુતરા નું કંઇક તો કરવું જ પડશે……આથી એક યોજના વિચારી……

બીજા દિવસે ગામ માં ગયા તો પેલું કુતરું લાગ જોઈને બેઠું જ હતું, અને જેવું પેલા સાધુ એ સરોદો વગાડવા નું શરુ કર્યું કે કુતરા એ પોતાની ટેવ પ્રમાણે ભસવા નું શરુ કર્યું……..અચાનક જ સાધુરામ પેલા સરોદા ને લઈને- કુતરા પાછળ પડ્યા…..કુતરું જાય ભાગતું અને પાછળ પાછળ પેલા સાધુરામ……કલાક બે કલાક- પેલા કુતરા ને ભગાડ્યું અને છેવટે કુતરું થાકી હારી ને એક સાંકડી ગલી માં ઘુસી ગયું……ઘુસી તો ગયું પણ ફસાઈ ગયું…..ન આગળ જવાય કે ન પાછળ જવાય…! આ લાગ જોઈને- સાધુરામ આસ્તે થી કુતરા ની પાસે પહોંચી ગયા…કાઢ્યો પોતાનો સરોદો અને પેલા કુતરા  ના કાન ની પાસે જ જોર જોર થી ભજન ની સાથે વગાડવા લાગ્યા…….! કુતરાભાઈ તો ફસાયા હતા આથી શું કરે? સાધુરામે બરાબર રીસ કાઢી ને કલાક-બે કલાક- પેલા કુતરા ના કાન પાસે જ સરોદો વગાડ્યા કર્યું…છેવટે- એને છોડ્યું…..!

બીજા દિવસે- સાધુરામ ગામ માં આવ્યા ત્યારે પેલું કુતરું બેઠું હતું પણ જેમ હારેલો  હતાશ થઇ જાય એમ સાધુ ના સરોદ વગાડવા છતાં કુતરાભાઈ ભસ્યા નહિ…અને સાધુરામ ની યોજના અને ભિક્ષા કારગર નીવડી….!

———————————————

સાર-

 • જીવન આવું જ છે-કે તમે કંઇક સારા કાર્ય ની શરૂઆત કરો કે તરત જ વિઘ્નસંતોષી જીવ હાજર થઇ જાય છે…….હવે તમારા હાથ માં છે કે તેને ગણકારવો કે સીધો કરવો……..
 • શક્ય હોય તો પહેલા એને ગણકારો અને જો પછી પણ ન માને તો- તેના “કાન પાસે સરોદો વગાડો”……! 🙂 આમ “carrot and stick” rule આવડવો જોઈએ…..
 • પોતાનો હેતુ- કાર્ય શુદ્ધ- સર્વ હિતાવહ હોય તો- અગણિત વિઘ્નો આવે પણ છોડવા નહિ…….મંડ્યા રહેવું……….
 • પોતાનું કાર્ય એવું તો કરો ( સરોદો એવો તે વગાડો કે…) કે કાર્ય જોઈને જ વિઘ્ન કારી ઓ હતાશ થઇ જાય………..જુઓ ઉદાહરણ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ નું…….સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ના પ્રવર્તન માટે- હજારો વિરોધીઓ-વિઘ્નો આવ્યા છતાં – તેમણે પોતાનું કાર્ય ન છોડ્યું……અને ઉલટા નું અક્ષર પુરુષોત્તમ ના ગગન ચુમ્બી મંદિરો બાંધી…એવો તે સરોદો – વિરોધીઓ ના કાન પાસે વગાડ્યો કે- બિચારા વિરોધ કરવા નું જ ભૂલી ગયા……!


Leave a comment

યોગીજી મહારાજ ની બોધકથાઓ-૧૧

સહજ પણે- ગહન મા ગહન વાત – સામે વાળા ના મગજ મા ઉતારી દેવી- એ અદભૂત આવડત છે……..અને એ કોઈ મોટા પુરુષ પાસે જ હોય…….યોગીજી મહારાજ…એક આવી જ વિરલ -વિભૂતિ હતા….કે જેમણે- સત્સંગ ..અધ્યાત્મ…જીવન ને સહજ બનાવ્યું અને પોતાના પ્રેમાળ…રસાળ…..રસપ્રદ રીતભાત દ્વારા- હજારો-લાખો મુમુક્ષો ને બ્રહ્મ નું જ્ઞાન આપ્યું…….એમની બોધકથાઓ- પણ આટલી જ પ્રખ્યાત હતી…….આ જ માર્ગ મા આગળ વધી……બ્રહ્મ ના રહસ્ય ને પામીએ….! બસ- વાંચતા…સમજતા રહો………

બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા સાથે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ......

બ્રહ્મ સ્વરૂપ યોગીબાપા સાથે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ……

કથો છડ….( અર્થાત ધાબળો છોડ….)

————————————————————–

એક વાર – એક ભરવાડ ઘેટા બકરા ચરાવતો હતો…….નદી કિનારે વાતાવરણ અદભૂત હતું અને -ભરવાડ અને એના ઘેટા બકરા ખોરાક સાથે -વાતાવરણ ની પણ મજા લઇ રહ્યા હતા…….અચાનક જ ભરવાડ ની નજર- નદી ના ઘસમસતા પ્રવાહ પર ગઈ…….જોયું તો કોઈ કાળા ધાબળા જેવી ચીજ પ્રવાહ મા તણાતી હતી……જે વાસ્તવ મા એક રીંછ હતું…..જે તણાઈ રહ્યું હતું, પણ ભરવાડ ને એ ધાબળા જેવું જણાયું….! ભરવાડ ને લોભ જાગ્યો અને ધાબળો સારો છે એમ સમજી- પ્રવાહ મા કુદી પડ્યો……..ગમે તેમ કરી તરતો તરતો- એ “ધાબળા” પાસે પહોંચ્યો…….અને જેવો “ધાબળા ” ને પકડવા ગયો કે તરત- એ રીંછે- એ ભરવાડ ને પકડી લીધો………ભરવાડ રીંછ થી પોતાને છોડાવવા હવાતિયા મરવા લાગ્યો- પણ કેમેય છૂટે જ નહી…….કિનારે ઉભેલા ભરવાડ આ જોઈ રહ્યા હતા……તેમને લાગ્યું કે- ભરવાડ- ધાબળા મા ફસાઈ ગયો છે…..આથી જોર થી બુમો પાડવા લાગ્યા……કથો છડ…કથો છડ…….કથો છડ…….!.( અર્થાત ધાબળો છોડ….)

પાની મા પડેલો ભરવાડ બોલ્યો……..હું તો કથો છોડવા મથું છું ……..પણ કથો મને છોડતો જ નથી ને………શું કરું?…..”……એમ કરતો કરતો- રીંછ સાથે જ ભરવાડ નદી મા તણાઈ ગયો…….

————————————————-

સાર-

 • આપણી જિંદગી ની મોટાભાગ ની મુશ્કેલીઓ- સમસ્યા ઓ – પોતે-જાતે જ ઉભી કરેલી હોય છે………
 • તમે લોભ-લાલચ-મમત-જીદ છોડો- એટલે એ આપોઆપ છૂટી જાય……..પણ- એ – ચીજ ને પકડતાં પહેલા થાવું જોઈએ…….નહીતર- જો એકવાર જીદ અને અહં- સાથે થઇ ગયા- તો તમને પાડ્યા સિવાય છૂટે નહી…….
 • અન્ય અર્થ મા  કહી એ તો- પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ કહે છે એમ- “સ્વભાવ” ( અર્થાત- લોભ-લાલચ-મોહ-મત્સર-અહં-મમત્વ…..વગેરે જેવા દોષ) છૂટે તો- જ આ જીવ- સત્સંગ મા આગળ વધે……..હરિ સાથે જોડાય….અને કલ્યાણ થાય………આથી જ “સ્વભાવ” ના આ ક્થ ને છોડવા નો છે………એના થી પોતાની જાત ને છોડાવવા ની છે………
 • બીજા અર્થ મા લઇ એ તો- શાસ્ત્રો મા કહ્યું છે એમ- તમે જો એકવાર ભગવાન કે સત્પુરુષ ને પકડો- તો એ તમને છોડતા નથી……તમારું કલ્યાણ કેમ થાય? એમ વિચાર સાથે જ તમારી ગતિ-મતિ અને ગંતવ્ય નક્કી કરે છે………તો- જો સત્સંગ કરતાં  દુઃખ આવે તો એમ વિચારવું કે – ભગવાન રાજી છે અને શૂળી નો ઘા- સોય ના ઘા થી જ મટાડવા આ દુઃખ આપે છે…….એમ કરી વેઠી લેવું……..

તો- બસ- સમજતા રહો…..જીવન મા ઉતારતા રહો……..પોથી મા ના રીંગણ- થી પેટ નથી ભરાતું………પણ રીંગણ ને વાસ્તવ મા- સુધારી-વઘારી ને ખાવા થી જ પેટ ભરાય છે……..આથી- શબ્દ-બોધકથા મા નો બોધ- જીવ ને “લાગવો” જોઈએ…..

રાજી રહેશો

રાજ


Leave a comment

યોગીજી મહારાજ ની બોધકથાઓ- ૧૦

…એ અલમસ્ત જોગી……..એ જ ગુણાતીત…અને એ જ બ્રહ્મસ્વરૂપ પ્રતિમા…..! બ્રહ્મસ્વરૂપ યોગીબાપા ને હમેંશા ભજન નો પક્ષ…..ગોંડલ મંદિર ના કોઠારી તરીકે – એમણે કાર્યભાર- ગુરુ શાસ્ત્રીજી મહારાજ ની આજ્ઞા એ  સંભાળ્યો પણ રતીભાર પણ ભજન કે હરિ નો પક્ષ મોળો ન થયો…..આને કહેવાય અખંડ વૃતિ…! દુનિયાભર ના વહીવટી- ભૌતિક કે સંસારિક કાર્યો વચ્ચે પણ એક હરિ માં જ જીવ ને જોડી રાખવો…એક ભગવાન ને જ પ્રાધાન્ય આપવું…એ જ ગુણાતીત પણું…!

બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ....

બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ….

અને યોગીબાપા ની એ જ વિશેષતા કે- નાની રસપ્રદ..રમુજી વાર્તા ઓ માં – ગહન તત્વજ્ઞાન ના પાઠ  ભક્તો ને- સંતો ને ભણાવતા……તો આ જ પથ માં- આગળ વધીએ….એક નવી વાર્તા સાથે….

————————————————————————————

“હીરો ઘોઘે જઈ આવ્યા”

ભાવનગર- એટલે ભાવ નગરી…..મોટું નગર અને રાજા-રજવાડા ઓ નું રાજ..! એમાં એક હીરો ભગત કરી ને ભલો-ભોળો સામાન્ય મનુષ્ય રહેતો હતો…..જીવન નિર્વાહ માટે- એક વણિક શેઠ ને ત્યાં નોકરી કરતો હતો. શેઠ કહે એટલું જ કરવાનું……પોતાની આગવી બુદ્ધિ નો સહેજ પણ ઉપયોગ નહિ કરવાનો……!  એક વાર – સાંજ ના સમયે -દુકાન બંધ કરતા શેઠે – હીરા ને કહ્યું કે – હીરા કાલે સવારે- ઘોઘા બંદરે જવાનું છે……તો હીરો ભગત કહે ..” સારું…” પણ એ પૂછવાનું ભૂલી ગયો કે કેમ? શા માટે જવાનું છે? …અને સવાર પડી કે- શેઠ ને પૂછ્યા વગર…મળ્યા વગર- હીરો તો ઘોઘે બંદર પહોંચી ગયો……! પણ પહોંચ્યા પછી ખબર પડી કે- અહિયાં કરવા નું શું? એ તો પૂછ્યું જ નથી? …….હવે કરવું શું? ….હીરા ભગત તો ગભરાઈ ગયા…….શેઠ ને શું જવાબ આપશું? તો છેવટે- કશું ન સુઝતા – એક ઝાડ નું પાંદડું તોડી ને સાથે લીધું અને ભાવનગર પાછા ફર્યા…….!

શેઠ- તો અહિયાં ચિંતા માં કે- હીરા ભગત ક્યાં ગયા? માણસો દોડાવ્યા..તપાસ કરાવડાવી…પણ કઈ અત્તોપત્તો ન મળ્યો…અને છેવટે- હીરો સ્વયમ શેઠ ને મળ્યો…..ને શેઠે પૂછ્યું તો આ બધુ જાણવા મળ્યું……..ઝાડ નું પાંદડું- શેઠ ના હાથમાં આપતાં- હીરા ભગત બોલ્યા…શેઠ હું- કઈ ખાલી હાથે નથી આવ્યો……આ પાંદડું લાવ્યો છું…!

શેઠ- માથું ફૂટતા બોલ્યા……” લ્યો કરો વાત…..હીરો ઘોઘે જઈ આવ્યા……!”

———————————————————————————-

સાર-

 • ખુબ ઊંડું વિચારો તો ખબર પડે કે- આપણે બધા…લગભગ- ૯૯% લોકો- હીરા ભગત જેવા જ છીએ……મનુષ્ય જન્મ તો લીધો..મળી ગયો…..પણ જીવન નું ધ્યેય શું? કોને ખબર? રમવું-ભણવું-લગ્ન કરવા-સંસાર માંડવો- ભોગવવો- અને મરી જવું…એટલું જ?  બસ- ધ્યેય ની ખબર નથી અને ઘોઘે દોડ્યા છીએ…..
 • જીવન માં ધ્યેય સ્પષ્ટ જોઈએ…….અધ્યાત્મ ની ભાષા માં- બ્રહ્મ ની ભાષા માં કહું તો-” एकमेव ध्येयो नारायणोहरि: ” – એક ભગવાન જ જીવન નો ધ્યેય હોવો જોઈએ…કારણ કે અખંડ- શાશ્વત સુખ અને શાંતિ- બાહ્ય જગમાં નહિ પણ ભગવાન માં જ છે…આ સત્ય આજે સમજો તો એ…કાલે સમજો તો એ…કે અનંત જન્મે સમજો તો એ………સમજ્યે જ છૂટકો છે…….એ સીવાય  છૂટકો જ નથી…..
 • “પૂછતાં નર સદા સુખી” ..એમ જો આપણ ને આપણું ગંતવ્ય કે કાર્ય ખબર ન હોય તો- કોઈ જાણકાર ને પૂછવું…….ભલે ને- આ કોઈ રસ્તા ની વાત હોય કે- અધ્યાત્મ માં કલ્યાણ ની વાત……..માર્ગદર્શક વગર માર્ગ જ નથી……ધ્યેય જ નથી…..
 • જીવન માં- ધ્યેય સપષ્ટ જોઈએ…સાથે સાથે કર્મ ના માર્ગ…તાત્પર્ય..અર્થ ….પણ સ્પષ્ટ જોઈએ….કાર્ય કરો- પણ પોતાની આગવી બુદ્ધિ નો ઉપયોગ કરી ને…..મૂઢ મતિ થઇ ને “boss is always right” પકડી નહિ રાખવા નું…….ઘેટા ની જેમ સો વર્ષ જીવવા કરતા….સિંહ ની જેમ ૧૦ વર્ષ જીવવા સારા….!

બસ- વાંચતા રહેજો……સમજતા રહેજો………કારણ કે “સખી સમજણ માં ઘણું સુખ છે જી……”

રાજ


Leave a comment

યોગીજી મહારાજ ની બોધકથાઓ- ૯

સહજાનંદ ના ઉપાસક હોવું એટલે શું? આપણા ઇષ્ટદેવ નું નામ જ અનોખું છે……જો સંધી છૂટી પાડો તો થાય- સહજ+ આનંદ……જેના હૈયામાં…હૃદયમાં આનંદ,ઉમંગ સહજ રહે- તેનામાં જ સહજાનંદ વસે….! હું ઘણીવાર રીના ને કહું છું કે- આપણી ભક્તિ..આપણો સત્સંગ કેટલો સાચો? એ માપવું હોય તો સૌથી સરળ સાધન કયું? જવાબ છે- હૃદયમાં…સહજ આનંદ…..સુખ-દુખ કે કોઈપણ સંજોગ મા- જો આઠેય પહોર- બસ આનંદ ની સરવાણીઓ સતત ફૂટતી રહેતી હોય….હૈયું બસ હવે હાથમાં ન રહેતું હોય…..હૃદય જો- શ્રીજી સ્વામી ને જોઈ-નીરખી- આંસુઓ ના માધ્યમ થી ધસી જવા મથતું હોય તો- માનવું કે આપણે હવે “સત્સંગ’ મા વધી રહ્યા છીએ……ભાઈ..! હરિનો માર્ગ જ એવો છે કે – દુખ નો એક પડછાયો માત્ર તમારા થી જોજનો દુર લાગે…હરપળ-હરઘડી બસ સુખ જ સુખ..અનંત સુખ જ લાગે…..કારણ કે- તમારું બધું હવે એ “હેન્ડલ” કરે છે..અને તમે બસ બિન્દાસ…નિજાનંદ ..સહજાનંદ મા સ્થિતપ્રજ્ઞ ભાવ થી “ગુમ” ડીટ્ટો પેલા..” તેરી યાદો મે ગુમ….તેરે ખયાલો મે ગુમ……” જેવું જ…! આપણી ગુરુ પરંપરા મા જુઓ- તમને એ જ ખુમારી- એ જ ઉત્સાહ ..એ જ હાસ્ય દેખાશે અને પૂ.યોગીજી મહારાજ ને જુઓ તો ખબર પડે કે- સહજાનંદ તો અહી જ પ્રગટ છે….અહી જ વહી રહ્યો છે……!

Image

તો- એ જ બ્રહ્મજ્ઞાન ની….જ્ઞાન સાથે ગમ્મત ની …. શ્રેણી મા આગળ વધતા- યોગીબાપા ની એક ઔર વાર્તા….જીવન મા ઉજાસ આણવા માટે….

______________________________________________________________________

તેરા બાપ બહુ આકરા હૈ……

એક ગામ હતું….એકદમ સેક્યુલર ( આપણા દંભી રાજનેતાઓ ના સ્વપ્ન મુજબ) સર્વધર્મ સમભાવ મુજબ નું જ….! એમાં એક હિંદુ બ્રાહ્મણ રહેતો હતો અને તેનો એક મુસલમાન મિત્ર હતો. રોજ ઊઠવા બેસવાનું સાથે રહેતું અને અડોશ-પડોશ મા રહેતા હોવા ને કારણે સંપર્ક સતત હતો. મિત્રતા સામાન્ય હતી પણ મુસલમાન મિત્ર- એના આ બ્રાહ્મણ મિત્ર અને એની જીવનશૈલી ની હમેંશ ટીખળ ઉડાવ્યા કરતો…..બ્રાહ્મણ મિત્ર ગરીબ આથી , બધું સહન થઇ જાતું…..એક દિવસ- આ મિત્રો રસ્તે ચાલ્યા જતા હતા….અને રસ્તામાં તુલસી નો છોડ આવ્યો- બ્રાહ્મણ મિત્ર -એની રોજીંદી ટેવ પ્રમાણે એને પગે લાગ્યો- આથી મુસલમાન મિત્ર ને ટીખળ સુજી….ને બોલ્યો… યે ક્યાં હૈ?  બ્રાહમણ મિત્રમહિમા સાથે  બોલ્યો…આ તુલસી છે- અને અમે હિન્દુઓ એને મા ની જેમ પૂજીએ છીએ….મુસલમાન મિત્રે- તરત જ તુલસી ના આ છોડ ને મસળી નાખ્યો…..અને તોડી ને ફેંકી દીધો…..બોલ્યો- દેખ તેરી મા…મૈને ઉસકો તોડ દિયા..ફેંક દિયા….સાલા – તેરા કૈસા મજહબ હૈ…!

બ્રાહ્મણ મિત્ર તો સમસમી રહ્યો પણ- નિર્બળ હોવાને લીધે કશું ન બોલ્યો- પણ મનમાં ગાંઠ વાળી કે- આને સબક તો શીખવાડવો જ પડશે….તો જ એને અન્ય ધર્મ નું સન્માન કરવાની ખબર પડશે….! રસ્તે ચાલતા થોડાક આગળ ગયા એટલે – બ્રાહ્મણે જોયું કે આગળ થોર ની વાડ પર કુંવેચ( એક એવી વનસ્પતિ કે જેના સ્પર્શ માત્ર થી શરીર પર અસહ્ય ખંજવાળ પેદા થાય છે) નો છોડ જોયો…..અને મુસ્લિમ મિત્ર ને પરચો કરાવવા એક યોજના ઘડી…..

કુંવેચ ના છોડ ની આગળ – એ સાષ્ટાંગ દંડવત કરતો સુઈ ગયો અને જોર જોર થી વખાણ કરવા લાગ્યો….મુસલમાન મિત્ર તો જોઈ જ રહ્યો અને ધીરે રહી ને – બ્રાહ્મણ ને પૂછ્યું કે- યેહ ક્યાં હૈ? બ્રાહ્મણ ગર્વ થી બોલ્યો….આ મારો બાપ છે…..ખબરદાર જો તું એને અડ્યો છે તો….! મુસલમાન તો જોર મા આવી ગયો- ક્યાં બોલા….? તેરા બાપ હૈ….અરે તેરે બાપ કી તો ઐસી કી તૈસી…….દેખતા જા……! એમ કહી ને – કુંવેચ ના છોડ ને જોશ થી પકડ્યો અને જોર જોર થી મસળવા લાગ્યો….બુમો પડતો જાય અને મસળતો જાય…..! બ્રાહ્મણ દુર થી ઉભો ઉભો આ ખેલ જોયા કરે અને મૂછ મા હસતો જાય…….!

અને પછી તો જોવા જેવું થયું….પેલા મુસલમાન મિત્ર ને આખા શરીરે એવી તે કુંવેચ લાગી કે- જબરદસ્ત ખંજવાળ ઉપડી…..એતો બેબાકળો બની – દોડાદોડ કરવા લાગ્યો…જમીન પર આળોટવા લાગ્યો પણ ખંજવાળ તો માટે જ નહિ…..જોર જોર થી રોવા લાગ્યો ને માથું કૂટવા લાગ્યો…..છેવટે- બ્રાહ્મણ મિત્ર – એને વૈદ પાસે  લઇ ગયો…આખા શરીરે છાણ ચોપડ્યું….માટી ઘસી ત્યારે મિયા ભાઈ ને અઠવાડિયે જરાક આરામ થયો…..પછીતો બ્રાહ્મણ મિત્ર- મીયાભાઈ ની ખબર લેવા ગયો અને ધીરે થી બોલ્યો…..દેખ્યો મારો બાપ….! મીયાભાઈ બિચારા એના પગમાં પડી ગયા…..બોલ્યા..” યાર તેરા બાપ તો બહુત આકરા હૈ…..મેરા તો ભુક્કા બુલા દિયા……”

________________________________________________________________________

સાર-

 • ધર્મ-માન્યતા-શ્રદ્ધા – અંગત વસ્તુ છે…..એમાં કદીયે કોઈની મજાક ન કરવી…….શ્રીજી મહારાજે આપેલા અગિયાર નિયમો મા એક નિયમ…” નિંદન નહિ કોઈ દેવ કો…” આની સાથે સલંગ્ન છે……અને બીજાના ધર્મ-નિયમ નો આદર – એ જ આપણા સત્સંગ ની ખુમારી છે – એ યાદ રાખો.
 • બળ કરતા બુદ્ધિ હમેંશા આગળ જ હોય છે……..એ સદાયે યાદ રાખો……
 • વિપરીત વ્યક્તિ ને સાચા માર્ગ પર લાવવા પદાર્થપાઠ ની પણ જરુર પડે છે……અને એ પદાર્થ પાઠ – આપણી આજુબાજુ થી જ મળી રહે છે……બસ આંખો-મગજ ખુલ્લા રાખો……સમજણ-જ્ઞાન નો હમેંશા યોગ્ય- જગ્યા એ ઉપયોગ -કોઈના જીવન મા ઉજાસ આણી શકે છે.
 • જેમ છોડ -છોડ મા ફરક હોય છે…..એના ગુણ -અવગુણ મા ફરક હોય છે એમ સાધુ -અસાધુ મા- વ્યક્તિ-વ્યક્તિમાં ફરક હોય છે……..આ “ફરક” સમજતા આવડશે તો જીવન ના બધા જ માર્ગ સરળ થઇ જાશે……

તો- જીવન ને – આજુબાજુ ના વ્યક્તિઓ– માહોલ ને જાણો- સમજો- અને એ પ્રમાણે વર્તો…….આમે ય શ્રીજી ને – જ્ઞાની ભક્તો પર વિશેષ સ્નેહ છે……

જય સ્વામીનારાયણ

રાજ